સંત જનાબાઈજી

ભારતની મહારાષ્ટ્રભૂમિએ અનેક મહાન સંતોને જન્મ આપ્યો છે. એમાં કેટલાંક પુરુષ સંત છે તો કેટલાંક મહાન સ્ત્રી સંત પણ છે. આ જ પરંપરામાં સંત જનાબાઈનો પરિચય “નામયાકી દાસી ” અર્થાત સંત નામદેવજીની દાસીનાં રૂપમાં પ્રસિદ્ધ છે. સંત જનાબાઈને મહારાષ્ટ્રના એક કવયિત્રીનાં રૂપમાં પણ જાણે છે !!!

એમણે પોતાનાં કાવ્યના માધ્યમથી દાસ્યભક્તિ , વાત્સલ્યભાવ, યોગમાર્ગ અને એની સાથે સાથે ધર્મ રક્ષા માટે લેવામાં આવેલાં અવતારોનું કાર્ય પણ વર્ણિત કર્યું છે. વિશેષ વાત તો એ છે કે ૧૧મી સદીમાં એક સ્ત્રી થઈને ૬-૭ જ વર્ષની આયુમાં બીજાના ઘરની દાસી થઈને એમણે કાવ્ય થી જ સામાન્ય જણને માર્ગદર્શન આપ્યું છે.

જનાબાઈનો જન્મ  ———

જનાબીનો જન્મ મહારાષ્ટ્રના મરાઠાવાડા પ્રદેશમાં પરભણી મંડલનાં ગામમાં ગંગાખેડમાં દમા અને એની પત્ની કરંડ નામનાં શુદ્ર જાતિના વિઠ્ઠલભક્તનાં ઘરમાં થયો. એનાં પિતાએ પત્ની નાં નિધન પછી જનાબાઈને પંઢરપુરનાં વિઠ્ઠલભક્ત દામાશેટ્ટીના હાથોમાં સોંપી દીધી અને સ્વયં પણ સંસાર છોડી ગયાં.

આ પ્રકારે ૬-૭ વર્ષની આયુમાં જ જનાબાઈ આનાથ થઈને દામાશેટ્ટીના ઘરમાં દાસી થઈને રહેવા લાગી. એમનાં ઘરમાં આવ્યાં પછી દામાશેટ્ટને પુત્રરત્ન પ્રાપ્ત થયો , એજ પ્રસિધ્ધ સંત નામદેવ મહારાજ હતાં. આજીવન જનાબાઈએ એમની સેવા કરી

ગુરુની પ્રાપ્તિ  ——-

સંત નામદેવ મહારજનાં સત્સંગમાં જ જનાબાઈને પણ વિઠ્ઠલ ભક્તિની આસ લાગી. ઘરકામ કરતી વખતે એ નામ-જાપ કરવાં લાગી. થોડાંક જ દિવસોમાં એમનું નામ-જાપ નિરંતર થવાં લાગ્યું. સંત નામદેવ મહારાજે એને પોતાની શિષ્ય તરીકે સ્વીકારી લીધી. પરંતુ જનાબાઈએ સ્વયંનો ઉલ્લેખ કયારેય શિષ્ય ન કરતાં માત્ર એમની દાસી તરીકે જ ઓળખાવાનું મુનાસીબ માન્યું.

જનાબાઈની કાવ્ય રચના  ———-

સંત જનાબાઈની ભાવ કવિતા ભગવતની પ્રીતિથી ઓતપ્રોત છે. સંત જનાબાઈનાં નામ પર લગબગ ૩૫૦ અભંગ (નાની કવિતા ) સકલ સંત ગાથામાં મુદ્રિત છે. આની અતિરિક્ત કૃષ્ણજન્મ ,અન્ય બાલક્રીડા ,દશાવતાર, પ્રહલાદચરિત, હરિશ્ચંદ્રાખ્યાન , દ્રૌપદી વસ્ત્રહરણ એવાં આખ્યાન આદિ રચનાઓ એમણે કરી છે

જનાબાઈ અને વિઠ્ઠલ  ———-

ગુરુની પ્રતિ એમનો ભક્તિ-પ્રેમ ભાવ તથા કૃતજ્ઞતા -ભાવ એમનાં અભંગમાં વ્યક્ત થયો છે. વિવાહ માટે જયારે વર વધુનાં ઘરે આવે છે તો એમની સાથે આવવાં વાળાં બારાતીઓને અનાયાસ જ મિષ્ટાન તથા માન-સન્માન નો લાભ મળે છે. એજ પ્રકારે સંત નામદેવજીએ મને શિષ્ય અર્થાત દાસીનાં રૂપમાં સ્વીકાર કરવાને કારણે મને વિઠ્ઠલ પ્રાપ્તિ થઇ છે !!!

