યમુનોત્રી – યમુના નદીનું જન્મસ્થાન

હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિનું દર્શન મહત્વનું છે. ઊંચા પહાડો એમાં ઉગતાં ઊંચા ઝાડો, પગથીયા જેવાં ખેતરોમાં થતી ખેતી, ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ આ બધું માણવાની અને જોવાની કહો કે અનુભવવાની મજા કૈક ઓર જ હોય છે. ભાગ્યેજ કોક ખુલ્લો રસ્તો આવે પહાડી રસ્તાઓ અને એ પણ આટલી ઉંચાઈએ એમાં મુસાફરી કરવાની મજા જ આવે એમાં કોઈજ શંકાને સ્થાન નથી. મંદિરો અને મકાનો આપણે જોતાંજ રહીએ એવાં હોય છે. એમની રહેણી કરણી અને દિનચર્યા પણ જાણવા જેવી જ છે

સદાય આનંદમાં રહેતો રહેતો પ્રદેશ છે આ ગઢવાલ
ઉત્તરાખંડની વિશેષતા છે —– ગઢવાલ
ગઢવાલની એક વિશેષતા એ એનું સંગીત અને એના લોકનૃત્યો છે. જો કે આ બધું કંઈ ચારધામની યાત્રામાં જોવા નથી મળતું હોતું !!! ઋષિકેશથી શરુ થતી આ ચાર ધામની યાત્રાનો પહેલો પડાવ છે —– યમુનોત્રી !!!
યમુનોત્રી સીધી બસ નથી જતી  ……
લગભગ ૧૩ કિલોમીટર ઉંચે ચઢવાનું હોવાથી ડોલીઓ -ઘોડાઓ કે પગપાળા જ જવાનું હોય છે. ઘોડા પર બેસીને જાઓ તો હિમાલયની ખીણોનો અદ્ભુત નજરો જોવાં મળે છે
રસ્તામાં આવતાં પડાવોનું પણ મહત્વ અને મહાત્મ્ય એટલું જ છે સાથે સાથે પ્રર્કૃતીની મજા માનણા મળે છે એ નફામાં !!!! હિમાલય દર્શન એ ચારધામ યાત્રાનું મહત્વનું પાસું છે, ખરેખર તો આ જ સાચી યાત્રા છે !!!!

યમુનોત્રી ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત યમુના નદીનું ઉદગમ સ્થાન છે. આ એ સ્થાન છે —-જ્યાંથી યમુના નદી નીકળે છે
અહીંયા પ્રતિવર્ષ ઉનાળામાં અનેક તીર્થયાત્રીઓ આવે છે. પૌરાણિક ગાથાઓ અનુસાર યમુના નદી સૂર્યની પુત્રી છે તથા મૃત્યુના દેવતા યમ સૂર્યદેવનાં પુત્ર છે !!! એમ કહેવાય છે કે જે લોકો યમુનામાં સ્નાન કરે છે, એમને યમ મૃત્યુના સમયે પીડિત નથી કરતાં!!! યમુનોત્રી પાસે કેટલાંક ગરમ પાણીનાં ઝરા પણ છે. તીર્થયાત્રીઓ આ ઝરાનાં પાણીમાં પોતાનું ભોજન પકાવે છે. યમુનાજીનું મંદિર અહીનું પ્રમુખ આરાધના મંદિર છે !!!!

તીર્થસ્થળ  —————

યમુનાદેવીનું તીર્થસ્થળ યમુના નદીના સ્રોત પર સ્થિત છે. યમુનાદેવીનું મંદિર ગઢવાલ હિમાલયનાં પશ્ચિમી ભાગમાં સ્થિત છે. યમુનોત્રીનું વાસ્તવિક સ્રોત જામી ગયેલી બરફની એક ઝીલ અને હિમનદ (ચંપાસર ગ્લેસિયર) છે જે સમુદ્રતલથી ૪૪૨૧ મીટરની ઉંચાઈ પર કાલિન્દ પર્વત પર સ્થિત  છે. યામુનાદેવીનાં મંદિરનું નિર્માણ , ટિહરી ગઢવાલનાં મહારાજા પ્રતાપશાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યાધિક સાંકડી -પાતળી યમુનાનું જળ હિમ શીતલ છે. યમુનાનાં આ જળની પરિશુદ્ધતા, નિષ્કલુશતા એવં પવિત્રતાને કારણે ભક્તોનાં હૃદયમાં યમુના પ્રતિ અપાર શ્રદ્ધા અને બહકતી ઉભરાઈ આવે છે !!!

પૌરાણિક આખ્યાન અનુસાર અસિત મુનિની પર્ણકુટી આ સ્થાન પર જ હતી !! યમુનાદેવીનો ચઢાઈનો માર્ગ વાસ્તવિક રૂપમાં દુર્ગમ અને રોમાંચિત કરનારો છે. માર્ગ પર અગલ-બગલમાં સ્થિત ગગનચુંબી ,મનોહારી નાગ-ધડંગ શિખરો-ચોટીઓ તીર્થયાત્રીઓને સંમોહિત કરી દે છે આ દુર્લભ ચઢાઈની આસપાસના ઘનઘોર જંગલોની હરિયાળી મન મોહી લેવાંમાંથી નથી ચૂકતી !!! મંદિર પ્રાંગણમાં એક વિશાળ શીલાસ્તંભ છે જેને દિવ્યશિલાનાં નામથી પણ ઓળખવામાં આવે છે !!! યમુનોત્રી મંદિર પરિસર ૩૨૩૫ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. યમુનોત્રી મંદિરમાં પણ મેં થી ઓક્ટોબર સુધી શ્રધ્ધાળુઓનો અપાર સમૂહ દરવખતે જોવાં મળે છે. શીતકાલમાં આ સ્થાન પૂર્ણરૂપે હિમાચ્છાદિત રહે છે !!!

ચાર ધામ  ———–

ગઢવાલ હિમાલયની પશ્ચિમ દિશામાં ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત યમુનોત્રી ચાર ધામ યાત્રાનો પહેલો પડાવ છે. પ્રથમ ધામ યમુનોત્રીથી યમુનાનું ઉદ્ગમ સ્થાન માત્ર એક જ કિલોમીટરની દૂરી પર છે. અહીં બંદરપૂછ ચોટી (૬૩૧૫ મીટર)ની પશ્ચિમી છેડે ફેલાયેલા યમુનોત્રી ગ્લેશિયરને જોવું અત્યંત રોમાંચક છે !!!! યમુના પાવન નદીનું સ્રોત કાલિંદી પર્વત છે. યમુનોત્રીનું મુખ્ય મંદિર યમુનાદેવીને સમર્પિત છે. પાણીનાં મુખ્ય સ્રોતોમાં એક સૂર્યકુંડ છે જે ગરમ પાણીનું સ્રોત છે !!!

યમુનોત્રી ચારધામોમાં એક પ્રમુખ ધામ છે.  આને જ યમુનાજીનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. અહીંયા પર યમુના શરુઆતી રૂપમાં એટલે કે બાલ્યાવસ્થામાં હોય છે. અહીંયાનું જળ શુદ્ધ એવં સ્વચ્છ તથા સફેદ બરફની ભાંતિ શીતળ હોય છે

યામુનોત્રી મંદિર  ——-

યમુનોત્રી મંદિરનું નિર્માણ ટિહરી રાજા પ્રતાપશાહે બંધાવ્યું હતું
મંદિર કાળા સંગેમરમરનું છે !!!! યમુનોત્રી મંદિરના કપાટઅક્ષય તૃતીયાના પાવન પર્વ પર ખોલવામાં આવે છે અને કાર્તિકનાં મહિનામાં યમ દ્વિતીયાનાં દિવસે બંધ કરવામાં આવે છે !!!

શિયાળાના સમયમાં કપાટ બંધ કરવામાં આવે છે કારણકે ભારે બરફબારીને કારણે અહીંનું બધું જ કામ ઠપ થઇ જાય છે. અને યાત્રા કરવાની મનાઈ હોય છે. શીતકાલમાં ૬ મહિના માટે ખરસાલીનાં પંડિતો, માં યમુનોત્રીને પોતાનાં ગામમાં લઇ જાય છે અને પૂરી વિધિ વિધાનની સાથે માં યમુનોત્રીની પૂજા પોતાના ગામમાં જ કરે છે !!!! આ મંદિરમાં ગંગાજીની મૂર્તિ પણ સુશોભિત છે તથા ગંગા એવં યમુનોત્રીજી એમ બંનેની પુજા કરવાનું વિધાન છે !!!!

યમુનોત્રી સ્વરૂપ  ——-

યમુનોત્રી મંદિરનાં પ્રાંગણમાં વિશાલ શિલા સતંભ ઉભો છે, જે જોવામાં બહુજ અદ્ભુત લાગે છે !!! એને દિવ્યશિલાનાં નામથી પણ ઓળખાય છે. યમુનોત્રી મંદિર બહુજ ઉંચાઈ પર સ્થિત છે એ બાવજૂદ પણ અહીંયા તીર્થયાત્રીઓ એવં શ્રદ્ધાળુઓનો અપાર સમૂહ જોવા મળે છે. માં યમુનાનુ તીર્થસ્થલ ગઢવાલ હિમાલયનાં પશ્ચિમ ભાગમાં યમુના નદીનાં સ્રોત પર સ્થિત છે

યમુનોત્રીનું વાસ્તવિક રૂપમાં બરફમાં જામી ગયેલી એક હિમનદી છે. એ સમુદ્રતલથી ૪૪૨૧ મીટરની ઊંચાઈ પર કાલિંદ પર્વત પર સ્થિત છે અને આસ્થાનથી આગલ જવું સંભવ જ નથી કારણકે અહીંણો માર્ગ અત્યધિક દુર્ગમ છે
અને આજ કારણે દેવી યામુનોત્રીનું આ મંદિર પહાડની તળેટીમાં સ્થિત છે. સાંકડી એવં પાતળી ધારા યમુનાજીનું જળ બહુજ શીતળ, પરિશુદ્ધ એવં પવિત્ર હોય છે અને માં યમુના આ રૂપને જોઇને ભક્તોનાં હૃદયમાં યમુનોત્રી પ્રતિ અગાધ શ્રદ્ધા અને ભક્તિ ઉભરતી હોય છે !!!

યમુનોત્રીનો પૌરાણિક સંદર્ભ  ———

યમુનોત્રીનાં વિષયમાં વેદો, ઉપનિષદો અને વિભિન્ન પૌરાણિક આખ્યાનોમાં બહુજ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનું મહત્વ અને એમનાં પ્રતાપનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં યમુનોત્રી સાથે અસિત ઋષિની કથા જોડાયેલી છે !!! કેહેવાય છે કે  —–
વૃદ્ધાવસ્થાને કારણે ઋષિ કુંડમાં સ્નાન કરવાં નહોતાં જઇ શકતાં. એમની અપાર શ્રદ્ધા જોઇને જ યમુના કુટિરમાં જ પ્રકટ થઇ ગઈ. આ જ સ્થાનને યમુનોત્રી કહેવામાં આવે છે  ……… કાલિંદ પર્વત પરથી નીકળતી હોવાનાં કારણે એને કાલિંદી પણ કહેવામાં આવે છે !!!

યમુનોત્રી ધામ કથા  ———

એક અન્ય કથા પ્રમાણે સૂર્યની પત્ની છાયાથી યમરાજ અને યમુનાજીનો જન્મ થયો અને યમુના નદીનાં રૂપમાં પૃથ્વી પર વહેવા લાગી અને યમ જે મૃત્યુલોક મેળવી આપે છે.
કહેવાય છે કે  —– જે કોઈ પણ યમુનાનાં જળમાં સ્નાન કરે છે એ અકાલ મૃત્યુના ભયથી મુકત થઇ જાય છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે. કિવદંતિ છે કે યમુનાએ પોતાનાં ભાઈ પાસે ભાઈબીજના અવસરે વરદાન માંગ્યું કે આ દિવસે જો યમુનાસ્નાન કરે એને યમલોક નથી જવું પડતું. અત: આ દિવસે યમુના તટ પર યમની પૂજા કરવાનું વિધાન પણ છે !!!!

સપ્તર્ષિ કુંડ  ——–

યમુનોત્રીમાં સ્થિત ગ્લેશિયર અને ગરમ પાણીનાં કુંડ બધાંનાં જ આકર્ષણનું કેન્દ્ર છે. યમુનોત્રી નદીનાં ઉદગમ સ્થળની પાસે મહત્વપૂર્ણ જલસ્રોત છે …… સપ્તર્ષિ કુંડ એવં સપ્ત સરોવર આ પ્રાકૃતિક રૂપે જળથી પરિપૂર્ણ થાય છે. યમુનોત્રીનું પ્રમુખ આકર્ષણ અહીંયા ગરમ પાણીના કુંડ હોવાં એ પણ છે. અહીંયા આવવાંવાળાં તીર્થયાત્રીઓ એવં શ્રધાળુઓમાટે ગરમ જળનાં કુંડોમાં સ્નાન કરવું બહુજ મહત્વ રાખે છે. અહીંયા હનુમાન, પરશુરામ, કાલી અને એકાદશ રુદ્ર આદિ મંદિરો છે !!!

સૂર્ય કુંડ  —–

મંદિરની નજીક પહાડની ચટ્ટાનની અંદર જે ગરમ પાણીના કુંડ છે. જેને સૂર્યકુંડનાં નામે ઓળખવામાં આવે છે !!! આ એક પ્રમુખ સ્થળ છે જ્યાં પાણી એટલું બધું ગરમ હોય છે કે એમાં જો ચોખા ભરેલી પોટલી પણ નાંખવામાં આવે તો એ પણ ભાત બની જાય અને અહીં ઉકાળેલા ચોખા પ્રસાદનાં રૂપમાં તીર્થયાત્રીઓને વહેંચવામાં આવે છે તથા આ પ્રસાદ ને શ્રદ્ધાળુ લોકો પોતાની સાથે લઇ જાય છે !!!

ગૌરી કુંડ  ——–

ગૌરી કુંડ પણ એક મહત્વનું સ્થાન છે જેનું જળ એટલું બધું ગરમ નથી હોતું. અત: આ જળમાં તીર્થયાત્રી સ્નાન કરે છે
આ પ્રકૃતિનું અનુપમ દ્રશ્ય છે. બધાં યાત્રીઓ સ્નાન કર્યા પછી સૂર્ય કુંડ પાસે સ્થિત દિવ્યશિલાની પૂજા અર્ચના કરે છે અને એનાં પછી જ યમુના નદીની પૂજા કરવામાં આવે છે જેનું વિશેષ મહત્વ છે !!!! આની નજીક જ તપ્તકુંડ પણ છે, પરંપરા આનુસાર આમાં સ્નાન કર્યા પછી જ શ્રદ્ધાળુઓ યમુના નદીમાં ડૂબકી લગાવે છે !!!!

યમુનોત્રીનાં ધાર્મિક મહત્વની સાથે જ મનમોહક પ્રાકૃતિક સૌંદર્યને કારણે આ પ્રકૃતિની અદ્ભુત ભેટ છે !!! યમુનોત્રી ચઢાઈ માર્ગ વાસ્તવિક રૂપમાં દુર્ગમ અને બેહદ રોમાંચિત કરી દે એવો છે. માર્ગમાં સ્થિત ગગનચુંબી, બર્ફીલી ચોટીઓ બધાં યાત્રીઓને સંમોહિત કરી દે છે !!!

અક્ષય તૃતીયાનાં પાવન દિવસે આ મંદિરમાં આસપાસનાં ગામોમાંથી દેવી-દેવતાઓની ડોલીઓ આવે છે. ફૂલો અને રંગબેરંગી ઝંડાઓથી સુસજ્જિત આ મંદિરનાં કપાટ ભક્તિમય વાતાવરણની વચ્ચે ખોલવામાં આવે છે

આ પવિત્ર સ્થળના દ્વાર ભાઇબીજનાં દિવસે બંધ કરવામાં આવે છે. વિગ્રહની ઉત્સવ ડોલીને ખરસાલીમાં અવસ્થિત પ્રાચીન શનિમંદિરમાં પછીનાં ૬ મહિના સુધી રાખવામાં આવે છે

યમુનાની મૂર્તિને મંત્રોચ્ચારની સાથે સ્થાપિત કરવામાં આવે છે અને શનિદેવની બહેનના રૂપમાં યમુના માતાની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમી અને દીપાવલીનાં અવસર પર વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે !!!!

પૂજા  ——–

સૂર્ય કુંડની નજીક જ એક શિલા છે જેને “દિવ્યશિલા”નાં નામથી ઓળખવામાં આવે છે. તીર્થયાત્રી યમુનાજીની પૂજા કરતાં પહેલાં આ દિવ્યશિલાનું પૂજન કરે છે. માં યમુનાજીની પૂજા-અર્ચના સ્થાનીય ઉનિયાલ જાતિનાં બ્રાહ્મણો કરે છે. ભક્તજન અગરબત્તી, ધૂપ, ચુનરી અને શ્રુંગાર હેતુ લાવવામાં આવેલી સામગ્રી ઈત્યાદીથી માં માં યમુનાજીની પૂજા-અર્ચના કરે છે !!! આરતી સવારે ૬.૩૦ વાગે અને સાંજે ૭.૩૦ વાગે થતી હોય છે !!!!

યમુનોત્રી યાત્રાનો માર્ગ પરિચય   ——–

યમુનોત્રી યાત્રાનું પ્રવેશદ્વાર ઋષિકેશ છે. અહીંથી યમુનોત્રી માર્ગનું અંતર ૨૨૭ કિલોમીટર છે. ઋષિકેશથી નરેન્દ્રનગર, આગરાખાલ, ચંબા, ઉત્તરકાશી, ઘરાસુ થઈને ફૂલચટ્ટીસુધી કાર કે બસ દ્વારા પહોંચી શકાય છે. એનાથી આગળ યમુનોત્રી ધામ સુધી ૮ કિલોમીટર પગદંડીનો રસ્તો પગપાળા જ કરવાનો હોય છે. એમતો યાત્રીઓની સુવિધા માટે અહીંયા પાલખી અને ખચ્ચરોની સુવિધા છે, જેમાં યાત્રી કેટલુક ભાડું આપીને આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે !!!

યમુનોત્રીનો ઈતિહાસ  ——-

એક પૌરાણિક ગાથા અનુસાર આ અસિત મુનિનો નિવાસ હતો. વર્તમાન મંદિર જયપુરની મહારાણી ગુલેરિયાએ ૧૯મી સદીમાં બનાવ્યું હતું. ભૂકંપથી એકવાર એનો વિદ્વંસ થઇ ચુક્યો છે. જેનું પુન: નિર્માણ કરાવવામાં આવ્યું હતું. યમુનોત્રી તીર્થ ઉત્તરકાશી જિલ્લાનાં રાજગઢી(બડકોટ) તહસીલમાં ઋષિકેશથી ૨૫૧ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં તથા ઉત્તરકાશીથી ૧૩૧ કિલોમીટર પશ્ચિમ-ઉત્તરમાં ૩૧૮૫ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ તીર્થ યમુનોત્રી હિમનદીથી ૫ માઈલ નીચે ૨ વેગવંતી જલધારાઓની મધ્યમાં એક કઠોર શૈલ પર છે !!!

અહીંયા પ્રકૃતિનું અદ્ભુત અસ્ચાર્ય તપ્ત જલધારાઓમાંથી ચટ્ટાનમાંથી ભભકતી થઈને “ઓમ સદ્રશ” ધ્વની સાથે નિ:સ્તરણ કરે છે. તલહટીમાં બે શિલાઓ વચ્ચે જ્યાં ગરમ જળનું સ્રોત છે ત્યાં એક સંકળા સ્થાનમાં યમુનાજીનું મંદિર છે !!! વસ્તુત: શીતોષ્ણ જળનું મિલન સ્થળ જ યમુનોત્રી છે
યમુનોત્રીનો માર્ગ હનુમાન ચટ્ટી (૨૪૦૦ મીટર) યમુનોત્રી તીર્થ જવાનો અંતિમ મોટર અડ્ડો છે. એનાં પછી નારદ ચટ્ટી, ફૂલ ચટ્ટી અને જાનકી ચટ્ટીથી થઈને યમુનોત્રી સુધીનો રસ્તો એ પગપાળાનો છે !!! આ ચટ્ટીઓમાં મહત્વપૂર્ણ જાનકી ચટ્ટી છે
કારણકે અધિકતર યાત્રી રાત્રીવિસ્રામનો બહુજ સારો પ્રબંધ હોવાથી રાત્રી વિશ્રામ અહીં જ કરે છે

કેટલાંક લોકો આને સીતાનાં નામથી જાનકી ચટ્ટી માને છેપરતું એવું નથી ……..સન ૧૯૪૬માં એક મહિલા જાનકી દેવી બીફ ગામમાં યમુનાનાં જમણાતટ પર વિશાળ ધર્મશાળા બનાવી હતી અને પછી એની યાદમાં બીફ ગામ જાનકી ચટ્ટીનાં નામથી પ્રસિદ્ધ થઇ ગયું. અહીના ગામમાં નારાયણ ભગવાનનું મંદિર છે ……… પહેલાં હનુમાન ચટ્ટીથી યમુનોત્રી સુધીનો માર્ગ પગદંડીનાં રૂપમાં બહુજ ડરાવણો હતો. જેનાં સુધાર માટે ખરસાલીથી યમુનોત્રી સુધી ૪ માઈલ લાંબી સડક બનાવવા માટે દિલ્હીનાં શેઠ ચાંદમલે મહારાજા નરેન્દ્રશાહનાં સમયે ૫૦,૦૦૦ રૂપિયા આપ્યાં. પગપાળા યાત્રા પથને સમયે ગંગોત્રીથી હર્ષિલ થઈને એક છાયા પથ પણ યમુનોત્રી આવતો હતો

યમુનોત્રીથી થોડીક જ પહેલાં ભૈરોઘાટી સ્થિત છે જ્યાં ભૈરવનું મંદિર છે …..

અનેક પુરાણોમાં યમુના તટ પર થયેલાં યજ્ઞોનું તથા કુર્મપુરાણ (૩૯/૯ -૧૩)માં યમુનોત્રી મહાત્મ્યનું વર્ણન છે. કેદારખંડ (૯/૧ – ૧૦)માં યમુનાનાં આવત્રણનો વિશેષ ઉલ્લેખ છે એને સૂર્યપુત્રી, મસહોદરા અને ગંગા –  યમુનાને વીમાતૃક વહેવાનું કહેવામાં આવ્યું છે. બ્રહ્મપુરાણમાં યમુનોત્રીને “યમુના પ્રભવ” તીર્થ કહેવામાં આવ્યું છે. ઋગ્વેદ (૭/૮ /૧૯)માં યમુનાનો ઉલ્લેખ છે. મહાભારત અનુસાર જ્યારે પાંડવો ઉત્તરાખંડની તીર્થયાત્રામાં આવ્યાં તો એ પહેલાં યમુનોત્રી , ત્યાર પછી કેદારનાથ -બદ્રીનાથજી તરફ આગળ વધ્યાં હતાં. ત્યારથી જ ઉત્તરાખંડની યાત્રા વામાવર્ત કહેવામાં આવે છે

હેમચન્દ્રે પોતાનાં “કાવ્યાનુશાસન” માં કાલિન્દ્રે પર્વતનો ઉલ્લેખ કર્યો છે. જેને કાલિન્દિની (યમુના)ના સ્રોત પ્રદેશની શ્રેણી માનવામાં આવે છે !!! ડબરાલનો મત છે કે કુલિન્દ જનની ભૂમિ સંભવત: કાલિન્દિનીનાં સ્રોત પ્રદેશમાં હતી. અત: આજનો યમુના પાર્વત્ય ઉપત્યનું ક્ષેત્ર જે રંવાઈ,જૌનપુર, જૌનસાર નામોથી જાણવામાં આવતું હતું, પ્રાચીનકાળમાં કુણીન્દ જનપથ હતું !!! મહામયુરી ગ્રન્થ અનુસાર યમુનાનાં સ્રોત પ્રદેશમાં દુર્યોધન યક્ષણો અધિકાર હતો. એનું પ્રમાણ એ છે કે પાર્વત્ય યમુના ઉપત્યની પંચગાયી અને ગીઠ પટ્ટીમાં આજે પણ દુર્યોધનની પૂજા થાય છે. યમુના તટપર શક અને યવન વસ્તીઓ વસવાનો પણ ઉલ્લેખ છે. કાવ્યમીમાંસાકારે ૧૦મી શતાબ્દીમાં લખ્યું છે કે  —- યમુનાનાં ઉત્તરી આંચલૈમામાં જય શક રહેતાં હતાં ત્યાં યમ, તુષાર -કીર પણ રહેતાં હતાં. આ પ્રકારે યમુનોત્રી ધાર્મિક અને ઐતિહાસિક એમ બંને દ્રષ્ટિકોણથી મહત્વનું છે !!!

