વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા અસૂર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે. મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર હતા.
રાજાબલિ એક મહાન શાસક હતા, જે તેમના લોકો ને ખૂબ પ્રેમ કરતા હતા. લોકો તેમના રાજ્યમાં બહુજ ખુશ અને સમૃદ્ધ હતા. પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું. સમુદ્ર મંથન દરમિયાન, જ્યારે દેવતાએ અમૃત લીધો હતો, ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો. પછી શુક્રાચાર્યે બલિને પુન: પોતાની મંત્રશક્તિથી જીવિત કર્યાં હતાં
મહાબલિએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવાં માટે એમની કઠોર તપાસ્યા કરી હતી, પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયાં અને વરદાન માંગવા માટે કહ્યું. બલિએ ભગવાન બ્રહ્મા આગળ નતમસ્તક થઈને કહ્યું “પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવાં માંગું છું કે અસૂરો પણ સારાં હોય છે ….!!!! મને ઈન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે અને મને કોઈપણ પરાજિત ના કરી શકે !!!” ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માનીને એને એ વરદાન આપી જ દીધું !!!!!
શુક્રાચાર્ય એક સારાં ગુરુ અને સારાં રાજનીતિ ના જ્ઞાતા હતાં અને એમની મદદથી રાજા બલિએ ત્રણે લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધો. બલિએ ઈન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો. એક દિવસ ગુરુ શુક્રાચાર્યે બલિને બોલાવ્યો અને કહ્યું ——” પુત્ર તે ત્રણે લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલાં માટે જો તું સદાય માટે આ ત્રણે લોકનો સ્વામી બની રહેવાં માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારાં જેવાં રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરીને તું કાયમ માટે ત્રણે લોકનો સ્વામી બની રહે …….!!!!”
બલિ પોતાનાં ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો. આ સમય દરમિયાન ઈન્દ્રદેવ ઉદાસ રહેતાં હતાં કારણકે બલિએ ના માત્ર એમને પરાજિત કર્યાં હતાં પણ એ પણ એમને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે છે તે !!!! બલિ એક ઉદાર રાજા હતો જેને બધાજ લોકો પસંદ કરતાં હતાં અને ઈન્દ્રદેવ આ જોઇને ઈર્ષ્યાથી બળીને ખાખ થઇ ગયાં હતાં. ઈન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધાંજ દેવતાઓ બલિની તરફ થઇ જશે !!!!!
ઈન્દ્રદેવ દેવમાતા અદિતિપાસે સહાયતા માંગવા ગયાં અને એમને બધી જ વાત કરી. દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયાં. દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે —– “આપ મારાં પુત્રનાં રૂપમાં ધરતી પર જન્મ લઈને બલિનો વિનાશ કરો ” ભગવાન વિષ્ણુએ કહ્યું કે —– “બાલિ તો બહુજ ઉદાર રાજા છે …….તો પછી કેમ તમે એનો વિનાશ કરવાં માંગો છો ?” દેવમાતાએ ઉત્તર આપ્યો કે —– !”મને ખબર છે કે બાલિ બહુજ સજ્જન છે પરંતુ તે મારાં પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારાં પુત્રની ભલાઈ ચાહું છું !!!!” ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતાં કહ્યું તે પુત્રના રૂપમાં ઝરુર જન્મ લેશે !!!! આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવમાતા અદિતિને આપ્યું !!!!
બહુજ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ થયો. એ બહુજ ચતુર અને ઘરમાં બધાંને બહુજ વ્હાલો હતો. એ સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ એના પવિત જનોઈ સંસ્કાર સમારંભ રાખવામાં આવતો. જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવાં માટે ગુરુકુળ મોકલવામાં આવતો. વામનનો પણ જનોઈ સમારંભ આયોજિત કરીને એને ગુરુકુળ મોકલી દીધો !!!!!
આ સમય દરમિયાન મહાબલિએ ૯૯ અશ્વમેઘ યજ્ઞો પૂરાં કરી દીધાં હતાં અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને એને દેવોનો મુગટ પહેરાવી દેવાશે. આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો !!! એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો. મહાબલીએ વિનમ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને એને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મુક્યો !!!!
મહાબલી એ કહ્યું —— ” મુનિવર હું આપના પોતાના ૧૦૦માં અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે !!!” ગુરુ શુક્રાચાર્યે બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો !!!!
