સંત તુકારામ  

તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતાં. એ તત્કાલીન ભારતમાં ચાલી રહેલાં ભક્તિ આંદોલનનાં એક પ્રમુખ સ્તંભ હતાં.  એમને તુકોબા પણ કહેવામાં આવે છે. તુકારામ સૌથી વધારે સંત તુકારામ, તુકોબા, તુકોબારાયા અને તુકારામ મહારાજનાં નામે પ્રસિદ્ધ હતાં. જોકે એમનાં જન્મઆદિ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. તુકારામને ચૈતાન્ય નામનાં સાધુએ રામકૃષ્ણ હરિમંત્રની સ્વપ્નમાં ઉપદેશ આપ્યો હતો. એના ઉપરાંત એમણે ૧૭ વર્ષ સંસારને સમાન રૂપે ઉપદેશ આપવામાં વ્યતિત કર્યા. તુકારામના મુખે સમય-સમય પર સહજ રીતે પરિકુટિલ થવાંવાળી અભંગવાણી સિવાય એમની અન્ય કોઈ વિશેષ સાહિત્યિક કૃતિ ઉપલબ્ધ નથી !!!! પોતાનાં જીવનના ઉતરાર્ધમાં એમના દ્વારા ગવાયેલાં તથા એજ ક્ષણે એમનાં શિષ્યો દ્વારા લખાયેલા લગભગ ૪૦૦૦ અભંગ આજે પણ ઉપલબ્ધ છે !!!

તુકારામે પોતાની સાધક અવસ્થામાં સંત જ્ઞાનેશ્વર અને સંત નામ દેવ આ પૂર્વકાલીન સંતોનાં ગ્રંથોનો ઊંડાણપૂર્વક તથા પૂરી શ્રદ્ધાથી એનું અધ્યયન કર્યું. આ ત્રણેય સંત કવિઓનાં સાહિત્યમાં એક જ અદ્યાત્મનો સુર પરોવાયેલો છે !!!!

જીવન પરિચય  ———-

તુકારામનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લા અંતર્ગત દેહૂ નામના એક નાક્ડા ગામમાં શક સંવત ૧૫૨૦ ઇસવીસન થી ૧૫૯૮ માં થયો હતો. એમના પિતાનું નામ બોલ્હોબા અને માતાનું નામ કનકાઈ હતું. તુકારામની જન્મતિથિના સંદર્ભે વિદ્વાનોમાં મતભેદ છે. ત્યારે બધીજ દ્રષ્ટીએ વિચાર કરતાં એવું પ્રતીત થાય છે કે એમનો જન્મ શકસંવત ૧૫૨૦માં થયો હતો !!!! પૂર્વનાં અથમા પુરુષ વિશ્વંભરબાબા પાસેથી એમનાજ કુળના વિઠોબાની ઉપાસના બરાબર અને સતત ચી જ આવતી હતી. એમના કુળનાં બધાંજ લોકો પન્ધ્રપુરની યાત્રા (વારી) માટે નિયમિત રૂપે જતાં હતાં.

વિપત્તિઓ  ——-

દેહૂ ગામનાં મહાજન હોવાનાં કારણે તુકારામના કુટુંબને પ્રતિષ્ઠિત માનવામાં આવતું હતું. એમની બાલ્યાવસ્થા માતા કનકાઈ અને પિતા બહોબાની દેખરેખમાં અત્યંત લાડપાદમાં થઇ હતી. પરતું જયારે તેઓ ૧૮ વર્ષનાં થયાં. ત્યારે એમનાં માતાપિતાનો સ્વર્ગવાસ થઇ ગયો !!! એ સમયે દેશમાં ભયંકર દુષ્કાળને કારણે એમની પ્રથમ પત્ની અને નાના દિકરાનું ભૂખને કારણે તડપતાં તડપતાં મૃત્યુ થઇ ગયું.

તુકારામ જો ધારત તો દુષ્કાળનાં સમયમાં પોતાની નહાજાની અને ધન આદિ એકત્ર કરી શકતાં હતાં. પરંતુ તેમણે તેમ ના કર્યું. વિપતીઓની કાળઝાળ જ્વાળાઓ ઝુલતા તુકારામના મનમાં પ્રપંચ સામે નિરાશ થઇ ગયાં !!!

સુખોથી વિરક્તિ  ———–

તુકારામ સાંસારિક સુખોથી વિરકત થતાં જતાં હતાં. તેમની બીજી પત્ની, જીજાબાઈ, શ્રીમંત પરિવારની પુત્રી હતી અને ખૂબ કર્કશા પ્રકૃતિની હતી. પોતાની પ્રથમ પત્ની અને પુત્રનાં મૃત્યુ પછી તુકારામ ખૂબ જ ઉદાસ રહેતાં હતાં. હવે અભાવ અને અગવડતાનો એક ભયંકર તબક્કો શરુ થઇ ગયો હતો. તુકારામનું મન વિઠ્ઠલનાં ભજનો ગાવામાં લગાવ્યું. જેને કારણે એમની બીજી પત્ની દિવસ-રાત મહેણાં-ટોણાં મારતી રહેતી હતી. તુકારામ ધ્યાનમગ્ન રહેતાં હતાં …….

એકવાર કોઈનો સમાન પહોંચાડવા માટે બળદગાડાંમાં ભરીને એમના ઘરે જતાં હતાં. પહોંચ્યા પછી એમને ખબર પડી કે ગાડાંમાં લાદેલો બધો જ સામાન (બોરીઓ)ગાયબ થઇ ગઈ છે !!!! પહોંચ્યા પછી, અમે જોયું કે વાહન-ભરેલું ધનુષ્ય માર્ગ પર અદ્રશ્ય થઈ ગયા છે. તેવી જ રીતે, સંપત્તિ પાછી મેળવવા પર પાછા આવવા પર, એક ગરીબ બ્રાહ્મણની કરુણ કથા સાંભળ્યા પછી, તેમણે તેમને તમામ રૂપિયા એને આપ્યા.

