✍ ઐતિહાસિક સિમલા કરારની પૂર્વભૂમિકા ✍

બે દેશોનાં જન્મમાંથી અનેક મુશ્કેલીઓ -વિડંબણાઓ – સરહદીય પ્રશ્નો ઊભાં થતાં જ હોય છે. મહત્વ આનું ધીમે ધીમે ઘટે છે પણ એમાંથી જ જન્મતી હોય છે લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ આને જ મહત્વ આપે છે અમુક રાજકારણીઓ. એમાં પછી ભારત હોય કે પછી પાકિસ્તાન હોય કોઈજ બાકાત રહેતું રહેતું નથી જ !!! ભારતની વસ્તી તો સન ૧૯૪૭માં પણ વધારે જ હતી અને પાકિસ્તાનની વસ્તી ઘણી ઓછી.

આજે ભારતની વસ્તી વધતી જ ગઈ છે એમાં કોઈ એક ધર્મ કે કોઈ એક કોમ જવાબદાર છે એવું છાતી ઠોકીને કહેવું ગેરવ્યાજબી જ ગણાય. આ દેશોનાં જન્મ વખતે કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી જેનો લાભ ભારત અને પાકિસ્તાન બંનેએ ઉઠાવ્યો ભરપુર. ભારતીયો સહિષ્ણુ રહ્યાં પણ પાકિસ્તાને જન્મ આપ્યો અસહિષ્ણુતાને !!! જે સન ૧૯૪૭થી આપણા સત્તાધારી રાજકારણીઓ અત્યાર સુધી પોષતાં રહ્યાં છે. વિભાજન જ્યાં વસ્ત્તી જેમાં અમુક જ કોમ વસતી હોય તેનું જ કરાય કોઈ વસ્તી જ ના હોય જે સુંદરતાનો અદ્ભુત નમુનો હોય એવાં સ્થળોનો ના કરાય !!!

આ બાબત ભારતનાં વિભાજન વખતે યાદ રાખવાં જેવી હતી. જેમાં કાશ્મીરના સૌન્દર્ય સ્થાનોનો સમાવેશ થાય છે. જેને લીધે જ કાશ્મીર એ “પૃથ્વી પરનું સ્વર્ગ” ગણાય છે અને વિકસાવવાને બદલે ભારતે માત્ર ભારતે ભારતે પોષ્યો છે કોમવાદ અને આતંકવાદ !!! અંગ્રેજોની તો આ જ મેલી મુરાદ હતી જેમાં તેઓ ૧૦૦ % સફળ રહ્યાં છે. આમ તો અંગ્રેજોએ પણ ભારતમાં કેટલુંક ઘણું સારું કામ કર્યું છે પણ તેઓનું આ કાર્ય એમની નીતિઓને કારણે નજરઅંદાજ થઇ ગયું !!!

“ભાગલા પાડો અને રાજ કરો” એવી જે લોર્ડ ડેલહાઉસી નીતિ હતી તેની શરૂઆત ત્યાર પછીનાં અંગ્રેજ ગવર્નરોએ કરી પણ તેનો ફાયદો ઉઠાવવામાં કોઈ કમી નહોતી રાખી. પરંતુ એનો જો કોઈએ ભરપુર ફાયદો ઉઠાવ્યો હોય તો આઝાદી સમયના સત્તાધીશ પક્ષ જેણે બહુ લાંબા સમયગાળા સુધી ભારત પર રાજ્ય કર્યું અને હજી પણ તેઓ અમુક કમની જ ચાપલુસી કર્યા કરે છે. એમને જ બધો ફાયદો અપાવ્યા કરે છે અને એજ પક્ષ એનો હામી છે. આજ પક્ષની હમ્દાર્દીને કારણે જ પાકિસ્તાન બેરોકટોક ભારતમાં ઘુસી જઈને આતંકવાદને વકરાવે છે. એની હમદર્દી શાને કારણે છે એ તો આજે જગજાહેર થઇ ગયું છે.

આ બધું તો ઠીક છે પણ ભારતના ભાગલા વખતે આવું જ બનશે અને બંને દેશોનાં આંતરિક સંબધો બગડશે એની એમને ખબર હતી પણ આપણા લોકો જ એમની વાતોમાં આવી ગયા કેમ ? ગાંધીજીનો અહિંસા શબ્દ અંગ્રેજોને ખટકતો જ હતો એને તો કોઈપણ રીતે ભારતમાં હિંસાજ ફેલાવવી હતી અને દમનનો જ સહારો લેવો હતો. આ જ એમણે કર્યું સીધી રીતે નહીં તો આડકતરિક રીતે !! એમના ૨૦૦ વરસના શાસન દરમિયાન એમણે જોયું કે ભારતમાં અનેક નાનાં નાના રજવાડાઓ છે. અનેક ધર્મોની પ્રજા છે અનેકો બોલીઓ અને ભાષા છે પણ તે એક સમય હતો રાષ્ટ્રવાદનો એટલે બધાં એક થઇ ગયાં હતાં. આ રાષ્ટ્રવાદને જ એમને કોમવાદમાં પરિવર્તિત કર્યો અને જતાં જતાં આ ભાગલાનું અડપલું કરતાં ગયાં !!!

એમનાથી તો કહેતા કહેવાઈ ગયું કે ભારતમાં મુસ્લિમ પ્રજાનું જો બાહુલ્ય લાગતું હોય તો એમને એક અલગ દેશ આપી દો એટલે પત્યું !!! આ વાત આમ તો કોઈ પણ રીતે ખોટી નહોતી. એમને આજ માટે તો મુસ્લિમોને સવલતો આપીને તૈયાર કર્યા હતાં હિંદુવાદની વિરુદ્ધ. એમાંથી પેદાં થયાં વીર સાવરકર અને એમાંથી જ જન્મ્યું ચુસ્ત હિન્દુત્વવાદી સંગઠન આર એસ એસ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ !!!

