જગતપિતા બ્રહ્માજીના મંદિર પુષ્કરનો અદભુત ઇતિહાસ

આમ તો ભારતમાં ૬ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર. ભારતના ૬ બ્રહ્માજીના મંદિરોમાં એક ગુજરાતમાં પણ આવેલું છે ——ખેડબ્રહ્મા.

ખેડબ્રહ્મા એ બ્રહ્માજીના નામથી જ જાણીતું છે. બ્રહ્માજીના મંદિરની એક ખાસિયત એ છે કે એમના માત્ર દર્શન કરાય છે એમની ક્યારેય પૂજા નથી થતી. આ માટેના કારણો પણ જણાવ્યા છે. જેમાં પડવાં જેવું નથી. પણ એક વાત સાચી છે કે એમનાં દર્શન જ કરાય છે અને શ્રદ્ધાળુઓ એજ આશયથી પુષ્કર સ્થિત બ્રહ્માજીના મંદિરમાં આવે છે. લાખો લોકો શ્રધા પૂર્વક દર્શન કરે છે. આ જ તો છે એમની આસ્થા, પૂજા કરીએ તોજ મંદિરમાં ગયું સાર્થક ગણાય એ માન્યતાને તિલાંજલિ આપવાની જરૂર છે જે કાઈ કરો એ પરમ શ્રધા અને અતુટ વિશ્વાસથી જ કરાય !!! પુષ્કર ભારતમાં તીર્થરાજ ગણાય છે
એ નગરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે એટલે એનું મહત્વ વધારે છે !!!

બ્રહ્માજીનું મંદિર પુષ્કરની કથા ———–

હિંદુઓમાં ત્રણ પ્રધાન દેવ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા આ સંસારના રચનાકાર છે. વિષ્ણુ પાલનહાર છે અને મહેશ સંહારક છે !!!! પરંતુ આપણા દેશમાં જ્યાં વિષ્ણુ અને મહેશના અગણિત મંદિરો છે ત્યાં પોતાની જ પત્ની સાવિત્રીના શ્રાપને લીધે એની અસરના કારણે આખા ભારતમાં આમ જોવા જઈએ તો બ્રહ્માજીનુ આ એક જ વિખ્યાત મંદિર છે જે રાજસ્થાનના પુષ્કર તીર્થમાં સ્થિત છે. આખરે કેમ આપ્યો સાવિત્રીએ પોતાના પતિ બ્રહ્માજીને એવો શ્રાપ એનું વર્ણન પુરાણોમાં મળે છે !!!

પૌરાણિક કથા ——

પત્ની સાવિત્રીએ પોતાનાં પતિ બ્રહ્માજીને આપ્યો હતો શ્રાપ

? હિંદુ ધર્મગ્રંથ પદ્મપુરણ પ્રમાણે ——
એક સમયે ધરતી પર વાજ્ર્નાશ નામના રાક્ષસે ઉત્પાત મચાવ્યો હતો. એમનાં વધતા જતાં અત્યાચારોથી તંગ આવી જઈને બ્રહ્માજીએ એનો વધ કર્યો. પણ વધ કરતી સમયે એમના હાથમાંથી ત્રણ જગ્યાએ કમળનાં પુષ્પો પડી ગયાં
આ ત્રણે જગ્યાએ ત્રણ સરોવરો બન્યાં …… આ ઘટના પછી આ સ્થાનનું નામ પુષ્કર પડયું. ત્યારથી જ બ્રહ્માજીએ સંસારની ભલાઈ માટે અહીંયા એક યજ્ઞ કરવાનો ફેંસલો કર્યો !!!

બ્રહ્માજી યજ્ઞ કરવાના હેતુસર પુષ્કર પહોંચી ગયાં પણ કોઈ કારણવશ સાવીત્રીજી સમયસર ત્યાં ના પહોંચી શક્યા. યજ્ઞને પૂર્ણ કરવા માટે સાથમાં એમની પત્ની હોવી જરૂરી હતી, પરંતુ સાવિત્રીજી નહીં પહોંચી શકવાના કારણે એમણે ગુર્જર સમુદાયની એક કન્યા “ગાયત્રી” જોડે કરીને આ યજ્ઞ શરુ કર્યો
આ સમય દરમિયાન દેવી સાવિત્રી ત્યાં આવી પહોંચ્યા અને બ્રહ્માનાની બગલમાં બીજી કન્યાને બેઠેલી જોઇને એ ક્રોધિત થઇ ગયાં!!!

એમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે દેવતા હોવાં છતાં પણ તમારી કયારેય પૂજા નહીં થાય. સાવિત્રીનું આવું રૂપ જોઇને બધાં દેવતા લોકો ડરી ગયા. દેવતાગણે એમને વિનતી કરી કે તમે પોતાનો શ્રાપ પાછો લઈલો, પણ તેમણે તેવું કર્યું નહીં !!!!  (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) જ્યારે ગુસ્સો ઠંડો પડ્યો સાવિત્રીએ કહ્યું કે બ્રહ્માજીની માત્ર પુષ્કરમાં જ પૂજા થશે. જો કોઈ બીજું એમનું મંદિર બનાવશે તો એમનો વિનાશ થઇ જશે. ભગવાન વિષ્ણુએ પણ આ કાર્યમાં બ્રહ્માજીને મદદ કરી હતી !!!! એટલાં માટે દેવી સરસ્વતીએ વિષ્ણુજીને પણ શ્રાપ આપ્યો કે એમણે પત્ની સાથે વિરહનું કષ્ટ સહન કરવું પડશે !!! આજ કારણે ભગવાન રામ (વિષ્ણુ ભગવાનનો માનવ અવતાર) માં જન્મ લેવો પડ્યો અને ૧૪ વર્ષ વનવાસ દરમિયાન એમને પણ પોતાની પત્નીથી અલગ રહેવું પડ્યું હતું !!!!

આ મંદિર કોણે બંધાવ્યું હતું તે કોઈને જ ખબર નથી. પુરાણોમા કે અન્ય ગ્રંથોમાં પણ આ મંદિરનું નિર્માણ કયારે થયું હતું એનો કોઈજ ઉલ્લેખ મળતો જ નથી. પરંતુ એમ કહેવાય છે કે —– આજથી લગભગ એક હજાર બસો વર્ષ પહેલાં અર્ણવ વંશના એક શાસકને એક સ્વપ્ન આવ્યું હતું કે
એક મંદિર છે જેની રખેવાળીની જરૂરત છે ત્યારે રાજાએ આ મંદિરને પુરાણા ઢાંચા માથી બદલીને ફરીથી જીવિત કરી દીધું !!!

સાવિત્રીજીનું પણ છે મંદિર ——-

પુષ્કરમાં સાવિત્રીનું પણ મંદિર છે. પણ એ બ્રહ્માજીની પાસે ના રહેતાં બ્રહ્માજીના મંદિરની પાછળ એક પહાડી પર સ્થિત છે. જ્યાં સુધી પહોંચવા માટે સેંકડો પગથીયા અને સીધાં કપરાં ચઢાણ છે. આમતો ત્યાં પહોંચતા થાકીને લોથપોથ થઇ જવાય છે. રાજસ્થાનનું પ્રખ્યાત ઠાર રણની શરૂઆત પણ અહીંથી જ થાય છે. તેમ છતાં આ રણપ્રદેશ નથી. પણ રણનો અનુભવ અને એહસાસ જરૂર થાય છે.પુષ્કર એય પહાડીઓથી ઘેરાયેલું નગર છે એની આજુ બાજુમા પહાડો પર ઘણાં મંદિરો છે એક અદ્ભુત અનુભૂતિ થાય છે આ પહાડો પર !!!

કાર્તિક પૂર્ણિમા પર અહી ભરાય છે મેળો —–

ભગવાન બ્રહ્માએ પુષ્કરમાં કારતકી પૂર્ણિમાએ યજ્ઞ કર્યો હતો
આ જ કારણ છે દર વર્ષે ઓક્ટોબર -નવેમ્બર ની વચ્ચે પડતી કાર્તિક પૂર્ણિમાના અવસર પર પુષ્કરમા મેળો ભરાય છે. મેળા દરમિયાન બ્રહ્માજીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો આવતાં હોય છે. આ દિવસોમાં ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે !!!

સમગ્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં બ્રહ્માજીની પૂજા આ મંદિર સિવાય ક્યાય થતી જ નથી. જોકે બીજા ૬ બ્રહ્માજીના મંદિરો ભારતમાં છે ખરાં, પણ એ માત્ર દર્શન માટે જ છે -પૂજા માટે તો નહીંજ !!!

થોડુંક વધારે ———-

બ્રહ્માજીના મંદિર વિષે ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ૧૪મી શતાબ્દીમાં થયું હતું. પરંતુ પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. સંગેમરમર(આરસ) અને પથ્થરોથી બનેલું આ મંદિર પુશાક્ર સરોવરની પાસે સ્થિત છે જેનું શિખર લાલ રંગથી રંગાયેલું છે. આ મંદિરના કેન્દ્રમાં ભગવાન બ્રહ્માની સાથે સાથે એમની બીજી પત્ની ગાયત્રીની પ્રતિમા સ્થાપિત છે !!!  (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) આ મંદિરનો અહીંયાના સ્થાનીય ગુર્જર સમુદાયને વિશેષ લગાવ છે !!! મંદિરની દેખરેખમાં રહેતાં પુરોહિત વર્ગ પણ આજ સમુદાયના લોકો છે !!! એવી માન્યતા છે કે ભગવાન બ્રહ્માજીની બીજી પત્ની ગાયત્રી પણ ગુર્જર સમુદાયની જ હતી

બ્રહ્માજીની પૂજા માત્ર પુષ્કર માજ કરાય છે. આ સબંધમાં એક વધારે કારણ પણ પ્રકાશમાં આવે છે. હિંદુ ધર્મ ગ્રંથ બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લિખિત છે કે —– પોતાના માંનસ પુત્ર નારદ દ્વારા જયારે સૃષ્ટિકર્મ કરવાનો ઇનકાર કરવાં પર બ્રહ્માએ એમને રોષપૂર્વક શ્રાપ આપ્યો કે “તમે મારી આજ્ઞાની આલોચના કરી છે. અત: મારા શ્રાપથી તમારું જ્ઞાન નષ્ટ થઇ જશે અને તમે ગંધર્વ યોનિને પ્રાપ્ત કરીને કામિનીઓના વશીભૂત થઇ જશો !!!” ત્યારે આ ઘટના પછી કહેવાય છે કે નારદજી બહુજ દુખી થઇ ગયા હતા કારણકે એમનાં પિતા બ્રહ્માએ એમને અનાયાસ જ શાપિત કાર્ય હતાં. અત: ત્યારે નારદજીએ પણ પોતાના પિતાને શ્રાપ આપતાં કહ્યું હતું કે —-
” હે તાત આપે વિના કારણે મને શાપ આપ્યો છે અત: હું પણ તમને શાપ આપું છું કે ત્રણ કલ્પો સુધી લોકમાં આપની પૂજા નહીં થાય. આને આપના જ મંત્ર , શ્લોક , કવચ, આદિનો લોપ થઇ જશે !!!” બસ ત્યારથી જ બ્રહ્માજીની પૂજા નથી થતી …….. માત્ર પુષ્કર ક્ષેત્રમાં જ વર્ષમાં એકવાર એમની પૂજા -અર્ચના થાય છે !!!!

હિન્દુઓના પ્રમુખ તીર્થસ્થાનોમાં પુષ્કર જ એક અને માત્ર એક એવી જગ્યા છે કે જ્યાં બ્રહ્માજીનું મંદિર સ્થાપિત છે …… બ્રહ્માજીના મંદિર અતિરિક્ત અહીંયા સાવિત્રી, બદ્રીનારાયણ, વરાહ અને શિવ-અશ્વ્મેઘનાં મંદિરો છે પરંતુ તે આધુનિક છે !!!!

અહીં ના પ્રાચીન મંદિરો ને મુગલ સમ્રાટ ઔરંગઝેબે નષ્ટ કરી નાખ્યા હતા. પુષ્કર સરોવરના કિનારે જગ્યા -જગ્યાએ પાક્કા ઘાટ બન્યાંછે. જે રાજપુતાનાના દેશી રાજ્યો નાં ધનીમાની વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યાં છે

પુષ્કરનો ઉલ્લેખ રામાયણમાં પણ થયો છે. સર્ગ ૬૨ શ્લોક ૨૮માં વિશ્વામિત્રએ ત્યાં તપ કરવાની વાત કહી છે. સર્ગ ૬૩ શ્લોક ૧૫ અનુસાર મેનકા અહીંયા પાવનના પવિત્ર પાવન જળમાં સ્નાન કરવાં આવી હતી. સાંચી સ્તૂપ દંતલેખોમાં જેમનો સમય ઇસવીસન પૂર્વે બીજી શતાબ્દી છે. એમાં ઘણાં બુદ્ધ ભિક્ષુઓ ના દાનના વર્ણન મળે છે. જેઓ પુષ્કરમાં નિવાસ કરતાં હતાં. પાન્દુલેન ગુફામાં જે લેખ છે એ ઈસ્વીસન ૧૨૫નો માનવામાં આવે છે એમાં ઉષમદવત્ત નું નામ આવે છે
એ વિખ્યાત રાજા નહપાણનો દામાદ હતો !!! અને એણે પુષ્કર આવીને ૩૦૦૦ ગાયો એવં એજ ગામ દાનમાં આપ્યાં હતાં

આ લેખોથી એ ખબર પડે છે કે ઇસવીસંનના આરંભથી કે એની પહેલાંથી જ પુષ્કર તીર્થસ્થાનના રૂપમાં વિખ્યાત હતું
સ્વયં પુષ્કરમાં પણ ઘણાં બધાં પ્રાચીન લેખ મળે છે. જેમાં સૌથી પ્રાચીનતમ લગભગ ઈસ્વીસન ૧૨૫નો માનવામાં આવે છે. આ લેખ પણ પુશ્કરમાંથી જ પ્રાપ્ત થયો હતો અને એનો સમય ઇસવી સન ૧૦૧૦ની આસપાસનો માનવામાં આવે છે. પુષ્કરને તીર્થોનું મુખ માનવામાં આવે છે. જેવી રીતે પ્રયાગને “તીર્થરાજ” કહેવામાં આવે છે. એવીજ રીતે આ તીર્થને “પુષ્કરરાજ ” કહેવામાં આવે છે !!! પુષ્કરની ગણના પંચતીર્થ અને પંચ સરોવરોમાં કરવામાં આવે છે !!!

પુષ્કર સરોવર ત્રણ છે

[૧] જ્યેષ્ઠ (પ્રધાન) પુષ્કર
[૨] મધ્ય (બુઢા) પુષ્કર
[3] કનિષ્ક પુષ્કર

જ્યેષ્ઠ પુષ્કરના દેવતા બ્રહ્માજી
મધ્ય પુષ્કરના દેવતા ભગવાન વિષ્ણુ
અને કનિષ્ક પુષ્કરના દેવતા રુદ્ર છે.

પુષ્કરનું મુખ્ય મંદિર બ્રહ્માજીનું મંદિર છે. જે પુષ્કર સરોવરની થોડેક જ દુર છે. મંદિરમાં ચતુર્મુખ બ્રહ્માજીની જમણી બાજુ અને સાવિત્રી એવં ડાબી બાજુ ગાયત્રીનું મંદિર છે. નજીક જ એક તરફ સનકાદિની મૂર્તિઓ છે અને એક નાનકડા મંદિરમાં નારદની મૂર્તિ. એક મંદિરમાં હાથી પર બેઠેલા કુબેર અને નારદની મૂર્તિઓ છે. આખા ભારતમાં એક આજ બ્રહ્માજીનું મંદિર છે. જોકે બીજા ૬ પણ છે ખરાં એટલે આ કથન ખોટું ઠરે છે !!!! (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) આ મંદિરનું નિર્માણ ગ્વાલિયરના મહાજન ગોકુલ પ્રાકે અજમેરમાં કરાવ્યું હતું !!! બ્રહ્માજીના મંદિરની લાટ લાલ રંગની છે.  એમાં બ્રહ્માજીની બહેન હંસનીની આકૃતિઓ છે. ચતુર્મુખી બ્રહ્મા દેવી ગાયત્રી તથા સાવિત્રી અહીંયા મૂર્તિરૂપમાં વિદ્યમાન છે

હિંદુઓ માટે પુષ્કર એક પવિત્ર તીર્થ અને મહાન પવિત્ર સ્થળ છે. વર્તમાન સમયમાં આ મંદિરની દેખભાળ સરકાર હસ્તક છે
અત: તીર્થસ્થળની સ્વચ્છતા બનાવી રાખવા માટે પણ ઘણી મદદ મળી છે. યાત્રીઓની આવાસ વ્યવસ્થા નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દરેક તીર્થયાત્રી જે અહીંયા આવે છે એ અહીની પવિત્રતા અને સૌન્દર્યથી અભિભૂત થાય છે અને મનમાં એક યાદગાર સંભારણું ભરીને જાય છે !!!

નમન બ્રહ્માજી નમન !!! સાથો સાથ વંદન પવિત્ર પુષ્કરરાજને !!!!

——– જનમેજય અધ્વર્યુ

***** નોંધ —— કાર્તિક પૂર્ણિમાએ વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળા પર એક અલગ લેખ કરવામાં આવશે *****

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!