મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને એક આ રાજા છે જેના પરાક્રમગાથાઓનો કોઈ જ પાર નથી. વિદ્વત્તા અને સાંસ્કૃતિકતાનો પર્યાય એટલે મહારાજા ભોજ !!!
એક વિશ્વવંદનીય શાસક એવં માં સરસ્વતીનાં વરદપુત્ર !!
માં સરસ્વતીના વરદપુત્ર “મહારાજા ભોજ”
પરમાર વંશના સૌથી મહાન અધિપતિ મહારાજા ભોજે ધારમાં ઇસવીસન ૧૦૦૦ થી ઇસવીસન ૧૦૫૫ સુધી શાસન કર્યું. જેનાથી એમની કીર્તિ દૂર દૂર સુધી પહોંચી !!!
એમની તપોભૂમિ ધારા નગરીમાં હતી. એની તપસ્યા અને સાધનાથી પ્રસન્ન થઈને માં સરસ્વતીએ સ્વયં પ્રકટ થઈને દર્શન આપ્યાં હતાં !!! માં ના સાક્ષાત્કાર પશ્ચાત એ દિવ્યસ્વરૂપને માં વાગ્દેવીની પ્રતિમાનાં રૂપમાં અવતરિત કરીને ભોજશાલામાં સ્થાપિત કરાવી !!! રાજા ભોજે ધાર, માંડવ તથા ઉજ્જૈનમાં સરસ્વતી કંઠભરણ નામનું ભવન બનાવ્યું હતું !!! ભોજનાં સમયમાં જ મનોહર વાગ્દેવીની પ્રતિમા સંવત ૧૦૯૧ (ઇસવીસન ૧૦૩૪)માં બનાવી હતી !!! અંગ્રેજોના સમયમાં આ મૂર્તિને અંગ્રેજ શાસક લંડન લઇ ગયાં. એ આજે પણ ત્યાંનાં સંગ્રહાલયમાં બંદી છે !!
★ મહાન શાસક ★
મહારાજા ભોજ મુંજનાં નાનાં ભાઈ સિંધુરાજનાં પુત્ર હતાં. રોહ્ક એમનાં પ્રધાન મંત્રી અને ભુવનપાલ મંત્રી હતાં. કુલચંદ્ર, સાઢ તથા તરાદીત્ય એમનાં સેનાપતિ હતાં જેમની સહાયતાથી ભોજે રાજ્યસંચાલન સુચારુ રૂપથી કર્યું હતું. પોતાના કાકા મૂંજની જેમ જ પશ્ચિમી ભારતમાં એક સામ્રાજ્ય સ્થાપિત કરવાં માંગતા હતાં અને આ ઈચ્છાની પૂર્તિ માટે એને પોતાનાં પાડોશી રાજયોની દરેક દિશામાં યુધ્દ્ધ કરવું પડયું હતું !! એમણે દહાલના કલચુરી ગાંગેયદેવની તથા તાંજોરનાં રાજેન્દ્રચોલ સાથે સંધિ કરી અને સાથો સાથ દક્ષિણ પર આક્રમણ પણ કરી દીધું, પરંતુ તત્કાલીન રાજા ચાલુક્ય જયસિંહ દ્વિતીયે બહાદુરીપૂર્વક સામનો કર્યો અને પોતાનું રાજ્ય બચાવી લીધું !!!
સન ૧૦૪૪માં થોડાં સમય પછી જયસિંહના પુત્ર સોમેશ્વર દ્વિતીયે પરમારો સાથે ફરીથી શત્રુતા કરી અને માલવ રાજ્ય પર આક્રમણ કરીને ભોજને ભાગવા માટે બાધ્ય કરી દીધાં !!! ધારાનગરી પર આધિકાર કરી લીધા પછી એમણે ત્યાં આગ લગાડી દીધી પછી સોમેશ્વરે માલવા છોડી દીધું અને રાજા ભોજે રાજધાનીમાં પાછાં ફરીને સત્તાધિકાર પ્રાપ્ત કર્યો !!!
સન ૧૦૧૮માં થોડાંક જ પહેલાં રાજા ભોજે ઇદ્રસ્થ નામના એકવ્યક્તિને હરાવ્યો હતો જે સંભવત : કલિંગનાં ગંગ રાજાઓનો સામંત હતો !!! જયસિંહ દ્વિતીય તથા ઇન્દ્રસ્થની સાથે યુદ્ધ સમાપ્ત કરી લીધાં પછી રાજા ભોજે પોતાની સેના ભારતની પશ્ચિમી સીમા સાથે લાગેલાં દેશો તરફ ધપાવી અને લાટનામના રાજ્ય પર કે જેનો વિસ્તાર દક્ષિણ મુંબઈ રાજ્યની અંતર્ગત સુરત સુધી હતો એનાં પર અક્રમન કરી દીધું !!! ત્યાંના રાજા ચાલુક્ય કીર્તિરાજે આત્મસમર્પણ કરી દીધું અને ભોજે કેટલાંક સમય સુધી એનાં પર અધિકાર જમાવ્યો આના પછી લગભગ સન ૧૦૨૦માં રાજા ભોજે લાટનાં દક્ષિણમાં સ્થીત થાણા જિલ્લાનાંથી લઈને માલાગાર સમુદ્રતટસુધી વિસ્તૃત કોંકણ પર આક્રમણ કર્યું અને શિલાહારોનાં અરિકેશરી નામનાં રાજાને હરાવ્યો. કોંકણને પરમારોનાં રાજ્ય સાથે મિલાવી દીધું
મહારાજા ભોજનાં પરાક્રમને કારણે જ મહેમુદ ગઝનીએ કયારેય મહારાજા ભોજનાં રાજ્ય પર અક્રમણ નહોતું કર્યું !!! તથા સોમનાથ વિજય પશ્ચાત તલવારનાં બળ પર બનાવવામાં આવેલાં મુસલમાનોને પુન: હિંદુધર્મમાં પાછાં લાવવાનું મહાન કાર્ય કર્યું !!! ભોજે એકવાર દાહલનાં કલચુરી ગાંગેયદેવની વિરુદ્ધ કે જેણે દક્ષિણ પર આક્રમણ કરતી સમયે એમનો સાથ આપ્યો હતો એના પર પણ ચઢાઈ કરી દીધી હતી ગાંગેયદેવ હારી ગયો પરંતુ એને આત્મસમર્પણ નહોતું કરવું પડયું !!! સન ૧૦૪૪ની થોડોક જ સમય પહેલાં ગાંગેયનાં પુત્ર કર્ણે ગુજરાતનાં ચાલુક્ય ભીમ પ્રથમની સાથે એક સંધિ કરી લીધી અને માલવ પર પૂર્વ તથા પશ્ચિમ બાજુએથી આક્રમણ કરી દીધું
ભોજ પોતાનું રાજ્ય બચાવવાનો પ્રબંધ કરી જ રહ્યાં હતાં ત્યાં બીમારીને કારણે એમનું મૃત્યુ થઇ ગયું અને રાજ્ય સુગમતાથી આક્રમણકારીઓનાં અધિકારમાં ચાલ્યું ગયું !!!
★અનોખા કાવ્યરસિક★
મહારાજા ભોજ ★
માં સરસ્વતીની કૃપાથી મહારાજા ભોજે ૬૪ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તથા પોતાનાંયુગનાં બધાં જ જ્ઞાત વિષયો પર ૮૪ ગ્રંથો લખ્યાં. જેમાં ધર્મ, જ્યોતિષ, આયુર્વેદ, વ્યાકરણ, વાસ્તુશિલ્પ, વિજ્ઞાન, કલા,નાટ્યશાસ્ત્ર ,સંગીત, યોગશાસ્ત્ર,દર્શન, રાજનીતિશાસ્ત્ર આદિ પ્રમુખ છે !!!
સમરાંગણ સુત્રધાર, સરસ્વતી કંઠાભરણ, સિદ્ધાંત સંગ્રહ, રાજકાર્તડ, યોગ્યસૂત્રવૃત્તિ, વિદ્યા વિનોદ, યુક્તિ કલ્પતરુ, ચારુ ચર્ચા, આદિત્ય પ્રતાપ સિદ્ધાંત, આયુર્વેદ સર્વસ્વ શ્રુંગાર પ્રકાશ, પ્રાકૃત વ્યાકરણ, કુર્મશતક, શ્રુંગાર મંજરી, ભોજચમ્પુ, કૃત્યકલ્પતરુ, તત્વપ્રકાશ, શબ્દાનુશાસન, રાજમૃડાડ આદિની રચના કરી !!!
ભોજ પ્રબંધનમ એમની આત્મકથા છે !!!
