શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા

અન્ય નામ મહાલક્ષ્મી , ભગવતી
અવતાર – ભગવાન વિષ્ણુ જયારે જયારે અવતાર લે છે ત્યારે ત્યારે ભગવતી મહાલક્ષ્મી પણ અવતીર્ણ થઈને એમની પ્રત્યેક લીલામાં સહયોગ આપે છે !!!
વિવાહ –  વિષ્ણુ
વાહન – ઉલ્લુ , હાથી
પર્વ-તહેવાર દીપાવલીના તહેવારમાં લક્ષ્મીજી અને ગણેશજીની વિશેષ પૂજા થાય છે
નિવાસ – ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સાથે કમલ પર વાસ કરે છે ……
વિવરણ – એમને ધનની દેવી માનવામાં આવે છે અને નિત્ય લક્ષ્મીજીનું ભજન-પૂજન અને લક્ષ્મીજીની આરતી કરે છે !!
જાણકારી – દેવીની જેટલી ઓ પણ શક્તિઓ માનવામાં આવી છે એબધાની મૂળ તો ભગવતી લક્ષ્મી જ છે ……… એ જ સર્વોત્કૃષ્ટ પરાશક્તિ છે

લક્ષ્મી હિંદુ ધર્મની એક પ્રમુખ દેવી છે. લક્ષ્મી …… ભગવાન વિષ્ણુની પત્ની અને ધન, સંપદા, સાન્તી અને સમૃદ્ધિની દેવી મનાય છે. દીપાવલીના તહેવારમાં એમની ગણેશ સહીત પૂજા કરાય છે.
લક્ષ્મીજીની અભિવ્યક્તિ ૨ રૂપમાં જોવાં મળે છે

[૧] શ્રીરૂપ
અને
[૨] લક્ષ્મી રૂપ

આ બંને હોવા છતાં એક છે અને એક હોવા છતાં પણ બે છે. બંને સ્વરૂપમાં એ ભગવાન વિષ્ણુની જ પત્ની છે. એમની થોડી પણ કૃપ્પા પ્રાપ્ત કરીને વ્યક્તિ વૈભવવાન થઇ જાય છે. ભગવતી લક્ષ્મી કમલવનમાં નિવાસ કરે છે. કમલ પર બેસે છે અને હાથમાં પણ કમળ જ ધારણ કરે છે. સમસ્ત સંપત્તિઓની અધિષ્ઠાત્રી શ્રીદેવી શુદ્ધ સત્યમયી છે !!!! વિકાર અને દોષોને અહીંયા પ્રવેશ નથી. ભગવાન જયારે જ્યારે અવતાર લે છે ત્યારે ત્યારે ભગવતી મહાલક્ષ્મી પણ અવતીર્ણ થઈને એમની પ્રત્યેક લીલામાં સહયોગ આપે છે. એમને ધનની દેવી માનવામાં આવે છે અને નિત્ય લક્ષ્મીજીનું ભજન-પૂજન અને લક્ષ્મીજીની આરતી કરે છે

