ગુરુ સમર્થ રામદાસ

  • પૂરું નામ  – નારાયણ સુર્યાજીપંત કુલકર્ણી
  • જન્મ  – શક સંવત ૧૫૩૦.. ઇસવીસન ૧૬૦૮
  • જન્મભૂમિ – ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર
  • મૃત્યુતિથિ –  શાલિવાહન શક ૧૬૦૩.. ઇસવીસન ૧૬૮૨
  • મૃત્યુ સ્થાન – સજ્જનગઢ મહારાષ્ટ્ર
  • માતા-પિતા – રાણુબાઈ (માતા)
  • ઉપાધિ – સમર્થ

સમર્થ રામદાસ મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત હતા. તેઓ છત્રપતિ શિવાજીના ગુરુ હતાં. તેમણે ‘દાસબોધ‘ નામનો એક ગ્રંથ પણ રચ્યો હતો , જે મરાઠી ભાષામાં છે. ‘હિન્દુ પદ પદશાહી’ના સંસ્થાપક` શિવાજીના ગુરુ રામદાસજીનું નામ, ભારતના સાધુ-સંતો અને વિદ્વાન સમાજમાં સુવિખ્યાત છે. મહારાષ્ટ્ર અને સમગ્ર દક્ષિણ ભારતમાં તો પ્રત્યક્ષ ભગવાન હનુમાનજીના અવતારના રૂપમાં એમની પૂજા કરાય છે.

જન્મ  ———–

સમર્થ રામદાસનો જન્મ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનાં જાંબ નામના સ્થાનક પર શક સંવત ૧૫૩૦માં સન ૧૬૦૮માં થયો હતો. એમનું આખું નામ નારાયણ સુર્યાજીપંત કુલકર્ણી હતું.

બાલ્યકાળ ———-

પોતાનાં બાલ્યકાળમાં સમર્થ રામદાસ બહુજ શરારતી હતાં. ગામના લોકો રોજ જ એમની શિકાયત એમની માતાને આવીને કરતાં હતાં. એક દિવસ માતા રાણુબાઈએ નારાયણનને કહ્યું  ——- “કૈક કામ કર્યા કર …..તું આખોદિવસ શરારત જ કરતો રહેતો હોય છે. તારાં મોટા ભાઈ ગન્ગાધારને પરિવારની કેટલી બધી ચિંતા છે !!!” આ વાત નારાયણનાં મનમાં ઘર કરી કરી ગઈ, ૨-૩ દિવસ પછી એમણે પોતાની શરારત છોડી દઈને એક કમરામાં પોતે ધ્યાન ધરવા બેસી ગયાં. આખા દિવસમાં નારાયણે નાં જોયો તો માતાએ મોટાં દીકરાને નારાયણ વિષે પૂછ્યું, બંને એમને શોધવા નીકળી પડ્યાં, પરતું એમનો કોઈજ અતોપતો માળ્યો નહીં !!!

સાંજના સમયે માતાએ એમને એક કમરમાં ધ્યાનસ્થ અવસ્થામાં જોયાં તો એણે પૂછ્યું  ——” નારાયણ તું અહીંયા શું કરે છે ?”

ત્યારે નારાયણે જવાબ આપ્યો —- ” હું સમગ્ર વિશ્વની ચિંતા કરું છું !!!”

યુવાવર્ગને પ્રેરણા  ———

આ ઘટન પછી નારાયણની દિનચર્યા જ બદલાઈ ગઈ. એમણે સમાજના યુવાવર્ગને એ સમજાવ્યું કે સ્વસ્થ એવં સુગઠિત શરીર દ્વારા જ રાષ્ટ્રની ઉન્નતિ સંભવ છે. એટલાં માટે એમણે વ્યાયામ એવં કસરત કરવાની સલાહ આપી. એવં શક્તિના ઉપાસક ભગવાન શ્રી રામનાં ભક્ત હનુમાનજીની મૂર્તિની સ્થાપન કરી !!!! સમસ્ત ભારતની એમણે પદ ભ્રમણ કર્યું ….. જગ્યા -જગ્યાએ એમણે હનુમાનજીની મૂર્તિની સ્થાપન કરી. ઘણી બધી જગ્યાએ મઠ એવં મઠાધીશ બનાવ્યાં. જેથી કરીને રાષ્ટ્રમાં નવ-ચેતનાનું નિર્માણ થઈ શકે

