શીખો દ્વારા લડાયેલ સૌથી મહાનત્તમ- ચમકૌરનું યુદ્ધ

જ્યાં ૧૦ લાખ મુગલ સૈનિકો પર ભારે પડયા હતા ૪૦ શિખો.

૨૨ ડિસેમ્બરસન ૧૭૦૪ના રોજ સિરસા નદીને કિનારે ચમકૌર નામની જગ્યાએ શિખો અને મુગલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું હતું. જે ઇતિહાસમાં “ચમકૌરનું યુદ્ધ“ના નામે પ્રસિદ્ધ છે.  આ યુધ્ધમાં શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના નેતૃત્વમાં ૪૦ શિખોનો સામનો વજીર ખાનના નેતૃત્વવાળા ૧૦ લાખ મુગલ સૈન્ય સાથે થયો હતો !!! વજીરખાન કોઈ પણ સંજોગોમાં ગુરુ ગોવિંદસિંહજીને જીવતાં કે મરેલાં પકડવા માંગતો હતો  ……. કારણકે ઔરંગઝેબની લાખ કોશિશો છતાં પણ ગોવિંદસિંહ મુગલોની આધીનતાનો સ્વીકાર કરતા નહોતાં.

પરંતુ ગુરુ ગોવિંદસિંહનાં ૨ પુત્રો સહીત ૪૦ શિખો ગુરુજીના આશીર્વાદ અને પોતાની વીરતાથી વજીર ખાનનાં મનસુબાઓને કામયાબ ના થવા દીધાં!!! અને ૧૦ લાખ મુગલ સૈનિકો પણ ગુરુ ગોવિંદસિંહજીને ના પહોંચી શક્યાં. આ યુદ્ધ ઇતિહાસમાં શિખોની વીરતા અને એમની પોતાના ધર્મ પ્રત્યેની આસ્થામાટે જાણીતું છે !!! ગુરુ ગોવિંદસિંહ આ યુદ્ધનું વર્ણન “જફરનામા”માં કરતા લખે છે  ——-

“ચીડિયોસે મેં બાજ લડાઉં , ગીદડકો મેં શેર બનાઉં
સવા લખસે એક લડાઉં તભી ગોવિંદસિંહ નામ કહઉં”

મેં સન ૧૭૦૪ની આનંદપુરની આખરી લડાઈમાં ઘણાં મુગલ શાસકોની સંયુક્ત ફૌજે આનંદપુર સાહિબને ૬ મહિના સુધી ઘેરી લીધું હતું. એમનું એમ વિચારવું હતું કે જયારે આનંદપુર સાહિબમાં રાશન-પાણી ખતમ થઇ જશે ત્યારે ગુરુજી સ્વયં મુગલોની અધીનતા સ્વીકાર કરી લેશે પણ એ મુગલોની અણસમજ હતી !!! જયારે આનંદપુર સાહિબમાં રાશન પાણી ખતમ થઇ ગયું તો એક રાત ગુરુ ગોવિંદસિંહજી આનંદપુર સાહિબમાં ઉપસ્થિત પોતાના બધા સાથીઓને લઈને ત્યાંથી રવાના થઇ ગયાં. ત્યારે થોડીક જ વાર પછી મુગલોને આવાતની ખબર પડી ગઈ કે ગુરુજી ત્યાંથી પ્રસ્થાન કરી ગયાં છે તો એ એમનો પીછો કરવા લાગ્યાં અને બીજી તરફ ગુરુ ગોવિંદસિંહ પોતાના સાથીઓ સાથે સારસા નદી તરફ આગળ વધી રહ્યા હતાં.

જે સમયે શીખોનો કાફલો આ બરસાતી નદીના કિનારે પહોંચ્યા તો એમાં ભયંકર પૂર આવ્યું હતું અને પાણી જોરથી વહી રહ્યું હતું. આ સમયે શિખો ભારે મુશ્કેલીનો સામનો કરતાં રહ્યાં. એમની પાછળ શત્રુદળ ભાગતાં ભાગતાં ઝડપથી આવી રહ્યાં હતાં અને સામે સારસા નદી ફૂકારો મારતી હતી. નિર્ણય ત્વરિત લેવાનો હતો. અત: શ્રી ગુરુ ગોવિંદસિંહે કહ્યું કે કેટલાંક સૈનિક અહીં શત્રુને ઉલઝેલા રાખે અને જેઓ સારસા પાર કરવાની ક્ષમતા રાખતાં હોય એ પોતાના ઘોડા સારસાના વહેણની સાથે નદી પાર કરવાનો પ્રયત્ન કરે !!!

