સાતવીહુ રૂપિયાનો કાળો કેર

આ પાળીયા છે ત્રિકમસાહેબના એક પૂર્વજ નામ મેપાર. એનું ગામ ગેડી એને સાત દિકરા હતા એમને સૌથી મોટો દિકરો ખીમો જ્યોતિષનો નિષ્ણાત ગણતો.

હવે વાત શરૂ કરૂં એક દિવસ ચોરાડાનો ચારણ યજમાનોને યાચી ગેડીના પાદરેથી જતો હતો ત્યાં થાક્યા ચારણે ભર્યા તળાવમાં સ્નાન કરવાની ઇચ્છા થઇ કપડા સાથે કમરે બાંધેલો નોરો (ગુજરાતમા એને વાંહળી કે છે) ઉતારી એને સ્નાન કર્યું અને પછી ઝડપથી વસ્ત્રો બદલી એ ચાલવા લાગ્યો પણ ઘેર જવાની ઉતાવળ મા રૂપીયાથી ભરેલો નોરો તે તળાવ કાઠે ભુલી ગયો.

બે ગાઉં પંથ કાપ્યા પછી એણે કેડે હાથ મુક્યો તો નોરો નહી એ હાફળો ફાંફળો દોડતો ગેડી પાછો આવ્યો અને તળાવકાંઠે જોયું તો કશું નહીં એને મોંએથી નિઃશ્વાસ નીકળી ગયો ત્રણ ત્રણ માસથી એણે ઘર છોડયું હતું. યજમાનોને યાચી બે પાંદડે થયો હતો. ને જાણે પાછાં વળતાં અધવચ્ચે લૂંટાઇ ગયો એની નજર સામે ટોડલે હાથ દઇ ઊભેલી ચારણિયાણી અને નાગા-ભુખ્યા છોકરા દેખાવા લાગ્યાં. ચારણની આંતરડી કકળી ઊઠી એણે ગામને ફિટકારતા શાપ દેવા માંડયા. ત્યારે કૂવે પાણી ભરતી પણિયારીએ હતાશ ચારણ ને આશ્વાસન આપતા કહ્યું “વીરા! ખીમા મારાજ નામે એક ગરવો રે છે એ જોષતર વિદ્યામા પંકાયલ છે એની પાસે જા ઇ મારગ ચીધશે”

બાઈની વાત માની ચારણે ખીમા મારાજ નો ઉંબરો દાબતા કહ્યું મારાજ તૈણ મહિનાની કમાણી છે ઇમા ભુખે વલવલતા મારા છોકરા દુવા દે છે. ચારણનો વલોપાત જોયોનો જાતા આંગળી ના વેઢા ગણી ખીમા મારાજે કહ્યું ભાઇ તારા નોરા નો સગડ રાણીની દેવડીએ જાય છે. ચારણ દરબારમા ગયો પણ એની વાત કોઈએ માની નહીં એને હડધુત કર્યો કોચવાયેલો ચારણ પાછો આવ્યો ખીમા મારાજ પાસે. ખીમાએ પડકારતાં કહ્યું “દેવીપુતર નોરો લેવાની પોંચ છે તારામાં”

ચારણ ઉભડક બેઠેલો ચારણ ઊભો થઇ ગયો કે “હા કાયાના વધેરવી પડે તો એના કટકા કરવા તૈયાર છુ.” તો સાંભળ તો તાળવે ઘોડી પાવા ગયેલ રાણાના કુંવરને તારો નોરો મળ્યો છે લક્ષ્મી એ એની મન ચળી ગયું છે. એની ડેલીમા પેસતાં જ દખણાદી મોરને ઓરડે સિકોતરમાં તારો નોરો સંતાડીયો છે હિમ્મત હોયતો કાઢ હડી.

ટુંકમાં ચારણ ઊઘાડી કટારે વરાણિયે ચારણ દોડયો ડેલીમા પગ મુકતા કહ્યું બાપ કુંવર મારી જોગમાયા કે છે કે નોરો તુને મળેલ છે અને નકાર ભણેસ ચારણ મેડીની અંદર પેસી અકબંધ પડેલો નોરો ઊપાડી લીધો પછી તો રાણાને ને કુંવરને ફિટકાર વરસાવતાં ચારણે ગામે ગામ ચાડીયા બાંધ્યા.

