સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક પ્રવાહો

ભારતીય ધાર્મિકતા સેમાઇટ સંસ્કૃતિના તત્ત્વોથી સભર છે. પૌરાણિક પરંપરાના મૂળભૂત તત્વો ઇજિપ્શયનો પાસેથી અને વૈદિક પરંપરાના તત્ત્વો બેબોલિયન- આસિરિયનો પાસેથી અહીં આવેલા છે. વૈદિક મંત્ર ય-ર બેબોલિયન પ્રકારનાં છે. શિવ અને શકિતના તત્ત્વો પૂર્વ એશિયાના છે.

ઈ.સ. પૂર્વે લગભગ ૬૦૦ થી ઇ.સ. ૮૦૦ સુધીના સ્મૃતિકાલમાં બ્રહ્મા, વિષ્ણુ અને – મહેશ એ ત્રિદેવ ઉપાસના અસ્તિત્વમાં આવી, ત્યારબાદ કાળક્રમે વિષ્ણુ, શિવ, સૂર્ય, ગણપતિ અને અંબિકાએ પાંચ દેવોની ઉપાસનામાંથી વૈષ્ણવ, શૈવ, શાકત, સૌર અને ગણપતિ એ પાંચ સંપ્રદાયોનો પ્રાદુર્ભાવ થયો. એ પાંચેય દેવોની અલગ પૂજા-ઉપાસના સૂચવતાં અનેક મંદિરો-સ્થાનકો અને મતો સૌરાષ્ટ્રમાં સર્વત્ર પથરાયેલાં છે. સૌરાષ્ટ્રમાં એક કાળે કર્મકાંડપરક, વૈદિક અને ઉપનિષદ તત્ત્વજ્ઞાનપરક ધર્મ પ્રવર્તતો હતો. શ્રી કૃષ્ણના દ્વારકા આગમન પછી તેમજ શ્રીકૃષ્ણ તત્ત્વજ્ઞાનીઓનાં યોગેશ્વર હોવાથી સૌરાષ્ટ્રમાં વેદિક – ધર્મ પ્રતિષ્ઠિત થયો હતો. વેદિક દેવોનાં નવા અવતાર સમા દેવોનો પ્રાદુર્ભાવ થયો. તેમજ – નવાં નવાં સંપ્રદાયોને મતોનો ઉગમ થયો. શંકરાચાર્યે વેદાભિમુખ પરંપરા જળવાઈ રહે એ ‘માટે મઠ મઢી અને અખાડા તેમજ દશનામી સંન્યાસીઓની પરિપાટિ પ્રસ્થાપિત કરી જે આજે પણ વ્યવસ્થિત રીતે ચાલે છે

સૌરાષ્ટ્ર એટલે અનેક ધર્મોની ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે ધર્મોનું સંગ્રહાલય, સૌરાષ્ટ્ર – એટલે સર્વ સંપ્રદાયો ને મતોની સમન્વય ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે તત્ત્વજ્ઞાનનાં ‘યોગેશ્વરની’ ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે સંતો, ભકતો, ત્યાગી, તપસ્વી, ધર્મવીરો, ધર્મપંડિતો, મહાત્માઓ, ધર્મ-પ્રવર્તકોની ભૂમિ આ બધાને કારણે જે શ્રી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની ધર્મસાધનાને બહુરંગી ચૂંદડી તરીકે ઓળખાવે છે. કોઈ એક પ્રવાહ વધારે વેગથી આવી. ‘બીજામાં ભળે, ઠરે, નીતરે અને પછી ભેગાં થઈ પ્રગતિ કરે તેમ સૌરાષ્ટ્રમાં હિંદુધર્મે ભૌતિકશાસ્ત્રનો નિયમ અહીં સિધ્ધ કર્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ધર્મો બહારથી આવ્યા ને નામશેષ પણ થયાં પરંતુ હિંદુધર્મનાં પાંચ સંપ્રદાયો વૈષ્ણવ, શૈવ, શાક્ત, ગાણપત, સૌર નું પ્રાબલ્ય, પ્રભુત્વ અને મહત્તા જેમની તેમ અખંડ અને અણનમ રહ્યાં છે, જે એ સંપ્રદાયો પ્રત્યે લોકોનો અનુરાગ દર્શાવે છે.

માહિતી-સંદર્ભઃ
સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ.પીંગળશીભાઇ.ગઢવી

પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા-જામનગર

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

– સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

– સૌરાષ્ટ્રની પ્રાચીનતા

સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!