એવું જ કરવામાં આવ્યું ભાઈ ઉદયસિંહ તથા જીવનસિંહ પોત પોતાનું જૂથ લઈને શત્રુ સાથે લડવામાં પડયાં એટલામાં ગુરુદેવજી સારસા નદી પાર કરવામાં સફળ થઇ ગયા. પરંતુ સેંકડો શિખ સારસા નદી પાર કરતાં કરતાં તો મૃત્યુનાં શિકાર થઇ ગયાં કારણકે પાણીનો વેગ બહુજ તેજ હતો. કેટલાંક તો પાણીના વહેણમાં વહેતાં વહેતાં તણાઈને ઘણાં કોસો દૂર જાતા રહ્યાં !!!! વર્ષાઋતુની વર્ષા, નદીનું બર્ફીલું ઠંડુ પાણી આ બધી બાબતોએ ગુરુદેવના સૈનિકોના શરીરને સુન્ન કરી દીધું. આ કારણે શત્રુ સેનાએ સારસા નદી પાર કરવાનું સાહસ જ ના કર્યું !!!!

સારસા પાર કર્યા તતપશ્ચાત ૪૦ શિખ બે મોટાં સાહિબજાદા અજીતસિંહ તથા જુઝારસિંહની અતિરિક્ત ગુરુદેવજી સ્વયં કુલ મળીને ૪૩ વ્યક્તિઓની જ ગણતરી થઇ !!! નદીની આ પાર ભાઈ ઉદયસિંહ મુગલોનાં અનેક હુમલાઓને પછાડતાં રહ્યાં. એલોકો ત્યાં સુધી વીરતા પૂર્વક લડતાં રહ્યાં જ્યાં સુધી એમની પાસે એક પણ જીવિત સૈનિક ના રહ્યો હોય !!!! અને અંતત: એ યુદ્ધભૂમિમાં ગુરુની આજ્ઞા નિભાવતાં અને કર્તવ્યપાલન કરતાં કરતાં વીરગતિ પામ્યાં !!! આ ભયંકર ઉથલ-પાથલમાં ગુરુજીનો પરિવાર એનાથી જુદો થઇ ગયો. ભાઈ મની સિંહના જુથમાં માતા સાહિબ કૌરજી અને માતા સુંદરી કૌરજી અને બે એમની સેવા કરનાર દાસીઓ હતી. બે સિખભાઈ જવાહરસિંહ તથા પન્નાસિંહ જે દિલ્હીના નિવાસી હતા. આ બદ્ધા લોકો સારસા નદી પાર કરીને આ સૌ હરિદ્વાર થઈને દિલ્હી પહોંચ્યા. જ્યાં ભાઈ જવાહર સિંહ એમને પોતાને ઘરે લઇ ગયો. બીજા જુથમાં માતા ગુજરીજી અને છોટે સાહબાજાદે જોરાવર સિંહ અને ફતેહસિંહ તથા ગંગારામ બ્રાહ્મણ જ રહ્યાં હતાં જે ગુરુજીના ઘરનો રસોઈઓ હતો !!! એનું ગામ ખેહેડી અહીંથી લગભગ ૧૫ કોસની દૂરી પર મૌરીંડા કસ્બાની નજીક હતું. ગંગારામ માતા ગુજરીજીને અને સાહિબજાદાઓને પોતાની સાથે લઇ ગયો !!!!

ગુરુદેવજી પોતાનાં ૪૦ શીખોની સાથે આગળ વધતાં જતાં હતાં અને બપોર સુધીમાં તો તેઓ ચમકૌરનામનાં ક્ષેત્રની બહાર એક બગીચામાં પહોંચ્યાં. અહીંયા સ્થાનીય લોકોએ ગુરુદેવજીનું હાર્દિક સ્વાગત કર્યું અને દરેક પ્રકારની સહાયતા કરી !!!!(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) અહીં એક કિલાનુમા કાચી હવેલી હતી. જે સામરિક દ્રષ્ટિએ બહુજ મહત્વપૂર્ણ હતી. કારણકે એને એક ઊંચા ટીલા પર બનાવવામાં આવી હતી. જેની ચારે તરફ ખુલ્લું સમતળ મેદાન હતું. હવેલીના સ્વામી બુધીચંદે ગુરુદેવને આગ્રહ કર્યો કે આપ આ હવેલીમાં વિશ્રામ કરો !!!!

