ખજુરાહો – ભારતનું ભવ્યાતિભવ્ય મંદિર સંકુલ

અત્યાર સુધી દરેકનાં મનમાં એવો ખ્યાલ હશે કે ભારતના નગરો કે કિલ્લાઓ જ ભવ્ય હોય છે. પણ એ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો કારણકે ભારતમાં જો ભવ્ય શબ્દ વપરાતો હોય તો તે ખજુરાહો માટે જ વપરાય છે અને એ યોગ્ય પણ છે જ !!! આ સ્થાન એટલું બધું મહત્વનું અને લોકપ્રિય છે કે ત્યાં આવવાં જવા માટે ભારત સરકારે ખાસ એરપોર્ટ વર્ષોથી બનાવડાવ્યું છે. ભારતીયો અને વિદેશીઓ આ મંદિરમાં આવીને ઝૂમી ઉઠે છે અને વાહ….વાહ …… પોકારે છે !!!

શબ્દો પણ જેનું વર્ણન કરતા અટકી પડેકે એટલું સુંદર સ્થળ છે આ. જાણેકે હમણાં જ ખજુરાહોના મંદિરો બોલી પડશે અને પથ્થરો કવિતાઓ કરવાં લાગશે એવું જ લાગે છે !!! આટલું સુંદર શિલ્પ સ્થાપત્ય અને કલાકારીગરી આ માણસને આશ્ચર્યચકિત કરી દેવા માટે પુરતું છે !!! ભારતમાં આશ્ચર્યો તો ડગલેને પગલે જોવાં મળે છે પણ તેમાં ય ખજુરાહો શિરમોર છે. ભારતમાં સનાતન અને સર્વધર્મની વાતો તો બધા જ કરે છે. કદાચ એનું ઉત્તમ દ્રષ્ટાંત એ આ ખજુરાહો જ છે. આટલા ભવ્ય મંદિરો આટલી બારીકાઈથી કરાયેલાં એના શિલ્પકામો બીજે ક્યાંય પણ જોવા નથી મળતાં !!! આ મંદિરો એની વિશિષ્ટ ભાતને છાપ અને ભાતને કારણે જગપ્રસિદ્ધ બન્યા છે એમ કહેવું જરાયે અતિશયોક્તિ નથી જ !!! સાચે જ ખજુરાહો એ ભારતની આન-બાન અને શાન છે !!!

વિવિધતાઓથી ભરેલી મધ્યપ્રદેશની ધરતી પર જ્યાં સુંદર પર્વતમાળાઓ, ગઢ જંગલો અને ઊંડી ખાઈઓ એ પ્રકૃતિનો નાયબ ઉપહાર છે. ત્યારે આ ખજુરાહોનાં મંદિરોમાં ઉત્કીર્ણ પ્રતિમાઓ ૧૦ મી અને ૧૧મી સદીનું ભારતીય સ્થાપત્યકલાનું સ્મરણ કરાવે છે !!! ખજુરાહોનાં ભવ્ય મંદિરો એ ઇતિહાસની કિવદંતિઓ નથી, પણ ભારતીય સભ્યતાની કળા અને સંસ્કૃતિનું પ્રમાણ છે !!! ખજુરાહો ……. પુજારીઓ ,ધર્મ્યાત્રીઓ અને નિત્યની શોભાયાત્રાની નગરી તો નથી તો પણ દેશી અને વિદેશી પર્યટકોનું એની પ્રત્યેનું આકર્ષણ સ્પષ્ટ નજરે ચડે છે !!! પર્યટકો અહીંયા જે જુએ છે એને એ જોતોજ રહી જાય છે !!! અહીના મૂર્તિશિલ્પોને જોઇને એમને આશ્ચર્ય જરૂર થાય છે !!!

આખરે કેવુંક છે આ પ્રવાસનું સ્થળ જ્યાં એક સાથે એકજ સ્થાન પર વૈષ્ણવ, જૈન અને બૌદ્ધધર્મોનાં આરાધ્ય દેવ બિરાજમાન છે. આ જ કારણ છે કે પર્યટકો એક વાર આ સ્થળ પર આવીને અહીની વાસ્તુકળાને જોયાં પછી એને વિસ્મૃત નથી કરી શકતો. અહીનાં મંદિરોની બાહ્ય દીવાલો પર કંડારાયેલી સેંકડો રૂપ લલનાઓ છે …… જેને વિદેશીઓ પોતાનાં કેમેરામાં કેદ કરતાં આનંદવિભોર બની જાય છે !!!

ખજુરાહો ભારતનાં મધ્ય પ્રદેશ પ્રાંતમાં છતરપુર જીલ્લામાં સ્થિત એક પ્રમુખ નગર છે જે પોતાનાં પ્રાચીન એવં મધ્યકાલીન મંદિરો માટે અતિ પ્રખ્યાત છે

ખજુરાહો એમ તો એક નાનકડું ગામ જ છે, તો પણ ભારતમાં ……તાજમહેલ પછી સૌથી વધારે જોવાં અને ફરવાંવાળાં પર્યટન સ્થળોમાં જો કોઈ બીજું નામ આવતું હોય તો તે છે ……. ખજુરાહો !!! ખજુરાહો ભારતીય આર્ય સ્થાપત્ય અને વાસ્તુકલા ની એક નાયાબ મિસાલ છે. ખજૂરાહોને આનાં અલંકૃત મંદિરોને કારણે જ ઓળખવામાં આવે છે જે દેશનાં સર્વોત્કૃષ્ઠ મધ્યકાલીન સ્મારક છે. ચંડેલ શાસકો એ આ મંદિરનું બાંધકામ ઇસવી સન ૯૦૦ થી ઇસવીસન ૧૩૦૦ વચ્ચે કરાવ્યું હતું !!! ઇતિહાસમાં આ મંદિરોનો સૌથી પહેલો જે ઉલ્લેખ મળે છે એ અબુ રિહાનઅલ બરુની (ઇસવીસન ૧૦૨૨)તથા અરબ મુસાફર ઈબ્ન બતુતાનો છે  !!!

ખજુરાહોનો ઈતિહાસ

ખાજુરાહોનો ઈતિહાસ લગભગ ૧૦૦૦ વર્ષ પુરાણો છે. આ શહેર ચંદેલ સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતું. ચંદેલ વંશ અને ખજુરાહોનાં સંસ્થાપક ચંદ્રવર્મન હતાં. ચંદ્રવર્મન મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરવાંવાળાં પ્રથમ ગુર્જર રાજા હતાં. એ પોતાની જાતને ચંદ્રવંશી માનતાં હતાં. ચંદેલ રાજાઓએ દસમીથી બારમી શતાબ્દી સુધી મધ્ય ભારતમાં શાસન કર્યું હતું. ખજુરાહો મંદિરનું નિર્માણ ઇસવીસન ૯૫૦ થી ઇસ્વિસન ૧૦૫૦ની વચ્ચે આ જ ચંદેલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું !!! મંદિરોનાં નિર્માણ પછી ચંદેલોએ પોતાની રાજધાની મહોબા સ્થાનાંતરિત કરી દીધી હતી, પરંતુ એનાં પછી પણ ખજુરાહોનું મહત્વ બની રહ્યું !!!

મધ્યકાળનાં દરબારી કવિ ચંદ બરદાઈએ “પૃથ્વીરાજ રાસો“માં મહોબા ખંડમાં ચંદેલોની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. એમણે લખ્યું છે કે કાશીના રાજપંડિતની પુત્રી હેમવતી અપૂર્વ સોંદર્યની સ્વામિની હતી !!! એક દિવસ એ ગરમીની ઋતુમાં રાતમાં કમલ-પુષ્પોથી ભરેલાં તળાવમાં સ્નાન કરી રહી હતી. એની સુંદરતા જોઇને ભગવાન ચંદ્ર એનાં પર મોહિત થઇ ગયાં !! એ માનવરૂપ ધારણ કરીને ધરતી પર આવી ગયાં અને હેમવતીનું હરણ કરી લીધું. દુર્ભાગ્યથી હેમવતી વિધવા હતી એ એક બાળકની માં હતી !!! એને ચંદ્રદેવ પર પોતાનું જીવન નષ્ટ કરવાનું અને ચરિત્રહનન કરવાનો આરોપ લગાવ્યો !!!

પોતાની ભૂલનાં પશ્ચાતાપ માટે ચંદ્રદેવે હેમવતીને વચન આપ્યું કે એ એક વીર પુત્રની માં બનશે !!! ચંદ્રદેવે કહ્યું કે એ પોતાનાં પુત્રને ખજૂરપૂરાં લઇ જાય એમણે કહ્યું કે એ એક મહાન રાજા બનશે. રાજા બન્યાં પછી એ ત્યાં બાગ અને ઝીલોથી ઘેરાયેલાં અનેક મંદિરોનું નિર્માણ કરાવશે !!! ચંદ્રદેવે હેમવતીને કહ્યું કે —- રાજા બનવાંથી તમારો પુત્ર એક વિશાળ યજ્ઞનું આયોજન કરશે જેનાંથી તમારાં બધાં પપ્પો ધોવાઈ જશે !! ચંદ્રદેવનાં આદેશોનું પાલન કરીને હેમવતીએ પુત્રને જન્મ આપ્યાં પછી પોતાનું ઘર છોડી દીધું અને એક નાનકડા ગામમાં એને પુત્રને જન્મ આપ્યો !!!

હેમવતીનો પુત્ર ચંદ્રવર્મન પોતાનાં પિતાનાં સમાન તેજસ્વી બહાદુર અને શક્તિશાળી હતો. સોળ વર્ષની ઉંમરમાં એ વિના હથિયારે સિંહ કે વાઘને મારી શકતો હતો !!! પુત્રની અસાધારણ વીરતાને જોઇને હેમવતીએ ચંદ્રદેવની આરાધના કરી. જેમણે ચંદ્રવર્મનને પારસ પથ્થર ભેટ આપ્યો અને એને ખજુરાહોનો રાજા બનાવ્યો !!! પારસ પથ્થરથી લોખંડને સોનામાં બદલી શકાય છે જ ને !!!

ચંદ્રવર્મને લગાતાર ઘણાં યુદ્ધોમાં શાનદાર વિજય પ્રાપ્ત કર્યા એમણે કાલિંજરનો પ્રખ્યાત કિલ્લો પણ બનાવ્યો. માંનાં કહેવાથી ચંદ્રવર્મને તળાવો અને ઉદ્યાનોથી આચ્છાદિત ખજૂરાહોમાં ૮૫ અદ્વિતીય મંદિરોનું નિર્માણ કરાવ્યું અને એક યજ્ઞનું આયોજન કર્યું !! જેણે હેમવતીને પાપમુક્ત કરી દીધી !!! ચંદ્રવર્મન અને એનાં ઉત્તરાધિકારીઓએ ખજુરાહોમાં અનેક પ્રાચીન મંદિરોનું નિર્માણ કરાવ્યું  !!!

ખજુરાહો મંદિર, મધ્ય પ્રદેશ દરઅસલઆ ક્ષેત્ર પ્રાચીન કાળમાં વત્સનાં નામથી, મધ્યકાળમાં જૈજાવભુક્તિનામથી તથા ચૌદમી સદી પછીથી બુંદેલખંડનાં નામથી ઓળખવામાં આવ્યું !!! ખજૂરાહોનાં ચંદેલ વંશનું ઉત્થાન દસમી સદીની શરૂઆતમાં માનવામાં આવે છે. આની રાજધાની પ્રાસાદો, તળાવો તથા મંદિરોથી પરિપૂર્ણ હતી !!! સ્થાનીય ધારણાઓ અનુસાર લગભગ એક હજાર વર્ષ પહેલાં અહીંયા દરિયાદિલ અને કલાપારખુ ચંદેલ રાજાઓએ લગભગ ૮૫ બેજોડ લાજવાબ મંદિરોનો પાયો ખોદ્યો હતો !!! પરંતુ એમાંથી માત્ર હજી સુધી તો ૨૨ મંદિરો જ શોધી શકાયાં છે. યદ્યપિ બીજાં પૂરાવશેષોનાં પ્રમાણ પ્રાચીન શીલાઓ તથા વિખરાયેલા વાસ્તુખંડોનાં રૂપમાં આજે પણ ખજુરાહો તથા એની આસપાસનાં વિસ્તારોમાં જોઈ જોઈ શકાય છે !!! પંદરમી સદી પછી આ વિસ્તારની અહેમિયત ઓછી થતી ગઈ !!!

સામાન્યરૂપે અહીંયા નાં મંદિર બલુઆ પથ્થરોમાંથી નિર્મિત કરવામાં આવ્યાં છે. પરંતુ ૬૪ યોગિની, બ્રહ્મા તથા લલગઆં મહાદેવ મંદિર ગ્રેનાઈટ (કણાશ્મ)થી નિર્મિત છે !!! આ મંદિરો શૈવ, વૈષ્ણવ તથા જૈન સંપ્રદાયોથી સંબધિત છે !! ખજુરાહોનાં મંદિરોનો ભૂવિન્યાસ તથા ઉર્ધ્વવિન્યાસ વિશેષ ઉલ્લેખનીય છે. જે મધ્યભારતની સ્થાપત્યકલાનાં બહેતરીન અને વિકસિત નમૂનાઓ પેશ કરે છે !!! અહીંયા મંદિર વિના કોઈ પરપોટાનાં ઊંચા ચબુતરા પર નિર્મિત કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આ મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ તથા અર્ધ મંડપ જોવાં મળે છે. ખજૂરાહોનાં મંદિર ભારતીય સ્થાપત્ય કલાનાં ઉત્કૃષ્ટ અને વિકસિત નમૂનાઓ છે. અહિંયાની પ્રતિમાઓ વિભિન્નભાગોમાં વિભાજિત કરવામાં આવી છે !!! જેમાં પ્રમુખ પ્રતિમા પરિવાર, દેવતાઓ અને દેવ-દેવતાઓ, અપ્સરાઓ, વિવિધ પ્રતિમાઓ જેમાં મિથુન(સંભોગરત) પ્રતિમાઓ પણ શામિલ છે તથા પશુ અને વ્યાલ પ્રતિમાઓ છે !!!

જેનું વિકસિત રૂપ કંડારિયા મહાદેવ મંદિરમાં જોવાં મળે છે. બધાં પ્રકારની પ્રતિમાઓ નું પરિમાર્જિત રૂપ અહીં સ્થિત મંદિરોમાં જોવાં મળે છે. અહીં મંદિરોમાં કોતરાયેલી મિથુન પ્રતિમાઓ સર્વોત્તમ શિલ્પની પરિચાયક છે. જે દર્શકોની ભાવનાઓ ને અત્યંત ઉદ્વેલિત અને આકર્ષિત કરે છે અને પોતાની મૂર્તિકલા માટે વિશેષ ઉલ્લેખનીય છે. ખજૂરાહોની મૂર્તિઓની સૌથી અહમ અમે મહત્વપૂર્ણ ખૂબી એ છે કે
એમાં ગતિ છે, જોતાં રહીએ તો એવું લાગે છે કે જાણે એ કદાચ ચાલી રહી છે કે ક્દાચ હાલી રહી છે !!! અથવા તો એવું લાગે છે જાણે એ કદાચ હમણાં જ બોલી પડશે , હસી પડશે , શરમાઈ જશે અથવા રૂઠી જશે અને કમાલની વાત તો એ છે કે એનાં ચહેરાનાં હાવ-ભાવ અને શરીરની ભંગિમાઓ
માત્ર સ્ત્રી-પુરુષોમાંજ નહિ પણ જાનવરોમાં પણ જોવાં મળે છે !!! આ બધું જોતાં એમ કહી શકાય કે દરેક મૂર્તિમાં અજબ પ્રકારની હલચલ છે !!!

ખજુરાહોનાં પ્રમુખ મંદિરોમાં લક્ષ્મણ, વિશ્વનાથ, કંડારિયા મહાદેવ, જગદંબી, ચિત્રગુપ્ત, દુલ્હાદેવ, પાર્શ્વનાથ, આદિનાથ, જવારી તથા ચતુર્ભુજ ઇત્યાદિ છે !!!

પરિચય  ————

જો ભારતમાં ક્યાંય પણ મંદિર સ્થાપત્ય કે વાસ્તુકલાનાં રચનાત્મક,અદ્વિતીય,વિલક્ષણ,ભવ્ય, રાજસી, બેજોડ, લાજવાબ, શાનદાર અને સહી સર્જન હોય તો તે છે માત્ર માત્ર ખજુરાહોમાં !!! ખજુરાહો ચંદેલશાસકોનું પ્રાધિકાર પ્રમુખ સ્થાન હતું !!! જેમણે અહીંયા અનેકો તળાવો, શિલ્પકલાની ભવ્યતા અને વાસ્તુકલાત્મક સુંદરતાથી સજાવેલાં વિશાળકાય મંદિરો બનાવ્યાં !!! યાશોવાર્મને ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું જે અત્યારે લક્ષ્મણ મંદિરનાં નામે પ્રસિદ્ધ છે !!! અને આ ચંદેલ રાજાઓની પ્રતિષ્ઠાનો દાવો કરવાંવાળાં એમનાં સમયનાં એક ઉદાહરણનાં રૂપમાં સ્થિત છે !!!વિશ્વનાથ, પાર્શ્વનાથ અને વૈધનાથનાં મંદિર રાજા ડાંગાના સમયથી છે જે યશોવર્મનનાં ઉત્તરવર્તી હતાં.

ખજુરાહોનું સૌથી મોટું અને મહાન મંદિર અનશ્વર કંડારિયા મહાદેવનું છે જેને રાજા ડાંગાએ બનાવ્યું હતું !!! આ સિવાય પણ કેટલાંક અન્ય ઉદાહરણ છે  —- જેમકે વામન, આદિનાથ, જવારી, ચતુર્ભુજ અને દુહાદેવ પરંતુ કેટલાંકના મંદિરો પણ વિસ્તૃત રૂપે સંકલ્પિત મંદિર છે !!! ખજુરાહોનો મંદિર સમૂહ ……. પોતાની ભવ્ય છતો (જગતી) અને કાર્યાત્મક રૂપે પ્રભાવી યોજનાઓ માટે પણ ઉલ્લેખનીય છે !!!
અહીંની શિલ્પકલાઓમાં ધાર્મિક છબિઓ સિવાય પરિવાર, પાર્શ્વ, અવરણા દેવતા, દિકપાલ અને અપ્સરાઓ તથા સૂરસુંદરીઓ પણ છે !!! અહીંની વેશભૂષા અને આભુષણ ભવ્યતા મનમોહક છે !!!

મંદિરોની શોધ  ———–

ઇસવીસન ૧૮૩૮માં એક બ્રિટિશ એન્જિનિયર કેપ્ટન ટી.એસ.બર્ટને પોતાની યાત્રા દરમિયાન પોતાને અ વિશેની જાણકારી મળી. એમણે જંગલોમાં લુપ્ત આ મંદિરોની ખોજ કરી અને એનું અલંકારિક વિવરણ બંગાળની એશિયાટિક સોસાયટી સમક્ષ પ્રસ્તુત કર્યું !!! ઇસવીસન ૧૮૪૩થી ઈસ્વીસન ૧૮૪૭ વચ્ચે છત્તરપુરના સ્થાનીય મહારાજાએ આ મંદિરોની મરમ્મત કરાવી. જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે આ સ્થાનની ઈસ્વીસન ૧૮૫૨માં ઘણી યાત્રાઓ કરી અને આ મંદિરોનું વ્યવસ્થાબદ્ધ વર્ણન પોતાનાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રીપોર્ટ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા રીપોર્ટસ)માં કર્યો. ખજુરાહોનાં સ્મારક હવે ભારતનાં પૂરાં તાત્વિક સર્વેક્ષણ વિભાગની દેખરેખ અને નિરક્ષણ હેઠળ છે જેણે અનેક ટીલાઓની ખોડાઈ કરાવી છે એમાં લગભગ ૧૮ સ્થાનોની તો પહેચાન થઇ ગઈ છે !!!

સન ૧૯૫૦-૫૧માં ભારતનાં પહેલાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ખજુરાહો આવ્યાં. આ દરમિયાન અહીંના નિવાસીઓએ ખજૂરાહોના વિકાસની રૂપરેખા એમની સમક્ષ રાખી એનાં પછી વર્ષ ૧૯૫૫માં પંડિત જવાહરલાલ નહેરુ પણ ખજૂરાહોમાં આગમન થયું. એમણે ખજુરાહની સરાહના કરતાં એનાં વિકાસની દિશામાં કદમ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. આ મંદિરોને કારણે ખજુરાહો પર્યટન સ્થળનાં રૂપમાં શીઘ્ર વિકસિત થયું !!! આજે વિશ્વ પર્યટનનાં માનચિત્ર પર ખજુરાહોનું વિશિષ્ટ સ્થાન છે !!! ખજૂરાહોને યુનેસ્કો દ્વારા ઇસવીસન ૧૯૮૬માં વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો પણ મળ્યો. આધુનિક ખજુરાહો એક નાનકડું ગામ જ છે …….. જે હોટેલો અને હવાઈ અડ્ડાની સાથે પર્યટન વ્યાપારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે !!!

કલાત્મકતા  ———–

ખજૂરાહોના મંદિરો ભારતીય સ્થાપત્ય કલાનાં અદભૂત નમૂના છે. ખજૂરાહોમાં ચંદેલ રાજાઓ દ્વારા બનવવામાં આવેલાં ખૂબસૂરત મંદિરો માં કરવામાં આવેલી કલાકારી એટલી સજીવ છે કે ઘણીવાર આ મૂર્તિઓ ખુદ બોલતી હોય એવું લાગ્યાં વગર રહેતું નથી !!! દુનિયાને ભારતનાં ખજૂરાહોનાં મંદિરો એક અણમોલ ઉપહાર છે !!! એ સમયની ભારતીય કલાનો પરિચય આમાં પથ્થરોની સહાયતાથી આકારાયેલી કલાત્મકતા આપે છે !!! ખજૂરાહોનાં મંદિરો જોયાં પછી કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે એની તારીફ કર્યા વગરનો રહી ગયો હોય !!!

સર્વોત્કૃષ્ટ કલાકૃતિઓ ————-

વાસ્તુ અને મૂર્તિકલાની દ્રષ્ટિએ ખજૂરાહોનાં મંદિરોને ભારતની સર્વોત્કૃષ્ટ કલાકૃતિઓમાં સ્થાન આપવામાં આવે છે. અહીંયાની શ્રુંગારિક મુદ્રાઓમાં અંકિત મિથુન-મૂર્તિઓની કલા પર સંભવત: તાંત્રિક પ્રભાવ છે. પરંતુ કલાનું જે નિરાવૃત અને અછૂતા સૌંદર્ય એમનાં અંક્નમાં નિહિત છે, એની ઉપમા ક્યાંય નથી મળતી !!! આ મંદિરોનાં અલંકરણ અને મનોહર આકાર -પ્રકારની તુલનામાં માત્ર ભુવનેશ્વરનાં મંદિરની કલા જ ટકી શકે છે !!! મુખ્ય મંદિર તથા મંડપોનાં શિખરો પર આમલક સ્થિત છે !!! આ શિખરો ઉત્તરોત્તર ઊંચા થતાં ગયાં અને એટલાં માટે પ્રભાવોત્પાદક તથા આકર્ષક દેખાય છે. મંદિરોની મુર્તિકલાની સરાહના તો લગભગ બધાં જ પર્યટકોએ કરી છે. મંદિરનું અપૂર્વ સૌંદર્ય, અપાર વિસ્તાર અને ચિત્રકારની કૂચીને લજ્જિત કરવાંવાળું બારીક નક્કાશી કામ જોઇને જ ચકિત થઇ જવાય એવું છે !!!

ખજુરાહોની મિથુન પ્રતિમાઓ  ———-

આ મૂર્તિઓનાં વિષયમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ અને વિચાર છે. કેટલાંકની માન્યતા છે કે પ્રતિમાઓ સમકાલીન સમાજની જર્જર અને કમજોર નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાંકની ધારણા છે કે આ કામશાસ્ત્રનાં પૌરાણિક ગ્રંથોનાં રત્યાત્મ્ક આસનોનું નિદર્શન છે !! એવું પણ માનવામાં આવે છે કે આ પ્રતિમાઓ, વિશેષ મધ્યકાલીન ભારતીય પંથ જેઓ કામુક કૃત્યને ધાર્મિક પ્રતીક્વાદ માનતાં હતાં એનું પ્રતિનિધિત્વ કરે છે !!! આ લોકો મોક્ષપ્રાપ્તિ માટે યોગ તથા ભોગ બંનેની માંગોનું અનુસરણ કરતાં રહ્યાં હશે !!!

લક્ષ્મણ મંદિર અહીંયા પણ આપને એ ધ્યાન રાખવું પડે છે કે પ્રારંભિક કાળથી જ ભારતીય કલા, સાહિત્ય તથા લોક પરંપરામાં સદાય કામુક તત્વની ઉપસ્થિતિ રહી છે. મિથુન (પ્રેમી યુગલ) પ્રતિમાઓ તો શ્રુંગકાલની મૂર્તિકલા તથા મૃણમૂર્તિઓમાં પણ મૌજૂદ હતી. આ કલાને અમરાવતી અને મથુરાથી શરુ થઇને પછીની બધી કલા શૈલીઓને અનુપ્રાણિત કર્યું !!!

બૌદ્ધ ધર્મ  ————

ખજૂરાહોમાં વિરાજમાન ભગવાન બુદ્ધની એક વિશાળ પ્રતિમાથી પ્રાપ્ત થવાથી એ સંકેત મળે છે કે આ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મનું પણ પ્રચલન હતું પછી ભલેને એ સીમિત પ્રમાણમાં પણ કેમ ના હોય !!! કનિંઘમનાં મતે ગંઠાઈ નામક મંદિર બૌદ્ધ ધર્મસાથે સંબંધિત છે પરંતુ આ તથ્ય સત્ય લાગતું નથી !!!

હિંદુ ધાર્મિક પ્રણાલી  ——–

ખજૂરાહોની હિંદુ ધાર્મિક પ્રણાલી તંત્ર પર આધારિત હતી પરંતુ કાપાલિક સંપ્રદાયનાં ખોપડીધારીઓ (ભગવાન શિવજીનાં કાપાલી સ્વરૂપનાં પૂજક)થી પૃથક હતી. આ લોકો ઉગ્ર તાંત્રિક નહોતાં …… એ પરંપરાગત રૂઢિવાદી અને બ્રાહ્મણવાદી ધારાનાં હતાં. જે વૈદિક પુનરુત્થાન અને પૌરાણિક તત્વોથી પ્રભાવિત હતાં. જેનું પ્રમાણ મંદિરોનાં શિલાલેખોમાંથી મળે છે !!!

પર્યટન સ્થળ  ———-

ખજુરાહો પ્રસિદ્ધ પર્યટન અને પુરાતાત્વિક સ્થળ છે. જેમાં હિંદુ અને જૈન મૂર્તિકલાથી સુસજ્જિત ૨૫ મંદિર અને ૩ સંગ્રહાલય છે. ૨૫ મંદિરોમાંથી ૧૦ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે ……. જેમાં એમનું એક સશક્ત મિશ્રિત સ્વરૂપ વૈકુંઠ શામિલ છે. ૯ મંદિર ભગવાન શિવનાં એક સૂર્યદેવનું , એક રહસ્યમય યોગિનીઓ (દેવીઓ )અને પાંચ મંદિર દિગંબર જૈન સંપ્રદાયનાં તીર્થંકરોનાં છે. ખજુરાહોનાં મંદિરોમાં ત્રણ મોટાં શિલાલેખો છે ……..    જે ચંદેલ નરેશ ગન્ડ અને યશોવર્મનનાં સમયનાં છે. ૭મી શતાબ્દિમાં ચીની યાત્રી હ્યુ એન સંગે ખજૂરાહોની યાત્રા કરી હતી એને એ સમયમાં પણ અનેક મંદિરોને ત્યાં જોયાં હતાં !!! પાછલી શતાબ્દી સુધી ખજૂરાહો સુથી અધિક સંખ્યામાં મંદિરો સ્થિત હતાં ,પરંતુ એની વચ્ચે એ નષ્ટ થઇ ગયાં હતાં

પશ્ચિમી સમૂહનાં મંદિર ————

ખજુરાહોનાં પશ્ચિમી સમૂહમાં લક્ષ્મણ, કંડારિયા મહાદેવ, મતંગેશ્વર, વિશ્વનાથ, લક્ષ્મી, જગદંબી, ચિત્રગુપ્ત, પાર્વતી તથા ગણેશ મંદિર આવે છે અહીં પર વરહ અને નન્દીનાં મંડપ પણ છે !!!

લક્ષ્મણ મંદિર ———–

લક્ષ્મણ મંદિર ….. ખજુરાહોનું આ વૈષ્ણવ મંદિર છે. એ પંચાયતન શૈલીનું સંધાર મંદિર છે ….. આ મંદિરને ઇસવીસન ૯૩૦થી ઇસવીસન ૯૫૦ની વચ્ચે ચંદેલ શાસક યશોવર્મને બંધાવ્યું હતું. આ મંદીરની લંબાઈ ૨૯ મીટર તથા પહોળાઈ ૧૩ મીટર છે. સ્થાપત્ય તથા વાસ્તુકલાનાં આધાર પર બલુઆ પથ્થરોથી બનેલાં મંદિરોમાં લક્ષ્મણ મંદિર સર્વોત્તમ છે. ઉંચી જગત પર સ્થિત આ મંદિરનાં ગર્ભગૃહમાં ૧.૩ મીટર ઉંચી ભગવાન વિષ્ણુની મૂર્તિ અલંકૃત તોરણની વચ્ચે સ્થિત છે. આખું મંદિર એક ઉંચી જગત પર સ્થિત હોવાનાં કારણે મંદિરમાં વિકસિત એનાં બધાં ભાગ જોઈ શકાય છે !!! જેનાં અર્ધ મંડપ, મંડપ, મહામંડપ, અંતરાલ તથા ગર્ભગૃહમાં ,મંદિરની બાહ્ય દીવાલો પર પ્રતિમા બે પંક્તિઓ જેમાં દેવી-દેવતાગણ, યુગ્મ અને મિથુન વગેરે છે !!! મંદિરનાં બાહ્ય હિસ્સમાં દિવાલો તથા ચબુતરા પર યુદ્ધ, શિકાર, હાથી, ઘોડા, સૈનિક, અપ્સરાઓ અને મિથુનાકૃતિઓ નાં દ્રશ્ય અંકિત છે !!! સરદલની મધ્યમાં લક્ષ્મીજી છે જેની બંને તરફ બ્રહ્મા અને વિષ્ણુ છે !!!

