✽ કલ્પવૃક્ષ ✽

કલ્પવૃક્ષ નામ સાંભળતા જ મનમાં વિચાર આવવા માંડે કે આ વૃક્ષ જો કદાચ મારી પાસે હોય….! આમ માનવાનું કારણ છે કે,કલ્પવૃક્ષ એ એવું ચમત્કારિક વૃક્ષ છે જેની નીચે બેસીને યાચક જે કાંઇ પણ માંગે તે તેને મળી જાય….!કલ્પવૃક્ષ વિશે પુરાણોમાં ઘણું લખાયું છે.અને એમ કહી શકાય કે આર્યસંસ્કૃતિનું તે એક રહસ્યમય વૃક્ષરત્ન છે. કલ્પવૃક્ષ નામ પ્રમાણે “કાલાંત સુધી નાશ ન પામનાર, અવિનાશી” છે.

કલ્પવૃક્ષ બીજા નામોથી પણ ઓળખાય છે. તેના અન્ય નામો નીચે પ્રમાણે છે –

કલ્પલતા
કલ્પતરુ
કલ્પદ્રુમ
સુરતરુ
દેવતરુ

ભારતીય પુરાણોમાં આ વૃક્ષની ઉત્પત્તિથી લઇને ઘણું લખાયું છે.કલ્તવૃક્ષ દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથનમાં નીકળેલા ૧૪ રત્નોમાંનુ એક હતું.જે ઇન્દ્રને મળ્યું હતું અને ઇન્દ્રએ તેને સ્વર્ગના અતિસુંદર બગીચા “સુરકાનન”માં સ્થાપ્યું હતું.

કહેવાય છે કે,કૈવલ્યપ્રાપ્તિ માટે કલ્પવૃક્ષની સાધના ઉત્તમ છે.હિન્દુધર્મમાં તો એ વિશ્વાસપૂર્વક મનાય છે કે,એની નીચે બેસીને જે માંગો એ મળે.કલ્પવૃક્ષ સદાકાળ ચિરંજીવ હોય છે.અર્થાત્ એનો નાશ કદી શક્ય નથી.આ મતાનુસાર વૈજ્ઞાનિકોએ એવા ઘણા વૃક્ષો ખોળી કાઢ્યાં છે જે,૩૦૦૦ વર્ષ જેટલાં જૂના હોય અને તેને કલ્પવૃક્ષ તરીકે ઓળખાવ્યાં છે.પણ એ ખરેખર કલ્તવૃક્ષ હોવાનું શક્ય નથી.કારણ કે,કલ્પવૃક્ષ એક માત્ર છે અને તે પણ યાચકની સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર….!

Kalpavriksh

હરિતમુનિ દ્વારા થયેલ કલ્પવૃક્ષારોપણ

કલ્પવૃક્ષનું અન્ય નામ પારિજાતક પણ છે.અને ભારતમાં આ પ્રકારની પાદપ પ્રજાતિની એવી ઘણી અતિ પવિત્ર અને દુર્લભ વનસ્પતિ મળતી હતી,જેને કલ્પવૃક્ષ તો ન કહી શકાય પણ બેશક કલ્પવૃક્ષના બધાં ગુણો એનામાં છે એમ તો કહી શકાય.આથી હરિતમુનિ તરીકે ઓળખાતા “વિજયપાલ બઘેલ”એ ૨૦મી સદીમાં હરિદ્વાર,કાશી,મથુરા,જોશીમઠ,નૈમિષારણ્ય,અયોધ્યા સહિત બધાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળોએ આ પારિજાતોનું વૈદિક રીતે રોપણ કરાવેલ.જેને આજે પણ ભાવિકો કલ્પવૃક્ષ માનીને પૂજે છે.

મુસ્લીમ ધર્મમાં પણ છે કલ્પવૃક્ષ

ઇસ્લામિક પુરાણોમાં પણ કલ્પવૃક્ષની જેમ “તૂબા” નામક એક વૃક્ષનો ઉલ્લેખ છે.જે ઇન્દ્રના સુરકાનનની જેમ તેમના બગીચા “સદાઅદન”માં લહેરાય છે.

હિન્દુ પુરાણો મુજબ કલ્પવૃક્ષ અમુક મહર્ષિઓને પણ મળેલું છે.પણ મોટેભાગે તે ઇન્દ્રના સુરકાનનમાં છે એમ કહેવાયું છે અને કિન્નર અને કિન્નરી તેમની રક્ષા કરતા હોવાનું કહેવાય છે.

આજે પણ કલ્પવૃક્ષ ખરેખર રહસ્યનો વિષય છે કે,એ કદિ ધરતી પર રોપાયેલું કે નહિ ? અને હોય તો ક્યાં….? એની નીચે બેસીને યાચના કરવાથી ખરેખર સાધકને જે જોઇતું હોય તે મળે….? એ તો ભગવાન જાણે.પણ એક વાત તો ચોખ્ખી કે ગીતાના “કર્મના સિધ્ધાંત” મુજબ માત્ર બેસી રહેવાથી કાંઇ મળતું નથી….! પણ હાં કલ્પવૃક્ષ એક જીજ્ઞાસાપ્રેરક રહસ્ય જરૂર છે.

– Kaushal Barad.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– અર્જુનનું ગાંડીવ ધનુષ્ય 

– જયદ્રથ વધની ગાથા

– હાડી રાણીનું અમર બલિદાન

– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

– કામધેનુ 

error: Content is protected !!