જેઠાભાઈની વાવ – ઇસનપુર (અમદાવાદ)

વાવો તો ગુજરાતની જ, વાવો તો અમદવાદ અને તેની આજુબાજુની જ, આટલી બધી વાવો જોતાં તો એક વાત સ્પષ્ટ જ છે કે તે સમયમાં વાવો અતિપ્રસિધ અને અને અતિસમૃદ્ધ હતી અને તે તેનાં મૂળભૂત હેતુમાં અત્યંત સફળ રહી હતી. વાવોથી ગુજરાત ઓળખાય છે કે ગુજરાતથી વાવો ઓળખાય છે. વાવ શેનાથી બનેલી છે તે મહત્વનું નથી એ શા માટે બનેલી છે વધારે મહત્વનું છે. ગુજરાતમાં વાવોની શરૂઆત તો સિંધુ સંસ્કૃતિથી થઇ હતી અને એનો અંત છેક વીસમી સદીમાં આવ્યો. ગુજરાતમાં જે છેલ્લી બે વાવો બની હતી તેમની એક છે અમદાવાદ માં ઇસનપુર સ્થિત જેઠાભાઈની વાવ !!! ત્રીજી સદીથી શરૂ થયું હતું વાવો બનાવવાની શરૂઆત આ ૧૭૦૦ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઘણી બધી વાવો બની જે ગુજરાતના સંસ્કૃતિક ઇતિહાસના પ્રતિક સમી છે. આમાં ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળા સમયે -સમયે એકબીજાથી જુદી પડે છે અને એકબીજા કરતાં ચડિયાતી સાબિત થાય છે. ગુજરાતનો શિલ્પ સ્થાપત્યનો ઈતિહાસ એટલે જ આ વાવો એમ જરૂરથી કહી શકાય !!!

ગુજરાતમાં માત્ર રાજાઓએ જ વાવો નથી બંધાવી. ગુજરાતમાં માત્ર રાજમાતા કે રાણીઓએ જ વાવો નથી બંધાવી.

રાજમાતાએ બંધાવેલી ઉત્તમ વાવ એટલે દુનિયાની બીજાં નંબરની સૌથી મોટી વાવ —–રાણકી વાવ

રાણીએ પણ વાવો બંધાવી હતી ——- અડાલજની વાવ

રાણીવાસમાં કામ કરતી બાઈઓએ પણ વાવો બનાવી છે —— દાદા હરિની વાવ

દીવાને પણ વાવ બંધાવી હતી ——– અમૃતવર્ષીણી વાવ

અને કોઈ સામાન્ય માણસે પણ વાવ બંધાવી હતી ——— આ જેઠાભાઈની વાવ !!!

100-3965_orig

વાવ કયારેક ગામલોકોના સહિયારા પ્રયાસનું પણ ફળ હોઈ શકે છે જેણે વિષે આપને હજી અજ્ઞાત જ છીએ. વાવો બંધાવી હતી એની દંતકથાઓ બહુ પ્રચલિત છે પણ એનો મૂળભૂત હેતુ ભૂલી જાય છે લોકો. વાવ બે માળની હોય કે સાત માળની વાવ એ વાવ છે અને એનો હેતુ માત્ર પાણી સંગ્રહિત કરવાનો જ હોય સોનું સંગ્રહ કરવાનો ના હોય !!! આ પાણી વરસાદનું જ હોય વળી. વરસાદી પાણીનો સંગ્રહ તો પહેલાનાં જમાનામાં લોકોના ઘરોમાં થતો જ હતો ને અને આજે પણ થાય છે જ ને !!!વાવમાં જોવાં જેવું શું હોય છે? વાવ એ તો વાવ હોય છે વળી. હા….. એમાં શિલ્પ સ્થાપત્યો અને કલાકોતરણી હોય છે જ પણ એ માટે મંદિરો જઈએ કે આ વાવો જોઈએ બધું જ સરખું છે એવા ખ્યાલોમાંથી બહાર આવીને આ એક ઐતિહાસિક ઈમારત છે જે તે જમાનામાં અત્યંત સફળ રહી હતી એમ માનીને જોઈએ તો વધારે સારું છે. પાણીના સંગ્રહને આટલું બધું મહત્વ શા માટે જોઈએ કોઈએ પણ આ પ્રશ્ન ખાલી ખાલી બુદ્ધિજીવીઓ અને વાંકદેખાઓને જ થાય …….. જે ઇતિહાસના જ્ઞાતા હોય છે કે જેમને ઇતિહાસમાં રસ હોય છે એમને તો નહીં જ !!! આ વાવો એક વાર તો જોવીજ જોઈએ કોઈએ પણ એવું મારું તો સ્પષ્ટ પણે માનવું છે !!!

