શ્રી શંકરાચાર્ય મંદિર — શ્રીનગર

જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા. તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ ……. આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો. અનેકો સાથે જ્ઞાન સંવાદ કર્યો. લગભગ પૂરું ભારત વર્ષ તેઓ ઘૂમ્યા કહોકે ભારતને જોયું અને માણ્યું. આની જ ફલશ્રુતિરૂપે એમને ભારતની ચારે દિશામાં ચાર મઠ સ્થાપ્યા. જગદગુરુ શંકરાચાર્ય વિષે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ. આપણે ખાલી એમનું નામ જ વટાવી ખાઈએ છીએ. તેમને સમજવા તો ભલભલા માટે મુશ્કેલ છે. તેમણે શંકરભાષ્ય, ભજ ગોવિંદમ અને દ્વાદશ જ્યોતિર્લીંગ સ્તુતિ રચી હતી. આ સિવાય પણ તેમણે આનેકો ગ્રંથો રચ્યાં હતાં જે આજે પણ જગમશહૂર છે

શંકરાચાર્યને સંસ્કૃતના મહાવિદ્વાનો જેટલું માને છે અને સમજે છે એટલું કોઈ ગુજરાતી સમજી શકતું નથી આ હકીકત તો આપણે સ્વીકારવી જ રહી !!! જગદગુરુ શંકરાચાર્ય કાશ્મીર પણ ગયાં હતાં !!! આ એ જ જગ્યા છે જ્યાં જગદગુરુ શંકરાચાર્ય ભગવાન શિવજીની સાધના -આરાધના કરતાં હતાં. આ મંદિર વિષે જાણકારી પ્રાપ્ત કરવી એ અત્યંત આવશ્યક છે . આ જગ્યાને પછી શિવ મંદિરમાં ફેરવી નાંખવામાં આવી !!!

57411797_10210639573505408_1153732896943505408_o

શંકરાચાર્ય મંદિર

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરની રાજધાની. અત્યંત રમણીય અને એક અતિસુંદર શહેર. જેની સુંદરતાને કારણે જ એને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. આમ તો સમગ્ર કાશ્મીર જ ભારતનું સ્વર્ગ જ છે. શ્રીનગર હિમાલયની સમૃદ્ધ હરિયાળીની વચ્ચે પોતાની એક અલગ જ પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું એક ખુબસુરત શહેર છે. જમ્મુ કાશ્મીરમાં ઘણાં મંદિરો સ્થિત છે. શ્રીનગરમાં પણ ઘણાં મંદિરો સ્થિત છે જ !!! જેમાં એક સૌથી મોટું મંદિર શંકરાચાર્ય મંદિર છે જેને “જડેશ્વર મંદિર “અને “પાસ-પહાડ” પણ કહેવામાં વામાં આવે છે

આ મંદિર બેહદ લોકપ્રિય અને પ્રશંસિત ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર જે પહાડી પર સ્થિત છે એને શંકરાચાર્ય પહાડી કહેવામાં આવે છે અને એ પહાડીનું નામ પણ શંકરાચાર્ય પહાડી જ અપાયું છે. આ પહાડીએ એક જાજરમાન પહાડનો જ એક હિસ્સો છે અને તે જમીન સ્તરથી લગભગ ૧૧૦૦ ફૂટની ઉંચાઈએ છે. આ મદિર એટલું ઊંચું છે કે ત્યાંથી આખાં શ્રીનગરનું વિહંગાવલોકન થઇ શકે છે અને શ્રીનગર કેટલું ખુબસુરત શહેર છે તેનનો આનાં પરથી ખ્યાલ આવે છે !!!

કહેવાય છે કે જો ધરતી પર સ્વર્ગ હોય તો તે કાશ્મીર જ છે. સ્વર્ગની આ વાદીઓની એક ખાસિયત છે કે જેણે તમે તમારા દિલમાં સમાવી લેવા અવશ્ય માંગો જ છો. સદાય એને માટે તત્પર રહો છો આ સ્વર્ગને જાણવા -ઓળખવા- માણવા-અનુભવવા અવશ્ય માંગો છો. શ્રીનગરની મનમોહક વાદીઓની વચ્ચે જ છે આ શંકરાચાર્ય પહાડી !!! જ્યાં બીરાજમાન છે ભગવાન ભોલેનાથ. આ જ શંકરાચાર્ય પર્વત પર સ્થિત છે ભગવાન શિવજીનું અતિ પ્રાચીન અને ભવ્ય મંદિર !!! જેને શંકરાચાર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે

શંકરાચાર્ય મંદિરનો ઈતિહાસ —-

શ્રીનગરનું એક અતિપ્રખ્યાત અને ભાતના ૫ મોટા સરોવરોમાંનું એક દાલ સરોવરની પાસે જ સ્થિત છે આ શંકરાચાર્ય મંદિર. આ મંદિરનો ઈતિહાસ લગભગ એક હજાર વર્ષ પુરાણો છે !!! આમ તો ……. રાજા ગોપાદરાયે શંકરાચાર્ય મંદિરની ચોટી પર એક મંદિરનું નિર્માણ લગભગ ઇસવીસન પૂર્વે ૩૭૧ની આસપાસ કરાવ્યું હતું. એટલા માટે એ મંદિરનું નામ એ વખતે એ રાજાનાં નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી ……. જ્યારે જગદગુરુ શંકરાચાર્ય પોતાની કાશ્મીર યાત્રા દરમિયાન અહીજ રહ્યાં હતાં અને ભગવાન શિવજીની સાધના – આરાધના કરી હતી !!! એટલે એનું નામ બદલીને શંકરાચાર્ય મંદિર કરી નાંખવામાં આવ્યું !!!
એના થોડાં સમય પછી શ્રધ્ધાળુઓની સુવિધા ખાતર ડોગરા શાસક મહારાજા ગુલાબસિંહે આ મદિરમાં જવા માટે પથ્થરની સીડી પણ બનાવડાવી અને સાથોસાથ આ મંદિરની મરમ્મત પણ કરી !!! હિંદુઓનું એક અત્યંત ધાર્મિક સ્થળ હોવાની સાથેસાથે આ મંદિર મહાન પુરાતાત્વિક મહત્વ પણ ધરાવે છે !!!

Adi_Shankara

શંકરાચાર્ય મંદિરની વિશેષતાઓ —–

આ મંદિર ડોરિક નિર્માણ શૈલીનાં આધાર પર પથ્થરોનું બનેલું છે. આ મંદિર વિષે કેટલાંક વિદ્વાનોનું એવું પણ કહેવું છે કે ઇસવીસન પૂર્વે ૨૦૦માં સમ્રાટ અશોકના સુપુત્ર જન્તુક મહારાજે આનો પાયો નાંખ્યો હતો. આ શંકરાચાર્ય મંદિર શ્રીનગરથી લગભગ ૪ કિલોમીટર દૂર એક શાંત અને અતિ પવિત્ર દાર્શનિક સ્થાન છે. આ મંદિરમાંથી શ્રીનગરનાં પ્રત્યેક વિસ્તારો જોઈ શકાય છે. જેને આપણે ૩૬૦ ડીગ્રી વ્યુ કહીએ છીએ એવી જ રીતે !!! આ મંદિરની ખાસ વાત એ છે કે એની ઊંચાઈને કારણે જ શ્રીનગર દર્શન શક્ય બને છે અને શહેરના બધાં જ દ્રશ્યો જોઈ શકાય છે !!!

આ મંદિરમાં જવાં માટેનાં ૨ રસ્તાઓ છે. એક તો તમારે દુર્ગા નાગ UNO ઓફિસ થઈને જવું પડે છે. આ રસ્તો ૩.૫ કિલોમીટર ઊંચાઈવાળો છે. જો તમે આ રસ્તે જાઓને તો તમને વધારે આનંદ મળશે અને કાશ્મીરનો ખુબસુરત નજરો જોવાં મળશે તે નફામાં !!! જે તમને પ્રવાસની મજા પણ આપશે !!! અને રસ્તામાં તમે દાલ સરોવર, ચાર મીનાર, મોગલ ગાર્ડનોનાં દ્રશ્યો પણ જોઈ જ શકશો !!! જેને જોતાં તમે કયારેય ધરશો નહીં !!!

ગોપાદારી કે ગુપકાર ટીલાને શંકરાચાર્ય અથવા તતે-સુલેમાન પણ કહેવામાં આવે છે. આ સ્થાન શ્રીનગર શહેરની ઉત્તર-પૂર્વ દિશામાં છે !!! એની સાથોસાથ જયારે તમે આ પહાડીઓ પરથી નીચે ઉતરશો ત્યારે તમને દાલ સરોવર અને ઉત્તરમાં જેઠ નાગ અને દક્ષિણમાં જેલમ નદી દ્રષ્ટિગોચર થશે !!!

આ મંદિરની મરમ્મત સમય-સમય પર આ રાજયનાં ઘણાં રાજાઓએ કરી છે તથાપિ વર્તમાન મંદિર સિત્ત રાજકાળનાં રાજ્યપાલ શેખ મહીઉદ્દીનની જ દેન છે કે એમણે અહીંયા શિવલિંગ પ્રસ્થાપિત કરાવ્યું !!!

srinagar-shankaracharya-temple

આ મંદિરની વાસ્તુકલા અને આ મંદિરની દિવ્યતા અને ભવ્યતા આપમેળે જ બને છે. એક એવી માન્યતા છે કે જ્યારે જગદગુરુ શંકરાચાર્ય પોતાની ભારત યાત્રા દરમિયાન અહીં આવ્યાં હતાં અને આ એજ પાવન સ્થળ છે જ્યાં જગદગુરુ શંકરાચાર્ય ભગવાન શિવજીની સાધનામાં તલ્લીન રહેતાં હતાં. આ મંદિરમાં શંકરાચાર્યનું સાધનાનું સ્થળ આજે પણ મોજુદ છે !!!

શંકરાચાર્ય મંદિરમાં નિયમિત રૂપે તીર્થયાત્રીઓ દ્વારા પૂજા કરવામાં આવે છે જે લોકપ્રિય અમરનાથયાત્રા યાત્રા દરમિયાન એ રસ્તામાં જ આવે છે. ૨૪૩ પગથીયાં ચડીને આ મંદિર સુધી પહોંચી શકાય છે. આ સીડીના પથ્થરો એટલા સુગમ છે કે એનાં પરથી આસાનીથી ચડીને જઈ શકાય છે.

ભગવાન શિવનાં અવતાર હતાં આદિ શંકરાચાર્ય

માન્યતા છે કે —– જગદગુરુ શંકરાચાર્યના પિતા શિવગુરુ નામપુદ્રી અને એમની પત્ની વિશિષ્ટા દેવીને ઘણા વર્ષો સુધી કોઈ બાળક ના થયું તો સંતાનપ્રાપ્તિની ઈચ્છામાં એમણે ભગવાન શિવની કઠોર આરાધના કરી. બંનેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે સ્વયં પુત્રના રૂપમાં એમને ઘરે જન્મ લેવાનું વરદાન આપ્યું !! બાળકનો જન્મ થતાં જ એનું નામ “શંકર” રાખવામાં આવ્યું જે આગળ જતાં “જગદગુરુ શંકરાચાર્ય”નાં રૂપમાં વિખ્યાત થયાં !!!

જે ફિલ્મ “મિશન કાશ્મીર”માં બતાવાયુ છે એવી જ પરીસ્થિત આ જે પણ કાશ્મીરમાં છે. આ મંદિર આતંકવાદીઓના હિટલીસ્ટમાં છે. આ મંદિર ઉડાવી દેવાની યોજના છે અને આમેય એ કાશ્મીર છે જ્યાં બેરોકટોક આતંકવાદી ગતિવિધિઓ ચાલુ જ છે. એમાં સેનાએ આ મંદિરને બચાવવાની અને યાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવાની પુરતી જવાબદારી ઉઠાવી છે. તેઓ તો કહે જ છે કે ——-“આ તમારું જ મંદિર છે આવો અને દર્શન કરો અને કાશ્મીરની મજા માણો તમારી સલામતીની જવાબદારી અમારી” કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં જવાં માટે સેનાની ખાસ પરવાનગી લેવી પડે છે !!!

30742782_325151431344440_1257876633624945721_n

શ્રીનગરનું આ આદિ શંકરાચાર્ય મંદિર એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મંદિર રહ્યું છે આને લીધે જ એ સ્થાનીય લોકો અને પર્યટકોનું વિશેષ પ્રવાસન અને ધાર્મિક સ્થળ બની રહ્યું છે. ભગવાન શિવજીને સમર્પિત આ મંદિરનો પ્રાવાસ અનેક લોકોએ કર્યો છે અને હજી પણ કરતાં જ રહે છે. લોકો આહીં આવતા જ રહેતાં હોય છે ભારતીય અને વિદેશીઓ પણ !!!

મંદિર અને એની આસપાસનું વિશાળ પ્રાકૃતિક વાતાવરણ એની સુંદરતામાં વધારો કરનારું નીવડે છે એટલાં જ માટે જીવનમાં એક વાર તો કાશ્મીરનું આ અતિસુંદર મંદિર અને ભવ્ય શિવમંદિરની યાત્રા અવશ્ય જ કરવી જોઈએ !!! એમ કહેવાય છે કે આત્યારનું આ શિવ મંદિર એ ૨૦૦ વર્ષ પુરાણું છે અને એની આગવી વાસ્તુકલા માટે જાણીતું છે. કાશ્મીર આવેલો પ્રત્યેક પર્યટક આ મંદિરમાં ભગવાન ભોલેનાથનાં દર્શન કર્યા સિવાય પાછો નથી ફરતો !!! બહરહાલ આ ભોલેનાથ બાબા પ્રત્યે ભક્તોની અતુટ આસ્થાની જ કમાલ છે. જે તમને હરપળ એ એહસાસ આપાવે છે કે સ્વર્ગની વાદીઓમાં બિરાજમાન આ ભોલેનાથ ભગવાન. જે ભક્તો અહી આવેને દર્શન કરી પાવન થાય છે એમનું દામન ખુશીઓથી ભરી દે છે !!!

તો અહીં જાઓ અને અને પવિત્ર અને પાવન બનો એજ મારી અભ્યર્થના આપ સૌને !!!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!