શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે લગન કરવાનું જ હોય એ જરુરી નથી અને પોતાની મન્નતો પૂર્ણ કરવાનું હોય એ પણ જરૂરી નથી !!! મંદિરમાં જઈને માતાના ચરણોમાં માથું ટેકવાનું કે હિમાલયના પહાડોમાં ફરવાનું પણ હોઈ જ શકે છે. આ બંને ધ્યેયો એક સાથે જ પરિપૂર્ણ કરવા હોય તો વૈષ્ણોદેવીની યાત્રા કરવી જોઈએ.

બહુજ સહેલાઈથી આ યાત્રા થઇ શકે છે, કટરા સુધી સીધી ટ્રેન જાય છે. કટરા જ વૈષ્ણોદેવીનું પ્રવેશ દ્વાર છે !!! અહીંથી જ વૈષ્ણોદેવી પગપાળા હિમાલયને જોતાં જોતાં જંગલો નિહાળતાં નિહાળતાં હિમાલયની સુંદરતા જોતાં જોતાં બહુજ સુંદર રસ્તા પર જય, રાત્રે પણ દિવસ લાગે એવાં વિશાળ રસ્તાઓ પર ચઢાણ કરતા જઈ શકાય છે !!!! હિમાલયના અનેક સ્વરૂપો છે એમાં એક સ્વરૂપ આ વૈષ્ણોદેવી માતાના હિમાલયનું સ્વરૂપ જ નોખું છે. ચારે તરફ હરિયાળી જ હરિયાળી અને ઊંચા ઊંચા શિખરો અને ચોમેર પ્રસરેલો હિમાલય એ જોતાંજ દંગ રહી જઈએ એવો નજારો છે પણ આ બધામાં —— ચાલો બુલાવા આયા હૈ, માતાને હમે બુલાયા હૈ. એ માં શેરાવાલી વૈષ્ણોદેવીનાં દર્શનને તો કયારેય ના ભૂલાય !!!

વૈષ્ણોદેવી મંદિર, શક્તિને સમર્પિત એક પવિત્રતમ હિંદુ મંદિર છે. જે ભારતનાં જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવીની પહાડીઓ પર સ્થિત છે. હિંદુ ધર્મમાં વૈષ્ણોદેવી, જે માતા રાની અને વૈષ્ણવી નાં રૂપમાં ઓળખાય છે ,એ દેવી માંનો આવતર છે !!!

મંદિર, જમ્મુ અને કાશ્મીર રાજ્યનાં જમ્મુ જિલ્લામાં કટરા નગર સમીપ અવસ્થિત છે. એ ઉત્તરી ભારતમાં સૌથી વધારે પૂજનીય સ્થળોમાંનું એક છે. મંદિર ૫,૨૦૦ ફૂટની ઊંચાઈ અને કટરાથી લગભગ ૧૨ કિલોમીટર (૭.૪૫ માઈલ)ની દૂરી પર સ્થિત છે !!!

દરેક વર્ષે લાખો તીર્થયાત્રીઓ મંદિરનાં દર્શન કરે છે અને આ ભારતમાં વ્યંકટેશ્વર મંદિરનાં પછી બીજું સર્વાધિક જોવાંવાળું ધાર્મિક તીર્થ સ્થળ છે. આ મંદિરની દેખરેખ શ્રી માતા વૈષ્ણોદેવી તીર્થ મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે. તીર્થ યાત્રાને સુવિધા જનક બનાવવા માટે ઉધમપુરથી કટરાસુધી એક રેલમાર્ગ બનવવામાં આવ્યો છે.

વૈષ્ણોદેવીની તીર્થ યાત્રા  ———
કહેવાય છે કે પહાડોવાળી માતા વૈષ્ણોદેવી બધાંની મુરાદો પુરી કરે છે !!! એમનાં દરબારમાં જે કોઈ સાચાં દિલથી આવે છે, એમની મુરાદો જરૂર પૂરી થાય છે. આ વો જ છે ……… સાચો દરબાર – માતા વૈષ્ણોદેવીનો !!!

માતાનાં બુલાવા આવવાથી ભક્તો કોઈને કોઈ બહાને એમનાં દરબારમાં પહોંચી જાય છે. હસીન વાદીઓમાં ત્રિકૂટ પર્વત પર ગુફામાં વિરાજિત માતા વૈષ્ણોદેવીનું સ્થાન હિંદુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે !!! જ્યાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે આવે છે !!!

કઈ છે માન્યતા ?
માતા વૈષ્ણોદેવીને લઇને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પ્રસિદ્ધ પ્રાચીન માન્યતા અનુસાર માતા વૈષ્ણોદેવીનાં એક પરમ ભક્ત શ્રીધરની ભક્તિથી પ્રસન્ન થઈને માંએ એની લાજ રાખી અને દુનિયાને પોતાનાં અસ્તિત્વનું પ્રમાણ આપ્યું. એકવાર બ્રાહ્મણ શ્રીધરે પોતાનાં ગામમાં માતાનો ભંડારો રાખ્યો અને બધા ગ્રામવાસીઓ અને સાધુ-સંતોને ભંડારામાં આવવા આમંત્રણ આપ્યું. પહેલી વખત ગામલોકોને વિશ્વાસ બેઠો જ નહીં કે નિર્ધન શ્રીધર ભંડારો કરી રહ્યો છે. શ્રીધરે ભૈરવનાથને પણ એમનાં શિષ્યો સાથે આમંત્રિત કર્યા હતાં !!! ભંડારામાં ભૈરવનાથે ખીર-પુરીને બદલે માંસ ખાવાની વાત કરીત્યારે શ્રીધરે તેના પર અસહમતિ વ્યક્ત કરી.

પોતાનાં ભક્ત શ્રીધરની લાજ રાખવાં માટે માં વૈષ્ણોદેવી કન્યાનું રૂપ ધારણ કરીને ભંડારામાં આવી. ભોજનને લઈને ભૈરવનાથની હઠ પર અડી રહેવાનાં કારણે કન્યારૂપી માતા વૈષ્ણોદેવીએ ભૈરવનાથને સમજાવવાની બહુજ કોશિશ કરી, પરંતુ ભૈરવનાથે તેમનું કહ્યું ના માન્યું તે ના જ માન્યું. જયારે ભૈરવનાથે એ કન્યાને પકડવા ઈચ્છી ત્યારે એ કન્યા ત્યાંથી ત્રિકૂટપર્વત તરફ ભાગી અને એ ક્ન્યારુપી વૈષ્ણોદેવી હનુમાનજીને બોલાવીને કહ્યું કે ભૈરવનાથ સાથે તમે રમો હું આ ગુફામાં નવ માસ સુધી તપસ્યા કરીશ !!!

આ ગુફાની બહાર માતાની રક્ષા માટે હનુમાનજીએ ભૈરવનાથ સાથે રમવાં માંડયું …. આજે પણ આ પવિત્ર ગુફાને “અંધકારી”નાં નામથી ઓળખવામાં આવે છે. અંધકારીની પાસે જ માતાની ચરણ પાદુકા છે. આ એજ સ્થાન છે જ્યાં માતાએ ભાગતાં -ભાગતાં પાછળ વળીને ભૈરવનાથને જોયાં હતાં કહેવાય છે કે એ વખતે હનુમાનજી માંની રક્ષા માટે માં વૈષ્ણોદેવીની સાથે જ હતાં. હનુમાનજીને તરસ લાગી ત્યારે માતાએ એમનાં આગ્રહ પર ધનુષ વડે ફળ પર એક બાણ ચલાવીને જલધારા પ્રકટ કરી અને એ જળમાં પોતાનાં કેશ ધોયાં

આપવિત્ર જલધારા “બાણગંગા” નાં નામે પ્રસિદ્ધ છે. જેનું પવિત્ર જલપાન કરવાથી કે એમાં સ્નાન કરવાથી ભક્તોની બધી જ વ્યાધિઓ દૂર થઇ જાય છે. ત્રિકૂટ પર વૈષ્ણોદેવી માં એ ભૈરવનાથનો સંહાર કર્યો તથા ક્ષમા માંગવાથી એમને માં એ પોતાનાંથી ઊંચું સ્થાન આપ્યું અને કહ્યું કે  —– જો મનુષ્ય મારાં દર્શન પશ્ચાત તમારાં દર્શન નહિ કરે તો એની યાત્રા પૂર્ણ નહીં થાય. અત: શ્રદ્ધાળુ આજે પણ ભૈરવનાથનાં દર્શને અવશ્ય જાય છે !!!

ભૈરવનાથ મંદિર  ——–
જે સ્થાન પર માં વૈષ્ણોદેવીએ હઠી ભૈરવનાથનો વધ કર્યો, એ સ્થાન આજે આખી દુનિયામાં “ભવન”ને નામે પ્રસિદ્ધ છે. આ સ્થાન પર માં કાલી (જમણી બાજુ), માં સરસ્વતી (ડાબી બાજુ) માં લક્ષ્મી પિંડી (મધ્ય)નાં રૂપમાં ગુફામાં વિરાજિત છે. જેની માત્ર એક જ ઝલક પામવાં માત્રથી જ ભક્તોનાં બધાં જ દુ:ખો દૂર થઇ જાય છે !!! આ ત્રણેનાં સંમિલિતરૂપને જ માં વૈષ્ણોદેવી નું રૂપ કહેવામાં આવે છે !!!

ભૈરવનાથનો વધ કર્યા પછી એમનું માથું ભવનથી ૩ કિલોમીટર દુર જઈને પડયું. આજે એ સ્થાનને “ભૈરોનાથનું મંદિર ” થી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પોતાનાં વધ પછી ભૈરવનાથને પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો અને એણે માં પાસે ક્ષમાદાનની ભીખ માંગી. માતા વૈષ્ણોદેવીએ ભૈરવનાથને વરદાન આપતાં કહ્યું કે મારાં દર્શન ત્યાં સુધી પૂરાં નહીં માનવામાં આવે જ્યાં સુધી કોઈ ભક્ત મારા પછી તમારાં દર્શન નહીં કરે !!!

હિંદુ મહાકાવ્ય અનુસાર માં વૈષ્ણોદેવીએ ભારતમાં દક્ષિણમાં રત્નાકર સાગરનાં ઘરે જન્મ લીધો હતો. એમનાં લૌકિક માતા-પિતા લાંબા સમય સુધી નિ;સંતાન હતાં. દેવી બાલીકાએ જન્મથી એક રાત પહેલાં રત્નાકર પાસે વચન લીધું કે બાલિકા જે પણ ઈચ્છે એ એમની ઈચ્છાના રસ્તામાં ક્યારેય વચ્ચે નહીં આવે ….. માં વૈષ્ણોદેવીને બાળપણમાં ત્રીકૂટા નામથી બોલાવવામાં આવતાં હતાં. પછીથી ભગવાન વિષ્ણુનાં વંશમાં જન્મ લેવાંનાં કારણે એ વૈષ્ણવી કહેવાયાં. જ્યારે ત્રિકૂટા ૯ વર્ષની હતી ત્યારે એણે પોતાનાં પિતા પાસે સમુદ્ર કિનારે તપસ્યા કરવાની અનુમતિ માંગી. ત્રિકૂટાએ રામનાં રૂપમાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી…. સીતાની ખોજ કરતાં કરતાં ભગવાન શ્રી રામ પોતાની સેના સાથે સમુદ્રનાં કિનારે પહોંચ્યાં
એમની દ્રષ્ટિ ગહન ધ્યાનમાં લીન આ દિવ્ય બાલિકા પર પડી
ત્રીકૂટાએ ભગવાન શ્રી રામને કહ્યું કે એમને એ પોતાના પતિનાં રૂપમાં સ્વીકાર છે. ભગવાન શ્રીરામે એને બતાવ્યું કે આ અવતારમાં એ કેવળ સીતા પ્રતિ નિષ્ઠાવાન રહેવાનું વચન આપી ચુક્યા છે, પરંતુ ભગવાને એને આશ્વાસન આપ્યું કે કલિયુગમાં એ કલ્કિનાં રૂપમાં પ્રકટ થશે ત્યારે જરૂર એની સાથે વિવાહ કરશે!!!

આની વચ્ચે ભગવાન શ્રી રામે ત્રિકૂટાને ઉત્તર ભારતમાં સ્થિત માણિક પહાડિયો પર ત્રિકૂટા શ્રુંખલામાં અવસ્થિત ગુફામાં ધ્યાનમાં લીન રહેવાનું કહ્યું !!! રાવણની વિરુદ્ધ શ્રી રામનાં વિજય માટે માં એ નવરાત્ર મનાવવાનો નિર્ણય લીધો. એટલાં માટે ઉક્ત સંદર્ભમાં લોકો, નવરાત્રીનાં ૯ દિવસોની અવધિમાં રામાયણનો પાઠ કરતાં હોય છે !!! ભગવાન શ્રી રામે વચન આપ્યું હતું કે સમસ્ત સંસાર દ્વારા માં વૈષ્ણોદેવીની સ્તુતિ ગાવામાં આવશે. ત્રિકૂટા, વૈષ્ણોદેવીનાં રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર રહેશે !!!

વૈષ્ણો દેવી યાત્રાની શરૂઆત  ——–
માં વૈષ્ણોદેવીની યાત્રાની શરૂઆત કટરાથી થાય છે. અધિકાંશ યાત્રી અહીંયા વિશ્રામ કરીને પોતાની યાત્રાની શરૂઆત કરે છે. માં નાં દર્શન માટે રાતભર યાત્રીઓની ચઢાઈનો અવિરત સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. કટરાથી જ માતાનાં દર્શન માટે નિ:શુલ્ક “યાત્રા પર્ચી” મળે છે ……

આ પર્ચી લીધાં પછી જ કોઈ પણ યાત્રી કટરાથી માં વૈષ્ણોદેવીનાં દરબાર સુધીની ચઢાઈની શરૂઆત કરી શકે છે. આ પર્ચી લીધાં પછી ત્રણ કલાક પછી દરેકે ચઢાઈ પહેલાં “બાણગંગા ” ચેક પોઈન્ટ પર એન્ટ્રી કરાવવી પડે છે અને અહીં સામાનનું ચેકિંગ કરાવ્યાં પછી જ તમે ચઢાઈનો પ્રારંભ કરી શકો છો …… જો તમે યાત્રી પર્ચી લીધાં પછી ૬ કલાક સુધી ચેક પોસ્ટ પર એન્ટ્રી ના કરવો તો તમારી યાત્રા પ્રચી રદ થઇ જઇ શકે છે !!! અત: યાત્રા પ્રારંભ કરતાં સમયે જ યાત્રા પર્ચી લેવી સુવિધાજનક હોય છે. આ આખીય યાત્રામાં જગ્યા -જગ્યાએ જલપાન અને ભોજનની વ્યવસ્થા છે.

આ કઠીન ચઢાઈમાં યાત્રી થોડો સમય વિશ્રામ કરીને ચા-કોફી પીને ફરીથી એ જ જોશમાં પોતાની યાત્રાનો પ્રારંભ કરી શકે છે. કટરા અને ભવન સુધીની ચઢાઈનાં અનેક સ્થાનો પર રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં નિર્ધારિત શુલ્ક પર પોતાનો સામાન રાખીને યાત્રી આસાનીથી ચઢાઈ કરી શકે છે.

કટરા સમુદ્રતલથી ૨૫૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આ જ એક અંતિમ સ્થાન છે જ્યાં સુધી આધુનિકતમ પરિવહનનાં સાધનો (હેલીકોપ્ટરને છોડીને)સાધનો દ્વારા તમે ત્યાં પહોંચી શકો છો !!! કટરાથી ૧૪ કિલોમીટર ખરી ચઢાઈ પર (માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફા) છે !!! ભવનથી ૩ કિલોમીટર દૂર “ભૈરવનાથનું મદિર” છે. ભવનથી ભૈરવનાથ મંદિરની ચઢાઈ હેતુ ભાડાનાં પીઠ્ઠું, પાલખી અને ઘોડાની સુવિધા પણ ઉપલબ્ધ છે !!!

ઓછા સમયમાં માં દર્શનમાટે ઈચ્છુક યાત્રી હેલીકોપ્ટર સુવિધાનો પણ લાભ પણ ઉઠાવી શકે છે. લગભગ ૭૦૦થી ૧૦૦૦ રૂપિયાનો ખર્ચ કરીને દર્શનાર્થી કટરાથી “સાંઝીછત” (ભૈરવનાથ મંદિરથી કેટલાંક કિલોમીટરનાં અંતરે હેલીકોપ્ટર દ્વારા પહોંચી શકાય છે !!!

આજ કાલ અર્ધકારીથી ભવન સુધીની ચઢાઈ માટે બેટરી કાર પણ શરુ કરવામાં આવી છે. જેમાં લગભગ ૪ થી ૫ યાત્રી એક સાથે બેસી શકે છે …….. માતાની ગુફાના દર્શન હેતુ કેટલાંક ભક્તો પગપાળા ચઢાઈ કરે છે અને કેટલાંક આ મુશ્કેલ ચઢાઈને આસન બનવવા માટે પાલકી, ઘોડા અને પીઠ્ઠુ ભાડે કરે છે !!!

થોડુંક વધારે  ———

ભક્ત શ્રીધરની વાર્તા  ——–
સમયની સાથે સાથે દેવી માં વિષે ઘણી બધી વાર્તાઓ જોડાયેલી છે. એમાં એક વાર્તા છે શ્રીધરની. શ્રીધર માં વૈષ્ણોદેવીના પ્રબળ ભક્ત હતાં. એ વર્તમાન કટરા કસ્બાથી ૨ કિલોમીટર દુર સ્થિત હંસલી ગામમાં રહેતાં હતાં. એક વાર માંએ એક મોહક બાલિકાનાં રૂપમાં એને દર્શન આપ્યાં ….
યુવા બાલિકાએ વિનમ્ર પંડિતને “ભંડારો” (ભિક્ષુકો અને ભક્તો માટે એક પ્રીતિભોજ) આયોજિત કરવાં માટે કહ્યું. પંડિત ગામ અને નિકટસ્થ જગ્યાએ થી લોકોને આમંત્રિત કરવાં માટે ચાલી નીકળ્યા. એમણે એક સ્વાર્થી રાક્ષસ “ભૈરવનાથ”ને પણ આમંત્રિત કર્યા !!!

ભૈરવનાથે શ્રીધરને પૂછ્યું કે એ કેવી રીતે અપેક્ષાઓને પૂરી કરવાની યોજનાઓ બનાવી રહ્યાં છે. એમણે શ્રીધરને વિફળતાની સ્થિતિમાં ખરાબ પરિણામોનું સ્મરણ કરાવ્યું.જો કે પંડિત ચિંતામાં ડૂબી ગયાં ….. દિવ્ય બાલિકા પ્રકટ થઈ અને કહ્યું કે એ નિરાશ નાં થાય બધીજ વ્યવસ્થા થઇ ચુકી છે. એમણે કહ્યું કે ૩૬૦થી અધિક શ્રદ્ધાળુઓને નાની નાની કુટીરોમાં બેસાડી શકો છો. એમનાં કહ્યાં અનુસાર જ ભંડારામાં અતિરિક્ત ભોજન અને બેસવાની વ્યવસ્થાની સાથે નિર્વિઘ્ન આયોજન સંપન્ન થયું.

ભૈરવનાથે સ્વીકાર્યું કે બાલિકામાં અલૌકિક શક્તિઓ હતી અને આગળ વધારે પરીક્ષા લેવાનો એમણે નિર્ણય લીધો. એમણે ત્રિકૂટા પહાડીઓ સુધી એ દિવ્ય બાલિકાનો પીછો કર્યો. ૯-૯ મહિના સુધી શોધતાં રહ્યાં ભૈરવનાથ એ બાલિકાને , જેને એ દેવી માંનો અવત્તાર માનતા હતાં. ભૈરવના દુર ભાગતાં જ  દેવી માં એ પૃથ્વી પર એક બાણ ચલાવ્યું જેમાંથી પાણી ફૂટીને બહાર નીકળ્યું. આ નદી બાણગંગાનાં રૂપમાં ઓળખાય છે.

એવી માન્યતા છે કે બાણગંગા માં સ્નાન કરવાથી દેવી માતા પર વિશ્વાસ કરવાંવાળાંઓનાં બધાંજ પાપ ધોવાઈ જાય છે. નદીના કિનારે જેને ચરણ પાદુકા કહે છે ,દેવી માંનાં પગોનાં નિશાન છે , જે આજે પણ એ જ રીતે વિદ્યમાન છે. એનાં પછી માં વૈષ્ણોદેવીએ અધકાવરીની પાસે ગર્ભ જુનમાં શરણ લીધી ….. જ્યાં એ ૯ મહિનાઓ સુધી ધ્યાનમગ્ન રહી અને આદ્યાત્મિક જ્ઞાન અને શક્તિઓ પ્રાપ્ત કરી. ભૈરવ દ્વારા એમણે શોધી કાઢવાથી એમની સાધના ભંગ થઇ.જ્યારે ભૈરવે મારવાની કોશિશ કરી તો વિવશ થઈને માં વૈષ્ણોદેવીએ મહાકાલીનું રૂપ ધારણ કર્યું. દરબારમાં પવિત્ર ગુફાનાં દ્વાર પર દેવી માં પ્રકટ થઇ …. દેવીએ એવી શક્તિની સાથે ભૈરવનું માથું ધડથી અલગ કર્યું અને એની ખોપરી પવિત્ર ગુફાથી ૨.૫ કિલોમીટર દૂર ભૈરવઘાટી નામનાં સ્થળે પડી.

ભૈરવે મરતાં સમયે ક્ષમા યાચના કરી. દેવી જાણતી હતી કે એમનાં પર હુમલો કરવાં પાછળ ભૈરવની પ્રમુખ મંશા મોક્ષ પ્રાપ્ત કરવાની હતી. એમણે ન કેવળ ભૈરવને પુનર્જન્મનાં ચક્રથી મુક્તિ પ્રદાન કરી, પણ એને વરદાન પણ આપ્યું કે ભક્ત દ્વારા એ સુનિશ્ચિત કરવાં માટે કે તીર્થ યાત્રા સંપન્ન થઇ ચુકી છે. એ આવશ્યક હશે કે દેવી માંનાં દર્શન પછી ,પવિત્ર ગુફા પાસે ભૈરવનાથનાં મંદિરનાં પણ દર્શન કરે. એની વચ્ચે માં વૈષ્ણોદેવી ત્રણ પિંડ(માથાં) સહિત એક ચટ્ટાનનો આકાર ગ્રહણ કર્યો અને સદા માટે ધ્યાનમગ્ન થઇ ગયાં !!!

આની વચ્ચે પંડિત શ્રીધર અધીર થઇ ગયાં. એ ત્રિકૂટ પર્વત તરફ એ જ રસ્તે આગળ વધ્યાં. જે એમણે સપનામાં જોયો હતો. અંતત: એ ગુફાનાં દ્વાર પર પહોંચ્યા. એમણે કેટલીક વિધિઓથી પિંડોની પૂજાને પોતાની દિનચર્યા બનાવી દીધી. દેવી એમની પૂજાથી પ્રસન્ન થઇ ….. એમની સામે પ્રકટ થઇ અને એને આશીર્વાદ આપ્યાં. ત્યારથી જ શ્રીધર અને એમનાં વંશજ દેવી માં વૈષ્ણોદેવીની પૂજા કરતાં આવ્યાં છે !!!

આસ્થા સાથે પ્રવાસની મજા અને કુદરતના સાન્નિધ્યમાં સમય પસાર કરવાની અદ્ભુત અને અલૌકિક સ્થળ એટલે વૈષ્ણોદેવી. કેટલાંય એવાં લોકો પણ છે કે જેમને આ યાત્રા એક વાર નહિ પણ ૫-૫ વખત કરી હોય. આજ આ સ્થળની મહત્તા અને મન્નત છે. તમે જો ના ગયાં હોવ તો જઇ આવજો અચૂક. માતાના ખોળે માથું ટેકવવાની તક ક્યારેય જતી ના કરાય. માં વૈષ્ણોદેવીને શત શત નમન !!!!

———- જનમેજય અધ્વર્યુ

👏👏👏👏👏👏👏👏👏

error: Content is protected !!