મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં

  •  દ્રુપદ,
  •  વિરાટ,
  •  ધૃષ્ટધ્રુમ્ન
  •  શિખંડી,
  •  સાત્યકિ
  •  ચેકિતાન અને
  •  ભીમસેન

જેવાં મહારથીઓ સાતેય સેનાઓના દળ નાયક હતાં

હવે સેનાપતિની પસંદગી કરવાનો સમય આવ્યો તો વીર કુમાર ધૃષ્ટધ્રુમ્નને પાંડવોએ પોતાની વિશાળ સેનાનો સેનાપતિ બનવવામાં આવ્યો તો બીજી તરફ કૌરવોની સેનાના નાયક પિતામહ ભીષ્મે દુર્યોધનને કહ્યું “હું ચોક્કસપણે યુદ્ધનું સંચાલન કરું છું પણ હું પાંડુના પુત્રોને મારીશ નહીં એટલાં માટે જો તું પોતાના પ્રિય મિત્ર કર્ણને સેનાપતિ બનાવી દે તો મને કોઈજ વાંધો નથી ”

જયારે કૌરવો તરફથી કર્ણએ પણ પ્રતિજ્ઞા કરી લીધી હતી કે જ્યાં સુધી ભીષ્મ રણભૂમિમાં હશે ત્યાં સુધી તે યુદ્ધ નહિ કરે !!!! અને તેમના મૃત્યુ પછી, તે યુદ્ધભૂમિમાં પ્રવેશ કરશે અને માત્ર અર્જુનનો જ વધ કરશે !!!! દુર્યોધને આ બધુ વિચારીને ભીષ્મ પિતામહને કૌરવ સેનાનાં સેનાપતિ નિયુક્ત કર્યાં …….
હવે કૌરવના સૈન્યમાં ——

  •  આચાર્ય દ્રોણ
  •  તેમનાં પુત્ર અશ્વથામા
  •  કૌરવોના બનેવી જયદ્રથ
  •  બ્રાહ્મણ કૃપા (કૃપાચાર્ય )
  •  કૃતવર્મા
  •  શલ્ય
  •  સુદાક્ષિના
  •  ભૂરિશ્રવા
  •  બહલિકા
  •  શકુનિ અને હસ્તીનાપુરના ઘણાં મહારથીઓ એમાં સામેલ હતાં

યુદ્ધની તૈયારીના મધ્યમાં, બલરામજી પાંડવો પાસે પહોંચ્યા અને પાંડવોને કહ્યું “પાંડુ પુત્રો, જેમ તમે જાણો છો, કૌરવો અને પાંડવો બંને મારા માટે સમાન છે, મેં ભીમ અને દુર્યોધન એમ બંનેને ગદાયુદ્ધ શીખવ્યાં છે એટલાં માટે એ બંને મારાં જ શિષ્યો છે મેં તો કૃષ્ણને પણ યુધમાં ભાગ લેવાની ના જ પડી હતી !!! પરંતુ તેઓ મારુ કહ્યું માન્યાં જ નહીં પરંતુ હું કુરુ વંશીઓનો વિનાશ થતો નાથી જોઈ શકતો એટલાં માટે હું અહીં નથી રહી શકતો, હવે સંસારથી વૈરાગ્ય આવી ગયું છે !!!! એટલે હું અહીંથી જતો રહું છું …….!!!!”

એ સમયે સમગ્ર ભારતવર્ષમાં માત્ર ૨ જ રાજાઓ એવાં હતાં કે જેમને કુરુક્ષેત્રના આ મહાયુદ્ધમાં ભાગ નહોતો લીધો !!!! પહેલાં હતાં બલરામ અને બીજા હતાં શ્રીકૃષ્ણની પત્ની રુકમણીની નાની બહેનના પતિ રાજા રુક્મી !!!!

રાજા રુક્મી સૌ પ્રથમ પાંડવો પાસે ગયાં અને પોતાને યુદ્ધમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પાંડવોએ એનો ઇન્કાર કર્યો !!!! હવે તેઓ દુર્યોધન પાસે ગયાં એમની સહાયતા કરવાં !!!! પરંતુ દુર્યોધને એમને કહ્યું કે —— ” જેમની સહાયતા લેવાનો પાંડવોએ ઇન્કાર કર્યો હોય એમને અમે કઈ રીતે સ્વીકારી શકીએ !” આમ બંને પક્ષો દ્વારા અપમાનિત થવાના કારણે એમને યુધમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો !!!!

હવે બંને સેનાઓના યોધ્ધાઓ અને સૈનિકોની સાથે કુલ મળીને આ સેનાની સંખ્યા ૪૦ લાખ હતી !!!!