સંત જનાબાઈ વિઠ્ઠલને કયારેક પોતાની માતા, કયારેક પિતા, કયારેક પુત્ર તો ક્યારેક સખા માનતી હતી. અર્થાત મનની સ્થિતિ કેવી પણ હોય ….. પ્રત્યેક પ્રસંગમાં એ વિઠ્ઠલનાં સ્મરણમાં જ રહેતી હતી. ઘરના સદસ્યોની સંખ્યા કુલ ૧૫ હતી. દાસી હોવાનાં કારણે પ્રાય: ઘરનાં બધાં જ કામો એણે જ કરવાં પડતાં હતાં. કપડાં ધોવાં, વાસણ માંજવા , સ્વચ્છતા , નદીમાંથી પાણી ભરી લાવવું ,ચક્કી પીસ્વી, આનાજ વિનવું , ઝાડુ મારવું , ઘર-આંગણની લિપા-પોતી કરવી , રંગોળી સજાવવી, નગર બહારથી લાકડીઓ શોધી લાવવી એવાંબધાં બહુજ કામો એને કરવાં પડતાં હતાં.

જયારે વિઠ્ઠલ જનાબાઈની ફાટેલી ચાદર ઓઢીને ભાગ્યાં ———-

વિઠ્ઠલ એમની સાથે બધાં જ કાર્યો કરતાં …… જયારે એ ચક્કી ચલાવતી તો વિઠ્ઠલ એમની સાથે ચક્કી ચલાવતા, જયારે એ છાણા થાપતી એ પણ છાણા થાપવાં લાગતાં અને જયારે બધાં જ કામોમાંથી ફુરસત મળતી તો વિઠ્ઠલ એમનાં વાળમાં માખણ લગાડીને માલીશ કરતાં પછી એમણે નવડાવતાં…… આરીતે વિઠ્ઠલનાથ જનાબાઈની દરેક રીતે મદદ કરતાં રહેતાં હતાં અને દરેક વખતે એમની સાથેને સાથે જ રહેતાં હતાં.

સાથે જ વિઠ્ઠલ પ્રતિદિન રાતના એમની સાથે વાતો કરવાં આવતાં હતાં અને બંને જણ વાર્તાલાપમાં તન્મય થઇ જતાં પરંતુ એક દિવસ વાત કરતાં કરતાં વિઠ્ઠલજીને નિદ્રા આવી ગઈ, પરંતુ સમય પર જાગૃત ન થવાના કારણે જનાબાઈએ એમણે જગાડયાં. વિલંબ થવાનાં કારણે હડબડીમાં વિઠ્ઠલ પોતાનું ઉપરણું અને આભુષણ ત્યાં જ ભૂલીને જનાબાઈની ચાદર ઓઢીને દોડતાં દોડતાં મંદિરમાં જઈને ઉભાં રહી ગયાં

એટલામાં પૂજા કરવાંવાળાં બ્રાહ્મણો આવ્યાં એમણે જોયું કે ભગવાન વિઠ્ઠલનાં અંગ પર આભુષણ તથા ઉપરણ ન હોઈને એક ફાટેલી ચાદર છે બ્રાહ્મણને લાગ્યું કે એ ચોરી થઇ ગયાં છે !!!!!! રાજાને કાને આ વાત પહોંચાડી પુછપરછ કરવાં પર એ જ્ઞાત થયું કે એ ફાટેલી ચાદર જનાબાઈની છે !!!!