Sant Tukaram

માતા-પિતાથી વિયોગ  ——–

તુકારામ જયારે ૧૭ વર્ષનાં હતાં ત્યારે એમના વાત્સલ્યમૂર્તિ પિતા શ્રી બોલ્હોબાનું અવસાન થઇ ગયું. આ કારણે તુકારામ હવે જમીનદાર બન્યાં !!!!

પિતાને કિયા સંચિત ધન, જીવનકી પરવાહ ના કર ।
કી મહાજની – પ્રથા પ્રદાન, બોજ ઉઠાયા કટિ કાંધો પર ॥
જિનકી છત્રછાયામાં સંસાર તાપ સે બચે, વાહ સાયાહી હટગયા ।
અકસ્માત છોડ ગયે પિતા, થી તબ નહીં કોઈ ચિંતા ॥

તુકારામ અત્યંત દુખી થયાં. આ દુખ ઓછું હતું ત્યાં જ અર્થાત પિતાના મૃત્યુનાં એક વર્ષ પશ્ચાત માતા કનકાઈનો પણ સ્વર્ગવાસ થયો !!! તુકારામજી પર દુખોનો પહાડ તૂટી પડયો. માં એ પોતાના લાડલા માટે શું નહોતું કર્યું !!!(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એનાં પછી ૧૮ વર્ષની આયુમાં જ્યેષ્ઠ બંધુ સવ્જીની પત્ની (ભાવજ) પણ સ્વર્ગે સિધાવી !!! પહેલેથી જ ગૃહસ્થીમાં સાવ્જીનું ધ્યાન નહોતું લાગતું !!! પત્નીનાં મૃત્યુ પછી તુકારામ ઘર છોડીને તીર્થયાત્રા પર નીકળી ગયાં.

એ ગયાં એ ગયાં…….. પછી પાછાંજ નાં આવ્યાં !!! પરિવારના ૪ સદસ્યોએ એમનો વિચ્છેદ સહન કરવો પડયો. જ્યાં કોઈપણ પ્રકારની કોઈજ અછત નહોતી ત્યાં પોતાનાંની જ એક-એક કરીને અછત વર્તાવા લાગી !!! તુકારામજીએ ધીરજ રાખી !!! એ હિંમત નાં હાર્યા  …… ઉદાસીનતા, નિરાશાનીની બાવજૂદ ઉમરની ૨૦ વર્ષની અવસ્થામાં સફળતાથી ગૃહસ્થી કરવાનો પ્રયાસ કરવાં લાગ્યાં !!! પરંતુ કાળને એ પણ મંજુર નહોતું !!! એક જ વર્ષમાં સ્થિતિઓએ પ્રતિકુળ રૂપ ધારણ કરી લીધું !!! દક્ષિણમાં બહુજ મોટો દુકાળ પડયો. મહાભયંકર અકાલનો સમય હતો. ઇસવીસન ૧૬૨૯માં પાછળથી વરસાદ થયો !!!

વરસાદ થયો તો અતિવૃષ્ટિ થઇ બધોજ પાક એમાં વહી જઈને નષ્ટ થઇ ગયો !!! લોકોના મનમાં માત્ર ઉમ્મીદનું જ કિરણ બાકી હતું. પણ ઇસવીસન ૧૬૩૦મા બિલકુલ જ વર્ષા ના થઇ. ચારે તરફ હાહાકાર મચી ગયો !!! અનાજની કિંમતો આસ્માને પહોંચી ગઈ. લીલા ઘાસના અભાવમાં અનેક પ્રાણીઓ મોતને ઘાટ ઉતર્યા. અન્નની અછત સેંકડો લોકોનાં મૃત્યુનું કારણ બની. ધનિક પરિવાર માટી ચાટવાં માંડયા. દુર્દશાનો આ દૌર પછી કયારેય સમાપ્ત જ ના થયો !!! સન ૧૬૩૧માં પ્રાકૃતિક આપત્તિઓ ચરમ સીમાઓ પાર કરી ગઈ. અતિવૃષ્ટિ તથા પૂરની લપેટમાંથી કશું જ ના બચ્યું !!! અકાલ તથા પ્રકોપ લગાતાર ૩ વર્ષ સુદી લોકોએ ઝેલવો પડયો. અકાલની આ દુર્દશાનું વર્ણન મહીપતિબાબા આ પ્રકારે કરે છે  ——–

હુઆ ભાવ ,અનાજ બીજ । લોગ આઠ સેર કો મુંહતાજ ॥
બાદલ લૌટે બિના ગિરે ।  ઘાસ-અભાવમેં બૈલ મરે ॥

ભીષણ અકાલની થપાટમાં તુકારામજીનો કારોબાર અને ગૃહસ્થી સમૂળગા નષ્ટ થઇ ગયાં. પશુ ધન નષ્ટ થયું, શાહુકારી ડૂબી ,ધંધો ચૌપટ થઇ ગયો, સન્માન-પ્રતિષ્ઠા ઘટી ગયાં, એવામાં પ્રથમ પત્ની રખમાબાઈ તથા એક અને માત્ર એક દિકરો સંતોબા કાલગ્રાસ બન્યો !!! સામાન્ય રીતે અકાલની સ્થિતિ શાહુકાર અબે વ્યાપારીઓ માટે સોનેરી મોકો હોય છે. ચીજોનો કૃત્રિમ અભાવ નિર્માણ કરીને એ લોકો પોતાના ખીસાં ભરતા હોય છે !!! પણ તુકારામજી એવાં પથ્થર દિલનાં નહોતાં. પોતાનાં દુખ દુર્દશા ભૂલી જઈને એ અકાલ પીડિતોની મદદ કરવામાં લાગી ગયાં.

અભંગની રચના  ——–

પોતાની બીજી પત્નીનાં વ્યવહારથી અને પારિવારિક કલહથી તંગ આવીને તુકારામજી નારાયણી નદીની ઉત્તરમાં માનતીર્થ પર્વત પર જઈને બેઠાં અને ભાગવત ભજન કરવાં લાગ્યાં. આનાથી ગભરાઈ જઈને પત્નીએ દિયરને મોકલીને એમણે ઘરે બોલાવી લીધાં અને પોતાની રીતે રહેવાની છૂટ આપી દીધી. હવે તુકારામે અભંગ રચીને કીર્તન કરવાનો આરંભ કરી દીધો. આનો લોકો પર બહુજ સારો પ્રભાવ પડયો. કેટલાંક લોકો એમનો વિરોધ પણ કરવાં લાગ્યાં !!! કહેવાય છે કે રામેશ્વર ભટ્ટ નામનાં એક કન્નડ બ્રાહ્મણે એમણે કહ્યું કે “તમે અભંગ રચીને અને કીર્તન કરીને લોકોને વૈદિક ધર્મની વિરુદ્ધ બહેકાવો છો …… તમે આ કામ બંધ કરી દો!!!

એમણે સંત તુકારામને દેહૂ ગામમાંથી કાઢી મુકવાનો પણ હુકમ જારી કરાવ્યો. આનાં પર તુકારામે રામેશ્વર ભટ્ટને કહ્યું કે “હું તો વિઠ્ઠુજીની અગનથી કવિતા કરું છું ……. તમે કહેતા હોવ તો હું એ પણ બંધ કરી દઈશ !!!” આમ કહીને એમણે સ્વરચિત અભંગોનાં કાગળિયાનો ઢગલો નાડીમાં ડુબાડી દીધો !!! પરંતુ ૧૩ દિવસ પછી લોકોએ જોયું કે જયારે તુકારામજી ધ્યાનમાં બેઠાં હતાં. તો એમનું પોટલું સુકું ભીનું થયાં વગર નદીની ઉપર તરી રહ્યું હતું !!! આ સંભાળીને રામેશ્વર ભટ્ટ પણ એમનાં શિષ્ય થઇ ગયાં !!! અભંગ છંદમાં રચિત તુકારામના લગભગ ૪૦૦૦ પદ પ્રાપ્ત છે. એમનું મરાઠી  જનાતાના હૃદયમાં બહુજ સન્માન છે. લોકો એનો પાઠ કરે છે ……. એમની રચનાઓમાં જ્ઞાનેશ્વરી અને એક્નામી ભાગવતની છાપ દેખાઈ પડે છે !!!! કાવ્યની દ્રષ્ટિએ પણ આ રચનાઓ ઉત્કૃષ્ટ કોટિની માનવામાં આવે છે !!!

અવસ્થા  ——–

તુકારામનો અભંગ વાંગ્મય અત્યંત આત્મ્પારક હોવાના કારણે એમાં એમનાં પારમાર્થિક જીવનનું સંપૂર્ણ દર્શન થાય છે. એમનુ સ્પષ્ટ રૂપ તુકારામના અભંગોમાં નજરે પડે છે. એમાં એમનાં આધ્યાત્મિક ચરિત્રનું સાકાર રૂપમાં ત્રણ અવસ્થાઓ જોવાં મળે છે !!!

પ્રથમ અવસ્થા  ——-

પ્રથમ સાધક અવસ્થામાં તુકારામ મનમાં કરેલાં કોઈ નિશ્ચયાનુસાર સંસારમાંથી નિવૃત્ત તથા પરમાર્થ તરફ અને પ્રવૃત્ત નજરે પડે છે !!!

બીજી અવસ્થા  ———

બીજી અવસ્થામાં ઈશ્વર સ્કાશાત્કારનાં પ્રયત્નને અસફળ થતો જોઇને તુકારામ અત્યાધિક નિરાશાની સ્થિતિમાં જીવન યાપન કરવાં લાગ્યાં ….. એમનાં દ્વારા અનુભૂત આ ચરમ નૈરાશ્યનો જે સવિસ્તાર ચિત્રણ અભંગવાણીમાં થયો છે. એમની હૃદય વેધકતા મરાઠી ભાષામાં સર્વથા અદ્વિતીય છે !!!

ત્રીજી વ્યવસ્થા  ———-

કિંકર્તવ્યમૂઢતા ના અંધકારમાં તુકારમજીની આત્માને તડપાવનારી ઘોર તપસ્વિનીણો શીઘ્ર જ અંત થયો અને આત્મ સાક્ષાત્કારનાં સૂર્યથી આલોકિત તુકારામ બ્રહ્માનંદમાં વિભોર થઇ ગયાં !!! એમનાં આધ્યાત્મિક જીવનપથની આ અંતિમ એવં ચિરવાંછિત સફળતાની અવસ્થા હતી !!!