લક્ષ્મણ મંદિર

વિશ્વનાથ મંદિર  ———

આજથી લગભગ ૧૦૦૦ વર્ષ પૂર્વ પંચાયતન શૈલીમાં મહારાજા ધંગદેવ વર્મન દ્રારા બનાવવામાં આવેલાં વિશ્વનાથ મંદિરમાં ત્રણ માથાંવાળાં બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે !!!અત્યારે એનો કેટલોક ભાગ ખંડિત થઇ ચુક્યો છે. ભારત દેશમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવશંકરનાં મંદિરો તો ઠેકઠેકાણે છે. પરંતુ બ્રહ્માજીનું મંદિર દેશમાં બહુ જગ્યાએ નથી જ !!! મંદિરની ઉત્તરી દિશામાં સ્થિત શેર અને દક્ષિણી દિશામાં સ્થિત હાથીની પ્રતિમાઓ ઘણી જ સજીવ લાગે છે !!! આ સિવાય પણ નંદીની પ્રતિમા ભગવાન તરફ મોંહ કરેલી પણ મૌજૂદ છે !!!

વિશ્વનાથ મંદિર

કંડારિયા મહાદેવ  ———–

કંડારિયા મહાદેવ મંદિર  —– ખજૂરાહોના મંદિરોમાં સૌથી ઊંચું અને કલાત્મક મંદિર આ જ છે !!! આ મંદિર ૧૦૯ ફૂટ લાંબુ, ૬૦ ફૂટ પહોળું અને ૧૧૬ ફૂટ ઊંચું છે !!! આ મંદિરનાં બધાં ભાગો —- અર્ધમંડપ, મંડપ, મહામંડપ, અંતરાલ તથા ગર્ભગૃહ આદિ …… વાસ્તુકલાનાં બેજોડ નમૂના છે !!!

ગર્ભગૃહ ચારેબાજુએથી પ્રદક્ષિણાપથ યુક્ત છે !!!આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે આ મંદિરમાં શિવલિંગ સિવાય તમામ દેવી-દેવતાઓની કલાત્મક મૂર્તિઓ મન મોહી લે તેવી છે !!!

મંદિરનાં પ્રત્યેક ભાગમાં માત્ર ત્રણ ફૂટ ઉંચી મૂર્તિઓની સંખ્યા ૮૭૨ છે. નાની – નાની મૂર્તિઓ તો અસંખ્ય છે !!! સંપૂર્ણ સમાનુપાતિક યોજના, આકાર, ખૂબસૂરત મૂર્તિકલા એવં ભવ્ય વાસ્તુકલાને કારણે આ મંદિર મધ્યભારતમાં એક પોતાની આગવી ભાત ઉપસાવતું શાનદાર મંદિર છે !!!

કંડારિયા મહાદેવ

મંદિરમાં સોપાન દ્વારા અલંકૃત કીર્તિમુખ, નૃત્ય દ્રશ્ય યુક્ત તોરણ દ્વારમાંથી પ્રવેશ કરી શકાય છે. બહારથી જોતાં આનો મુખ્ય દ્વાર એક ગુફા એટલે કે કંદરા જેવો નજરે પડે છે. કદાચ એટલાં જ માટે આ મંદિરનું નામ કંડારિયા મહાદેવ પડયું છે !!! ગર્ભગૃહનાં સરદલ પર ભગવાન વિષ્ણુ, એની જમણી બાજુએ ભગવાન શિવ દેખાય છે. કેટલાંક મંદિરોની જેમ જ આ મંદિરની વિશેષતા એ પણ છે કે જો તમે દૂરથી પણ જુઓને તો તમને લાગશે કે તમે સેન્ડ સ્ટોનમાંથી બનેલાં મંદિરને નહીં પણ ચંદનની લાકડી પર તરાશ કરવામાં આવેલી કોઈ ભવ્ય મંદિરને જોઈ રહ્યાં છો !!! હવે સવાલ એ ઉઠે છે કે જો આ મંદિર બલુઆ પથ્થરમાંથી બનેલું છે તો પછી મૂર્તિઓ, દીવાલો અને સ્તંભોમાં આટલી બધી ચમક કેવી રીતે ? દરઅસલ આ ચમક આવી છે ચામડાને જબરજસ્ત ઘસવાને કારણે પોતાની રીતે આ અનોખા મંદિરની દીવાલો અને સ્તંભ એટલાં બધાં ખૂબસૂરત બનેલાં છે પર્યટક એને જોઇને દંગ રહી જાય છે !!!

ચિત્રગુપ્ત મંદિર  ———-

ચિત્રગુપ્ત મંદિર પૂર્વમુખી મંદિર છે !!! આ મંદિર ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે. આ મંદિરની અંદર ૫ ફૂટ ઊંચા સતત ઘોડા અને રથ પર સવાર ભગવાન સૂર્યની પ્રતિમા મનમોહક છે. આ મંદિરની દીવાલો પર રાજાઓનાં શિકાર અને એમની સભાઓમાં સમૂહનૃત્યનાં દ્રશ્ય ઘણીજ બારીકાઈથી અને સુંદરતાપૂર્વક આકારવામાં આવેલાં છે એનાથી ચંદેલ રાજાઓની સંપન્નતાનો પતો મળે છે !!!

ચિત્રગુપ્ત મંદિર

જગદંબી મંદિર  ———-

રાજા ગંડદેવ વર્મન દ્વારા નિર્મિત આ મંદિર ચિત્રગુપ્ત મંદિરની સમીપ જ સ્થિત છે. વિષ્ણુ ભગવાનનાં આ મંદિરમાં સેંકડો વર્ષ પછી છત્તરપુરનાં મહારાજાએ અહીં પર માં પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરાવી હતી એટલાં માટે આને “જગદંબી મંદિર” કહેવામાં આવે છે !!!

