ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી નો ઇતિહાસ

 

શામળિયો એટલેકે ભગવાન શ્રીકૃષ્ણ.
એટલું સુંદર મંદિર,
આટલી સુંદર કોતરણી,
મનોહારિક વાતાવરણ,
નયન રમ્ય દ્રશ્યો,
અદ્ભુત વ્યવસ્થા,
અને જયારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન શામળીયાની ઝાંખી અને દર્શન થાય, થાય ને થાય જ. આવું અદ્ભુત મંદિર એટલે શામળાજી.

પહાડોની વચ્ચે , પહાડોથી ઘેરાયેલું અને આજુ બાજુ સોલંકી યુગની અનેક ઐતિહાસિક ઇમારતો -ખંડેરોને સાચવતું ગામ એટલે શામળાજી. મેશ્વો નદીને કિનારે વસેલું આ ગામ અને મંદિર એની પછીતે આવેલાં મેશ્વો ડેમ અને અને એના ડેમ સરોવરને કારણે અતિસુંદર લાગે છે. એમ કહેવાય કે શામળાજીની સુંદરતામાં વધારો કરે છે. શાંતિ અને નિરવતા એ શામળાજી મંદિર અને શામળાજી ગામના દર્શનીય સ્થાનોની આગવી વિશેષતા છે.

આ મંદિરમાં વ્યવસ્થા અદ્ભુત છે. પ્રસાદ પણ શાંતિ પૂર્વક તમે ખરીદી શકો છો, જમવાની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી બહુજ સરસ અને સ્વચ્છતાપૂર્ણ હોય છે અને જમવાનું પણ સારું હોય છે !!!

મંદિરની મહત્તા એ શામળીયાની કાળા સંગેમરમરની અદ્ભુત શાંત ચિત્તવાળી મૂર્તિ તો છે જ, પણ મંદિરની દીવાલો પરની કોતરણી એ તમને ફોટો પાડયા વગર રહેવાં જ ના દે. ચારે કોર કોતરણી તમને અભિભૂત કરી દે તેવી જ છે. એમાં બે મત નથી કે આ કોતરણી તમને અભિભૂત કરનારી જ છે !!!

ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખુબ જ સુંદર અને રમણીય સ્થળ છે.

આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનનું ખુબ જ સુંદર અને વર્ષો જુનુ મંદિર છે. તેની સાથે સાથે અહીંયા શંકર ભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે.

આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે.

શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.

અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળીયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખુબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખુબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંયાની નગરી ખુબ જ પ્રાચીનકાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.

અહિંયા કારતકી પૂનમના દિવસે ખુબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.

યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી 130 કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગર્વમેંટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે.

ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોઈ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. જયારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે—— “રાજા હરિશ્ચન્દ્રનો અવતાર”.. પણ રાજા હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓને જ્ઞાન કદાચ નહીં હોય. હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે. તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્‍ણવ તીર્થ છે. અહીં અન્ય દેવી-દેવતાના મંદિરો આવેલાં છે. શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ૧૧મી સદીમાં નિર્માણ પામેલું આ મંદીર સ્થાપ્ત્ય કળા-કારીગીરીનો ઉત્તમ નમૂનો છો. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. અહી ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અતિસુંદર છે.

તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડુ કરે છે. આ મંદિરની અંદર-બહાર દીવાલ પર રામાયણ-મહાભારતનાં દૃશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે. જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે.

વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે. મદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે.

આ સિવાય શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે પંદર દિવસ ચાલે છે. આ મેળામાં પશુધન વેચાવા આવે છે જેને ખરીદવા માટે કચ્છ સહિત દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જાણે અહીં હૈયે હૈયું દબાય તેવી ભીડ જામે છે.

જ્યારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે ———-
બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઇષ્ટ દેવ ગણાય છે. તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કાર્તિક પૂનમે કરવામાં આવે છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ મેળો નવેમ્‍બર મહિનામાં યોજાય છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લગભગ બે અઠવાડિયા સુધી ઉજવાતા આ ભવ્ય મેળાનું આયોજન પ્રસિદ્ધ શામળાજીના મંદિર ખાતે કરવામાં આવે છે.

