વિયેતનામનાં રાષ્ટ્ર પ્રમુખ અને છત્રપતિ શિવાજી મહારાજ

વિશ્વનો એક નાનકડો દેશ નામ છે એનું વિયેતનામ.
ઇસવીસન ૧૯૭૫માં આ વિયેતનામે દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાને ધૂળ ચાટતો કર્યો. કઈ રીતે અને કેવી રીતે એ પ્રશ્ન જરૂર તમારા મનમાં થતા જ હશે. આ એજ અમેરિકાની અણુબોમ્બની પોકળ ધમકી સામે વિયેતનામ ના ઝૂક્યું. તમને કદાચ એ ખબર નહિ હોય કે આ યુધમાં તે વખતન આપણા પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ વિયેતનામને ઘણી મદદ કરી હતી કારણકે ૧૯૭૧ માં જ ભારતે પાકિસ્તાનને હરાવીને એના બે ભાગલા પાડીને બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો. અને આજ યુદ્ધ દરમિયાન ભારતના નૌ સેનાનાં અધ્યક્ષ જનરલ એસ. એમ. નંદાએ કરાંચી જઈને અમેરિકન ગાઝી (સબમરીન) ડુબાડી હતી.

અમેરિકાને લાફો ત્યારેજ વાગ્યો હતો !!! અમેરિકાએ આ જોઈને ભારતને આર્થિક મદદો બંધ કરી. શ્રીમતી ઇન્દિરા ગાંધીને આથી લાગી આવ્યું અને એમને એક ક્રાંતિકારી પગલું ભર્યું કે જેમાં અમેરિકાની ગરજ જ ના રહે. એ હતું હરિયાળી ક્રાંતિ !!! આ જ કારણ હતું ભારતને વિયેતનામને મદદ કરવાનું !!!
પણ
પણ
પણ
વિયેતનામે આ યુધની પ્રેરણા કોની પાસે થી લીધી હતી. એ ખાસ જાણવા જેવું છે

આ રહી એની વિગતો. આ સત્યઘટના છે. આમાં કોઈ પણ જાતની કલ્પનાની રંગપુરણી નથી. જો તમે સાચા દેશભક્ત અને સાચા હિંદુ હોવ તો આવત જરૂર વાંચજો. “વિયેતનામ એક નાનકડો દેશ જેને શક્તિશાળી મહાસત્તા અમેરિકાને ધૂળ ચટાડી દીધી.”

બીજા વિશ્વયુદ્ધ ના અંત માં દુનિયામાં અણુબોમ નો સૌ પ્રથમ વાર ઉપયોગ કરનાર અમેરિકા એ વખતે (૧૯૪૫ માં) એક જબરજસ્ત તાકાતવર અને ડીફેન્સ પાવર દેશ તરીકે સામે આવ્યો. એના ૧૦ વર્ષ બાદ અમેરિકા ૧૯૫૫ માં વિયતનામ સામે યુદ્ધે ચડ્યું. આ યુદ્ધ ૧૯૫૫ થી ૧૯૭૫ એમ બરોબર ૨૦ વર્ષ ચાલ્યું. બીજા વિશ્વયુદ્ધ થી પણ લાંબા આ યુદ્ધ માં વિયતનામેં અમેરિકાને કારમો પરાજય આપ્યો.

આવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-

અમેરિકા પર વિજય મેળવ્યા બાદ વિયતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષ ને પત્રકારે એક સવાલ પૂછ્યો. સીધી વાત છે કે સવાલ એજ હોય કે ——– અમેરિકાને તમે યુદ્ધ માં કેવી રીતે હરાવ્યું? પણ આ પ્રશ્નનો અપાયેલો જવાબ સાંભળી ને તમે હેરાન રહી જશો. તમે પણ ગર્વથી ગદગદ થઇ જશો.

વિયતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષ દ્વારા અપાયેલો જવાબ સાંભળો. બધાજ દેશો થી શક્તિશાળી દેશ અમેરિકા ને હરાવવા માટે મેં એક મહાન રાજા નું જીવન ચરિત્ર વાંચ્યું. અને એ જીવનચરિત્ર થી મળેલી પ્રેરણા અને યુદ્ધનીતિનો પ્રયોગ કરી મેં સરળતા થી આ યુદ્ધ માં વિજય મેળવ્યો…
પત્રકારે ફરી પ્રશ્ન કર્યો —– કોણ હતો એ મહાન રાજા.?

વિયેતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષે પોતાની ચેર માંથી ઉભા થઇ ને કહ્યું “છત્રપતિ શિવાજી મહારાજ” ……
મહારાજ શિવાજી નું નામ લેતી વખતે એમની આંખોમાં વીરતા ભરી ચમક હતી. રાષ્ટ્રાઅધ્યક્ષે આગળ બોલતા કહ્યું, ——– “જો આવા કોઈ રાજા એ આપણા દેશ માં જન્મ લીધો હોત તો આજે પુરા વિશ્વ ઉપર આપણું રાજ હોત” આ હતી વિયતનામ ના યુદ્ધ વિજય અને ત્યાર બાદની એક પ્રેસ કોન્ફરન્સ ની વાત.

થોડાક વર્ષો પછી એ રાષ્ટ્રાઅધ્યક્ષ મૃત્યુ પામ્યા. મૃત્યુ બાદ એમની ઈચ્છા અનુસાર એમની સમાધિ ઉપર લખાયેલું છે,
“શિવાજી મહારાજ ના એક શિષ્યની સમાધિ …….”

કાલાંતર માં વિયતનામ ના વિદેશમંત્રી એ ભારત ની મુલાકાત લીધી હતી. પુર્વાનીયોજિત કાર્યક્રમ અનુસાર એમને પહેલા લાલકિલ્લે પછી મહાત્મા ગાંધીજીની સમાંધીયે લઇ જવામાં આવ્યા. આ બે જગ્યા ના દર્શન કાર્ય બાદ એમણે પૂછ્યું. મહારાજ શિવાજીની સમાધિ ક્યાં છે. ત્યારે ભારત સરકાર ચકિત થઇ ગઈ અને રાયગઢ નો ઉલ્લેખ કર્યો.

વિદેશમંત્રી રાયગઢ આવ્યા અને રાજા શિવાજીની સમાધિ ના દર્શન કર્યા. સમાધિ ના દર્શન કરી આ વિયતનામી મંત્રી એ સમાધિ પાસે પડેલી માટી ઉઠાવી ને પોતાની બેગ માં મૂકી.

અહી એક પત્રકાર દ્વારા એમને માટી બેગ માં ભરવાનું કારણ પુછવામાં આવ્યું. મંત્રી એ કહ્યું આ માટી એક સુરવીર ની છે,
આ માટી એક મહાન રાજાની છે. આ માટીને હું મારા દેશ લઇ જઈ ને ત્યાંની માટી માં ભેળવી દઈશ જેથી મારા દેશ માં પણ આવા મહાન વીરો અવતરે.

આ રાજા ફક્ત ભારતનું ગૌરવ ના હોઈ સંપૂર્ણ જગતનું ગૌરવ છે.

એક ખોબા જેવડો દેશ પણ ૨૦ વર્ષની ટક્કર બાદ પણ અમેરિકાને હરાવી શકે છે. અત્યંત ઓછાં માણસોથી પણ યુદ્ધ જીતી શકાય છે અને દુશ્મનોને હંફાવી જ શકાય છે. આ વાત ઓ મેં મારા લેખોમાં કરી જ છે એટલે હું એ ફરીથી દોહરાવતો નથી. ચમકૌરનું યુદ્ધ તો યાદ જ છે ને !!!! બીજા દ્રષ્ટાંતો નથી આપતો.

સાચાં દેશભક્ત હોવ તો આ વાત જીવનમાં ઉતારજો આપણી સંસ્કૃતિ અને આપણા ઇતિહાસની કદર જેટલી બીજા દેશોએ કરી છે એટલી આપણે જ નથી કરી શક્યાં!!!! લ્યાનત છે આપણી મનોવૃત્તિ અને આપણી રાજનીતિ પર !!!! શક્તિ અને આભા કયારેય સત્તાની મોહતાજ નથી હોતી !!!!

સાષ્ટાંગ દંડવત પ્રણામ વિયેતનામના પ્રમુખ અને છત્રપતિ શિવાજી મહારાજને !!!

———- જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle