(ઇસવીસન ૧૭૨૫ – ઇસવીસન ૧૭૯૫)
- પૂરું નામ – અહિલ્યાબાઈ સાહિબા હોલકર
- જન્મ – ૩૧ મેં ૧૭૨૫ , ગામ – ચૌંડી, જામ્ખેડ, અહમદનગર, મહારાષ્ટ્ર , ભારત.
- વિશેષતા – મહારાણી અહિલ્યાબાઈ હોલકર ભારતમાં માલવા પ્રાંતની મહારાણી હતી
- પતિ – ખાંડેરાવ હોલકર
- પિતા – માનકોજી શિંદે
- રાજ્યાભિષેક – ૧૧ ડીસેમ્બર ૧૭૬૭
- શાસન – ૧ ડીસેમ્બર ૧૭૬૭થી ૧૩ ઓગષ્ટ ૧૭૯૫ સુધી ………
- પૂર્વજ – માલેરાવ હોલકર
- ઉત્તરાધિકારી – તુકોજીરાવ હોલકર પ્રથમ
- પતિનું નિધન- પતિનું મોત કુમ્ભેર યુદ્ધ દરમિયાન ૧૭૫૪માં થયું હતું.
ઉપલબ્ધિઓ-
અહિલ્યાબાઈએ ઇન્દોરને એક નાનકડાં ગામમાંથી ખુબસુરત શહેર બનાવ્યું. માળવામાં કઈ કેટલાંય કિલ્લા બનાવ્યા અને સડકો બનાવડાવી. એમને કઈ કેટલાય ઘાટ, મંદિર, તળાવ, કુવાઓ અને વિશ્રામ ગૃહ બનાવડાવ્યા. એમણે હિમાલય થી લઈને દક્ષિણ ભારત સુધી સોમનાથ , ગયા, અયોધ્યા, દ્વારકા, હરિદ્વાર , કાંચી, અવંતી , બદ્રીનારાયણ , રામેશ્વર , મથુરા અને જાગનાથ પુરીના મંદિરોને સુધરાવ્યાં
અહિલ્યાબાઈ હોલકર એક મહાન શાસક હતી અને માલવા પ્રાંતની મહારાણી. લોકો એમને રાજમાતા અહિલ્યાદેવી હોલકરના નામથી પણ જાણે છે અને એમનો જન્મ મહારાષ્ટ્રના ચોંડી ગામમાં ઇસવીસન ૧૭૨૫માં થયો હતો. એમના પિતા માનકોજી શિંદે ખુદ ધનગર સમાજના હતાં જે ગામના પાટિલની ભૂમિકા નિભાવતા હતાં.
એમના પિતાએ અહિલ્યાબાઈને ભણાવ્યા-ગણાવ્યા !!!!. અહિલ્યાબાઈનું જીવન બહુજ સાધારણ રીતે જ વીતતું હતું, પરંતુ એકાએક ભાગ્યમાં પલટો આવ્યો અને એ ૧૮મી સદીમાં માલવા પ્રાંતની રાણી બની ગઈ !!!!
યુવા અહિલ્યાદેવીની ચરિત્ર અને સરળતાએ મલ્હારરાવ હોલકરને પ્રભાવિત કર્યા. એ પેશ્વા બાજીરાવની સેનાના એક સેનાપતિના હોદ્દા પર કામ કરતાં હતાં. આ રીતે આહિલ્યા એટલી સારી લાગી કે એમણે એના લગ્ન પોતાના દીકરા ખંડેરાવ સાથે કરાવી દીધાં. બસ આમ જ અહિલ્યાબાઈ એક દુલ્હનના રૂપમાં મરાઠા સમુદાયનાં હોલકર રાજઘરાનામાં પહોંચી. એમનાં પતિનું મૃત્યુ ઇસવીસન ૧૭૫૪માં કુમ્ભેરની લડાઈમાં થઇ ગયું હતું. એવામાં બધીજ જવાબદારી અહિલ્યાબાઈ પર આવી ગઈ. એમણે પોતાના સસરાના કહેવાથી ન માત્ર સૈન્યના મામલમાં પણ પ્રશાસનિક મામલાઓમાં પણ રુચિ બતાવી અને અરભાવી રીતે એને અંજામ પણ આપ્યો !!!
