પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિત માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શકિત માતાએ એક રાત માં ૨૩૦૦ ગામો ને તોરણ બાંધ્યા હતા. જેમાં પહેલુ તોરણ પાટડીના ટોડલે બાંધ્યુ હતુ. અને દિવસ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દીઘડીયા ગામે બાંધ્યુ હતુ. આમ તેઓ ૨૩૦૦ ગામોના ધણી કહેવાયા…
માં શકિતદેવીએ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શકિત ધરાવતી, નીડર અને પ્રતીભાવંતી પુત્રી હતી. એક શકિતશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શકિતદેવી હતા. ઇ.સ. ૧૦૯૦માં મહાક્રમી હરપાળદેવે પાટડીમાં ઝાલાવંશની સ્થાપના કરી હતી. અને હરપાળદેવ અને શકિતદેવીએ બે મહાશકિતશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતુ.
પાટણમાં રાજા કરણ સોલંકીનું રાજ હતું તે સમયે તેમના ભાયાત પ્રતાપસિંહના ઘરે શક્તિદેવીએ અવતાર લીધેલો. શક્તિદેવીનું બાળપણનું નામ બિસંતીદેવી હતું. તે મોટા થતા તેમના માગા આવવા લાગ્યા. પરંતુ બિસંતીદેવી જોવા આવનાર મહેમાનોને વાઘ કે સિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગાડી દેતા હતા. આથી તેમના માતાપિતાને એમના લગ્નની ચિંતા સતાવતી હતી. શક્તિએ તેમના બાપુને આશ્વવત કર્યા કે તે નિશ્ચિંત રહે સમય આવ્યે તે તેમને સામેથી જણાવશે…
અહીં રાજા કરણને બાબરા ભૂતનો ભારે ત્રાસ હતો. બાબારો રાજા કરણ અને રાણી ફૂલાંદેને ભેગા જ નહોતો થવા દેતો. હરપાળદેવ રાજા કરણનું દુખ જાણીને તેમને વચન આપે છે કે તે આ દુખમાંથી મુક્ત કરાવશે. નક્કી થયા મુજબ તે રાતે રાજા કરણ રાણીવાસમાં ગયો કે તરત જ બાબરાએ તેમને બાંધીને એકબાજુ મુખી દીધા. હરપાળદેવ બાબરાને લલકાર્યો અને તેની સાથે મલ્લયુદ્ધ કર્યું…
મલ્લયુદ્ધમાં બાબરો અને હરપાળદેવ ની લડાઈ બરાબર જામી હતી, ત્યારે માં શક્તિ અહીં આવીને હરપાળદેવ ને કાનમાં કહી ગયા કે તમારા સ્વરૂપને ઓળખો અને બાબરાની ચોટલી પકડી લો. હરપાળદેવ બાબરાની ચોટી કાપી લેતા બાબરો હરપાલના વશમાં થઈ ગયો. તે કરગરવા લાગ્યો. અહીં હરપાળદેવ બાબરા પાસે એક વચન માગ્યુ કે ક્યારેય તેમના વંશજને કોઈ ભૂત કે પ્રેત ક્યારેય નહીં નડે. બાબરો સહમત થાય છે અને જ્યારે હરપાલ બોલાવે ત્યારે હાજર થવાનું વચન આપે છે…
હરપાળદેવ ને કરણ સોલંકી એ ખુશ થઇ ને વચન માંગવાનું કેહતા હરપાળદેવે એક રાતમાં જેટલા ગામ ના તોરણ બાંધવામાં આવે તેટલા ગામ આપવાનું કેહતા રાજા કરણ સોલંકી સમંત થયા. હરપાળદેવે શકિત માતા અને બાબરા ભૂતની મદદ થી એક રાત માં ૨૩૦૦ ગામો ને તોરણ બાંધ્યા હતા. તેમાંથી 500 ગામ કરણ સોલંકી ને કાપડમાં પરત આપી 1800 ગામ લઇ પાટડી મુકામે ગાદીની સ્થાપના કરી રાજ્ય વસાવ્યું.
બાદમાં માં શકિત અને હરપાળદેવ ના લગ્ન થાય છે. માં શક્તિ અને હરપાળદેવ ના મિલન સાથે જ એ વિસ્તારમાંથી ભૂત-પ્રેત કાયમ માટે હટી જાય છે. બાદમાં હરપાળદેવ પાટડીનો રાજા બને છે. અને અહીં માં શક્તિ પહેલું તોરણ બાંધે છે. આ ગામોમાં ક્યારે પણ ભૂત-પ્રેતનો ઓછાયો પણ નહીં ઉતરે એવા બાબરાના વચન પ્રમાણે માં શક્તિ અને હરપાળદેવ 2300 ગામના તોરણ બાંધે છે. ત્યાર બાદ શક્તિ માં જગદંબા તરીકે ઓળખાઈ અને ઝાલા કુળના દરબારોમાં માં કુળદેવી તરીકે પૂજાય છે.
માં શકિતના પ્રાગટય દિન નિમિત્તે ઝાલા કૂળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શકિત માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યુ હતુ તે ટોડલે તોરણ બાંધી આસ્થાભેર ઉજવણી કરે છે. પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન થાય છે…
આ સાથે પાટડીમાં નવચંડી હવન, અન્નકૂટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે. દર વર્ષે અહીં શકિતમાતાના મંદિરના દર્શન માટે આજે હેકડેઠેઠ માનવ મહેરામણ ઊમટે છે.
તો મિત્રો આ હતી શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા
– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ
– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન
– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ
– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો