૨૩ જાન્યુઆરી -૧૮ ઓગષ્ટ ૧૯૪૫
ક્રાંતિકારીઓ ભારતમાં ખુબજ થયાં છે. છેક ઇસવીસન ૧૮૫૭નાં બળવાથીતે ભારતને આઝાદી મળી ત્યાં સુધી એટલેકે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ સુધીમાં અગણિત લોકોએ પોતાનાં બલિદાન આપ્યાં છે. કેટલાંય લોકોએ પોતાનું રક્ત સિંચ્યું છે. કેટલાંય લોકોએ પોતાનું માતબર પ્રદાન આપ્યું છે!! ઇસવીસન ૧૮૫૭નો તો બળવો હતો જે આમ જોવાં જઈએ તો નિષ્ફળ થવાને લાયક જ હતો, પણ ૧૯મી સદીનાં છેલ્લા દાયકા અને અને ૨૦ સદીનાં ઉત્તરાર્ધમાં ભારતમાં અંગ્રેજો વિરુધ્દ્ધ ક્રાંતિની જ્વાળા જોરદાર ભડકી હતી. તે પછીનાં ૩ દાયકા સુધી પણ વધુ પ્રજવલિત બની.
આ વખતે ગાંધીજીનો કરિશ્મા જોરદાર હતો અને એમની અહિંસક લડત પણ બળવત્તર બની હતી, પણ ગાંધીજીના કરિશ્મા જેવોજ અને એમની અહિંસક લડતની વિરુદ્ધ હિંસક લડત આપનાર એક બીજાં પણ મહાન વ્યક્તિ હતાં. તેમનું નામ છે ——- સુભાષચન્દ્ર બોઝ !!!
આ માણસ અત્યત દેખાવડા, આંખોનું તેજ જોરદાર ,ગજબનો કરિશ્મા અને લોકોને પ્રોત્સાહિત કરીને પોતાની હિંસક લડતમાં સામેલ કરનાર વ્યક્તિ વિશેષ કહોકે મહા માનવ !!! એમનું પ્રદાન સદા અવિસ્મરણીય જ ગાણય અંગ્રેજો પણ એમનાથી ડરતા હતાં કારણકે એમણે પોતાની એક અલાયદી ફોજ ઉભી કરી હતી જેનું નામ છે —— “આઝાદ હિન્દ ફૌજ”!!! એમની લડત ભલે હિંસક હતી પણ એમનું અને ગાંધીજીનું ધ્યેય એક જ હતું ——- ભારતની આઝાદી !!! સમગ્ર ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ આજે પણ નેતાજી સુભાષચન્દ્ર બોઝનુ નામ ઈજ્જતથી લેવામાં આવે છે. જેટલું મોટું નામ ગાંધીજી -સરદાર -નહેરુનું છે એટલું જ મોટું નામ સુભાષબાબુનું પણ છે જ!!! ઈતિહાસ આનો સાક્ષી છે !!!ચાના ગજબના બંધાણી એવાં સુભાષબાબુને મળવાં અને એમની ઝાંખી પ્રાપ્ત કરવાં તે સમયમાં જોરદાર ભીડ ઉમટતી હતી. અરે એમણે જોવાં લોકોનાં ટોળેટોળા ઉભરાતાં ……પડાપડી થતી અને શરતો વાગતી કે “જુઓ મેં સુભાષબાબુ સાથે હાથ મિલાવ્યો છે ……. મેં એમને ચાનો કપ ભરીને આપ્યો છે……મેં મેની સાથે વાતો કરી છે ……. હું એમને બહુ મળ્યો છું ” આ લ્હાવો બહુ જ ઓછાં જણને પ્રાપ્ત થયો છે ……પણ થયો તો છે જ!!! એમની ફોજમાં જોડાવાં માટે લોકો સદાય તત્પર રહેતાં હતાં. અરે !!! સ્ત્રીઓ પણ તેમની ફોજમાં જોડાતી હતી ……. કેપ્ટન લક્ષ્મીનું નામ તો બધાને યાદ જ હશે !!! આવાં વ્યક્તિવિશેષ વિષે વિગતે વાત કરવી છે મારે આજે !!!
- આખું નામ -સુભાષચંદ્ર બોઝ
- અન્ય નામ -નેતાજી
- જન્મ- ૨૩ જાન્યુઆરી ૧૮૯૭
- જન્મભૂમિ -કટક ઓરિસ્સા
- મૃત્યુ- ૧૮ ઓગષ્ટ ૧૯૪૫
- મૃત્યુ સ્થાન -તાઈવાન, જાપાન
- માતા/પિતા -જાનકીનાથ બોઝ, પ્રભાવતી
- પત્ની -એમિલી શિંકલ (Emilie Schenkl)
- પુત્રી -અનીતા બોઝ
- આંદોલન- ભારતીય સ્વતંત્રતા સંગ્રામ
- વિદ્યાલય- પ્રેસીડેન્સી કોલેજ, સ્કોટિશ ચર્ચ કોલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય
- જાણકારી- નેતાજી સુભાષચન્દ્ર બોઝ ભારતીય સ્વાધીનતા સંગ્રામનાં એ યોદ્ધાઓમાંથી એક હતાં જેમનું નામ અને જીવન આજે પણ કરોડો દેશવાસીઓને માતૃભૂમિ માટે સમર્પિત થઈને કાર્ય કરવાની પ્રેરણા આપે છે !!!
નેતાજી સુભાષચન્દ્ર બોઝ ભારતનાં એક સ્વતંત્રતા સેનાની અને ઇન્ડિયન નેશનલ આર્મીનાં સંસ્થાપક હતાં. આઝાદીની પૂર્વની અવધિમાં એ ભારતનાં ભવિષ્ય માટે લેબર પાર્ટીસાથે વાત કરવાં લંડન ગયાં હતાં. એમનાં તાઈવાનથી અચ્કનક ખોવાઈ જવાનાં કારણે એમનાં અસ્તિત્વની સંભાવનાઓને કારણે ઘણીવાર વિવાદ થયો હતો !!!
સુભાષચંદ્ર બોઝ (જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ કટક, ઓરિસ્સા; મૃત્યુ ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ જાપાન) અતિરિક્ત ભારતનાં ઇતિહાસમાં કોઈ એવું વ્યક્તિત્વ નથી થયું …….. જે એક સાથે મહાન સેનાપતિ, વીર સૈનિક, રાજનીતિના અદ્ભુત ખેલાડી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પુરુષો, નેતાઓ સમકક્ષ સાધિકાર બેસીને કૂટનીતિ તથા ચર્ચા કરવાંવાળાં હોય !!! ભારતની સ્વતંત્રતા માટે સુભાષચન્દ્ર બોઝે કરીબ કરીબ આખાં યુરોપમાં અલખ જગાવ્યું. બોઝ પ્રકૃતિથી સાધુ, ઈશ્વર, ભક્ત તથા તન એવં મનથી દેશભક્ત હતાં. મહાત્મા ગાંધીનાં મીઠાંના સત્યાગ્રહને ” નેપોલિયનની પેરિસ યાત્રા”ની સંજ્ઞા આપવાંવાળાં સુભાષચન્દ્ર બોઝ એક એવાં વ્યક્તિત્વ હતાં જેમનો માર્ગ ક્યારેય પણ સવાર્થોએ નહોતો રોક્યો ……..જેમનાં પગ લક્ષ્યથી કયારેય પાછાં નહોતાં હટયા !!! એમણે જે સ્વપ્ન જોયું એને પૂરું કરીને જ રાહતનો શ્વાસ લીધો હતો !!! નેતાજીમાં સછીની પડખે ઉભા રહેવાની અદભૂત ક્ષમતા હતી !!!
જીવન પરિચય ———–
સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી સન ૧૮૯૭માં ઓરિસ્સામાં કટક નામના શહેરમાં થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી શક્તિઓની વિરુદ્ધ “આઝાદ હિન્દ ફૌજ”નું નેતૃત્વ કરવાંવાળાં બોઝ એક ભારતીય ક્રાંતિકારી હતાં. જેમને સસન્માન “નેતાજી “પણ કહેતાં હતાં લોકો !!! બોઝના પિતાજીનું નામ જાનકીનાથ બોઝ અને માંનું નામ પ્રભાવતી હતું !!! જાનકીનાથ બોઝ કટક શહેરનાં મશહૂર વકીલ હતાં. પહેલાં એ સરકારી વકીલ હતાં પરંતુ પછીથી એમણે સ્વતંત્ર પ્રેક્ટીસ શરુ કરી દીધી હતી !! એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને એ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યાં હતાં. અંગ્રેજ સરકારે એમને “રાયબહાદૂર”નો ખિતાબ પણ આપ્યો હતો !!! પ્રભાવતી દેવીનાં પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલક્ત્તાનું કુલીન પરિવાર મનાતું હતું.
પ્રભાવતી અને જાનકીનાથ બોઝનાં પરિવારમાં બધા મળીને ૧૪ સંતાનો હતાં જેમાં ૬ દિકરીઓ અને ૮ દીકરા હતાં. સુભાષચન્દ્ર બોઝ એમનું નવમું સંતાન અને પાંચમાં દીકરા હતાં. પોતાનાં બધાંજ ભાઈઓમાં સુભાષને સૌથી અધિક લગાવ શરદચંદ્ર સાથે હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથનાં બીજાં બેટા હતાં. સુભાષ એમને “મેજદા”કહેતાં હતાં ……. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું !!!
