પરમ કૃષ્ણભક્ત રાણી રત્નાવતી

  • પૂરું નામ – રાણી રત્નાવતી
  • પતિ – રાજા માધોસિંહ
  • સંતાન – પ્રેમસિંહ
  • કર્મભૂમિ – આંબેરગઢ , જયપુર , રાજસ્થાન
  • પ્રસિદ્ધિ – ભક્ત

જાણકારી- રાણી રત્નાવતીની દાસી એની ગુરુ હતી. રાણી ગુરુબુદ્ધિથી એનો આદર કરતી હતી. વિલાસ ભવન ભગવાનનું લીલાભવન બની ગયું. દિવસ -રાત હરિ ચર્ચા અને એમનાં જ અનૂપ રૂપ માધુર્યના વખાણ થવાં લાગ્યાં, સત્સંગનો પ્રભાવ જ એવો હોય છે પછી સાચાં ભગવત પ્રેમીઓનાં સંગનું તો પૂછવુંજ શું !!!! રાણીનું મન -મધુકર શ્યામ સુંદર વ્રજ નંદનનાં મુખકમલનાં મકરંદનું પાન કરવાં માટે છટપટી રહ્યું હતું.

રાણીએ શોભાનો ગાંઠિયો તો નથીજ એમને પણ એમનાં અરમાનો -ઇચ્છાઓ -અભિલાષાઓ હોય છે જ. જે તેઓ મન લગાવીને કે ક્યારેક મન મારીને પૂરી કરે છે. એનો અર્થ એ નથી થતો કે ——– તેઓ પતિવ્રતા નથી હોતી …..હોય છે જ અને આપણો સનાતન ધર્મ પણ એની સાક્ષી પૂરે છે. “પતિદેવો ભવ :” એજ એમનો જીવન મંત્ર હોય છે. આ રાજપુતાણીઓ વીરાંગનાની સાથે શાથે ઈશ્વર ભકત પણ હતી. જેમાં બે નામ ઉડીને આંખે વળગે એવા છે. એ છે રાણી રત્નાવતી અને મીરાં બાઈ.

આ વાત બહુ ઓછાને ખબર છે કે જયપુરમાં રાજા જયસિંહ સિવાય રાજા માધોસિંહ પણ થયા હતા. વિશ્વ પ્રસિદ્ધ અને સૌથી સમૃદ્ધ ગઢ આમ્બેરનો એ રાજા હતો. આ જયારે લોકો આંબેર જુએ છે પણ આ વાતને નજર અંદાજ કરી દે છે. આવું ના થવું જોઈએ જ !!!! આ રાણીઓને જો જૌહર કરવાનો વખત આવ્યો હોત તો કદાચ કદાચ ભગવાન શ્રીકૃષ્ણે જ આ મુસ્લિમોને પછાડ્યા હોત અને જૌહર બચાવ્યું હોત. પણ જયપુર અને આંબેર આમાંથી બાકાત રહ્યા હતાં. વાટ લાગી ગઈ ચીત્તોડની પણ તોય મીરાં બાઈ તો ત્યાનીજ ને એ વખતે કદાચ ભગવાન શ્રીકૃષ્ણે મુસ્લિમોને આવતા રોક્યાં હોય. આવું બની શકે છે. હા પણ વાત જૌહર કે મુસ્લિમ આક્રમણની નહીં પણ કૃષ્ણભક્તિની છે. મીરાંબાઈની વાત એ વખતે કરશું, આજે વાત કરવી છે રાણી રત્નાવતીની જે પરમ શ્રીકૃષ્ણ ભક્ત હતી !!!!

રાણી રત્નાવતી ભગવાનની મહાન ભક્ત હતી. તેમનું મન સદાચારી અને ઉમદા વિચારોથી સજ્જ હતું. તેઓ પતિ ચરણોમાં પ્રેમ કરતા હતા. રત્નાવતીની પ્રકૃતિ ખૂબ સરસ હતી. દાસીઓ સાથે પણ તે મધુર વ્યવહાર કરતી હતી. તે યોગ્ય રીતે સમજતી હતી કે આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એ કોઈ મશીન નથી …….પણ મનુષ્ય છે !!!! તેમને પણ આશ્વાસન, સહાનુભૂતિ, પ્રેમની જરૂર છે. પોતાનાં મધુર વ્યવહારથી, મધુર વાણી થી, સારાં આચરણથી આખાં મહેલમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરી ચુકી હતી. દાસીઓ પણ એમનાં પ્રત્યે બહુજ આદર ભાવ રાખતી હતી.