મહાબલીએ પછી કહ્યું ——- “માન્યવર આજે એ દિવસ છે કે હું કોઈપણ વ્યક્તિને કોઈપણ દક્ષિણા આપી શકું છું. આપ જે ચાહો એ મારી પાસે માંગી શકો છો !!!” ત્યારેજ ગુરુ શુક્રાચાર્યે મહાબલીને વચમાં રોકીને એને વાત કરવાં પોતાની પાસે બોલાવ્યો. ગુરુ શુક્રાચાર્ય એમને મહેલની અંદર લઇ ગયાં અને એમને બતાવ્યું કે ——–” આ બાળક બીજો કોઈ નહિ પણ ભગવાન વિષ્ણુ છે ………ઇન્દ્ર્દેવના કહેવાથી અહીંયા આવ્યાં છે હવે જો તમે એમને કાઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ દેશો !!!!!”
મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું “ભગવાન વિષ્ણુ મારાં પ્રભુ જો મારી પાસે કઈ માંગવા આવ્યાં હોય તો મારે અબઘડી જ જવું જોઈએ. ગુરુ શુક્રાચાર્યે ચિલ્લાઈને કહ્યું —– ” હવે તમે પોતાના ગુરુની અવમાનના કરીને શત્રુની વાત સાંભળશો !!!”
રાજાબલીએ કહ્યું —— ” મારાં પ્રભુ વગર મારે કોઈ શાસન નાં જોઈએ ………. એ મારી પાસે કઈ માંગવા આવ્યા છે અને હું એમને મારું સર્વસ્વ આપી દઈ શકું છું ……..!!!!” ગુરુ શુક્રાચાર્યે ક્રોધિત થઈને કહ્યું —– ” રાજાબલી તમે મારી આજ્ઞા નથી માની …….. હવે તમે વધો જ વૈભવ ખોઈ દેશો !!!!” મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતાં પણ એ પોતાની વાત પર અટલ રહ્યાં અને કહ્યું ——- ” મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારાં પ્રભુને ખોવાનો ડર જરૂર છે. એટલાં માટે હું એમની ઈચ્છા પૂરી કરવાં માંગુ છું ……. !!!” આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો !!!!
રાજાબલી ફરી પાછાં એ બાળક પાસે આવ્યાં અને સ્નેહપૂર્વક કહ્યું —– “માન્યવર …… હું આપણી વાત વચમાં છોડીની જતો રહ્યો એટલે હું આપણી ક્ષમા માંગું છું એટલાં માટે હવે તમે તમારી ઈચ્છા બતાવો ” એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું —- ” મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ જેણે હું મારાં પગ વડે માપી શકું !!!!” મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ના થયું કારણકે એને એમ હતું કે આ બાળક મારાં પ્રાણ માંગશે !!! રાજાબલીએ હસતાં હસતાં કહ્યું —– “માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે એ હું તમને આપીશ ………!!!!!”
એ બાળકે વચમાં રોકતાં જ કહ્યું —— ” જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલાં જમીનથી જો સંતુષ્ટ ના થઇ શકતો હોય એ બીજાં કશાંથી પણ સંતુષ્ટ ના થઇ સકે ….. મહારાજ મારી માત્ર આ ઈચ્છા જ પુરી કરી દો !!!”
એ બાળકને જોઇને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો …. એમને માથું હલાવ્યું અને કહ્યું —–“તમે ત્રણ પગલાં જમીન માપીને લઈલો!!!” જેવાં મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો. એ બાળક એટલો વધી ગયો કે બલિ માત્ર એમનાં પગ જ જોઈ શકતો હતો. વામન રૂપ એવડુ મોટુ હતુ કે પૃથ્વીતો એમણે એક જ પગમાં માપી લીધી !!! બીજાં પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું. ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે
મહાબલી ભગવાન ના આ ચમત્કાર ને જોઇને સ્તબ્ધ બની ગયો હવે એ બાળકે મહાબલીને કહ્યું .. ” મહારાજ આપે મને ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં માત્ર બે જ પગલામાં ધરતી અને આકાશને માપી લીધું. હવે મારે માટે ત્રીજો પગ રાખવાની કોઈ જગ્યાજ બચી નથી. તમેજ મને કહો કે હું મારો ત્રીજો પગ ક્યાં મુકું તે !!!!
મહાબલીએ એ બાળકની વાત સાંભળીને મુસ્કુરાઈને કહ્યું —–” પ્રભુ ….. હું વચન તોડવા વાળામાંથી નથી……. તમે ત્રીજો પગ મારાં માથાં ઉપર મુકો !!!” ભગવાન વિષ્ણુએ પણ મુસ્કુરાઈને પોતાનો ત્રીજો પગ મહાબલીના માથાં પર મુુકી દીધો. વામનના ત્રીજા પગલાની શાલીતાથી મહાબલી પાતાળ લોક જતો રહ્યો. હવે મહાબલીના ત્રણે લીકોમાં વૈભવ સમાપ્ત થઇ ગયો અને એ સદૈવ પાતાળલોકમાં જ રહી ગયો ……
ઈન્દ્રદેવ અને અન્ય દેવતાઓએ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી અને પોતાનું સામ્રાજ્ય પાછુ અપાવવા માટે એમની પ્રશંસા કરી.
ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઇ ગયાં. કારણકે એમનો એ ભક્ત ગુરૂની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડગ રહ્યા. ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળલોક ચાલ્યાં ગયાં. પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવાં લાગ્યો હતો એને પાતાળ લોકમાં આવવાં નો બિલકુલ જ અફસોસ નહોતો. ત્યારે એક શ્યામવર્ણો માણસ એની પાસે પહોંચ્યો અને કહ્યું કે — “મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાનાં સામ્રાજ્ય ફરીથી ઉભું કરવામાં લાગેલા છો, તો શું મને પોતાનો પહેરેદાર બનાવશો !!!!” હું આપની રક્ષા કરીશ અને આપણી સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ !!!:” મહાબલીએ એની વાત માની લીધી …….
આજ વખતે એક મહિલા મહાબલી પાસે આવી અને એને કહ્યું કે —– ” મહારાજ મારાં પતિ ધન કમાવાના ચક્કરમાં બહાર ગયાં છે અને હજુ સુધી પાછા નથી આવ્યાં …….. મને એમનાં વગર એકલું એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ જ નથી. મેં સાંભળ્યું છે કે ——-મહાબલીના રાજ્યમાં બધાંને સંતાનની જેમ સુખ મળે છે. કૃપા કરીને અમારી સહાયતા કરો !!!!” મહાબલીએ કહ્યું —— “દેવી તમે મારી બહેન સમાન છો. આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો. બહુજ જલ્દીથી પાતાળ લોક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુજ ખુશીથી રહેવાં લાગ્યાં. મહાબલી અને પહેરેદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપીને એ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું.
એક દિવસ મહાબલીએ પોતાની એ મહિલાને પ્રાર્થના કરતી જોઈ અને એને પૂછ્યું “તું કોની આરાધના કરી રહી છો ?” એ મહિલાએ પાછું વાળીને જોયું અને કહ્યું —— “તમે મારાં ભાઈ છો અને હું તામારી જ પ્રાર્થના કરી રહી છું ………!!!!” મહાબલીએ પૂછ્યું —- ” બહેન તમારે શું જોઈએ છે જે જોઈએ એ હું તમને આપીશ ……!!!!”
એ મહિલાએ કહ્યું ” મને મારાં પતિ જોઈએ છે અને તે આપજ આપી શકો એમ છો ?”મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું ” હું તમને તમારાં પતિ કેવી રીતે આપી સકુ એમ છું “એ મહિલાએ પહેરેદાર તરફ ઈશારો કરીને કહ્યું કે —–” આજ મારાં પતિ છે !!!”મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધીમાં એ બંને અદ્રશ્ય થઇ ગયાં અને તે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભાં હતાં મહાબલી સ્તંભિત થઇ ગયો કે ભગવાન વિષ્ણુ એનાં પહરેદાર બન્યાં અને ભાગ્યની દેવી લક્ષ્મી હંમેશા એની સાથે જ હતી.
ભગવાન વિષ્ણુ બોલ્યાં ——-“તમારી ભક્તિ મને અહીં સુધી ખેંચી લાવી !!!” મહાબલી પ્રભુનાં ચરણમાં પડી ગયો …….!!!! ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું ——- ” બલિ …….ઇન્દ્રના શાસન પછી …….તમેજ પછીના ઇન્દ્ર હશો …… આ મારું વચન છે આને આજ રીતે સારાં શાસક બન્યાં રહો !!!” મહાબલિ એ માતા લાક્ષ્મીને કહ્યું ——” મને ક્ષમા કરી દો ……… મારે કારણે જ તમે તમારાં પતિદેવથી દૂર રહ્યાં ……હવે તમે એમને લઇ જઈ શકો છો !!!!!” માતા લક્ષ્મી એ કહ્યું —— ” ધન્યવાદ ………અને હવે ફરીથી એમને આપને ત્યાં ના રાખશો. એ સદૈવ એમને પ્રેમ કરવાંવાળાં લોકોને સ્નેહથી બાંધી રાખે છે. મારાં ભાઈ તમે સદૈવ સમૃદ્ધ રહો !!!” આટલું કહીને બંને વૈકુંઠ ભણી પ્રયાણ કરી ગયાં. મહાબલી અને લક્ષ્મીના આ બંધનને પણ રક્ષાબંધન માનવાનું એક કારણ માનવામાં આવે છે.
એમણે કરેલા આ દાન ઉપરથી આજે જ્યારે કોઈ મોટો ત્યાગ કરે એને બલિદાન કહેવામા આવે છે. ઉત્તમ રાજાની વ્યાખ્યામાં બંધબેસતા આ રાજા અને એમની પ્રભુ ભક્તિને શત શત નમન !!!!
———– જનમેજય અધવર્યું..
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.
No Responses