અલોચના ——–

આ પ્રકારની ઈશ્વરપ્રાપ્તિની સાધના પૂર્ણ કર્યા ઉપરાંત તુકારામના મુખમાંથી જે ઉપદેશવાણી પ્રકટ થઇ એ અત્યંત મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ છે !!! સ્વભાવત: સ્પષ્ટવાદી હોવાનાં કારણે એમની વાણીમાં જે કઠોરતા નજરે પડે છે. એની પાછળ એમનો પ્રમુખ ઉદ્દેશ્ય સમાજમાંથી દુષ્ટોનું નિર્દલન કરીને ધર્મનું સંરક્ષણ કરવાનો જ હતો. એમણે સદૈવ સત્યનું જ અવલંબન કર્યું હતું અને કોઈની પ્રસન્નતા અને અપ્રસન્નતાની તરફ એમણે ધ્યાન જ ન આપીને ધર્મસંરક્ષણની સાથે સાથે પાખંડખંડનનું કાર્ય નિરંતર ચલાવ્યું. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) દાંભિક સંત, અનુભવશૂન્ય પોથીપંડિત, દુરાચારી ધર્મગુરુ ઇત્યાદિ સમાજકંટકોની એમણે તીવ્ર આલોચના કરી !!! તુકારામ માંથી ભાગ્યવાદી હતાં ….

અત: એમનાં દ્વારા ચિત્રિત માનવી સંસારના ચિત્ર નિરાશા, વિફળતા અને ઉદ્વેગથી રંગાયેલો હોય છે !!! તથાપિ એમણે સંસારિકો માટે સંસારનો ત્યાગ કરો એ પ્રકારનો ઉપદેશ ક્યારેય નથી આપ્યો !!!! એમનાં ઉપદેશનો આ જ સાર છે કે સંસારના ક્ષણિક સુખની અપેક્ષા પરમાર્થનાં શાશ્વત સુખની પ્રાપ્તિ માટે માનવાનો પ્રયત્ન હોવો જોઈએ !!!

કાવ્ય રચના  ———-

તુકારામની અધિકાંશ કાવ્યરચના કેવળ અભંગ છંદમાં જ છે ,તથાપિ એમણે રૂપકાત્મક રચનાઓ પણ કરી છે. બધીજ રૂપકકાવ્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે !!! એમની વાણી શ્રોતાઓનાં કાનમાં પડતાંજ એમનાં હૃદયને પકડી લેવાનું અદ્ભુત સામર્થ્ય રાખે છે. એમનાં કાવ્યોમાં અલંકારોનું કે શબ્દચમત્કારનું પ્રાચુર્ય નથી જ !!! એમનાં અભંગ સૂત્રબધ્ધ હોય છે  ……. તોળા શબ્દોમાં મહાન અર્થોને વ્યક્ત કરવાનું એમનું કૌશલ્ય મરાઠી સાહિત્યમાં અદ્વિતીય છે. તુકારામની આત્મનિષ્ઠ અભંગવાણી જનસાધારણને પણ પરમ પ્રિય લાગે છે !!!

આનું પ્રમુખ કારણ એ છે કે સામાન્ય માનવનાં હ્રદયમાં ઉદ્ભૂત થવા વાળાં સુખ-દુખ, આશા-નિરાશા, રાગ, લોભ આદિનું પ્રકટીકરણ એમાં જોવા મળે જ છે. જ્ઞાનેશ્વર ,નામ દેવ આદિ સંતોએ ભાગવત ધર્મની પતાકાને પોતાનાં ખભે લઇ લીધી હતી !!! પરંતુ તુકારામે એને પોતાનાં જીવનકાળ દરમિયાન અધિક ઊંચા સ્થાને લહેરાવી દીધો. એમણે અધ્યાત્મગણને સુલભ બન્વ્યું તથા ભક્તિનો ડંકો વગાડીને અબાલ વૃદ્ધો માટે સહજ સુલભ સાધ્ય એવો ભક્તિ માર્ગ ને અધિક ઉજ્વાલિત કર્યો !!!

સંત જ્ઞાનેશ્વર દ્વારા લખાય ગયેલી જ્ઞાનેશ્વરી તથા એકનાથ દ્વારા લિખિત એકનાથી ભાગવત એ બારકરી સંપ્રદાયવાળાં ઓનાં પ્રમુખ ધર્મ ગ્રંથ છે. આ વાંગ્મયની છાપ તુકારામના અભંગો પર પણ જોવા મળે છે. તુકારામે પોતાની સાધક અવસ્થામાં આ પૂર્વકાલીન સંતોના ગ્રંથોનો ઊંડાણપુર્વક તથા પુરતી શ્રદ્ધાથી એનું અધ્યયન કર્યું !!! આ ત્રણે સંત કવિઓનાં સાહિત્યમાં એક જ અધ્યાત્મનો સુર પરોવાયેલો છે તથા ત્રણેના પારમાર્થિક વિચારોનાં અંતરંગ પણ એકરૂપ છે. જ્ઞાનદેવની સુમધુર વાણી કાવ્યાલંકારથી મંડિત છે !!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એકનાથની ભાષા વિસ્તૃત છે, પણ તુકારામની વાણી સુત્રબદ્ધ,અલ્પાક્ષ્રર, રમણીય તથા મર્મભેદક છે !!!

પ્રેરણા સ્રોત  ———-

તુકારામ માત્ર વારકરી સંપ્રદાયના જ શિખર નહીં પણ. દુનિયાભરના સાહિત્યમાં એમની જગ્યા અસદાહરણ છે. એમનું કાવ્ય અને સાહિત્ય એટલે જોને રત્નોનો ખજાનો આજ કારણ છે કે આજે ૪૦૦ વર્ષ પછી પણ એ સામાન્ય માણસનાં મનમાં સીધું જ ઉતરે છે !!!’ દુનિયાદારી નિભાવતાં એક આમ આદમી સંત કેવી રીતે બન્યો !!! સાથેજ કોઈપણ જાતિ કે ધર્મમાં જન્મ લઈને ઉત્કટ ભક્તિ અને સદાચાર નાં બળ ઉપર આત્મવિશ્વાસ સાધી શકાય છે !!!

આ વિશ્વાસ સમાન્ય માણસનાં મનમાં નિર્માણ કરવાંવાળાં હતાં  ——— સંત તુંકારામ એટલે કે તુકોબા !!! પોતાનાં વિચારો, પોતાનું આચરણ અને પોતાની વાણીથી અર્થપૂર્ણ તાલમેલ સાધતાં પોતાની જીંદગીને પરિપૂર્ણ કરવાં માટે તુકોબા જનસામાન્યને હંમેશા કેવી રીતે જીવવું જોઈએ એની સાચી પ્રેરણા પ્રદાન કરે છે !!!

જિંદગીનાં પૂર્વાર્ધમાં આવેલાં હાદસાઓથી તુકારામ હારીને નિરાશ થઇ ચુક્યા હતાં. જિંદગી પરથી એમનો ભરોસો ઉઠી ગયો હતો. એવામાં એમને કોઈ સહરાની બેહદ જરૂરત હતી લૌકિક સહારો તો કોઈનો હતો જ નહીં !!! એટલાં માટે પાંડુરંગ પર એમણે પોતાનો સારો ભાર સોંપી દીધો અને સાધના શરુ કરી. જયારે એ વખતે તો એમનો કોઈ ગુરુ હતો જ નહીં …… વિઠ્ઠલ ભક્તિની પરંપરાનું જતન કરતાં નામદેવજીની ભક્તિ કરતાં ” અભંગ”ની રચના કરી !!!

દુનીયાદારીથી લગાવ છોડવાની ભલે તુકોબે કહી હોય પરંતુ દુનિયાદારી ના કરો, એવું તો એમણે કયારેય કહ્યું જ નથી !!! સાચું કહીએ તો કોઈ પણ સંતે દુનિયાદારી છોડવાની વાત કહીજ નથી. ઉલટાનું સંત નામદેવ અને એકનાથે સાચી વ્યવસ્થિત રીતે દુનિયાદારી નિભાવી છે. “આધી પ્રપંચ કરાવા નેટકા” એવું તો સ્વામી સમર્થ રામદાસે પણ કહ્યું છે !!!

દુનિયાદારી એ ઉચિત કર્મ છે, કર્તવ્ય છે, જેને સારી રીતે કરવું જોઈએ. પરંતુ એ કરતી વખતે ઔચિત્ય ,વિવેક, સમભાવ રાખવો પડતો હોય છે !!! ક્યાં રોકવું-રોકાવું એ ખબર હોવી જ જોઈએ !!! ભક્તિ પણ દુનિયામાં રહીને જ કરવી જોઈએ દુનિયાદારી માટે તુકોબા કહે છે  —–
” પ્રપંચ દરેક માણસને  પોતાને સિદ્ધ કરવાનું રણાંગણ છે …..” એટલાં માટે એ દુનિયાદારીનું સ્વાગત કરે છે. નિવૃત્તિનો અર્થ નિરસન કરવો એવો થાય છે. સુખ અને દુખ એ બંનેને સમાન માનીને જીવવું જોઈએ દરેકે !!!

તુકારામની ઊંડી અનુભવદ્રષ્ટિ બેહદ ગહેરી અને ઈશ્વરપરક રહી છે. જેનાથી એમણે કંઈ પણ કહેવામાં સંકોચ નહોતો કે એમની વાણી સ્વયંભુ ઈશ્વરની વાણી છે. એતો મજદૂર થઈને જ જીવતાં હતાં. દુનિયામાં કોઈ પણ દિખાવટી ચીજ નથી જ ટકતી !!! જૂઠ લાંબો સમય સુધી સંભાળી નથી શકાતું. જુઠથી સખત પરહેજ રાખવાવાળાં તુકોબાને સંત નામ્દેવનું રૂપ માનવામાં આવે છે. એમનો સમય ૧૭મી સદીની પૂર્વાર્ધનો રહ્યો છે !!! એ સમર્થ રામદાસ અને છત્રપતિ શિવાજીના સમકાલીન હતાં. એમનું વ્યક્તિત્વ બહુજ મૌલિક અને પ્રેરણાસ્પદ છે. નિમ્ન વર્ગમાં જન્મ લેવા છતાં પણ કેટલાંય શાસ્ત્રકારો અને સમકાલીન સંતોથી બહુજ આગળ હતાં. એ ધર્મ અને અધ્યાત્મનાં સાકાર વિગર્હ હતાં !!!

દેહવિસર્જન  ———-

તુકારામને ચૈતન્ય નામક સાધુએ માઘ સુદી ૧૦ શક સંવત ૧૫૪૧માં રામકૃષ્ણ હરિ મંતરણો સ્વપ્નમાં ઉપદેશ આપ્યો. આ ઉપરાંત એમણે ૧૭ વર્ષ સંસારમાં સમાન રૂપે ઉપદેશ આપવામાં વ્યતીત કર્યાં. સાચું વૈરાગ્ય તથા કશ્માંશીલ અંતકરણને કારણે એમની નિંદા કરવાંવાળાં નિંદક પણ પશ્ચાતાપ કરતાં એમનાં ભક્ત બની ગયાં. આ પોરકારે ભાગવત ધર્મણો બધાંને ઉપદેશ આપતાંએ પરમાર્થ માર્ગને આલોકિત કરતાં કરતાં અધર્મનું ખંડન કરવાંવાળાં તુકારામેં ફાલ્ગુન વદી(કૃષ્ણ) દ્વાદશી શક સંવત ૧૫૭૧એ એમણે દેહવિસર્જન કર્યું. એમનાં દેહૂ ગ્રામ તીર્થમાં માનવામાં આવે છે કે પ્રતિવર્ષ પાંચ દિવસ સુધી એમની નિધન તિથિ મનાવવામાં આવે છે !!!