એમનાં આવિર્ભાવ (પ્રકટ થવાની) કથા આ પ્રકારે છે ——-

મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિના ગર્ભમાંથી એક ત્રિલોક સુંદરી કન્યા ઉત્પન્ન થઇ. એ સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત હતી
એટલાં માટે એનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું. ધીરે ધીરે મોટી થતાં લક્ષ્મીએ ભગવાન નારાયણના ગુણ-પ્રભાવનું વર્ણન સાંભળ્યું. આનથી એમનું હૃદય ભગવાનમાં અનુરક્ત થઇ ગયું
એ ભગવાન નારાયણને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે સમુદ્ર તટ પર ઘોર તપસ્યા કરવા લાગી એમને તપસ્યા કરતા કરતાં પણ એક હજાર વર્ષ વીતી ગયાં. એમની પરીક્ષા કરવાં માટે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરીને દેવીની પાસે આવ્યાં અને એમને વરદાન માંગવાનું કહ્યું …….
લક્ષ્મીજીએ એમને વિશ્વરૂપનું દર્શન કરવવા માટે કહ્યું ઇન્દ્ર ત્યાંથી લજ્જીત થઈને પાછો ફર્યો. અંતમાં ભગવતી લક્ષ્મીને કૃતાર્થ કરવા માટે સ્વયં ભગવાન વિષ્ણુ પધાર્યા. ભગવાને દેવીને વરદાન માંગવાનું કહ્યું. એમની પ્રાર્થના પર ભગવાને એમને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. તદુપરાંત લક્ષ્મીજીની ઈચ્છા અનુસાર ભગવાન વિષ્ણુ એ એમને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો !!!

બીજી કથા ———

લક્ષ્મીજીના પ્રકટ થવાની બીજી કથા આ પ્રકારે છે —–
એક વાર મહર્ષિ દુર્વાસા ફરતાં ફરતાં એક મનોહર વનમાં ગયાં
ત્યાં એક વિદ્યાધરી સુંદરીએ એમને દિવ્ય પુષ્પોની એક માળા ભેટ આપી. માળા લઈને ઉન્મત્ત વેશધારી મુનિએ એ પોતાના મસ્તકમાં નાંખી દીધી અને પુન: પૃથ્વી પર ભ્રમણ કરવાં લાગ્યાં. એ જ સમયે દુર્વાસજીને દેવરાજ ઇન્દ્ર નજરે પડયાં. એ ઐરાવત હાથી પર બેસીને આવી રહ્યાં હતાં. એમની સાથે અન્ય દેવતાઓ પણ હતાં. મહર્ષિ દુર્વાસાએ એ માળા ઇન્દ્રને આપી દીધી. દેવરાજ ઇન્દ્રે એને લઈને ઐરાવતના મસ્તકમાં નાખી દીધી. ઐરાવતે માળાની તીવ્ર ગંધથી આકર્ષિત થઈને એને પોતાની સૂંઢથી ઉતારી દીધી અને પોતાન પગ તળે એને કચડી નાંખી. માળાની આ દુર્દશા જોઇને મહર્ષિ દુર્વાસા ક્રોધથી બળી ઉઠ્યા એમણે ઇન્દ્રને શ્રી ભ્રષ્ટ થવાનો શ્રાપ આપ્યો. એ શ્રાપના પ્રભાવથી ઇન્દ્ર પણ નષ્ટ થઇ ગયો અને સંપૂર્ણ દેવલોક પર અસૂરોનું શાસન થઇ ગયું. સમસ્ત દેવતા અસૂરોની સંત્રસ્ત થઈને આમ તેમ ભટકવા લાગ્યાં. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) બ્રહ્માજીની સલાહથી બધાં દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં આવ્યાં. ભગવાન વિષ્ણુએ એ બધા લોકોની સાથે મળીને ક્ષીરસાગરની મંથન કરવાની સલાહ આપી. ભગવાન વિષ્ણુની આજ્ઞા લઈને દેવગણોએ દૈત્યો સાથે સંધિ કરીને અમૃત પ્રાપ્તિ માટે સમુદ્રમંથનનું કાર્ય આરંભ્યું !!! મંદરાચલની માથાની અને વાસુકી નાગની રસ્સી બની !!!! ભગવાન વિષ્ણુ સ્વયં કચ્છપ અવતાર ધારણ કરીને મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો.