images

ગુજરાતની છેલ્લી વાવમાં જેની ગણના થાય છે એ આ જેઠાભાઈની વાવ એ અમદાવાદના પરા એટલે કે બાહ્ય વિસ્તાર ઇસનપુરમાં સ્થિત છે. આ રસ્તો અત્યારે હાઈવે અને અમદાવાદ બાયપાસ બની ગયો છે અને ત્યાં વાહનોની અવરજવર પણ બહુજ હોય છે. સતત ટ્રાફિક જામ રહે છે ત્યાં એ પરાં વિસ્તારમાં સ્થિત છે !! આમ તો એ મુખ્ય રસ્તા પર જ છે અને ત્યારે ત્યાં આજુબાજુમાં શોપિંગ કોમ્પલેક્ષો પણ બની ગયાં છે એટલે ત્યાં આરામથી જઈ શકાય છે અને એને જોઈ શકાય છે. બીજું એ કે અમદાવાદમાં સ્થિત છે એટલે અમદાવાદીઓ માટે એ સહેલાઈથી જ જોઈ શકાય છે. અતુલ્ય વારસાના અભિયાનને પરિણામે આ વાવ સફાઈ ઉદ્યમથી સ્વચ્છ જરૂર બન્યું છે પણ એ સફાઈ કાયમી થવી જોઈએ એમ મેં પહેલાં પણ કહ્યું છે. એક રીતે કહીએ તો આ અતુલ્ય વારસાની ટીમ દ્વારા લોકો ઉજાગર જરૂર થયાં છે એમ કહી શકાય !!!

આ જેઠાભાઈની વાવ એ જેઠાભાઈ જીવણલાલ નાગજીભાઈ (મૂળજી)એ બંધાવી હતી. એમ કહેવાય છે કે આ વાવ બનાવવાં માટેનાં સાધનો અને પથ્થરો અને વપરાશમાં નહી લેવાયેલો એટલેકે ફેંકી દેવાયેલા સરસામાનમાંથી આ વાવ બનવી હતી. અને તેમણે આ બધું શાહ આલમ પાસેથી લીધું હતું કે ખરીદ્યું હતું !!! મલિક આલમ રોજા માંથી આ સામાન લવાયો છે કે ખરીદાયો છે. જોકે એમને એ એમજ આપ્યું હશે એ ખરીદીને નહીં જ લાવ્યું હોય એવું વધારે લાગે છે કારણકે આ વાવ તો શું પણ કોઈ પણ વાવ એ લોકકલ્યાણ માટે જ બંધાવવામાં આવી હોય છે. લોકહિત એ જેમનું પરમ અને ચરમ લક્ષ્ય હોય છે !!! આ વાવનું માળખું એ દાદા હરિની વાવને મળતુંઝૂલતું છે એનું પેવેલિયન એટલે જેને આપણે પેવેલિયન ટાવર્સ કહીએ છીએ તે અને એનું ઉપરી બાંધકામ એ એની સાક્ષી પૂરે છે !!!

wp-image-1073195860jpeg

આ વાવ એ ૨૧૦ ફૂટ૯(૬૪ મીટર) ઊંડી અને ૨૧-૨૨ ફૂટ (૬.૪ મીટરથી ૬.૭ મીટર)પહોળી છે !! એનું ડોમ એટલે કે છત્રી અને છત એ ૧૨ સ્તંભોથી બનેલું છે અને એ વાવના પશ્ચિમી દરવાજા તરફ આવેલું છે !!! આ વાવનું એક વખત સમારકામ પણ થયેલું છે !!! આ વાવ ૪ માળની છે. આ વાવમાં ચાલુક્ય સ્થાપત્ય શૈલી અને ઇસ્લામિક સ્થાપત્યકલાનું મિશ્રણ છે અને કેમ ના હોય એનો સામાન તો રોજામાંથી લવાયો છે ને વળી. દાદા હરિની વાવને આ વાવ બહુજ મળતી આવે છે એનું બાંધકામ આ જ વાતની ચાડી ખાય છે. દરેક માળને સ્તંભોથી સજાવેલાં છે. ઉપરનાં ભાગમાં એક તોરણાકારે શિલ્પાકૃતિઓ અને વચમાં જેમ બધી વાવોમાં હોય છે એવાં ગોખ પણ છે. જેમાં ભૈરવ, હનુમાન , ગણેશજી, ચારભુજાવાળી દેવી, ફૂલોની પેનલ અને ભગવાન વિષ્ણુના શિલ્પો મુખ્ય છે પણ આ શિલ્પો પોતાની આગવી ભાત નથી પાડી શકતાં !!! પણ અત્યારે આ શિલ્પો ખંડિત બની ગયાં છે. આ વાવ જયારે બનાવી હતી ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ભૂકંપમાં અડીખમ રહે એને ઉની આંચ પણ ના આવે અને આજે પણ એવ્યું જ બન્યું છે કે એ ભયંકર ભૂકંપ પછી પણ અડીખમ ઉભી છે કહેવાનું તાત્પર્ય એ કે એને ઉની આંચ પણ નથી આવી !!!

