હિન્દુ સંસ્કૃતિની અડિખમ ધરોહર – ચાર મઠ

? ચાર મઠ –

? જ્યારે જ્યારે હિંદુ સંસ્કૃતિની યશગાથા ગવાશે ત્યારે ત્યારે જગતગુરૂ “આદિ શંકરાચાર્ય”નું નામ હંમેશા ટોચ પર રહેશે.ધર્મ અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને ધર્મને પ્રખર બનાવવા માટે આદિ શંકરાચાર્યજીએ જે કર્યું છે એ કદિ કોઇ કલ્પી પણ ન શકે….!સાવ નાની ઉંમરમાંથી એણે ભારતીય સંસ્કૃતિની સકલ ફેરવવાનું જે કાર્ય ઉપાડ્યું હતું તે ખરેખર “ના ભુતો,ના ભવિષ્યતી” જેવું હતું.

? આદિ શંકરાચાર્યએ હિન્દુ સંસ્કૃતિની ગુરૂ-શિષ્ય પરંપરાના આધારસ્તંભ જેવા ચાર મઠોનું ભારતખંડની ચારે દિશામાં નિર્માણ કરાવ્યું.આ ચાર મઠો દ્વારા ભારતીય સંસ્કૃતિના ગૃહસ્થ અને સંન્યાસી ધર્મના પાયાના સિધ્ધાંતો નખાયા છે.અહિં શિષ્યો અભ્યાસ કરતા અને ગુરૂઓ તેમને વેદ-વેદાંત અને વિવિધ શાસ્ત્રાભ્યાસ શિખવતા.મુખ્ય સંતરૂપી ગુરૂ મઠાધિપતિ ગણાતા.જેઓ “શંકરાચાર્ય” તરીકે ઓળખાતા.અને શંકરાચાર્યજી શરૂઆતમાં પોતે જ પ્રથમ મઠાધિપતિઓની નિયુક્તિ કરી હતી.કહેવાય છે કે,ગુરૂ તરીકે એ જ વ્યક્તિ સ્વીકાર્ય ગણાતા જે મઠમાં ગુરૂ હોય.વળી,આ મઠોમાં જ ધર્મહિતના નવા સિધ્ધાંતો રચાતા.આમ,મઠો માત્ર શાસ્ત્રાભ્યાસ માટે નિમિત્ત ન બનતા સેવા,સહાય જેવા સમાજજીવનના વિવિધ ક્ષેત્રો પર પણ ખેડાણ થતું.જે વ્યક્તિ મઠમાં આવી સંન્યાસ લે એ “દસનામી સંપ્રદાય”માંથી ગમે તે એક પધ્ધતિની સાધના કરે છે.

? આદિ શંકરાચાર્યએ ભારતવર્ષમાં સ્થાપેલ આ ચાર મઠો નીચે પ્રમાણે છે જે આજેય અડિખમ રીતે ધર્મધજા લહેરાવે છે –

૧.શ્રૃંગેરી મઠ
૨.ગોવર્ધન મઠ
૩.શારદા મઠ
૪.જ્યોતિર્મઠ

? ૧.શ્રૃંગેરી મઠ અથવા શ્રૃંગેરી પીઠ :

– આ મઠ દક્ષિણમાં રામેશ્વરમ્માં આવેલ છે.અહિં દીક્ષા લેતા સંન્યાસીના નામ આગળ સરસ્વતી,ભારતી અથવા પુરી સંપ્રદાયનું નામ વિશેષણ લગાડવામાં આવે છે.અર્થાત્ દસનામી સંપ્રદાયના આ ત્રણ સંપ્રદાય પૈકી કોઇ પણ એકનું તે અનુસરણ કરે છે.અને ત્યારબાદ વ્યક્તિ એ નામધારી સંપ્રદાયનો અનુયાયી બને છે.

– શ્રૃંગેરી મઠનું મહાવાક્ય “अहम् ब्रह्मास्मि” છે.

– આ મઠ અંતર્ગત “યજુર્વેદ”ને રાખવામાં આવેલ છે.

– આ મઠના પ્રથમ આચાર્ય સુરેશ્વરજી હતાં.

શ્રૃંગેરી મઠ

? ૨.ગોવર્ધન મઠ અથવા ગોવર્ધન પીઠ :

– ગોવર્ધન ભારતના પૂર્વ ભાગમાં ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરીમાં આવેલ છે.

– આ મઠમાં દિક્ષા લેતાં સંન્યાસીની પાછળ “આરણ્ય” સંપ્રદાયનું નામ લગાડાય છે.

– “प्रज्ञानम् ब्रह्म” આ મઠનું મહાવાક્ય છે.અને આ મઠ અંતર્ગત “ગવેદ”ને રાખવામાં આવેલ છે.

– આદિ શંકરાચાર્યના પ્રથમ શિષ્ય “પદ્મપાદ” આ મઠના પ્રથમ મઠાધિપતિ બન્યા.

ગોવર્ધન મઠ 

? ૩.શારદા મઠ અથવા શારદાપીઠ –

– શારદા [ કાલિકા ] મઠ ગુજરાતના દ્વારિકામાં આવેલો છે.અહિં દીક્ષા લેનાર સંન્યાસીઓના નામ પાછળ “તીર્થ” અને “આશ્રમ” સંપ્રદાયના વિશેષણનામ લાગે છે.

– “तत्वमसि” આ મઠનું મહાવાક્ય છે.અને મઠ અંતર્ગત “સામવેદ” મુખ્ય છે.

– હસ્તમલક અહિંના પ્રથમ મઠાધિશ હતાં.જે આદિ શંકરાચાર્યજીના ચાર મુખ્ય શિષ્યોમાંના એક હતાં.

– અત્યારે પરમ વંદનીય સ્વામી સ્વરૂપાનંદજી શારદાપીઠના ૭૯માં મઠાધિશ છે.

શારદાપીઠ

? ૪.જ્યોતિર્મઠ અથવા જ્યોતિર્પીઠ –

– આ મઠ ઉત્તરાખંડના બદ્રિનાથમાં સ્થિત છે.જેમાં દીક્ષા લેનાર સંન્યાસીના નામ પાછળ “પર્વત”,”ગિરી” અથવા “સાગર” સંપ્રદાયનું નામ લગાડાય છે.અને બાદમાં તે એ સંપ્રદાયના અનુયાયી કહેવાય છે.

– “अयमात्मा ब्रह्म” આ મઠનું મહાવાક્ય છે અને અહિં “અથર્વવેદ” મુખ્ય છે.

– આચાર્ય તોટક અહિંના પ્રથમ મઠાધિપતિ હતાં.

જ્યોતિર્મઠ

? હિન્દુ ધર્મમાં આ મઠો જ ગુરૂ-શિષ્ય પરંપરાના મુળભુત ઘટકો છે અને તેના દ્વારા માન્ય ગુરૂઓને જ ગુરૂ તરીકે સ્વીકારવા એ નિયમ છે.ધર્મને આળસ મરડીને બેઠો કરનાર આદિ શંકરાચાર્ય તેમના આવા મહાન કાર્યો દ્વારા કદી નહિ ભુલાય….!

– Kaushal Barad.

error: Content is protected !!