ગુરુદેવ્જીએ આગળ જવું ઉચિત ના સમજ્યું. અત: ચાલીસ શિખોને મુકાબલા માટે મોરચા પર તૈનાત કર્યા. હવે એ તો બધાંને જ ખબર હતી કે મૃત્ય નિશ્ચિત છે પરંતુ ખાલસા સૈન્યનો એ સિધાંત છે કે શત્રુની સામે કયારેય હથિયાર હેઠા ના મુકાય માત્ર વીરગતિ જ પ્રાપ્ત કરાય !!!

અત: પોતાનાં પ્રાણોની આહુતિ આપવાં બધાંજ શિખો તત્પર થઇ ગયાં. ગુરુદેવ પોતાનાં ચાલી શિષ્યોની તાકાતથી અસંખ્ય મુગલ સેના જોડે લડવાની યોજના કરવા લાગ્યાં. ગુરુદેવજીએ સ્વયં કાચી ગઢી (હવેલી) ની ઉપર અટ્ટાલિકામાં મોરચો સંભાળ્યો અન્ય શિખોએ પણ પોતપોતાનાં મોરચા બનવ્યા અને મુગલસેનાની રાહ જોવાં લાગ્યાં.

Chamkaur nu yudhdh

ત્યાં જેવું જ બરસાતી નાળું વરસાદના પાણીના વહેણથી ઓછું થયું. મુગલ સેના ટીડ્ડી દાળની જેમ એને પાર કરીને ગુરુદેવ્જીનો પીછો કરતી કરતી ચમકૌરના મેદાનમાં પહોંચી. જોતજોતામાં એમણેગુરુદેવજીની કાચી ગઢીને ઘેરી લીધી. મુગલ સેનાપતિઓને ગામવાળાંઓ પાસેથી એ ખબર પડી કે ગુરુદેવજી પાસે માત્ર ચાલીસ જ સૈનિક છે. અત: એ અહીં ગુરુદેવજીને બંદી બનવવાનાં સ્વપ્નાં જોવાં લાગ્યાં. સરહિન્દના નવાબ વજીર ખાને આની જાણ થતાં જ એ જાહેરાત કરાવી દીધી કે “જો ગુરુદેવજી પોતાના સાથીઓ સહિત મુગલ પ્રશાસનને હવાલે કરી દે તો એમની જાન બક્ષવામાં આવશે. આ જાહેરાત અને ઘોષના ના સંદર્ભના ઉત્તરમાં ગુરુદેવજીએ સેનાઓ પર તીરોનો વરસાદ વરસાવ્યો !!!

એ સમયે મુકાબલો ચાલીસ શિખોનો અસંખ્ય (લગભગ ૧૦ લાખ) ની ગણતરી વાળાં મુગલ સૈન્યબળ સાથે હતો. એ સમયે ગુરુદેવજીએ પણ એક-એક શિખને સવા-સવા લાખ  સાથે લડાવાની કસમ ખાઈ હતી. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) હવે આ સૌભાગ્યને પણ વિશ્વ સમક્ષ ક્રિયાન્વિત કરીને પ્રદર્શન કરવાનો શુભ અવસર આવી ગયો હતો !!!!

૨૨ ડિસેમ્બરસન ૧૭૦૪ના ફ્રોજ સંસારનું અનોખું યુદ્ધ પ્રારંભ થઇ ગયું. આકાશમાં ઘનઘોર વાદળો હતા અને ઝીણોઝીણો ઝરમર મેહ વરસી રહ્યો હતો. વર્ષની સૌથી નાનામાં નાનો દિવસ હોવાનાં કારને સૂર્ય પણ બહુજ વખત પછી ઉદય થયો હતો. કડાકાની શીતલહેર ચાલી રહી હતી !!! કિન્તુ ગર્મજોશી હતી તો કાચી હવેલીમાં આશય લઈને બેઠેલાં ગુરુદેવજીના યોદ્ધાઓનાં હૃદયમાં !!!

કાચી ગઢી પર આક્રમણ થયું. અંદરથી તીરોનો વરસાદ છૂટ્યો અનેક મુગલ સૈનિકો હતઃત થઇ ગયાં. બીજીવાર સશકત હુમલાના પણ બુરા હાલ થયાં. મુગલ સેનાપતિઓને હવે પોતાની જાત પર અવિશ્વાસ થવા માંડયો કે ૪૦ સૈનિકોની સહાયતાથી કોઈ આટલું સબલા કઈ રીતે બની શકે છે !!! શિખ સૈનિક લાખોની સંખ્યામાં ઘેરાયેલા પણ નિર્ભિક ભાવથી લડવા-મારવાનો ખેલ ખેલી રહ્યા હતાં. એમની પાસે જયારે ગોલા-બારૂદ અને બાણો ખતમ થઇ ગયાં. તો પણ મુગલ સૈનિકોની ગઢીની નજીક જવાની હિમત જ ના થઇ. તો એમણે તલવાર અને ભાલાનું યુદ્ધ લડવા માટે મેદાનમાં આવવાંને આવશ્યક સમજ્યું !!!