આ સંઘની સફળતા એ હતી અને આજે પણ છે એ કે તેણે ભારતનાં લોકોને જાગૃત કર્યા અને એક કર્યા. આ સંઘની અપ્રતિમ સફળતા હતી બીજું એ એકે અને ભારતીય હિન્દુઓને કનડગત કરતાં નહીં પણ એક શિસ્તબદ્ધ લડાઈ અને લોકોને મદદ કરવાની તાલીમ આપી. આ સંઘની અપાર સફળતા હતી અને આજે પણ છે. એ સંઘથી કોઈપણ સત્તાધીશો ડરે એ સ્વાભાવિક જ હતું !!! આ સંઘથી આમ તો બ્રિટન ડરતું હતું પણ સેફટી ફર્સ્ટ એ ન્યાયે એમને આમાં ફાટફૂટ પડે એવો રસ્તો અખત્યાર કર્યો અને એનું અમલીકરણ પણ કર્યું. અમલીકરણ તેઓ પોતાના શાસન દરમિયાન તો કરી શકે એમ નહોતાં કારણકે એ સમયે તો બધાં ગાંધીમય હતાં. આમેય ગાંધીજીનો કરિશ્મા જ એવો હતો કે બધાં એમની શેહમાં આવી જાય !!! એમનાથી તો અંગ્રેજો પણ ડરતાં હતાં એમનાં પર તો કશું થઇ શકે એમ હતું નહીં, પણ ગાંધીજી અહિંસામાં માનતાં હોવાથી તેઓએ એક દીવાસળી સળગાવી દીધી કે જો મુસ્લિમોને તેમનો અલગ દેશ આપી દો તો તમારું કર્યું કારવ્યું સાર્થક ગણાશે. એ પ્રજા જો ત્યાં સુખીથી રહેશે તમને પણ શાંતિથી સ્વતંત્રતા ભોગવવાનો અને સુખેથી અમનચમનથી રહેવાનો મોકો મળશે. ગાંધીજી કંઈ એમની વાતોમાં એમ આવી જાય તેમ નહોતાં તેઓ મહાન વિચારક અને દૂરંદેશી હતાં. તેઓ પણ આ વાત સારી રીતે પારખી ગયેલાં કે એમને એમનો અલગ દેશ અને એમની અલગ સ્વતંત્રતા આપવી તો પડશે જ અને એ પણ રાજીખુશીથી અને એમને એમની રીતે જીવવાનો અને પગભર થવાનો મોકો આપવો તો પડશે જ અને એ આપવો જ જોઈએ અને એ પણ કચવાતા મને નહીં રાજીખુશીથી !!!

પણ બે માણસો અંગ્રેજોની આ વાતથી બહુ ખુશ હતાં ——— જવાહરલાલ નેહરુ અને મોહમદઅલી જિન્નાહ. મોહમ્મદઅલી જિન્નાહ તો આમેય મહત્વાકાંક્ષી માણસ હતાં અને કટ્ટરવાદી મુસ્લિમ પણ.. પણ તેઓ ગાંધીજીની વિરુદ્ધ જય શકે એમ નહોતાં …..નહેરુ પણ સત્તાનાં જ ભૂખ્યા જ નીકળ્યા !!! નહેરુની સત્તાલાલસા અને મોહંમદઅલી જિન્નાહની મહત્વાકાંક્ષા પોસાઈ. મોહંમદઅલી જિન્નાહને તો એમના રસ્તામાં કોઈ આડખીલી ના નડી પણ નહેરુના રસ્તામાં અનેક કાંટાઓ હતાં જેનો હલ ગાંધીજી જ લાવી શકે એમ હતાં. એટલે એમણે ગાંધીજી પાસે ધા નાંખી કે જો તમે મને ભારતના પ્રધાનમંત્રી બનવાની છૂટ આપો તો હું આ પ્રશ્નમાં ભારતને કોઈ મુશ્કેલી નહિ પડવા દઉં. ભારત પણ પગભર થશે અને અને પાકિસ્તાન પણ. ગાંધીજી નહેરને અહેસાનવશ થઇ ગયાં અને તેમને નહેરુને પ્રધાનમંત્રી બનવાની છૂટ આપી દીધી. પણ આ બધામાં કાશ્મીર તો ભુલાઈ જ ગયું હતું જેને વિષે જ્ઞાત ખાલી સરદાર વલ્લભભાઈ પટેલ જ હતાં

આ પ્રશ્ન ભારતને નડશે એવી એમને ભડક હતી જ. જો તેઓ સત્તા પર આવે તો આ પ્રશ્ન પણ હલ થાય એમ હતો એટલે જ નહેરુએ આ ચાલી પોતાનાં બંધુ શેખ અબ્દુલ્લાને પણ તેમને પ્રધાનમંત્રી બનાવવા હતાં. અરે …….ભારતનાં નહીં રે કાશ્મીરનાં !!!

નહેરુ પાકિસ્તાન સાથે કાશ્મીર પણ સ્વતંત્ર બને એમ ઇચ્છતાં હતાં. પણ એ પહેલાં અંગ્રેજોની એક ચાલ ઉંધી વળી ભારતની પ્રજા એક નહીં થાય અને પાકિસ્તાન એમને ચેનથી નહિ જીવવા દે. અંગ્રેજોએ જે પલીતો ચાંપ્યો તેમાં ભારતમાં જે મુસ્લિમોને પાકિસ્તાન જવું હોય તેની છૂટ આપો એવું મોઘમ કહ્યું હતું જેમાં એમણે મહદઅંશે થાપ ખાધી. હિંદુઓ તો કાશ્મીરની સાથે પાકિસ્તાનમાં પણ હતા તેઓ તો ભારત આવતાં રહ્યાં અને ભારતના મુસ્લિમો પાકિસ્તાન જતાં રહ્યાં, પણ ગાંધીજી જે હિંસાની વિરુદ્ધ હતાં અને તેમના મનમાં જે ડર હતો એ જ થયું. આ ભાગલા પડયા પણ પાકિસ્તાનથી જે હિંદુઓ ભારત આવતાં હતાં તેમની કત્લેઆમ શરુ થઇ તો ભારતે પણ હિંસા શરુ કરી અને ભારતથી પાકિસ્તાન જતાં મુસ્લિમોને રહેંસી નાંખ્યા. જેનું આબેહૂબ વર્ણન અને એ ઘટના કેટલી ભયાવહ હતી તેનું આબેહુબ વર્ણન વરિષ્ઠ પત્રકાર લેખક શ્રી ખુશવંત સિંહે એમનાં પુસ્તક “ટ્રેન ટુ પાકિસ્તાન “માં કર્યું છે જેનાં પર આ જ નામની ફિલ્મ પણ બની છે જે ખરેખર જોવાં લાયક જ છે !!!

નીરદ ચૌધરી જેવા તાયંત જાણીતા લેખકે પણ “પેસેજ ટુ ઇન્ડીયા”માં આજ વાત કરી છે. ભારત કરતાં એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાનને સ્વતંત્રતા મળી. એમને વહેલી સ્વતંત્રતા આપવાનું એક કારણ હતું કે મોહંમદઅલી જિન્નાહને કેન્સર હતું એટલે એમને આપણા કરતાં એક દિવસ વહેલી સ્વતંત્રતા આપવામાં આવી અને આપણને એક દિવસ પછી ૧૫મી ઓગષ્ટે જેને આપણે “અડધી રાત્રે આઝાદી” કહીએ છીએ !!! અંગ્રેજોને એમ હતું કે ભારતના નાનાં નાનાં રજવાડાઓ ક્યારેય એક નહીં થાય. ગાંધીજી એવું ઇચ્છતાં હતાં કે પાકિસ્તાન આર્થિક રીતે સધ્ધર થાય એટલે એમને આ માટે આર્થિક સહાય આપવાનું પણ નક્કી કર્યું હતું. એ માટે એમને ૫૫ કરોડ રૂપિયા પણ એકઠાં કર્યા હતાં. એ માટે જ ચુસ્ત રાષ્ટ્રવાદી નથુરામ ગોડસેને આ વાત ખટકી. એમણે ગાંધીજીની હત્યા કરવાનું નક્કી કર્યું અને કરી પણ ખરી !!! પણ એ પહેલા ગાંધીજીએ સરદાર પાસેથી વચન લીધું હતું કે નહેરુને વફાદાર રહેજો. સરદાર આવાતને વળગી રહ્યાં અને નહેરુએ એનો ઘણો ગેરલાભ પણ લીધો !!!

➡ આઝાદી પછીની કેટલીક ઘટનાઓ

આઝાદી મળ્યા પછી એક સત્તાકીય માળખું તૈયાર કરવું પડે, ગોઠવવું પડતું હોય છે જેને આપને ચૂંટણી કહીએ છીએ એ પણ એ પહેલા ભારત પાસે પડકારો ઘણાં હતાં. જેમાં મુખ્યત્વે હતો ભારતનાં નાના નાના રજવાડાંઓને એક કરવાનું તો જ ભારત પ્રજાસત્તાક દેશ બની શકે એમ હતું અને અખંડ ભારત પણ !!!! આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું સરદારે !!! એમાં ઘણી વખત એમને નહેરુ સાથે ખટરાગ અને મતભેદ પણ પડયો હતો. જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ જ બાકી હતાં. જુનાગઢ અને હૈદરાબાદને તો નહેરુ પાકિસ્તાનમાં ભેળવવા જ માંગતા હતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે તેમ થવાં ના દીધું. જુનાગઢ અને હૈદરાબાદ તો ભારતમાં આવી ગયાં હૈદરાબાદ તો સરદારે જાતે જઈને એના પર સૈનિકી કાર્યવાહી કરીને જાતે પોતાની દેખરેખ હેઠળ જ ભારતમાં ભેળવ્યું હતું

આ કાશ્મીર જ ખાલી બાકી હતું જેના પર મહારાજા હરિસિંહનું રાજ હતું. મહારાજા હરિસિંહનું વલણ ભારત તરફી જ હતું પણ તોય તેઓ સ્વતંત્ર રહેવાં માંગતા હતાં. તેઓને કાશ્મીરી પ્રજાનો સપોર્ટ તો નહોતો કારણકે તેઓ પણ આ મહારાજા હરિસિંહની હકુમતમાંથી સ્વતંત્ર થવાં માંગતા હતાં પણ પાકિસ્તાનમાં ભળવા નહોતાં માંગતા તેઓ પોતાનો એક અલગ જ સ્વતંત્ર પ્રદેશ (દેશ) ઈચ્છતાં હતાં. પણ શેખ અબ્દુલ્લાની કુટનીતિએ કારણે કેટલીક શરતો રાખીને જે કાશ્મીરની પ્રજા માટે અને ખાસ તો પોતાના માટે ફાયદાકારક નીવડે એ રીતે તેમને ભારતમાં ભળવા તૈયાર કર્યા. જેમાં દેખીતી રીતે ફાયદો કાશ્મીરી મુસ્લિમ પ્રજાને અને ખાસ તો શેખ અબ્દુલ્લાને જ થયો હતો. શેખ અબ્દુલ્લા પર નહેરુના ચાર હાથ હતાં. નહેરુ શેખ અબ્દુલ્લાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા માંગતા હતાં એમાં ખાલી સરદાર જ આડે આવતાં હતાં પણ નહેરુ જેનું નામ એ કોઈને પણ ગાંઠે ખરાં તો સરદાર પણ ક્યાં ગાંજ્યા જેવા હતાં. તેમને ગહન વિચાર કર્યા પછી કાશ્મીરને આ શરતે તો આ શરતે પણ ભારતમાં ભેળવી દેવાની હા પાડી

સરદારને એમ હતું કે અત્યારે ભલે આપણે શરતો માની લઈએ પછી એને સરખું કરી દઈશું. નહેરુ પણ અંદરખાનેથી આ કાશ્મીર પ્રશ્નથી ચિંતિત તો હતાં જ. આ પ્રશ્ન ભવિષ્યમાં નાસૂર બની જશે એની એમને પણ ખબર હતી એટલે એમણે કાશ્મીરી પ્રજા માટે બંધારણમાં અલગની જોગવાઈ કરી જે એમને પુરતી સ્વતંત્રતા આપતી હતી અને ભારતના ઓશિયાળા નહોતી બનાવતી. સરદાર ખાલી આ પ્રશ્ન વકરે નહીં એટલું જ ધ્યાન રાખતાં હતાં અને એ કોઈ પણ રીતે કાશ્મીરના પ્રશ્નનો હલ શોધી શકાય એવું ઇચ્છતાં હતાં અને એ માટે જ પ્રયત્નશીલ હતાં. તેમને કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાને છુટો દોર ના આપો અને એના પર સમ્પૂર્ણ વિશ્વાસ ના રાખો એમ પણ કહ્યું હતું પણ નહેરુએ તેમની એકવાત સાંભળી જ નહીં

ગાંધીજીની હત્યા તો આઝાદી પછી ચાર જ મહિનામાં ૩૦ જાન્યુઆરી ૧૯૪૮નાં રોજ થઇ ગઈ હતી. સરદાર ગુસ્સે હતાં અને એમને આમાં પોતાનો વાંક પણ દેખાયો હતો કે હું ભારતનો ગૃહપ્રધાન હોવાં છતાં પણ આ વાતની ગંધ મને કેમ ના આવી ? તેઓએ ગૃહપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું નહેરૂ તો સ્વીકારી લેવાં તૈયાર જ હતાં પણ બ્રિટનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને નહેરુને તેમ કરતાં રોક્યા હતાં. એમના શબ્દોમાં કહીએ તો —— “તમે આ શું કરો છો ? સરદારને ઉવેખ શો નહીં ?”

હવે નહેરુએ એમનું રાજીનામું તો સ્વીકાર્યું નહીં પણ તેની સત્તા ઓછી અને પ્રજા પરનો કાબુ ઓછો થઇ જાય તેવું પગલું અવશ્ય ભર્યું. આમાં જ શ્યામાપ્રસાદ મુખર્જીનો ભોગ લેવાયો અને ગોપાલસ્વામી આયંગરને કાશ્મીર ખાતું સોંપી દેવામાં આવ્યું. સરદાર પોતાની રીતે સક્રિય જ હતાં કાશ્મીર પ્રશ્નનો હલ શોધવાં માટે !!! એમને સુચવેલા કેટલાંક સૂચનો નહેરુ અને એમના મળતિયાઓએ ફગાવી દીધાં

જયારે નહેરુએ બહારથી જ ખાલી દુખ અને ગુસ્સો પ્રગટ કર્યો હતો બાકી અંદરખાનેથી તેઓ રાજી હતાં. જે સરદારે ભારતને એક કરી એને એક અખંડ અખિલ ભારત બનાવ્યું હતું એમાં ખાલી આ કાશ્મીર જ એક આડખીલીરૂપ બન્યું હતું પણ તેનાં પરિણામ તો ભારતને પછીથી જોવાં મળ્યાં હતાં. નાહેરુએ પછીથી શેખ અબ્દુલ્લાને કાશ્મીરનો પ્રધાનમંત્રી બનાવી દીધો અને તેને ભારતના કોઈ કાયદા લાગુ ના પડે અને તેને એક અલગ ઝંડો પણ પ્રદાન કરવામાં આવ્યો આટલે સુધી તો બધાંને બધી જ ખબર છે

હવે થોડીક સાલવારી પર નજર કરીએ ભારત એક તો થઇ ગયું હતું. તેનું બંધારણ પણ તૈયાર થઇ ગયું હતું બાબાસાહેબ આંબેડકર દ્વારા. આ બંધારણો અમલ થાય ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ એવું નહેરુએ પહેલેથી નક્કી કર્યું હતું હલોકો આજે આ ૨૬મી જાન્યુઆરીએ બંધારણ અમલમાં આવ્યું એ જ જાણે છે. સરદારે પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કાર્ય વગર તનતોડ મહેનત કરીને એક કરીને આ દિવસ આપને ઉજવી શકીએ છીએ એ કોઈ જ નથી જોતું. આ દિવસને ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે નહીં કે ભારતના બંધારણનો અમલીકરણ દિવસ !!! આ દિવસથી ભારતની એક મોટી આડખીલી દુર થઇ હતી પણ એક પ્રશ્ન તો મુકતી જ ગઈ હતી —–કાશ્મીર પ્રશ્ન !!!

આ પ્રશ્ન પછી એટલો બધો વકર્યો કે જે સત્તાધીશોની કાબુ બહાર જતો રહ્યો. આજ પ્રશ્ન હજી સુધી આપણને નડયા કરે છે. આને લગતી કેટલીક કલમો જે ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવી હતી તેનો અમલ શરુ થયો પછી જ ભારતનું પ્રથમ પ્રજાકીય ઈલેકશન ઇસવીસન ૧૯૫૧ ૫૨માં થયું. સરદાર વલ્લભભાઈ પટેલની જાણ બહાર જ નહેરુએ આ બંધારણને બહાલી પણ આપી દીધી. આમ આ પ્રશ્નમાં કાશ્મીરીઓને છુટ્ટો દોર મળી ગયો. તેઓ બિન્દાસ થઇ ગયાં અને શેખ અબ્દુલ્લા આપખુદશાહી બની ગયો. પાછળથી જયારે કાશ્મીરી પ્રજાને આનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. આમ ધારા ૩૭૦ અને ધારા ૩૫A અમલમાં આવી

બ્રિટીશરોએ તો ૨૦૦ જ વરસ ખાલી ખાલી રાજ્ય કર્યું હતું. આ રાજકાળમાં એમણે પલીતો જરૂર ચાંપ્યો કોમવાદને નામે અંગ્રેજોને પોતાની ચાલ ઉંધી વળતી લાગી કે તેઓ એમ માનતાં હતાં કે ભારતના રજવાડાઓ ક્યારેય એક નહિ થાય ભલેને ભારત સ્વતંત્ર થાય તેઓ આ સ્વતંત્રતા નહિ સંભાળી શકે એવું જે ચર્ચિલ, માઉન્ટબેટનને લાગ્યું હતું તે દેખીતી રીતે ખોટું સાબિત થતું !!! સરદારે જ એમની આ ચાલ પર પાણી ફેરવ્યું હતું. ભારત એક તો થઇ ગયું પણ આ કાશ્મીર પ્રશ્ન નહેરુના કારણે વિશ્વવ્યાપી બની ગયો

કાશ્મીર પ્રશ્ન એ માત્ર બંધારણીય માળખાનો નથી એ પ્રશ્નમાં ક્યાંકને ક્યાંક કોઈક ક્ષતિ રહી ગઈ જ છે ? એ ક્ષતિ ક્યાંક તો એની પ્રજાની હોય અથવા એની ભૌગોલિક પરિસ્થિતિની હોય. આમેય કાશ્મીરની ૮૦ ટકા સરહદ પાકિસ્તાનને અડીને જ છે. નહેરુ જ્યારથી વડપ્રધાન બન્યા ત્યાંથી તેઓએ વિદેશનીતિ પર ભાર જ મુકતાં હતાં. એમાં આ કાશ્મીર પ્રશ્નને યુનોમાં લઇ જવાની ભૂલ કરી બેઠાં. બ્રીટીશરો અને સમગ્ર વિશ્વને તો આ જ જોઈતું હતું કે ભારત પર અમારો હોલ્ડ રહે !!! યુનો જે આ પ્રશ્ન વિષે કશું જ જાણતું સુદ્ધા નહોતું તેન માત્ર જાણતું થયું એ પણ વારતહેવારે આમ ચંચુપાત પણ કરતુ થયું. પાકિસ્તાન બિન્દાસ અને મુસ્તાક બની ગયું તે પણ એમ કહેવાં લાગ્યું કે આ કાશ્મીર તો અમારું જ છે. તેમાં ૧૯૪૭-૪૮માં ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધમાં પાકિસ્તાનની કરારી હાર થઇ હતી. દેખીતી રીતે ભારતની પ્રજા ને વિસ્તાર વધારે હોવાથી એનું સૈન્ય પણ વધારે હોય અને આમેય એ પહેલેથી જ તાલીમબદ્ધ હતું એટલે ભારતને આ યુદ્ધ જીતતાં કોઈ જ વાંધો ના આવ્યો જે મુશ્કેલી પડી તે તો પાકિસ્તાનને જ પડી કારણકે મૂળે એની જનસંખ્યા ઓછી ભારતના કોઈ એક મોટાં રાજ્ય જેટલો જ એ દેશ છે એટલે જ તો સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ભારતના લોકો જો ચાલતાં પાકિસ્તાન જાયને તોય પાકિસ્તાન કચડાઈ જશે !!! એ વાત એકસોદસ ટકા સાચી છે !!!

ભારતીય સૈનિકોએ બંને વિશ્વયુધ્ધમાં ભાગ પણ લીધો હતો એટલે એને યુદ્ધનો સારો અનુભવ હતો તેમાં વળી નેતાજી સુભાષચન્દ્ર બોઝે એક આખી આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરી હતી અલબત્ત અંગ્રેજો સામે લડવાં માટે જ સ્તો !!! પણ તેમાં તો એમની હાર થઇ પણ એ સપૂર્ણ અસ્ત ના પામી તે ભારતીય સૈન્યમાં શામિલ થયા. ભારત પાસે કાબેલ વાયુસેનાનાં હવાઈ જહાજોના પાઈલોટો હતાં જેવાંકે બીજુ પટનાયક. બીજું ભારતમાં રહીને એમને રણમાં ઊંટો પર લડી શકે એવી ખાસ બિકાનેર રેજીમેન્ટ પણ તૈયાર કરી હતી જેમણે રણમાં જ રોમેલને હરાવ્યો હતો !!! નૌસેના પણ તૈયાર જ હતી. જયારે પાકિસ્તાન પાસે એક જ વસ્તુ હતી તે છે એમની ઝનૂની પ્રજા પણ સ્ટ્રેટેજીનો અભાવ હતો તેઓ માત્ર કોઈનો પ્રદેશ પચાવી પાડવામાં જ ઉસ્તાદ હતાં એમની આર્થિક પરિસ્થિતિ નબળી હતી જયારે ભારત સ્વતંત્ર ભોગવવાનીની સાથે આત્મનિર્ભર બનતું જતું હતું. જો કે આ તો હજી શરૂઆત હતી પણ પ્રજાની નાડ જે ભારત પારખી શક્યું તેમાં પાકિસ્તાન પાછું પડયું પણ ૧૯૪૭-૪૮ના યુદ્ધથી બે વાત તો સાબિત થઇ ગઈ હતી કે ભારત સામે યુદ્ધ હાર્યા હોવાં છતાં એનાં પ્રદેશો પર કબજો જમાવી શકાય છે અને બીજું કે ભારતમાં હુમલાખોરો જે પાછળથી આતંકવાદીઓ કહેવાયા તેમના દ્વારા હુમલાઓ કરી શકાય છે. આ માટે એમને યુનો, ઇસ્લામિક દેશો અને બીજા દેશોની મદદ પણ મળી !!!

સન ૧૯૪૭-૪૮ માં જ એમને જમ્મુથી સિયાચિન સુધીનો વિસ્તાર પચાવી પાડયો કારણકે ભારત એમ માનતું રહ્યું કે આ કબાયલી હુમલાખોરો જતાં રહ્યાં છે પણ તેઓ થોડાંક આ કાશ્મીરના ગિલગીટ વિસ્તારમાં રહી પડયાં હતાં જેમને પાછળથી પાકિસ્તાન સરકારની મદદ મળી અને તેમની પેઢીઓ માંથી જન્મ્યો આ આતંકવાદ. આ વળી આખા કાશ્મીર પ્રશ્નમાં ફૂટેલો એક નવો ફણગો હતો જે પાછળ જતા નાસૂર બનવાનો હતો બંને દેશો માટે એ બાબતથી બંને દેશો અજ્ઞાત જ હતાં.

મૂળ વાત હતી કાશ્મીરની અલગતાની તેમાં વળી આ યુદ્ધ થયું પણ કસ્શ્મીર પ્રશ્ન કેડો મુકવાનું નામ જ નહોતો લેતો !!! આજ કાશ્મીરનાનો અમુક હિસ્સો પચાવી પાડીને આ પાપી પાકિસ્તાને બળતામાં ઘી હોમ્યું એમાંથી એક નાલ્લો હિસ્સો ચીનને ભેટ આપીને !! આ ઘટના ઘટી હતી ઇસવીસન ૧૯૬૨ના યુદ્ધ પછી. આ યુદ્ધ તો ચીન જીત્યું હતું અને તેણે કાશ્મીરના લડાખ બાજુનો તિબેટને અડીને જે ભાગ હતો તે પરાને પચાવી પાડયો. ૧૯૫૧ -૫૨માં લોકતાન્ત્રિક ચૂંટણી થઇ અને કોંગ્રેસની બહુમતિવાળી સરકાર રચાઈ. જેમાં નહેરુ વડપ્રધાન બની ગયાં. આ જ વખતે એમણે કાશ્મીરના શેખ અબ્દુલ્લાને છુટ્ટો દોર આપ્યો હતો. કાશ્મીરના વડપ્રધાન ઘોષિત કરવાની એમની ઉતાવળ એમને ભારે પડી. કાશ્મીરની પ્રજાનો સાથ એમાં આમણે લીધો નહીં. કાશ્મીરની પ્રજા સ્વતંત્રતા ઈચ્છતી હતી …… ગુલામી નહીં !!! એક રીતે જોવા જઈએ તો તેઓ નહેરુમય ભારતમાંથી મુક્ત તો થયાં કે એવો દેખાડો કરવામાં આવ્યો પણ પ્રજા નાખુશ હતી તેઓ પોતાનું પ્રતિનિધિત્વ ઈચ્છતી હતી ભારત કરતા જુદું જ. જે બંધારણમાં એમને માટે ખાસ કલમો ઉમેરવામાં આવી હતી એવું જ !!! જેને માટે એમને ભારતના ઓશિયાળા ના રહેવું પડે અને ભારતના કોઈ કાયદા કાનુન તેને સ્પર્શે નહીં પણ જમ્મુ અને કાશ્મીર એ ભારતનું જ અવિભાજ્ય અંગ હતું એટલે ચૂંટણી તો કરવી જ પડે એની વિધાનસભા હતી જેનો કાર્યકાળ ૬ વરસનો રાખવામાં આવ્યો હતો ભારતનાં બધાં રાજ્યોથી તદ્દન ભિન્ન. એમાં પ્રજાને પોતાનું પ્રતિનિધત્વ મળતું ના હોવાથી અને શેખ અબ્દુલ્લાના પાકિસ્તાન તરફી વલણ અને આપખુદશાહી વલણથી ત્રસ્ત થઈને પ્રજાએ એને કહેવાતા પ્રધાનમંત્રી શેખ અબ્દુલ્લાને ગાદી પરથી ઉઠાડી મુક્યા અને એમને કેદ કરી ઘણા વર્ષો સુધી ખિલનમર્ગમાં કેદ રાખ્યાં હતાં

આમ તો બંધારણ પ્રધાનમંત્રીની નહીં પણ મુખ્યમંત્રીની જ છૂટ આપતું હતું એટલે પ્રજાનો વિરોધ આ માટે માત્ર કાશ્મીરમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ઉથયો હતો. આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠયો હતો !!! પણ નહેરુ પોતાની મનમાની કરવામાં ઉસ્તાદ હતાં અને શું ભારતમાં કે શું વિદેશમાં એ પોતાનો ડંકો વગાડવા માંગતા હતાં. ભારતમાં તો એમની કુટનીતિથી એમનો ડંકો વાગી ગયો પણ વિદેશમાં એમણે ધાર્યું હતું કે મારી બહુ બોલબાલા થશે પણ એવું કશું તો થયું જ નહીં

નહેરુનાં શાસનકાળ દરમિયાન ભલે કાશ્મીર પ્રશ્ન વકર્યો જે એમની એક ગંભીર ભૂલ જ હતી પણ ભારતને એમને પગભર કરી દીધું અને પ્રજાને કોઈ મુશ્કેલી ના પડે કોઈના ઓશિયાળા ના બનવું પડે એ રીતે એમને ભારતને આર્થિક – વ્યાપારિક – અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર જરૂર બનાવ્યું પણ તેઓ આ બધી જગ્યાએ પોતાનું નામ રાખવાની ભૂલ કરી બેઠાં. બંધારણમાં અનામત જોગવાઈ હતી તે એ વખતે બહુ નડી નહીં પણ સમય જતાં આ બહુ જ નડી અને એમાંથી જ જન્મ્યો આંતરીક પ્રદેશવાદ અને જાતિવાદ રાજકીય નિર્ણયોમાં ઘણી થાપ ખડી હતી નહેરુએ. એમાંય અમુક કોમને પોષવાની છાવરવાની નીતિને કારણે ભારતની પ્રજામાં એક પ્રકારનો અસંતોષ અને અસલામતીની લાગણી ફેલાઈ !!! જેનો ભરપુર ફાયદો ઉઠાવ્યો આપણા જ પાડોશી દેશો અને આર્થિક અને સંરક્ષણનીતિ મજબુત કરતાં અમેરિકા-બ્રિટન–ચીન અને રશિયા એ !!!

ભારતને પોતાના પગ નીચે લાવવું અને એ ફરી ક્યારેય બેઠું ના થાય એવું કૈંક કરવું એવી એમની ખેવના હતી. આ માટે જ તેઓ સતત કાર્યરત રહેતાં હતાં. એમાં એમની ખુફિયા એજન્સીઓએ ભારતમાં પગપેસારો કરી દીધો અને તેમની માયાજાળમાં આપણા ઘણાં રાજકારણીઓ ફસાઈ પણ ગયાં પણ આ તો હજી શરૂઆત હતી !!! તેમને તેમની ફેણ ફેલાવવાની તો હજુ બાકી હતી !!! એવામાં ચીન સાથે યુદ્ધ થયું ભારત હાર્યું અને ભારતનો ભાગ જે માત્ર પાકિસ્તાને જ પચાવી પાડયો હતો તેમાં ચીનનું નામ પણ ઉમેરાયું. ચીન સામે તો આંખ ઉઠાવીને જોઈ શકાય એમ હતું નહીં એટલે નહેરુએ એ બાબતમાં આંખ આડા કાન જ કર્યા. એમાં વી કે કૃષ્ણમેનન જેવાએ ચીનની તરફેણ કરી ભારતમાં કોમ્યુનિસ્ટોનો પગપેસારો કરી દીધો એમાં ચીનને ફાયદો થઇ ગયો !!! આ ફાયદો પાછળ જતાં ઘણાંબધાંને થવાનો હતો જેમાં આપણી યુવાપેઢી અને આપનું કહેવાતું સોશિયલ મીડિયા આમાં શામિલ થવાનું હતું એની કોઈને ખબર પણ ના પડી ખેર એ તો ભવિષ્યની વાત અત્યારે કરી દીધી પણ નહેરુનું આ ચીનને પચાવી પડેલા આપણા આસ્કાઇન ચીન જે લડાખનો જ એક ભાગ હતું તેનાં આઘાતમાં મૃત્યુ પામ્યા હૃદયરોગમાં !!!

એક કરાર કે કે એક વિદેશનીતિ એ બંને દેશોના સંબંધો સુધારવાં માટે ઘડાતી હોય છે – કરાતી હોય છે. સન ૧૯૪૭-૪૮માં ભારત યુધ્ધ જીત્યું હતું તેમાં પણ ભારત આવું ફરીવાર ના થાય એવું ઇચ્છતું હતું એટલે ભારતે ૧૯૪૮માં સિમલા કરાર કર્યો હતો અને ૧૯૫૨માં ફરી કરાંચી કરાર કર્યો હતો
પાકિસ્તાને તત્કાલ તો તે માની લીધો પણ પછીથી નહીં !!! ત્યાં વળી ૧૯૬૨મા ભારતની ચીન સામેની હાર થી પાકિસ્તાને ચીન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો. ચીને તે સ્વીકારી લીધો અને પાકિસ્તાને રાજીખુશીથી એને કારકોરમનો નાલ્લો હિસ્સો સપ્રેમ ભેટ ધર્યો. ચાણક્ય એ કહ્યું છે ને કે —- “દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર ગણાય” એને સાર્થક કર્યું પાકિસ્તાને !!! ભારત આ બાબતથી ચિંતિત તો હતું જ. નહેરુનાં અવસાન પછી એટલેકે ઇસવીસન ૨૭ મે ૧૯૬૪ પછી ગુલ્ઝારીલાલા નંદા માત્ર ૧૩ દિવસ માટે ભારતનાં કાર્યકારી વડપ્રધાન બન્યાં પછી ઓફિશિયલી ભારતના વડપ્રધાન બન્યાં શ્રી લાલબહાદુર શાસ્ત્રી. આ ૨૭મી મે એ નહેરુનો અવસાન દિન છે. કામરાજ નાદરના આદેશ અનુસાર શ્રી લાલબહાદુરશાસ્ત્રી વડાપ્રધાન બન્યાં હતાં