ગ્રંથપાઠ અને કર્મકાંડથી કેટલેય દૂર તુકારામ પ્રેમ દ્વારા આધ્યાત્મિકતાની ખોજને મહત્વ આપતાં હતાં. એમણે અગણિત `અભંગો`ની રચના કરી હતી. એમની કવિતાઓનાં અંતે એમ લખ્યું હોય છે કે “ટુકા માને” યાની “તુકાને કહા” ……. એમન્ના રાહ પર ચાલીને ચારકરી સંપ્રદાય બન્યો. જેનું લક્ષ્ય હતું —– સમાજસેવા ને હરિસંકીર્તન મંડળ. આ સંપ્રદાયનાં અનુયાયી સદૈવ પ્રભુનું ધ્યાન કરતાં હતાં. તુકારામે કેટલાંય અભંગ રચ્યા એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી મળતું !!! પરંતુ મરાઠી ભાષામાં હજારો “અભંગ” તો લોકોને કંઠસ્થ છે. પહેલું પ્રકાશિત સ્વરૂપ ૧૮૭૩માં સામે આવ્યું !!! આ સંકલનમાં ૪૬૦૭ “અભંગ” અંક્લિત કરવામાં આવ્યાં હતાં.

સંત તુકારામ ભલે હવે નાં રહ્યા હોય, પરંતુ એમનાં લખેલાં ગીતો આજે પણ મહારાષ્ટ્રમાં પૂરી ભક્તિની સાથે ગવાય છે. તુકારામે એકલાએ મહારાષ્ટ્રમાં “ભક્તિ અંદોલન”ને ફેલાવવામાં અહમ ભૂમિકા નિભાવી હતી !!!

થોડુંક વધારે  ———-

ગરીબાઈમાં જીવન વ્યતીત કરતા કરતા એક શ્ર્વાન તેમનો મિત્ર બની ગયો હતો, જે તેમની સાથે ફરતો. ઈશ્ર્વરીય શક્તિની પ્રતીતિ આપણને અનેક વખત થતી હોય છે. પ્રત્યેક જીવમાત્રમાં ઈશ્ર્વરનો વાસ છે તેમ માનવામાં આવે છે. દરેક જીવમાત્રને આદર આપવો કે વંદન કરવા તેવું ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે. તુકારામે પણ આ જ ર્ક્યું. શ્ર્વાનને તેઓ ઈશ્ર્વર કહીને બોલાવવા લાગ્યા. થોડો સમય તો તે શ્ર્વાન તેમને અચરજભરી નજરે જોતો રહ્યો. થોડા સમય બાદ તે તુકારામની સામે સ્મિત વેરવા લાગ્યો. થોડા સમય બાદ તે નાચવા લાગ્યો. તેણે બચકું ભરવાનું કે કરડવાનું પણ છોડી દીધું. તે સમયે જ તેમણે નક્કી કરી લીધું. જો એક શ્ર્વાનને ઈશ્ર્વરના નામે બોલાવવાથી તેમાં બદલાવ આવી જાય છે, તો આ પ્રયોગ માનવ ઉપર કરવાથી તેમના જીવનમાં પણ અચૂક બદલાવ જોવા મળી શકે છે.

તેમની દૃઢ માન્યતા હતી કે ભક્તોની અતૂટ શ્રદ્ધા જ અજ્ઞાત શક્તિને જ ઈશ્ર્વર બનાવે છે તેવું તે વિઠોબા સામે ઊભા રહીને જોરજોરથી બોલતા. તેઓ ભક્તોને ગળે ઉતરી જાય તેવા દૃષ્ટાંતો આપીને ભક્તિમય બનાવતા. તેમનું કહેવું હતું કે  ——- જેમ મીઠું પાણીમાં નાખવામાં આવે તો તરત જ ઓગળી જાય છે. તે જ પ્રમાણે પ્રભુભક્તિમાં તન્મય બની જવાથી ઈશ્ર્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તુકારામને વિશ્ર્વાસ હતો કે ઈશ્ર્વરની સાધના કરવાથી સાધક જીવનના દરેક માર્ગ ઉપર સફળ બની શકે છે. તુકારામ તેમની પાસે આવેલ દરેકની સાથે સમાન વ્યવહાર રાખતા. એક બ્રાહ્મણ બાઈએ તુકારામને ગુરુ માનીને ભક્તિમાર્ગ અપનાવ્યો હતો, જેને કારણે પતિ દ્વારા અનહદ ત્રાસ આપવામાં આવતો. તુકારામ તો ભક્તિમય બનીને ફક્ત એક વાત કહેતાં કે ઈશ્ર્વર પ્રેમનો ભૂખ્યો છે. ઊંચ-નીચ, છૂત-અછૂત તો માનવીએ બનાવેલા નિયમો છે

મહાત્મા ગાંધી પણ જ્યારે યરવાડા જેલમાં હતા તે સમયે સંત તુકારામ રચિત ભજનોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ ર્ક્યો હતો. મરાઠીમાં લખાયેલાં ભજનોનું ભાષાંતર ગુજરાતીમાં ર્ક્યું હતું. સંત તુકારામનું કહેવું હતું કે શું સારું છે અને શું ખોટું છે તે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. મહારાષ્ટ્રમાં પૂના નજીક આવેલા દેહૂ ગામમાં સંત તુકારામના વારકરી ભક્તો લાખોની સંખ્યામાં એકઠા થાય છે. ઉત્સવની ઉજવણી કરીને ભક્તો નીચે જણાવેલ અભંગ ગાતા ગાતા ઉત્સાહિત થઈને ઘરે જાય છે. સંત શ્રી તુકારામ જ્યારે વૈકુંઠગમન કરી રહ્યા હતા તે સમયે ગાયું હતું…..