લોકો એને ચોર સમજીને મારવાં લાગ્યાં જનાબાઈ વિઠ્ઠલને યાદ કરવાં લાગી, પણ વિઠ્ઠલ ના આવ્યાં એટલે જનાબાઈને એમનાં પર બહુજ ક્રોધ આવ્યો. રાજાએ જનાબાઈને શૂળીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો. રાજાજ્ઞા અનુસાર ચંદ્રભાગા નદી તટ પર શૂળીની બધી જ સિદ્ધતા થઇ ગઈ. એમણે અંતિમ ઈચ્છા પૂછી તો જનાબાઈએ વિઠ્ઠલનાં દર્શનની આસ બતાવી.

એમણે દર્શન માટે મંદિરમાં લાવવામાં આવ્યાં જ્યાં વિઠ્ઠલ રૂઠેલું મો કરીને ઉભાં છે. આ જોઈ ને એમનો વાત્સલ્યભાવ જાગૃત થયો !!! એમણે બહુજ વત્સલતાપૂર્વક કહ્યું ” વિઠ્ઠલા તમારે કારણે જ મારે બહુજ શ્રમ ઉઠાવવાં પડયાં છે. મારાથી બહુજ અપરાધ થયાં છે ……. મને ક્ષમા કરી દો !!!” એટલું કહેતાં જ એમનાં નેત્રો ભરાઈ આવ્યાં અને વિઠ્ઠલને ગળે લગાડીને પોતાનાં પાલવથી વિઠ્ઠલનું મુખ લૂછતાં લૂછતાં જનાબાઈ એમણે સાંત્વના આપવાં લાગી કે “મારાં જીવનધાર તમે દુખી ના થાઓ” ત્યાંથી લોકો ચંદ્રભાગા નદી તટ પર આવ્યાં

જનાબાઈએ નદીમાં સ્નાન કર્યું  ——–

ભક્ત પુંડલિકના મંદિરમાં જઈને દર્શન કર્યા અને એ શૂળીની સામે જઈને ઉભી રહી ગઈ. અચાનક એ શૂળીનું રૂપાંતર એકાએક ચંપાના ફૂલોથી હર્યાભર્યા ઝાડમાં થઇ ગયું. બધાં લોકો આશ્ચર્યથી જોવા લાગ્યાં. ત્યાં વૃક્ષનું પણ પાણી થઇ ગયું. બધાં લોકોએ જનાબાઈનો જય જય કાર કર્યો.

જનાબાઈજીને થઇ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ  ——–

એમણે જયારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું તો સર્વત્ર વિઠ્ઠલ જ દેખાવાં લાગ્યાં. પોતાની આ અવસ્થાનું વર્ણન એ આ પ્રકારે કરે છે કે  —-
અન્નરૂપ તથા જલરૂપ બ્રહ્મનું સેવન કરું છું, શય્યારૂપ બ્રહ્મ પર નિદ્રા લઉં છું ,જીવનરૂપી બ્રહ્મ સાથે વ્યવહાર કરું છું. આ વ્યવહારમાં, હું બધાં માંથી બ્રહ્મ લઉં છું. જ્યાં ત્યાં બસ બ્રહ્મ જ જોઉં છું હું સ્બહ્ય અંતરી બ્રહ્મ જ થઇ ગઈ છું !!!

સમાધિ  ———-

એમણે પોતાના ઉદાહરણથી સમસ્ત સંસારને બતાવી આપ્યું કે ઈશ્વર પ્રાપ્તિ માટે કર્મકાંડ , ધન -સંપત્તિની, ઘર સંસારનો ત્યાગ કરવાની અથવા કોઈ પણ આડંબરની આવશ્યકતા ના હોઈને કેવળ ભગવાન પ્રત્યે શુદ્ધ ભાવ જ હોવો આવશ્યક છે …… આ મહાન સંત કવયીત્રી જનાબાઈએ શ્રીક્ષેત્ર પંઢરપુરનાં મહાદ્વારમાં અષાઢ કૃષ્ણ ત્રયોદશી સંવત ૧૨૭૨નાં રોજ સમાંધી લઇ લીધી તથા વિઠ્ઠલ ભગવાનમાં વિલીન થઇ ગઈ !!!!

સંત કવયિત્રી અને પરમ વિઠ્ઠલ ભક્ત
જનાબાઈને શત શત વંદન !!!!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!