ગુજરાતનાં અભયારણ્યો: નયનરમ્ય થોળ પક્ષી અભયારણ્ય

ભારતમાં આમેય પક્ષીઅભયારણ્યો બહુજ જૂજ છે, એમાં પણ ગુજરાતમાં તો આમ જોવાં જઈએ તો ૩ છે. કચ્છમાં આવેલું પક્ષી અભયારણ્ય એ માત્ર ફ્લેમિન્ગો માટે જ જાણીતું છે. હવે બાકી રહ્યાં ૨
[૧] નળ સરોવર
અને
[૨] થોળ પક્ષી અભયારણ્ય, ખૂબીની વાત તો એ છે કે આ બંને પક્ષી અભયારણ્યો અમદાવાદની નજીક જ છે !!!!

આ બંને પક્ષી અભયારણ્યોમાં શિયાળામાં દેશ -વિદેશનાં પક્ષીઓ ઉમટી પડે છે. એક બાજુ નળ સરોવર કે જે ઘાસની વિવિધ જાતોથી અને છીછરાંપાણીથી પક્ષીઓનું સ્વર્ગ બન્યું છે, તો બીજી બાજુ થોળ એને ઝાડીઓ, ઊંડા પાણીનું સરોવર આજુબાજુ ઊંચા ઝાડો અને વછે આવેલાં બેટને કારણે માત્ર પક્ષીઓ નું જ સ્વર્ગ નહી, પણ અબાલ વૃધ્ધોનાં એકદિવસીય પિકનિકનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ અને એની બાજુથી લોકો સવારથી લોકો જમવાનું લઈને ત્યાં પહોંચી જાય છે અને પક્ષીઓનો આ અદભૂત ખજાનો અને નજારો નિહાળે છે !!!

થોળની વિશેષતા એના સુકા ઝાડો જે કુદરતની કરામત છે અને જે અડધાં પાણીમાં ઊગેલાં અને ઉભેલાં છે એ છે.  આની ડાળીઓ પર પક્ષીઓ તો માળા બાંધે જ છે,  પણ યુવાન વર્ગ એમનાગ્રુપ સાથે એના પર બેસીને ઝૂલીને આનંદ કિલ્લોલ કરતાં ફોટો પડાવે છે એ છે. આ વનરાજી માણસને રાજીનો રેડ કરી દેવા માટે પુરતી છે. અહિયા કાંપમાં ચાલવાની મજા અને આજુબાજુનાં ઝાડો તમને ઘેઘુર જંગલોની યાદ અપાવ્યાં વિના રહેતા નથી.

બીજી વિશેષતા એની કેદીઓ અને થોળની આજુબાજુ જુના અને નવાં બાંધેલાં વ્યુ પોઈન્ટસ છે. ત્યાં બેસીને જુના સંસ્મરણો વાગોળતાં – વાગોળતાં પક્ષીઓનું આ સ્વર્ગ આત્મસાત અને એનું અલૌકિક દર્શન કરી શકાય છે. આ કેડીઓ પરથી સરોવરની નજીક કાંટાળી વાડોથી આચ્છાદિત ઝાડઝાંખરામાંથી પસાર થઈને તળાવ અને પક્ષીઓની મજા માણી શકાય છે !!! અહીં બોટિંગની વ્યવસ્થા નથી એટલે પક્ષીઓને કોઈ હાની પહોંચતી નથી. તેઓ પોતાની જાતને સેફ અને સિક્યોર મહેસૂસ કરે છે. કહો કે એમને અહીં પુરતી આઝાદી મળે છે !!! આ સ્થળ માનવા માટે તો એનું વ્યક્તિગત વિહંગાવલોક્ન અને પ્રત્યક્ષ જ નિરીક્ષણ કરવું પડે !!!

થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલો સંરક્ષિત વિસ્તાર છે, જેને વિશેષત: પક્ષીઓ માટેના અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

થોળ અમદાવાદ શહેરની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે ૪૦ કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. એની ગોદમાં વસી છે પ્રકૃતિની એક સુંદર તસ્વીર એટલે કે “થોળ તળાવ પક્ષી અભ્યારણ્ય.” ૧૯૧૨માં બનેલું આ તળાવ લગભગ ૭ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલાં ગાઢ જંગલો ફેલાયેલાં છે. વળી, છીછરું તળાવ હોવાને લીધે પ્રવાસી પંખીઓ માટે આ આદર્શ સ્થળ બન્યું છે.

૧૯૮૮માં `વન્યજીવ સંરક્ષણ`ના કાયદા હેઠળ આ સ્થળને `અભ્યારણ્ય`નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.

‘ગ્રેટ વ્હાઈટ પેલિકન્સ’, ‘ફ્લેમિંગોસ’, ‘વૉટરફાઉલ’, ‘મૅલડર્સ’ અને અનેકોની સંખ્યામાં ‘ગ્રેય્લેગ ગીસ’, ‘સારસ ક્રેન્સ’, ‘ફ્લિકૅચર’ અથવા ‘અઉરશિયાં કર્લૂજ’ અને અનેક દુર્લભ અથવા તો વિલુપ્ત થવા જઈ રહેલાં પક્ષીઓ પણ અહીં નજરે ચઢે છે.

થોળની મુલાકાત લેવા માટે નવેમ્બરથી માર્ચ સુધીનો સમયગાળો સૌથી ઉત્તમ છે. આ જગ્યાનો ખરો આનંદ મેળવવા અને આગંતુક પંખીઓના દર્શનનો લ્હાવો લેવા માટે અહીં પરોઢ થતા પહેલાં પહોંચી જવું વધુ યોગ્ય છે. કારણ કે સૂર્યોદય પછી ખોરાકની ખોજમાં આ પક્ષીઓ ઊંચે આકાશમાં ઊડી જતાં હોય છે. ન કોઈ ઘોંઘાટ, ન પ્રદૂષણ અને ચારે તરફ ફક્ત ખુલ્લા ખેતરો, પ્રાકૃતિક વાતાવરણ અને ઠંડા પવનની લહેરો.

તળાવની ચારે તરફ ઊંચી માટીની દિવાલો બંધાયેલી હતી. પરંતુ ત્યાં ઢાળ હોવાને લીધે કેટલીક જગ્યાએથી સરકીને નીચે તળાવ તરફ જઈ શકાતું હતું. તળાવથી થોડે દૂર બેસવાની સુવિધા પણ હતી, જેથી થાકેલા લોકો ત્યાં છાંયડામાં વિશ્રામ કરી શકે અને દૂરથી ઊડતા પક્ષીઓ અને તળાવના સૌંદર્યને માણી શકે.

પરોઢની લાલિમા અને તેમાં ઝળહળતાં આસપાસની હરિયાળીના સુંદર દશ્યોથી અમારી શિથિલ જીવનશૈલીને અમે ઊર્જાવાન કરી શકીએ. પ્રકૃતિની આ ભેટ હકીકતે માણસો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે અને એ પ્રેરણાને મેં નીચેની કેટલીક પંક્તિઓમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે :

धर्म ना कोई मेरा,
ना कोई है डेरा
प्रेम और अमन की छाँव जहाँ पर,
वही बसेरा मेरा

आज़ादी ही शान है मेरी,
उसी में बसी जान है मेरी,
जकड़ों ना ज़ंजीरो में यूँ मुझे,
छीनो ना मुझसे अस्तित्व मेरा

सरहदें ना मेरी कोई
ना किसी से बैर मेरा
मैं हूँ दूत अहिंसा के पथ का
“अमन की आशा” ही संदेश है मेरा

થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.. જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે. આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.

તળાવની સંગ્રહ ક્ષમતા ૮૪૦ લાખ ક્યુબિક મીટર ‍‍(૩ x ૧૦૯ ક્યુબિક ફીટ) છે. તેનો પાણી વિસ્તાર ૬૯૯ હેક્ટર (૧,૭૩૦ એકર) છે

થોળ તળાવ સાત ગામને અડીને આવેલું તળાવ છે
૧     અધાણા
૨     જેઠલજ
૩     ભીમાસણ
૪     કરોલી
૫     હાજીપુર
૬     થોળ (તા. કડી)
૭     સેડફા

લગભગ ૧૧ દાયકા અગાઉ ૧૯૧૨ માં ગાયકવાડ સરકારે ખોદાવેલું આ ૭ ચો. કિલોમીટરનું વિશાળ થોળ સરોવર હમણાંથી નળ સરોવર જેટલુંજ લોકપ્રિય બન્યું છે. કારણ એટલું જ અમદાવાદ થી સાવ જ નજીક કહી શકાય તેટલા , એટલે કે ૨૫ કિ.મીટર આવેલા થોળ સરોવર પર આ યાયાવર પક્ષીઓએ પોતાની પસંદગી ઉતારી છે. તળાવની ફરતે એકદમ નૈસર્ગિક વાતાવરણ જ રાખવામાં આવ્યું છે.