હવે આ પાળીયા થયાં એની વાત આગળ હાકુ સમય જતાં રાણાને ખબર પડી કે ખીમા મારાજે ચારણ ને મારગ ચીંધ્યો તો રાણો ધુંવાપુંવા થય ગયો ગામનાં ગરવે રાજયની લાજનો છેડો ખેંચ્યો. મેપાર મારજને મોટું ધણ હતું, વેળા કવેળા ગાયોને આંતરી ડબ્બે પુરી રાજદંડ વસુલવા માંડયો. એક દિવસ મેપાર મારજની વહુવારૂ ને દિકરીયુ ની ઠઠામશકરી કરી માટલાં ફોડી નાખ્યા. વહુવારૂ ધ્રૂજતા ને ભીંજાયેલ વસ્ત્રે ઘરે આવી, હવે આબરૂ ઊપર બેઠાં છે તમારા જેવા છતર હોય ને અમારી આ દશા પણ હવે મરદ હોવતો વાર કરો નકર બલોયા પહેરો..

આ સાંભળી ખીમા મારાજે રાણાને પાઠ ભણવાનો નિર્ણય કરી ખીમા એ સાંગ લિધી બીજા પાંચેય ભાઈઓ ચાલ્યાં એની પાછળ મેપારના છએ દિકરે એકી સાથે સાંગમા પરોવાઈ દરબાર ગઢને દરવાજે લોહીની નીકો વહાવી ચારે બાજુ હાહાકાર મચી ગયો. ગામતરે ગયેલા મેપાર મારજને એની જાણ થતાં એ દોડતો ઘરે આવ્યા અને સાંગમા દિકરાઓની લાશો જોતાં એણે ભેટમાથી કટાર કાઢી પેટમાં હલાવી દિધી પછી દિકરાઓના માથાં વાઢી દરબાર ગઢમાં રેડવતા મુકયા એણે મેહલની બારસાખે લોહીના થાપા માર્યાં ને મેપાર મારજે તરફડી દેહ છોડ્યો.

તે પછી ગામને પાદરે સાત ચિતા ખડકાઈ જેકોરબાએ મેપાર મારજનુ શબ ખોળામાં લીધું અને છએ વહુઆરુએ સાંગમા પરોવાયેલા એમનાં ધણીના ધડ સાથે ખોળામાં માથાં લઇ ચિતા પર ચડી ગઈ મેપાર મારજના સૌથી નાનાં દિકરા રણશીએ અગ્નિ મુક્યો.

પવનવેગે વાત ચોરાડા પહોચી ચારણ હેબતાઈ ગયો એના સાતવીહુ 140 રુપિયે કાળો કેર કર્યો. ફાળીયુ બગલમાં દબાવતો ગેડી ગામના પાદર આવ્યો ચિતાની પ્રદિક્ષણા કરી.

ત્રણ ત્રાગા ઓર ત્રણ ઓળરખી અખિયાત
મેપાર હારા કરમંડણ દીધાં અવસર ખીમ અધાટ

પ્રાજો ડુંગર ને પ્રાવથર. વસે વીરગતિ ગેડી વેરાટ
તે દિ મેપાર હારા કરમંડણ દીધાં અવસર ખીમ અધાટ

ખીમાના સામુહિક બલિદાન પછી મેપારવંશી ગરવાઓએ ચારણોએ ગેડી છોડયું આજે પણ ગેડીયા શાખાનાં બ્રાહ્મણો અને ચરોડાના ચારણો ગેડી નો અપૈયો છે ગામતરે જતાં વચ્ચે ગેડી આવતું હોય તો બે પાચ ગાઉનો લાંબો પથ ખેડી એ સૌ ગેડી નો ટાળો કરે છે. ખીમા ને વધાવતા અને રાણાને શાપતા ગેધેત્રા કોતરાયેલા અનેક પાળીયા ગેડીના પાદર વેરણ છેરણ પડેલા આજેય જોવાં મળે છે.

મું. ગેડી – કચ્છ.
ધન્ય ધરા કચ્છ ધરણી..
-વિરમદેવસિંહ પઢેરિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!