1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ.

ભારતમાં ભગવાન શિવનાં કેટલાંય મંદિર છે, પણ ઉત્તરાખંડનાં પિથૌરાગઢથી દૂર સભા બસ્તિરમાં એક એવું શિવ મંદિર છે જ્યાં ભોળાનાથની પૂજા થતી નથી. માન્યતા મુજબ અહીં મૂર્તિકારનાં શ્રાપને કારણે આ શિવ મંદિરમાં પૂજા ન થતી હોવાની માન્યતા છે. લોકો અહીં ફરવા આવે છે પણ શિવ મંદિરમાં પૂજા કરતાં નથી.

આ શિવ મંદિર છે ઉત્તરાખંડનું હથિયા દેવાલય

ઉત્તરાખંડ રાજ્યાનાં જનપદની નજીક પિથૌરાગઢથી ઘારચૂલા જતાં માર્ગ પર લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત છે કસ્બા સ્થળ જ્યાંથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું છે ગામ સભા બલ્તિર. અહીં પર એક અભિશપ્ત હથિયા દેવાલયનું એક શાપિત મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, ભગવાન ભોળાનાથનાં દર્શન કરે છે, મંદિરની અનોખી સ્થાપત્ય કળાને નિહાળે છે અને પુનઃ પાછા જતાં રહે છે. અહીં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી.

એક હાથે બન્યું છે મંદિર

આ મંદિરનું નામ એક હથિયા દેવાલય છે જેનો અર્થ છે કે એક હાથથી બનેલું મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને જૂના ગ્રંથો, અભિલેખોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સમયે અહીં રાજા કત્યૂરીનું શાસન હતું. આ સમયે શાસકોને સ્થાપત્ય કળા પ્રત્યે ખૂબ જ પસંદ હતી. અહીં તેમને આ બાબતોમાં બીજા પ્રતિસ્પર્ધા પણ કરતાં હતાં. લોકોનું માનવું છે કે એકવાર અહીં કુશળ કારીગરે આ મંદિરનું નિર્માણની ઈચ્છા હતી અને તે મંદિર નિર્માણ માટે જોડાઈ ગયો. કારીગરની ખાસ વાત એ હતીં કે મંદિરનાં નિર્માણ શરૂ કર્યું અને એક આખી રાતમાં મંદિર બનાવી દીધુ.

આ મંદિરમાં છે અદભુત સ્થાપત્ય કળા

મંદિરની સ્થાપત્ય કળા નાગર અને લેટિન શૈલીની છે. પહાડ તોડીને આ શિવ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને તેમાંથી જ શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. મંદિરમાં સાધારણ પ્રવેશ દ્વાર પશ્ચિમ દિશા તરફી છે મંદિરની ઉંચાઈ 1.85 મીટર અને પહોળાઈ 3.15 મીટર છે. મંદિરને જોવાં લોકો દૂર-દૂરથી આવે છે, પણ પૂજા અર્ચના નિષેધ હોવાને કારણે માત્ર જોઈને જ પાછા જતાં રહે છે.

કેમ પૂજા નથી કરવામાં આવતી?

માન્યતા છે કે આ ગામમાં એક મૂર્તિકાર રહેતો હતો જે પત્થરોને કાપીને મૂર્તિઓ બનાવતો હતો. એકવાર કોઈ દુર્ઘટનામાં તેનો એક હાથ કપાઈ ગયો, પછી તે એક હાથનાં સહારે મૂર્તિ બનાવવા ઈચ્છતો હતો. પરંતુ ગામનાં કેટલાક લોકો કહેવાં લાગ્યા કે એક હાથનાં સહારે તે શું કરી શકશે? ગામનાં લોકોની આ વાત સાંભળી મૂર્તિકાર ઉદાસ થઈ ગયો. તેને નિશ્ચય કર્યો કે આ ગામમાં તે રહેશે નહીં અને ત્યાંથી બીજી જગ્યાએ જતો રહેશે. આ નિશ્ચય કર્યા પછી તે એક રાતે હથોડી, છીણી સહિત અન્ય ઓજાર લઈને ગામનાં દક્ષિણી ભાગ તરફ નિકળી પડ્યો. જ્યાં એક મોટો પહાડ હતો.

બીજા દિવસે ગામ વાસીઓને જાણવાં મળ્યું કે પહાડ કાપી એક દેવાલય બની ગયુ છે અને લોકોમાં અચંબો પામી ગયા. દરેક ગામવાસીએ ત્યાં એકત્રીત થયા પણ એક હાથ કપાયેલો કારીગર ત્યાં ન હતો. દરેક ગામવાળાએ ગામમાં જઈને તેને શોધ્યો અને એકબીજાને પૂછ્યું પણ તેના વિશે કોઈને પણ જાણ થઈ નહીં, તે એક હાથવાળો કારીગર ગામ મૂકીને જતો રહ્યો હતો.

આ કારણે મંદિરમાં નથી થતી પૂજા

જ્યારે સ્થાનીય પંડિતોએ દેવાલયની અંદર બનાવવામાં આવેલી ભગવાન શંકર અને શિવલિંગ જોતાં જાણવા મળ્યું કે ઉતાવળમાં શિવલિંગ બનાવ્યું હોવાથી થોડુ વિપરિત દિશામાં બનાવાયુ છે. જેની પૂજા ફળદાયક નહીં હોય પણ દોષપૂર્ણ મૂર્તિ પૂજા અનિષ્ટકારક હોઈ શકે છે. આ કોઈની કારણે રાતોરાતમાં સ્થાપિત કરવામાં આવેલાં તે શિવમંદિરમાં શિવલિંગ પૂજા કરવામાં આવતી નથી. આ મંદિરની આસપાસ બનેલાં જળ સરોવરમાં( જેને સ્થાનીય ભાષામાં નૌલા કહેવામાં આવે છે.) મુંડન સંસ્કાર પછી બાળકોને ત્યાં સ્નાન કરાવવામાં આવે છે.

બીજી એક કથા પણ જોડાયેલી છે આ મંદિર સાથે

એક અન્ય કથા છે કે એકવાર એક રાજાએ એક કુશળ કારીગરનો એક હાથ એટલાં માટે કપાવ્યો હતો કે તે કોઈ બીજી સુંદર ઈમારત ન બનાવી શકે. પણ રાજાએ કારીગરનો જુસ્સો તોડ્યો નહીં. તે કારીગરે એક રાતમાં એક હાથથી શિવ મંદિરનું નિર્માણ કર્યું અને હંમેશાં માટે તે રાજ્ય છોડીને ચાલ્યો ગયો. જ્યારે જનતાને આ વાતની જાણ થઈ તો તેમને ખૂબ જ દુઃખ થયું. લોકોએ નિર્ણય કર્યો કે તેમનાં મનમાં ભગવાન શિવ પ્રતિ શ્રદ્ધાભાવ પૂર્વપત રહેશે પણ રાજાનાં આ કૃત્યને કારણે મંદિરમાં પૂજા અર્ચના નહીં થાય.

તો મિત્રો તમને આ પોસ્ટ કેવી લાગી અમને જણાવશો નીચે કમેંટ બોક્ષમા અને આવીજ માહિતી વાચવા માટે અમારી વેબસાઇટ ને સબક્રાઇબ કરો અને અમને ફેસબુક પર ફોલો કરો.

error: Content is protected !!