પ્રથમ સ્વયંભુ ગણપતિ – શ્રી ત્રિનેત્ર ગણેશજી (રણથંભોર -રાજસ્થાન) 

ભારતમાં જો કોઈ સૌ પ્રથમ ગણેશ મંદિર બન્યું હોય તો તે છે ——-રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર

રણથંભોર એનાં સાહસ અને શૌર્ય માટે જાણીતું છે. આનો કિલ્લો અદ્ભુત છે અને સાથોસાથ ભવ્ય પણ છે. આ કિલ્લો ઇસ્વીસના ૯૪૪ની આસપાસ ચૌહાણ વંશે બંધાવ્યો હતો. રાણા હમીરદેવનાં પરાક્રમની સાક્ષી સમો આ કિલ્લો પાછળથી એમાં રાણા કુંભા અને પછી રાણા સાંગાએ ત્યાં પોતાની કીર્તિ ફેલાવી હતી અને એને જીતીને પોતાને હસ્તક કર્યા હતાં !!!
રાણ સાંગા ખાનવાનાં યુધમાં ઘાયલ થયો ત્યારે એને સારવાર માટે અહીં લાવ્યો હતો. રણથંભોર વિષે જયારે વિગતે લેખ લખીશ ત્યારે તેમાં એ વિગતો આવશે, પણ હમીરદેવે અહીં જે શિલ્પ સ્થાપત્યો બનાવ્યાં તેમાં એક નામ અને અતિ મહત્વનું છે અને તે છે – ત્રિનેત્ર ગણેશ મંદિરનું !!!! આ મંદિર રાણા હમીરદેવે બંધાવેલું છે

હું જયારે રણથંભોર ગયો ત્યારે જ આ મંદિર જોઇને હું નતમસ્તક થઇ ગયેલો. આ મંદિર વિષે મેં સાંભળ્યું હતું પણ જોયું નહોતું. એ જ્યારે જોયું ત્યારે જ મને થયું કે આવા બેનમુન મંદિર વિષે પ્રજા કેમ અજાણ છે. ક્યારેક મારે એ વિષે લખવુ હતું તે આજે મને મોકો મળ્યો છે. આ મંદિર વિશેષતાઓ ભરપુર છે !!!!

ભારતનું સૌ પ્રથમ સ્વયંભુ ગણેશનું મંદિર છે આ જોકે અહીંયા ગણેશજી સિવાય પણ અનેક સ્વયંભુ મંદિર ઓ પણ છે પણ એમાં પ્રથમ ગણેશજી જ આવે છે. સ્વયંભુ શબ્દનો સરળ અર્થ થાય છે —- જે પ્રતિમા પ્રભુની કૃપાથી પોતાની જાતે જ પ્રકટ થઇ હોય એને સ્વયંભુ કહેવામાં આવે છે !!!

ત્રિનેત્ર ગણેશ મંદિર – રણથંભોર 

આ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત છે.. જે રણથંભોર કિલ્લાની અંદર આવેલું છે, જે વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ છે. અરાવલી અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે ક્યાંક, રણથંભોર કિલ્લામાં વિરાજતાં રણતભંવરનાં લાડલા ત્રિનેત્ર ગણેશજીના મંદિર અને તેમાં ભરાતાંમેળાની વાત જ કૈંક નિરાળી છે. આ મંદિર પ્રકૃતિ અને આસ્થાનો એક અનન્ય સંગમ છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) ભારતના દરેક ખૂણેથી લાખો લોકોની સંખ્યા માં ભક્તો અહીં ત્રિનેત્ર ગણેશજીના દર્શન હેતુ આવે છે અને ઘણી માનતાઓ માને છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરીને જાય છે. આ મનોકામનાને ત્રિનેત્ર ગણેશજી જ પૂરી કરે છે કોઈની પણ !!!

આ ગણેશ મંદિર મહારાજા હમીદેવ ચૌહાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું પરંતુ મંદિરની અંદર ભગવાન ગણેશની મૂર્તિ સ્વ-નિર્માણ થયેલ છે. આ મંદિરમાં ભગવાન ગણેશ ત્રિનિત્રાના સ્વરૂપમાં છે, જેમાં ત્રીજી આંખ શાણપણનો પ્રતીક ગણાય છે. આ સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ તેના આખા કુટુંબ સાથે બે પત્નીઓ છે, રિદ્ધિ  અને સિધ્ધિ અને બે પુત્રો – શુભ અને લાભ સાથે બિરાજમાન છે !!!.