પરિચય  ———

આંબેરનાં પ્રસિદ્ધ મહારાજા માનસિંહજી નાં નાના ભાઈનું નામ રાજા માધોસિંહ હતું. એમની પત્નીનું નામ રત્નાવતી હતું !!! રત્નાવતીનું શરીર જેટલું સુંદર હતું એટલું જ એનું મન પણ સદગુણ અને સદવિચારોથી સુસજ્જિત હતું. પતિ ચરણોમાં એમનો અપાર પ્રેમ હતો !!!! સ્વભાવ એટલો મધુર અને પવિત્ર હતો કે કોઈ એમની સાથે વાત કરતુંતો એમનામાં શ્રદ્ધા મૂકવાં લાગતું. મહેલની દાસીઓતો એમનાં સદ્વ્યવહારથી મુગ્ધ થઈને એમને સાક્ષાત જનની સમજતી હતી !!!!

ભક્તિમતી દાસી   ————–

રત્નાવાતીજી ના મહેલમાં એક દાસી બહુજ ભક્તિમતી હતી. ભગવાન પોતાનાં પ્રેમીઓની સામે લીલા-પ્રકાશ કરવામાં સંકોચ નથી રાખતાં. એ ભાગ્યવતી પુણ્યશાલી દાસી પણ એક પવિત્ર પ્રેમિકા હતી. અખિલ રસામૃત સિંધુ ભગવાન એમની સામે ભ્રાંતિની લીલા કરીને એમણે આનંદ સમુદ્રમાં ડુબાડી રાખતાં હતાં. એમનું હ્રદય એમની તરફ ખેંચાઈ ગયું !!! એ વારંવાર એમની આ લોકોત્તર અવસ્થાને જોવા માટે ની ચેષ્ટ કરતી હતી. જોતજોતમાં એનામાં એમનાં પ્રત્યે પ્રેમ ઉભરાવા લાગ્યો.

આપણા શરીરની અંદર હૃદયમાં જે પ્રકારે વિચારોના પરમનું ભરેલા રહેતાં હોય છે. બિલકુલ એ જ પ્રકારે પરમનું સ્વભાવીક પણે આપણા રોમેરોમમાંથી બહાર નીકળતાં હોય છે. પાપી વિચારવાળાં મનુષ્યોના શરીરમાંથી પાપ નાં પરમાણુ ,પરમાત્માનાં શરીરમાંથી પુણ્યના,  જ્ઞાનીઓનાં શરીરમાંથી જ્ઞાનનાં અને પ્રેમી ભક્તોનાં શરીરમાંથી પ્રેમનાં!!! આ પરમાણું પોતાની શક્તિના તારતમ્ય અનુસાર અનુકુળ અથવા પ્રતિકુળ વાયુમંડળ અનુરૂપ બહાર ફેલાયેલાં છે અને એ વાતાવરણમાં જે પણ કંઈ થાય છે. એ બધાં જ પર પોતાની અસર છોડતા હોય છે !!! આ નિયમની વાત છે !!!! અને જેમની અંદર જે ભાવ પરમાણુ અધિક માત્રામાં અને અધિક ઘણાં હોય છે. એમની અંદરથી એ અધિક નીકળે છે અને અધિક પ્રભાવશાળી હોય છે.