આ પ્રકારે મંથન કરતાં કરતાં ક્ષીરસાગરમાંથી ક્રમશ: ૧૪ રાતનો મળ્યાં જેમનાં નામ આ પ્રમાણે છે ——-
[૧] કાલકૂટ વિષ
[૨] કામધેનુ ગાય
[૩] ઉચ્ચૈશ્રવા નામક અશ્વ
[૪] ઐરાવત હાથી
[૫] કૌસ્તુભમણી
[૬] કલ્પવૃક્ષ
[૭] અપ્સરાઓ
[૮] લક્ષ્મી
[૯] વારુણી
[૧૦] ચંદ્રમા
[૧૧] શંખ
[૧૨] શાંર્ગ ધનુષ
[૧૩] ધનવંતરિ
અને
[૧૪] અમૃત

મળ્યાં …… જે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરીને જે દેવોને આપવાં જેવું હતું તે દેવોને આપ્યું દૈત્યોને એમનો નાશ થાય એવી જ વસ્તુઓ આપી

ક્ષીરસાગરમાંથી જયારે ભગવતી લક્ષ્મી દેવી પ્રગટ થઇ, ત્યારે તે પૂર્ણ ખીલેલા શ્વેતકમળના આસન પર બિરાજમાં હતી. એમનાં શ્રી અંગોમાંથી દિવ્યકાંતિ નીકળી રહી હતી. એમના હાથમાં કમળ હતું !!! લક્ષ્મિજીના દર્શન કરીને દેવતાઓ અને મહર્ષિગણ પ્રસન્ન થઇ ગયાં. એમણે વૈદિક શ્રી સુક્તના પાઠ કરીને લક્ષ્મી દેવીનું સ્તવન કર્યું. બધાંના દેખતાં દેખતાંજ ભગવાન વિષ્ણુ પાસે ચાલ્યાં ગયાં લક્ષ્મીજી !!!!

આ કથા વિષે મારી ટીપ્પણી ——–

જો સમુદ્રમંથન માંથી જ ઐરાવત હાથી નીકળ્યો હોય અને જે આકાશમાં ઉડી શકતો હતો. તો તે આના પહેલાં દેવરાજ ઇન્દ્ર પાસે આવ્યો કઈ રીતે ? આ કથા જેને પણ લખી છે કે એનો જ્યાં પણ કોઈ સંદર્ભ છે એમાં કયાંકને કયાંક કોક ભૂલ થઇ છે એમ મને લાગે છે !!!

લક્ષ્મીની બહેન દરિદ્રા ——–

માં લક્ષ્મીના પરિવારમાં એમની એક મોટી બહેન હતી દરિદ્રા
આ સંબંધમાં એક પૌરાણિક કથા છે કે આ બંને બહેનો પાસે રહેવાનું કોઈ નિશ્ચિત સ્થાન નહોતું. એટલે એકવાર માં લક્ષ્મી અને એની મોટી બહેન દરિદ્રા ભગવાન વિષ્ણુ પાસે ગઈ અને એમને કહ્યું કે ” જગતના પાલનહાર કૃપયા અમને રહેવાનું સ્થાન આપો ?” પીપળાને વિષ્ણુ ભગવાનનું વરદાન પ્રાપ્ત હતું કે ” જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે. એમના ઘરનું ઐશ્વર્ય કયારેય નષ્ટ નહીં થાય !!!” અત: શ્રી વિષ્ણુએ કહ્યું — ” તમે બંને બહેનો પીપળાનાં વૃક્ષમાં વાસ કરો. આ રીતે બંને બહેનો પીપળાના વૃક્ષમાં રહેવાં લાગી. જયારે વિષ્ણુ ભગવાને માં લક્ષ્મી જોડે વિવાહ કરવાનું ઈચ્છ્યું તો લક્ષ્મી માતાએ ઇનકાર કરી દીધો કારણકે એમની મોટી બહેન દરિદ્રાનો વિવાહ હજી સુધી નહોતો થયો !!! એના વિવાહ થયાં પછી જ એ ભગવાન વિષ્ણુ જોડે વિવાહ કરી શકતાં હતાં. અત: એમણે દરિદ્રાને પૂછયુ કે ” તને કેવો વર જોઈએ છે?”

તો એ બોલી કે —– ” એ એવો પતિ ઈચ્છે છે કે
જે કયારેય પૂજા – પાઠ ના કરે. એ એને એવાં સ્થાન પર રાખે જ્યાં કોઈ પણ પૂજાપાઠ ના કરતું હોય !!!!” શ્રી વિષ્ણુએ એને માટે ઋષિ નામનો વર પસંદ કર્યો અને એ બંને વિવાહસૂત્રમાં બંધાઈ ગયાં. હવે દરિદ્રાની શર્તાનુસાર એ બંનેને કોઈ એવાંસ્થાન પર વાસ કરવાનો હતો. જ્યાં કોઈપણ ધર્મકાર્ય ના થતું હોય !!! ઋષિ એને માટે એનું મનભવન સ્થળ શોધવાંમાટે નીકળી પડયાં પરંતુ એમને ક્યાંય પણ એવું સ્થાન મળ્યું જ નહીં !!!! દરિદ્રા એમાં ઈન્તેજારમાં વિલાપ કરવાં લાગી. શ્રી વિષ્ણુએ પુન: લક્ષ્મીજી સામે વિવાહનો પ્રસ્તાવ મુક્યો તો લક્ષ્મીજી બોલ્યાં “જ્યાં સુધી મારી મારી બહેનની ગૃહસ્થી નાં વસે ત્યાં સુધી હું વિવાહ કરી શકું નહીં !!!!”
ધરતી પર એવુ કોઈ જ સ્થાન નથી જ્યાં કોઈ ધર્મ કાર્ય ના થતું હોય. એમને પોતાનું નિવાસ સ્થાન પીપળાને રવિવાર માટે દરિદ્રા અને એના પતિને આપી દીધો

અત : દર રવિવારે પીપળાની નીચે દેવતાઓનો વાસ નાં હોય એ જગ્યાએ દરિદ્રાનો વાસ હોય છે. અત: આ દિવસે પીપળાની પૂજા વર્જિત મનાય છે. પીપળાને શ્રી વિષ્ણુ ભગવાનનું વરદાન પ્રાપ્ત છે કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે. એના પર લક્ષ્મીજીની અપાર કૃપા રહેશે અને એમનું ઐશ્વર્ય કયારેય નષ્ટ નહીં થાય. આ વિશ્વાસના આધારના કારણેલોકો પીપળાના વૃક્ષને કાપતાં આજે પણ ડરે છે !!!!! પરંતુ એ પણ બતાવવામાં આવ્યું છે કે કદાચ પીપળાના વૃક્ષને કાપવો બહુજ જરૂરી હોય તો એને રવિવારે કાપી શકાય છે !!!!

પૌરાણિક સંદર્ભ ——–
લક્ષ્મી દેવી

એકવાર લક્ષ્મીજીએ ગાયોના સમુહમાં પ્રવેશ કર્યો. ગાયોએ એ રૂપવતીનો પરિચય પૂછ્યો. લક્ષ્મીજીએ બતાવ્યું કે એમનો સહવાસ બધાં માટે સુખકારી હોય છે તથા એ લક્ષ્મી છે અને એમની સાથે રહેવાં માંગે છે. ગાયો એ પહેલાં તો લક્ષ્મીને ગ્રહણ કરવાનું સવીકાર્યું નહીં કારણકે એ સ્વભાવથી જ ચંચલ મનાય છે !!! પછી લક્ષ્મીએ બહુજ અનુમય-વિનય પર એમને એને અપનાવી ને પાતાના ગોબર તથા મૂત્રમાં રહેવાની આજ્ઞા પ્રદાન કરી !!!