Samarth Ramdas

જીવનનું લક્ષ્ય  ———–

આખ્યાયિકા છે કે ૧૨ વર્ષની અવસ્થામાં પોતાનાં સમયે “શુભમંગલ સાવધાનમાં “સાવધાન” શબ્દ સાંભળીને નારાયણ વિવાહના મંડપમાંથી નીકળી ગયાં અને ટાકલી નામનાં સ્થાને ભગવાન શ્રી રામચંદ્રજીની ઉપાસનામાં સલગ્ન થઇ ગયાં. ઉપાસનામાં ૧૨ વર્ષ સુધી લીન રહ્યાં…..અહીં એમનું નામ રામદાસ પડયું!!! એના પછી ૧૨ વર્ષ સુધી એ ભારત ભ્રમણ કરતાં રહ્યાં. આ પ્રવાસમાં એમણે જે જનતાની દુર્દશા જોઈ એનાથી એમનું હૃદય સંતપ્ત થઇ ગયું. એમણે મોક્ષ સાધનાનાં સ્થાન પર પોતાનાં જીવનનું લક્ષ્ય સ્વરાજની સ્થાપના દ્વારા આતતાયી શાસકોના અત્યાચારોથી જનતાને મુક્તિ અપાવવામાં લગાવ્યું. શાસનની વિરુદ્ધ જનતાને સંઘઠીત થવાનો ઉપદેશ આપીને ફરવાં લાગ્યાં !!!!

કાશ્મીરથી કન્યાકુમારી સુધી એમણે ૧૧૦૦ મઠ તથા અખાડા સ્થાપિત કરીને સ્વરાજ સ્થાપના માટે જનતાને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં એમણે છત્રપતિ શિવાજી મહારાજ જેવાં અતિયોગ્ય શિષ્યનો એમણે લાભ થયો !!! અને સ્વરાજ સ્થાપનાનાં સ્વપ્નને સાકાર થતાં જોવાનું સૌભાગ્ય એમને જીવનકાળમાં જ પ્રાપ્ત થઇ શક્યું. એ સમયે મહારાષ્ટ્રમાં મરાઠાઓનું શાસન હતું. શિવાજી મહારાજ રામદાસજીનાં કાર્યથી બહુજ પ્રભાવિત થયાં જ્યારે એમનું મિલન થયું ત્યારે શિવાજી મહારાજે પોતાનું રાજ્ય રામદાસજીની ઝોળીમાં નાખી દીધું.. રામદાસે મહારાજને કહ્યું  —— ” આ રાજ્ય ન તમારું છે …… ન મારું છે !!!! આ રાજ્ય તો ભગવાનનું છે ,આપણે સૌ તો માત્ર ન્યાસી છીએ. શિવાજી વખતો વખત એમની પાાસે સલાહ-મશવરા કરતાં હતાં !!!!

રામદાસ સ્વામીએ ઘણાં ગ્રંથો લખ્યાં છે, એમાં “દાસબોધ” મુખ્ય છે ….. આ પ્રકારે એમણે આપણા મનને પણ સંસ્કારિત કર્યું માન્ચે શ્લોક દ્વારા !!!!

વ્યક્તિત્વ  ——-

સમર્થ ગુરુ રામદાસનું વ્યક્તિત્વ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી ઓતપ્રોત હતું. મુખમંડલ પર દાઢી તથા મસ્તક પર જટાઓ, ભાલ પ્રદેશ પર ચંદનનું તિલક કરતાં હતાં. એમનાં ખભે ભીક્ષા માટે ઝોળી રહેતી હતી. તથા બીજાં હાથમાં યોગદંડ રહેતો હતો. પગમાં લાકડાની પાદુકાઓ ધારણ કરતાં હતાં. યોગશાસ્ત્ર અનુસાર એમની ભુચરી મુદ્રા હતી. મુખમાં સદૈવ રામનામનો જપ ચાલ્યાજ કરતો હતો અને બહુજ ઓછું બોલતાં હતાં. એ સંગીતના જાણકાર હતાં  !!!! એમણે અનેક રગોમાં ગવાય એવી રચનાઓ કરી છે. એ પ્રતિદિન ૧૨૦૦ સૂર્ય નમસ્કાર કરતાં હતાં. આ કારણે એમનું શરીર અત્યંત બળવાન હતું. જીવનના અંતિમ કેટલાંક વર્ષ છોડીને આખાં જીવનમાં એ કયારેય પણ એક જગ્યાએ નથી રોકાયા!!! એમનું વાસ્તવ્ય દુર્ગમ ગુફાઓ, પર્વત શિખર, નદીના કિનારાઓ તથા ઘેઘુર અરણ્યમાં રહેતાં હતાં એવો સમકાલીન ગ્રંથમાં ઉલ્લેખ છે !!!

અંતિમ સમય  ——–

પોતાનાં જીવનનો અંતિમ સમય સમર્થ રામદાસે સતારા પાસે પરલીનાં કિલ્લા પર વ્યતીત કર્યો. પછીથી એ કિલ્લાનું નામ સજ્જનગઢ પડયું. તમીલનાડુના તાંજાવુર ગ્રામમાં રહેનાર અરણીકર નામના એક અંધ કારીગરે પ્રભુ રામચંદ્ર , માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિ બનાવીને સજ્જનગઢ મોકલી. આ મૂર્તિની સામે સમર્થ રામદાસે અંતિમ પાંચ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા અને પૂર્વસૂચના આપીને વાદ્ય નવમી શાલિવાહન શક સંવત ૧૬૦૩ ઇસવીસન ૧૬૮૨ એ ૭૩ વર્ષની આયુમાં રામનામનો જાપ કરતાં કરતાં પદ્માસનમાં બેસીને બ્રહ્મલીન થઇ ગયાં !!!!