સર્વપ્રથમ ભાઈ હિંમતસિંહજીને ગુરુદેવજીએ આદેશ આપ્યો કે એ પોતાનાં સાથીયો સહિતપાંચનું જૂથ લઈને રણક્ષેત્રમાં જઈને શત્રુ સાથે લડે ત્યારે મુગલ સેનાપતિ નહર ખાને સિડીઓ લગાવી ગઢી ઓર ચઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગુરુદેવજીએ એને બાણ મારીને ત્યાંજ મારી નાંખ્યો !!! એક વધારે સેનાપતિ ખ્વાજા મહમૂદ અલીએ જયારે સાથીઓને મરતાં જોયાં તો દિવાલની ઓથ લઈને ભાગી ગયો !!! ગુરુદેવજીએ એની આ બુઝ્દીલીનું કારણ એમણે પોતાની રચનામાં લખ્યું છે.

સરહિન્દના નવાબની સેનાઓને એકવાર એકઠા થઈને કાચી ગઢીપર પૂર્ણ વેગથી આક્રમણ કરવાનો આદેશ આપ્યો પણ ગુરુદેવજી ઊંચા ટીલાની હવેલીમાં હોવાના કારણે સામરિક દ્રષ્ટિએ સારી સ્થિતિમાં હતાં. અત: જયારે એમણે એ આક્રમણ પણ વિફળ કરી નાંખ્યું અને શીંગોના બાણોથી સેંકડો મુગલ સૈનિકો ને સદાને માટે સુવડાવી દીધાં!!!

શિખોનાં જુથે ગઢીથી બહાર આવીને આગળ વધી રહેલી મુગલ સેનાને કરારો જવાબ આપ્યો. ગઢીની ઉપરની અટ્ટાલિકા (અટારી)માંથી ગુરુદેવજી સ્વયં પોતાના યોદ્ધાઓની સહાયતાથી શત્રુઓ પર બાણો ચલાવી રહ્યાં હતાં. ઘડી ભર તો લોહા પર લોહા કસ્યા સેંકડો સૈનિકો મેદાનમાં જ ઢેર થઇ ગયાં. અંતત: એ પાંચે શિખો પણ ત્યાજ શહીદ થઇ ગયાં !!!

પછી ગુરુદેવજીએ પાંચ શિખોનું બીજું જૂથ આગળ કર્યું અને ગઢીની બહાર રણક્ષેત્રમાં મોકલ્યું. આ જુથે પણ આગળ વધીને શત્રુઓના છક્કા છોડાવી દીધાં અને એમને પાછળ ધકેલી દીધા અને શત્રુઓને ભારી જાન્હાનીનું નુક્સાન પહોંચાડીને સ્વયં પણ શહીદ થઇ ગયાં. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ પ્રકારે ગુરુદેવજીએ જે રણનીતિ બનાવી હતી એ પાંચ-પાંચના જૂથ એક પછી એક રણક્ષેત્રમાં મોકલવા માંડ્યા. જ્યારે પાંચમું જૂથ શહીદ થઇ ગયું તો બપોરનો સમય થઇ ગયો હતો !!!

સરહિન્દના નવાબ વજીર ખાનની હિદયાતોનું પાલન કરતાં કરતાં જરનૈલ હદાયત ખાન , ઈસ્માઈલ ખાન, ફૂલ્લાદ ખાન, સુલતાન ખાન , અસમલ ખાન , જહાન ખાન, સલીલ ખાન અને ભૂરેખાન પોતાની સેનાઓને લઈને ગઢી તરફ આગળ વધ્યાં!!! એ તો બધા ને જ ખબર હતી કે આટલો મોટો હુમલો રોકી શકવો એ બહુજ મુશ્કેલ છે !!! એટલા માટે અંદર બાકી બચેલાં શીખોએ ગુરુદેવજી સમક્ષ પ્રાર્થના કરી કે એ સાહિબજાદો સહીત યુદ્ધક્ષેત્રથી ક્યાંક બીજે ચાલ્યાં જાય !!!