કુરુક્ષેત્રના યુદ્ધમાં વાપરવામાં આવેલાં શસ્ત્રો

  •  ધનુષઅર્જુન, ભીષ્મ, દ્રોણ, કર્ણ, સત્યકી અને અભિમન્યુ દ્વારા પસંદ કરેલ શસ્ત્ર
  •  ગદા – ભીમ અને દુર્યોધન દ્વારા પસંદ કરેલ શસ્ત્ર
  •  ભાલા – યુધિષ્ઠિર દ્વારા પસંદ કરેલ શસ્ત્ર
  •  તલવાર – નકુળ, દુશાસન , ધૃષ્ટધ્રુમ્ન અને બીજાં કૌરવો દ્વારા પસંદ કરેલ શસ્ત્ર
  •  કુહાડી – સહદેવ દ્વારા પસંદ કરેલ શસ્ત્ર

કુરુક્ષેત્રમાં સૈન્યની ટુકડીઓને નીચેના સ્વરૂપે તૈયાર કરવામાં આવી હતી જેમાં કેટલીક આક્રમણકારી અને બચાવકારી વ્યૂહરચનાઓવાળી ટુકડીઓ હતી !!!

જેમનાં નામ —–

  •  ક્રૌંચવ્યૂહ
  •  મકરવ્યૂહ
  •  કુર્મ વ્યહ
  •  ત્રિશુલવ્યૂહ
  •  ચક્રવ્યૂહ
  •  કમલવ્યૂહ
  •  ગરુડવ્યૂહ
  •  ઊર્મિવ્યૂહ
  •  મંડલવ્યૂહ
  •  વજ્રવ્યૂહ
  •  શકટવ્યૂહ
  • અસુરવ્યૂહ
  •  દેવવ્યૂહ
  •  સૂચીવ્યૂહ
  •  શ્રીગટકવ્યૂહ
  •  ચંદ્રકલાવ્યૂહ
  •  માલાવ્યૂહ —– હતાં !!!!

કુરુક્ષેત્રના યુદ્ધના નિયમો કૈંક આવાં હતાં જેને કારણે એ ધર્મયુદ્ધ કહેવાયું !!!!

  •  સુર્યીદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈ યુદ્ધ લડશે નહીં !!!!
  •  એક યોદ્ધા પર એક કરતાં વધુ યોદ્ધા વાર(પ્રહાર) કરી શકશે નહીં ……..
  •  સમાન શસ્ત્ર અથવા સમાન સવારી થઇ હોય ત્યાં જ બે યોધ્ધા દ્વંદ્વયુદ્ધ કરી શકે છે !!!!
  •  શરણાગતિ કરનાર યોદ્ધાને ના મારી પણ શકાય કે ના એને ઘાયલ કરી શકાય ……..
  •  શરણાગતિ સ્વીકારનાર યોદ્ધાને બંદી બનાવી લેવાશે અને યુધ્ધમાં એને પુરતી સુરક્ષા આપવામાં આવશે !!!!
  •  કોઈ પણ નિઃશસ્ત્ર યોદ્ધાને મારી નાખશે નહીં અને કોઈ પણ એને ઘાયલ કરી શકશે નહીં ………..
  •  કોઈ પણ નિશ્ચેત યોદ્ધાને ના કોઈ મારી શકશે કે ના કોઈ એને ઘાયલ કરી શકાશે !!!!
  •  યુદ્ધમાં ભાગ નહીં લેનાર કોઈ પણ વ્યક્તિ અથવા પશુને કોઈ પણ મારી શકશે નહીં ……..
  •  યુધ્ધમાં કોઈ સત્રીઓ પર આક્રમણ કરી શકાશે નહીં !!!!
  •  કોઈ પ્રાણીને કોઈપણ કારણોસર હાની પહોચાડી શકાશે નહીં ……..
  •  યુધ્ધના દરેક યોધ્ધાઓ દરેક શસ્ત્રવિદ્યાનું પાલન કરશે !!!!
  •  યુધ્ધમાં કોઈપણ યોદ્ધા છળકપટનો ઉપયોગ કરી શકશે નહીં. ……….

તેમ છતાં આ યુધ્ધમાં નિયમોનો ભંગ કરવાની શરૂઆત કૌરવો દ્વારા જ કરવાંમાં આવી હતી. દરેકનો વધ છળકપટથી જ થયો હતો. શા માટે અને કેવી રીતે એ માટે તો એ દરેક પર અલગ જ લેખો લખવાં પડે કયારેક કોઈ વાર એની ચર્ચા કરીશું !!!!!

——— જનમેજય અધ્વર્યુ.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

error: Content is protected !!