જગદંબી મંદિર

મતંગેશ્વર મંદિર  ————

રાજા હર્ષવર્મન દ્વારા ઇસવીસન ૯૨૦માં બનાવવામાં આવેલાં આ મંદિર ખજુરાહોમાં ચંદેલ રાજાઓ દ્વારા બનવવામાં આવેલાં બધાં મંદિરોમાં સૌથી પુરાણું મનાય છે !!!ખજુરાહોનાં બધાં જ પુરાણા મંદિરોમાં આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં આજે પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે !!!

મતંગેશ્વર મંદિર

ચોસઠ યોગિની મંદિર  ————

ખજૂરાહોમાં ૬૪ યોગિનીઓનું ખુલ્લું મંદિર ખુરદરે ગ્રેનાઈટ પથ્થરનું બનેલું છે. ઉત્તરમુખી આ મંદિરનું નિર્માણ ઇસવીસન ૯૦૦માં બનેલું છે એમ માનવામાં આવે છે અહીંયાથી બ્રહ્માણી, ઈન્દ્રાણી અને મહિષાસુર મર્દિનીની પ્રતિમાઓ પ્રાપ્ત થઇ છે !!!

ચોસઠ યોગિની મંદિર

પૂર્વી સમૂહનાં મંદિર  ———–

પૂર્વી સમૂહનાં મંદિરોમાં છે  ——-બ્રહ્મા, વામન, જાવરી અને હનુમાન મંદિર …….. અને જૈન મંદિરોમાં છે  – પાર્શ્વનાથ, આદિનાથ અને ઘંટાઈ મંદિર

વામન મંદિર  ————

આ મંદિર ભગવાન વિષ્ણુનાં વામન અવતારને સમર્પિત છે. આનાં ભૂ -વિન્યાસમાં સપ્તરથ, ગર્ભગૃહ, અંતરાલ, મહામંડપ તથા મુખમંડપ છે !!! આનો ગર્ભગૃહ નિરંધાર છે તથા ચતુર્ભુજ વામનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. જેની બંને તરફ ક્રમશ: ચક્રપુરુષ અને શંખપુરુષ છે !!! આ મંદિરનાં મહામંડપની છત પશ્ચિમી ભારતનાં મધ્યકાલીન મંદિરોની સમાન સંવર્ણ શૈલીને અનુરૂપ છે. મંદિરનાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર સપ્તશાખાઓથી અલંકૃત છે !!! જે લતા, પુષ્પ, નૃત્યરત ગણ, મિથુન, કમલા પુરુષ, કુંડલીયુક્ત નારીની આકૃતિઓથી સુસજ્જિત છે !!! પ્રવેશદ્વારનાં નીચલા હિસ્સામાં સ્ત્રી પરિચર અને દ્વારપાલ સહિત ગંગા અને યમુનાનાં ત્રિભંગમાં બતાવવામાં આવ્યો છે જે હાથોમાં કલશ અને માળાઓ લીધેલાં છે !!!

વામન મંદિર

સરદલનાં મધ્યભાગમાં ચતુર્ભુજ વિષ્ણુ તથા બંને તરફ આલીયોમાં બ્રહ્મા અને વિષ્ણુ બેસાડવામાં આવેલાં છે !!! મંદિરનાં મધ્યભાગમાં પ્રતિમાઓની બે પંક્તિઓ છે જેનું આકર્ષણ સુર -સુંદરીઓની પ્રતિમાઓ છે !!! સાથે જ ગર્ભગૃહનાં બાહ્ય ભાગ પર પ્રમુખ આલિયોમાં વરહ અને નરસિંહની પ્રતિમાઓ લાગેલી છે !!!

જવારી મંદિર  ———-

ઈસ્વીસન ૧૦૭૫થી ઇસવીસન ૧૧૦૦ વચ્ચે નિર્મિત આ મંદિરની સાનુપાતિક સંરચનાનાં પ્રદક્ષિણા પથવિહીન, ગર્ભગૃહ, અન્રાલ તથા મંડપ વિદ્યમાન છે. આ ઉત્કૃષ્ટ મકર તોરણ તથા સુંદર શિખરથી અલંકૃત છે તથા બાહ્ય દિવાલો સુંદર પ્રતિમાઓથી સુસજ્જિત છે જે ત્રણ પંક્તિઓમાં ઉત્કીર્ણ છે. આ મંદિર ખજૂરાનાં ચતુર્ભુજ મંદિરથી નિકટ સામ્ય રાખે છે. આના સિવાય અન્ય વિશેષતાઓ મધ્ય ભારતની મધ્ય યુગીન મંદિર સંરચનાથી સમાનતા રાખે છે !!!

હનુમાન મંદિર  ———–

ખજુરાહો એક એવું ધાર્મિક કેન્દ્ર હતું …….. જ્યાં ઘણાં  સંપ્રદાય ફૂલ્યા-ફાલ્યા હતાં !!! ખજુરાહો તરફ જવાંવાળાં રસ્તા પર હનુમાનજીની ૩ મીટર ઉંચી પ્રતિમા એક ચબુતરા પર સ્થિત છે. આ મૂર્તિનું મહત્વ એટલાં માટે છે કે કારણકે અહીંયા જે શિલાલેખ ઉત્કીર્ણ છે એ ઈસ્વીસન ૯૨૨નો છે !!! આ હિસાબે આ ખજુરાહોનું સૌથી પુરાણું મંદિર છે !!!

પ્રતિમા અને સ્થાપત્ય શૈલીનાં આધાર પર આ મંદિરનો નિર્માણકાલ લગભગ ઇસવીસન ૧૦૫૦થી ઇસવીસન ૧૦૭૫ની વચ્ચેનો નિર્ધારિત કરવામાં આવેલો છે !!!

જૈન મંદિર  ———–

ખજૂરાહોમાં જે મંદિરો બનાવવામાં આવ્યાં હતાં એમાંથી ત્રીસ તો આજે પણ સ્થિત છે. આ મંદિરોમાં આઠ જૈન મંદિર છે. જૈન મંદિરોની વાસ્તુકલા અન્ય મંદિરોનાં શિલ્પથી બહુજ મળતી -ઝૂલતી છે !!!. સૌથી મોટું મંદિર પાર્શ્વનાથનું છે ……. જેનો નિર્માણકાલ ઇસવીસન ૯૫૦થી ઇસવીસન ૧૦૫૦નો છે. આ ૬૫ ફૂટ લાબું અને ૩૧ ફૂટ પહોળું છે. એની બાહ્ય ભિંતો પર ૩ પંક્તિઓ માં જૈન મૂર્તિઓ ઉત્કીર્ણ છે !!!

