તાનાજી માલુસરે શિવાજી મહારાજના નજીકના મિત્ર અને નિષ્ઠાવાન વફાદાર સેનાપતિ હતા.
તેમના પુત્રના લગ્નની તૈયારી થઈ રહી હતી. આસપાસ હર્ષનું વાતાવરણ હતું. ત્યાં તેમને શિવાજી મહારાજનો એક સંદેશ મળ્યો. માતા જીજા બાઈએ કોન્ડાણા કિલ્લા પર મુસ્લિમોના લીલા રંગના ધ્વજને ઉખાડીને ભગવો ઝંડો જ્યાં સુધી ના લહેરાબય ત્યાં સુધી તેઓ આન્નનો દાણો પણ મોંમાં નહીં મુકે, પાણી પણ ગ્રહણ નહીં કરે ……… તમારે આ કિલ્લા પર હુમલો કરવાં લશ્કરને લઈ જવાનું છે અને એને તમારા પોતાના અધિકારમાં લઈને ભગવો ઝંડો લહેરાવવાનો છે !!!!
સ્વામીના સંદેશને પ્રાપ્ત કર્યા પછી, તાનજીએ દરેકને આદેશ આપ્યો “લગ્નના વાજાં વગાડવાના બંધ કરો અને યુદ્ધનાં નગારાં વગાડો. ઘણા લોકોએ તાનાજીને કહ્યું – અરે, પુત્રને લગ્ન કરવા દો, પછી શિવાજીના આદેશોનું પાલન કરો. પરંતુ તાનાજીએ મોટા અવાજે કહ્યું – ના, પ્રથમ કોન્ડાણા કિલ્લાનું લગ્ન હશે, પછીથી જ પુત્રના લગ્ન, જો હું જીવતો રહીશ, તો હું યુદ્ધમાંથી પાછો આવીશ અને લગ્નની વ્યવસ્થા કરીશ !!!!
જો હું યુદ્ધમાં મૃત્યુને વર્યો તો શિવાજી મહારાજ મારાં પુત્રના લગ્ન કરશે !!!! બસ …..યુદ્ધ નક્કી થઇ ગયું. સેના લઈને તાનાજી શિવાજી પાસે પુણે જતાં રહ્યાં. તેમની સાથે તેમનો ભાઈ તથા એંસી વર્ષીય શેલાર મામા પણ ગયાં. પુણેમાં શિવાજીએ તાનાજી સાથે પરામર્શ કર્યું અને પોતાની સેના પણ તાનાજી સાથે રવાના કરી !!!!
દુર્ગમ કોન્ડાણા દુર્ગ પર તાનાજીના નેતૃત્વમાં હિંદુ વીરો સાથે રાતના સમયે આક્રમણ કર્યું. આ એજ વાત છે જેણે ગેરીલા પદ્ધતિ કહેવામાં આવે છે. આમાં પાટલા ઘોની પૂછડીએ દોરડું બાંધીને તાનાજી અને એના સૈનિકો એ દોરડા વાટે ઉપર ચડ્યા હતાં. પાટલા ઘોની એક ખાસિયત એ છે કે એ નો ઘાહ કરો એ જગ્યાએ એ ચોંટી જાય …… પછી ઉખડવાનું નામ જ નાં લે !!!! તાનાજીએ આવી સેંકડો પાટલા ઘોનો ઉપયોગ કર્યો હતો. તાનાજીને આ પદ્ધતિ ખુદ શિવાજી મહારાજે શીખવાડી હતી !!!! સૈનિકો ઉપર ચડીને કિલ્લામાં ઘૂસ્યાં. મુસ્લિમો ઊંઘતા જ ઝડપાયા ઊંઘતા જ ઝડપાયને ભૈસાબ …… કારણકે રાતનો વખત હતો !!!!તોય ભીષણ યુદ્ધ થયું. કોન્ડાણનો એક દુર્ગપાલ હતો ઉદયભાનુ. તે એક હિંદુ હતો અને સ્વાર્થવશ મુસ્લિમ બની ગયો હતો !!!! એની સાથે લડતાં લડતાં તાનાજી વીરગતિ પામ્યાં !!! પછી થોડાંક જ સમયમાં શેલારમામાના હાથે ઉદયભાનુ પણ માર્યો ગયો !!!!
સૂર્યોદય થતાં થતાં તો કોન્ડાણા દુર્ગ પર ભગવો ઝંડો લહેરાઈ ગયો. શિવાજી આ જોઇને બહુજ પ્રસન્ન થયાં પરંતુ જયારે તેમણે ખબર પડી કે એમનાં આદેશનું પાલન કરતાં કરતાં તાનાજીને વીરગતિ પ્રાપ્ત થઇ છે. ત્યારે એમનાં મુખમાંથી એક વાક્ય નીકળ્યું જે આજે ઈતિહાસ પ્રસિદ્ધ વાક્ય છે ——- “ગઢ આલા પણ સિંહ ગેલા !!!” ગઢ તો હાથમાં આવ્યો , પરંતુ મારો સિંહ તાનાજી જતો રહ્યો !!! બસ એ દિવસથી કોન્ડાણા દુર્ગનું નામ સોંહગઢ પડી ગયું !!!
***** તાનાજી મર્યો એ દિવસ હતો ૪ ફેબ્રુઆરી ૧૬૭૦ !!!
તાનાજી જેવાં સ્વામીભક્ત વીર તથા છત્રપતિ શિવાજી જેવાં વીર સ્વામીને કોટિ કોટિ નમન !!!!!
——– જનમેજય અધ્વર્યુ
જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો