ભગવાન નરસિંહ – અહોબિલમ આંધ્ર પ્રદેશ

ભારતમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના શિલ્પો ઠેકઠેકાણે જોવાં મળે છે. એ બધાં જ અલગ અલગ સમયે જુદી જુદી શૈલીમાં જુદા જુદા રાજવંશો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં છે કલાકોતરણી તો દરેકની ઉત્તમ જ છે એટલે જ એ પ્રશંસાને પાત્ર છે.

ભગવાન નરસિંહ અવતારવાળું સ્થળ એ હાલમાં ભારતમાં નથી તે મૂલતાન પાકિસ્તાનમાં પ્રહલાદપુરી નામે છે. પણ એ વાર્તા પૌરાણિક છે. ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા ભક્ત પ્રહલાદની પ્રાર્થના પર આ નરસિંહ અવતાર લીધેલો . નરસિંહ એટલે મોઢું સિંહનું અને શરીર માણસનું. હા. હાથના પંજા સિંહના હતા. આવો અવતાર કેમ લેવો પડ્યો હતો તે વાર્તાથી તમે બધાં સુપરિચિત જ છો. એટલે એ વાત અહીં દોહરાવતો નથી. આમે મેં આ અવતાર વિશે પહેલાં લખેલું જ છે.

આ ભગવાન નરસિંહ એ પછી કાળક્રમે ભારતીય શિલ્પોમાં કંડારવામાં આવ્યાં. સમગ્ર દક્ષિણ ભારતમાં ભગવાન નરસિંહની બોલબાલા છે. પણ આ જ દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં અહોબિલમમાં આ ભગવાન નરસિંહનું એક અદભુત અને અકલ્પનીય શિલ્પ એવું છે કે એ આ બધાં ભગવાન નરસિંહના શિલ્પોને ભુલાવી દે તેવું છે.

ભગવાન નરસિંહની મોનોલિથિક પથ્થરની પ્રતિમા એક પથ્થરના સ્તંભમાંથી બહાર આવી હતી – અહોબિલમ, આંધ્રપ્રદેશ. આપણે આની જ વાત કરવાની છે.

જેને આપણે માત્ર વાર્તાઓ તરીકે ભૂલી રહ્યા છીએ, તે આપણા જ દેશમાં શિલ્પસ્થાપત્ય દ્વારા અથાગ પ્રયત્નો સાથે પથ્થર પર કોતરવામાં આવ્યું હતું જેથી આવનારી પેઢી તેમની સનાતન સંસ્કૃતિ પર ગર્વ અનુભવી શકે.

શુ સુંદર શિલ્પ છે કે જાણે હમણા જ ભગવાન આ સ્તંભ તોડીને બહાર ના આવ્યા હોય. બિલકુલ આપણી પૌરાણિક વાર્તા પ્રમાણે જ. આવું અદભુત ભગવાન નારસિંહનું શિલ્પ મેં બીજે ક્યાંય પણ નથી જોયું.
આઈ શપથ!

આજે તે સ્થાપત્યકારો નથી રહ્યા પણ તેને આખી દુનિયામાં ફેલાવવાની જવાબદારી આપણી છે. આખી દુનિયા આપણી અતૂટ સંસ્કૃતિ વિશે પણ જાણી શકે છે.

સાચે જ આપણી શિલ્પસ્થાપત્યકલાનો કોઈ જોટો જડે એમ નથી આને જ કહેવાય ભારતીય શિલ્પ
આને જ કહેવાય સનાતન ધર્મ
બાય ધ વે…
આ એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલું શિલ્પ છે.

અહોબિલમ-આંધ્રપ્રદેશમાં કુલ નવ નરસિંહ ભગવાનના મંદિરો છે અને એક મુખ્ય પ્રહલાદ મંદીર પણ છે. નરસિંહ પંથ – સંપ્રદાયનું આ મોટું કેન્દ્ર છે

આ સ્થળ વિજયનગરના રાજા કૃષ્ણદેવ રાય અને પછી કાકતીય વંશના પ્રતાપ રુદ્ર દ્વારા વિકસ્યું છે.

॥ ॐ નમો ભગવતે વાસુદેવય ॥

—————- જનમેજય અધ્વર્યું

error: Content is protected !!