ભારતમાં ચાર સ્વયંભુ ગણેશ મંદિર માનવામા આવે છે. જેમાં રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશ પ્રથમ છે. આ મંદિર સિવાય સિદ્ધપુર ગણેશ મંદિર ગુજરાત. અવંતિકા ગણેશ મંદિર ઉજ્જૈન. એવં સિદ્ધપુર સિહોર મંદિર મધ્યપ્રદેશમાં સ્થિત છે !!!

કહેવાય છે કે મહારાજા વિક્રમાદિત્ય જેમને વિક્રમ સંવતની શરૂઆત કરી એ પ્રત્યેક બુધવારે ઉજજૈનથી ચાલીને રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન હેતુ નિયમિત આવતાં હતાં. એમણે જ વિક્રમાદિત્યને સ્વપ્નદર્શન કરાવીને સિદ્ધપુર સિહોરના ગણેશજીની સ્થાપના કરાવી હતી. પણ આનો કોઈ જ પુરાવો નથી મળતો કારણકે વિક્રમાદિત્ય તો ત્રીજી સદીમાં થયાં હતાં. જો એવું જ હોત તો એ મંદિર જ પ્રથમ આવત અને વિક્રમાદિત્ય જો રણથંભોર આવતા હતાં. એ વાત પણ હું સ્વીકારતો નથી. સ્વયંભુ મૂર્તિ પૌરાણિક કાળમાં પ્રકટ થઇ હતી તો તે પાછી અલોપ કેમ થઇ ગઈ.

કારણકે રણથંભોર ની મૂર્તિ તો ૧૪મી સદીમાં પ્રકટ થઇ છે. અલબત્ત રાણા હમીરદેવનાં કહેવાથી જ !!! ચાલો એક વાત માની લઈએ કે મૂર્તિ તો હજારો વર્ષ જૂની હોઈ જ શકે છે. આ જગ્યાનો કોઈ જ પૌરાણિક ઉલ્લેખ નથી. જે છે તે છે માત્ર દંતકથાઓ જ !!!! પણ રણથંભોર જ જો ૯૪૪ માં બન્યું હોય તો આ વાત કયાંથી મનાય ? આ એક દાંત કથા જ છે. જેને સત્ય માનીને ક્યારેય ના ચલાય.કોઈ પણ મૂર્તિ કે મંદિર હોય એને પૌરાણિક કાલ સાથે જોડી દેવું કેટલે અંશે વ્યાજબી ગણાય !!! છેલ્લે એમ કહેવાય છે અને એમ મનાય છે કે એવું કહીને છૂટી તો જઇજ શકાય છે.

આ મંદિરની વિગતો હું આપીશ ત્યારે તમને લાગશે કે માન્યતાઓને દંતકથાઓ એ ઉપજાઉ છે !!!!

મૂળ વાત તો છે આ ત્રિનેત્ર ગણેશ મંદિર ની એનાં પર જ આપણે પાછાં આવી જઈએ !!!

આપણા વિશાળ દેશમાં જે રીતની સંસ્કૃતિઓ, રસમો-રીવાજ તથા માન્યતાઓ છે. એટલી જ નહિ પણ એથીય વધારે એને પૂરી કરવાં અને મનાવવાની વિધિઓ અને આસ્થાઓ પણ છે જ !!! એવી જ એક અનોખી પરંપરા છે  …… અહીના શ્રી ગણેશજીને વિવાહોત્સ્વ પર પહેલું નિમંત્રણ આપવાની !!!! પછી એ જાતે જઈને અપાય કે પત્ર લખીને અપાય !!! જાતે ઉપસ્થિત થઈને તો હજારો શ્રધાળુઓ પોતાનો પ્રેમ તો પ્રગટ કરે જ છે પણ આ દુનિયાનું એક વિશિષ્ટ મંદિર છે કે જ્યાં દેશ અને દુનિયાભરમાંથી રોજ હજારોની સંખ્યામાં ગણેશજીને નિમંત્રણ આપવા માટે ડાકથી પત્રો પણ આવે છે. અને આ પત્રોનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે અવિરતપણે !!!

