મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓની અજાણી વાતો

મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો

 1. ગરુડવ્યૂહ
 2. ક્રોંચવ્યૂહ
 3. શ્યેનવ્યૂહ
 4. સુપર્ણ (ગરુડ) વ્યૂહ
 5. સારંગ વ્યૂહ
 6. સર્પ વ્યૂહ
 7. ખડગ સર્પ વ્યૂહ
 8. શેષનાગ વ્યૂહ
 9. મકર વ્યૂહ
 10. કુર્માં (કાચબા ) વ્યૂહ
 11. વરાહ વ્યૂહ
 12. મહિષ વ્યૂહ
 13. ત્રિશુલ વ્યૂહ
 14. ચક્રવ્યૂહ
 15. અર્ધચંદ્ર વ્યૂહ
 16. કમળ વ્યૂહ
 17. ઊર્મિ વ્યૂહ
 18. મંડલ વ્યૂહ
 19. વજ્ર વ્યૂહ
 20. ચક્રશકટ વ્યૂહ
 21. શકટ વ્યૂહ
 22. સર્વતોભદ્ર વ્યૂહ
 23. શ્રુંગઘટક વ્યૂહ
 24. ચન્દ્રકાલ વ્યૂહ
 25. દેવ વ્યૂહ
 26. અસુર વ્યૂહ
 27. સૂચિ વ્યૂહ
 28. શ્રીન્ગાતકા વ્યૂહ
 29. ચંદ્ર કલા
 30. માતા વ્યૂહ
 31. પદ્મ વ્યૂહ
 32. સૂર્ય વ્યૂહ
 33. દંડવ્યૂહ
 34. ગર્ભવ્યૂહ
 35. શંખવ્યૂહ
 36. મંન્ડલાર્થ વ્યૂહ
 37. હષ્ટ વ્યૂહ
 38. નક્ષત્ર મન્ડલ વ્યૂહ
 39. ભોગ વ્યૂહ
 40. પ્રણાત વ્યૂહ
 41. મન્ડ લાર્દ્વ વ્યૂહ
 42. મયુર વ્યૂહ
 43. મંગલ વ્યૂહ
 44. અસહય્મ વ્યૂહ
 45. અસંહત વ્યૂહ
 46. વિજય વ્યૂહ…… આટલાં વ્યૂહો હતાં !!!!

આમ તો ભગવાન મનુ દ્વારા આ બધા વ્યુહોનો વિગતે ઉલ્લેખ “મનુ સ્મૃતિ” માં સૌ પ્રથમ થયો છે અને મુનિ પરાશરે એ પ્રચલિત કર્યાં …. એને ઉપયોગમાં લીધાં ભગવાન વેદવ્યાસે “મહાભારત” મહાગ્રંથમાં !!!!!

મહાભારતમાં તેનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કયા દિવસોએ થયો હતો એની વિગતો આ રહી ——-

૧૮ દિવસના એ ધર્મયુદ્ધ – મહાયુદ્ધમાં દરેકે દરેક દિવસે અલગ વ્યુહ નો ઉપયોગ થયો હતો એનો ઉલ્લેખ માત્ર અને માત્ર મૂલ મહાભારતમાં જ છે ……. સંસ્કૃતમાં અન્ય ભાષાંતરો કરનાર આ વિગતો ચુકી ગયાં હોય એવું બની શકે છે. એવાં ભાષાંતરોને વળગી રહેવું કેટલે અંશે વ્યાજબી ગણાય !!!!!

યુદ્ધનો પ્રથમ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “સર્વતોમુખી દન્ડવ્યૂહ”
 • પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યુહ”

યુદ્ધનો દ્વિતીય દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “ગરુડ વ્યૂહ”
 • પાંડવસેના – ધૃષ્ટદ્યુંમ્ન – “વજ્ર વ્યુહ”

યુદ્ધનો તૃતીય દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “ગરુડ વ્યૂહ”
 • પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “

યુદ્ધનો ચતુર્થ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “મન્ડલ વ્યૂહ”
 • પાંડવસેના – અર્જુન – “શ્રીન્ગાતક વ્યૂહ”

યુદ્ધનો પંચમ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “મકર વ્યૂહ”
 • પાંડવસેના – અર્જુન – “શ્યેન વ્યૂહ “

યુદ્ધનો ષષ્ટ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “ક્રોંચ વ્યૂહ”
 • પાંડવસેના – અધૃષ્ટદ્યુંમ્ન – “મકર વ્યુહ”

યુદ્ધનો સપ્તમ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “મન્ડલ વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યૂહ “

યુદ્ધનો અષ્ટમ દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “કુર્માં વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “ત્રિશુલ વ્યૂહ “

યુદ્ધનો નવમો દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “સર્વતોભદ્ર વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “નક્ષત્ર મન્ડલ વ્યૂહ “

યુદ્ધનો દસમો દિવસ ——-

 • કૌરવસેના – ભીષ્મ – “અસૂરવ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “દેવ વ્યૂહ “

યુદ્ધનો અગિયારમો દિવસ ——-

 • કૌરવસેના – દ્રોણ- “શકટ વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “ક્રોંચ વ્યૂહ “

યુદ્ધનો બારમો દિવસ ——-

 • કૌરવસેના – દ્રોણ – “ગરુડ વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “

યુદ્ધનો તેરમો દિવસ ——-

 • કૌરવસેના – દ્રોણ – “ચક્ર વ્યૂહ “
 • પાંડવસેના – અભિમન્યુ – આ દિવસે કોઈજ વ્યૂહ રચના કરવામાં નહોતી આવી ……….. બીજાં મહારથીઓ બીજા સાથે લડવામાં અન્ય સ્થળે રોકાયેલાં હતાં ………. એક માત્ર અભિમન્યુને જ આ વ્યૂહ ભેદતાં આવડતો હતો એ પણ માત્ર ૬ કોઠા સુધી જ ……સાતમો કોઠો નહીં …….ભીમે અભિમન્યુને કહ્યું તું જા પુત્ર હું પાછળથી મારી ગદા વડે એમનો એ વ્યૂહ તોડી નાખીશ …… અભિમન્યુ સાતમાં કોઠામાં મરાયો …….કેવી રીતે અને કેમ એ અભિમન્યુના લેખમાં વાંચો!!!

યુદ્ધનો ચૌદમો દિવસ ——-

 • કૌરવસેના – દ્રોણ – “ચક્રશકટ વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “ખડગ સર્પ વ્યૂહ “

યુદ્ધનો પંદરમો દિવસ ——-

 • કૌરવસેના – દ્રોણ – “પદ્મ વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યૂહ “

યુદ્ધનો સોળમો દિવસ ——-

 • કૌરવસેના – કર્ણ – “મકર વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “

યુદ્ધનો સત્તરમો દિવસ ——-

 • કૌરવસેના – કર્ણ – “સૂર્ય વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “મહિષ વ્યૂહ “

યુદ્ધનો અઢારમો દિવસ ——-

 • કૌરવસેના – શલ્ય – “સર્વતોભદ્ર વ્યૂહ “
 • પાંડવસેના – અર્જુન – “ક્રોંચ વ્યૂહ “

આ હતી યુધ્ધના અઢારે દિવસની વ્યુહ રચના, મહાભારતના પ્રત્યેક દિવસના યુદ્ધ વિષે સંક્ષિપ્તમાં લેખો હવે પછી અત્યારે આ માહિતી પુરતી છે !!!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!