સતી મંદોદરી

મંદોદરી એટલે રામાયણનું એક ખરેખર મહાન પાત્ર કે જે પૂર્ણરીતે આસ્તિકતા, વિદ્વતાથી માહિતગાર છે….! અધર્મી દશાનન રાવણની પત્ની હોવા છતાં આજે જગત તેને ભારતની પાંચ મહાન સતીઓમાંની એક તરીકે પૂંજે છે….!આ પાછળ મંદોદરીમાં રહેલ સત્ય અને ધર્મનો સમન્વય સમાવિષ્ટ છે.

મંદોદરી મહર્ષિ કશ્યપના પુત્ર મયાસુર અને હેમા નામક અપ્સરાની દત્તક પુત્રી હતી. કહેવાય છે કે, તે આ બંને દંપતિને એકાંત કુવામાં પડેલ મળી હતી….! મંદોદરી સુકુમાર કન્યા થતાં રૂપ રૂપનો અંબાર બની. એમાં એકવાર રાવણ મયાસુર પાસે આવ્યો અને તેમણે મંદોદરીને જોઇ. મંદોદરીની સુંદરતા પર તે મંત્રમુગ્ધ બની ગયો મયાસુર પાસે તેમણે મંદોદરીનો હાથ માંગ્યો.

આમ, દશાનન રાવણ અને મંદોદરીના વિવાહ થયાં. મંદોદરી લંકાની મહારાણી બની અને તેણે ત્રણ પુત્રને જન્મ આપ્યો – અક્ષયકુમાર, મેઘનાદ અને અતિકાય.

મંદોદરી પંચકન્યાઓમાંની એક મનાય છે. અર્થાત્ ભારતની મહાનત્તમ પાંચ સતીઓમાં તેમનો સમાવેશ થાય છે. આ મહાન સતીઓ અર્થાત્ પંચકન્યાઓ એટલે –

સીતા
તારા [વાલીની પત્ની]
અહલ્યા
દ્રૌપદી
મંદોદરી

? એક અતિ પ્રચલિત શ્લોકમાં આ મહાન સતીઓનું મહત્વ સમજાય છે –

अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा।
पंचकन्या: स्मरेतन्नित्यं महापातकनाशम्॥

[ અર્થ : અહલ્યા,દ્રૌપદી,તારા, સીતા તથા મંદોદરી આ પંચકન્યાઓનું નિત્ય સ્મરણ એ મહાન પાપનાશક છે. ]

રાવણ સીતાજીનું અપહરણ કરી તેમને લંકા લાવે છે ત્યારે મંદોદરી તેમનો વિરોધ કરે છે. કારણ કે,તેમને ખબર હોય છે કે આ અકર્મ છે, આ પાપ છે, આ માર્ગ અધર્મનો છે….! તે સારી રીતે રામની ધર્મશક્તિને જાણે છે અને આથી જ તે રાવણને આમ ન કરવા સમજાવે છે પણ પોતાની હઠ મેલે તો એ રાવણ શાનો….! રાવણના મામા માલ્યવાનની સમજણભરી વાતો પણ આમ જ બેકાર જાય છે.

મંદોદરી ચુપકીથી પણ અશોકવાટીકામાં માતા સીતાની મુલાકાત લે છે. તેમનો ખ્યાલ રાખે છે. તે સીતાજી પાસે પોતાના પતિના કર્મનો પસ્તાવો કરે છે. તેમની પાસે માફી માંગે છે. સીતાજીને એક મહાન નારી રૂપે વંદન કરે છે. સીતાજી પણ મંદોદરીને મહાન નારી માને છે. આવી હતી એ મહાન આર્યનારી….!

એક માર્ગ ભુલેલા પરીવારનો સર્વનાશ થતો બચાવવા તેણે લાખ કોશિશો કરી હતી. રાવણને ધર્મનો માર્ગ દેખાડવા માટે હજારો પ્રયત્ન કરેલા. પણ આખરે આ મહાન નારીનું કાંઇ ચાલતું નથી….! કાળને કોણ રોકનાર છે. એ વિધવા બને છે. પણ મંદોદરીએ કદી ધર્મ નહોતો મુક્યો માટે એ આજે પણ વંદનીય સતી તરીકે અમર છે.

શત્ શત્ વંદન એ મહાન સતીરૂપ આર્યનારીને….!

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!