આ પ્રેમમયી દાસીનું હૃદય પવિત્ર પ્રેમથી ભરેલું હતું. ભરેલું જ નહોતું , એનામાં પ્રેમનું પૂર આવી ગયું હતું. પ્રેમ એનામાં સમાતો જ નહોતો. બસ એ બહાર જ નીકળી જતો હતો. આ પ્રેમે રાણી પર પોતાનો પ્રભાવ જમાવ્યો. એક દિવસ દાસીના મોંમાંથી વ્યાકુળતાભરી ” હે નવલકિશોર ……. હે નંદનવન ……..હે વ્રજચંદ્ર!!!!”ની પુકાર અમભલીને રાણી પણ વ્યાકુળ થઇ ગઈ હતી !!!

હવે રાણી દાસીની પાછળ પડી ગઈ છે અને વારંવાર તેને પૂછવા લાગી છે, ‘મને કહો, તમે આ પ્રેમ કેવી રીતે મેળવ્યો?’ ભગવાન ના નામ પર તમે કેવી રીતે આટલું માધુર્ય ભર્યું હતું. અહો, તે નામોમાં કેટલું જાદુ છે! હું જયારે તારા મુખમાંથી “હે નંદનંદન …. હે વ્રજચંદ્ર સાંભળું છું તો મારું હૃદય એ મધુર નામની તરફ ખેંચાઈ આવે છે અને આંખોમાંથી આંસુ નીકળી પડે છે. હું કેવી રીતે એમની મૂર્તિ જોઈ શકીશ, જેમના નામમાં આટલું આકર્ષણ છે, આટલું માધુર્ય છે અને આટલો બધો રસ ભરેલો છે !!!! હું કેવી રીતે એમણે જોઈ શકીશ અને કેવી રીતે એમની મધુર મુરલી સાંભળી શકીશ ? મને ભગવાનના પ્રેમનું એ રહસ્ય બતાવ. જેમાં તું નિરંતર ડૂબેલી રહેતી હોય છે અને જેના એક એક કણમાં દુરથી જ દર્શન કરીને જ મારી તો આ દશા થઇ ગઈ છે !!!!

દાસીએ પહેલાં તો ટાળવાની કોશિશ કરી પરંતુ જ્યારે એ બહુજ પાછળ પડી ત્યારે એક દિવસે એને કહ્યું “મહારાણીજી …….. આ વાત તમે મને પૂછશો ……. આપ રાજમહેલના સુખોને ભોગવો, કેમ આ વ્યર્થમાં આવીને દુખોને નિમંત્રણ આપો છે. આ રસ્તો કાંટાઓથી ભરેલો છે. આમાં ક્યાંય પણ સુખનું નામોનિશાન નથી. પદ પદ પર લોહીલુહાણ થવું પડે છે ……. ત્યારેજ એમની સમીપ પહોંચી શકાય છે. પહોંચ્યા પછી તો અલૌકિક અન્નંદ મળે છે, પરંતુ માર્ગમાં મુશ્કેલીઓ એટલી ભયાનક છે કે એ સાંભળીને ક્યાંક તમારું દિલ ના બદલાઈ જાય. રાત દિવસ હૃદયમાં ભઠ્ઠી જલતી રહેતી હોય છે. આંસુઓની ધારા વહેતી હોય છે. પરંતુ આ અગ્નિ  બુહુ જલાવતી નથી ઘી બનીને એને પ્રજ્વાળે છે !!!! સિસ્કાવું અને માથું પછાડવું આ તો નિત્યક્રમ છે મારો, આપ રાજરાણી છો  ……. ભોગ-સુખોમાં ઉછર્યા છો, આ પંથ તો વૈરાગીઓનો છે. જે સંસારના બધાંજ ભોગ-સુખો સ્થાથે નાતો તોડવાં માટે તૈયાર છે અને ક્યાંક જો મોહનની ક્ષણભર માટે પણ માધુરી જોવા મળે ને તો તો પછી સર્વસ્વ હાથ લાગી જાય. એટલાં માટે ન તો આ બધું પૂછો અને નાં બધું તાકતાં રહો.

આ બધું સાંભળીને રાણી રત્નાવલીની ઉત્કંઠા વધી ગઈ. એ બહુજ આગ્રહ પૂર્વક શ્રીકૃષ્ણ પ્રેમનું રહસ્ય પૂછવા લાગી. આખરે એમનાં મનમાં ભોગ-વૈરાગ્ય જોઇને એમનું અધિકારત્વ જાણી શ્રીકૃષ્ણ પ્રેમમાં ડૂબેલી આ દાસીને એને શ્રીકૃષ્ણ પ્રેમનો દુર્લભ ઉપદેશ આપ્યો !!!!