મહારાષ્ટ્ર સજ્જનગઢમાં એમની સમાધિ સ્થિત છે. આ સમાધિ દિવસ દાસનવમીનાં નામથી પણ ઓળખાય છે. પ્રતિવર્ષ સમર્થ રામદાસના ભક્ત ભારતનાં વિભિન્ન પ્રાંતમાં બે મહિનાનો પ્રવાસ કાઢે છે !!!! અને એ પ્રવાસમાં મળેલી મળેલી ભીક્ષાથી સજજનગઢની વ્યવસ્થા ચાલે છે !!!!

થોડુંક વધારે  ———

સમર્થ રામદાસનો એક પ્રસંગ  ——-

એકવાર શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસ તિર્થાટન માટે નિકળેલા. થાક ઉતારવા માટે તેઓ એક ઝાડના છાંયડે બેઠા. થાકના કારણે થોડા જ સમયમાં એમને ઉંઘ આવી ગઇ. બધા શિષ્યોને પણ ખુબ જ ભુખ લાગી હતી. આથી ગુરુને ઉંઘતા જોઇને તે પૈકીના કેટલાક ખોરાક શોધવા માટે નિકળ્યા. થોડે દુર એક ખેતરમાં શેરડી વાવેલી હતી. તેઓ બધા આ ખેતરમાં ગયા અને શેરડી કાપીને ખાવા લાગ્યા. ખેતરનો માલિક આવ્યો એટલે બધા ભાગીને સ્વામી રામદાસ પાસે બેસી ગયા. જ્યારે ખેડુત સ્વામી રામદાસ પાસે પહોંચ્યો તો સ્વામીજીને જોઇને જ એ સમજી ગયો કે આ બધા બાવાઓનો ગુરુ આ જ છે.

એ સ્વામી રામદાસને ઓળખતો નહોતો આથી ગુસ્સામાં આવીને એમણે સ્વામી રામદાસને એક તમાચો મારી દીધો. સ્વામીના શિષ્યો ખેડુતને મારવા ઉભા થયા એટલે સ્વામીજીએ એમને અટકાવ્યા અને પેલા ખેડુતને પુછ્યુ , ” ભાઇ , મેં તો તારુ કંઇ જ નથી બગાડ્યુ તો પછી તે મને શા માટે તમાચો માર્યો ? ” પેલા ખેડુતે બધી વાત કરી એટલે સ્વામી રામદાસનું મસ્તક શરમથી ઝુકી ગયુ અને એમણે ખેડુતની માફી માંગી તથા તેની શેરડીનું મૂલ્ય ચુકવી આપવાનું વચન આપ્યુ.

ખેડુત ત્યાંથી રવાના થયો. ગુરુજીના ગાલ પર તમાચો પડવાથી બધા શિષ્યો અત્યંત ક્રોધિત હતા. એકે તો કહ્યુ , ” ગુરુજી , આપે અમને કેમ અટકાવ્યા ? એણે આપના ગાલ પર તમાચો માર્યો. આપનું આ અપમાન અમારાથી કેમ સહન થાય ? ” સ્વામી રામદાસે કહ્યુ , ” મારા ગાલ પર કોઇ તમાચો મારે તો તેની તમને બહુ પીડા થાય છે પણ સ્વામી રામદાસના શિષ્ય થઇને કોઇના ખેતરમાંથી માલિકને પુછ્યા વગર શેરડીની ચોરી કરતી વખતે પીડા કેમ નહોતી થઇ ? ત્યારે એવો વિચાર કેમ ન આવ્યો કે અમે સમર્થના શિષ્યો છીએ અને અમારી આ હરકતથી સમર્થનું નાક કપાશે અને અપમાન થશે.

મિત્રો , કોઇ ધર્મ કે ધર્મગુરુ સાથે સંકળાયેલા આપણે સૌ એ ધર્મ કે ધર્મગુરુ વિષે કોઇ ઘસાતું બોલે ત્યારે સ્વામી રામદાસના શિષ્યોની જેમ જ ઘસાતું બોલનારને મારવા તૈયાર થઇ જઇએ છીએ, પણ સામે વાળી વ્યક્તિ ધર્મ કે ગુરુ વિષે ઘસતુ બોલે છે એ માટે ક્યાંક હું કે મારો કોઇ સહાનુયાયી તો જવાબદાર નથીને ? આવો વિચાર આપણામાંથી કેટલાને આવે છે ?

મનનાં શ્લોક  ——-

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો

પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો

ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?

મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે

મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

નોંધ —— આ માત્ર નમૂનાઓ જ છે ….બધાં નથી હોં કે !!!!

જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ. એમાંય છત્રપતિ શિવાજીના ગુરુ પ્રત્યે તો આદર જ હોય, પરમ હનુમાન ભક્ત અને વિદ્વાન અનુભવી ગુર સમર્થ રામદાસને શત શત નમન !!!!

———- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!