卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?

નાગપૂજા ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે. બહેનો આ દિવસે “નાગદેવતાની પૂજા કરે છે. બાજરીના લોટની કુલેર બનાવી ખાય છે. પાણીયારા ઉપર કંકુના નાગદેવ દોરી પૂજા કરે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં બહેનોનું આ વ્રત ગણાય છે. કમનસીબે આજ માણસ નાગ ફરતાં વધુ ઝેરી બનતો જાય છે. નાગનો તો સ્વભાવ જ નાગનો ગુણ જીવનમાં ઉતાર્યો છે તે દુઃખદ છે.

નાગને તમો છંછેડો નહીં તો તે કરડતો નથી. માણસ વગર છંછેડે કુફાડા મારે છે તે બીજાને ઝેરી ડંખ મારે છે. નાગ બીજા નાગને ડંખ મારતો નથી માણસ તો બીજા માણસને ડંખ મારે છે કેવું ? માણસ ચઢે કે નાગ ?

ભગવાન કૃષ્ણ નાગ માટે લખ્યું છે કે, નાગોમાં હું વાસુકી નાગ છું. ભગવાને મથુરામાં જે કાલીનાગ હતો તેને નાથી વૃંદાવનના લોકોને ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. કમનસીબે આજે ઘણા કાલીનાગના સ્વરૂપે ફરી રહ્યા છે તેને નાથવાની જરૂર છે. કાલીનાગનો ફેલાવો સર્વત્ર છે. નાગનો કેવો ઉપયોગ દેવાઓએ કર્યો છે. નાગ દેવોના કામમાં આવ્યો એટલે તો પૂજાય છે. વાસુકી નાગ સમુદ્રમંથન વખતે દોરડાના સ્વરૂપે કામમાં આવ્યો. નાગ દ્વારા આ સમુદ્રમંથન શક્ય બન્યું કેવા નાગનો ત્યાગ? પ્રભુકાર્યમાં કેવો નાગ નિમિત્ત બન્યો?

આવો નાગ” જે દેવોના કામમાં આવ્યો તે ભગવાન “શંકર’, જેને બધા ભોળાનાથ કહે છે, તે ગળામાં રાખે છે. આજે પણ ભોળાનાથ ગળામાં સર્પ રાખી ભક્તોને આનંદ આપે છે. શિવજી જેવા ભગવાન ગળામાં ધારણ કરે તો નાગનું મહત્વ કેટલું બધું ? આવા નાગની પૂજા કેમ ન થાય ?

ભગવાન વિષ્ણુ પણ પાતાળમાં “શેષશૈયામાં આજે બિરાજે છે. ભગવાન વિષ્ણુએ શેષ શૈયા ઉપર બિરાજી નાગનું મહત્ત્વ વધાર્યું છે.શ્રીરામચંદ્રજીના ભાઇ લક્ષ્મણજી શેષનાગનો અવતાર મનાય છે. ‘નાગદેવતા’ ભલે ઝેરી ગણાતા હોય. ખેતરોમાં રક્ષણ કરે છે. તે આપણું પણ રક્ષણ કરે છે. સ્ત્રીઓને બાળકોને આ નાગપાંચમ કરવાથી ખરાબ સ્વપ્નાં આવતાં નથી. તેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે. ઊંડે ઊંડે ભગવાન ભોળાનાથ પણ રાજી રહે છે. અંતરના આશીર્વાદ આપે છે. સ્ત્રીઓની રક્ષા થાય છે. ગામડામાં તો સ્ત્રીઓને વારંવાર ખેતરમાં જવાનું હોય છે. સમી સાંજે આ નાગદેવતાઓ ખોરાક માટે ખેતરમાં ફરવા નીકળે છતાં ગ્રામીણ સ્ત્રીઓનું આ નાગદેવતા રક્ષણ કરે છે.

ભારતમાં આ “પંચમી” વર્ષની બધી જ ઘણી જગ્યાએ કૃષિપ્રધાન દેશમાં ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ઘણા શ્રાવણ સુદ પાંચમને ‘નાગપંચમી” તરીકે ઉજવે છે.

ભવિષ્ય પુરાણમાં નાગના બાર પ્રકારના નાગકુળો ગણાયા છે. (૧) અનંત (૨) વાસુકી (૩) શંખ (૪) પદમ (૫) કુંબલ () કર્કોટ (૭) અશ્વતર (૮) ધૃતરાષ્ટ્ર (૯) શંખપાલ (૮) કાલીય (૧૧) તક્ષક (૧૨) પીંગલ

મોટા ભાગે કાલીનાગ અને તક્ષક નાગથી બધા હિંદુઓ પરિચિત છે. કાલીનાગ અને તક્ષક નાગ વિશેની માહિતી ભાગવતજીમાં આવે છે.