હવે તો દાસી રાનીની ગુરુ થઇ ગઈ , રાણી ગુરુબુદ્ધિથી એનો આદર સત્કાર કરવાં લાગી. વિલાસ્ ભવન ભગવાનનું લીલાભાવન બની ગયું હતું. દિવસ રાત હરિ ચર્ચા અને એમની અનુપ રૂપમાધુરીનાં જ વખાણ થવાં લાગ્યાં. સત્સંગનો પ્રભાવ જ એવો હોય છે, પછી સાચાં ભગવત પ્રેમીઓનો સંગ મળેતો એની વાત જ કૈંક ઔર હોય છે. રાણીનું મન-મધુકર શ્યામસુંદર વ્રજનંદન નાં મુખકમલનાં મકરંદનું પાન કરવાં માટે છટપટી રહ્યું હતું.

દાસીએ કહ્યું મહારાણી ….. દર્શન સહજ નથી …… જે લોકો રાજ છોડીને ધૂળમાં પડ્યાં હોય છે અનેકો ઉપાય કરતાં હોય છે ….. એ લોકો પણ આ રૂપમાધુરીનાં દર્શન નથી મેળવતાં. હા એમણે વશમાં કરવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રેમ. તમે જો ઈચ્છો તો એમણે પ્રેમથી પોતાનાં વશમાં કરી શકો છો !!!

રાણીના મનમાં દ્રઢ થઇ ગયું હતું કે ભગવાનથી વધારે મોટું કોઈ જ નથી. આ લોક અને પર્લોક માં બધું આપવા છતાં પણ જો ભગવાન મળી જાય તો તો એ બહુજ સસ્તું કહેવાય. જેના મનમાં એ નિશ્ચિત થઇ જાય છે કે શ્રી હરિ અમુલ્ય નિધિ છે અને એજ મારાં પરમ પ્રિયતમ છે. જેમને માટે કોઈપણ ત્યાગને બહુજ મોટી વાત સમજે છે. રાણી રત્નાવાતીનાં મનમાં પણ કૃષ્ણપ્રેમ ભાવ જાગી ઉઠયો. એમણે દાસીગુરુની  અનુમતિ અનુસાર નીલમનો એક સુંદર વિગ્રહ બનાવીને તન-મન-ધનથી એમની સેવા આરંભ કરી । એ હવે જાગ્રત સ્વપ્ન એ બંને સ્થિતિઓમાં ભગવત પ્રેમનો અપૂર્વ આનંદ લૂંટવા  લાગી. રાજરાણી ભોગથી પોતાનું મોં ફેરવીને ભગવતપ્રેમના પાવન પથ પથ પર ચાલી નીકળી. એકની સાથી બીજી સલગ્ન વસ્તુ આપોઆપ આવી જ જાય છે. ભજનની સાથે સાથે સંત સમાગમ પણ થવાં લાગ્યો. સહજ કૃપાળુ નહાતમાં લોકો પણ ક્યારેક કયારેક દર્શન આપવાં માંડયા.

એક વાર એક બહુજ પહોંચેલા મહાત્મા ત્યાં પધાર્યા. એ વૈરાગ્યની મૂર્તિ હતાં અને ભગવતપ્રેમમાં ઝૂમી રહ્યાં હતાં. રાણીના મનમાં આવ્યું કે મારું રાનીપણું સત્સંગમાં બાધાં બની રહ્યું છે, પરંતુ આ રાણીપણું છે તો આરોપિત જ ને !!! એ મારું સ્વરૂપ તો છે જ પણ તેમ છતાં હું એને કેમ રાખું છું અને પોતાનાં માર્ગની એક સૌથી મોટી બાધા રહેવા દઉં?