“આમ્હી જાતો આપુલ્યા ગાવા,
આમચા રામ રામ ધ્યાવા,
વિઠ્ઠલ વિઠ્ઠલ બોલા વાણી,
રામકૃષ્ણ મુખી બોલા તુકા જાતો વૈકુંઠાલા”. 

જેનો અર્થ થાય છે….

“હું મારા ગામે જઈ રહ્યો છું,
મારા રામ રામ સ્વીકાર કરજો.
વિઠ્ઠલ વિઠ્ઠલ બોલો,
રામકૃષ્ણ બોલો મુખેથી તુકા વૈકુંઠ જઈ રહ્યા છે”

એક દિવસ સંત તુકારામ ના ઘરે ભિખારી આવ્યો. સંત ઘરમાં ભિખારીને આપવા માટે કંઇક શોધવા લાગ્યા. તેમના ઘરમાં કંઇ ન હતું. છેવટે સંતને ઘરમાં એક જુની થાળી મળી. તેમણે એ થાળી ભિખારીને આપી. ભિખારી થાળી લઇને ચાલવા માંડ્યો. થોડી વારમાં સંતના પત્ની આવ્યા તેમણે જોયુ કે ઘરમાં માયા મુડી જેવી એક થાળી હતી તે પણ નથી દેખાતી એટલે તેમણે સંતને પુછ્યું.સંતે જવાબ આપ્યો કે “એ તો મેં ભિખારીને આપી દીધી.” તેમના પત્ની બોલ્યા,”અરે એ તો ચાંદીની હતી.”

સંત તરત દોડીને ભિખારીને શોધવા ઉપડ્યા. રસ્તામાં ભિખારી દેખાયો. તેમણે તેને બુમ પાડીને રોક્યો. ભિખારીને થયું કે થાળી પાછી લેવા આવ્યા હશે એટલે તે થાળી આપવા લાગ્યો. સંતે કહ્યું,”ભાઇ હું થાળી લેવા નથી આવ્યો, હું તો તને કહેવા આવ્યો છું કે એ થાળી ચાંદીની છે જો જે સસ્તામાં વેચતો.” આટલું કહીને સંત પાછા વળી ગયા. સંત તુકારામ જેવૂં બનવૂ અઘરું છે નથી લાગતું?

પ્રવૃત્તિનો હતો. તે કદી કોઈને ઘરબારનો ત્યાગ કરી સંત થવાનું કહેતા નહોતા અને ક્યારેય કોઈને એવી પ્રેરણા કરતા નહીં કે તે જીવનના મહત્ત્વના કર્તવ્યને છોડીને કેવળ ભજન-કીર્તનમાં જ પરોવાયેલા રહે.

સંત તુકારામ અત્યંત દયાળુ અને કરુણાસભર હતા. તેમનાથી કોઈનું દુઃખ જોવાતું નહોતું. ઈ.સ. ૧૬૩૨ની એક વાત છે. એ વર્ષ દુકાળનું ચોથું વર્ષ હતું. અનાજની ભારે તંગી પ્રર્વતતી હતી. લોકો ગામમાંથી નીકળી આસપાસના જંગલમાં જઈ કંદમૂળ શોધતા અને એ મળી આવે તો એનાથી દિવસ પસાર કરતા. આવા વિકટ સમયે તુકારામ દૂરના કોઈ પ્રદેશથી અનાજ લઈ આવ્યા. તે ધારત તો એ અનાજ સંઘરી રાખીને અનેક મહિના સુધી પેટ ભરીને જમી શકત. પણ તેણે તો ગામના લોકોને કહેણ મોકલ્યું કે મારી પાસે અનાજનો સારો જથ્થો આવ્યો છે. તો જેને લઈ જવું હોય તે લઈ જાય. ગામના લોકો એમની દુકાન આગળ ઉમટવા લાગ્યા. કોઈ પૈસાથી તો કોઈ બીજી વસ્તુના સાટાથી અનાજ લેવા લાગ્યા. કેટલાક એવા પણ આવ્યા જેમની પાસે કંઈ નહોતું. તુકારામ તેમને પણ અનાજ આપતા અને કહેતા – તમે લગીરે ક્ષોભ અનુભવશો નહીં આ અનાજ મારું છે જ નહીં એ તો ઈશ્વરે આપેલું છે. મને તો ખાલી તમને આપવા માટે નિમિત્ત બનાવ્યો છે. અનાજ લેવા એવી પડાપડી થઈ કે બપોર થતાં સુધીમાં તો બધું અનાજ પૂરું થઈ ગયું ! તુકારામ પાસે બીજા દિવસે ખાવા પૂરતું પણ ન રહ્યું.

