વિશ્વને માપન પદ્ધતિનું જ્ઞાન ભારતમાંથી પ્રાપ્ત થયું છે. આપણે બધા જાણીએ છીએ કે સિંધુ ખીણમાંથી વિવિધ કદના સપાટ અને ચોરસ પથ્થરો મળે છે. આ માપન પદ્ધતિ વિશે થોડી વધુ માહિતી મેળવી લઈએ.
આજે બજારમાં દરરોજ નવા વજનના સાધનો જોવા મળે છે. તાકડી, કાંટા, ત્રાજવા, તુલા… પલ્લાવાળા ત્રાજવાથી લઈને કમાનીદાર અને હવે ઇલેક્ટ્રોનિક વજન કાંટાઓ બજારમાં આવ્યા છે. જો કે, પરંપરાગત તુલા ફક્ત શાકભાજી વેચનારાઓ પાસે જ જોવા મળે છે, જ્યાં આજે પણ વજનીયાઓનો ઉપયોગ થાય છે, કદાચ પથ્થરના વજનીયા આજે પણ જોવાં મળતાં હશે !
ચાણક્યએ તુલાનું વર્ણન કર્યું છે, તુલાદાનનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે. તુલા પુરુષના દાનની વિગતો પણ શિલાલેખોમાં જોવા મળે છે. મા તુલજા ભવાનીને પણ દર્શાવવામાં આવી છે. ક્ષેમેન્દ્રએ તુલાનો પ્રયોગ અને તેના વજનીયાના ઉપયોગ વિશે જે માહિતી આપી છે તે આજે પણ જીવંત લાગે છે.
તોલ પદ્ધતિ આમ તો સોળ પ્રકારની છે પણ એકમાં કૈંક ગોટાળો થઈ ગયો છે. કદાચ પરુષવાત ધૃતચૂર્ણા આ બે નામો જુદાં હશે અથવા કોઈ પદ્ધતિ રહી ગઈ હશે. જે ૧૫ નામો છે તે આ પ્રમાણે છેઃ ————-
(૧) વક્રમુખી – (વાંકા કાંટાવાળી)
(૨) વિષમપુટા – (ઊંચી નીચી)
(૩) સુશિર તલા – (પળોમાં છેદવાળી)
(૪) ન્યસ્ત પારદા – (પારાથી ભરેલી)
(૫) મૃદ્વી – (મુલાયમ પથ્થરોથી બનેલી)
(૬) પક્ષકટા – (બગલ કટી)
(૭) ગ્રંથિમતિ – (ગાંઠ પડેલી દોરીવાળી)
(૮) બહુગુણા – (બહુ જ વધારે દોરીઓવાળી)
(૯) પૂરોનમ્રા – (આગળની તરફ વધારે ઝુકેલી)
(૧૦) વાતભ્રાંતા – ( હવાથી ડગમગાતી)
(૧૧) તન્વી – (હલકીફુલકી)
(૧૨) ગુર્વી – (ભારે)
(૧૩) પરુષવાત ધૃતચૂર્ણા ( તેજ હવામાં ધૂળ જમા કરવાંવાળી)
(૧૪) નિર્જીવા
(૧૫) સજીવા
છે ને બાકી તુલાના અજીબોગરીબ પ્રકાર !, પણ આના પર કોઈને સહજ જ વિશ્વાસ બેસી શકે ! કારણકે આના ઘણાં પ્રકાર હોઈ શકે છે જે વિશે આપણને કશી ગાતાગમ નથી. આપણે ત્યાં રોડા અને કાંટા જેવા ઘણાં શબ્દો પણ પ્રચલિત થયાં છે. જેનો પણ અમલ વિશેષ પ્રમાણમાં થાય છે.
“काली घणी कुरूप, कस्तूरी कांटा तुले।
सक्कर घणी सरूप, रोडा तुलै राजिया।।’
અરે હા…..,આ વજનીયા કે ત્રાજવાની નીચે કેવી રીતે – સોપ્સનેહ (ચીકણા લીસા વજનિયા), સ્વચ્છ (ચીપ ચીપા), સિકથક મુદ્રા: (મીણ લગાવવાથી વજન વધારવામાં આવે છે), બાલુકા પ્રાય (રેતી લગાવવામાં આવે છે). સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ સુધી આ ત્રાજવા અને વજનીયાનો ઈતિહાસ રસપ્રદ રહ્યો છે. ફરી ક્યારેક પાછો ઝલકીશ આ વજનીયાઓના મૂલ્યના પુરાવા વિશે….
આશા છે કે આ માહિતી આપને ગમી હશે !
હા એક વાત તો રહી જ ગઈ કે વાત જો શિલ્પસ્થાપત્યની કરતાં હોઈએ તો એનું પણ એક મસ્ત નજરાણું તમે જાતે જ જોઈલો.
!! જય હો સનાતન ધર્મકી !!
————— જનમેજય અધ્વર્યું