(તપ્તકુંડ અને અન્ય કુંડ )
યમુનોત્રી પહોંચ્યા પછી એનું મુખ્ય આકર્ષણ અહીંના તપ્તકુંડ છે. એમાં સૌથી તપ્ત જલકુંડનું સ્રોત મંદિરથી લગભગ ૨૦ ફૂટની દૂરી પર છે !!! કેદારખંડ વર્ણિત બ્રહ્મકુંડ  —-
અત્યારે એનું નામ સૂર્યકુંડ એવં તાપક્રમ લગભગ ૧૯૫ ડિગ્રી ફેરનહિત છે. જે ગઢવાલનાં બધાં જ તપ્તકુંડમાં સૌથી અધિક ગરમ છે. એમાંથી એક વિશેષ ધ્વનિ નીકળે છે જેને “ઓમ ધ્વનિ” કહેવામાં આવે છે. આ સ્રોતમાં થોડું ઊંડું સ્થાન છે. જેમાં બટાકા અને ચોખા પોટલીમાં નાંખવાથી એ બફાઈ જાય છે. હિમાચલ પ્રદેશનાં કુલુ જિલ્લાની પાર્વતી ઘાટીમાં મણિકર્ણ તીર્થમાં સ્થિત આવાં જ તપ્તકુંડને “સ્ટીમ કુકિંગ” પણ કહેવામાં આવે છે. સૂર્યકુંડની નિકટ દિવ્યશિલા છે !!!

જ્યાં ઉષ્ણ જળ નાળાની ઢલાન લઈને નીચે ગૌરીકુંડમાં જાય છે. આ કુંડનું નિર્માણ જમુનાબાઈએ કરાવ્યું હતું એટલાં માટે એને જમુનાબાઈ કુંડ પણ કહેવામાં આવે છે. એને ઘણો લાંબો અને પહોળો બનવવામાં આવ્યો છે જેથી કરીને સૂર્યકુંડનું તપ્તજળ એમાં પરાસર પામીને થોડું ઠંડુ થઇ જાય અને યાત્રીઓ એમાં સ્નાન કરી શકે. ગૌરીકુંડની નીચે પણ તપ્તકુંડ છે !!! યમુનોત્રીથી ૪ માઈલ ઉપર દુર્ગમ પહાડી પર સપ્તર્ષિકુંડની સ્થિતિ બતાવવામાં આવી છે. વિશ્વાસ કરવામાં આવે છે કે આ કુંડને કિનારે સપ્તઋષિઓએ તપ કર્યું હતું. દુર્ગમ હોવાનાં કારણે સધર્ન વ્યક્તિ અહીં સુધી નથી પહોંચી શકતાં !!! સ્થાનીય લોકોનું કહેવું છે કે  ——- આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં વિષ્ણુદત્ત ઉનિયાલ અહીં ગયાં હતાં. પાછાં ફરતાં સમયે ત્યાં એક શિવલિંગ જોયું …..
જેવું એ ઉઠાવવા ગયાં તો એ ગાયબ થઇ ગયું !!!

યાત્રા ભલે કઠીન હોય પણ એનું ફળ હંમેશા મીઠું જ હોય છે. એમ કહેવાય છે ને કે પ્રકૃતિમાં જ ભગવાનનો વાસ છે. એ વાત યમુનોત્રીની આજુબાજુના બરફના શિખરો અને ગાહ જંગલો જોતાં સાચી પડે છે. આ નયનરમ્ય અને અદ્ભુત નજરો તો ત્યાં જાતે જઈએને તો જ અનુભવવા મળે અને અને આત્મસાત કરવાં મળે !!!! દરેકે એક વાર તો યમુનોત્રી તો જવું જ રહ્યું !!!

———- જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!