પાર્શ્વનાથ મંદિર  ————

ખજૂરાહોમાં જેટલાં પણ પ્રાચીન મંદિરો છે એમાં આ સૌથી સુંદર ,વિશાળ અને ભવ્ય છે. એ પોતાનાં ભૂ વિન્યાસમાં વિશિષ્ટ છે. હા ……. આ મંદિર સાધારણ છે પરંતુ તો પણ એમાં કોઈપણ પ્રકારનો વાતાયન નથી એની અન્ય વિશેષતા એ છે કે એનાં ગર્ભગૃહની પાછળ એક નાનકડું મંદિર પણ જોડાયેલું છે !!! બીજાં અર્થમાં કહેવામાં આવે તો આ વિકસિત ખજુરાહો (ચંદેલ)શૈલીનું એક મંદિર છે જેમાં આદભૂત અલંકરણ તથા પ્રતિમાઓની સૌમ્યતા દ્રષ્ટવ્ય થાય છે !!! આ મંદિરનું નિર્માણ દસમી શતાબ્દીનાં મધ્યમાં થયું હતું !!! મૂળરૂપથી આ મંદિર પ્રથમ તીર્થંકરને સમર્પિત કરવામાં આવ્યું હતું !!!

આદિનાથ મંદિર ——–

આ મંદિરનાં ગર્ભગૃહમાં આદિનાથ પ્રતિમા સ્થાપિત હોવાનાં કારણે આ જૈન મંદિરનાં નામે ઓળખાય છે. આ નિરંધાર શૈલીનું મંદિર છે જેમાં મંડપ તથા અર્ધમંડપ રહ્યાં હશે જે વર્તમાનમાં પૂર્ણરૂપે નષ્ટ થઇ ચૂક્યાં છે. આજકાલ એમાં ગર્ભગૃહ તથા અંતરાલ છે !!! એની સાથે જ વર્તમાન સમયમાં નિર્મિત મેહરાબદાર નિર્માણ જોવાં મળે છે. જેની અંદર ગુંબજનુમા છત છે જે પ્રાચીન નિર્માણ સાથે જોડાયેલી છે. આ મંદિર સપ્તરથ છે એવં એનો ભૂવિન્યાસ વામન મંદિર જેવો છે છતાં પણ આ મંદિર અત્યાધિક વિકસિત શૈલીનું છે. એનું શિખર તથા જંઘાભાગ વામન મંદિરની સમાન અલંકૃત છે. શૈલીના આધાર પર આ મંદિર અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં નિર્મિત થયું હતું !!!

આદિનાથ મંદિર

દક્ષિણી સમૂહનાં મંદિર  ——–

ખજુરાહોનાં દક્ષિણી સમૂહનાં મંદિરોમાં આવે છે ચતુર્ભુજ અને દુલ્હાદેવ મંદિર

ચતુર્ભુજ મંદિર  ———

આ મંદિરમાં પ્રદક્ષિણા પથ રહિત ગર્ભગૃહ, અંતરાલ, મંડપ તથા મુખ મંડપ છે. આ મંદિર એક સાધારણ ચબુતરા પર સ્થિત છે. ખજૂરાહોમાં આ એક એવું મંદિર છે જેમાં મિથુન મૂર્તિઓનો અભાવ છે. દીવાલની ચારે તરફ મૂર્તિઓની ત્રણ શ્રુંખલાઓ છે. જેમાં ઉપરી પંક્તિમાં અંકિત વિદ્યાધરોની પ્રતિમાઓ સિવાય અન્ય બધી પ્રતિમાઓ એક જેવી જ છે જે શિલ્પકલામાં થયેલાં પતનની દ્યોતક છે !!! દિવાલોમાં જડેલી પ્રતિમાઓ અંતર્ગત પ્રથમ પંક્તિમાં દિકપાલની પ્રતિમાઓ મધ્યભાગમાં અષ્ટ બસુ તથા શેષ પંક્તિઓમાં અપ્સરાઓનું અંકન છે. આલિયોમાં વ્યાલ વિશેષ ઉલ્લેખનીય છે. ગર્ભગૃહનાં પ્રવેશદ્વારનાં નીચલા ભાગમાં ત્રિભંગ મુદ્રામાં ગંગા, યમુના અને દ્વારપાલોને પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન શિવની દક્ષિણા મૂર્તિ સ્થાપિત છે ,જેની મુખાકૃતિ શાંતભાવ પરિલક્ષિત કરે છે !!!

આ મંદિરનો નિર્માણકાલ ઇસવીસન ૧૧૦૦નો માનવામાં આવે છે !!!

આમ તો કુલ ૮૪-૮૫ મંદિરો હતાં
પણ એમાંથી ૨૨ જ શોધી શકાયાં છે
જે છે એ ઉત્તમ છે અને ભારતની શાન છે
આ મંદિરોને આક્રાંતાઓએ નુકશાન નથી પહોંચાડયું એટલો ભગવાનનો પાડ માનવો જ રહ્યો
આ પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે આ મંદિરો વચ્ચે ખોવાઈ ગયાં હતાં અને એમાં એક મંદિર સિવાય ક્યાંય પણ કશે પૂજા નથી થતી. આમેય જ્યાં જૈન મંદિરો છે ત્યાં આક્રાંતાઓએ કોઈજ નુકશાન નથી પહોંચાડયું
આ વાત બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોને પણ લાગુ પાડી શકાય છે જ !!! આ મંદિરો આટલાં બધાં વર્ષો વિત્યાં અને કેટલાંક કુદરતી કારણોને એ ખંડિત થયાં છે. પણ એ એક કે બે જ ……… બાકી બધાં જ એમનાં એમ જ છે !!! આવા મંદિરો જ ભારતીય સંસ્કૃતિની શાન છે. જેને જોતાજ આનંદ અને અભિભૂત થઇ જવાય એવાં મંદિરો છે આ !!! આ જોવાં તો ખાસમખાસ સહકુટુંબ ત્યાં જવું જ જોઈએ દરેકે !!!

———- જનમેજય અધ્વર્યુ

👏👏👏👏👏👏👏👏👏

error: Content is protected !!