શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ – જાલંધર

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધર શહેર જે એક ખુબસુરત એવં પોતાના વસ્ત્ર ઉત્પાદકો માટે બહુજ પ્રસિદ્ધ છે. માં સતીનાં મંદિરનું નિર્માણ બહુજ ખુબસુરતી સાથે કરવામાં આવ્યું છે. સામે એક સરોવર એવંએક વિશાલ આંગણ છે. જે કાળા અને સફેદ સંગેમરમરથી બનેલો છે તથા આ મંદિરનો સોનેરી ગુંબજ બહુજ પ્રભાવશાળી છે !!!!

કહેવાય છે કે અહીંયા માં સતીનું ડાબું સ્તન પડ્યું હતું. કહેવાય છેકે એ ડાબા સ્તનના પડયા પછી આ સ્થાન પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંયા માં સતીની મૂર્તિ ત્રિમાલિનીનાં રૂપમાં અને ભગવાન શિવજી ભીષણ રૂપમાં પૂજાય છે !!! ભગવાન શિવનું આ મંદિર લલિતેશ્વ્રર મહાદેવ મંદિર કહેવામાં આવે છે

આ મંદિર વિષે એવી માન્યતા છે કે —–
માં સતીનું આ જગ્યાએ ડાબું સ્તન પડ્યું હતું એના પછીથી આહીયા શક્તિ ત્રિપુર માલિની તથા ભૈરવ ભીષણનાં રૂપમાં બિરાજમાન છે. વશિષ્ઠ, વ્યાસ, મનુ, જમદગ્નિ,પરશુરામ જેવા વિભિન્ન મહર્ષિઓએ ત્રિપુર માલિનીનાં રૂપમાં આહીયા આવીને પૂજા-અર્ચના કરી હતી. આની સાથે જ ભગવાન શિવે જાલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના પછીથી આ જગ્યાનું નામ જાલંધર પડી ગયું !!!

સોનાનો બનેલો છે શિખર  ———–

માંના દર્શન માટે હજારો ભક્તો બહુજ દુર દુરથી આવે છે ……. મંદીરનું શિખર સોનાનું બનાવેલું છે. સમય સમય પર મંદિર પરિસરમાં માં ના તહેવારો અને નવરાત્રી બહુજ ધામધુમથી બનાવવામાં આવે છે અને તે વખતે અહીં બહુજ મોટો મેળો ભરાય છે. એ સમયે મંદિરને બહુજ સારી ઝાંખીઓથી સજાવવામાં આવે છે. જાણે કોઈ બહુ જ મોટો તહેવાર નાં હોય !!!!

માત્ર માંનાં મુખના દર્શનનો જ લાભ મળે છે  ———

આ મંદિર વિષે એમ કહેવાય છે કે આ મંદિર ૨૦૦૦ વર્ષ જુનું છે. એને સ્તનપીઠ પણ કહેવામાં આવે છે. જેમાં દેવીનું વામ સ્તન સદાય કપડાથી ઢાંકેલું જ રાખવામાં આવતું હોય છે !!! અને ધાતુના બનેલાં મુખનાં જ લોકોને દર્શન કરાવવામાં આવે છે તેમના ભક્તોને !!!! આ મંદિર તડાવની વચ્ચે સ્થિત છે. જ્યાં જવા માટે ૧૨ ફૂટ પહોળી જગ્યા છે. મુખ્ય ભગવતીના મંદિરમાં ૩ મૂર્તિઓ છે

આ ત્રણે મૂર્તિઓમાં માં ભગવતીની સાથે માં લક્ષ્મી અને માં સરસ્વતી પણ બિરાજમાન છે. ભક્ત આ મંદિરમાં આ દેવીઓની મૂર્તિની પરિક્રમા કરે છે. આ આખોય પરિસર લગબગ ૪૦૦ મીટરમાં ફેલાયેલો છે !!!!

માં ત્રિપુરમાલિની દેવીનો મંદિર પરિસર  ———-

એમ કહેવાય છે કે આ મંદિર ૨૦૦૦ વર્ષ જુનું છે. એને જ્ઞાનપીઠ પણ કહેવામાં આવે છે. મંદિર પરિસરમાં આરામ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે

જાલંધર વિશ્વ વિખ્યાત શ્રી દેવી તળાવ મંદિરનો જિક્ર હિન્દુઓના પવિત્ર અને પાવન ગ્રંથ શિવ પુરાણમાં પણ છે. આ મંદિરના મહત્વનો સહજ જ અંદાજો લગાવી શકાય તેમ છે. મંદિરનાં પરિસરમાં વિશ્વની ૫૧ શક્તિપીઠો માની એક માં ત્રિપુરમાલિનીનું મંદિર સ્થિત છે. ૧૮૭ વર્ષ પૂર્વે આ જગ્યા પર વિશ્વવિખ્યાત શ્રી હરિવલ્લભ સંગીત સંમેલન થયાં કરતું હતું.

આ છે એનો ઈતિહાસ  ———–

શિવ પુરાણમાં દેવી તળાવનો ઉલ્લેખ પ્રમુખ પવિત્ર સ્થાનોમાંનું એક છે. વાત ૧૯૭૦ની છે  …..
એ સમયે લાલ દ્વારકાદાસ સહગલે પૂર્વ આઈ જી અશ્વિની કુમારની સાથે મળીને આ મંદિરનું નિર્માણ શરુ કર્યું હતું. આના પછી ૧૯૭૫માં ગાઝીયાબાદથી દેવીમાંનાં મંદિરમાં માં સરસ્વતી , માં લક્ષ્મી , માં અષ્ટભુજાની પ્રતિમાઓ પ્રતિષ્ઠાપિત કરાવી. અહીં ૧૯૯૮માં માં ના દરબારમાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી. જેના દર્શનાર્થે આજે પણ વિશ્વભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે !!!!

શ્રી હરિવલ્લભ સંગીતના ૧૮૭ વર્ષની સફર  ———

શ્રી દેવી તળાવ મંદિરમાં ૧૮૭ વર્ષ પૂર્વે શ્રી હરિવલ્લભ સંગીત સંમેલન થયાં કરતુ હતું. જેમની સફર નિરંતર જારી જ છે !!!! ખાસ વાત એ છે કે સંગીતના આ મંચ પરથી ઘણાં કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ખ્યાતિ હાંસલ કરી હતી. એ સમયે ઓપી શેઠ અને પૂર્ણિમા બેરી સહીત પૂરી ટીમ એકજુટ થઈને આ આયોજનને સફળ બનાવતાં હતાં

૨૦૦૬ માં વિકસિત થયું આ સિદ્ધ શક્તિપીઠનું મંદિર —–

શ્રી દેવી તળાવ મંદિરનાં પ્રાંગણમાં સ્થિત ૫૧ શક્તિપીઠોમાંની એક માં ત્રિપુરમાલિની નાં મંદિરનો વિકાસ ઇસવીસન ૨૦૦૬માં શ્રી દેવી તળાવ મંદિર પ્રબંધક કમિટીનાં મહાસચિવ રાજેશ વીજે કરાવ્યો. આ દરમિયાન મંદિરનાં નવનિર્માણથી લઈને એની સુંદરતા અને મંદિરની બહાર શેડ બનાવવા સુધીની અહમ ભૂમિકા અદા કરી. એ સમયે વિશ્વભરના માંનાં ભક્તો નતમસ્તક થવાં અહીંયા આવે છે. અહીં દર શુક્રવારે ભજન સંધ્યા સિવાય એપ્રિલના પહેલા શુક્રવારે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે

બાબા હેમગિરીની સમાધિ છે ખાસ  ———

શ્રી દેવી તળાવ મંદિર પરિસરમાં સાત શિવમંદિર , માં કાલીનું મંદિર, શીતળા માતાનું મંદિર ,માં વૈષ્ણોદેવી મંદિર સિવાય
સિદ્ધ તપસ્વી બાબા હેમગિરીની પાવન સમાધિ પણ બનેલી છે
એમનાં અનુયાયીઓ દૂર દૂરથી અહીંયા નતમસ્તક થવાં  આવતાં જ રહેતાં હોય છે.

તહેવારોમાં દુર્ગા પૂજા બહુજ પ્રસિદ્ધ છે. નવરાત્રી જે માર્ચ કે એપ્રિલમાં અને બીજી સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આવે છે. તેમાં લોકો ઉપવાસ રાખે છે એવં આ નવ દિવસોમાં માટીમાંથી પ્રાપ્ત થયેલું અનાજ નથી ગ્રહણ કરતાં. સાથે જ લોકો દરેક દિવસે ફળ, દૂધ, ઘરે બનાવેલો પ્રસાદ , મિઠાઈ દેવી માંને ભેટ ધરીને પ્રસાદ ગ્રહણ કરે છે

સ્થાન મતભેદ  ———-

આ શક્તિપીઠ પંજાબના જાલંધરમાં સ્થિત મનાય છે. અહીંની શક્તિ ત્રિપુરમાલિની તથા ભૈરવ ભિષણ છે. પરંતુ વર્તમાનમાં જલંધર નગરમાં કોઈ શક્તિપીઠ નથી મળતી. અનુમાનત: પ્રાચીન જાલંધર થી ત્રીગર્ત પ્રદેશ (વર્તમાન કાંગડા ઘાટી) માનવું ઉચિત હશે. જેમાં કાંગડા શક્તિ ત્રિકોણપીઠની ત્રણ જાગ્રત દેવીઓ
ચિંતાપુર્ણી
જ્વાળામુખી
વિધ્યેશ્વરી
બિરાજમાન છે  ……….
એવી રીતે અહીં વિશ્વમુખી દેવીનું મંદિર છે. જ્યાં પીઠ સ્થાને સ્તન મૂર્તિ કપડાંથી ઢંકાયેલી છે અને ધાતુ નિર્મિત મુખમંડળ બહાર દેખાય છે. આને જ્ઞાન પીઠ એવં ત્રિગર્ત તીર્થ પણ કહેવાય છે અને આજ જાલંધર પીઠ નામની શક્તિપીઠ માનવામાં આવે છે અહીં જ સતી માંના ડાબા સ્તનનો નિપત થયો હતો.

માન્યતા  ————-

લોકોને એવો વિશ્વાસ છે કે આ શક્તિપીઠમાં સંપૂર્ણ દેવી-દેવતાઅંશ રૂપે નિવાસ કરે છે. અત: અહીં પશુપક્ષીઓ સુધીની સદગતિ થઇ જાય છે. અહીંયા વસિષ્ઠ ,વ્યાસ, મનુ , જમદગ્નિ, પરશુરામ આદિ મહર્ષિઓએ શક્તિની ઉપાસના કરી હતી !!!!! કહેવાય છે કે આ જાલંધર દૈત્યની રાજધાની હતી. જેનો વધ ભગવાન શિવે કર્યો હતો તથા વધથી લાગેલાં પાપની મુક્તિ હેતુ. આ પાવન પીઠમાં શરણ લીધી અને એવં શ્રી તારાની ઉપાસનાથી પાપમુક્ત થયાં !!! આ શક્તિપીઠનો વિસ્તાર ૧૨ યોજન માનવામાં આવે છે અને અહીની અધિષ્ઠાત્રી દેવી ત્રિશક્તિ કાલી, તારા અને ત્રિપુર છે. છતાં પણ સ્તનપીઠાધીશ્વરી શ્રી વ્રજેશ્વરી જ મુખ્ય માનવામાં આવે છે. એવં એને વિદ્યારાજી પણ કહેવામાં આવે છે. સ્તનપીઠમાં વિધ્યારાજીનના ચક્ર ,  આદ્યાશક્તિ ત્રિપુરાની પિંડી પણ સ્થાપિત છે. એવં અનેક ઋષીઓનાં આશ્રમ દેવીઓનાં વિગ્રહ પણ મોજુદ છે.

આ એક માત્ર અનુમાન જ છે, બાકી શક્તિપીઠ તો જાલંધરમાં જ છે  !!!!

દેવી તળાવ મંદિર પાસે એક મંદિર છે જે કાલી માંને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિરની સંરચના અમરનાથની ગુફાને બહુજ મળતી આવે છે.

દેવી તળાવ મંદિરને હજી હાલમાં જ પુન: નિર્મિત કરવામાં આવ્યું છે અને એનાં પુરાણા ઢાંચામાં ઘણાં બધાં બદલાવ કરવામાં આવ્યાં છે. આ મંદિરનાં મુખ્ય આકર્ષણો માનું એક “પુરાના ટેંક” છે જે અહી આવનારા બધાંજ હિંદુ ભક્તો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ મંદિરનું રાત્રિનું દ્રશ્ય વિશેષ રૂપે નવરાત્રીના સમયમાં બહુ જ સુંદર લાગે છે. કહેવાય છે કે આ જગ્યાએ દિલને શાંતિ મળે છે. દર વર્ષે ડીસેમ્બર મહિનામાં આ મંદિરમાં “હરિવલ્લભ સંગીત સંમેલન” આયોજિત કરાય છે. જેને સાંભળવા માટે દુરદુરથી સંગીતકાર અને યાત્રી પણ એક બહુજ મોટી સંખ્યામાં આવે છે. પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત પ્રતિપાદક (instrumental અને Vocal) બંને એક સાથે આવે છે અને આ મેળામાં પોતાનું પ્રદર્શન કરે છે. આ સંગીત લોકોને બહેતરીન સંગીત સાંભળવાનો અવસર પ્રદાન કરે છે !!!

આ મંદિર ખુલવાનો સમય  —— આ મંદિર સવારે ૪ વાગે ખુલીને રાતના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેતું હોય છે.
ભસ્મ આરતી – સવારે ૪  વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી.
નૈવદ્ય આરતી  – સવારે ૭ .૩૦ વાગ્યાથી સવારે ૮.૧૫ મિનીટ સુધી
મહાભોગ આરતી  – સવારે ૧૦.૩૦ વાગ્યાથી સવારે ૧૧.૧૫ મિનીટ સુધી.
સંધ્યા આરતી – સાંજે ૬.૩૦ વાગ્યાથી સાંજે ૭.૧૫ મિનીટ સુધી
શયન આરતી – રાતના ૧૦.૩૦ વાગ્યા સુધી !!!

માંની શ્રધા રાખો તો એ અવશ્ય જ પૂરી કરે છે. એમાં પણ સ્થળ અને સ્થાનો બહુજ મહત્વનો ભાગ ભજવે છે
નમન છે ત્રિપુરમાંલિની માં ને !!!!

——–  જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!