એમણે દાસી ગુરુને પૂછ્યું ——— ” ભલા બતાવો કે મારા આ અંગોમાં એવું કયું અંગ છે કે જેને કારણે મને સત્સંગનાં મહાન સુખથી વિમુખ રહેવું પડે છે !!!!” દાસી મુસ્કુરાઈ ……… રાણીએ આજે પદ-મર્યાદાણો બંધ તોડી નાંખ્યો !!!! દાસીએ એમને  રોક્યાં પણ એ ના માની. જઈને મહાત્માનાં દર્શન કર્યા અને સત્સંગનો લાભ ઉઠાવ્યો !!!!

રાજાનો ક્રોધ  ———–

રાજ પરિવારમાં ચર્ચા થવા લાગી. રત્નાવતીનાં સ્વામી રાજા માંધોસિંહ દિલ્હી હતાં. પ્રધાનોએ તેમને પત્ર લખ્યો કે ‘રાણી કુળની લજ્જા મર્યાદા છીડીને બાવાઓની ભીડમાં જઈને બેઠી છે.’ પત્ર માધોસિંહ સુધી પહોંચ્યો. વાંચતા જ તેમના મનમાં આગ લાગી હતી. આંખો લાલ થઈ ગઈ શરીર ગુસ્સો સાથે ધ્રુજારી શરૂ થઈ ગઈ. રાજા માધો સિંહના પુત્ર કુંવર પ્રેમ સિંહ, જે રત્નાવતીના ગર્ભાશયમાંથી બહાર આવ્યા હતા તેઓ ત્યાં પહોંચ્યા અને તેણે તેના માથા પર તેના પિતાના પગ પર નમન કર્યુ. પ્રેમસિંહપર એમની માતાનો પ્રભાવ હતો. એમનાં લલાટ પર તિલક અને ગળામાં તુલસીની માળા શોભા આપી રહી હતી. એક તો રાજા ક્રોધમાં જ હતાં, પછી પુત્રને આ પ્રકારનાં વેશમાં જોઇને એમણે બહુજ ક્ષોભ થયો. રાજાએ અવજ્ઞાભર્યા શબ્દોમાં તિરસ્કાર કરતાં કહ્યું. “આવ બાવીના ……. સાધ્વીના દીકરા આવ ……..” પિતાની આવી ભાવ ભંગી જોઇને અને એમની તિરસ્કારયુક્ત વાણી સાંભળીને રાજકુમાર બહુજ દુખી થયો !!!! અને ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો.

લોકોનાં પુછવા પર પિતાની નારાજગીની પ્રેમસિંહને ખબર પડી. પ્રેમસિંહ સંસ્કારી બાળક હતો, એનાં હૃદયમાં પૂર્વજન્મની ભક્તિનાં ભાવ હતાં અને માતાની શિક્ષા હતી.  એણે વિચાર્યું  —– ” પિતાજીએ બહુજ ઉત્તમ આશીર્વાદ આપ્યાં મને જે મને બાવીનો બાળક કહ્યો. હેવે તો હું સાચા અર્થના બાવો કે સંત બની જ રહીશ. આમ વિચારીને એ માતાની ભક્તિપૂર્ણ ભાવના પર બહુજ પ્રસન્ન થયો અને એજ ક્ષણે એણે માતાને પત્ર લખ્યો  —-

“માતાજી તમે ધન્ય છો …… જે તમારામાં ભગવાનની ભક્તિ જાગૃત થઇ છે અને તમારું મન ભગવાનમાં લાગી ગયું છે. ભગવાનની કૃપાથી આમજ થતું હોય છે. હવે આ ભક્તિને સર્વથા સાચી ભક્તિ બનાવીને જ છોડો !!! ભલે પ્રાણ જતા રહે પણ ટેક ના જવી જોઈએ. આજે મને પિતાજીએ બાવીનો દિકરો કહ્યો છે. અત: એ હવે મારે સાચે જ ભક્તાણીનોપુત્ર બનીને રહેવા માંગું છું. જોજો ……. મારી પ્રાર્થના વ્યર્થના જાય !!!!”

