મિત્રતાનું પ્રતિક અને હિન્દીના પ્રથમ મહાકવિ ચંદ બરદાઈ

ચંદ બરદાઈ
(જન્મ સંવત ૧૨૦૫ મૃત્યુ સંવત ૧૨૪૯ )
ભારતના અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર ,સખા તથા રાજકવિ અને હિન્દીના આદિ મહાકવિ હતાં.
ચંદ બરદાઈને હિન્દીના પહેલાં કવિ અને એમની રચના પૃથ્વીરાજ રાસોને હિન્દીની પહેલી રચના હોવાનું સન્માન પ્રાપ્ત છે !!!!

પૂરું નામ ——- ચંદ બરદાઈ
જન્મ ———– સંવત ૧૨૦૫
જન્મભૂમિ ——- લાહોર
મૃત્યુ ———– સંવત ૧૨૪૯
મુખ્ય રચનાઓ — પૃથ્વીરાજ રાસો
ભાષા ———– વ્રજ ભાષા
પુરસ્કાર-ઉપાધિ —– મહાકવિ
નાગરિકતા ——- ભારતીય
અન્ય જાણકારી ——– ચંદ બરદાઈ દિલ્હીના અંતિમ હિંદુ સમ્રાટ મહારાજા પૃથ્વીરાજના સામંત અને રાજકવિના રૂપમાં પ્રસિદ્ધ છે

જીવન પરિચય ———–

ચંદ બરદાઈનો જન્મ લાહોરમાં થયો હતો
અને એ જાતિના રાવ કે ભાટ હતાં
ચંદ બરદાઈનો પ્રથમ ગ્રંથ “પૃથ્વીરાજ રાસો” છે
એમની ભાષાને ભાષાશાસ્ત્રીઓએ પિંગળ કહ્યું છે
જે રાજસ્થાનની બ્રજ ભાષાનો પર્યાય છે
એટલાં માટે ચંદ બરદાઈને બ્રજભાષા હિન્દીના પ્રથમ મહાકવિ માનવામાં આવે છે
રાસોની રચના મહારાજા પૃથ્વીરાજના યુદ્ધના વર્ણન માટે કરી છે !!!
આમાં એમનાં વીરતાપૂર્ણ યુધ્ધો અને પ્રેમ પ્રસંગોનું કથન છે
અત: એમાં વીર અને શૃંગાર એમ બંને રસ છે !!!
ચંદ બરદાઈએ આ ગ્રંથની રચના એટલેકે પૃથ્વીરાજ રાસો પ્રત્યક્ષદર્શીની જેમ જ કરી છે
એનો રચનાકાળ સંવત ૧૨૨૦થી ૧૨૪૯ હોવો જોઈએ
વિદ્વાનો રાસોને ૧૬મિ શતાબ્દી અથવા એના પછીની શતાબ્દીનો અપ્રમાણિક ગ્રંથ માને છે
જે સરાસર ખોટું છે !!!!
અનંદ વિક્રમ સંવત ભારતમાં પ્રચલિત અનેક સંવતોમાની એક છે !!!
એનો પ્રયોગ પૃથ્વીરાજ રાસોના કવિ ચંદ બરદાઈએ
જે મુસલમાન આક્રમણ (૧૧૯૨ ઇસવીસન)ના સમયમાં દિલ્હી નરેશ પૃથ્વીરાજ ચૌહાણનાં રાજ કવિ હતાં
તેમણે કર્યો છે !!!!!

હિન્દીના પ્રથમ મહાકવિ ———-

આચાર્ય રામચંદ્ર શુકલએ હિન્દી સાહિત્યનો ઇતિહાસમાં લખ્યું છે ——
” ચંદ બરદાઈ( સંવત ૧૨૨૫-૧૨૪૯)
એ હિન્દીના પ્રથમ મહાકવિ મનાય છે
અને એમનું પૃથ્વીરાજ રાસો હિન્દીનું પ્રથમ મહાકાવ્ય છે !!!
ચંદ બરદાઈ દિલ્હીના અંતિમ સમ્રાટ
મહારાજા પૃથ્વીરાજ ચૌહાણના સામંત અને રાજકવિ ના રૂપમાં પ્રસિદ્ધ છે
આનાથી એમનાં નામમાં ભાવુક હિંદુઓ માટે એક વિશેષ પ્રકારનું આકર્ષણ છે
રાસો અનુસાર એ ભટ્ટ જાતિનાં જગાત નામનાં ગોત્રનાં હતાં
એમનાં પૂર્વજોની ભૂમિ પંજાબ હતી
જ્યાં લાહોરમાં એમનો જન્મ થયો હતો !!!!
એમનો અને મહારાજા પૃથ્વીરાજનો જન્મ એક જ દિવસે થયો હતો
અને બંનેએ એકજ દિવસે આ સંસાર પણ છોડ્યો હતો
અફગાનિસ્તાનમાં એ બંનેને બાજુબાજુમાં જ દફનાવ્યા હતાં
જેમના અસ્થી ઈસ્વીસન ૨૦૦૫માં ભારત લાવવામાં આવ્યાં હતાં
ચંદ બરદાઈએ મહારાજા પૃથ્વીરાજના રાજકવિ જ નહીં
એ એમનાં સખા અને સામંત પણ હતા.
તથા ષડભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ શાસ્ત્ર , જયોતિષ, પુરાણ , નાટક આદિ અનેક વિદ્યાઓમાં પારંગત હતાં
એ જાલંધારીના ઇષ્ટ હતાં
જેમની કૃપાથી જ એ અદ્રષ્ટ કાવ્ય પણ કરી શક્તાં હતાં
એમનું જીવન અને કવન પૃથ્વીરાજના જીવન સાથે એટલું મળતું -જુળતું હતું કે એ બંનેને અલગ કરી શકાય જ નહીં !!!
યુધ્ધમાં ,આખેટમાં ,સભામાં , યાત્રામાં એ સદા મહરાજા પૃથ્વીરાજની સાથે રહેતાં હતાં
અને જ્યાં જયાં જે વાતો થતી હતી એ બધામાં એ સંમિલિત રહેતા હતાં !!!!

પૃથ્વીરાજ અને ચંદ બરદાઈનો એક પ્રસંગ ———

નાનપણમાં બંને સાથે તલવારબાજી કરતાં
પૃથ્વીરાજ તો પહેલેથી જ તલવારબાજીમાં નિષ્ણાત હતા
એમનેજ આ શીખવાનું ચંદ બરદાઈને કહ્યું હતું !!!
ચંદ બરદાઈ મિત્રતાના નાતે એ પણ શીખ્યાં
એક વાર બંને સાથે તલવારબાજી કરતાં હતાં
ત્યારે શરતચૂકથી પૃથ્વીરાજની તલવારનો ઘા ચંદ બરદાઈના શરીર પર ઉઝરડા પડી ગયો
આ જોઈને પૃથ્વીરાજ દુખી દુખી થઇ ગયાં
એમને આના પ્રાયશ્ચિત રૂપે પોતાની જાતે પોતાનાજ શરીર પર પૃથ્વીરાજે તલવારના ઘા કર્યા
આ જોઇને ચંદ બરદાઈએ કહ્યું ——-
“મિત્ર …… દુશ્મનના શરીર પર આનાથી વધારે ઘા કરો તો જ મારાં મનને શાંતિ મળશે !!!

તમારું યુદ્ધ કૌશલ્ય આપર છે
તમે જો શબ્દવેધી બાણ ચલાવતા શીખી જાઓ તો
કોઈની મજલ છે કે તમને પરાસ્ત કરી શકે !!!”
પૃથ્વીરાજે એમની એ વાત માની અને એ શબ્દવેધી બાણ ચલાવતાં શીખ્યાં
જે તેમને મહંમદ ઘોરીને મારતી વખતે કામ લાગ્યું !!!
આને કહેવાય મિત્રતા !!!!

આવી અતુટ મિત્રતા ઇતિહાસમાં ભાગ્યેજ જોવાં મળે છે
સલામ છે આવી મિત્રતાને !!!!

અને શત શત નમન મિત્ર અને મહાકવિ ચંદ બરદાઈને !!!!

**** નોંધ ——– ” પૃથ્વીરાજ રસો પર સંક્ષેપમાં એક અલગ લેખ કરવામાં આવશે !!!!
——— જન્મેજય અધ્વર્યુ

 

error: Content is protected !!