આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે ભણ્યા પણ હતાં. આ પ્રબંધ એ ચારણો દ્વારા રચાતી એક પ્રકારની વીર પ્રશસ્તિ છે. જે બનેલી ઘટનાઓ અને રચાયેલા ઇતિહાસનું વર્ણન કરે છે. જે આજે એક ઐતિહાસિક પુરાવો બની ગયું છે …….. જેને ક્યારેય ઉવેખી શકાય જ નહીં !!!
આ વીર પ્રશસ્તિ એમાં કાવ્યાત્મકતા છે એટલે જ એ આજે સાહિત્ય રસિક જનોમાં પ્રિય છે અને એને વિષે ભણાવાય પણ છે ખરું. આ હિન્દી ભાષામાં છે !!! પણ આપણે એ ભૂલી જ ગયાં કે પદ્મનાભ કર્ણ દ્વારા રચીત ઉત્તમ મહાકાવ્ય પ્રકારનું એક કાવ્ય “કાન્હ્ડદે પ્રબંધ” ઇસવીસન ૧૪૫૫માં રચાયું હતું !!!
આ “કાન્હ્ડદે પ્રબંધ”માં રાજસ્થાનના રાજા કાન્હ્ડ દેવ દ્વારા કરાયેલાં વિજયનો ની ગાથા છે. એમાં એક વિજય અલાઉદ્દીન ખીલજી પરનો છે. જોકે પછી અલ્લાઉદ્દીન ખિલજીદ્વારા કરાયેલાં આક્રમણમાં કાન્હ્ડ દેવે એંના એક વીર પુત્ર સેનાપતિ વીર વિરમદેવને મોકલ્યો અને હાર્યો અને માર્યો ગયો અને જાલૌર હાર્યું. પણ આ વિરમદેવની યશોગાથા અને એની એક પ્રેમ ગાથા પણ છે. એ ખાસ જ જાણવા જેવી છે !!!!! આ વાત “કાન્હ્ડદે પ્રબંધ”માં આવે છે
અંગ્રેજીમાં એક મુહાવરો છે ” History Repaets It Self ” આ વાત ક્રૂર અને લુંટારા અલાઉદ્દીન ખીલજી માટે બિલકુલ સાચી પડે છે. જેવું કરો એવું પામો. જેને કોઈ ના પહોંચે એને પોતાનું જ પેટ પહોંચે !!! એવું કૈક અલાઉદ્દીન ખિલજી સાથે પણ બન્યું હતું. એ વાત કઈ છે તે હવે જાણીએ !!!!
આપણે સૌ અત્યારેજ નહિ પણ પહેલેથી જ જાણીએ છીએ “જૌહર” પ્રથા વિષે. આપને એ પણ જાણીએ છીએ કે આ જુહાર પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો તે આ નપાવટ અલ્લાઉદ્દીન ખિલજીની ક્રુરતા અને છળને કારણે, પણ આજ પ્રથા એને ખુદને માટે ઘાતક સાબિત થઇ હતી !!! એ વાત જ આપણને ખબર નથી, એ જ વાત મારે તમને કરવી છે !!!!
આ ઇતિહાસમાં એક કિસ્સો એવો પણ છે કે જેનાથી અલ્લાઉદ્દીન ખિલજીની નીંદ હરામ થઇ ગઈ હતી. અલ્લાઉદ્દીન ખિલજીને ભારતનો સૌથી ક્રૂર અને નૃશંસ મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે. જેનાથી ભારતના ઘણાં રાજ્યોમાં માત્ર લુંટફાટ અને નરસંહાર કર્યા. કંઈ કેટલાય મંદિરોનો ધ્વંસ કર્યો !!! અલ્લાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નૃશંસ અભિયાન ગુજરાતનું માનવામાં આવે છે. જેમાં એણે સોમનાથના મંદિરને લૂંટીને સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું
પરંતુ અલ્લાઉદ્દીન ખિલજીની રાતોની નીંદ ત્યારે જ ગાયબ થઇ. જયારે એને ખબર પડી કે એની જ દિકરી ફિરોઝા એક રાજપૂત યોદ્ધા મહારાજ કાન્હ્ડ દેવનાં પુત્ર વિરમદેવને પ્રેમ કરતી હતી !!! એટલા માટે અલ્લાઉદ્દીન ખિલજીએ કાન્હ્ડ દેવનાં રાજ્યને નષ્ટ કરવાની યોજના બનાવી. ફિરોઝા -વિરરમદેવની પ્રેમ કથાનો આરંભ પોતાના ગુજરાત અભિયાનમાં સોમનાથનાં મંદિરને ધ્વસ્ત કર્યા પછી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌર રાજ્યમાંથી જઈ રહી હતી. જ્યાં રાજા કાન્હ્ડદેવનું શાસન હતું ……….
જલૌરની સેનાએ મુસ્લિમ સેના પર સીધેસીધું જ આક્રમણ કરી દીધું અને અલ્લાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ એનાં પછી સુલતાને સંધિ કરવા માટે કાન્હ્ડદેવને દિલ્હી આવાનું નિમંત્રણ મોકલ્યું !!!
રાજા કાન્હ્ડ દેવે પોતાના પુત્ર વિરમદેવને દિલ્હી મોકલ્યો જ્યાં એની મુલાકાત અલ્લાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા સાથે થઇ. વિરમદેવને જોઇને જ ફિરોજા એના પર ફિદા થઇ ગઈ અને મનોમન એને પ્રેમ કરવાં લાગી
ફિરોજાનો વિવાહ પ્રસ્તાવ ——–
રાજકુમારી ફિરોજા એટલી હદ સુદીધી વિરમદેવ પર ફિદા થઇ ગઈ હતી કે એ મનોમન જ એને જ પોતાનો પતિ માનવા લાગી ગઈ હતી !!! વિરમદેવનું તે વખતે દિલ્હી દરબારમાં આવવાં-જવાંનું વધારે થતું હતું !!! એટલાંમાટે ફીરોજાએ વિરમદેવ સામે વિવાહનો પ્રસ્તાવ મુકાયો, પણ વિરમદેવ રાજપૂત હતાં અને ફિરોજા મુસલમાન, તેમ છતાં પણ શહઝાદીએ કોઈ પણ કિંમત પર વિરમ દેવ જોડે વિવાહ કરવાનો અને તેને અપનાવવાની જીદ પકડી હતી !!!!
શહ ઝાદીએ કહ્યું —- ” વર કરું તો વિરમદેવ , ના તો રહુંગી અક્ન કુંવારી ” શહજાદીની હઠ સંભાળીને દિલ્હી દરબારમાં કોહરામ મચી ગયો, ઘણો વિચાર કર્યા પછી પોતાનાં રાજનૈતિક ફાયદાઓ જોઇને બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી એને માટે તૈયાર થયાં અને લગ્નનો પ્રસ્તાવ જાલૌર દુર્ગ પહોંચાડવામાં આવ્યો !!!
વિરામદેવનો ઐતિહાસિક ઉત્તર ——-
વિરમદેવે જયારે અલ્લાઉદ્દીન ખિલજીનો આ પત્ર વાંચ્યો તો કહ્યું
“મામા લાજૈ ભાટીયા, કુળ લાજૈ ચૌહાણ,
જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાન”
( મતલબ મારાં મામા ભાટીવંશના છે તો હું ખુદ ચૌહાણ એક તુર્કન સાથે કેવી રીતે લગ્ન કરું …….. મારો વાંસ અપવિત્ર થઇ જશે, આ ત્યારેજ સંભવ થશે જયારે સુરજ પશ્ચિમમાં ઉગશે !!!) આ સાંભળીને ખિલજી આગબબુલા થઇ ગયો અને દિલ્હી પહોંચતા જ જાલૌરની વિરુદ્ધ યુદ્ધની ઘોષના કરી દીધી
અલ્લાઉદ્દીન ખિલજીનું જાલૌર પર આક્રમણ ———
અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હી પાછાં ફરતાં જ એક વિશાળ સેના લઈને જાલૌરના કિલ્લાની ઘેરાબંધી કરી. અલ્લાઉદ્દીન ખિલજી આ પહેલાજ સોમનાથનાં યુદ્ધ પછી જાલૌરનું યુદ્ધ હારી ચુક્યો હતો. ત્યારે એણે સોમનાથ મંદિર ની લૂંટનો બધોજ માલ અને શિવલિંગ પણ પાછું આપી ચુક્યો હતો એટલે જ એને જાલૌરના રાજા કાન્હ્ડ દેવજોડે બદલો લેવાનું નિશ્ચિત કરી જ લીધું હતું !!!!
એક વર્ષ સુધી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌરને ઘેરો ઘાલીને બેસી રહી. જોકે આ વાતનું ઐતિહાસિક પ્રમાણ નથી આ ખાલી વાર્તા ને મહાકાવ્યમાં જ છે. કારણકે વિશ્વવિક્રમી ઘેર્રો તો રણથંભોરનો હતો એ હું અગાઉ જણાવી જ ચુક્યો છું, પણ આખરે તો આ પ્રશસ્તિ જ ને !!! એમાં થોડીક તો અતિશયોક્તિ હોય હોય અને હોય જ !!!! પણ મહદાશિક તથ્ય અને સત્ય તો છે જ !!! પણ સમયમાં થાપ ગઈ ગયા છે આ લખનાર !!!! પણ આ યોજના અસફળ રહી તો એક્દાહિયા રાજપૂતને લાલચ આપીને કિલ્લામાં ઘૂસવાનું ષડયંત્ર રચ્યું. કિલ્લામાં ગુપ્ત માર્ગમાંથી ઘુસવા લાગી તો રાજપૂતોએ પણ સામનો કરીને સાક્કા(રણભૂમિમાં બલિદાન) કરવાનો નિશ્ચય મનોમન કરીજ લીધો !!!
પ્રેમમાં સતી થઇ ફિરોજા ———–
માત્ર ૨૨ વર્ષીય યોદ્ધારાજકુમાર વિરમદેવ ભગવા બાના પહેરીને યુદ્ધભૂમિમાં કુદી પડયા અને અલ્લાઉદ્દીન ખિલજીની સેનામાં ભાગદોડ મચી ગઈ. અલ્લાઉદ્દીન ખિલજીની એકા લાખની ફોજ સામે ૧૫ હજાર રાજપૂત પૂરી શક્તિથી લડતા રહ્યાં, પણ અંતે તેઓ હારી ગયાં!!! અને વિરમદેવને પકડીને એનું માથું કાપી નાંખ્યું
આ આખીય ઘટનાનો અંત હજી તો બાકી છે, પણ આ વાતને ઇતિહાસમાં જેટલું સ્થાન મળવું જોઈએ તેટલું મળ્યું જ નથી. આવી તો અનેક ઘટનાઓ છે જે ઇતિહાસમાં દફન થઇ ગઈ છે અને એને વિષે કોઈએ કીધુ જ નથી. પણ આખી ઘટના બેહદ રોમાંચક અને લોકોમાં ઉત્સાહ પ્રેરનારી છે. એની થીડીક વિગતો આપું છું
જાલૌર નાં વીર કાન્હડ દવ સોનગરાનાં પુત્ર વિરમદેવનું રાજસ્થાનનાં ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે !!!!
વિક્રમ સંવત ૧૩૫૫, ઇસવીસન ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગુ ખાં અને નાસરત ખાંએ ગુજરાત વિજય અભિયાન માટે જાલૌરના કાન્હડ દેવ પાસે રસ્તો માંગ્યો પરંતુ કાન્હડ દેવે આક્રમણકર્તાઓ અને લૂંટારુંઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગી નાં આપી. અત: અલ્લાઉદ્દીન ખિલજીની સેના અન્ય રસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટફાટ કરી !!!!
પાછાં ફરતી સમયે અલ્લાઉદ્દીન ખિલજીની સેના પર કાન્હડ દેવે આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ એ સમયે અલ્લાઉદ્દીન ખિલજીનું ધ્યાન રણથંભોર અને ચિત્તોડ વિજયની તરફ વધારે હતું. અત : એને જીતીને ખિલજી વિક્રમ સંવત ૧૩૬૨ ઇસવીસન ૧૩૦૪ માં એને ઉલમુલક સુલતાન સાથે સેના જાલૌર મોકલી. અલ્લાઉદ્દીન ખિલજી ના સેનાનાયકે આદરપૂર્વક સંધીનું આશ્વાસન આપીને કાન્હડ દેવને દિલ્હી મોકલી દીધો !!!! અને ત્યાર પછી એમના પુત્ર વિરમદેવ દિલ્હી રહેવાં લાગ્યાં!!!
અહીંથી જ શરુ થાય છે વિરમદેવ અને પ્રેમની દાસ્તાન. કાન્હ્ડદેવનો પુત્ર વીરમદેવ એક સુડોળ શરીરનો તેજવાન રાજવંશી હતો !!!
એમની વીરતા માટે એક દોહા પ્રસિદ્ધ છે —-
“સોનગરા બંકો ક્ષત્રિય, અણરો જોશ અપાર ।
ઝેલે કુણ અણ જગતમે વીરમ રી તલવાર । ”
દિલ્હી દરબારમાં રહેવાં દરમિયાન ત્યાની એક શહજાદી ફિરોજાને એમની સાથે પ્રેમ થઇ ગયો, જો કે એ સમયે આવી રીતના રાજાનૈતિક વિવાહ સંબંધ પ્રચલનમાં નહોતાં
એટલા માટે ફિરોજા અને વીરમદેવ નો વિવાહ સંબંધ નાં થઇ શક્યો. પરંતુ ફિરોજાનો પ્રેમ વીરમદેવ પ્રત્યે ખુબ જ વધી ગયો, એ મનોમન જ વીરમદેવને એનો પતિ માની ચુકી હતી.
અહીં વીરમદેવે સામાજિક અને કુળની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ફિરોજા સાથે વિવાહનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો અને આ કારને જ યુદ્ધની સંભાવના વધી ગઈ !!!!
પછી અલ્લાઉદ્દીન ખિલજીએ જાલૌર પર આક્રમણ કરવા માટે ૫ વર્ષ સુધી કઈ કેટલીય સૈન્ય ટુકડીઓ મોકલી, પરંતુ સફળતા નાં જ મળી શકી અને છેવટે ઇસવીસન ૧૩૧૦મ સ્વયં ખિલજીએક બહુજ મોટી સેના લઈને જાલૌર આવવા રવાના થયો અને પહેલાં એણે સિવાના પર આક્રમણ કર્યું અને એક વિશ્વાસઘાતી ની મદદથી સિવાનાના દુર્ગના સુરક્ષિત જલ ભંડારમાં ગૌ રક્ત અને માંસ નાખવી દીધું જેનાથી પીવાનું પાણી દુષિત થઇ ગયું !!! એટલા માટે સિવાનાનાં શાસક સાતલદેવે અંતિમ યુદ્ધની ઘોષણા કરીને કેસરિયા બાના પહેરી લીધાં. જેમાં રાણીઓએ અને અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું અને સાતલદેવ આદિ વીર શાકા કરીને અંતિમ યુદ્ધમાં વીરગતિ પામ્યાં!!!!
એનાં પછી તરતજ ખિલજીએ પોતાની સેનાનાને આક્રમણનો હુકમ આપી દઈને એ પોતે દિલ્હી આવતો રહ્યો. એમની સેનાએ મારવાડમાં લૂંટફાટ ખુબ કરી અને ઘણાં અત્યાચાર પણ કર્યા. સાંચોરનાં પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણાં મંદિરોને ખંડિત કર્યા …… પછી કાન્હડદેવે કેટલીક જગ્યાએ ખિલજી સેના પર આક્રમણ કર્યું અને ને હરાવ્યો અને બંને વચ્ચે ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલતું રહ્યું.
આખરે ખીલજીએ જાલૌરમાં તે સેનાપતિ ક્માંલુદ્દીનને વિશાલ સૈન્ય દલ સાથે જાલૌર મોકલી આપ્યો પછી સેનાપતિએ જાલૌર દુર્ગની ચારે તરફ બહુજ મોટો ઘેરો ઘાલીને યુદ્ધ કર્યું, પરંતુ તે જાલૌર નાં જીતી શક્યો અને પોતાની સેનાને પાછો લઇ જવા લાગ્યો. ત્યારે જ કાન્હડ દેવાના એક સરદાર વિકાએ જાલૌર થી પાછી ફરી રહેલી સેનાને દુર્ગનાં ગુપ્ત અને ખુલતા રસ્તાઓનું રહસ્ય બતાવી દીધું. વિકાનાં એ વિશ્વાસઘાતને કારણે વિકાની પત્નીએ વિકાને ઝેર આપીને મારી નાંખ્યો. આ રીતે વિશ્વાસ્ઘાતીને કારણે જાલૌર પર ખિલજીની સેનાનો કબજો થઇ ગયો.
વિક્રમ સંવત ૧૩૬૮માં કાન્હડ દેવે વિરમદેવને ગાદી પર બેસાડ્યો અને અંતિમ યુદ્ધ કર્યું. જાલૌર દુર્ગમાં રાણીઓ સિવાય અન્ય સ્ત્રીઓએ પણ જૌહર કર્યું અને કાન્હડ દેવ શાકા કરતાં કરતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં.
વીરમદેવે પોતાનાં શાસનકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષ યુદ્ધમાં વિતાવ્યા અને પછી વીરમદેવે પણ કેસરિયા બાના પહેરીને અંતિમ યુદ્ધ લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં તથા દુર્ગની મહિલાઓએ જૌહર કરી લીધું. વીરમદેવની વીરગતિ પામ્યાં પછી શાહજાદી ફિરોજાની સનાવર નામની ધાય (દાસી)પણ યુધ્દમાં સેના સાથે આવી હતી. એ વીરમદેનું મસ્તક કાપીને એને સુગંધિત પદાર્થોમાં રાખીને દિલ્હી લઇ ગઈ અને એમ કહેવાય છે કે —-
વીરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોજાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું, ત્યારે વ્યથીત શહજાદી ફિરોજાએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.
“તજ તુરકાણી ચાલ હિંદુ આણીહુઈ હંમે |
ભો -ભો રા ભરતાર, શીશ ન ધુણ સોનીગરા||”
ફીરોજાએ એમનાં માસ્કનો અગ્નિ સંસ્કાર કર્યો અને સ્વયં માં થી આજ્ઞા પામીને યમુના નદીનાં જળમાં પ્રવિષ્ટ થઇ ગઈ!!!! શહજાદી પોતાનાં પર્ણ પર અડિગ હતી એ વિરમદેની રાખને અસ્થી લઈને યમુના નદીમાં કુદીને સતી થઇ ગઈ.
એક તુર્ક મુસ્લિમ રાજકુમારી એક હિંદુ રાજકુમાર માટે એટલી પાગલ હતી કે એને યમુનામાં કુદીને પોતાની જાન આપી દીધી અને વીરમદેવની સાથે સતી થઇ ગઈ !!!!
(કાન્હડદે પ્રબંધ તથા નાય સંદર્ભ પુસ્તકો અને જન માનસમાંથી સાભાર )
જે ક્રૂર અને ઘાતકી તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં “જૌહર “થયાં હતાં. એ જ કારણ ભૂત હતો આ બધાની પાછળ, પણ જયારે એજ વાત બુમરેંગ બનીને એના જ ઘરમાં આવી ત્યારે એને ખબર પડી હશે જ ને કે સતી થવું કેટલું વેદનાદાયક હોય છે ?
જૌહર એ રાજપુતાણીઓ માટે લગ્ન જેવો અવસર છે, જેમાં તે ક્યારેય પાછી પાણી કરતાં અચકાતી નહોતી. આજ વાત જયારે એક મુસ્લિમ કન્યાએ સાબિત કરી, ત્યારે ભારતીય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ ખામોશ છે !!! પ્રેમ અને લગ્ન એ કોઈ કોમ કે કોઈ પ્રથાના મોહતા જ નથી હોતાં, પણ આમાં કાન્હ્ડ દેવની વીરતા કે વિરમદદેવની વીરતા જરાય ઉણી ઉતરતી નથી. આ ઘટના અને આ જ સુલતાન સાથે સંકળાયેલી ઘણી ઘટનાઓમાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે અમુક લાલચુ રજપૂતોએ જો દગો ના કર્યો હોત તો, કદાચ, કદાચ, કદાચ
ભારતના ઇતિહાસમાં મુસ્લિમ સકોનું નામ જ ના રહ્યું હોત !!!
ખેર ……… અત્યારે તો કાન્હ્ડ દેવ ને એનાં પુત્ર વિરમદેવ
અને આ ઘટના સાથે સંકળાયેલી સતી ફિરોજાને લાખો સલામ છે !!!!
——— જનમેજય અધ્વર્યુ.