ઈતિહાસકારો અને પ્રવાસકારો આ વાવની બન્યા તવારીખમાં પણ થાપ ખાઈ ગયાં છે કોઈ એને ઇસવીસન ૧૮૪૦માં બનેલી માને છે તો કોઈ એને ઇસવીસન ૧૮૬૦માં પણ આપણે એ ઇસવીસન ૧૮૬૦માં બંધાઈ હતી એમ માનીને ચાલવું હિતાવહ ગણાશે !!! પ્રખ્યાત ૧૮૫૭નાં બળવા પછી ૩ વર્ષ પછી આ વખતે તો સમગ્ર ભારતમાં અંગ્રેજોનો પગપેસારો થઇ જ ગયો હતો એટલે એમ કહેવાનું કે ગુજરાતમાં ખાલી સૂબાઓ જ હતાં કોઈ રાજા કે સલ્તનતનું આધિપત્ય તો હતું જ નહીં અંગ્રેજો જળોની જેમ ભારતને ચોંટી ગયાં હતાં !!! આ સમયે પણ એક વાવ બંધાવવી એ ખરેખર ભારતરત્ન મેળવ્યા બરાબર જ ગણાય. વાવનો હેતુ એ સમયમાં જરૂર સફળ થયેલો જ ગણાય !!!

wp-image-1540318871jpeg

બહારથી આવેલાં લોકો અમદાવાદમાં ગમે તે દિશામાંથી દાખલ થઇ શકે છે એટલે એ સમયે બહારથી આવેલાં લોકોને વિશ્રામ કરવાનું સ્થાન આપવું અત્યંત આવશ્યક હતું પછી એ ગમેતે સમય હોય કે ગમે તે સદી હોય પાણીની સમસ્યા તો ગંભીર જ હતી અને સૂર્ય તો એ વખતે પણ ધોમધખતો જ હતો. એ સમયે કઈ ચા-પાણીના કે નાસ્તાના સ્ટોલ કે દુકાનો હતી જ નહીં એટલે મુસાફરો પોતાની સાથે જે ભાથું લઈને આવતાં હતાં અને અહીં પાણી પીને -નાહી ધોને આરામ કરી પોતાને જ્યાં જવું હોય ત્યાં જતાં હતાં !!! વાવોનું બાંધકામ આજ હેતુસર થયું હતું

આ જેઠાભાઈની વાવ એ બહારથી એક રોજા કે મકબરા જેવી જ લાગે છે પણ અંદર જોઇને જઈએ ત્યારે ખબર પડે છે કે આ એક વાવ છે આ વાવનેને બહારથી જાળીઓથી સુરક્ષિત કરી દેવામાં આવી છે પણ તેમ છતાં લોકોની ઉજગરતા ઓછી જ જણાય છે !!! આ ઉદાસીનતા જ આપણને ઇતહાસથી વિમુખ કરે છે. બહારથી જોતાં મુસ્લિમ સ્મારક લાગે પણ અંદરથી તો એ વાવ જ છે. આ વાવ અત્યારે પણ કચરાનો ઢેર જ છે કારણકે એ ઉપરથી ઢંકાયેલી નથી અને કબૂતરોનું કાયમી નિવાસ્થાન બની ગઈ છે પણ તેમ છતાં હિન્દુએ જ બનાવેલી છે એટલે એ એક વાર તો અવશ્ય જોવાં જેવી તો ખરી જ ખરી તો બધાં એકવાર જોઈ આવજો આ વાવ !!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!