ઉકાદાદા અને માલાદાદાની વાત

આજે કેરાળા ગામની મુલાકાત દરમિયાન એક શૂરવીર વિર ની વાત કરીએ, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. કેરાળા ગામની અંદર બાંભણીયા પરિવાર વસવાટ કરતા હતા. આજેપણ આ પરિવાર કેરાળા ગામમાં મોટા પ્રમાણ માં છે. આ ગામનું તોરણ ઢાપા પરિવારે બંધાવ્યુ હતુ. આ ગામની અંદર પ્રવેશ સાથે એક મોટો વડલો આવેલો છે અને જયારે પણ હુ પસાર થાવ ત્યાં વડલે સમાજરુપી વડ એટલેકે વૃદ્ધ વ્યક્તિ બેઠા હોય છે. ત્યાં વડલાથી જમણી તરફ ઉકાદાદા_માલાદાદા નો આશ્રમ કેરાળા માં આવેલો છે.

હવે વાત કરીએ ઉકાદાદા અને માલાદાદાની. ઉકાદાદા અને માલાદાદા બંન્ને સગા ભાઈ આ ગામની અંદર રહેતા હતા. એમા ઉકાદાદા મોટાભાઈ હતા. માલાદાદા પરણિત હતા. ઉકાદાદાને કાળો કોઢ નિકળેલ તેથી તેમણે સમાધી લેવાનું નક્કી કર્યુ. અને વાજતે ગાજતે સમાધી લીધી અને વચન આપ્યુ આજ પછી બાંભણીયા પરિવારમાં કોઈને કોઢ નહી નીકળે. ત્યારબાદ માલાદાદા પોતાના મૃત્યુ પછી ઉકાદાદાને ખોળે બેઠા.

એક ઉકાદાદા માલાદાદાની સત્ય હકીકત ની વાત કરીએ તો સમાધી લીધા બાદ અમુક વર્ષો બાદ એક લુહાર ની દિકરીને ડુંગરગાળા વિસ્તાર માં પરણાવેલી જ્યાં તેને બોવ જ દુઃખ આપે અને છેલ્લે તેને એ લોકો મારી નાખવા માગ્તા હોય છે. એટલે એ ભાગી નિકળે છે અને ઉકાદાદા માલાદાદાનું સ્મરણ કરે છે. ત્યા જ બે સફેદ ઘોડેસવાર આવી ચડે છે. પૂછે છે દિકરી તારે કયાં જાવુ છે. એટલે કીધું મારે કેરાળા જાવુ છે. મારા સાસરિયાવાળા મને મારી નાખવા પાછળ પડયા છે. એટલે હુ ભાગી નીકળેલ છું. ત્યારે દાદાએ કીધુ ચાલ દીકરી અમે તને કેરાળા મુકી જાઈએ. ત્યારબાદ દિકરી પોતાના ગામ કેરાળા પહોંચી જાય છે અને પેલા ઉકાદાદાએ શ્રીફળ વધેરીને પછી પાણી પીધુ. એવા ઘણા પ્રસંગ બનેલા છે,ચમત્કારના. આજેપણ ત્યા ચૈત્ર મહીનામાં વિશાળ હવન થાય છે અને ભવ્ય ડાયરો થાય છે. કયારેક સમય મળે મુલાકાત કરી લેજો દોસ્તો અંતે એક દોહરો..

ઉચો ઓટલો ઉકાદાદા તણો, માલાદાદાએ કીધી મહેર,
સુખની લીધી સમાધી, બાંભણીયા કુળને લીલાલેર.

ગામ – કેરાળા તાલુકો- તળાજા જી. – ભાવનગર

આ માહિતી ઢાપા સહદેવ રમેશભાઈ એ લખીને મોકલાવેલી છે જો તમે પણ તમારા ગામની કે આજુબાજુના ગામના આવા સ્થળોની કોઈ ઐતિહાસિક માહિતી મોકલવા માંગતા હોય તો આજેજ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA માં મેસેજ કરીને મોકલી શકો છો જેને અમે અહીંયા રજુ કરીશું. આપણા અજાણ્યા ઇતિહાસ ને લોકો સમક્ષ ઉજાગર કરવાના આવા ભગીરથ કાર્યમાં તમે પણ યોગદાન આપી શકો છો.

error: Content is protected !!