મલહારરાવના નિધન પછી એમણે પેશ્વાઓની ગાદીને આગ્રહ કર્યો કે એને એટલેકે અહિલ્યાબાઈને પ્રશાસનિક બાગડૌર સોંપવામાં આવે. મંજુરી મળ્યા પછી ઇસવીસન ૧૭૬૬માં રાણી અહિલ્યાદેવી માલવાની શાસક બની ગઈ. એમણે તુકોજી હોલકરને સૈન્યના સેનાપતિ બનાવ્યા એને પોતાની રાજસી સેનાનો પૂરો સહયોગ મળ્યો. અહિલ્યાબાઈએ ઘણા યુદ્ધોમાં નેતૃત્વ કર્યું. એ એક સાહસી યોદ્ધ હતી અને બેહતરીન તીરંદાજ. એ હાથીની પીઠ પર બેસીને (ચઢીને) લડતી હતી. હંમેશા આક્રમણ કરવાં માટે તત્પર ભીલ અને ગૌડ્સથી કઈ કેટલાંય વર્ષો સુધી પોતાનાં રાજ્યને સુરક્ષિત રાખ્યું !!!!
રાણી અહિલ્યાબાઈ પોતાની રાજધાની મહેશ્વર લઇ ગઈ. ત્યાં એમણે ૧૮મિ સદીનો બેહતરીન અને આલીશાન અહિલ્યા મહેલ બનાવ્યો. જે આજે પણ બાહુબલી ફેઈમ મહીશમતીની શાન છે. આ મહેલ ખાસ જ જોવાલાયક છે હોં !!!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પવિત્ર નર્મદા નદીના કિનારે બનાવવામાં આવેલા આ મહેલની આસપાસ બની રાજધાનીની પહેચાન બને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી !!! એ સમય દરમિયાન માહેશ્વર સાહિત્ય, મૂર્તિકલા ,સંગીત અને કલાના ક્ષેત્રમાં એક ગઢ બની ગયો હતો
મરાઠી કવિ મોરોપંત, શાહિર અનંતફંડી અને સંસ્કૃત વિદ્વાન ખુલાસીરામ એમનાં કાલખંડના મહાન વ્યક્તિત્વ હતાં. એક બુદ્ધિમાન ,તીક્ષ્ણ વિચાર, સ્વસ્ફૂર્ત શાસકને નાતે અહિલ્યાબાઈને યાદ કરવામાં આવે છે. દરરોજ અહિલ્યાબાઈ પોતાની પ્રજા સાથે વાત કરતી હતી એમની સમસ્યાઓ સાંભળતી હતી. એમના કાલખંડ (૧૭૬૭-૧૭૯૫) માં રાણી અહિલ્યાબાઈએ એવાં ઘણા કામકર્યા કે લોકો આજે પણ એમનું નામ શાનથી લેતા અચકાતા નથી. એમણે પોતાનાં સામ્રાજ્યને સમૃદ્ધ બનાવ્યું. એમણે સરકારી પૈસા બેહદ બુદ્ધિમાનીથી કેટલાય કિલ્લાઓ, વિશ્રામ ગૃહ , કુવાઓ અને સડકો બનાવવા માટે ખર્ચ કર્યો. પૈસા પોતાની તિજોરીમાં ભર્યા નહિ !!!! એ લોકો સાથે તહેવાર માનવતા ને હિંદુ મંદિરોમાં દાન પણ આપતાં હતાં !!!!