આ સંભાળીને ગુરુદેવ્જીએ શિખોને કહ્યું —– “તમે કયા સાહિબજાદો (દીકરાઓ)ની વાત કરો છો, તમે બધાં જ મારાં સાહબજાદાઓ છો !!! ગુરુદેવજીનો આ ઉત્તર સંભાળીને શિખો આશ્ચર્યમાં પડી ગયાં !!! ગુરુદેવજીનો મોટો પુત્ર અજીતસિંહ પિતાજીની પાસે આવીને પોતાની યુદ્ધકલાના પ્રદર્શનની અનુમતિમાંગવા લાગ્યો. ગુરુદેવજીએ સહર્ષ એને આશિષ આપ્યાં અને પોતાના કર્તવ્યને પૂર્ણ કરવાં માટે પ્રેરિત કર્યો !!!

સાહિબજાદા અજીતસિંહના મનમાં કૈંક કરી છૂટવાનું બળ હતું યુદ્ધકલામાં નિપુણતા હતી. બસ પછી શું હતું !!! એ પોતાનાં ચાર શિખોને લઈને ગઢીની બહાર આવી ગયો અને મુગલોની સેના પર એવી રીતે તૂટી પડ્યો જેવી રીતે શાર્દુલ મૃગ શાવકો પર તૂટી પડતાં હોય છે. અજીતસિંહ જ્યાં જ્યાં આગળ વધતાં ત્યાં ત્યાં સામેવાળાં સૈન્કો મરતાં જતા હતા, પડતાં જતાં હતાં, કપાતાં જતા હતાં, ભાગી જતાં હતાં. પાંચ શીખોના જુથે સેંકડો મુગલોને કાલનું ગ્રાસ બનાવી દીધાં.

અજીતસિંહે અવિસ્મરણીય વીરતાનું પ્રદર્શન કર્યું કિન્તુ એક એકે જો હજાર હજાર પણ માર્યા હોય તો સૈનિકોના સાગરમાં થી ચકલીઓની ચાંચમાં પાણી ભરીને લઇ જવાથી શું ખોટ આવવાની હતી ? સાહિબજાદા અજીતસિંહના નાનાભાઈ સાહિબજાદા જુહારસિંહે જયારે એમને શહીદ થતાં જોયાં તો એમણે પણ ગુરુદેવજી પાસે રણક્ષેત્રમાં જવાની આજ્ઞા માંગી. ગુરુદેવજીએ એની પીઠ થપથપાવી અને પોતાનાં કિશોર પુત્રને રણક્ષેત્રમાં ચાર અન્ય સૈનિકો સાથે મોકલ્યો !!!

ગુરુદેવજી જુઝારસિંહને રણક્ષેત્રમાં જુઝ્તાં જોઇને બહુજ પ્રસન્ન થયાં અને એમનાં યુદ્ધકૌશલને જોઇને જયકારના ઊંચા સ્વરમાં નારા બુલંદ કરવાં લાગ્યાં —–
“જો બોલે સો નિહાલ ,સત શ્રી અકાલ” ।
જુઝારસિંહ શત્રુસેનાની વચ્ચે ઘેરાઈ ગયાં પરંતુ એમણે વીરતાની જૌહર દેખાડતાં વીરગતિ પ્રાપ્ત થઇ. આબંને યોદ્ધાઓની આયુ ક્રમશ: ૧૮ વર્ષ તથા ૧૪ વર્ષની હતી વર્ષા અને વાદળોને કારણે સાંજ તો પડી ગઈ ……. વર્ષનો સૌથી નાનો દિવસ હતો, કડાકાની સર્દી પડી રહી હતી, અંધારું થતા જ યુદ્ધ રોકી દેવામાં આવ્યું !!!

ગુર સાહિબે બંને સાહિબજાદોને શહીદ થતા જોઇને અકલ્પુરુખ (ઈશ્વર) સમક્ષ ધન્યવાદ, શુક્રિયાની પ્રાર્થના કરી ને કહ્યું —– “તેરા તુજકો સોંપતે, ક્યા લાગે મેરા” ।

શત્રુ પોતાના ઘાયલ અથવા મૃત સૈનિકોના શબોને ઉઠાવવાંના ચક્રવ્યુહમાં ફસાઈ ગયાં. એમની ચારે તફ અંધારું જ છવાઈ ગયું હતું. આ સમયે ગુરુદેવજી પાસે માત્ર સાત જ સૈનિકો બચ્યાં હતાં અને એમને પોતાને ગણીને આઠ જ જણ રહ્યા હતાં. મુગલ સેના પાછળ હતીને આરામ ફરમાવવા લાગી !!!! એમને હજી પણ મનમાં સંદેહ હતો કે ગઢીની અંદર પર્યાપ્ત સંખ્યમાં સૈનિક મોજુદ છે !!!

રહિદાસના પાથનો સમય થઇ ગયો હતો અત: બધાં શિખોએ ગુરુદેવજી સાથે મળીને પાઠ કર્યો. તતપશ્ચાત ગુરુદેવજીએ શિખોને ચાધાઈકલામાં રહીને જુજતાં રહીને શહીદ થવાં માટે પ્રોત્સાહિત કર્યા. બધાંએ શિર ઝુકાવીને આદેશનું પાલન કરીને પ્રાણોની આહુતિ આપવાની શપથ લીધી. પરંતુ એમણે ગુરુદેવજીના ચરણોમાં પાડીને એ પ્રાર્થના કરી કે કદાચ જો સમયની નજાકતને જો નજરઅંદાજ ના કરવામાં આવે તો કાચી ગઢીનુમા હવેલી છોડી દઈને આપ ક્યાંક બીજે જતાં રહો તો આપણે બાજી જીતી શકીએ એમ છીએ કારણકે અમે જો મરી જઈશું તો કઈ નહીં બગડે પરંતુ આપની શહીદી બાદ પંથનું શું થશે?

આ પ્રકારે તો ગુરુ નાનકદેવજીનું લક્ષ્ય કયાય પૂર્ણ નહીં થાય કદાચ જો આપ જીવિત રહ્યા તો અમારાં જેવાં હજારો-લાખોની ગણનામાં શિખ આપની શરણમાં એકત્ર થઈને ફરીથી આપના નેતૃત્વમાં સંઘર્ષનો પ્રારંભ કરી શકશે !!!!

ગુરુજીતો બીજાને ઉપદેશ આપતા હતાં —–
“જયારે આપની આઉધ નિદાન બનૈ,અતિ હી રણમેં તબ જૂઝ મરૌ
ફિર ભલા યુદ્ધસે એ સ્વયં કેવી રીતે મો ફેરવી શકતા હતાં ?
ગુરુદેવે શિખોને ઉત્તર આપ્યો  ——–
“મારું જીવન મારાં અતિ પ્યારાં શિખોના જીવનથી વધારે મુલ્યવાન નથી, આ ક્યાંથી સંભવ બની શકે કે હું તમને રણ ભૂમિમાં છોડીને એકલો નીકળી જાઉં !!!! હું રણક્ષેત્રમાં પીઠ ના બતાવી શકું. હવે તો સ્વયં દિવસ થતાં સૌથી પહેલાં પોતાનું જૂથ લઈને યુદ્ધભૂમિમાં ઉતારીશ ”
ગુરુદેવજીના આ નિર્ણયથી શિખો બહુજ ચિંતિત થયાં. એ ઇચ્છતાં હતાં કે ગુરુદેવજી કોઈપણ વિધિથી ત્યાંથી નીકળી જાય. જેથી કરીને લોકોને ભારી સંખ્યામાં શિખ તરીકે સજાવીને પુન: સંગઠિત થઈને મુગલો સાથે બબ્બે -બબ્બે હાથ કરે !!!

શિખો પણ એ મન મનાવીને બેસી રહ્યાંકે સતગુરુજીને કોઈ પણ દશામાં શહીદ નહીં જ થવાં દઈએ. એ લોકો જાણતાં હતાં કે ગુરુદેવજી દ્વારા અપાયેલી શહાદત આ સમયે પંથ માટે બહુજ હાનિકારક સિદ્ધ થશે !!! અત: ભાઈ દયાસિંહેજી એ એક યુક્તિ સુઝી અને એમણે એને અંતિમ હથિયાર અજમાવ્યું. એમની આ યુક્તિ અંતર્ગત બધા સિંહોને વિશ્વાસમાં લઇ લીધા અને મેનો સાથ લઈને પુન: ગુરુદેવજી પાસે આવ્યાં !!! અને કહેવા લાગ્યાં —–
” ગુરુજી, હવે ગુરુ ખાલસા, પાંચ પ્યારે પરમેશ્વર રૂપ થઈને આપને એ આદેશ આપે છે કે —
આ કાચી ગઢી આપ તરત જ છોડી દો અને બીજે ક્યાંક કોઈ સુરક્ષિત સ્થાન પર ચાલ્યાં જાવ કારણકે આ નીતિમાં પંથ ખાલાસની ભલાઈ છે  !!!

