હિંગલાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી 250 કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગલાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે.
એક લોકગાથા અનુસાર ચારણો અને ક્ષત્રિયો ની પ્રથમ કુલદેવી હિંગલાજ માતા હતાં, જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગલાજ નામ ઉપરાંત હિંગલાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગલાજ દેવી સાથે સંબંધિત છંદ અને ગીત અવશ્ય મળી આવે છે. પ્રસિદ્ધ છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગલાજના ગઢમાં આવી જાય છે,
સાતો દ્વીપ શક્તિ સબ રાત કો રચાત રાસ ।
પ્રાત:આપ તિહુ માત હિંગલાજ ગિર મેં ।
એવું કહેવામાં આવે છે કે, હિન્દુ ગંગાજળમાં સ્નાન કરે કે પછી અયોધ્યા જાય કે ઉત્તરી ભારતના મંદિરોમાં જઇને પૂજા-અર્ચના કરે. જો તેમણે હિંગળાજની યાત્રા નથી કરી તો તેમની તીર્થ યાત્રા અધૂરી છે. હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે માર્ચમાં(હિંગળાજ માતાની જયંતી નિમિતે) હજારો હિન્દુઓ પહોંચે છે અને ત્રણ દિવસ સુધી તપ કરે છે. મંદિરના આ વર્ષીય મેળામાં અહી હિન્દૂ અને મુસ્લિમ બંન્ને સામેલ થાય છે. માતાનું આ એક માત્ર એવું શક્તિપીઠ જેની પૂજા મુસલમાન પણ કરે છે.
પુરાણો મુજબ એવું કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું આ માટે આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે. અહીના સ્થાનિય લોકો હિંગળાજ માતા મંદિરને શ્રદ્ધાથી “નાનીનું હજ”,” નાનીનું મંદિર” કહે છે. નાનીનો અર્થ અહીં ઈરાનની દેવી અનાહિતાથી છે. એવું કહેવામાં આવે છે કે, માતાના દર્શન માટે ગુરૂનાનક દેવ પણ અહીં આવ્યા હતા.
કરાચીથી 250 કિલોમીટર દૂર ક્વેટા-કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાકના અંતરે આ મંદિર આવેલું છે. ઉત્તર-પશ્ચિમમાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકો મકરાનાના તટીય વિસ્તારમાં સ્થિત છે. આ સિધ્ધ પીઠની યાત્રા માટે બે માર્ગ છે એક પહાડી અને બીજ મરુસ્થળી. આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળ છે, જેની નજીક ચંદ્રકૂપ પર્વત આવેલો છે. ચંદ્રકૂપ તથા હિંગોળ નદીની મધ્ય લગભગ 15 માઈલનુ અંતર છે. મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે. યાત્રી ગુફાના એક માર્ગમાં પ્રવેશતા બીજી તરફથી નિકળાય છે. આ સ્થાન પર જઇને હિન્દુ અને મુસલમાન બધા જ લોકોનો હિન્દુ મુસલમાનનો ભેદભાવ ભુલી જાય છે. બંન્ને જ ધર્મના લોકો પૂર્ણ ભક્તિ ભાવ સાથે માતાની પૂજા કરે છે. માતાનું આ મંદિર હિંગળાજ દેવી શક્તિપીઠના નામથી પણ ઓળખવામાં આવે છે.
મંદિર સાથે જોડાયેલી માન્યતાઓઃ-
હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ એક વાર માતા હિંગળાજના દર્શન કરી લે છે. તેને પૂર્વજન્મના કર્મોનો દંડ ભોગવવા પડતા નથી. એવી માન્યતા છે કે, પરશુરામજી દ્વારા 21 વાર ક્ષત્રિયોનો અંત કર્યા પછી બચેલા ક્ષત્રિયોએ માતા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી. માતાએ ક્ષત્રિયોને બ્રહ્મક્ષત્રિય બનાવી દીધા. જેનાથી પરશુરામથી તેમને અભય દાન પ્રાપ્ત થયું.
