“ટેક અને ખાનદાની”

ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદની કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર જોવા લઇ ગયા.સોરઠી ઘોડાઓને જોઇ કવિએ કવિતા કરી.

“ફડકંતા મછીઆંહી મ્રઘા જેમ ભરતા ફાલ
પટ ખેલે નટ જેમ,ઘૂમણી કે પાઉ;

પુતકુંને દેવે પિતા,નદિઆં પાહેબા પાણી,
રસિ હાથા ગ્રહે દેઇ ,ઝાલા હંદા રાઉ’..

(મચ્છી જેવા ચંચળ અને હરણોની જેમ ફાળ ભરનારા અને પટાંગણમાં નટની જેમ પગલા માંડી ખેલનારા અને જેને પિતા પોતાના પુત્ર ને નદીએ પાણી પાવા પણના દે ,તેને ઝાલા રાજા પોતાના હાથે કવિઓને આપીદે એવો ઉદાર છે.)

આ ગીત સાંભળી ગજસિંહે પોતાની ટેકની વાત કરી,’કવિરાજ ચોટીલાના ધણી શેલાર ખાચર પાસે ચાંગ નામની જાતવંત ઘોડી છે.એટલે શેલાર ખાચર પાસે મોં માગ્યા દામે એ ઘોડી માંગી,પણ એ કાઠીનેય ઘોડી તો અણમોલ જ હોય. એટલે ઘોડ દેવાની વાત નકારી દિધી.પછી વટે ચડતા મે ચાંગને હળવદ ની ઘોડાર માં બાંધવાની ટેક લઇ લીધી.અને જે ટેક પુરી કરે એને એક લાખ કોરી અને ત્રીસ સાંતીની જમીન આપવા તૈયાર છુ.

આ સાંભળી કવિરાજ બોલ્યા,’હુ છ માસ માં એ ઘોડી લાવી આપીશ.’
અને બિજે દિ કવિ માલદાન પાંચાળના પંથે હાલી નીકળ્યા.

દેવભુમી પાંચાળ ના ચોટીલામાં ખાચર કાઠીઓને ત્યા ડાયરો જામ્યો હતો.અને ત્યા કવિ માલદાનજી પહોચ્યા.ત્યા દરબારુએ પરદેશી કવિને આતિથ્ય આપ્યુ.આપા શેલારને ત્યા કવિની કવિતા અને વાર્તા જામવા લાગી,અને આમને આમ કેટલાય દિવસો વયા ગ્યા.આપા શેલારે ગજસિંહની ટેકની વાત થોડી સરખી જાણી છે. ચારણને થયુ કે દાતાર કાઠી ઘોડી માંગવાથી આપીદે પણ ગજસિંહને આ રીતે તો ના દેવાય.

એક દિવસ ચારણને મોકો મળી ગયો અને રાત્રે તક ઝડપી ચાંગનેછોડી એના પર સવાર થઇ એડી દબાવી રવાના થયા,શેલાર ખાચરની આંખ ઉઘડી અને પડકારો કર્યોઃ”એલા કોણ છે?”

ચારણે જાતા જાતા કહ્યુ.’ આપા હવે આવજો હળવદ.’

અને ઘડીભર મા તો આપા શેલાર બિજા કાઠીઓ સાથે ઘોડાઓ લઇ ચારણની વાંસે થયા.ઊંટ પર બેસવા વાળો ચારણ ઘોડેસવારીમા કાબેલ ના હતો,એટલે ઘોડી વેગે દોડવી શક્યો નહી.અને કાઠીઓ તેની લગોલગ પહોચવા આવ્યા.આપા શેલારને થયુ.’ગઢવી ઘોડે બેસવામા કાચો છે.તેમને થયુ કે ,’આ મારવાડી ચારણની જીભ હળવદના ધણી આગળ કચરાઇ ગઇ હશે.ચારણ હવે પકડાય જાય તો ભોંઠો પડેલો તે પેટે કટાર ખાશે.!’ કાઠીએ ચતુરાઇ કરી ને કહ્યુ કે ‘ગઢવી ઘોડીને વાઘ સંતાણ કર.”

અને ચારણે વાત સમજી અને ઘોડીની વાઘને ખેંચી,લગામનો ઇશારો મળતા,ચાંગ વેગથી દોડી નીકળી. અને ચાંગે કાઠીઓને ઘણા પાછળ મુકી દિધા.કાઠીઓના મોં વિલાઇ ગયા,પણ શેલાર ખાચરે ચારણના વેણની રક્ષા કરી.’હળવદ આવી ને ચારણે ઘોડીને ઘોડાર માં બાંધી અને આપા શેલાર ને રંગ દેતા ચારણે બધી વાત કરી.રાજા ગજસિંહ અને કચેરી શેલાર ખાચરી દિલેરી પર ઓળઘોળ થઈ ગઇ.ઝાલા રાજા ગજસિંહે ચારણને એકલાખ કોરી અને માનસર ગામમાં ૩૦ સાંતી ની જમીનનુ ઇનામ આપ્યુ.પોતની ટેક પુરી થયેલી માની ગજસિંહે ઘોડી શેલાર ખાચરને ચાંગ ઘોડી પાછી સોંપી અને વળતા શેલાર ખાચરે ચાંગની વછેરી ગજસિંહને આપી તેમનુ માન રાખેલુ. આવી છે કાઠીયાવાડના ક્ષત્રીયોના ટેક અને ખાનદાનીની વાતુ.!

સૌજન્યઃ રતુદાન રોહડીયા
*કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન*

error: Content is protected !!