ગુરુદેવજીએ પાંચ પ્યારાનો આદેશ સાંભળાતા જ શીશ ઝુકાવી દીધું અને કહ્યું “હું કોઈ પ્રતિરોધ નથી કરી શકતો કારણકે મારે પોતાના ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું છે ”

ગુરુદેવજીએ કાચી ગઢી ત્યાગવાની યોજના બનાવી.બે જવાનો એની સાથે ચાલવાનું કહ્યું. શેષ પાંચ જણાને અલગ અલગ મોરચા પર નિયુક્ત કરી દીધાં…..
ભાઈ જીવનસિંહ, જેનું  શરીર અને કાળ તથા રુપ્રેખા બિલકુલ ગુરુદેવજી સાથે મળતી આવતી હતી એને પોતાનો મુગુટ -તાજ પહેરાવીને પોતાને સ્થાને અટ્ટાલિકા પર બેસાડી દીધો કે શત્રુ એ ભ્રમમાં પડી જાય કે ગુરુ ગોવિંદસિંહ સ્વયં હવેલીમાં જ છે !!! કિન્તુ એમણે નિર્ણય લીધો કે અહીંથી પ્રસ્થાન કરતી સમયે આપને શત્રુઓને લલકારશું !!! કારણકે ચુપચાપ શાંત નીકળી જવું એ કાયરતા અને કમજોરીની ચિન્હ મનાય છે અને એમણે એમ જ કર્યું !!!

મોડી રાત્રે ગુરુદેવજી પોતાના બંને સાથીઓ દયાસિંહ અને માનસીઈંહ સહીત ગઢીની બહાર નીકળ્યા. નિકળતાં પહેલાં એમને સમજાવી દીધું કે આપને માલવા ક્ષેત્રની તરફ જવાનું છે અને કેટલાંક વિશેષ તારાઓની દિશામાં સીધાં જ જવાનું છે !!! જેનાથી આપને જો છૂટાં પડી જઈએ તો ફરી પાછાં મળી શકીએ !!!! આ વખતે વરસાદ થંભી ગયો હતો અને આકાશમાં કયાંક ક્યાંક વાદળો છવાયેલા હતાં પરંતુ વારંવાર વીજળી ચમકી રહી હતી !!! થોડેક જ દુર પહોંચ્યા ત્યારે વીજળી બહુ જોરથી ચમકી !!!

દયાસિંહની દ્રષ્ટિ રસ્તામાં વિખરાયેલા શબો પર પડી તો સાહિબજાદા અજીતસિંહનું શબ નજરે પડ્યું. એમણે ગુરુદેવજીને અનુરોધ કર્યો કે જો તમે આજ્ઞા આપો તો હું અજીતસિંહના પાર્થિવ શરીર પર પોતાની ચાદર નાંખી દઉં …… એ સમયે ગુરુદેવજીએ દયાસિંહને એ પ્રશ્ન કર્યો કે  —-
” તમે એવું કેમ કરવાં માંગો છો?
દયાસિંહે ઉત્તર આપ્યો કે  —-
“ગુરુદેવ , પિતાજી એ આપના લાડલા બેટા અજીતસિંહનું શબ છે !!”

ગુરુદેવજીએ ફરી પૂછ્યું કે એ મારાં નહોતાં જેમણે મારા એક સંકેત પર પોતાનાં પ્રાણોની આહુતિ આપી દીધી ?
દયાસિંહે એનો ઉત્તર હમ આપવો પડયો !!!
આના પર ગુરુદેવજીએ કહ્યું કે —–
” કદાચ જો તમે એ બધા સિંહોના શબો પર એક-એક ચાદર નાખી શકતાં હોવ તો ઠીક છે …….તો તમે આના શબ પર એક ચાદર ઢાંકી દો!!!” ભાઈ દયાસિંહજી ગુરુદેવજીની ત્યાગ અને બલિદાનની ભાવનાને સમજી ગયાં અને તરત જ આગળ વધ્યાં !!!!

યોજના અનુસાર ગુરુદેવજી અને શિખ અલગ- અલગ દિશામાં કેટલીક દૂરી પર ચાલી ગયાં અને ત્યાં ઊંચા સ્વરમાં એમને અવાજો કર્યા. પીર-એ -હિન્દ જી રહ્યા છીએ છે કોઈની હિંમત તો પકડી લો અને એ સાથે જ મશાલચીઓને તીર માર્યા અને એમની મશાલો નીચે કાદવમાં પડી જઈને બુઝાઈ ગઈ અને ઘોર અંધારું થઇ ગયું !!!! પુરસ્કારની લાંચમાં શત્રુ સેના અવાજની સીધમાં જ ભાગી અને આપસમાં જ ભીડાઈ ગઈ. સમયનો લાભ ઉઠાવીને ગુરુદેવજી અને બંને સિહો પોતાના લક્ષ્ય તરફ આગલ વધવા લાગ્યાં અને આ નીતિ પૂર્ણત: સફળ રહી !!! આ રીતે શત્રુસેના અંદરો અંદર ટકરાઈને કપાઈ મરી !!!