નાગ દીવાથી દૂર ભાગે છે. કપાસ રૂ કપાસિયાની ગંધથી તે દૂર ભાગે છે આથી ઘરમાં “ઘીનો દિવો કરવાથી નાગ આવતો નથી. પાણીયારા ઉપર આથી જ દીવો થાય છે.

અમદાવાદમાં “સુંદરવન’ જેવી સંસ્થાઓ પાસે નાગ અંગેની માહિતી અને અનેક પ્રકારના “નાગ છે તે પ્રવાસીઓ માટે મનોરંજનનું સ્થળ બન્યું છે. એક કહેવત છે કે :

નાગ સર્પને દેવગણી

જે દેશે તેને સન્માન

પ્રાણી પ્રેમ અહીંસા દ્વારા

એ દેશ બનશે મહાન…”

આ પ્રાણી અને જીવજંતુઓનો બચાવ કરનારી અનેક સંસ્થાઓ દેશભરમાં જીવંત છે. આ પ્રાણીઓ ભલે અહિંસક હોય તેઓનો માનવ જાતિ ઉપર મોટો ઉપકાર છે.

કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે નાગપૂજનથી આયુષ્ય વધે છે. ઘણાંની માન્યતા છે કે “વાંઝિયા’ નું મહેણું પણ ટળે.

ભૂલથી ઘરમાં નાગ આવી જાય તો નાગપાંચમ કરનાર સ્ત્રીને નાગ કરડતો નથી. તે આખા ઘરનું રક્ષણ કરે છે. નાગના દર્શન શાસ્ત્રમાં શુભ ગણાય છે. જો કોઈ સારૂ શુભ કામ કરવા નીકળો અને મદારી તમોને સાપ (નાગ) નાં દર્શન કરાવે તો તમારું કામ સફળ બને જ.

આપણા દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં નાગપૂજાનો ભારે મહિમા છે. મદ્રાસમાં તો લત્તે લત્તે નાગ મંદિરો જોવા મળે છે. બંગાળમાં મનસા દેવીને લોકો નાગ માતા માને છે અને તેની પૂજા કરવામાં આવે છે. પંજાબમાં નાગરાજનો અવતાર મનાતા “ગુગેપીર”ની પૂજા થાય છે. ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ લોકો નાગપંચમી શ્રધ્ધા અને ભક્તિપૂર્વક ઊજવે છે.

ભાગલપુરમાં નાગપરિવારનો લોખંડનો મહેલ આજે પણ છે.

પ્રાચીન કાળમાં જગતભરના દેશોમાં નાગપૂજા પ્રચલિત હતી. તેની સાબિતીઓ મળી આવે છે.

નાગદેવતા ગુજરાતમાં કેટલીક જગ્યાએ સ્થાનકો છે અને મેળાઓ ભરાય છે.

નાગદેવતાના મંદિરો ગુજરાતમાં ક્યાં છે?

(૧) લખતર: સુરેન્દ્રનગર, ચરમાળીયા નાગદેવ: નાગદેવતીઓનો મેળો પાટણ : મહેસાણા રવિન્દા – હારીજ નાગદેવ ગોગા બાપજીનો મેળો. તાનસ – ઘોઘા – ભાવનગર – વડનગર – કડી – ખેરાલુ – વિરમગામ – સણસેજ – પેટલાદ – ખેડા આહપણનો મેળો.

નાગસર્પની પૂજા ચરમાળીયા નાગ (ચોકડી) વાસુકીનાગ (થાન), શેષનાગ (ઢામા), ગોગાનારાયણ (દાહોદ), ભૂજિયા નાગ (આબૂ), નાગનાથ (જામનગર), શેષનારાયણ (સોમનાથ). નાગના તીર્થો છે.

નાગની જાતિ ઉપરથી આદિવાસીઓની જાતિઓ ઉત્તરપ્રદેશમાં ઉપલબ્ધ છે. શ્રાવણ માસ વ્રતો તહેવારોનો માસ છે તેમાં આવતો આ તહેવાર બહેનો ભક્તિભાવથી પૂજે છે. નાગ દેવતા બુદ્ધિમતા, સ્વાસ્થ્ય અને આયુષ્ય આપનારા મનાયા છે તેથી જ ‘નાગની સર્વત્ર પૂજા થાય છે. નાગપાંચમ નાગદેવની પૂજાનું પર્વ છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!