આવા પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે અસંખ્ય યાયાવર પક્ષીઓના ઝુંડ ને મહાલતા જોવાનો લ્હાવો કયારેય ના ચૂકાય. અત્યંત ઠંડા પ્રદેશોમાં હિમ પ્રપાતથી બચવા અને સલામત રીતે પ્રજનન માટે આવતા પક્ષીઓમાં અહીં ગ્રે લેગ ગુઝ, પેલિકન(બતક જેવું મોટું પક્ષી), ફ્લેમિંગો (સુરખાબ ), શોવેલોર (પાવડા જેવી ચાંચવાળું રંગીન બતક), સ્પોટ બિલ્ડ ડક(બતક), કોમન પોચાર્ડ, નર્વલ હેરન (બગલો), કોર્મરન્ટ (ઍક જાતનું નાનકડું પણ ખાઉધરું દરિયાઇ પક્ષી), યુરોઝિન (યુરોપિયન અને એશિયન કોમ્બીનેશનનુ સ્પુન બીલ, યુરેઝન માર્શ હેરિઅર (બાજ ની એક જાત) સારસ ક્રેન (બગલો) જેવા અનેક પક્ષીઓને સરોવરની વચ્ચે ઝુંડના ઝુંડમાં જોવાં મળશે. આવો લ્હાવો અને આવો અનુભવ હંમેશા જિંદગીભર યાદ રહે છે .

થોળ ઘાટ પર આવતા પક્ષીઓ માટે સૌથી સલામતી એ છે કે અહીં સહેલાણીઓ માટે બોટીંગ ની વ્યવસ્થા નથી. સહેલાણીઓ માટેની મઝા પક્ષીઓ માટે સજા બની જાય પણ આ બાબતે સલામત પક્ષીઓ અહીં નિરાંત મા પોતાની ફુરસદ માણી શકે છે. ક્રેન્સ જેવા પક્ષીઓ તળાવ અને તળાવની આસપાસના ખેતરોમાં પોતાનો ખોરાક મેળવી લે છે. કેટલાક સાવ સપાટી ઉપરમાં ઉડીને પસાર થઇ જતા લાગે પણ હકીકતમાં સપાટી પરથી જ પોતાનો ખોરાક મેળવી લે તો પોચાર્ડ જેવાબતક પાણીમાં ડૂબકી મારીને બહારઆવે ત્યારે પોતાના ખોરાકની તજવીજ કરી લીધી હોય. કેટલાક બગ ભગત ધ્યાનસ્થ સ્થિતિમાં ઉભા હોય અને તક મળે તક સાધુની માફક ચીલ ઝડપે પોતાના ઉદરની ક્ષુધાને સંતોષવાની ગોઠવણ સાધી લીધી હોય. જુદા જુદા પક્ષીઓ ની ખોરાક મેળવવાની તેમજ ઉડ્ડયનની વિવિધતા જોવાની મઝા તોજ આવે જ્યારે આપણે પણ પુરતી ફુરસદનો અને શાંતિનો સમય લઈને ગયા હોય.

આજુબાજુ ટેકરીઓ અને એના પર પગ દંડીઅને બાંકડાઓ તથા વોચ ટાવર એમાં ફરવાની અને પક્ષીઓ નિહાળવાની મઝાકંઈ ઓર જ છે. તળાવમાં ઉભેલા કેટલાંક કલાકૃતિઓ જેવાં ઝાડો પર ફોટા પાડવાની પણ એ મજા છે. આ જોતા તમને ભરતપુરની પ્રખ્યાત બર્ડ સેન્ચુરીની યાદ અવશ્ય આવી જાય. નીચે ફરતાં બળદગાડાંઓ અને ટેકટરો તમને ગ્રામ્ય જીવનની ઝાંખી અવશ્ય કરાવે છે

પણ સાથે સાથે એક વાત એટલી જ કઠતી હતી કે હજુ આપણી સરકાર આવી સુંદર જગ્યાની રમણીયતા સાચવા માટે જોઇએ તેટલી કાળજી કે સતર્કતા રાખવામાં અસફળ રહી છે. સાથે થોડો ઘણો વાંક આપણી પબ્લીક નો પણ છે. ઘરમાં ચોખ્ખઈનો આગ્રહ રાખનાર આપણા જ લોકો આવી સાવર્જનીક જગ્યાને સાફ સુથરી રાખવા પોતાની જવાબદારીમાં ઉણા જ ઉતરે છે. પર્યાવરણની જાણવણીની જવાબદારી સૌની છે. આ વાત આપણે સૌએ સમજી લેવાની જરૂર છે

પણ ક્યાંય કશે નાસ્તો ચા કે ઠંડાપીણાની વ્યવસ્થા નથી . પીવાના પાણીની પણ સગવડ પુરતી નથી. રહેવાની તો કોઇજ વ્યવસ્થા નથી. થોડોક સમય આરામ ફરમાવવો હોય તો પણ કોઈજ વ્યવસ્થા નથી. લાગે છે કે સરકારને આમાં કોઈ જ રસ જ નથી. હોતી હૈ ચાલતી હૈ એવી જ નીતિ અપનાવી છે. આ સ્થળમાં ભલે કોઈ સારી વ્યવસ્થા ના હોય પણ મારાં સહિત અનેક મુલાકાતીઓ વર્ષમાં એકવાર તો આની મુલાકાત અવશ્ય જ લે છે !!! તમે પણ લેજો …..
મજા જ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી !!!

———- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!