ભારતીય ઈતિહાસ શોર્યગાથાઓથી ભરપુર છે. આ શોર્યગાથાઓના અદમ્ય સાહસ અને વિરતાની ગાથાઓ આજે પણ પ્રેરક મિસાલ બની ચુકી છે. એવામાં રાજકુમારોમાં અંતિમ હિંદુ સમ્રાટ વિક્રમાદિત્ય હેમચંદ્ર. જેને વિક્રમાદિત્ય હેમુના નામે પણ ઓળખવામાં આવે છે. એમનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. એક સાધારણ વેપારીથી વિક્રમાદિત્યની પદવી સુધની સફરમા એમનાં અદભૂત સાહસ, કુશાગ્ર બુદ્ધિ એવં પ્રેરક રણકૌશલનું પ્રમાણ છે !!!!
વિક્રમાદિત્ય હેમચંદ્ર નો જન્મ અશ્વિન શુલ્ક દશમી વિક્રમ સંવત ૧૫૫૬ ( ઇસવીસન ૧૫૦૧)માં રાજસ્થાનના અલ્વર જિલા અંતર્ગત માછેરી નામના ગામમાં એક સમૃદ્ધ ભાર્ગવ પરિવારમાં થયો હતો. હેમુના પિતા રાય પુરનદાસ સંત પ્રકૃતિના નેક માણસ હતાં. જે પુરોહિતી કાર્ય કરતાં હતાં. પછીથી એમણે હરિયાણામાં રેવાડી સ્થિત કુતુબપુર નામનાં ક્ષેત્રમાં રહીને ત્યાં વેપાર શરુ કર્યી !!!! એ મુખ્યત્વે ટોપ અને બંદુકમાં ઉપયોગમાં લેવામાં આવતાં પોટેશિયમ નાઈટ્રેટ (શોરા)નો વ્યાપાર કરતાં હતાં !!!!
હેમુએ પોતાની શિક્ષા સંસ્કૃત એવં હિન્દી સિવાય ફારસી, અરબી અને ગણિતમાં પણ પ્રાપ્ત કરી હતી. શરીર સૌષ્ઠવ એવં કુશ્તીના શોખીન હેમુને ધર્મ એવં સંસ્કૃતિ વિરાસતમાં મળી હતી. વલ્લભ સંપ્રદાય સાથે જોડાયેલાં એમનાં પિતા વર્તમાન પાકિસ્તાનના સિંધ ક્ષેત્ર સહિત પ્રાય: વિભિન્ન હિંદુ ધાર્મિક સ્થળોનો પ્રવાસ પણ કરતાં હતાં !!!
હેમુએ પોતાનું સૈનિક જીવન શેરશાહ સુરીના દરબારમાંથી શરુ કર્યું. શેરશાહના પુત્ર ઇસ્લામ શાહના દરબારમાં હેમુ અનેક મહત્વપૂર્ણ પદો પર રહ્યાં. ઇસવીસન ૧૫૪૮માં શેરશાહ સુરીના મૃત્યુ પછી ઇસ્લામ શાહે ઉત્તરી ભારતનું રાજ્ય સંભાળ્યું !!!! એમણે હેમુના પ્રશાસન કૌશલ, બુદ્ધિ,બળ અને પ્રતિભાને ઓળખીને એમને નિજી સલાહકાર મનોનીત કર્યાં. એ માત્ર વ્યાપાર અને વાણીજયના વિષયમાં એમની સલાહ નહોતાં લેતાં, પણ પ્રશાશીય કાર્યો અને રાજનીતિક કાર્યોમાં પણ એમની સલાહ લેતાં હતાં !!!
આનું કારણ એ હતું કે તેને બજારના અધીક્ષક જેવી મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. અને પાછળથી એને દરોગા-એ-ચૌકી જેવા ખૂબ જ મહત્વપૂર્ણ પદથી સુશોભિત કરવામાં આવ્યાં, જેના પર તેઓ ઇસ્લામ શાહ (૩૦ ઓક્ટોબર ૧૫૫૩) ના મૃત્યુ સુધી રહ્યા હતાં. નાગરિક એવં સૈન્ય મામલાઓનાં મંત્રી સુધી નિરંતર પદોન્નતિ પ્રાપ્ત કરવાંવાળાં હેમુને ઇસ્લામ શાહના ભત્રીજા અને ઉત્તરાધિકારી આદિલશાહ સૂરીએ “વિક્રમાદિત્ય” ની ઉપાધિ પ્રદાન કરી, કારણકે એમને માટે કેય્લીય લડાઈઓ લડીને હેમુએ હુમાયુના શાસનકાળમાં પણ એમને કેટલાંક ક્ષેત્રો આદિલ શાહ માટે સુરક્ષિત રાખ્યાં હતાં. ઉત્તરાધિકારીઓના ઝગડાને કારણે વિખેરાઈ જતાં રાજવંશને કમજોર શાસક આદિલ શાહ માટે હેમુ જ આશાનું એક કિરણ, એક મજબુત સ્તંભ બન્યો !!!!