સૃષ્ટિની આદિમાં રાધા અને કૃષ્ણ હતાં. રાધાના વામાંગ માંથી લક્ષ્મી પ્રગટ થઇ. શ્રી કૃષ્ણે પણ ૨ રૂપ ધારણ કર્યા. એક દ્વિભુજ અને એક ચતુર્ભુજ !!! દ્વિભુજ કૃષ્ણ રાધા સાથે ગૌલોકમાં તથા ચતુર્ભુજ વિષ્ણુ મહાલક્ષ્મી સાથે વૈકુંઠ ચાલ્યાં ગયાં. એક વાર દુર્વાસા ઋષિના શ્રાપથી ઇન્દ્ર પણ ભ્રષ્ટ થઇ ગયો. મૃત્યુલોકમાં દેવગણ એકઠું થયું. લક્ષ્મીએ રુષ્ટ થઈને સ્વર્ગ ત્યાગી દીધું અને વૈકુંઠમાં લીન થઇ ગયાં.(આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) દેવગણ વૈકુંઠ પહોંચ્યા તો પુરાણ પુરુષની આજ્ઞાથી લક્ષ્મી સાગર-પુત્રી થઈને એ ત્યાં ચાલી આવી !!! દેવતાઓએ સમુદ્રમંથનમાં પુન: લક્ષ્મીને પ્રાપ્ત કર્યા. લક્ષ્મીજીએ સાગરમાં નીકળતાની સાથે જ ક્ષીરસાગરશાયી વિષ્ણુને વરમાળા પહેરાવીને પ્રસન્ન કર્યા

ભૃગુ દ્વારા ખ્યાતિએ ધાતા અને વિધાતા નામના બે દેવતાઓને તથા લક્ષ્મીને જન્મ આપ્યો. લક્ષ્મી કાલાંતરમાં વિષ્ણુની પત્ની થઇ. લક્ષ્મી નિત્ય , સર્વ વ્યાપક છે ……
પુરુષવાચી ભગવાન હરિ છે અને સ્ત્રીવાચી લક્ષ્મી એમની ઈતર બીજી કોઈજ નથી !!! એકવાર શિવજીના અંશાવતાર દુર્વાસાને યાચના કરવાથી એક વિદ્યાધરીથી સંતાનક પુષ્પોની એક માળા ઉપલબ્ધ થઇ. ઐરાવત હાથી પર જતાં ઇન્દ્રને એમણે એ માળા આપી દીધી. તદુપરાંત ઇન્દ્રે એ માળા પોતાના હાથીને પહેરાવી દીધી. હાથીએ એ ઉતારીને પૃથ્વી પર નાંખી દીધી. આ વાતથી રુષ્ટ થઈને દુર્વાસાએ ઇન્દ્રને શ્રીહીન થવાનો શ્રાપ આપ્યો. સમસ્ત દેવતા તથા જગતનાં તત્વો શ્રીહીન થઇ ગયાં તથા દાનવોથી પરાસ્ત થઇ ગયા. એ બધાં બ્રહ્માજીની શરણમાં ગયાં. એમણે એ બધાંને ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યાં. ભગવાન વિષ્ણુ એ દાનવોના સહયોગથી સમુદ્રમંથનનું સંપાદન કર્યું. સમુદ્રમંથનમાંથી લક્ષ્મી (શ્રી)પુન: પ્રકટ થઇ તથા પાસે જઈને સ્થિત થઇ ગઈ !!!!
ઇન્દ્રની પૂજાથી પ્રસન્ન થઈને એમણે વરદાન આપ્યું કે —–
” એ ક્યારેય પૃથ્વીનો ત્યાગ નહીં કરે !!!” જયારે પણ ભગવાન વિષ્ણુ અવતરિત થાય છે. શ્રી સીતા, રૂકમણી આદિના રૂપમાં પ્રકટ થાય છે !!!!

ધનની દેવી લક્ષ્મીજીને તો નમસ્કાર જ હોયને. આમેય દીપાવલી મા ધનતેરસ એટલે શ્રી લક્ષ્મીજીનો જ તહેવાર !!!
શત શત વંદન લક્ષ્મીજી ને !!!!

——– જનમેજય અધ્વર્યુ.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!