બાળપણ ————
ભારતીયોની સાથે અલ્પવાસ્થામાં અંગ્રેજોનો વ્યવહાર જોઇને સુભાષચન્દ્ર બોઝે પોતાનાં ભાઈને પૂછ્યું —- “દાદા ….. કક્ષામાં આગળની સીટો પર આપણને કેમ નથી બેસવાં દેતાં ? સુભાષચંદ્રબોઝ જે પણ કંઈ કરતાં તે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કરતાં !!! અંગ્રેજ પ્રાધ્યાપક બોઝ્જીના માર્ક જોઇને દંગ રહી જતાં હતાં. સુભાષચંદ્ર બોઝને કક્ષામાં સૌથી વધારે માર્ક્સ મળવાં છતાં પણ જ્યારે છાત્રવૃત્તિ અંગ્રેજ બાળકને મળી તો એ ઉખડી પડયા. સુભાષચંદ્ર બોઝે એ મિશનરી સ્કૂલ છોડી દીધી. એ સમયે અરવિંદે બોઝ્જીને કહ્યું —- “આપણામાંથી પ્રત્યેક ભારતીયે ડાયનેમો બનવું જોઈએ જેનાથી આપણામાંથી કદાચ કોઈ એક પણ ઉભો થઇ જાય તો આપની પાસે હજારો વ્યક્તિ પ્રકાશવાન બની જાય. અરવિંદનાંઆ શબ્દો બોઝનાં મસ્તિષ્કમાં ગુંજવા લાગ્યાં. સુભાષચંદ્ર વિચારતાં —- “આપણે અનુગમન કોનું કરીએ ? ભારતીયો જ્યારે ચુપચાપ કષ્ટ સહેતાં તો એ વિચારતાં “ધન્ય છે એ વીર પ્રસૂત ….. આવાં લોકો પર આશા રાખી જ શકાય તેમ છે !!!”
બોઝને જાન્યુઆરી ૧૯૦૨માં પોતાનાં ભાઈ બહેનોની જેમ જ પ્રોટેસ્ટન્ટ યુરોપિયન સ્કૂલમાં દાખલો અપાઈ ગયો. એમણે ઇસવીસન ૧૯૦૯ સુધી પ્રારમ્ભિક શિક્ષા ગ્રહણ કરીને રેવેંશોવ કોલેજિયેટસ્કૂલમાં મોકલી આપવામાં આવ્યાં !!! જે દિવસે સુભાષચંદ્ર બોઝનો દાખલો એ વિદ્યાલયમાં થયો હતો ત્યારે એમનાં પ્રાધાનાધ્યાપકે એમની પ્રતિભા સમજી લીધી હતી !!! ૧૯૧૩માં મેટ્રિક પરીક્ષા પાસ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યા પછી કોલેજનું ભણતર પૂરું કરવાં માટે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો !!!
સુભાષચંદ્ર બોઝનાં રાષ્ટ્રવાદી સ્વભાવનાં વિષે જાણકારી ત્યારે જ મળી જ્યારે ભારત વિરોધી ટીપ્પણીઓનાં વિરોધમાં એમણે પ્રોફેસર પર હુમલો કરી દીધો હતો અને એમને કોલેજમાંથી નિષ્કાશિત કરી દીધો હતો. એનાં પછી એમણે કોલકતા યુનીવર્સીટીનાં સ્કોટિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો અને દર્શનશાસ્ત્રમાં બી.એ. પાસ કર્યું !!! ઇસવીસન ૧૯૧૯માં ભારતીય સિવિલ સેવા પરીક્ષાની તીયારી કરવાં એ ઇંગ્લેન્ડ જતાં રહ્યાં અને ત્યાં પરીક્ષામાં ચોથું સ્થાન પણ પ્રાપ્ત કર્યું. સુભાષચંદ્ર બોઝનું ભારતીય સિવિલ સેવામાં પસંદગી કરવામાં આવી પરંતુ તેઓ અંગ્રેજ સરકારની અધીનતામાં કામ કરવાં નહોતાં માંગતાં !!! ૧૯૨૧માં ભારતીય સિવિલ સેવામાંથી ત્યાગપત્ર આપવાની કગાર પર આવી ગયાં હતાં અને ત્યાંથી એમણે શરદચંદ્ર બોઝને પત્રમાં લખ્યું કે
” માત્ર ત્યાગ અને પીડાની માટી જ અમારી રાષ્ટ્રીય ભાવનાને ઉઠાવી શકે છે !!!” એ ૨૩ એપ્રિલ ૧૯૨૧નાં રોજ ભારત પાછાં ફર્યાં !!! પોતાનાં કાર્યકાલમાં ખાસ કરીને પ્રારમ્ભિક ચરણમાં બોઝે પોતાનાં મોટાભાઈ શરદચંદ્ર બોઝ (ઈસ્વીસન ૧૮૮૯ -૧૯૫૦)નું ભરપુર સમર્થન મળ્યું. જેઓ કોલકત્તાનાં એક ધનાઢ્ય વકીલ હોવાની સાથે -સાથે પ્રમુખ કોંગ્રેસી રાજનીતિજ્ઞ પણ હતાં !!!દેશભક્તિની ભાવના ———
બોઝજી અંગ્રેજી શિક્ષણને નિષેધાત્મક શિક્ષા માનતાં હતાં. પરંતુ બોઝને એમનાં પિતાજીએ સમજાવ્યું કે —-” આપણે અંગ્રેજો પાસેથી જ્યાં સુધી પ્રશાસનિક પદ નહીં છીનાવીએ ત્યાં સુધી દેશનું ભલું કેવી રીતે થશે !!!” સુભાષચંદ્રે ઈંગ્લેન્ડમાં જઈને આઈ. સી. એસની પરીક્ષા ઉત્તીર્ણ કરી. એ પ્રતિયોગિતામાં એ માત્ર ઉત્તીર્ણ જ નાં થયાં પણ ચોથા સ્થાન પર પણ રહ્યાં
નેતાજી એક બહુજ મેઘાવી છત્ર હતાં. એ ચાહતા તો ઉચ્ચ અધિકારીના પદ પર આસન્નથઇ જ શકતાં હતાં. પરંતુ એમની દેશભક્તિની ભાવનાએ એમણે કૈંક અલગ જ કરવાંમાટે પ્રેરિત કર્યાંસુભાષચંદ્ર બોઝે નોકરીમાંથી ત્યાગપત્ર આપી દીધું. આખો દેશ હેરાન રહી ગયો !!! બોઝે સમજાવતાં કહ્યું કે —— “તમે જાણો પણ છો કે તમે લાખો ભારતીયોનાં સરતાજ થશો ?તમારાં હજારો દેશવાસીઓ તમને નમન કરશે ? સુભાષચંદ્રે કહ્યું —— “હું લોકો પર નહીં પણ એમનાં મનોરાજ્ય પર રાજ્ય કરવાં માંગું છું ……..એમણો હૃદય સમ્રાટ બનવાં માંગુ છું!!!”
કલ્યાણ સંદેશ ——–
એક શહેરમાં કોલેરાનો પ્રકોપ વધી ગયો હતો. આ રોગે એટલી હદ સુધી પગપેસારો કર્યો હતો કે દવાઓ અને ચિકિત્સક પણ ઓછાં પડી ગયાં હતાં !!! ચારે તરફ મૃત્યુનું તાંડવ થઇ રહ્યું હતું. શહેરનાં કેટલાંક કર્મથ અને સેવાભાવી યુવકોએ આવી વિકટ સ્થિતિમાં એક દળનું ગઠન કર્યું હતું. આ દળ શહેરની નિર્ધન વસ્તિઓમાં જઈને રોગીઓની સેવા કરવાં લાગ્યાં. આ લોકો એકવાર કોલેરાગ્રસ્ત વસ્ત્તિમાં ગયાં જ્યાં એક કુખ્યાત બદમાશ હૈદરખાં એમનો ઘોર વિરોધી હતો. હૈદરખાંનો પરિવાર પણ આ ભયંકર કોલેરાથી નાં બચી શક્યો !!! સેવાભાવી પુરુષોની ટોળી એમનાં તૂટેલાં-ફૂટેલાં મકાનમાં પહોંચી અને બીમાર લોકોની સેવામાં લાગી ગઈ. એ યુવકોએ અસ્વસ્થ હૈદરખાંનાં મકાનની સફાઈ કરી ,રોગીઓની દવા કરી અને એમની દરેક પ્રકારે સેવા કરી
હૈદરખાંનો પરિવાર ધીરે ધીરે હસતો ખેલતો થઇ ગયો !!!
હૈદર ખાંને એમની ભૂલનો એહસાસ થયો એ યુવકોને હાથ જોડોને ક્ષમા માંગતા કહ્યું કે —– “હું બહુ પાપી છું …… મેં આપ લોકોનો બહુજ વિરોધ કર્યો છે, પરંતુ તો પણ તમે મારાં પરિવારજનોને જીવનદાન આપ્યું છે !!!” સેવાદળનાં મુખિયાએ એને અત્યંત સ્નેહપૂર્વક સમજાવ્યું કે “આપ આટલાં બધાં દુખી કેમ થાઓ છો……. આપણું ઘર ઘણું જ ગંદુ હતું. આ જ કારને રોગ ઘરની અંદર દાખલ થઇ ગયો અને આપને આટલી બધી પરેશાની ઉઠાવવી પડી. અમે તો બસ ઘરની ગંદકી જ સાફ કરી છે !!!” ત્યારે હૈદરખાં બોલ્યો —– ” કેવળ ઘર જ નહીં અપિતુ મારું મન પણ ગંદુ હતું ,આપની સેવાએ બંનેનો મેલ સાફ કરી દીદો છે. સુભાષચંદ્ર બોઝ આ સેવાદળનાં ઉર્જાવાન નેતા હતાં !!! જેમણે સેવાની નવી ઇબારત લખીને સમાજને આ મહાન સંદેશ આપ્યો કે ” માનવ જીવન ત્યારેજ સાર્થક થાય છે જ્યારે એ બીજાંના કલ્યાણ હેતુ કામ આવે. આજ મનુષ્ય સાચાં અર્થમાં કસૌટી પર ખરો ઉતરે છે !!!”
દેશ સેવા ———–
સુભાષચંદ્ર બોઝ નોકરી છોડીને ભારત આવી ગયાં. ત્યારે ૨૩ વર્ષનો નવયુવક વિદેશથી સ્વદેશી બનીને ભારત પાછો ફર્યો હતો, પરંતુ દેશ આ સમયે કોઈ નેતૃત્વની પ્રતિક્ષા કરી રહ્યો હતો !!! આખાં દેશને સુભાષચંદ્ર બોઝ પોતાની સાથે લઇને ચાલી નીકળ્યાં !!! એ ગાંધીજીને મળ્યાં …….. એમનાં વિચારો જાણ્યા પણ એમને આ વાત સમજમાં ના આવી કે આંદોલનકારીઓ હસતાં – હસતાં લાઠીઓ ખાઈ લેશે ક્યાં સુધી ? એ ચિત્તરંજન દાસજી પાસે પણ ગયાં. એમણે સુભાષચંદ્રને સમજવાં અને જાણવાંનું કહ્યું. સુભાષચંદ્ર બોઝ આખાં દેશમાં ફર્યાં અને નિષ્કર્ષ નીકાળ્યો ———
“આમારી સામાજિક સ્થિતિ બદતર છે……. જાતિ પાંતિ તો છેજ છે ……ગરીબા અને મીરની ખાઈ સમાજનાં ભાગલાં કરી રહી છે. નિરક્ષરતા દેશ માટે સૌથી મોટો અભિશાપ છે આને માટે સંયુક્ત પ્રયાસોની આવશ્યકતા છે !!!” ——– સુભાષચંદ્ર બોઝ
કોંગ્રેસનાં અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે કહ્યું ——– “હું અંગ્રેજોને દેશમાંથી કાઢવાં માંગુ છું. હું અહિંસામાં વિશ્વાસ રાખું છું પરંતુ આ રસ્તે ચાલીએને તો સ્વતંત્રતા બહુજ લાંબા સમય પછી મળવાની આશ છે !!!”
ક્રાંતિકારીઓને બોઝે સશક્ત બનવાનું કહ્યું. એ ઇચ્છતાં હતાં કે અંગ્રેજો ભયભીત થઈને ભાગી જાય. એમની સફળતા જોઇને દેશબંધુએ કહ્યું હતું —– ” હું એક વાત સમજી ગયો છું કે તમે દેશ માટે રત્ન સિદ્ધ થશો !!!”
અંગ્રેજોનું દમન ચક્ર વધતું ગયું. બંગાળનો સિંહ દહાડયો —- “દમન ચક્રની જેમ જેમ વધતી જશે તેમ તેમ અનુપાતમાં અમારું આંદોલન વધતું જશે આ તો એક મુકાબલો છે જેમાં જીત જનતાની જ થશે !!!” અંગ્રેજો જાણી ગયાં કે જ્યાં સુધી સુભાષબાબુ, મૌલાના અને આઝાદ ગિરફ્તાર નહીં થાય ત્યાં સુધી સ્થિતિમાં સુધાર નહીંજ થઇ શકે. અંગ્રેજોએ કહ્યું —- ” સૌથી અધિક ખતરનાક વ્યક્તિત્વ સુભાષચન્દ્ર બોઝનું છે. એમણે આખાં બંગાળને જીવિત કરી દીધું છે !!!
સિદ્ધાંત ———-
સુભાષચંદ્ર બોઝ એક મહાન નેતા હતાં. નેતા પોતાનાં સિદ્ધાંતો સાથે ક્યારેય સમજૌતા નથી કરતાં હોતાં. એમનાં વિરોધીઓને સાથે લઈને ચાલવાનો એક મહાન ગુણ હોય છે એમનામાં. સો …..નેતાજીમાં આ ગુણ કૂટ-કૂટ કરીને ભર્યો હતો !!! દરઅસલ……. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અલગ-અલગ વિચારોનું દળ હતું. જાહેર રીતે મહાત્મા ગાંધીનાં ઉદાર વિચારોવાળાં દળનાં પ્રતિનિધિ માનવામાં આવતાં હતાં. ત્યાં નેતાજી પોતાનાં જોશીલા સ્વભાવને કારણે ક્રાંતિકારી વિચારોવાળાં દળમાં હતાં !!!
આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝનાં વિચારો ભિન્ન -ભિન્ન હતાં, પરંતુ એ સારી રીતે જાણતાં હતાં કે મહાત્મા ગાંધી અને એમનો મકસદ એક જ છે ——એટલે કે દેશની આઝાદી !!! એ એપણ જાણતાં હતાં કે મહાત્મા ગાંધી જ દેશનાં “રાષ્ટ્રપિતા “કહેડાવવાનાં સાચેસાચા હકદાર છે !!!
સૌથી પહેલાં ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાંવાળાં નેતાજી જ હતાં !!!
કોંગ્રેસનાં સ્વયંસેવક ———
ગાંધીજી દ્વારા અસહયોગ અંદોલન વચમાં જ રોકી દેવાનાં કારણે સુભાષ એમનાંથી દુખી હતાં. કાલાંતરમાં એ દેશબંધુ ચિતરંજન દાસની નજીક આવ્યાં તથા એમનાં વિશ્વાસપાત્ર એવં અનન્ય સહયોગી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું !!! અહીં સુભાષચંદ્ર બોઝ એક યુવા પ્રશિક્ષક, પત્રકાર અને બંગાળ કોંગ્રેસનાં સ્વયંસેવક બન્યાં. ઇસવીસન ૧૯૨૩માં ચિતરંજન દાસ દ્વારા ગઠિત સ્વરાજ્ય પાર્ટીનું સુભાષચંદ્ર બોઝે સમર્થન કર્યું. ઇસવીસન ૧૯૨૩માં જ ચિતરંજનદાસે કલકતા નગર નિગમનાં મેયરનો કાર્યભાર સંભાળ્યો તો એમણે સુભાષબાબુને નિગમનાં “મુખ્ય કાર્યપાલિકા અધિકારી”પદ પર નિયુક્ત કર્યાં. ૨૫ ઓક્ટોબર ઈસ્વીસન ૧૯૨૪માં એમણે ગિરફ્તાર કરીને બર્મા (મ્યાંમાર)ની માંડલેજેલમાં બંધ કરી દીધાં
સન ૧૯૨૭માં રિહા થઈને બોઝ કોલકતા પાછાં ફર્યાં !!! જ્યાં ચિતરંજન દાસનાં મૃત્યુ પછી એમણે અસ્ત-વ્યસ્ત કોંગ્રેસ મળી !!! એમણે કોંગ્રેસનાં ઉદારવાદી દળની આલોચના કરી. ઇસવીસન ૧૯૨૮માં પ્રસ્તુત “નેહરુ રિપોર્ટ”નાં વિરોધમાં એમણે એક અલગ પાર્ટી “ઈન્ડીપેન્ડેન્ટ લીગ”ની સ્થાપના કરી. ઇસવીસન ૧૯૨૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નાં “કોલકતા અધિવેશન”માં એમણે “વિષય સમિતિ”માં નહેરુ રિપોર્ટ દ્વારા અનુમોદિત પ્રાદેશિક સ્વાયત્તાનાં પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો. ઇસવીસન ૧૯૩૧ માં થયેલાં “ગાંધી-ઈરવીન સમજૌતા”નોપણ સુભાષબાબુએ વિરોધ કર્યો !!! સુભાષચંદ્ર બોઝ ઉગ્ર વિચારોનાં સમર્થક હતાં એમને “ઓલ ઇન્ડિયન યુનિયન કોંગ્રેસ”એવં “યુથ કોંગ્રેસ”નાં પણ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યાં હતાં !!!ગાંધીજીએ પણ એમની દેશની આઝાદી પ્રતિ લડવાની ભાવના જોઇને એમને દેશભક્તોનાં દેશભક્ત કહ્યાં હતાં !!!
કોંગ્રેસનાં અધ્યક્ષ ———
ગાંધીજી કોંગ્રેસમાં ફરીથી સક્રિય થઇ ગયાં અને બોઝ બંગાળ કોંગ્રેસનાં અધ્યક્ષ ચૂંટાઈ આવ્યાં. ઇસવીસન ૧૯૩૦માં જ્યારે સવિનય અવજ્ઞા આંદોલન શરુ થયું ત્યારે બોઝ કારાવાસમાં હતાં. રિહા અને ફરીથી ગિરફ્તાર થવાં અને અંતત: એક વર્ષની નજરબંધી પછી એમને યુરોપ જવાની આજ્ઞા આપવામાં આવી. નિર્વાસન કાળમાં, એમણે “ધ ઇન્ડિયન સ્ટ્રગલ” અને યુરોપીય નેતાઓ સાથે ભારત પક્ષની પૈરવી કરી !!! ઇસવીસન ૧૯૩૬માં યુરોપથી પાછાં ફર્યાં પછી એક વર્ષ માટે એમને ફરીથી ગિરફ્તાર કરી લેવામાં આવ્યાં. ઇસવીસન ૧૯૩૮માં “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”નાં અધ્યક્ષ નિર્વાચિત થયાં બાદ એમણે “રાષ્ટ્રીય યોજના આયોગ “નું ગઠન કર્યું જેણે ઔદ્યોગિક નીતિને સૂત્રબદ્ધ કર્યું !!!
અધ્યક્ષ પદ પરથી રાજીનામું ———-
આ નીતિ ગાંધીવાદી આર્થિક વિચારોને અનુકૂળ નહોતી ….. જે પ્રતિક રૂપમાં ચરખામાં નિષ્ઠા રાખતી હતી. ઇસવીસન ૧૯૩૯માં બોઝ પ્રતિ સમર્થનની અભિવ્યક્તિ એક ગાંધીવાદી પ્રતિદ્વંદ્વીને ફરીથી થયેલાં ચુનાવમાં હરાવવાં માટેનાં રૂપમાં પ્રકટ થઇ, પરંતુ ગાંધીજીનાં વિરોધને ચાલતાં આ “વિદ્રોહી અધ્યક્ષ”એ ઇસ્તીફા આપવાની આવશ્યકતા મહેસૂસ કરી !!!
ફોરવર્ડ બ્લોકની સ્થાપના ———–
સુભાષચંદ્ર બોઝે ગરમપંથી તત્વોનો સાથ લેવાની ઉમ્મીદમાં “ફોરવર્ડ બ્લોક”ની સ્થાપના કરી, પરંતુ સન ૧૯૪૦માં એમણે પુન:બંદી બનાવી દેવામાં આવ્યાં !!! ભારતીય ઇતિહાસની આ નાજુક ઘડીમાં બંદી બની રહેવાથી એમનો ઇન્ક્કર આમરણાંત અનશનનાં નિર્ણયનાં રૂપમાં અભિવ્યક્ત થયો,. જેનાથી ગભરાઈ જઈને બ્રિટિશ સરકારે એમણે રિહા કરી દીધાં …….. સઘન નિગરાની હેઠળ હોવાં છતાં પણ એ ૨૬ જાન્યુઆરી ૧૯૪૧માં પોતાનાં કોલકત્તાનાં આવાસમાંથી વેશ બદલીને ભાગી નીકળ્યાં અને કાબુલ તથા મોસ્કોના રસ્તે અંતત: એપ્રિલમાં એ જર્મની પહોંચી ગયાં !!!
ભારતીય સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ ——
જર્મનીમાં નેતાજી એડમ વોન ટ્રોટજૂ સોલ્જ દ્વારા નવગઠિત “સ્પેશીયલ બ્યુરો ઓફ ઇન્ડિયા”નાં સંરક્ષણમાં આવી ગયાં. જાન્યુઆરી સન ૧૯૪૨માં એમણે ઘણાં ભારતીયોને જર્મન પ્રાયોજિત. “આઝાદ હિંદ રેડિયો”માંથી અંગ્રેજી, હિંદી, બાંગ્લા, તમિલ, તેલુગુ, ગુજરાતી અને પશ્તોમાં નિયમિત પ્રસારણ કરવાનું શરુ કરી દીધું !!! દક્ષિણી-પૂર્વી એશિયામાં જાપાની હુમલાનાં એક વર્ષ પછી જ થોડાં સમયમાં બોઝે જર્મની છોડી દીધું !!! નેતાજી જર્મન અને જાપાની હેલિકોપ્ટર અને હવાઈ જહાજમાં સફર કરતાં કરતાં સન ૧૯૪૩માં ટોક્યો પહોંચ્યા. ૪ જુલાઈએ એમણે પૂર્વી એશિયામાં ચાલવાંવાળાં ભારતીય સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું !!!
હિટલર સાથે મુલાકાત ———–
જર્મનીમાં પહોંચતાની સાથે સુભાષચંદ્ર બોઝે ભારતનાં સ્વતંત્રતા સંગ્રામથી સંબંધિત પૃષ્ઠભૂમિ તૈયાર કરી આ દરમિયાન એમનાં બહુજ બધાં વ્યક્તિઓ જેમકે વિદેશી રાજનાયકો ,વિચારકો ,પત્રકારો ,જર્મન સેનાનાં સૈનિકો આદિ સાથે ઘણાં જ ઘનિષ્ઠ સંબંધો બન્યાં. આ સંબંધોએ સમય આવ્યે બોઝની બહુજ મદદ પણ કરી. આની વચ્ચે એમની મુલાકાત જર્મન સરકારનાં એક વિશિષ્ટ મંત્રી એડમ ફોર્નટ્રોટ સાથે થઈ જેમની સાથે બોઝને બહુજ સારી મિત્રતા પણ થઈ ગઈ.
૨૯ મે ૧૯૪૨ બોઝની મુલાકાત જર્મનીનાં તાનાશાહ હિટલર સાથે થઈ. બોઝે ભારતીય મુદ્દાઓને લઈને એમની સાથે વાતચીત કરી પણ હિટલરે ભારતીયો પ્રતિ કોઈ સહાનુભુતિ ના બતાવી અને નાંકોઈ ભારતીય મુદ્દાઓમાં દિલચશ્પી પ્રદર્શિત કરી !!! જેનાં કારણે બોઝને એમની મદદનો કોઈ સ્પષ્ટ સંકેત અને સંતુષ્ટિ ના મળી,પરંતુ હિટલરે એમણે જર્મનીમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની સાથે જ પૂર્વીક્ષેત્રમાં જવાં સુધીની યાત્રા સુવિધા ઉપલબ્ધ કરાવવાં માટે સહમતિ આપી !!!
એમિલી શેંકલ સાથે વિવાહ ———-
સુભાષચન્દ્ર બોઝ જ્યારે પોતાની યુરોપીય યાત્રા દરમિયાન બીમાર પડયા હતાં. આ વખતે તેમણે ઓસ્ટ્રિયામાં તેનો ઈલાજ કરાવવાનું નકી કર્યું હતું અને તેઓ ઓસ્ટ્રિયાની એક હોસ્પિટલમાંતેઓ ઈલાજ પણ કરાવતાં હતાં. આ ઈલાજ દરમિયાન તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યાં હતાં !!! જેને ઇંગ્લીશમાં ટાઈપ કરવાં માટે એક ટાઈપીસ્ટન આવશ્યકતા મહેસૂસ થઇ. એમણે આ સંબંધમાં પોતાનાં એક મિત્ર સાથે વાત કરી જેના પર એમનાં મિત્રે એમનો પરિચય એમિલી શેંકલ સાથે કરાવ્યો. એમને સ્વાભાવિક આકર્ષણને કારણે એમિલી સાથે પ્રેમ થઈ ગયો અને ૧૯૪૨માં બોઝે શેંકળ સાથે લગ્ન કરી લીધાં
એમનાં લગ્ન ગાસ્ટીન સ્થાન પર હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયાં. આ લગ્નથી એમને એક પુત્રી પણ થઇ જેનું નામ અનીતા બોઝ રાખવામાં આવ્યું !!!
કારાવાસ ————
સુભાષચંદ્ર બોઝને ગિરફ્તાર કરી લેવામાં આવ્યાં. માતૃભૂમિ પ્રતિ, એની પુણ્ય વેદી પર એનું પહેલું પુણ્યદાન હતું. બોઝે જેલમાં ચિતરંજનદાસજી પાસેથી ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો. એમને મુસલમાનો પાસેથી પણ પૂર્ણ સમર્થન મળ્યું
એ કહેતાં હતાં ——-” મુસલમાન આ દેશથી કોઈ અલગ નથી. અમે બધાં એક જ ધારામાં વહી રહ્યાં છીએ …… આવશ્યકતા છે બધાં ભેદભાવને સમાપ્ત કરીને એક થઈને પોતાનાં અધિકારો માટે ઝઝુમવાની-જૂઝવાની !!!” ૬ મહિનામાં જ્ઞાનની ગંગા કેટલી વહી, કોઈએ ના જોઈ પરંતુ જ્યારે એ જેલથી બહાર આવ્યાં તો એ તપપૂત બની ચૂક્યાં હતાં. આ સમયે બંગાળ બાઢગ્રસ્ત (પૂરગ્રસ્ત) થઇ ગયું હતું !!! સુભાષબાબુએ નિષ્ઠાવાન યુવકોને સંગઠિત કર્યા અને બચાવ કાર્યનો આરંભ કરી દીધો !!! લોકો એમણે જોઇને બધાજ દુખો ભૂલી જતાં હતાં !!! એ બાઢ પીડિતોનાં ત્રાતા બની ગયાં હતાં. સુભાષબાબુ ચિતરંજનજીની પ્રેરણાથી ૨ પત્રો ચલાવવા લાગ્યાં. સાધારણથી સાધારણ મુદ્દાઓને લઈને સચિવાલયની ગુપ્તખબરોનું પ્રકાશન બાખૂબી કર્યું. કોઈ ભારતીય આટલાં દબંગ હોઈ શકે છે !!! અંગ્રેજો આ વાતથી જ હેરાન હતાં !!! થોડાં સમય પછી એમણે માંડલે જેલમાં લઇ જવામાં આવ્યાં !!!
સુભાષચંદ્રે કહ્યું —— ” હું આને આઝાદી ઇચ્છનારાંઓનું તીર્થસ્થળ માનું છું મારું સૌભાગ્ય છે કે જે સ્થાનને તિલક, લાલ લજપત રાય આદિ ક્રાંતિકારીઓએ પવિત્ર કર્યું છે…..ત્યાં હું મારું માથું નમાવવા આવ્યો છું !!!”
નેતાજી સુભાષચંદ્રે પોતાનો સંપૂર્ણ સમય સ્વાધ્યાયમાં લગાવ્યો. જ્યાં વર્ષા, ધૂપ, સર્દીનો કોઈ બચાવ નહોતો અને જલવાયુ શિથિલતા પેદા કરતી હતી. જૂતાં અકડાઈ જવાથી અક્કડ બનીને રહી જવાની બીમારી થતી હતી તથા બોર્ડ પણ લાકડાંનાં બન્યાં હતાં. અંગ્રેજો એમને વારંવાર જેલમાં મોકલતાં રહ્યાં અને રિહા કરતાં રહ્યાં. એમણે એક સભામાં કહ્યું ——–
“કદાચ જો ભારત બ્રિટનની વિરુદ્ધ લડાઈમાં ભાગ લે તો એને સ્વતંત્રતા મળી શકે છે ” એમણે ગુપ્તરૂપે આની તૈયારી શરુ કરી દીધી હતી !!! ૨૫મી જુને સિંગાપુર રેડિયો પરથી એમણે સુચના આપી દીધી હતી કે “આઝાદ હિન્દ ફૌજ”નું નિર્માણ થઇ ચુક્યું છે. અંગ્રેજોએ એમણે બંદી બનાવવાં ચાહ્યાં તો એ ચકમો દઈને ત્યાંથી પણ ભાગી નીકળ્યાં !! ૨ જુલાઈએ સિંગાપુરનાં વિશાળ મેદાનમાં એમણે ભારતીયોનું આહ્વાહન કર્યું. એમણે પોતાની ફૌજમાં મહિલાઓની પણ ભરતી કરી !!! એમણે બંદૂક ચલાવતાં અને બોમ્બ ફેંકતાં શિખવાડયું !!!
૨૧ ઓક્ટોબરે એમણે પ્રતિજ્ઞા કરી ———
“હું મારાં દેશ ભારત અને ભારતવાસીઓને સ્વતંત્ર કરાવવાની પ્રતિજ્ઞા લઉં છું !!!” લોકોએ તન, મન અને ધનથી એમનેસહયોગ આપ્યો
એમણે એક વિશાળ સભામાં ઘોષણા કરી કે ——-
“તુમ મુજે ખૂન દો …… મેં તુમ્હે આઝાદી દૂંગા”
લાઈનો લાગી ગઈ લાંબી લાંબી. સૌથી પહેલાં મહિલાઓ આવી !!! આર્થિક સહાયતા માટે એમણે પોતાનાં સુહાગનાં આભુષણો પણ એમની ઝોળીમાં નાંખી દીધાં !!!
આઝાદ હિંદ ફૌજનું ગઠન
નેતાજી સુભાષચંદ્ર બોઝે પાંચ વર્ષની આયુમાં અંગ્રેજીનાં અધ્યયનનો પ્રારંભ કરી દીધો હતો. યુવાવસ્થા એમને રાષ્ટ્રસેવામાં ખેંચી લાવી. ગાંધીજી સાથે મતભેદ થવાનાં કારણે એ કોંગ્રેસમાંથી અલગ થઇ ગયાં અને બ્રિટિશ જેલમાંથી ભાગી જઈને જાપાન પહોંચી ગયાં. સુભાષચંદ્ર બોઝે જાપાનીઓનાં પ્રભાવ અને સહાયતાથી દક્ષિણ-પૂર્વી એશિયાથી જાપાન દ્વારા એકત્રિત લગભગ ૪૦,૦૦૦ ભારતીય સત્ર-પુરુષોની પ્રશીશીક્ષિત સેનાનું ગઠન શરુ કરી દીધું હતું !!!
“નેતાજી”નાં નામથી વિખ્યાત સુભાષ સુભાષચંદ્રે સશક્ત ક્રાંતિ દ્વારા ભારતને સ્વતંત્ર કરાવવાનાં ઉદ્દેશ્યથી ૨૧ ઓક્ટોબર ૧૯૪૩નાં રોજ “આઝાદ હિંદ સરકાર”ની સ્થાપના કરી તથા “આઝાદ હિન્દ ફૌજ”નું ગઠન કર્યું !!! આ સંગઠનનાં પ્રતિક ચિહ્ન પર ઝંડા પર દહાડતા વાઘનું ચિત્ર બનેલું હોય છે !!! “કદમ કદમ બઢાએ જા…… ખુશીકે ગીત ગાયે જા ” એ આ સંગઠનનું ગીત હતું …… જેને ગણગણીને સંગઠનનાં સેનાની જોશ અને ઉત્સાહથી ભરી ઉઠતા હતાં !!!
અને જાપાની સૈનિકોની સાથે એની તથા કથિત આઝાદ હિંદ ફૌજ રંગૂન(યાંગૂન)થઈને થલમાર્ગે ભારત તરફ વધતી ૧૮ માર્ચ ૧૯૪૪માં કોહિમા અને ઈન્ફાલનાં ભારતીય મેદાનીક્ષેત્રોમાં પહોંચી ગઈ. જાપાની વાયુસેનાની સહાયતા ના મળવાનાં કારણે એક ભીષણ લડાઈમાં ભારતીયો અને જાપાનીઓની મિલી-ઝૂલી સેના હારી ગઈ અને એને પાછું હટવું પડયું !!!હપરંતુ “આઝાદ હિંદ ફૌજ ” કેટલાંક સમય સુધી બર્મા (મ્યાંમાર)અને પછીથી હિંદ-ચીનમાં અડ્ડાઓ વાળી મુક્તિવાહિની સેનાનાં રૂપમાં પોતાની પહેચાન બનાવી રાખવામાં સફળ રહી !!! આ સેનાએ ઇસવીસન ૧૯૪૩થી ૧૯૪૫ સુધી શક્તિશાળી અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું હતું તથા એમને ભારતને સ્વતંત્રતા પ્રદાન કરી દેવાનાં વિષયમાં વિચારવા માટે મજબૂર કર્યા હતાં !!! સન ૧૯૪૩થી ૧૯૪૫ સુધી “આઝાદ હિંદ ફૌજ” અંગ્રેજો સાથે યુદ્ધ કરતી રહી. અંતત: બ્રિટિશ શાસનને એમણે મહેસૂસ કરાવી દીધું કે ભારતને સ્વતંત્રતા તો આપવી તો પડશે જ !!!
નેતાજી સુભાષચંદ્ર બોઝ સર્વકાલીન નેતા હતાં. જેમની જરૂરત કાલે હતી ……. આજે છે અને આવનારી કાલમાં પણ હશે !!! એ એક એવાં વીર સૈનિક હતાં કે ઈતિહાસ પણ એમની ગ્થાઓ ગાતાં થાકશે નહીં !!! એમનાં વિચાર, કર્મ અને આદર્શ અપનાવીને રાષ્ટ્ર એ બધું જ હાંસલ કરી શકે છે જેનાં એ હકદાર છે. સ્વતંત્રતા સમયનાં અમર સેનાની, માં ભારતીના સાચા સપૂત હતાં !!!
ઐતિહાસિક ભાષણ ———–
રંગૂનનાં જ્યુબીલી હોલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવેલું આ ભાષણ સદૈવ માટે ઈતિહાસનાં પત્રોમાં અંકિત થઇ ગયું. જેમાં એમણે કહ્યું હતું કે —– “સ્વતંત્રતા બલિદાન ઈચ્છે છે !!!”પોતાની આઝાદી માટે બહુજ ત્યાગ કર્યો છે. પરંતુ હજી પ્રાણોની આહૂતિ આપવાની શેષ છે !!! આઝાદીને આજે પોતાનાં શીશ ફૂલ ચઢાવવાવાળાં પાગલ પૂજારીઓની આવશ્યકતા છે. એવાં નવજવાનોની આવશ્યકતા છે ,જેઓ પોતાનાં માથાં કાપીને સ્વાધીનતા દેવીને ભેટ ચઢાવી શકે !!!
” તુમ મુજે ખૂન દો …… મેં તુમ્હે આઝાદી દુંગા ”
આ વાક્યના જવાબમાં નવજવાનોએ કહ્યું —– ” અમે અમારું ખૂન આપીશું !!!” એમણે INAને “ચલો દિલ્હી”નો નારો પણ આપ્યો હતો. સુભાષબાબુ ભારતીયતાની પહેચાન બની ગયાં હતાં અને ભારતીય યુવક આજે પણ એમનાંમાંથી પ્રેરણા ગ્રહણ કરે છે. એ ભારતનાં અમુલ્ય નિધિ હતાં !!! “જયહિન્દ”નો નારો અને અભિવાદન એમની જ છે !!!
“તુમ મજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા”
——- નેતાજી સુભાષચંદ્ર બોઝ
આ ઘોષવાક્ય આજે પણ આપણને રોમાંચિત કરી દેનારું છે. આ એક જ વાક્ય સિદ્ધ કરે છે કે જે વ્યક્તિત્વને આને દેશહિતમાં સૌની સમક્ષ રાખ્યું એ કેવાં ચીવટવાળાં અને ઝિંદાદિલ ઇન્સાન હશે !! એ વિચારજો જરાં!!! બાકી આજે તો આયારામ -ગયારામ નેતાઓની ભારતમાં ખોટ નથી ખોટ છે તો દેશ દાઝવાળાં અને કામયાબીના શિખર સર કરનાર અદ્ભુત કરિશ્માધારી નેતાજી સુભાષચંદ્ર બોઝની જ !!!
મૃત્યુ —–
“ઇન્ડિયન નેશનલ આર્મી”નાં સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુ પર આટલા વર્ષો વ્યતીત થઇ ગયાં પછી પણ રહસ્ય જ છુપાયેલું છે. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયું હોવાનું મનાય છે. સમય ગુજરતાની સાથે ભારતમાં અધિકાંશ લોકો એવું માને છે કે નેતાજીનું મૃત્યુ તાઈપેઈ (તાઈવાન)માં વિમાન હાદ્સામાં થયું હતું !!!
આ સિવાય એક વર્ગ એવો પણ છે કે જે વિમાન હાદસાની વાત સ્વીકાર નથી કરતો તાઈપેઈ સરકારે પણ કહ્યું હતું કે ઇસવીસન ૧૯૪૪માં દેશમાં કોઈ વિમાન હાદસા થયો જ નહોતો !!! માનવામાં આવે છે કે બીજાં વિશ્વ યુદ્ધમાં જાપાનનાં આત્મસમર્પણનાં કેટલાંક દિવસો પછી દક્ષિણ પૂર્વી એશિયામાંથી ભાગતાં ભાગતાં એક હવાઈ દુર્ઘટનામાં ૧૮ ઓગષ્ટ ૧૯૪૫નાં રોજ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઇ ગયું હતું !!! એક માન્યતા એવી પણ છે કે બોઝનું મૃત્યુ ઇસવીસન ૧૯૪૫માં નહોતું થયું …… એ એનાં પછી પણ રશિયામાં નજરબંધ હતાં !!!
એમનાં ગુમશુદા થવાનાં અને દુર્ઘટનામાં માર્યા જવાનાં વિષયમાં ઘણાં વિવાદો છેડાયા પરંતુ સત્ય ક્યારે પણ સામે આવ્યું જ નહીં !!! જો કે એક સમાચાર ચેનલે ખાસ સાક્ષાત્કારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની બેટી અનીતા બોઝે પણ કહ્યું હતું કે એને પણ આ વાત પર પૂરો વિશ્વાસ છે કે એનાં પિતાજીનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ વિમાન હદસામાં થઇ ગયું. એમણે એ પણ કહ્યું હતું કે નેતાજીના મૌતનું સૌથી મોટું કારણ વિમાન હાદસા જ છે. કમોબેશ એમનાં વિમાન હાદસાની વજહ માનવામાં આવે છે !!! આનાથી ઈતર જે વાતો છે એ માત્ર અટકળો જ માનવામાં આવે છે મને પૂરો વિશ્વાસ છે કે નેતાજીનું મૃત્યુ વિમાન હાદાસામાં જ થયું હતું. અનિતાએ પોતાનાં ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જો નેતાજી વિમાન હાદસા પછી પણ ક્યાંક છુપ્યાયા હોત તો એમણે પોતાનાં પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી જ હોત અને નહીં તો દેશ આઝાદ થયો ત્યારે તો એ આવશ્ય જ ભારત પાછાં ફરતે !!!
અધિકાંશ લોકોનું એવું માનવું છે કે દક્ષિણ-પૂર્વી એશિયામાં ભાગતાં હવાઈ દુર્ઘટનામાં બળી જવાનાં કારણે તાઈવાનની એક જાપાની હોસ્પિટલમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું. એમનાં મૃત્યુ પર કોઈને જ વિશ્વાસ બેઠો જ નહીં !!! લોકોને લાગ્યુંકે કોઈક દિવસ એ સામે આવીને ઉભા રહેશે. આજે આટલાં વર્ષો પછી જનમાનસ એમની રાહ જ જોઈ રહ્યું છે !!! એ રહસ્ય હતાં ને !!! ……. અને રહસ્યને કોઈએ ક્યારેય જાણ્યું છે ખરું !!!
સર્વકાલિક નેતા ————–
નેતાજી સુભાષચંદ્ર બોઝ સર્વકાલિક નેતા હતાં. જેમની જરૂરત કાલે હતી …….. આજે છે અને આવનારી કાલમાં પણ પડશે. એ એક એવાં વીર સૈનિક હતાં……ઈતિહાસ જેની ગાથા ગાતાં થાકશે નહીં. એમનાં વિચાર, કર્મ અને આદર્શ અપનાવીને રાષ્ટ્ર એ બધું જ હાંસલ કરી શકે છે જેનું એ હકદાર છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વતંત્રતા સમયનાં અમર સેનાની, માં ભારતીનાં સાચાં સપૂત હતાં !!! નેતાજી ભારતીય સ્વાધીનતા સંગ્રામનાં એ યોદ્ધાઓમાંનાં એક હતાં જેમનું નામ અને જીવન આજે પણ કરોડો દેશવાસીઓને માતૃભૂમિ માટે સમર્પિત થઈને કાર્ય કરવાની પ્રેરણા આપે છે !!!!
એમનામાં ચમત્કારિક ગુણો હતાં …… જેનાંબળ પર એમણે આઝાદ હિંદ ફૌજની કમાન સંભાળીને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાં માટે એક મજબૂત સશસ્ત્ર પ્રતિરોધ ઉભું કરવામાં સફળતા હાંસલ કરી હતી !!!નેતાજીના જીવનમાંથી એ પણ શીખવાનું મળે છે કે આપને દેશસેવાથી જ જન્મદાયિની મીટ્ટીનું કરજ ઉતારી શકીએ છીએ. એમણે પોતાનાં પરિવારનું ના વિચાર્યું અને આખાં દેશનું વિચાર્યું !!! નેતાજીના જીવનનાં ઘણાં પહેલુઓ આપણને એક નવી ઉર્જા પ્રદાન કરે છે. એ એક સફળ સંગઠનકર્તા હતાં !!! એમની વાકશૈલીમાં જાદૂ હતો અને એમણે દેશમાંથી બહાર રહીને “સ્વતંત્રતા આંદોલન” ચલાવ્યું હતું. નેતાજી મતભેદ હોવાં છતાં પણ પોતાનાં સાથીઓનું માન રાખતાં હતાં એમની વ્યાપક સોચ આજની રાજનીતિ માટે પણ વિચારણીય વિષય છે !!!
સુભાષ ચંદ્ર બોઝનાં જીવન પ્રસંગો ————
સુભાષચંદ્ર બોઝ વિષે જેટલું પણ જાણીએ એટલું એ ઓછું જ પડે !!!બાળપણથી જ પ્રતિભાથી અમીર સુભાષચંદ્ર સાદું જીવન અને ઉચ્ચવિચારની વિચારધારામાં માનતાં હતાં. ગરીબો અને મિત્રોની મદદ કરવાં એ સદાય તત્પર રહેતાં હતાં. પિતાની ઈચ્છા પૂરી કરવાં માટે એમણે ICS પરીક્ષા પણ પાસ કરી
સ્કૂલ ડ્રેસ પહેરવાની ખુશી ———–
સુભાષચંદ્ર જ્યારે પાંચ વર્ષનાં હતાં ત્યારે એમણે બતાવામાં આવ્યું કે હવે એ પોતાનાં ભાઈ -બહેનો સાથે સ્કૂલ જશે. ૧૪ ભાઈ-બહેનોમાં એમનો નંબર ૯મો હતો !!! એ સૌથી વધારે ખુશ એટલાં માટે હતાં કે એમને માટે નવો સ્કૂલ ડ્રેસ બનશે અને એ સ્કુલ જશે !!! એમનું બાળપણથી જ ભણતરમાં મન લાગતું હતું. ચોથી કક્ષમાં એ મિશનરી સ્કૂલને છોડીને રાવેજા કોલેજિએટ સ્કૂલ ચાલ્યાં ગયાં ત્યારે એમને એમની માતૃભાષા બંગાળી બિલકુલ નહોતી આવડતી અને. એમને જ્યારે પહેલીવાર બંગાળીમાં લેખ લખવાં મળ્યો તો એમની ભૂલોને એમનાં શિક્ષકે આખાં કલાસમાં કહી બતાવી !!! એમણે આ બેજ્જતીનો બદલો વાર્ષિક પરીક્ષમાં સર્વાધિક અંક પ્રાપ્ત કરીને લીધો !!!
મેટ્રીકની પરીક્ષમાં કોલકત્તામાં ટોપ માર્ક્સ અર્જિત કર્યા. સ્નાતકની પરીક્ષા એમણે ફિલોસોફી વિષયમાં પ્રેસિડેન્સી કોલેજ કોલકત્તાથી પાસ કર્યું !!! માં – બાપનું સપનું પૂરું કરવાં માટે ICS(ઇન્ડિયન સિવિલ સર્વિસીસ)ની પરીક્ષા પાસ કરીને ઇસવીસન ૧૯૧૯મ લંડન ગયાં. સુભાષચંદ્રે ICSની પરીક્ષા માં અંગ્રેજીમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યાં અને ઓલ ઓવર ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. આ એ સમયનાં માટે સૌથી મોટી વાત હતી કારણકે ભારતીયો માટે ICS પરીક્ષમાં ભાગ લેવો એ સાધારણ વાત નહોતી !!!
દેશ માટે છોડી નોકરી ———-
એમ તો નેતાજીની દેશભક્તિ વિષે તો દરેક ભારતીય જાણે જ છે પણ એમનામાં આ ભાવના યુવાકાળથી જ હતી. ICSની પરીક્ષામાં પાસ થયાં પછી એ બે વર્ષની ટ્રેનીંગ લઇ રહ્યાં હતાં. એક દિવસ એમનાં ટેસ્ટ પેપરમાં અંગ્રેજીમાંથી બંગાળીમાં અનુવાદ કરવાં મળ્યો. એમાં એક વાક્યનો અર્થ થતો હતો ——– “ભારતીય જનતા સામાન્ય રીતે બેઈમાન હોય છે !!!” જેવું સુભાષચંદ્રે આ વાકય વાંચ્યું …….. એ ગુસ્સે થઈને અનુવાદ છોડીને આ વાક્યનો વિરોધ કરવાં લાગ્યાં !!!
ટ્રેનિંગની દેખરેખ કરવાંવાળાં અંગ્રેજ ઓફિસરોને એમણે કહ્યું “આ તો જુઠું કલંક લગાવ્યું છે અમે ભારતીય થઈને આવું અપમાન શહન નથી કરી શકતાં !!!” અફસર એમની દેશભક્તિ જોઇને ખુશ થયો અને બોલ્યો “જે પણ પરીક્ષામાં પાસ થવા માટે આપે આ વાક્યનો અનુવાદ કરવો જ પડશે !!!” આનાં પર નેતાજીએ જવાબ આપ્યો ” જો એવી જ વાત હોય તો મારે આવી નોકરી નથી જોઈતી …….” પોતાનાં દેશનાં મોં પર કાલિખ પોતીને નોકરી કરવાં કરતાં તો હું ભૂખે મરવાનું વધુ પસંદ કરું !!!” અને એ પરીક્ષાને અધવચ્ચે છોડીને જ આવતાં રહ્યાં !!!
મિત્રો માટે કઈપણ કરવાં માટે સદાય રહેતાં હતાં તૈયાર ————
એકવાર એમનો મિત્ર ઓરી- અછબડાથી ગ્રસિત થઇ ગયો એ બંગાળની નાની જાતિનો હતો એનાં હોસ્ટેલનાં સાથી એને એકલો છોડીને જતાં રહ્યાં !!! નેતાજીને આ વાતની ખબર પડી તો એ તરતજ એની પાસે ગયાં અને એનો ઈલાજ શરુ કરાવ્યો. સુભાષબાબુ દિન-પ્રતિદિન એમને જોવાં જતાં હતાં. એમનાં પિતાને જ્યારે આ વાતની ખબર પડી તો એમણે સુભાષચંદ્રને કહ્યું “ધ્યાન રાખજે આ બીમારી તને પણ લાગુ પડી શકે છે !!! ” તો નેતાજીએ બહુજ પ્રેમથી જવાબ આપ્યો “પિતાજી છૂતનાં આ રોગ વિષે આપની વાત તો સાચી છે પણ હું પોતાનાં નિર્ધન અને બેસહારા મિત્રની મદદ નહીં કરું તો બીજું કોણ કરશે ? એ સ્વસ્થ કેવી રીતે થશે? આખરે સંકટમાં જ તો મીત્રની પહેચાન થતી હોય છે ને !!!” આનાં પર એનાં પિતાજી સુભાષચંદ્રથી ઘણાં જ પ્રભાવિત થયાં. એમણે કહ્યું —— “મને ગર્વ છે કે તમે મારાં પુત્ર છો !!!”
“તુમ મુજે ખૂનદો …… મેં તુમ્હે આઝાદી દૂંગા ”
ઐતિહાસિક ભાષણ – ઇસવીસન ૧૯૪૪ (રંગૂન) ——————
(સંપૂર્ણ ભાષણ)
નેતાજીએ આ ભાષણ ઇસવીસન ૧૯૪૪માં રંગૂન બર્મામાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં આપ્યું હતું !!!
દોસ્તો …….. બાર મહિના પહેલાં પૂર્વી એશિયામાં ભારતીયો સામે “સંપૂર્ણ સૈન્ય સંગઠન” કે “વધારે બલિદાન”નો કાર્યક્રમ પેશ કરવામાં આવ્યો હતો. આજે હું આપને ગતવર્ષની આપણી ઉપલબ્ધિઓ નો હિસાબ આપીશ અને આવનારાં વર્ષની આપણી માંગો તમારી સામે રાખીશ ……!!! પરંતુ એવું કરતાં પહેલાં હું તમને એક વાર આ એહસાસ કરાવવા માંગું છું કે આપણી પાસે આઝાદી હાંસલ કરવાંનો કેટલો સોનેરી અવસર છે !!!
અંગ્રેજો એક વિશ્વવ્યાપી સંઘર્ષમાં ઉલઝેલાં છે અને આ સંઘર્ષ દરમિયાન એમણે ઘણાં મોરચે મ્હાત ખાઈ છે. આ રીતે શત્રુનાં ઘણાં કમજોર થઇ જવાથી આઝાદી માટે આપણી લડાઈ બહુજ સરળ બની ગઈ છે જેટલી એ પાંચ વર્ષ પહેલાં હતી !!! આ રીતનો અનોખો અને ઈશ્વરપ્રાપ્ત અવસર સો વર્ષમાં એક જ વાર આવે છે !!!
એટલાં માટે માતૃભૂમિને બ્રિટિશ ગુલામીમાંથી છોડાવવાં માટે આપણે આ અવસરનો પૂરો ફાયદો ઉઠાવવાની કસમ ખાઈ છે !!!
આપણા સંઘર્ષની સફળતા માટે હું એટલો વધારે આશાવાદી છું કારણકે હું માત્ર પૂર્વ એશિયાનાં ૩૦ લાખ ભારતીયોનાં પ્રયાસો પર નિર્ભર નથી !! ભારતની અંદર એક વિરાટ આંદોલન ચાલી રહ્યું છે …… અને આપણા લાખો દેશવાસીઓ આઝાદી હાંસલ કરવાં માટે અધિકતમ દુખ સહન કરવાં અને બલિદાન આપવાં માટે તૈયાર છે !!!
દુર્ભાગ્યવશ ……. સન ૧૮૫૭નાં મહાન સંઘર્ષ પછી આપણા દેશવાસીઓ નિહત્થા છે ……. જયારે દુશ્મનો હથિયારોથી લદાયેલાં છે. આજનાં આ આધુનિક યુગમાં નિહત્થા લોકો માટે હથિયારો અને એક આધુનિક સેનાવગર આઝાદી હાંસલ કરવી નામુમકિન છે !!! ઈશ્વરની કૃપા અને ઉદાર નિયમની સહાયતાથી પૂર્વી એશિયાનાં ભારતીયો માટે એ સંભવ થઇ ગયું છે કે એક આધુનિક સેનાનાં નિર્માણ માટે હથિયાર હાંસલ કરી શકે !!!
આની અતિરિક્ત …….. આઝાદી હાંસલ કરવાં માટે નાં પ્રયાસોમાં પૂર્વી એશિયાનાં ભારતીયો એકતામાં બંધાયેલાં છે અને ધાર્મિક અને અન્ય ભિન્નતાઓને , જેને બ્રિટિશ સરકારે ભારતની અંદર હવા આપવાની કોશિશ કરી ….. એનું અહીં પૂર્વી એશિયામાં નામોનિશાન નથી !!! આજ કારણે આજ પરિસ્થિતિનો એવો આદર્શ મિલાપ અમારી પાસે છે ……. જે આપણા સંઘર્ષની સફળતાનાં પક્ષમાં છે — હવે જરૂરત માત્ર એ વાતની છે કે આપણી આઝાદીની કિંમત ચૂકવવાં અંતે ભારતીય સ્વયં આગળ આવે …..!!! “સંપૂર્ણ સૈન્ય સંગઠન”નાં કાર્યક્રમ અનુસાર મેં આપસી જવાનો, ધન અને સામગ્રીની માંગ કરી હતી !!!
જ્યાં સુધી જવાનોનો સંબંધ છે ….. મને આપને બતાવતાં ખુશી થઇ રહી છે કે આપણને પર્યાપ્ત સંખ્યામાં રંગરૂટ મળી ગયાં છે. અમારી પાસે પૂર્વી એશિયાનાં દરેક ખૂણેથી રંગરૂટ આવ્યાં છે —— ચીન, જાપાન, ઇન્ડોચીન, ફીલીપીન્સ,જાવા, બોર્નિયો, સેલેબસ, સુમાત્રા, મલાયા, થાઈલેન્ડ અને બર્માથી !!! ……..
તમારે વધારે અધિક ઉત્સાહ એવં ઉર્જા સાથે જવાનો, ધન તથા સામગ્રીની વ્યવસ્થા કરતાં રહેવી જોઈએ……. વિશેષરૂપથી આપૂર્તિ અને પરિવહનની સમસ્યાઓનું સંતોષજનક સંધાન હોવું જોઈએ !!! આપણે મુક્ત કરેલાં ક્ષેત્રોનાં પ્રશાસન અને પુનર્નિર્માણ માટે બધી શ્રેણીઓનાં પુરુષો અને મહિલાઓની જરૂરત પડશે !!!
આપણે એ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ , જેમાં શત્રુ કોઈ વિશેષ ક્ષેત્રમાંથી પાછળ હટતાં પહેલાં નિર્દયતાથી “ઘર ફૂંક નીતિ” અપનાવે !!!
તથા નાગરિક આબાદીને પોતાનાં શહેર અથવા ગામ ખાલી કરવાં માટે મજબૂર કરશે…..જેવું એમણે બર્મામાં કર્યું હતું. સૌથી મોટી સમસ્યા યુદ્ધભૂમિમાં જવાનો અને સામગ્રી પહોંચાડવાની છે !!!
જો આપણે એવું નથી કરતાં તો આપણે મોર્ચા પર પોતાની કામયાબીને જારી રાખવાની આશા નથી કરી શકતાં ન તો આપણે ભારતનાં આંતરિક ભાગો સુધી પહોંચવામાં કામયાબ થઇ શકે છે !!!
આપમાંથી એવાં લોકોને કે જેમને આઝાદી પછી દેશ માટે કામ ચાલુ રાખવું છે એમણે એ ક્યારેય ના ભુલવું જોઈએ કે પૂર્વી એશિયા – વિશેષરૂપે બર્મા – આપણા સંઘર્ષનો આધાર છે. કદાચ જો આ આધાર મજબૂત નથી તો આપણી લડાકુ સેનાઓ ક્યારેય વિજયી નહીં થાય !!! યાદ રાખજો કે આ એક સમ્પૂર્ણ યુદ્ધ છે …….. માત્ર બે સેનાઓ વચ્ચેનું યુદ્ધ નથી !!! એટલાં માટે આ એક વર્ષમાંથી મેં પૂર્વમાં “સમ્પૂર્ણ સૈન્ય સંગઠન” પર આટલું જોર આપ્યું છે !!!
મારું આ કહેવાં પાછળનું કારણ એ છે કે તમે ઘરેલુ મોરચા પર અધિક ધ્યાન આપો ……. એક વધારે પણ કારણ છે આવનારાં મહિનામાં હું અને મંત્રીમંડળની યુદ્ધ સમિતિનાં મારાં સહયોગી યુદ્ધનાં મોર્ચા પર અને ભારતની અંદર ક્રાંતિ લાવવાં માટે પણ ——- તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાં માંગો છો !!!
એટલાં જ માટે આપણે આ વાતને પૂરી રીતે સુનિશ્ચિત કરવાં ઈચ્છીએ છીએ કે આધાર પર અમારું કાર્ય અમારી અનુપસ્થિતિમાં સુચારુ રૂપથી અને વિના કોઈ રોકટોકથી ચાલતું રહે. સાથીઓ એક વર્ષ પહેલાં ……… જયારે મેં તમારી સમક્ષ કેટલીક માંગો રાખી હતી. ત્યારે મેં કહ્યું હતું કે જો આપ મને “સંપૂર્ણ સૈન્ય સંગઠન” આપો તો હું તમને એક “એક બીજો જ મોર્ચો આપીશ…..!!!” મેં મારું વચન નિભાવ્યું છે ……. આપણા અભિયાનનું પહેલું ચરણ પૂરું થઇ ગયું છે !!! આપણી વિજયી સેનાઓએ સેનાઓ સાથે ખભે ખભાં મિલાવીને શત્રુઓને પાછળ ધકેલી દીધાં છે અને અત્યારે એ આપની માતૃભૂમિની પવિત્ર ધરતી પર બહાદૂરીથી લડી રહી છે !!!
હવે જે કામ આપણી સામે છે એને પૂરું કરવાં માટે કમર કસી લો. મેં તમને જવાનો, ધન અને સામગ્રીની વ્યવસ્થા કરવાં માટે કહ્યું હતું. મને એ બધું જ ભરપુર માત્રામાં મળ્યું છે. હવે હું તમારી પાસેથી કૈંક વિશેષ ચાહું છું !!!જવાન, ધન અને સામગ્રી પોતાની જાતે વિજય કે સ્વતંત્રતા નથી અપાવી શકતાં આપણી પાસે એવી કોઈક પ્રેરક શક્તિ હોવી જોઈએ જે આપણને બહાદુર અને ઉચિત કાર્યો માટે પ્રેરિત કરે માત્ર આજ કારણ છે કે હવે વિજય આપણી પહોંચમાં દેખાઈ રહ્યો છે !!!
તમારું એવું વિચારવું કે તમે જીવતે જીવત ભારતને સ્વતંત્ર જોઈ શકશો એ સોચ તમારે માટે ઘાતક ભૂલ સમાન હશે !!! અહીંયા મૌજૂદ લોકોમાંથી કોઈનાં મનમાં સ્વતંત્રતાનાં મીઠાં ફળોનો આનંદ લેવાની ઈચ્છા ના જ હોવી જોઈએ !!! એક લાંબી લડાઈ હવે આપની સામે છે !!!!
આજે આપણી કેવળ એક જ ઈચ્છા હોવી જોઈએ – મરવાની ઈચ્છા !!! જેથી ભારત જીવી શકે ……. એક શહીદની મૌત મરવાની ઈચ્છા ……. જેનાંથી સ્વતંત્રતાની રાહ શહીદોનાં ખૂનથી બનાવી શકાય !!!
સાથીઓ ……… આજે હું તમારી પાસે એક જ ચીજ માંગું છું !!! સૌથી ઉપર હું તમરી પાસે તમારું ખૂન માંગું છું !!! આ ખૂન જ એ ખૂનનો બદલો લેશે ,જે દુશ્મનોએ વહાવ્યું છે. ખૂનથી જ આઝાદીની કિંમત ચુકાવી શકાય તેમ છે !!!
તમે મને ખૂન આપો અને હું તમને આઝાદી અપાવવાનો વાયદો કરું છું !!!
સુભાષચંદ્ર બોઝનાં કથન અને નારાઓ
[૧] ” તમે મને ખૂન આપો ……હું તમને આઝાદી આપીશ !!!”
[૨] ” રાષ્ટ્રવાદ,માનવજાતિના ઉચ્ત્મ આદર્શ સત્યમ, શિવમ અને સુન્દરમથી પ્રેરિત છે !!!”
[૩] ” મારાં મનમાં કોઈ જ સંદેહ નથી કે અમારાં દેશની પ્રમુખ સમસ્યાઓ જેવી કે ગરીબી, અશિક્ષા, બીમારી, કુશળ ઉત્પાદન એવં વિતરણનું સમાધાન માત્ર સમાજવાદી તરીકે જ કરી શકાય તેમ છે !!!”
[૪] ” એ આપણું કર્તવ્ય છે કે આપણે આપણી સ્વતંત્રતાનું મુલ્ય પોતાનાં ખૂનથી જ ચુકાઓ…… આપણે આપણું બલિદાન અને પરિશ્રમથી જે આઝાદી મળશે …..આપણી અંદર એની રક્ષા કરવાની તકાત હોવી જોઈએ !!!”
[૫] “મધ્યા ભાવો ગુડં દદ્યાત – અર્થાત જ્યાં શહદણો અભાવ હોય ત્યાં ગોળથી જ શહદનું કાર્ય નીકાળવું જોઈએ !!!”
[૬] ” ભારતમાં રાષ્ટ્રવાદે એક એવી સર્જનાત્મક શક્તિનો સંચાર કર્યો છે જે સદીઓથી લોકોની અંદર જ સુષુપ્ત પડી હતી !!!”
[૭] ” આજે આપણી અંદર બસ એક જ ઈચ્છા હોવી જોઈએ , મરવાની ઈચ્છા જેથી ભારત જીતી શકે ……. એક શહીદની મૌત મારવાની ઈચ્છા જેથી સ્વતંત્રતાનો માર્ગ શહીદોના ખૂનથી પ્રશસ્ત થઇ શકે !!!”
[૮] “કદાચ આપને અસ્થાયી રૂપથી ઝૂકવું પડે તો વીરોની જેમ ઝૂકવું જોઈએ !!!”
[૯] ” મને એ નથી ખબર કે સ્વતંત્રતાનાં યુધ્ધમાં આપણામાંથી કોણ -કોણ જીવિત બચશે …….. પરંતુ હું એ જાણું છું ……. અંતમાં વિજય આપણો જ થશે !!!”
[૧૦] ” અસફળતાઓ ક્યારેક ક્યારેક સફળતાનો સ્તંભ હોય છે !!!”
[૧૧] ” સમજૌતાપરસ્તી બહુજ અપવિત્ર વસ્તુ છે !!!”
[૧૨] ” કષ્ટોનું નિસંદેહ એક આંતરિક નૈતિક મુલ્ય હોય છે !!!”
[૧૩] ” મેં જીવનમાં ક્યારેય ખુશામત નથી કરી …… બીજાને સારી લાગે એવી વાતો કરતાં મને નથી આવડતું !!!”
[૧૪] ” સંઘર્ષે મને મનુષ્ય બનાવ્યો …… મારમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો …….જે પહેલાં નહોતો !!!”
[૧૫] “સમયથી પૂર્વની પરિપક્વતા સારી નથી લાગતી હોતી …….. પછી એ કોઈ વૃક્ષની હોય કે કોઈ વ્યક્તિની હોય અને એની હાનિ આગળ ચાલીને ભોગવવી જ પડતી હોય છે !!!”
[૧૬] ” હું જીવનની અનિશ્ચિતતાથી જરા પણ નથી ગભરાતો !!!”
[૧૭} ” મારમાં જન્મજાત પ્રતિભા તો નહોતી …..પરંતુ કઠોર પરિશ્રમથી બચવાંની પ્રવૃત્તિની મારામાં કમી નહોતી !!!’
[૧૮] ” પોતાનાં કોલેજ જીવનની દહલીજ પર ઉભાં રહીને મને અનુભવ થયો …….. જીવનનો અર્થ પણ છે અને ઉદ્દેશ્ય પણ !!
[૧૯] ” ભવિષ્ય હજી પણ મારાં હાથમાં છે !!!”
[૨૦] “ચરિત્ર નિર્માણ જ છાત્રોનું મુખ્ય કર્તવ્ય છે !!!”
[૨૧] ” કર્મનાં બંધનને તોડવું બહુજ કઠીન કાર્ય છે !!!”
[૨૨] ” માંનો પ્રેમ સૌથી ગહેરો અને સ્વાર્થ રહિત હોય છે …….. એને કોઈપણ પ્રકારે નાપી શકતો નથી !!!”
[૨૩] “યાદ રાખો અન્યાય સહેવો અને ખોટાંની સાથે સમજૌતા કરવો સૌથી મોટો અપરાધ છે !!!”
[૨૪] ” એક સાચાં સૈનિકને સૈન્ય અને આધ્યાત્મિક બંનેને પ્રશિક્ષણની જરૂરત હોય છે !!!”
[૨૫] “ઈતિહાસ સાક્ષી છે કે કેવળ વિચાર -વિમર્શથી કોઈ ઠોસ પરિવર્તન હાંસલ નથી થઇ શકતું !!!”
જો સૂર્ય આથમે છે એ આપની ભ્રાંતિ હોય તો સુભાષબાબુ મરી ગયાં છે એ પણ આપણી ભ્રાંતિ જ છે. કોણે કહ્યું કે —- સુભાષબાબુ મરી ગયાં છે. અરે એતો ચિરંજીવ છે ……. એજ તો રાજ કરે છે આપણા દિલોદિમાગ પર હવે એ એમાંથી નીકળે નહીં અને સદાય અમર રહે એ તો આપણે જોવાનું છે અને અમે તો ક્યારેય સુભાષબાબુને મરવાં દેવામાં માનતા જ નથી !!!સુભાષબાબુ છે તો અમે છીએ ……. બાકી અમારાં હોવાં-નહોવાંનો શું અર્થ ?
સાચેજ સુભાષબાબુ એટલે સુભાષબાબુ !!!
સાષ્ટાંગ દંડવત પ્રણામ નેતાજી સુભાષચંદ્ર બોઝને !!!!
————— જનમેજય અધ્વર્યુ