પત્ર વાંચતા જ રાણી પ્રેમાંવેશમાં આવી ગઈ. આહ ….. સાચો પુત્ર તો એ જ છે જે પોતાની માતાને શ્રી ભગવાન તરફ જવાની પ્રેરણા આપે છે અને એમાં ઉત્સાહ ભરે. એ તો પ્રેમના પથ પર ચાલી જ નીકળી હતી. આજથી જ રાજવેશ છોડી દીધો હતો , રાજસી ઘરેણાં-કપડાં વગેરે ઉતારી દીધાં અને સાદો પોષક પહેરીને ભજન-કીર્તન કરવાં લાગી. પુત્રને લખી દીધું : હું આજ થીજ મુર્તીમય બની ગઈ છું પ્રેમથી આવીને જોઈ લે!!!

કુંવર પ્રેમસિંહને પત્ર મળતાંજ એ આનંદથી નાચી ઉઠયો. વાત રાજા માધોસિંહ સુધી પહોંચી. એમણે બહુજ ક્ષોભ થયો અને એ પુત્રને મારવાં માટે પણ તૈયાર થઇ ગયાં. મંત્રીઓએ માંધોસીંહને બહુજ સમજાવ્યા, પરંતુ તે ના માન્યા. અહી પ્રેમસિંહ ને પણ ક્ષોભ થઇ ગયો, પરંતુ રાજા માંધોસિંહ ના મનમાં રાણી પ્રત્યે ક્રોધ હતો. એ સહન ના થયાં …….. એ રાણીને મારી નાંખવા માટે વિચારથી રાતનાં જ દિલ્હીથી ચાલી નીકળ્યા. એ આંબેર પહોંચ્યા અને લોકોને મળ્યા. લોકોને રાણીની વાતો સંભળાવી. રાણીના વિરોધીઓએ વાતને ચગાવીને કહી જેનાથી માધોસિંહનો ક્રોધ વધી ગયો !!!!

માંધોસિંહની રહસ્યમય યોજના ——–

કેટલાંક રહસ્યમયી માણસો સાથે મળીને માંધોસિંહ રાણીને મારવા માટેની તરકીબ વિચારવા લાગ્યાં. આખરે ષડયંત્રકારી ઓએ એ નિશ્ચય કર્યો કે પિંજરામાં જે સિંહ છે એને લઇ જઈને રાણીના મહેલમાં છોડી દેવામાં આવે !!!! સિંહ રાણીને મારી નાંખશે ત્યારે આપણે સિંહને પકડીને એ વાત ફેલાવી દઈશું કે સિંહ પિંજરામાંથી છૂટી ગયો હતો, આનાથી એ દુર્ઘટના થઇ ગઈ ……. પછી એ અનુસાર જ કામ કર્યું હતું , મહેલમાં સિંહ છોડી દેવામાં આવ્યો, રાણી એ સમયે ભજન કરી હતી ……. દાસીએ સિંહને જોતાંજ જોરથી બુમ પાડી
“જુઓ સિંહ આવ્યો !!!”

ભગવાનની લીલા  ———–

રાણીની સ્થતિ બહુજ વિચિત્ર હતી, હૃદય આનંદથી ભરેલું હતું, નેત્રોમાં અનુરાગ હતો, ઇન્દ્રિયો તમામ સેવામાં જ લાગેલી હતી. એમણે કશુજ સાંભળ્યું જ નહીં. એટલામાં સિંહ સમીપ આવી ગયો દાસીએ ફરીથી જોરથી બુમ પાડી “રાણીજી સિંહ આવી ગયો “. રાણીએ બહુજ શાંતિથી કહ્યું આજે મારાં પ્રહલાદનાં સ્વામી શ્રી નૃસિંહજી પધાર્યા છે, આવો એમની પૂજા કરીએ !!!” આટલું કહીને રાણી પૂજાની સામગ્રી લઈને બહુજ સન્માન સાથે પૂજા કરવાં દોડી. સિંહ સમીપ જ આવી ગયો હતો પરંતુ હવે એ સિંહ નહોતો. રત્નાવતીજીની સામે સાક્ષાત ભગવાન નરસિંહજી ઉપસ્થિત હતાં. રાણીએ બહુજ સુંદર મનમોહક અને આકર્ષક રૂપમાં પરમ શોભા સંપન્ન ભગવાન નરસિંહ દેવનાં દર્શન કર્યા. એમણે પ્રણામ કરીને પાધ્ય-અર્ઘ્ય આપ્યું, માળા પહેરાવી , તિલક કર્યું , ધૂપ-દીપ કર્યા, ભોગ લગાવ્યો અને મનમાં -આરતી કરીને એમની સ્તુતિ કરવાં લાગી !!!!

