આઈ શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય અને તેની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

શુરા, ભક્ત, સંત, સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌંજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતાં. માદા ચારણો માં મામૈયા નામે અતિ ભક્તિનિષ્ઠ ચારણ રહેતો હતો. જે મામડિયા ભક્તના નામથી આખા પંથકમાં જાણીતો હતો. તેને ઘેર દેવળબાઇ નામે ગુણિયલ સ્ત્રી હતી. દેવળબાઇ પતિ મામડિયાની ભક્તિમાં સોગોપાગ સાથ દઈ રહી હતી. આ ભક્તિ પરાયણ ચારણદંપતી સાદાઇથી સેવા પરાયણ જીવન જીવી રહ્યા હતા.

દેવળબાઇનું પિયર વલ્લભીપુર ગામે હતું. એમનાં માતા-પિતા શિવભક્ત હતાં. તેથી એમના ભક્તિભાવ સંસ્કાર દેવળબાઇમાં ઉતર્યા હતા. એટલે મામડિયા ભક્તની શિવ ભક્તિમાં દેવળબાઇએ પતિની સાથોસાથ ભક્તિમાં મન પરોવી દીધું હતું.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

Khodiyar Katha

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેમને ત્યાં ભગવાન શિવનાં કહેવા મુજબ સાત દીકરીઓ અને એક દીકરો અવતર્યો, આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

માં ખોડિયારના પ્રાગટ્ય સમય અંગે વિદ્વાનોના મતો

  1. માં ખોડિયારના પ્રાગટ્ય સમય અંગે જુદા-જુદા વિદ્વાનોના અલગ અલગ મત જોવા મળે છે જે નીચે મુજબ છે. રાજસ્થાનમાં ચારણો તેમનો જન્મ ચારણોનીં સઊવા શાખામાં રાજસ્થાનનાં ચાળક નેશમાં થયો છે તેમ કહે છે. તેમના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં તોમડા ડુંગર ઉપર આઈ ખોડિયાર તથા તેમના બહેનોની ખાંભીઓ હાલમાં છે તેમ તેઓ કહે છે. તેમનું કહેવું છે કે પછી કદાચ પરિસ્પિતિવશાત તેઓ બધા રોહીશાળામાં આવ્યા હશે પણ મામડીયા ચારણ તથા ૭ બહેનોનું મુળ વતન રાજસ્થાનમાં આવેલ ચાળક નેસ છે… રાજસ્થાનમાં આઈ આવડ તથા આઈ ખોડિયારનાં મંદિરો પણ છે. રાજસ્થાનમાં આઈ ખોડિથારને ખોડલજી કહેવામાં આવે છે. પણ આ બાબતે તેઓ કોઈ આધારભુત પુરાવા આપતા નથી. ચારણી સાહિત્યની દંત કથાઓને આધારે તેવો ઉપર મુજબની માન્યતા ધરાવે છે…
  2. ગુજરાતનાં મોટાભાગનાં વિદ્વાન ચારણો મામડીયા ચારણનું તથા તેમની પુત્રીઓનું જન્મ સ્થાન તથા રહેણાંક વળા પાસેનું રોહીંશાળા કહે છે.
  3. ‘ખોડિયાર ગીતા’ – પુસ્તકનાં લેખ બળદેવપ્રસાદ પનારા આઈ ખોડિયારનું મુળ વતન રાજસ્થાનમાં આવેલ ચાળક નેસ માને છે. તથા માનુ સમાધી સ્થળ લોધીકા તાલુકાનું સાંગણવા ગામ છે. જયાં આઈ ખોડિયારનો પાળીયો છે. જેના ઉપર નાની ડેરી બનેલી છે. પણ કોઈ આધાર આપતા નથી.
  4. ‘મહાદેવી ખોડિયાર’ ના લેખક હરીલાલ ઉપાધ્યાય પણ ઉપર પ્રમાણે જન્મ સ્થળ ચાળકનેસ તથા સમાધી સાંગણવા કહે છે.
  5. “સૂર્યવંશ-વાળા રાજપુતવંશ” ના લેખક સહદૈવસિંહ વાળા ખોડિયારનો જન્મ ઈ.સ. ૮૮૮ આસપાસ કહે છે.
  6. ઉત્તર ગુજરાતમાં જોટાણા ગામ છે. ત્યાં આઈ ખોડિયાર મંદિર છે. આ મંદિરનાં સેવક તથા રામકથાકાર શ્રી મહેશ ચારણ આઈ ખોડિયારનું જન્મ સ્થળ રાજસ્થાનનોં ચાળકનેસ કહે છે. પંછી ત્યાંથી સૌરાટ્રમાં રોહીશાળા આવ્યા અને આઈ ખોડિયારનો જન્મ સમય મહા સુદ -8 ને વિ.સ. ૮૦૮ કહે છે.
  7. વિદ્વાન ચારણ શ્રી પાતાભાઈ રતનું છઠ્ઠા સૈકામાં જનમ્યાનું કહે છે,
  8. પીંગળશીભાઈ પાયક વિ.સ. ૯00 આસપાસ એટલે કે ઈ.સન 843 આસપાસ આઈ ખોડિયાર જનમ્યાનું કહે છે.
  9. ‘ખોડિયાર ગીતા’ – પુસ્તકનાં લેખ બળદેવપ્રસાદ પનારા આઈ ખોડિયારની કથાનો સમય વિ. સં. ૮૩૫ આસપાસનો કહે છે.
  10. શ્રી અંબાદાન રોહડીયા ચારણ સાહિત્યના દુહાઓને આધારે માં આવડનોં જન્મ વિ. સ. ૮૮૮ અથવા વિ. સ. ૮૩૮ માં થયો હોવાનું મંતવ્ય ધરાવે છે.
  11. રાજકોટનાં કનુભાઈ ગઢવી દુહાને આધારે વી.સ. ૭૮૨ કહે છે.
  12. પિંગળશીભાઈ પાયક ચૈત્ર સુદ ૯ વિ. સં. ૮૮૮ મા આઈ આવડના જન્મનું કહે છે…
  13. શ્રી જયમલ પરમાર ખોડિયારનોં જન્મ ૮ થી ૧૦ મા સૈકામા થયો હોવાનું કહે છે.
  14. શ્રી રતુદાન રોહડીયા આવડનો જન્મ વિ. સં. ૮૮૮માં થયો હોવાનું કહે છે.
  15. માટેલ મંદિરના મહંત બાપુનું કહેવુ છે કે આઈ ખોડિયાર સદેહે અહીં દેખાણા પછી ક્યાંય ફરી સદેહે દેખાયા નથી. આથી અહી માટેલીયા ધરામાં માએ જળસમાધિ લીધી છે. તેથી આઈ ખોડિયારનું સમાધિ સ્થળ માટેલીયો ધરો છે.
  16. ગળધરાના મહંત બાપુનું ક્હેવુ છેકે ભગવાન શીવ મામડીયાને નાગલોકમાં આ ગળધરેથી લઈ ગયા હતા. અને આ ગળધરેથી જ નાગકન્યા તથા ૧ નાગ( ભાઈ ) મામડીયા ચારણને ત્ચાં સંતાનરૂપે લીલા કરવા ગયા. લીલાકાર્ય પુર્ણ થતા મામડીયા ગઢવી બધાને અહીં પાછા ગળધરા મુકી ગયા. આથી આઈ ખોડિયારનું પ્રાગટ્ય (જન્મ) સ્થળ તથા દેહવિલય બન્નેંનું સ્થળ ગળધરો છે.

નોંધ… આમ, આઈ ખોડિયારનાં જીવન, સમય અને જન્મ અંગે આવા જુદા-જુદા મતો વિદ્ધાનો માં જોવા મળે છે. આઈ ખોડિયારનાં જન્મનોં સમય માદા શાખાનાં બારોટોની વહીમા આપવામાં આવ્યો છે. તેને આધારે આધારભુત ગણી શકાય પણ આઈ ખોડિયારનાં નિર્વાણ સમય અંગે આધારભુત ગણી શકાય તેવો કોઈ આધાર હજુ સુધી મળ્યો નથી.

ગુજરાતમાં શ્રી ખોડિયાર માતાજીનાં નાના મોટા મંદિરો લગભગ દરેક ગામડે આવેલા છે અને માતાજી અઢારે વરણ માં કુળદેવી તરીકે આજેય પૂજાય છે. એવી મહાશક્તિ આઈ ખોડિયારના જગપ્રખ્યાત મંદિરો વિષે ટૂંક સમયમાંજ પોસ્ટ મુકવામાં આવશે.

શત શત નમન ભગવતી આઈ શ્રી ખોડિયાર ને!

સંદર્ભઃ
પુરસોતમ સોલંકી કૃત ખોડિયાર આખ્યાન, મંગલસિંહ સરવૈયા ખોડિયાર વંશાવલી.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!