મધ્યયુગીન ભારતીય ઇતિહાસમાં હેમુ એકમાત્ર હિન્દુ હતા, જેણે દિલ્હી પર રાજ કર્યું. મુગલ સમ્રાટ હુમાયુનું અચાનક મૃત્યુ હેમુ માટે એક દેવપ્રદત સંયોગ હતો. તેમણે ગ્વાલિયરમાંથી તેની સેનાને એકત્રિત કરી અને દિલ્હી તરફ કુચ કરી. મુગલ જનરલ ઇસ્કરંદર ઉજબેક ખાન આગરા, ઇટાવા, કાલપી અને બયાના કાળી કરીને દિલ્હીમાં મુઘલ જનરલ મિર્ઝાતરંગી બેજ જોડે જઈને બેસી ગયો. હેમચંદ્રએ દિલ્હી નિકટ તુગલકાબાદમાં ૭ ઓક્ટોબર ૧૫૫૬માં મુગલ સેનાનાં છક્કા છોડાવી દીધાં !!!!
દિલ્હીથી ભાગી જઈને મુગલસેના સરહિન્દમાં એકત્રિત થઇ ગઈ. હેમુ એ દિલ્હીની ગાદી પ્રાપ્ત કરી અને મહારાજા વિક્રમાદિત્યના રૂપમાં પોતાનું રાજતિલક કરાવ્યું, પરંતુ પાણીપતના યુદ્ધમાં એમનો પરજય એ નિસંદેહ એક દુર્ઘટના જ હતી. અનેક ઈતિહાસકારોએ લખ્યું છે કે —–
“જો હેમુ આ યુધ્ધમાં વિજયી થયો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત !!!” આ યુધ્ધમાં હેમુની આંખમાં વાગેલાં તીરે યુદ્ધનું પાસું જ બદલી નાંખ્યું હતું. હેમુની સેના પોતાના સેના નાયકને નાં જોઇને હતૌત્સાહિત થઇ ગઈ હતી !!!
બીજી તરફ, મુગલસેનામાં નવી જાન આવી ગઈ અને જોતજોતામાં યુદ્ધનો નકશો જ બદલાઈ ગયો. બૈરમ ખાં માટે આ બનાવ અનપેક્ષિત હતો. યુદ્ધમાં વિજય ઉપરાંત, તેમના કબજામાં તેમના મોટા દુશ્મનને જોવાનું શક્ય ન હતું. બૈરમ ખાંએ અકબરને પ્રાર્થના કરી કે એ હેમુનો વધ કરીને ગાઝીની પદવી માટે હકદાર બને, હેમુને મરણાસન્ન સ્થિતિમાં જોઇને આક્બરે એનો વિરોધ કર્યો, પણ બૈરમ ખાંએ આનન-ફાનનમાં અચેત હેમુનું માથું ધડથી અલગ કરી દીધું !!!!
હેમુની હત્યા બાદ, જ્યાંએનાં માથાને અફઘાન વિદ્રોહીઓના હોંસલાપરત કરવાં માટે એને કાબુલ મોકલવી દીધું. ત્યાં સ્થાનીય વિદ્રોગના દમનાર્થે એજ ઉદ્દેશથી તેમના ધડને દિલ્લીના જૂના કિલ્લાના દરવાજા પર લટકાવી દીધું. એટલું જ નહીં ……. હેમુ વંશ પર આત્યાચાર કરવામાં આવ્યો હતો !!!! તેમના ૮૦ વર્ષીય સંત પિતાને ઇસ્લામ ધર્મ અપનાવવાની ફરજ પડી હતી. પરંતુ જ્યારે તેમના પિતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું —–
મેં ભગવાન માટે લગભગ 80 વર્ષ ધર્મ અનુસાર ઈશ્વરની પ્રાર્થના કરી છે ” હવે મોતથી ડરવું શું કામ જોઈએ મારે ?
શું હું આ સંધ્યાકાળે પોતાની ધર્મ બદલી નાંખુ?”
તે પછી, પીર મોહંમદના વારથી એમનાં શરીરના ટુકડા થઇ ગયાં !!!!
બૈરમ ખાં હેમુ અને તેમના પિતા અને પરિવાર પર કરવામાં આવેલા અત્યાચારોથી સંતુષ્ટ ન હતો, તેથી એણે સમસ્ત વંશધરોને અલ્વર, રેવાડી, કાનોડ, નારનૌલથી વીણી વીણીને ખતમ કર્યાં !!! હેમુના વિશ્વાસપાત્ર અફઘાન અધિકારીઓ અને નોકરો પણ બચી શક્યાં નહોતાં. તેના ફતેહની ઉજવણીમાં બધાં ઘૂસર ભાર્ગવ અને સૈનિકોનાં કપાયેલાં માથાંઓથી એક વિશાળ મિનારો બનાવ્યો, હેમુનાં પ્રેરક જીવન પર આધારિત ઘણા પુસ્તકોમાં એને અદમ્ય સાહસ એવં વિરતાનો પર્યાય બતાવ્યો જ છે
ઇતિહાસકારો એવં લેખકોએ —-
” અંતિમ હિંદુ સમ્રાટ સાથે પાણીપતનાં યુધમાં થયેલી દુર્ઘટનાને ભાગ્યની વિડંબણા ગણાવીને એને એક સાચો રાષ્ટ્રભક્ત બતાવ્યો છે !!!!”
ઈતિહાસ માત્ર પાણીપતના દ્વિતીય યુદ્ધ વિષે જ જાણે છે ………….. વિક્રમાદિત્ય હેમુ વિષે નહીં જ !!!!
આ માણસને ઇતિહાસમાં વધારે સ્થાન મળવું જ જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. રાષ્ટ્ર્ભાક્તોને જ કારણે ભારતનું સન્માન થાય છે અને ભારતીય સંસ્કૃતિ પણ ટકી હોય તો એમનાં જ લીધે !!!!
—— જનમેજય અધ્વર્યુ
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.