આ પત્રોને ત્રિનેત્ર ગણેશજી સુધી પહોંચાડવા માટે ભારતીય ટપાલ ખાતાએ એક ખાસ પોસ્ટમેન પણ નિયુક્ત કર્યો છે. જે રોજનાં ૧૦ કિલોનાં વજનથી નિમંત્રણ પત્રો મંદિર સુધી પહોંચાડે છે. મંદિર પહોંચતા જો પત્ર હિન્દીકે અંગ્રેજીમાં હોય તો પૂજારીજી એને જાતેજ વાંચીને ગણેશજીને સંભળાવે છે. પણ જો કોઈ અન્ય ભાષામાં પત્ર લખાયેલો હોય તો એને ખોલીને ગણેશજીની સામે મુકી દેવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણેશજીને નિમંત્રિત કરવાથી વિવાહ વિના કોઈ વિઘ્ને પૂર્ણ થઈ જાય છે. આવી અનોખી પરંપરા રોજ આટલી સંખ્યામાં પત્રો આવતા હોય એવી બીજી કોઈ જ જગ્યા નથી દુનિયાભરમાં !!! અને એટલા જ માટે આ પરંપરા ને આ મંદિરનું નામ “ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ” માં છે !!!

આવી પરંપરા કેમ શરુ થઇ એની પણ એક કથા છે આની પાછળ  —–

જયારે દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણનો વિવાહ રુકિમણી સાથે થયો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભૂલથી ગણેશજીને બોલાવવાનું ભૂલી ગયાં હતાં. જેનાં કારણે ભગવાન ગણેશજી નારાજ થઇ ગયાં હતાં. અને પોતાનાં મૂષકોને આદેશ આપ્પ્યો કે વિશાલ ઉંદરોની સેના સથે જાઓ અને ભગવાન શ્રીકૃષ્ણનાં રથની આગળ સંપૂર્ણ ધરતી ખોદીને ધરતીમાં દર બનાવી દો અને ધરતીમાં ખાડાં પાડી દો !!!

આ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણણો રથ ધરતીમાં ફસાઈ ગયો અને આગળ ના વધી શક્યો !!! મૂષકો નાં બતાવ્યાં પછી ભગવાન શ્રીકૃષ્ણને પોતાની ભૂલનો એહસાસ થયો અને રણથંભોર સ્થિત આ જગ્યા પર ગણેશજીને લેવા પાછાં આવ્યાં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ વિવાહ સંપન્ન થયો. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) ત્યારથી ભગવાન ગણેશજીને વિવાહ અને માંગલીક કાર્યોમાં પ્રથમ આમંત્રિત કરવામાં આવે છે !!! આજ કારણ છે કે રણથંભોર ગણેશને ભારતનાં પ્રથમ ગણેશ ગણવામાં આવે છે !!!

અરવલ્લી અને વિંધ્યાચલ પહાડીઓ નાં પરિવેશ એવંપ્રકૃતિની ગોદમાં બનેલાં આ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ રણથંભોર દુર્ગની અંદર લગભગ ૫ કિલોમીટર ચાલતાં ગયાં પછી જ ત્રિનેત્ર ગણેશજીનાં દર્શન દુર્લભ થાય છે. ત્યારે હૃદયમાં શ્રદ્ધા અને આસ્થાનો એક મહાસાગર ઉભરાય છે. શ્રદ્ધાળુઓ પોતાનો થાક ત્રિનેત્ર ગણેશજીની માત્ર એક ઝલક પામીને જ ભૂલી જાય છે. ભારતના ખૂણેખાંચરેથી લાખોની સંખ્યામાં લોકો અહીંયા ભગવાન ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા માટે આવે છે અને ઘણી માનતાઓ માને છે જેને ભગવાન ત્રિનેત્ર ગણેશજી પૂર્ણ કરે છે !!!!

ભગવાન શ્રી ગણેશજી શિક્ષા, જ્ઞાન, બુદ્ધિ ,સૌભાગ્ય અને ધનનાં દેવતા છે. શ્રી ગણેશ બધાં દુખ, કષ્ટ, અશુભતા અને મુશ્કેલીઓને હરી લે છે. જે કોઈ પણ અહીંયા સાચી ભક્તિ અને આસ્થા સાથે આવે છે અને સાચાં મનથી જે કંઈ પણ મનોકામનાં કરે છે એમની એ મનોકામનાઓ પૂરી કરીને ગણેશજી એમને જ્ઞાન, સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. પછી એ મનોકામના દરેક વ્યક્તિની એના વિવાહ સંબંધે કેમ ના હોય !!! વ્યાપારમાં ઉન્નતિની કામના હોય, પરીક્ષામાં ઉચ્ચા અંકે ઉત્તિર્ણ થવાની કામના હોય એવી દરેક મનોકામનાઓને ત્રિનેત્ર ગણેશજી પૂરી કરે છે !!!

ત્રિનેત્ર ગણેશ મંદિર સાથે સંકળાયેલી કેટલીક ઐતિહાસિક એવં ધાર્મિક કિવદંતિઓ પણ છે. આ ગણેશ મંદિરનું નિર્માણ મહારાજા હમીરદેવ ચૌહાણે કરાવ્યું હતું. પણ મંદિરના અંદરના ભાગની ગણેશની પ્રતિમા સ્વયંભુ છે. રાજા હમીર અને અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે સન ૧૨૯૯મા એક જોરદાર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ અનેક વર્ષો સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ દરમિયાન હમીરને સ્વપ્નમાં ભગવાન ગણેશજીએ એમને  આશ્વાસન આપ્યું કે એમની વિપત્તિ બહુ જલ્દીથી દૂર થઇ જશે !!! કોઈ સવારે કિલ્લાની એક દીવાલ પર ત્રિનેત્ર ગણેશજીની મૂર્તિ અંકિત થઇ ગઈ !!! બહુજ જલ્દીથી ત્યાર પછી યુદ્ધ સમાપ્ત થઇ ગયું !!! રાજા હમીરદેવે ભગવાન ગણેશજી દ્વારા ઈંગિત સ્થાન પર મુકીને પૂજા કરી કિવદંતિ અનુસાર ભગવાન રામે જે સ્વયંભુ મૂર્તિની પૂજા કરી હતી તે હમીરદેવ ને અહીંયાથી પ્રાપ્ત થઇ હતી !!! અને ગણેશજીનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં ભગવાન ગણેશ ત્રિનેત્રનાં સ્વરૂપમાં બિરાજમાન છે. જેમાં ત્રીજું નેત્ર એ જ્ઞાનનું પ્રતિક ગણાય છે !!!! આખી દુનિયામાં આ એક જ મંદિર એવું છે કે જ્યાં ભગવાન ગણેશજી પોતાના પૂર્ણ પરિવાર બે પત્ની —-રિદ્ધિ અને સિદ્ધિ. અને બે પુત્ર —– શુભ અને લાભ સાથે બીરાજમાન છે !!!!

એવું પણ કહેવાય છે કે  ——-
ભગવાન શ્રી રામે લંકા કૂચ કરતી વખતે આ ગણેશજીનો અભિષેક અને પૂજન કર્યું હતું. અત: ત્રેતાયુગમાં આ પ્રતિમા રણથંભોરમાં સ્વયંભુ રૂપમાં સ્થાપિત થઇ અને પછી લુપ્ત થઇ ગઈ. રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજી દુનિયામાં એક માત્ર ગણેશજી એવાં છે કે જેમણે ત્રીજું નયન ધારણ કર્યું હોય !!! ગજવંદનમ ચિતયમમાં વિનાયકના ત્રીજા નેત્રનું વર્ણન છે !!!

લોક માન્યતા છે કે ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ઉત્તરાધિકારી સ્વરૂપ પોતાના પુત્ર ગણેશને સોંપી દીધું હતું !!! આને આ રીતે મહાદેવજીની બધીજ શક્તિઓ ગજાનનમાં નિહિત થઇ ગઈ. મહાગણપતિ ષોડશમ સ્ત્રૌતમાલામાં વિનાયકના સોળ વિગ્રહ સ્વરૂપનું વર્ણન છે !!! મહાગણપતિ અત્યંત વિશિષ્ટ અને ભવ્ય છે જે ત્રિનેત્ર ધારણ કરેલા છે. આ પ્રકારે એવું મનાય છે કે રણથંભોરનાં ત્રિનેત્ર ગણેશજી મહાગણપતિનું જ એક સ્વરૂપ છે

આ મંદિરના પુજારીજી બતાવે છે કે ભગવાન ત્રિનેત્ર ગણેશજીનો શ્રુંગાર પણ વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે. ભગવાન ગણેશજીનો શ્રુંગાર સામાન્ય દિવસોમાં ચાંદીના વરખથી કરવામાં આવે છે પણ ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીનો શ્રુંગાર સુવર્ણ વરખથી થાય છે. આ વરખ મુંબઈથી મંગાવાય છે. કેટલાંય કલાકો સુધી વિધિ -વિધાનથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે !!!! પ્રતિદિન મંદિરમાં પુજારી દ્વારા વિધિવત પુજા કરવામાં આવે છે. ભગવાન ત્રિનેત્ર ગણેશજીની પ્રતિદિન પાંચ આરતીઓ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીએ અહીંયા ભવ્ય મેલો ભરાય છે !!!!

મંદિરની દૂરી  ————-

સવાઈ માધોપુર જિલ્લા મુખ્યાલયથી ૧૩ કિલોમીટર દૂર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વિશ્વ વિરાસતમાં શામિલ રણથંભોર દુર્ગમાં ભગવાન ત્રિનેત્ર ગણેશનું ઐતિહાસિક મહત્વવાળું પ્રાચીન મંદિર સ્થિત છે !!! આ મંદિરમાં જવા માટે લગભગ ૧૫૭૯ ફૂટ ઊંચાઈ પર ભગવાન ગણેશનાં દર્શન હેતુ જવું પડે છે. ભાદ્રપદ શુક્લની ચતુર્થીએ ભક્તોની ભીડવાલા રણથંભોર ની અરવલ્લી અને વિંધ્યાચલની પહાડીઓ ગજાનનનાં જયકારોથી ગુંજાયમાન રહે છે. ભગવાન ત્રિનેત્ર ગણેશની પરિક્રમા ૭ કિલોમીટર જેટલી છે

ગણેશ મંદિરમાં આરતી પૂજા  ——–

ભગવાન ગણેશજીના મંદિરમાં પુજારી દ્વારા વિધિવત પૂજા કરવામાં આવે છે. આમાં પુરાણોકત એવં વેદોક્ત એમ બંને પ્રકારનાં મંત્રોને શામિલ કરવામાં આવ્યાં છે. ભગવાન ત્રિનેત્ર ગણેશની પ્રતિદિન પાંચ આરતીઓ કરવામાં આવે છે. પહેલી આરતી પ્રાત: ૭ .૩૦ વાગે. બીજી આરતી પ્રાત ૯ .૦૦ વાગે. આ આરતીને ભગવાન ગણેશની શ્રુંગાર આરતી કહેવામાં આવે છે. ત્રીજી આરતી બપોરે ૧૨.૦૦ વાગે. આ ભગવાનની ભોગ આરતી કહેવાય છે. ચોથી આરતી સંધ્યા સમયની પ્રાર્થના પછી થતી આરતી છે. પંચમી અને અંતિમ આરતી રાત્રે ૮.૦૦ વાગે થાય છે. જેને ભગવાન ગણપતિની શયન આરતી કહે છે. ભાદ્રપદ શુક્લની ગણેશ ચતુર્થી એ ત્રિનેત્ર ગણેશજીની આરતી અને અભિષેકનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સવારે ૪.૦૦ વાગે ભગવાન ગણપતિની મંગલા આરતીનો અભિષેક કરવામાં આવે છે. સાડા સાતવાગે આરતી ૯ વાગે અભિષેક અને શ્રુંગાર આરતી બપોરે ૧૨ વાગે ભગવાન ગણેશનાં જન્મોત્સવની વિશેષ ઝાંખી અને મહા આરતી અને પ્રસાદ વિતરણ, સાંજે આરતી અને રાત્રે ભગવાનનાં દરબારમાં રાત્રિ જાગરણ થાય છે.

ફૂલોની માળા ——-

ત્રિનેત્ર ગણેશનાં જન્મ ઝાંખી પર ગુલાબ, મોગરા અને અન્ય ફૂલો એમની શોભા વધારે છે. સાથે જ સોપારીના ફૂલોની  માળા પણ ભગવાન શ્રી ગણેશજીને પહેરાવવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજી માટે આ માળાઓમાં લાગેલાં ફૂલ મુંબઈથી મંગાવવામાં આવે છે

ગણેશ ચતુર્થી એ વહેલી સવારથી તે છેક મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડ લગભગ ૨૦ થી ૨૫ કિલોમીટર લાંબી લાઈનો લાગેલી હોય છે. આટલી મોટી લાંબી લાઈનો બીજે ક્યાંય જોવાં મળતી નથી. જેની નોધ “ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે ” પણ લીધી છે. ક્યાય કોઈ કચકચ નહીં ,ક્યાય કોઈ ધક્કામુક્કી નહીં. માત્ર ભગવાન શ્રી ગણેશજી પ્રત્યેની આસ્થા જ આમાં કારણભૂત છે. રણથંભોર નેશનલ પાર્ક માં રણથંભોરનો કિલ્લો અને એને એ કિલ્લામાં છેક છેવાડે આ મંદિર. આવો ત્રિવેણી સમન્વય તો ભાગ્યે જ ક્યાંક જોવાં મળે !! સુંદર જગ્યાએ અદ્ભુત દર્શનનો લ્હાવો ક્યારેય ના ચૂકાય  હો કે !!!

—ॐ ગણેશાય નમ:  —

ખુબજ શ્રદ્ધા પૂર્વક નમન શ્રી ત્રિનેત્ર ગણેશજી ભગવાનને !!!!

——– જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!