આ પ્રદેશમાં વસતી જનજાતિ, ગરાસિયા, ભીલ જાતિના જનસમુદાય ભક્તિ-આનંદ ઉલ્લાસથી ભક્તિ, મેળાનો આનંદ લે છે. તીર્થયાત્રીઓ મેશ્વો નદીમાં સ્‍નાન કરે છે. આ આદીવાસી જનસમૂહ આ તીર્થમાં ભક્તિ ગીતો ગાઇ, પરંપરાગત ભજન-નૃત્યો અને તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે. ભગવાન શામળાજી શ્રી કૃષ્ણનું જ સ્વરુપ છે. શામળાજીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને એક દેવતાના રુપમાં નહીં પરંતુ તેમના સખા, મિત્ર, સહોદરના રુપમાં પૂજે છે. ભીલ જનજાતિમાં, શામળાજી ખૂબ જ સમ્‍માનીત છે અને લોકપ્રિય છે. જે `કાલિયો ભવજી` ના રૂપમાં જાણીતા છે
શામળાજીનો મેળો નાગઘારા કુંડમાં સ્‍નાન અને વર્ષો જુની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે.

ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. રાજસ્થાન સરહદે સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. શામળાજી મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અસાધારણ અને અવલોકનીય છે.

જેમ દ્વારકાને સમુદ્રનું સાંનિઘ્ય મળ્યું છે તેમ શામળાજી ડુંગરો, મનમોહક વનરાજી અને મેશ્વો નદીનું સાંનિઘ્ય ધરાવે છે. મંદિરની અતિસુંદર શિલ્પ-સ્થાપત્યયુક્ત રચનાઓમાં ગદાધરની નયનરમ્ય મૂર્તિ ખૂબ આકર્ષક છે. અર્વાચીન કાળમાં આદિવાસીઓની કેળવણી માટેની સુંદર આશ્રમશાળા અને મેશ્વો બંધ તથા ભગવાન ગદાધરનું મંદિર જે મોટા હાથીઓની પ્રતિકૃતિવાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે આવેલ સપ્તતલ દેવાલય રૂપે દેખાય છે. ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે.

ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. ગજ્જર અને ઉપર તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરના મુખ્ય પગથિયા-પ્રવેશદ્વાર-સભાખંડ સામે જ ગર્ભદ્વાર અને સામે દેવમૂર્તિ એવી રચના કરવામાં આવેલી છે. દેવ સમક્ષ અત્યંત સુંદર ગરુડની મૂર્તિ છે.

મંદિર એવા ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

[૧] સભામંડપ
[૨] અંતરાલ
[૩] ગર્ભદ્વાર

અંદરની દીવાલો ઓછા શિલ્પોવાળી છે. થાંભલા ઉપર વિવિધ કંદોરા અને સ્તરો કલામય છે. અંદરના સ્તંભો નીચેથી ઉપર ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. જેના ઉપર ફૂલવેલની આકૃતિઓ છે.
બહારની દીવાલો તો દેવ-દેવીઓની મૂર્તિઓ, માનવની, પ્રાણીઓની તથા ફૂલવેલની આકૃતિઓથી ભરેલી છે.
જેમાં મહાભારત, રામાયણ અને ભાગવતના પ્રસંગો તથા પુરાણવર્તિત લીલાઓ, ચોપાસ દિશાઓના ગોખમાં શાસ્ત્રોક્ત પરંપરા જાળવીને ઇન્દ્ર, અગ્નિ, વરુણ, શિવ, ગણેશ, વાયુ તેમજ સરસ્વતી, ચંદ્રિકા, ઇન્દ્રાણી વગેરેની પ્રતિમાઓ છે. જેમાં કુબેરનું શિલ્પ નોંધપાત્ર છે. ઉપર જતા નાના થતા જતા અને પ્રવેશ ન થઇ શકે તેવા માળ પરથી રચાયેલ આ સપ્તપ્રસાદ સમા દેવાલયનું શિખર વિશાળ છે. મંદિરમાં તાંબાના પતરા પર કોતરાયેલા બે લેખ મળ્યા છે, તે પરથી ૧૭૬૨માં થયેલા જીરણોદ્ધારની નોંધની જાણ થાય છે.

આ લેખ પરથી જણાય છે કે મૂળે આ મંદિર હળધર બલરામજીનું હતું. તેમાં ત્રિવિક્રમ સ્વરૂપની કૃષ્ણ શામળાજીની મૂર્તિ કદાચ પાછળથી પ્રસ્થાપિત કરાઇ હશે. કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુપ્રતિમા લગભગ સવા મીટર ઊંચી છે. તેની સામે જ કાળા પથ્થરની અંજલિમુદ્રાયુકત માવાકૃતિ તથા ગરુડની કાળા આરસની સુંદર મૂર્તિ છે. આ સ્થાન ગુજરાતના પવિત્ર તેમજ ઐતિહાસિક ઉપરાંત અત્યંત રમણીય અને અસાધારણ શિલ્પ સૌંદર્યના કારણે અનેક પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. તથા હિંમતનગરથી ૪૮ કિ.મી.ના અંતરે આવેલા આ સ્થળે કારતક માસમાં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતના સૌથી મોટા અને જાણીતા મેળામાંનો એક છે અને મેળામાં હાલો શામળાજીના મેળે રણઝણિયું વાગે ગાતા અને નાચતા આદિવાસીઓને જોવા એ એક અનેરો લહાવો છે.

શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ શામળશા શેઠ ઉપરથી પડયું છે. ૧૧મી સદીમાં નિર્માણ પામેલું આ મંદીર સ્થાપ્ત્ય કળા-કારીગીરીનો ઉત્તમ નમૂનો છો.

યાદવોની દ્વારિકામાં શામળાજી,
શબ્દની આ સંહિતામાં શામળાજી.

કાનજીની વાંસળી છે ભાગશાળી ,
યમુનાનાં ઓરતાંમાં શામળાજી.

નીડ જાગે, પાંખ બોલે, પંખ ખોલી,
મોરલાના નાચવામાં શામળાજી.

દેવકીના દ્વાર પર તો યોગમાયા,
નંદજીના આંગણામાં શામળાજી.

રાધિકાની ઝાંઝરીમાં રોજ બોલે,
ભાવભીની સૂરતામાં શામળાજી.

હાંકવી છે કાલિંદીમાં આજ હોડી ,
`કાંત`ના છે હલેસાંમાં શામળાજી.

✍? કૃષ્ણકાંત ભાટિયા `કાન્ત `

પરમ શાંતિ અને ચરમ સુખનો અનુભવ એટલે શામળાજી દર્શન અને શામળાજી પ્રવાસ શામળાજીમાં મંદિરની આજુબાજુમાં રહેવા જમવાની બહુજ સારી વ્યવસ્થાવાળી ધર્મશાળાઓ અને હોટેલો પણ છે જ ત્યાં રહીને સવારમાં માત્ર ૩ જ કિલોમીટરની અંદર આવેલા અન્ય ઐતિહાસિક સ્મારકો આમ તો તે ખંડેર હાલતમાં છે એ પણ જોવાં જેવાજ છે. એમાય ખાસ કરીને એક તોરણ જે ગુજરાતની શાન અને સોલંકી યુગની જાહોજ લાલીનો પુરાવો છે એ તો ખાસ જ જોજો. અમદાવાદ- ઉદેપુર હાઈવે પર રસ્તામાં જ આવે છે આ શામળાજી.. એનાથી ૫ કિલોમીટર જ દુર છે રતનપુર ચેક પોસ્ટ અને રાજસ્થાનની સરહદ. એટલે કહેવાનો તાત્પર્યાર્થ એ છે કે રસ્તામાં જ આવે છે એક દોઢ કલાક ફાળવીને પણ આ મંદિરમાં ભગવાન શામળિયાનાં દર્શન કરીને આગળ વધી જ શકાય છે !!! તો મિત્રો ……. આ મંદિરના દર્શનાર્થે અવશ્ય જજો ભૂલતાં નહીં !!!!

——— જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!