એક માન્યતા એવી પણ છે કે, રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યુ હતું. આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ હિંગળાજ દેવીની યાત્રા કરી હતી. રામે અહીં એક યજ્ઞ પણ કર્યો હતો. માતા હિંગળાજ માતા વૈષ્ણોંની જેમ એક ગુફામાં જ બિરાજમાન છે.
કેવી છે આ યાત્રાઃ-
હિંગળાજ માતાના મંદિર જવા માટે પાસપોર્ટ અને વીઝા જરૂરી છે. હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય છે. કરાચીથી લગભગ 10 કિલોમીટર દૂર હોવ નામની નદી છે. મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય છે. હિંગળાજ જતા પહેલાં લાસબેલામાં માતાની મૂર્તિના દર્શન કરવાના હોય છે. આ દર્શન છડીવાળા પુરોહિત કરાવે છે. ત્યાંથી શિવકુંડ જવામાં આવે છે, જ્યાં પોતાના પાપની ઘોષણા કરીને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જેમની પાપ મુક્તિ થઇ ગઇ અને દરબારની આજ્ઞા મળી ગઈ, તેમનું નારિયેળ અને ભેટ સ્વીકાર થઇ જાય છે.
ચંદ્રકૂપઃ-હિંગળાજને આગ્નેય શક્તિપીઠ તીર્થ પણ કહેવાય છે કારણ કે, ત્યાં જતા પહેલાં આગ છોડતા ચંદ્રકૂપ પર યાત્રીએ જોર-જોરથી પોતાના ગુપ્ત પાપોનું વિવરણ આપવું પડે છે. સાથે જ, ભવિષ્યમાં તે પાપને બીજીવાર ન કરવાનું વચન પણ લેવું પડે છે. જે વ્યક્તિ પોતાના પાપને સંતાડે છે, તેઓને આગળ જવાની આજ્ઞા નથી મળતી અને તે વ્યક્તિઓને છોડીને બાકીના યાત્રીઓ આગળ વધે છે. ત્યાર પછી ચંદ્રકૂપ દરબારની આજ્ઞા મળે છે. ચંદ્રકૂપ તીર્થ પહાડોની વચ્ચે એક ધુમાડો છોડતો પહાડ પણ છે. ત્યાં વિશાળ સ્વરૂપમાં ધુમાડાઓના ગોળા નિકળતા રહે છે. આગ તો દેખાતી નથી, પરંતુ આ પહાડની અંદર જ્વાળામુખી છે.
છેલ્લો પડાવઃ-માતાની ગુફાના છેલ્લાં પડાવ પર પહોંચીને યાત્રીઓ વિશ્રામ કરે છે. તેના પછીના દિવસે સૂર્યોદય પહેલા અધોર નદીમાં સ્નાન કરીને પૂજા સામગ્રી લઇને દર્શન કરવા માટે નિકળી પડે છે. નદીની બીજી બાજુ પર પહાડી પર માંતાની ગુફા છે. ગુફાની પાસે જ અતિમાનવીય શિવ્પ-કૌશલનો નમૂનો માતા હિંગળાજનું મહેલ છે, જે યજ્ઞ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. હવા નહીં, પ્રકાશ નહીં, પરંતુ રંગીન પત્થાર લટકે છે આ મહેલમાં. મહેલનું ફર્શ પણ રંગ-બિરંગી છે. બે પહાડોની વચ્ચે પગદંડી. ક્યાંક ખજૂરના ઝાડ છે તો ક્યાંક વૃક્ષની ઝાડીઓ વચ્ચેથી નિકળીતી પાણીની ધાર. થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય છે. આ વિશાલકાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજવલિત છે. અહીં કોઇ મૂર્તિ નથી. માતાની ગુફાની બહાર વિશાળ શિલાખંડ પર, સૂર્ય-ચંદ્રમાની આકૃતિઓ અંકિત થયેલી છે. એવું કહેવામાં આવે છે કે, આ આકૃતિઓ રામે યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી.
તો મિત્રો આ હતી હિંગળાજ માતાના મંદિરની યાત્રા અને કથા વિષે ની સંપૂર્ણ માહિતી , જો તમે આવીજ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમને ફેસબુક પર ફોલો કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રીકષ્ટભંજન દેવ સાળંગપુરનો ઇતિહાસ
– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ
– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો