ભારતનું સૌથી પ્રાચીન જીવંત હિંદુ મંદિર- માતા મુંડેશ્વરી મંદિર

કૈમૂરની વિરાસત ગૌરવશાળી બિહાર ખાતે આવેલા સૌથી જીવંત ક્ષેત્રોમાંથી એક છે. કૈમૂરની સમતલ ભૂમિ હરિયાળી અને ઉપજાઉ જલોઢ ભૂમિ છે, જ્યારે પઠારી ક્ષેત્ર પર્વતીય છે. કર્મનાશા, દુર્ગાવતી અને કુદરા નદીઓ આ શહેરની સીમાઓ છે.

કૈમૂર પૂર્વ મોર્ય દ્વારા શાસિત મગધ સામ્રાજ્યનું અને મગધ બાદ ગુપ્ત શાસકોનું એક અભિન્ન ભાગ હતો. કૈમૂર જિલ્લાએ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં એક મોટુ યોગદાન આપ્યું છે. કૈમૂર પ્રવાસન સ્થળોના પ્રમુખ આકર્ષણમાં કૈમૂર વન્યજીવ અભ્યારણ્ય, વૈદ્યનાથ, માં મુંડેશ્વરી મંદિર, ચોરઘાટિયા, કર્મનાશા નદી, સિદ્ઘનાથ મંદિર જેવા અન્ય અનેક અધિક આશાજનક સ્થાન સામેલ છે. કૈમૂર પ્રવાસન પ્રત્યેકની ઝલક પ્રદાન કરે છે અને ત્યાં આવેલો પ્રવાસી ક્યારેય નિરાશ થઇને જતો નથી. મંદિર, કિલ્લા, પર્વત, જંગલ, ઝરણા અને કૈમૂરની આસપાસના દર્શનીય સ્થળ, કૈમૂર પર્યટનને ઉત્તમ બહુઆયામી સ્થળના રૂપમાં આશિર્વાદ આપે છે.

તેલ્હર, કૈમૂરના બીટી માર્ગ નજીક સ્થિત એક સુંદર ઝરણુ છે. પ્રાકૃતિક રૂપમાં સ્થિત ઝરણુ આંખો માટે એક શાનદાર પર્વ છે. કૈમૂર, અનેક હિન્દુ તહેવારો અને મેળાઓનું મેજબાન છે અને પ્રત્યેકને વિભિન્ન તીર્થ કેન્દ્રો અને મંદિરોમાં મનાવવામાં આવે છે. અહીં મોટી માત્રામાં પ્રવાસી તથા તીર્થયાત્રી કૈમૂરના શાંત વાતાવરણને નજીકથી જોવા આવે છે.

હિંદુ દેવી-દેવતાઓના મંદિર પ્રાચીનતા અને માન્યતાઓના કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલાક મંદિરો એવા છે જેમનો ઈતિહાસ હજારોં વર્ષ જુનો છે. સાથે જ કેટલાક મંદિરોના મહત્વના વિશે ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આ મંદિર જે માત્ર પ્રાચીન નથી પણ બહુ જ પ્રખ્યાત અને ચમત્કારી પણ છે.

સંસારમાં સૌથી પ્રાચીન જીવંત હિંદુ મંદિર મુંડેશ્વરી મંદિર માનવામાં આવે છે. સાથોસાથ ભારતમાં સૌથી પ્રાચીન પૂર્ણ જીવંત હિંદુ મંદિર પણ આ મંદિર ગણાય છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ માન્યું છે કે ઇતિહાસની દ્રષ્ટિએ આ ભારત દેશનું સૌથી પુરાણું મંદિર છે !!!!

ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સરક્ષિત આ મંદિરના પુનઃઉત્થાનમાટે યોજનાઓ બની રહી છે. યુનેસ્કોના લીસ્ટમાં પણ શામિલ કરવા માટેનો પ્રયત્ન જારી છે.

મુંડેશ્વરીદેવીનું આ મંદિર બિહારના કૈમૂર જીલ્લામાં ભગવાનપુર અંચલમાં પવરા પહાડી પર ૬૦૦ ફૂટની ઊંચાઈએ સ્થિત છે. કૈમૂર જીલ્લાનું નામ સાંભળીને તમને એ તો યાદ આવી જ ગયું હશે કે આ કૈમૂર જીલ્લો છે જ્યાં હરશુંબ્રહ્મ ધામમાં દર વર્ષે શુક્લ પક્ષમાં પ્રારંભ થતાં જ નવરાત્રીના અવસર પર કથિત રીતે ભૂતોની અદાલત ભરાય છે !!! અને કેટલાંક લોકો કથિત ભૂતો, દાયણો અને ચુડેલોથી મુક્તિ અપાવે છે. હવે આમાં સચાઈ કેટલી છે એ તો આપણને નથી ખબર પણ આદેવી વિષે જાણકારી મેળવવી અતિ આવશ્યક છે ——-

Mundeshwari temple

મુંડેશ્વરી મંદિર (બિહાર)

બિહારનું મુંડેશ્વરી મંદિર ભારતના પ્રાચીન શિવ મંદિરો પૈકી એક છે. આ મંદિર આશરે ૧૭૦૦ વર્ષ જુનું છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. પ્રાચીનતા અને પૌરાણિક મહત્વના કારણે આ મંદિર ભારતના પ્રખ્યાત શિવ મંદિરો પૈકી એક છે.

જાણો આ દેવીના ચમત્કાર વિશેઃ-

સ્થાપના ક્યારે અને કેવી રીતે થયેલીઃ-
પુરુતત્વ વિભાગે અહીં બ્રાહ્મી લિપીમાં લિખિત જે શિલાલેખ અને શ્રીલંકાના મહારાજા દુતગામનીના રાજકીય મુદ્રા મળી હતી, જેની ઉપર કરવામાં આવેલ તાજા પુરાતાત્કિવક સંશોધનના આધારે તેને કુષાણ યુગમાં હુવિશ્કના શાસનકાળમાં સન ૧૦૮ ઈ.સન્.માં ઉત્કીર્ણ માનવામાં આવને છે. કોણે બનાવડાવ્યું તે હજી પ્રાપ્ત થતું નથી.

આ મંદિરની આસપાસ અવશેષોમાં અન્ય ભગવાનોની મૂર્તિઓ પણ પ્રાપ્ત થયેલી છે. જેમાં મુખ્યત્વે દેવી મુંડેશ્વરીની પૂજા થાય છે. અહીં શિવ અને પાર્વતીની પૂજા ચાલતી રહી છે તેવા પ્રમાણ પણ પ્રાપ્ત થયેલા છે.

પ્રાચીનતા ———-

મુંડેશ્વરી મંદિરના પ્રાચીન મંદિરનું મહત્વ એ દ્રષ્ટિ એ પણ વધારે છે કે અહીં પૂજા કરવાની પરંપરા ૧૯૦૦ વર્ષથી અવિચ્છિન્ન ચાલી રહી છે અને આજે પણ, આ મંદિર સંપૂર્ણપણે જીવંત છે. મોટી સંખ્યામાં ભક્તોની અહીં આવન-જાવન અવિરત ચાલુ જ હોય છે. આ મંદિર ભારતનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. તેની ઐતિહાસિકતા મંદિરની જગ્યામાં હાજર શિલાલેખ દ્વારા સાબિત થાય છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) ૧૮૩૮થી ૧૯૦૪ની વચ્ચે ઘણા બધા બ્રિટીશ વિદ્વાનો અને પર્યટકો અહીયા આવ્યાં હતાં. જાણીતા ઇતિહાસકાર ફ્રાન્સિસ બુકનન પણ અહી આવ્યાં હતાં. મંદિરનો એક શિલાલેખ કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. પુરાતત્વવિદોના જણાવ્યા પ્રમાણે, આ શિલાલેખ ઇસવીસન ૩૪૯ અને ઇસવીસન ૬૩૬ વચ્ચેનો છે !!!!

આ મંદિરનો ઉલ્લેખ કર્નિધમેં પોતાનાં પુસ્તકમાં કર્યો છે. એમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છેકે કૈમૂરમાં મુન્દેશ્વરી પહાડી છે, જ્યાં મંદિર દ્વસ્ત રૂપમાં વિદ્યમાન છે !!!! આ મંદિર છે એની ખબર ત્યારે જ પડી જ્યારે કેટલાંક ઘેટાં ચરાવનારાઓ પહાડીની ઉપર ગયાં અને એને મંદિરના સવૃપમાં નિહાળ્યું !!! એ સમયે આટલી ખ્યાતિ નહોતી જેટલી અત્યારે છે!!! પ્રારંભમાં પહાડીની નીચે નિવાસ કરનાર લોકો જ મંદિરમાં દીવો પ્રગટાવતાં હતાં અને પૂજા – અર્ચના કરતાં હતાં. અહિયાથી પ્રાપ્ત શિલાલેખમાં વર્ણિત તથ્યોને આધારે કેટલાંક લોકોએ એવું અનુમાન લગાવ્યું કે આ આરંભમાં વૈષ્ણવ મંદિર રહ્યું હોય જે પછીથી શિવ મંદિર બની ગયું હોય તથા ઉત્તર મધ્યયુગમાં શાક્ત વિચારધારાના પ્રભાવમાં આવી જઈને શક્તિપીઠના રૂપમાં પરિણિત થઇ ગયું હોય. મંદિરની પ્રાચીનતાનો આભાસ અહીંથી મળેલી મહારાજા દુત્તગામનીની મુદ્રાઓપરથી મળે છે !!! જે બૌદ્ધ સાહિત્યના અનુસાર અનુરાધાપુર વંશનો હતો અને ઇસવીસન પૂર્વે ૧૦૧-૭૭માં શ્રીલંકાનો શાસક રહ્યો હતો !!!

નિર્માણ કાલ ——–

આ મંદિરની નક્કાશી અને મૂર્તિઓ ઉત્તર ગુપ્તકાલીન સમયની છે. શિલાલેખના અનુસાર આ મંદિર મહારાજા ઉદયસેન ના શાસનકાળમાં નિર્મિત થયો હતો. જાણકાર લોકો બતાવે છે કે શિલાલેખમાં ઉદયસેનનો ઉલ્લેખ છે. જે શક સંવત ૩૦માં કુશન શાસકોને આધીન ક્ષત્રપ રહ્યાં હશે. એમનાં અનુસાર ખ્રિસ્તી કેલેન્ડર જોડે મિલાપ કરાવવાથી આ અવધિ ઈસ્વીસન ૧૦૮ની થાય છે. મંદિરનું નિર્માણકાળ ૬૩૬ ઈસ્વીસન બતાવવામાં આવ્યો છે !!! પાંચમુખી શિવલિંગ આ મંદિરમાં સ્થાપિત છે, જે અત્યંત દુર્લભ છે !!!! દુર્ગાનું વૈષ્ણવી રૂપ જ માં મુંડેશ્વરીના રૂપમાં અહીંયા પ્રતિસ્થાપિત છે. મુંડેશ્વરી દેવીની પ્રતિમા વારાહી દેવીની પ્રતિમા છે. કારણકે એમનું વાહન મહિષ છે. મુંડેશ્વરી મંદિર અષ્ટકોણીય છે મંદિરનું મુખ્ય દ્વાર દક્ષીણ તરફ છે !!! મંદિરમાં શારદીય અને ચૈત્ર માસના નવરાત્રના અવસર પર શ્રધાળુ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે !!!! વર્ષમાં બે વાર માઘ અને ચિત્રમાં અહિયાં યજ્ઞ થાય છે !!!!

બલિની સાત્વિક પરંપરા ———–

મુંડેશ્વરી મંદિરની સૌથી મોટી અને વિલક્ષણ વિશેષતા એ છે કે અહીંયા પશુ બલિની સાત્વિક પરંપરા છે. અહીંયા બલિમાં બકરો ચઢાવાય છે, પરંતુ એનું જીવન નથી લેવામાં આવતું. કહેવાય છે કે ચંડ-મુંડ ના નાશ માટે જયારે દેવી ઉદ્યત થઇ હતી. તો ચંડના વિનાશ પછી મુંડ યુદ્ધ કરતા કરતાં આ પહાડી પર છુપાઈ ગયો હતો !!! અને અહીંયા જ માતાએ એનો વધ કર્યો હતો !!!! અત:એવુ આ મુંડેશ્વરી માતાના નામથી સ્થાનીય લોકોમાં જાણીતી છે. એક આસ્ચાર્યજનક તથ્ય એ પણ છે કે આહીયા ભક્તોની કામનાઓ પૂરી થયા પછી જ બકરાની સાત્વિક બલિ ચડાવવામાં આવે છે !!! પરંતુ માતા રક્તની બલિ નથી લેતી , પણ બલિચઢાવતી વખતે ભક્તોમાં માતા પ્રત્યે આશ્ચય્જંક આસ્થા જન્માવે છે. જ્યારે બકરાને માતાની મૂર્તિની સામે લાવવામાં આવે છે ત્યારે પુજારી અક્ષત (ચોખાનાં દાણા)ને મૂર્તિનો સ્પર્શ કરાવીને બકરા પર ફેંકે છે. બકરો એજ ક્ષણે મૃતપ્રાય જેવો થઇ જાય છે. થોડી વાર પછી અક્ષત ફેંકવાની પ્રક્રિયા ફરીથી થાય છે તો બકરો ઉભો થઇ જાય છે !!! અને એના પછી બકરાને મુક્ત કરી દેવામાં આવે છે !!!

મંદિરનું ક્ષરણ ———

પુરાતત્વવિનું માનવું છે કે આ વિસ્તારમાં ક્યારેક ભૂકંપના ભયંકર ઝટકા આવ્યા હશે. જેને કારણે પહાડીના મલબાની અંદર ગણેશ અને શિવ સહીત અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ દબાઈ ગઈ હશે !!!! ખોદકામ દરમિયાન એ મળતી રહી છે !!! અહિયાં ખોદાઈમાં ક્રમમાં મંદિરોના સમૂહો પણ મળ્યાં છે. બિહાર રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદ ના અધ્યક્ષ આચાર્ય કિશોર કુણાલનું માનવું છે કે આ મંદિરને કોઈ આક્રમણકારીઓએ તોડ્યું નથી !!!!(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પણ પ્રાકૃતિક આપદા તુફાન-વર્ષા , આંધી-પાણીએ એનું પ્રાકૃતિક ક્ષરણ થયું છે. પહાડી પર મૂર્તિઓના ભગ્નાવશેષ આજે પણ વિદ્યમાન છે. ૧૯૬૮માં પુરાતત્વ વિભાગને અહીંયાની ૯૭ દુર્લભ મૂર્તિઓને સુરક્ષાની દ્રષ્ટિએ પટના સંગ્રહાલયમાં રાખી દીધાં. ત્રણ મૂર્તિઓ કલકતાના સંગ્રહાલયમાં છે !!!!

જીર્ણોધ્ધાર કાર્ય ———–

પહાડીના શિખરપર સ્થિત મુંડેશ્વરી મંદિર સુધી પહોંચમાટે ૧૯૭૮ -૧૯૭૯ માં સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું. વર્તમાનમાં આ મંદિરનો વિકાસ તેજીથી થઇ રહ્યો છે અને દુર-દુરથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો અહીંયા આવે છે. મંદિરને ૨૦૦૭માં બિહાર રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદે અધિગ્રહિત કરી લીધું હતું. એમના પ્રયાસથી અઢી એકર જમીન પર્યટનવિભાગને સોંપી દીધી !!!! ધર્મશાલા અને પાઠશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વૈષ્ણોદેવી અને રાજ્ગીરની જેમ જ આહિયા રોપ-વે બનાવવાનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. મોહનિયાં અને બેતરી ગામની પાસે ભવ્ય મુંડેશ્વરી પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. અહિયાં અતિથિગૃહ પણ બની રહ્યું છે. મંદિરનો ધ્વસ્ત ગુંબજ પણ બનાવવાની કોશિશો ભારતીય પુરાતત્વ વિભાગ તરફથી થઇ જ રહી છે. પુરાતત્વ વિભાગ પાસે એ કાળના ગુન્બજનો નકશો ઉપલબ્ધ છે !!!

રોચક તથ્ય ———

[૧] અહિયાં એક પંચમુખી શિવલિંગ છે …… કહેવાય છે કે એનો રંગ સવાર-બપોર -સાંજના અલગ અલગ દેખાય છે.

[૨] અહિયાં બકરાની બલિ નથી આપવામાં આવતી પણ બકરાને દેવીનીમૂર્તિની સામે લાવવામા આવે છે !!!! એના પર મંત્રવાળાં ચોખા પુજારી છીડકે છે જેનાથી એ બકરો બેહોશ થઈ જાય છે અને પછી એને બહાર છોડી મુકવામાં આવે છે !!!

[૩] વર્ષો પછી અહીંયા તાંદુલમ ભોગ અને વિતરણની પરંપરા પુન: શરુ થઇ ગઈ છે એવું મનાય છે કે ઈસ્વીસન ૧૦૮મા અહીંયાઆ પરંપરા ચાલુ હતી.

[૪] અહીંનું અષ્ટકાર ગર્ભગૃહ ત્યારથી તે આજસુધી કાયમ છે !!!

[૫] જાણકાર માને છે કે ઉત્તર પ્રદેશના કુશીનગર અને નેપાળના કપિલવસ્તુનો રસ્તો મુંડેશ્વરી મંદિર સાથે જોડાયેલો હતો !!!

[૬] વૈષ્ણોદેવીની તર્જ પર આ મંદિરનો વિકાસ કરવા માટેની યોજનાઓ રાજ્ય સરકારે બનાવી છે.

[૭] આ મંદિરનો સંરક્ષક મુસ્લિમ છે.

મુંડેશ્વરી મંદિરની પ્રાચીનતાનું મહત્વ એ દ્રષ્ટિએ વધારે છે કે અહિયાં પૂજાની પરંપરા ૧૯૦૦ વર્ષથી અવિચ્છિન્ન રહી છે આજે પણ આમંદિર સપૂર્ણપણે જીવંત છે !!!

નમામી દેવી મુંડેશ્વરી !!!
———- જનમેજય અધ્વર્યુ

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા

– શ્રી તિરુપતિ બાલાજીનો રોચક ઇતિહાસ

– શ્રી સરસ્વતી માં ની કથા

– ભગવાન દત્તાત્રેયનો ઇતિહાસ

– શ્રી ગણપતિ મંદિર – ગણેશપુરા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!