થોડીક જ ક્ષણો બાદ સિંહ રૂપ પ્રભુ મહેલથી નીકળ્યા અને જે લોકો પિંજારા લઈને રત્નાવાતીજીને મારવા આવ્યાં હતાં. સિંહરૂપ પર્ભુએ વાતવાતમાં જ એમણે પરલોક પહોંચાડી દીધાં અને સ્વયં મામુલી સિંહ બનીને પીંજરામાં પ્રવેશ કરી ગયાં !!!

લોકોએ દોડતાં આવીને રાજા માંધોસિંહને સુચના આપી કે  ——હ”રાણીએ શ્રી નૃસિંહ ભગવાન માનીને સિંહની પૂજા કરી, સિંહે એમની પૂજા સ્વીકાર કરી અને બહાર આવીને આપણા માણસોને મારી નાંખ્યા. રાણી હવે આનંદથી બેઠી બેઠી ભજન કરી રહી છે !!!”

હવે માંધોસિંહની આંખો ખુલી. ભક્તનું ગૌરવ એમનાં ધ્યાનમાં આવ્યું. બધીજ દુર્ભાવનાઓ ક્ષણભર માંજ નષ્ટ થઇ ગઈ. રાજ દોડીને મહેલમાં આવ્યાં અને પ્રણામ કરવાં લાગ્યાં. રાણી ભગવત સેવામાં તલ્લીન હતી. દાસીએ કહ્યું —-મહારાજ પ્રણામ કરવાં આવ્યાં છે. ત્યારે રાણીએ આ બાજુ ધ્યાન આપ્યું અને બોલી કે “મહારાજ શ્રી નંદલાલજીને પ્રણામ કરી રહ્યાં છે ” રાણીની દ્રષ્ટિ ભગવાનમાં જ લાગેલી હતી

રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું “એકવાર મારી તરફ જુઓ ” રાણી બોલી —- ” મહારાજ શું કરું આ આંખો અહીંથી ખસતી જ નથી હું બેબસ છું”
રાજા બોલ્યા બધુંજ ધન અને રાજ્ય તમારું જ છે તમે જે રીતે ઈચ્છો એમ એનો ઇસ્તેમાલ કરી શકો છો. રાણીએ કહ્યું —- ‘સ્વામી  …… મારું તો એકમાત્ર ધન શ્યામસુંદર છે મને એમની સાથે રહીને બહુજ આનંદ મળે છે ….. આપ મને એમનામાં જ રહેવા દો !!!”

રાજા પ્રેમ અને આનંદ માં ગદગદ થઇ ગયો અને રાણીના પ્રભાવમાં એમનું ચિત્ત પણ ભગવાનની તરફ ખેંચાઈ આવ્યું. જેની આવી ભક્ત પત્ની હોય એનાં પર ભગવાનની કૃપા કેમ નાં થાય. ઘરમાં એક જ ભક્ત હોય છે જે આખાં કુળને તારનારો સાબિત થતો હોય છે !!!!

કોણ કહે છે કે નરસિંહ અવતાર બહુ વર્ષો પહેલાં થયો હતો. જો ભક્તી સાચા દિલથી કરવામાં આવે તો આજે પણ ભગવાન નરસિંહ ભક્તોની લાજ બચાવવા માટે આવતાંજ હોય છે. શરત માત્ર એટલી જ કે એ ભક્તિ નિસ્વાર્થભાવે અને સાચા દિલથી થવી જોઈએ. આવાં કૃષ્ણ ભક્ત રાણી રત્નાવતી ને શત શત વંદન !!!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!