હનુમાનજી દ્વારા રચિત રામકથાનો શિલાલેખ સમુદ્રમાંથી કાઢીને ધારા નગરીમાં એની પુન:રચના કરાવી જે હનુમાન્નાટકનાં રૂપમાં વિશ્વવિખ્યાત છે !!! તતપશ્ચાત એમણે ચમ્પુ રામાયણની રચના કરી જે પોતાનાં માં ગદ્યકાવ્યમાટે વિખ્યાત છે. ચમ્પૂ રામાયણ મહર્ષિ વાલ્મીકિદ્વારા રચિત રામાયણ પછી સૌથી સટીક તથ્ય પ્રખર મહાગ્રંથ છે. મહારાજા ભોજ વાસ્તુશાસ્ત્રનાં જનક મનાય છે ……
સમરાનંસુત્રધાર ગ્રંથ વાસ્તુ શાસ્ત્રનો સૌથી પ્રથમ જ્ઞાત ગ્રંથ છે. એ ત્યાંત જ્ઞાની, ભાષાવિદ, કવિ અને કલાપારખું પણ હતાં. એમનાં સમયમાં કવિઓ ને રાજ્યમાં આશ્રય મળતો હતો. સરસ્વતી કંઠાભરણ એમની પ્રસિદ્ધ રચના છે !!! આ સિવાય અનેક સંસ્કૃત ગ્રંથો, નાટકો, કાવ્યો અને લોકકથાઓ માં રાજા ભોજનું અમિટ સ્થાન છે !!
એવાં મહાન રાજા હતાં ભોજ કે એમનાં શાસનકાળમાં ધારાનગરી કલાઓ અને જ્ઞાન માટે આખાં વિશ્વમાં પ્રસિદ્ધ હતી !!! મહારાજા ભોજની કાવ્યાત્મક લલિત અભિરુચિ, સુક્ષ્મ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ એમણે દૂરદર્શી અને લોકપ્રિય બનાવતાં રહ્યાં !!!
માલવમંડન, માલવાધીશ, માલવચક્રવર્તી, સાર્વભૌમ, અવંતિનાયક, ધારેશ્વર, ત્રિભુવનનારાયણ, રણરંગમલ્લ, લોક્નારાયણ, વિદર્ભરાજ. અહિરરાજ અથવા અહીન્દ્ર, અભીનવાર્જુન, કૃષ્ણ આદિ કેટલાં બિરુદોથી ભોજ વિભૂષિત હતાં !!!
★ વિશ્વવિખ્યાત વિદ્વાન ★
આઈને- એ- અકબરીમાં પ્રાપ્ત ઉલ્લેખો અનુસાર ભોજની રાજસભામાં પાંચસો વિદ્વાન હતાં !!! આ વિદ્વાનોમાં નવરત્નનું નામ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. મહારાજા ભોજે પોતાનાં ગ્રંથોમાં વિમાન બનાવવાની વિધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે …… ચિત્રોનાં માધ્યમથી એમણે એ આખી વિધિ બતાવી છે !!! આજ રીતે એમણે નાવ એવં મોટાં જહાજ બનાવવાની વિધિ વિસ્તૃતપૂર્વક બતાવી છે !!! કોઈ રીતે ખિલાને જંગરોધી કરવામાં આવે જેનાથી નાવને પાણીમાં સુરક્ષિત રાખી શકાય છે. આ અતિરિક્ત એમણે રોબોટીક્સ પર પણ કામ કર્યું હતું. એમણે ધારાનગરીનાં તળાવોમાં યંત્ર ચાલિત પૂતળીઓનું નિર્માણ કરાવ્યું હતું જે તળાવમાં નૃત્ય કરતી હતી !!!
વિશ્વનાં અનેક મહાવિદ્યાલયોમાં મહારાજા ભોજ દ્વારા કરવામાં આવેલાં કાર્યો પર શોધ કાર્ય થઇ જ રહ્યું છે !!! એમણે માટે આ આશ્ચર્યનો વિષય છે કે એ સમયે એમણે કેવી રીતે વિમાન, રોબોટીક્સ, અને વાસ્તુશાસ્ત્ર જેવાં જટિલ વિષયો પર મહારત હાંસલ કરી હતી. વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત છે જે રોબોટીક્સ આજે પણ હજી પોતાનાં પ્રારંભિક દોરમાં છે તો એ સમયે કેવી રીતે આ વિષય પર એમણે પ્રયોગો કર્યા અને સફળ પણ રહ્યાં !!! મહારાજા ભોજ સંબંધિત ઇસવીસન ૧૦૧૦થી ૧૦૫૫ સુધીનાં ઘણાં તામ્રપત્ર, શિલાલેખ અને મૂર્તિલેખ પ્રાપ્ત થાય છે !!! આ બધામાં ભોજની સંસ્કૃતિક ચેતનાનું પ્રમાણ મળે છે !!!
એક તામ્રપત્રની અંતમાં લખ્યું છે ——
‘સ્વહસ્તોયં શ્રીભોજદેવસ્ય”
અર્થાત —- આ તામ્રપત્ર ભોજ્દેવે પોતાના હાથોથી લખેલું અને આપેલું છે !!!
★અપ્રતિમ સ્થાપત્ય કલા ★
રાજા ભોજનાં સમયમાં માલવા ક્ષેત્રમાં નિર્માણ ક્રાંતિ આવી ગઈ હતી. અનેક પ્રસાદ, મંદિર, તળાવ અને પ્રતિમાઓ નિર્મિત થઇ!!! મંદસૌરમાં હિંગળાજગઢ તો તત્કાલીન અપ્રતિમ પ્રતિમાઓનો અદ્વિતીય નમુનો છે. રાજા ભોજે શારદા સદન અથવા સરસ્વતી કંઠાભરણ બનાવ્યાં. વાત્સ્યાયનનાં કામસૂત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પ્રત્યેક નગરમાં સરસ્વતી ભવન હોવું જોઈએ. અહીંયા ગોષ્ઠિઓ, નાટક અને અન્ય સાહિત્યિક -સાંસ્કૃતિક ગતિવિધિઓ થતી રહેવી જોઈએ !!!
★ રાજા ભોજનાં નામ પર ભોપાલ પાસે ભોજપુર વસેલું છે
★ આધુનિક ભોપાલ શહેર ભોજપાલનો જ અપભ્રંશ છે ★
અહીંનું વિશાળ કિન્તુ ખંડિત શિવમંદિર આજે પણ ભોજની રચના, ધર્મિતા અને ઇસ્લામિક જિહાદ અને વિધ્વંસનાં ઉદાહરણ રૂપે ઉભેલું છે!!! અહીં બેતવા નદી પર એક અનોખો બંધ બનવવામાં આવ્યો હતો. જેનું જલક્ષેત્ર ૨૫૦ વર્ગ માઈલ છે !!! આ બંધને પણ હોશંગશાહ નામના આક્રમણ ખોરે તોડીને ઝીલ ખાલી કરાવી દીધી હતી. આ માનવનિર્મિત સૌથી મોટી ઝીલ હતી જે સિંચાઈના કામમાં આવતી હતી. એની મધ્યમાં જે દ્વીપ હતો જે આજે પણ દીપ (મંડીદ્વીપ)નામની વસ્તી છે
મહારાજા ભોજે જ્યાં અધર્મ અને અન્યાય સાથે જમકર લોહા લીધો હતો !!!! અને અનાચારી ક્રૂર આતતાઈઓનું મનમાર્દન કર્યું ત્યાં પોતાનાં પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય -કલા અનુરાગથી એ પૂરી માનવતાનાં આભુષણ બની ગયાં !!! મધ્યપ્રદેશનાં સંસ્કૃતિક ગૌરવનાં જે સ્મારકો આપની પાસે છે એમાંથી અધિકાંશ રાજા ભોજની જ દેન છે !!! પછી એ વિશ્વ પ્રસિદ્ધ મંદિર હોય અથવા વિશ્વભરનાં શિવ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર, ધરની ભોજશાલા કે ભોપાલનું વિશાળ તળાવ હોય, આ બધું જ રાજા ભોજનાં સૃજનશીલ વ્યક્તિત્વની જ દેન છે !!! એમણે જ્યાં ભોજ નગરી (વર્તમાન ભોપાલ)ની સ્થાપના કરી હતી ત્યાં ધાર, ઉજ્જૈન અને વિદિશા જેવી પ્રસિદ્ધ નગરીઓને નવું સ્વરૂપ આપ્યું હતું. એમણે કેદારનાથ , રામેશ્વરમ , સોમનાથ, મુંદીર આદિ મંદિરો પણ બનાવડાવ્યા જે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે !!!
આ બધાં મંદિરો તથા સ્મારકોની સ્થાપત્યકલા બેજોડ છે એને જોતાંજ સહજ જ અનુમાન લગાવી શકાય છે કે એક હજાર વર્ષ પહેલાં આપણે આ ક્ષેત્રમાં કેટલાં સમુન્નત હતાં. મહારાજા ભોજે પોતાના જીવનકાળમાં જેટલાં અધિક વિષયો પર કાર્ય કર્યું છે. એ અત્યંત જ ચકિત કરી દેનારું છે. આ બધું જોઇને એવું લાગે છે કે એ કોઈ દેવપુરુષ હતાં !!! આ બધું એક જ જીવનકાળ દરમિયાન કરવું એ એક સામાન્ય મનુષ્યના બસની વાત નથી જ !!!
ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવનાર અને આપણા સાહિત્યના વારસાને સમૃદ્ધ કરનાર આ મહાપરાક્રમી રાજા ભોજ ને કોટિ કોટિ વંદન !!!
——— જનમેજ્ય અધ્વર્યુ
જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.