વિજયાદશમી – દશેરા પૌરાણિક મહત્વ અને કથા

અનુયાયી —— હિંદુ, ભારતીય અને ભારતીય પ્રવાસીઓ
ઉદ્દેશ ——— આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીત માટે મનાવવામાં આવે છે ………. આમાં અપરાજિતા દેવીની પૂજા પણ થાય છે !!!!
પ્રારંભ ——— પૌરાણિક કાળ
તિથિ ———- અશ્વિન શુક્લ દશમી
ધાર્મિક માન્યતા —— હિંદુ ધર્મ અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો
રાવણ રામની પત્ની સીતાને લઈને લંકા ગયો હતો.
ભગવાન રામ યુદ્ધની દેવી માં દુર્ગા ના પરમ ભક્ત હતાં.
એમણે યુદ્ધ દરમિયાન પહેલાં નવ દિવસ સુધી માં દુર્ગાની પૂજા કરી હતી અને દસમે દિવસે લંકા નરેશ રાવણનો વધ કર્યો હતો !!!!
અન્ય જાણકારી —- આ દિવસે દશેરા કે વિજયાદશમી જોડે સંકળાયેલી વૃત્તિઓનાં શસ્ત્રો (આયુધો)ની પણ પૂજા થાય છે !!!!

? વિજય દશમી / વિજયાદશમી / દશેરા અશ્વિન શુક્લ દશમી એ બહુજ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે
આ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે
રામલીલામાં જગ્યા જગ્યાએ રાવણનો વધ કરવામાં આવે છે અને એનાં પુતળાનું દહન કરવામાં આવે છે
આ પુતળું ફટાકડાનું બનેલું હોય છે
જેણે સળગતા તીરથી જલાવવામાં આવે છે !!!!!
ક્ષત્રિયોને ત્યાં શસ્ત્રોની પૂજા થાય છે.
વ્રજના મંદિરોમાં આ દિવસે ખાસ દર્શન થાય છે.
આદિવસે નીલકંઠના દર્શનને બહુજ શુભ માનવામાં આવે છે
આ તહેવાર ક્ષત્રિયોનો પણ ખાસ તહેવાર ગણાય છે !!!!
એમાં અપરાજિતા દેવીની પૂજા પણ થાય છે.
આ પૂજન પણ સર્વસુખ આપવાંવાળું હોય છે !!!!

? દશેરા અથવા વિજયાદશમી નવરાત્રી પછીના દસમાં દિવસે મનાવાય છે ‘આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ રામની પત્ની સીતાનું અપહરણ કરીને લંકા લઈને ભાગ્યો હતો. ભગવાન રામ યુદ્ધની દેવી માં દુર્ગાના પરમ ભક્ત હતાં. એમણે યુદ્ધ દરમિયાન પહેલાં નવ દિવસો સુધી માં દુર્ગાની પૂજા કરી અને દસમે દિવસે રાવણનો વધ કર્યો !!!
આ પછી ભગવાન રામે ભાઈ લક્ષ્મણ , ભક્ત હનુમાન અને વાનરસેના એ એક મોટું યુંધ્ધ કરીને રાવણનો વધ કરીને સીતા માતાને છોડાવ્યા !!! આટલાં જ માટે વિજયાદશમી એક બહુજ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે રાવણ, એમનાં ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાથનાં પુતળાનું ખુલ્લી વિશાળ જગ્યામાં એમનું દહન કરવમાં આવે છે.

કલાકરો રામ-સીતા અને લક્ષ્મણનું રૂપ ધારણ કરે છે
આને આગ ઝરતાં તીર વડે આ પુતળા ને મારે છે અને ફટાકડાં વડે એ પુતળાઓનું દહન થાય છે.
પુતળાઓમાં આગ લાગતાં જ ધડ ધડ કરીને બળવાં લાગે છે
અને એમાં લગાડેલાં ફટાકડા ફટ ફટ ફૂટવાં લાગે છે
અને પુતળાઓ બળીને ખાખ થઇ જાય છે !!!!
આમ એમનો અંત આવે છે !!! આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીતનું પ્રતિક છે !!!!!

દશેરા ઉત્સવ ની ઉત્પત્તિ ——–

? દશેરાના ઉત્સવની ઉત્પત્તિના વિષયમાં કઈ કેટલીય કલ્પનાઓ કરવામાં આવી છે
ભારતના કેટલાય ભાગોમાં નવા અન્નને હવનમાં નાખવાં,
દ્વાર પર લીલાં અને તાજા અન્ન અને નહીં પાકેલું એવું બાલીઓને ટાંગવાના તથા ઘઉં આદિને કાનોમાં કે મસ્તક અને પાઘડીમાં રાખવામાં આવે છે અત: કેટલાંક લોકોનો એવો મત છે કે આ કૃષિનો ઉત્સવ છે. કેટલાંકના મત પ્રમાણે આ તહેવાર રથયાત્રાનો દ્યોતક છે કારણકે દશેરાના સમયે વર્ષ સમાપ્ત થઇ જાય છે અને નદીઓમાં પૂરનું શમન થઇ જતું હોય છે. ધાન આદિ કોષ્ઠાગારમાં રાખવાં માટેનાં થઇ જતાં હોય છે. સંભવત: આ ઉત્સવ આ દ્વિતીય મત સાથે સંબધિત છે !!!!

ભારત સિવાય અન્ય અતિરિક્ત દેશોમાં પણ રાજાઓનાં યુદ્ધ પ્રયાણ માટે આ જ ઋતુ નિશ્ચિત હોય છે. શમી પૂજા પણ પ્રાચીન છે !!!! વૈદિક યજ્ઞો માટે શમી વૃક્ષમાં ઊગેલાંઅશ્વત્થ (પીપળો)ની બે ડાળીઓ (અરણીયો)થી અગ્નિ ઉત્પન્ન થાય છે
અગ્નિ સહ્ક્તી એવં સાહસનાં દ્યોતક છે. શમીની લાકડીના કુંદા અગ્નિ ઉત્પત્તિમાં સહાયક હોય છે. જ્યાં અગ્નિ એવં શમીની પવિત્રતા એવં ઉપયોગીતાનાં અને મંત્રસિક્ત સંકેત છે
આ ઉત્સવનો મુુખ્ય સંબંધ નવરાત્રી સાથે છે કારણકે આમાં મહિષાસુરનાં વિરોધમાં દેવીના સાહસપૂર્ણ કૃત્યોનો પણ ઉલ્લેખ થયેલો છે !!!! અને નવરાત્રી પછીજ આ ઉત્સવ મનાવાય છે દશહરા અથવા દસેરા શબ્દ `દશ` (દસ)એવં “અહન”થી બનેલો હોય છે !!!!

શાસ્ત્રો અનુસાર ——–

? અશ્વિન શુક્લ દશમીએ વિજયાદશમી નો તહેવાર ખુબ જ ધૂમધામ પૂર્વક માનવવામાં આવે છે
આનું વિષદ વર્ણન

હેમાદ્રિ
સિંધુનિર્ણયા
પુરુષાર્થ ચિંતામણી
વ્રતરાજ
કાલતત્વવિવેચના
ધર્મસિંધુ

? આદિમાં કરવામાં આવ્યું છે ………
કાલનિર્ણયના મત પ્રમાણે શુક્લ પક્ષની જે તિથિ સૂર્યોદય સમયે ઉપસ્થિત રહેલી છે એને કૃત્યોના સંપાદન માટે ઉચિત સમજવી જોઈએ અને આ જ વાત કૃષ્ણ પક્ષની એ તિથિઓના વિષયમાં મળે છે જે સુર્યાસ્ત સમયે ઉપસ્થિત રહે છે !!!!

? હેમાદ્રિએ વિજયાદશમીના બે નિયમો પ્રતિપાદિત કર્યાં છે

? જે તિથિ જેમાં શ્રવણ નક્ષત્ર આવતું હોય એ સ્વીકાર્ય છે
એ દશમી જે નવમીથી યુક્ત હોય.

? પરંતુ અન્ય નિબંધોમાં તિથિ સંબંધી ઘણાં જટિલ વિવેચન ઉપસ્થિત થયાં છે જો દશમી નવમી તથા એકાદશી એમ જો સંયુક્ત હોય તો એ નવમી સ્વીકાર્ય બને છે જો એમાં શ્રવણ નક્ષત્ર ના હોય તો !!!!!

? સ્કન્દ્પુરાણમાં એમ આવ્યું છે કે ——-
જો દશમી નવમી જોડે સંયુક્ત હોય તો અપરાજિતા દેવીની પૂજા દશમી એ ઉત્તર-પૂર્વ દિશામાં અપરાહ્નમાં થવી જોઈએ
એ દિવસે કલ્યાણ એવં વિજય માટે અપરાજિતા પૂજા થવી જોઈએ

“મમ સકુટુમ્બસ્ય ક્ષેમસિદ્ધયર્થમપરાજિતાપૂજનં કરિષ્યે

? રાજા માટે —— “મમ સકુટુમ્બસ્ય ક્ષેમસિદ્ધયર્થમપરાજિતાપૂજનં કરિષ્યે

? આ ઉપરાંત ——–” અપરાજિતાયૈ નમ: જયાયૈનમ: વિજયાયૈ નમ:

? મંત્રોની સાથે અપરાજિતા, જયા, વિજયાની પૂજા ૧૬ ઉપચારો સાથે કરવી જોઈએ અને એ પ્રાર્થના કરવી જોઈએ —–
” હે દેવી —- યથાશક્તિ જે પૂજા મેં પોતાની રક્ષા માટે કરી છે ‘
એનો સ્વીકાર કરીને આપ પોતાનાં સ્થાને પાછાં બિરાજી શકો છો !!!!”
રાજા માટે આમાં થોડું અન્તર છે !!!!
રાજાએ વિજય માટે એવી પ્રાર્થના કરવી જોઈએ કે —–
” એ અપરાજિતા જેમણે કંઠહાર પહેરી રાખ્યો છે
જેમણે ચમકદાર સોનાની ભેખલા ( કરધની ) પહેરી રાખી છે
જે સારું કરવાની ઈચ્છા રાખે છે એ મને વિજય અપાવે !!!!”
—— ધર્મસિંધુ

? વિજયાદશમી વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંની એક છે અન્ય બે છે —– ચૈત્ર માસની શુક્લ પક્ષની દશમી અને કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રતિપદા. એટલાં માટે ભારત વર્ષમાં બાળકો આ દિવસે અક્ષરામ્ભ કરે છે.
આ જ દિવસે લોકો નવાં કાર્યોનો આરંભ કરે છે.
ભલે પછી ચંદ્ર આદિ જયોતિષ અનુસાર બરોબર વ્યવાષિત ના હોય ….. આ દિવસે શ્રવણ નક્ષત્ર માં રાજા શત્રુ પર આક્રમણ કરે છે અને વિજય અને શાંતિ માટે આ તિથીને શુભ માને છે !!!!

પ્રમુખ કૃત્ય ———-

? આ શુભ દિવસના પ્રમુખ કાર્યો છે ——-
અપરાજિતા પૂજન, શમી પૂજન, સીમોલ્લંઘન ( પોતાનાં રાજ્ય અથવા ગ્રામની સીમાને ઓળંગવી )
ઘરમાં પુન: પાછા ફરવું એવં ઘરની સ્ત્રીઓ દ્વારા પોતાની સમક્ષ આરતી ઉતરાવવી
નવા વસ્ત્રો એવં આભૂષણોને ધારણ કરવાં
રાજાઓ દ્વારા ઘોડા, હાથીઓ, એવં સૈનિકો નાં નીરજન તથા પરીક્રમણ કરવું. દશેરા અથવા વિજય દશમી એ દરેક જાતિઓના લોકો માટે મહત્વપૂર્ણ દિવસ છે. કિન્તુ રાજાઓ, સામંતો એવં ક્ષત્રિયો માટે આ વિશેષ રૂપે શુભ દિવસ છે !!!!!

? ધર્મસિંધુમાં અપરાજિતાની પૂજન વિધિ સંક્ષેપમાં આ પ્રકારે છે —–
” અપરાહ્નમાં ગામની ઉત્તર-પૂર્વ દિશામાં જવું જોઈએ
એક સ્વચ્છ સ્થળ પર ગોબર થી લીપવું જોઈએ
ચંદનથી આઠ ખૂણામાં એક ચિત્ર દોરવું જોઈએ
અને એક સંકલ્પ કરવો જોઈએ ……!!!”

Dashera Mahatva

પૌરાણિક માન્યતાઓ ——–

? આ અવસર પર ક્યાંક ક્યાંક ભેંસો અને બકરાની બલિ પણ ચઢાવવામાં આવે છે
ભારતમાં સ્વતંત્રતા પ્રાપ્તિના પૂર્વ દેશી રાજ્યોમાં
તથા વડોદરા, બિકાનેર , ઇન્દોર, મૈસૂર આદિ રીયાસતોમાં વિજયાદશમીના અવસર પર સરઘસો નીકળતાં
ઉત્સવો મનાવાતા અને દરબારો ભરાતાં હતાં !!!
અને હોદ્દાઓ પ્રમાણે હાથીઓ દોડતાં તથા ઊછળકૂદ કરતાં ઘોડાઓની સવારીઓ રાજધાનીની સડકો પર જુલુસ નીકળતાં. પ્રાચીન એવં મધ્યકાળમાં ઘોડાઓ ,હાથીઓ, સૈનિકો એવં સ્વયંનું નીરાજન ઉત્સવ રાજા લોકો કરતાં હતાં

? મહાકવિ કાલિદાસે વર્ણન કર્યું છે કે —– જયારે શરદ ઋતુનું આગમન થાય છે તો રઘુ ” વાજિનીરાજના” નામનું શાંતિકૃત્ય કરતાં હતાં
વરાહે વૃહત્સંહિતામાં અશ્વો, હાથીઓ એવં મનાવોના શુદ્ધિયુક્ત કૃત્યનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે !!!
નિર્ણયસિંધુએ સેનાના નીરાજનનાં સમય મંત્રોનો ઉલ્લેર્ખ આવો કરો છે ——
” હે બધાં પર શાસન કરવાવાળી દેવી, મારી આ સેના
જે ચાર ભાગો (હસ્તિ,રથ, અશ્વ એવં પદતિ )માં વિભાજિત છે
શત્રુવિહીન થઇ જાય અને આપણા અનુગ્રહથી મને પણ બધાં સ્થાનો પર વિજય પ્રાપ્ત થાય ”
“તિથિતત્વમાં એવી વ્યવસ્થા છે કે પોતાની સેનાને શક્તિ પ્રદાન કરવાં માટે નીરાજન કરીને જલ અથવા ગૌશાળાની નજીક ખંજનને જોવું જોઈએ
અને એને નિમ્ન મંત્રથી સંબોધિત કરવાં જોઈએ ……..
” ખંજન પક્ષી —–તમે આ પૃથ્વી પર આવ્યા છો
તમારું ગળું કાળું એવં શુભ છે
તમે સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારા છો
તમને નસ્કાર કરું છું !!!!”
તિથિ તત્વએ ખંજન જોવાં મળે એ આદિ પર પ્રકાશ પાડયો છે
બૃહતસંહિતા માં ખંજન જોવા મળે છે ત્યારે કઈ દિશામાં કેવી રીતે એમનું દર્શન થયું આદિના વિષયમાં ઘટિત થવાંવાળી ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે.
મનુસ્મૃતિ એવં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ ખંજન ને એ પક્ષીઓમાં પરિગણિત કર્યું છે …… જેણે ના ખાવું જોઈએ !!!!

વિજયાદશમીના દસ સુત્રો ———-

[૧] દસ ઇન્દ્રિયો પર વિજયનું પર્વ છે
[૨] અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે
[૩] બહિર્મુખતા પર અંતર્મુખતાના વિજયનું પર્વ છે
[૪] અન્યાય પર ન્યાયના વિજયનું પર્વ છે
[૫] દુરાચાર પર સદાચારના વિજયનું પર્વ છે
[૬] તમોગુણ પર દૈવીગુણનાં વિજયનું પર્વ છે
[૭] દુષ્કર્મો પર સત્કર્મો ના વિજયનું પર્વ છે
[૮] ભોગ પર યોગના વિજયનું પર્વ છે
[૯] અસુરત્વ પર દેવત્વના વિજયનું પર્વ છે
[૧૦] જીવત્વ પર શીવાત્વના વિજયનું પર્વ છે

વનસ્પતિ પૂજન –——–

? વિજયાદશમી પર બે વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓનાં પૂજનનું મહત્વ છે —-

? એક છે સમી વૃક્ષ
જેનું પૂજન રાવણ દહન બાદ કરીને એનની પત્તીઓના રૂપમાં એકબીજાંને સમ્માન પ્રદાન કરવામાં આવે છે
આ પરંપરા વિજય ઉલ્લાસ પર્વની કામનાની સાથે સમૃદ્ધિની પણ કમાન કરવામાં આવે છે
બીજી છે અપરાજિતા (વિષ્ણુ કાંતા) આ છોડ પોતાના નામને અનુરૂપ જ છે
આ ભગવાન વિષ્ણુને પ્રિય છે
અને દરેક પરિસ્થિતિમાં સહાયક બનીને વિજય પ્રદાન કરવાંવાળો છે. નીલા રંગના પુષ્પનો આ છોડ ભારતમાં સુલાભ્તાથી ઉપલબ્ધ છે. ઘરોમાં સમૃદ્ધિ માટે તુલસીની જેમ જ આની પણ નિયમિત સેવા કરવામાં આવે છે !!!!!

? મેળા ——-

? દશેરા પર્વ મનાવવા માટે જગ્યા જગ્યાએ મોટાં મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આહિયા લોકો પોતાનાં પરિવાર દોસ્તો સાથે આવે છે અને ખુલ્લા આસમાન નીચે મેળાનો આનંદ લે છે. મેળામાં જાતજાતની અને ભાતભાતની વસતો બંગડીઓ થી માંડીને રમકડાં અને કપડાં વેચાય છે
આ સિવાય આ મેળામાં વ્યંજનોની ભરમાર રહેતી હોય છે !!!!

રામલીલા ——–

? દશેરા ઉત્સવમાં રામલીલાનું પણ મહત્વ છે.
રામલીલામાં રામ, સીતા અને લક્ષ્મણનાં જીવનવૃતાંત નું પણ વર્ણન કરવામાં આવતું હોય છે
રામલીલા નાટકનું મંચન દેશના વિભિન્ન ભાગોમાં થતું હોય છે
આ દેશમાં અલગ અલગ રીતે મનાવાય છે
બંગાળ અને મધ્યભારત સિવાય દશેરા પર્વ દેશના અન્ય રાજ્યોમાં ક્ષેત્રીય વિષમતાની બાવજૂદ એક સમાન ઉત્સાહ અને શોખથી મનાવવામાં આવે છે
ઉત્તરી ભારતમાં રામલીલાનો ઉત્સવ દસ દિવસો સુધી ચાલતો રહેતો હોય છે અને અશ્વિન માસની દશમીએ સમાપ્ત થતો હોય છેહજે દિવસે રાવણ એવં એના સાથીઓની આકૃતીઓ જલાવવામાં આવે છે. આ સિવાય પણ આ અવસર પર બીજાં અનેક પ્રકારનાં કાર્યો થાય છે
તથા હથિયારોની પૂજા …….. દશેરા અથવા વિજય દશમી જોડે સંબંધિત વૃત્તિઓ અને ઓજારો અથવા યંત્રોની પૂજા !!!!

? થોડુંક વધારે —————

|| દશેરા ||

? “દશેરા વિજયપ્રસ્થાનનો ઉત્સવ”

? દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજયપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે.. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ.

? પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયપ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન રામચંદ્રે રાવણને માત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને જેબ કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલા છે કે જ્યારે હિન્દુ રાજાઓ આ દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા.

? ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમ જ સમાજના લોહીમાં વીરતા પ્રગટે એ માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો. જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળ રાજનીતિ છે. શત્રુ આપણે ત્યાં ઘૂસણખોરી કરે, લૂંટફાટ કરે ત્યાર પછી લડવાની તૈયારી કરે
એવા આપણા પૂર્વજો નામર્દ નહોતા. તે તો શત્રુની બદદાનત કળી જઈ તેમના સીમાડા પર જ ત્રાટકી પડતા.

આ દૃષ્ટિને જોતાં Defence Ministry કરતાં War Ministry નું મહત્વ વધારે ગણાય. રોગ અને શત્રુને ઊગતાં જ ડામવા જોઈએ, એક વાર જો એમનો પગપેસારો થઈ ગયો તો પછી એમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બને છે.

? બાહ્ય શત્રુઓની માફક આપણા આંતરશત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ માનવમાત્રના ષડ્રિપુ છે. આજના વિજયપ્રસ્થાનના શુભ દિવસે એમની ચાલ ઓળખી લઈ. એ આપણા પર હુમલો કરે એ પહેલાં આપણે એમના પર હુમલો કરી આપણી સીમમાં આગળ વધતાં અટકાવીએ.

? એ જ રીતે આળસ એ પણ આપણો એક મહાન શત્રુ છે. દૃઢ સંકલ્પથી આપણે એ કાયમના શત્રુ ઉપર કાબૂ મેળવીએ.

? આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયાં છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા પર છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે હું ચૂપચાપ કેમ બેસી શકું? વધતી જતી આસુરી વૃત્તિને યથાશક્તિ ખાળવા પ્રયત્ન કરીશ. ઈશકૃપા (યોગેશ્વર કૃષ્ણ) મારી જોડે છે. મારામાં રહેલું સર્વ સામર્થ્ય શત્રુને ડામવામાં ખર્ચી નાખીશ અને પાછો ફરીશ. તો જયમાળા પહેરીને જ આવીશ. આ દૃઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે દશેરાનો દિવસ!

? ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમજમાં રહેલી દીન, હિન, લાચાર તેમ જ ભોગની વૃત્તિને સંહારવા કટિબદ્ધ થવાનો દિવસ. ધન અને વૈભવને વહેંચીને ભોગવવાનો દિવસ.
બાહ્ય શત્રુની સાથે-સાથે અંદર બેઠેલા ષડ્રિપુ પર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન. દશેરા તહેવારને ભગવતીના નામ ‘વિજયા’નામ પર પણ ‘વિજયાદશમી‘ પણ કહેવાય છે.

? એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ‘વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે.

? વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસમા રાવણનો વધ કર્યો. તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે.

? વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

? યુદ્ધ ન કરવાનો પ્રસંગ હોય તો પણ આ કાળમાં રાજાઓ(મહત્વપૂર્ણ પદ ધરાવતા લોકો) એ સીમાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ.

? દૂર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત આપી હતી. તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લેતુ તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનુ ધનુષ એક શમી વૃક્ષ પર મુક્યુ હતુ અને ખુદ વૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી. જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.

? વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્રારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.

? વાહનથી માંડીને શસ્ત્રોની પૂજાનો તહેવાર એટલે દશેરા
—– જય વિજયાદશમી ——

——— જનમેજય અધ્વર્યુ

☘️?????☘️?

error: Content is protected !!