એમનો કાર્યકાળ માત્ર એક વરસ અને ૨૧૬ દિવસ જ હતો પણ એટલાં ઓછાં સમયમાં તેમણે ભારતને એક નવીજ દિશા આપી હતી. તેમની પાસે એક દર્શન હતું નૈતિક મુલ્યો હતાં. તેમની નૈતિકતાનો પુરાવો તો આપણને આ અગાઉ પણ મળી જ ચુક્યો હતો. તેઓ જયારે ભારતનાં રેલ્વે પ્રધાન હતાં ત્યારે તેમને ભારતમાં થયેલી એક દુર્ઘટનામાં આ પોતાની એક નૈતિક જવાબદારી છે એમ કહીને રાજીનામું આપી દીધું હતું. હવે વિચારો તે જયારે ભારતના વડપ્રધાન બને ત્યારે આ નૈતિકતા વધે કે ઓછી થાય ? તેમને ભારતને એક નવી દિશા આપી અર્થશાસ્ત્રની આખી વ્યાખ્યા જ બદલી નાંખી પણ તેઓ પોતાની રીતે બરોબર સરખી રીતે કામ કરી શકે એ પહેલાં પાકિસ્તાનને પાછો અટકચાળો કર્યો અને યુદ્ધ અનિવાર્ય બની ગયું. આમ ભારતે પાકિસ્તાન સામે બીજું યુદ્ધ લડયું અને જીત્યું. ભારતે આ યુદ્ધ પછી બીજું યુદ્ધ ન થાય અને બની દેશોના સંબંધો સુધરે એમાં તે યુદ્ધ પછી તરત જ રશીયાનાં તાશ્કંત શહેરમાં કરાર કર્યો. શાસ્ત્રીજીની આભાથી આખું વિશ્વ ડરતું હતું એટલે એમણે શાસ્ત્રીજીની હત્યા કરાવી દીધી કારણકે શાસ્ત્રીજી નાં નેતૃત્વમાં ભારતે લાહોર કબજે કર્યું હતું. આ માણસની કેટલી તાકાત છે એનો આ એક જીવંત પુરાવો છે. સમગ્ર વિશ્વ આનાથી ડરી ગયું અને એમને લાગ્યું કે જો આ માણસ વધારે વખત ટક્યો તો આપણું અસ્તિત્વ જોખમમાં આવશે !!! એટલે એમની હત્યા થઇ ગઈ !!! એક ટીપ આ માટે જુઓ —–“તાશ્કંત ફાઈલ્સ” !!!

શાસ્ત્રીજીની હત્યા પછી પાછાં ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બન્યાં પણ ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી નહેરુ પુત્રી ઇન્દિરાજી ભારતનાં વડપ્રધાન બન્યાં. તેઓને પાંચ વરસ સુધીતો કોઈ જ મુશ્કેલી ના નડી પણ પાકિસ્તાન વળી પાછું ઊંચું નીચું થઈને અટકચાળો કરીને ભારતના કાર્યોમાં અવરોધ નાખતું થઇ ગયું હતું. આ માટે ભારતે વળી પાછો પાકિસ્તાન સાથેના યુદ્ધનો સ્વાદ ચાખ્યો !!! પરિણામ તો એક જ હોય ભારત જીત્યું તેમનો હેતુ જે હતો પાકિસ્તાનના ભાગલા પડી દેવાં એ બાર આવ્યો આમ બાંગ્લાદેશનો જન્મ થયો !!!

એ વખતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો. ભારત અમેરિકાથી પણ નાખુશ જ હતું. આવાં જ એક કારણસર અમેરિકાની નીતિથી ત્રસ્ત થઇ જઈને ઇન્દિરાજીએ ભારત અમેરિકાનું પણ ઓશિયાળું ના બને એ માટે ભારતમાં હરિયાળી ક્રાંતિ શરુ કરાવી હતી જે એક ક્રાંતિકારી પગલું હતું. વળી ઈન્દિરાજી નહેરુના જ સુપુત્રી હતાં એટલે તેઓ નહેરુએ ક્યાં ક્યાં ભૂલ કરી હતી તેનાથી વાકેફ જ હતાં તેમાં આ બાંગ્લાદેશની ઉત્પત્તિથી બીજો કોઈ પ્રોબ્લેમ ઉભો ના થાય અને ભારત અને પાકિસતાનના સરહદીય પ્રશ્નો સહેલાઈથી ઉકેલાય અને એબ્નને દેશોનાં સંબંધો સુધરે અને યુનો અને અન્ય દેશો આમાં દખલ ના કરે એમાં તે એમને ગહન ચર્ચા અને વિચારણા પછી એક કરાર કરવાનું નક્કી કર્યું જે અગાઉના કરારો કરતાં તદ્દન જુદો જ હતો. વિશ્વ ભારતમાં દખલ ના કરી શકે અને પાકિસ્તાનને છાવરે નહીં આ જ એમનો હેતુ હતો. એ માટે જ એમણે સીમલા કરાર તૈયાર કર્યો હતો અને ભુટ્ટોને આ કરારમાં સહી કરવાં સિમલા બોલાવ્યાં હતાં

ઈન્દિરાજી મુસ્તાક હતા કે હવે આનાથી કોઈ પ્રોલેમ જ નહિ રહે પણ પાકિસ્તાન ક્યાં કોઈનેય ગાંઠે એમ હતું ? તેણે પાછો કરારનું ઉલ્લંઘન કર્યું પણ તેની શરૂઆત થઇ હતી તો ઇન્દિરાજીના સમયમાં જ. આ પંજાબ પ્રશ્ન તે જ સમયમાં ઉદ્ભવ્યો હતો જે નડયો ૧૯૯૦નાં દાયકામાં અને એમાં જ ઇન્દિરાજીની હત્યા થઇ પણ કાશ્મીર પ્રશ્ન હલ ના થયો તે ના જ થયો. આ કરારમાં એક કલમ એવી હતી કે ભારતને પાછળ જતાં કોઈજ વાંધો નથી આવવાનો જેનો લાભ અત્યારે આપણને મળે છે

હવે સવાલ એ છે કે સિમલા કરાર શું ચીજ છે ? એ જાણવાની ઇન્તેજારી બધાને જ હોય એ કરાર વિષે વાત હવે પછીનાં લેખમાં આ સીમલા કરાર રજુ કરું એની પૂર્વભૂમિકા જ છે

!! જય હિન્દ !!
!! વંદે માતરમ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!