એટલામાં ભૂખને કારણે અશક્ત થઈ ગયેલી એક સ્ત્રી લથડતી ચાલે તેમની દુકાનમાં આવીને ઊભી રહી. તે બોલી પણ શકતી નહોતી તેણે ઈશારો કરીને કહ્યું કે તે ખૂબ ભૂખી છે અને અનાજ લેવા આવી છે. સંત તુકારામની કરુણાસભર આંખોએ એની પીડા જોઈ લીધી. અનાજ તો ખલાસ થઈ ગયું હતું. પોતાના માટે પણ રાખ્યું નહોતું તો એને આપે કઈ રીતે? છતાં તે જગ્યા પરથી ઊભા થઈને શોધવા લાગ્યા કે લોકોને આપતી વખતે કોઈ દાણા જમીન પર વેરાઈ ગયા હોય તો તે ભેગા કરીને તેને આપે. પણ આવા કારમા દુકાળના સમયે કોઈ જમીન પર પડેલા અનાજના દાણાય રહેવા દે ખરું ? તુકારામને તેય ન મળ્યા.

દુકાનની બહાર પણ જોઈ આવ્યા કે અનાજ લઈ જવાની પડાપડીમાં ક્યાંક કોઈનાથી અનાજ ઢોળાઈ ગયું હોય! તુકારામ દુકાન પર પાછા આવીને જુએ છે તો તે સ્ત્રી દુકાનમાં ઢળી પડી છે. તપાસ કરતાં ખબર પડે છે કે ભૂખને કારણે તેના પ્રાણપંખેરુ શરીર છોડીને ઊડી ગયા છે. સંતના દયાળુ હૃદયમાંથી પીડાની ચીસ ઊઠે છે એમની આંખો ભીની થઈ જાય છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એમના મુખેથી એક અભંગ સરી પડે છે – એક સ્ત્રી અનાજ… અનાજ… કરતી ભૂખથી તડપતી મરી ગઈ… શરમથી મારું માથું ઝૂકી જાય છે. તે અનાજની આશાએ આવી હતી મારે ત્યાં અનાજનો દાણોય નથી રહ્યો. હું કરું તો શું કરું ? હે ભગવાન ! તેં આવા દિવસો કેમ આપ્યા ?

છત્રપતિ શિવાજી સાધુ-સંતો પર બહુ શ્રધ્ધા ધરાવતા અને એમના દર્શન કરી તેમને અન્ન-વસ્ત્ર કે ભૂમિનું દાન કરતા. તુકારામની સંત તરીકેની ખ્યાતિ તેમના સુધી પણ પહોંચી એટલે તેમણે પુષ્કળ અન્ન અને ધન તુકારામને ભેટ મોકલ્યા પણ તુકારામે તે બધું પાછું મોકલી એક કાગળમાં કવિતા લખી મોકલી- ‘ભિક્ષાથી મારું પેટ ભરાય છે અને ચીંથરાથી અંગ ઢંકાય છે. સૂવા માટે ઓટલો છે ને ઓઢવા માટે આકાશ છે. પછી મારે બીજું શું જોઈએ ?
શિવાજી, તું રાજા છે, સત્યને રસ્તે ચાલ ને નીતિને વળગી રહે !
પ્રજાનું યોગ્ય પાલન કર,
અનાથનું રક્ષણ કરે અને પ્રભુનું સ્મરણ કર !
બસ, તારા તરફથી મારે એ જ ભેટ જોઈએ !’

તુકારામનો પત્ર વાંચી શિવાજી સામે ચાલીને તેમના દર્શન કરવા આવ્યા અને તેમના ભજન સાંભળ્યા. તેનાથી તે એટલા બધા પ્રભાવિત થયા કે તે વારંવાર તેમના ભજન સાંભળવા જવા લાગ્યા. એક વાર તો તેમણે રાજપાટ પર વૈરાગ્ય આવી જતા રાજવી પોશાક ઉતારી નાંખ્યો અને વનમાં ચાલ્યા ગયા. શિવાજીના માતા જીજાબાઈને આ ખબર પડતા તે ચિંતિત થયા અને તુકારામને વિનંતી કરી કે તે શિવાજીને પાછું રાજપાટ ગ્રહણ કરવા સમજાવે. જો તે સાધુ થઈ જશે તો એ રાજ્યની શી દશા થશે? એટલે શિવાજી તુકારામ પાસે ભજન સાંભળવા ફરીવાર આવ્યા ત્યારે તુકારામે તેમને ઉપદેશ આપતા કહ્યું –
જે માણસ પોતાની ફરજ ચૂકે છે તે બધું જ ચૂકે છે! બ્રાહ્મણે બ્રાહ્મણની ફરજ બજાવવાની છે અને રાજાએ રાજાની! પ્રજાને સુખી કરવી એ રાજાનો ધર્મ છે !
શિવાજીએ સંત તુકારામનો ઉપદેશ માથે ચડાવી લીધો અને ફરી રાજવી પોશાક ધારણ કરી રાજકાજમાં મન પરોવી દીધું.

મહારાષ્ટ્રના ગામે ગામમાં આજે પણ સંત તુકારામના ‘અભંગો’ ગવાય છે. આ અભંગો સમાજનું પુનરુત્થાન કરનારા છે. સંત તુકારામને સદૈવ એમની ભક્તિ, સેવા, પરાયણતા, ત્યાગવૃત્તિ, તિતિક્ષા અને કરુણાથી યાદ કરાય છે.

પંડિત ભીમસેન જોશીએ તથા લતા મંગેશકરે ગાયેલા તુકારામના અભંગો સાંભળવા એ એક લ્હાવો છે. એ મેં જ્યારે સાંભળ્યા ત્યારેજ મને તુકારામ સંતમાં રસ પડ્યો હતો નમન છે “અભંગ”ના જનક સંત તુકારામને !!!!

——– જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!