બીજી સવારે પ્રકાશ થતાંજ શત્રુ સેનાને ભારે નિરાશા થઇ કારણકે હજારો અસંખ્ય શબોમાં માત્ર ૩૫ જ શબો શિખોના હતાં. એમાં પણ એમને ગુરુ ગોવિંદસિંહ ક્યાય પણ ના દેખાઈ પડયા. ક્રોધાતુર થઈને શત્રુ સેનાએ ગઢી પર પુન: આક્રમણ કરી દીધું !!! અસંખ્ય શત્રુ સૈનિકોની સાથે જુજતાં જુજ્તાં અંદરના પાંચ શિખોપણ વીરગતિ પામ્યાં !!!

ભાઈ જીવનસિંહજી પણ શહીદ થઇ ગયા. જેમણે શત્રુને ઝાંસામાં લેવા માટે ગુરુદેવજીની વેશભૂષા ધારણ કરી હતી !!!! શબને જોઇને મુગલ સેનાપતિ બહુજ પ્રસન્ન થયા કે અંતમાં એમણે ગુરુને મારી જ નાંખ્યા !!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પરંતુ બહુ જલ્દીથી એમને માલૂમ પડયુંકે આ શબ કોઈ અન્ય વ્યક્તિનું છે અને ગુરુજી તો સુરક્ષિત નીકળી ગયા છે !!!

મુગલ સતાધારીઓને આ એક કરારી ચપત હતી કે કાશ્મીર ,લાહોર ,દિલ્હી અને સરહિન્દની સમસ્ત મુગલ શક્તિ સાત મહિના અનાદ્પુરમાં ઘેરો ઘાલ્યો હોવાં છતાં પણ ન તો ગુરુ ગોવિંદસિંહને પકડી શકી કે ન તો શિખોને પોતાની અધીનતા સ્વીકાર કરવા મજબૂર કરી શકી !!! સરકારી ખજાનાના લાખો રૂપિયા વ્યય થઇ ગયાં !!! હજારોની સંખ્યામાં ફૌજી માર્યા ગયાં. પણ મુગલ પોતાના લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત ના કરી શક્યાં !!!!

આ ગરદન કપાઈ તો શકે છે પણ ઝુકી નથી શક્તી ક્યારેક ચમકૌર બોલશે તો કયારેક સરહિન્દની દીવાલો બોલશે !!!

? શું આતમે જાણો છો ?———

વિશ્વની સૌથી મોંઘી જમીન સરહિન્દ, જીલ્લા ફતેહગઢ સાહબ (પંજાબ)માં છે જે માત્ર ૪ સ્ક્વેર મીટર છે

આ જમીનમાં ગુરુ ગોવિંદ સિંહના બે દીકરાને ફાંસી અપાઈ  હતી. તેમના અંતિમ સંકર અહીંયા કરવામાં આવ્યા હતા

શેઠ દિવાન ટોડરમલે આ જમીન ૭૮૦૦૦ સોનાની મહોરો (સિક્કાઓ) આપીને મુસ્લિમ બાદશાહ પાસેથી ખરીદી હતી.
સોનાની કિંમતના હિસાબે આ ૪ સ્ક્વેર મીટર જમીન ની કિંમત ૨૫૦૦૦૦૦૦૦૦ બે અબજ પચાસ કરોડ રૂપિયા ??? બને છે !!! દુનિયાની સૌથી મોંઘી જમીન ખરીદવાનો વિશ્વવિક્રમ શીખ ધર્મના ઇતિહાસમાં દર્જ કરવામાં આવ્યો છે. આજ સુધી કોઈએ આટલી મોંઘી જમીન કોઈએ પણ ક્યાંય પણ નથી ખરીદી !!!

જીતવા માટે તાકાત જોવાય નહીં કે સામેનું સૈન્યબળ. આ વાત યુદ્ધે સાબિત કરી દીધી છે સલામ શીખોની વીરતા અને ગુરુગોવિંદ સિંહની રાષ્ટ્ર ભક્તિને !!!!

——— જનમેજય અધ્વર્યુ

✌✌✌✌✌✌✌✌✌

error: Content is protected !!