એક મહિલા હોવાને લીધે એમણે વિધવા મહિલાઓને પોતાનાં પતિની સંપત્તિને હાંસલ કરવાં અને દીકરાને ગોદ લેવામાં મદદ કરી …… ઈન્દોરને એક નાનકડા ગામ માંથી સેક સમૃદ્ધ અને સજીવ શહેર બનાવવામાં અહમ ભૂમિકા નિભાવી. એમણે ઘણાં મંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો. એમનું સૌથી વધારે યાદગાર કામ હતું —–લગભગ બધા જ મોટાં મંદિરો અને તીર્થસ્થળોનું નિર્માણ. હિમાલયથી લઈને દક્ષિણભારત ના ખૂણા ખૂણા સુધી એમણે એના પર ખુબ જ પૈસા ખર્ચ કર્યા. કાશી, ગયા, સોમનાથ, અયોધ્યા, મથુરા, હરિદ્વાર, બદ્રીનારાયણ , રામેશ્વર અને જગન્નાથ પુરીના ખ્યાત મંદિરોમાં એમણે ખુબ જ કામ કરાવ્યું !!!!
અહિલ્યાબાઈ હોલકરનું ચમત્કૃત કરી દેવાવાળું અને અલંકૃત શાસન ઇસવીસન ૧૭૯૫મ ખતમ થઇ ગયું જયારે એમનું નિધન થઇ થઇ ગયું ત્યારે !!!!!
એમની મહાનતા અને સન્માનમાં ભારત સરકારે ૨૫ ઓગષ્ટ ૧૯૯૬માં એમની યાદમાં એક એક ટપાલ ટીકીટ બહાર પાડી !!! ઇન્દોરના નાગરિકોએ ૧૯૯૬માં એમના નામે એક પુરસ્કાર સ્થાપિત કર્યો. અસાધારણ કૃતિત્વ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. એના પહેલા સન્માનિત શખ્સિયત નાનાજી દેશમુખ હતાં !!!
ઇન્દોરમાં રાજવાડા એ આહીલ્યાબાઈ હોલકરનો જ મહેલ છે એ ખાસ જોવા જેવો છે અને રાજસ્થાનની શાન એવી છત્રીઓનું નિર્માણ પણ અહિલ્યાબાઈ હોલકરે કરાવતું હતું. એનું નામ છે ——–કૃષ્ણપુરાની છત્રીઓ. ઇન્દોરના એરપોર્ટનું નાંમ પણ છે અહિલ્યાબાઈ હવાઈ અડ્ડા. મહેશ્વર એટલેકે માહિષ્મતીમાં પેલેસ જોવા તો જવું જ રહ્યું. બાહ્ર્તમ એક ઉદ્યોગ એમને જ શરુ કરાવ્યો હતો માહિષ્મતીમાં ——-ટેક્સટાઈલ ઉદ્યોગ આજે પણ એ બરકરાર જ છે. માહેશ્વરમાં કઈ કેટલાય ઘાટ છે અને એમાય ખાસ છે અહિલ્યાબાઈ ઘાટ. અહીના જ પેલેસમાં અહિલ્યાબાઈનો રત્નજડિત મુગુટ છે એ ખાસ જોવા જેવો છે. માહેશ્વારમાં મંડનમિશ્રની સમાંધીનું સમારકામ અને એને ઈજ્જત આપવાનું કાર્ય પણ અહિલ્યાબાઈ હોલકરે જ કર્યું હતું
આમ જોવા જઈએ તો હોલ્કર સાથે અહિલ્યાબાઈ જ એવાં ઓતપ્રોત થઇ ગયા છે કે એમની આગલા આખો વંશ પણ ઝાંખો પડે છે. લાખો સલામ અહિલ્યાબાઈ હોલકરની વીરતા , સુઝબુઝ અને આવડતને !!!!
——– જનમેજય અધ્વર્યુ
જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
- – સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર
- – દાનવીર કર્ણ
- – વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ
- – ચક્રવર્તી રાજા ભરત
- – રાજા ભગીરથ અને ગંગા અવતરણ
- – ચક્રવર્તિ સમ્રાટ અશોક
- – ભારતના વીર- મહારાણા પ્રતાપ
- – વીર યોધ્ધા હમીરજી ગોહિલ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.