સતીમાનો પથરો

મેહસાણા જિલ્લાનું ખેરાળુ તાલુકાનું પુરાણપ્રસિદ્ધ વડનગર ગામ. વડનગર થી છ સાત માઇલ દુર આવેલું નાનુ પણ રળિયામણું ગામ એટલે કરબટીયા એક ટેકરા પર વસેલું છે. આ કરબટીયા ગામમાં હડીયોળ રાજપુતો ના સોએક ઘરની વસ્તી. આ હડીયોળ રાજપુતો મુળ હડોલ ગામનાં રહેવાશી હડોલ ગામ હાલ જ્યાં સાબરમતિ નદી ઉપર ધરોઇ ગામ પાસે આવેલું છે આશરે સાતસો વર્ષ પહેલાં હડોલ થી આવી વસેલા તેથી તેઓ હડીયોળ કહેવાયા હડીયોળ મુળ પરમાર વંશની શાખા ગણાય છે..

એ અરસામાં વખતો વખત ધીંગાણા થવાનાં પ્રસંગો બનતાં. એવામાં એકવાર સુલતાન પુરના લોકો એ કરબટીયાની ગાયો વાળી, હડીયોળ રાજપુતો હાથમાં પડયું હથીયાર લઇ સુલતાન પુરના રસ્તે સાબદા થયા, થોડે દૂર દુશ્મન નો ભેટો થયો ‘જય અંબિકા’ ના નાદ સાથે ગગનભેદી નાદ થયો દુશમનો પર તુટી પડયા, તલવારો ની તાળી પડવા લાગી, હાથોહાથની લડાઈ મા આ શુરવીરો મરજીવા થયા બીજા ગામના લોકો પોતાના ગામની ગાયો વાળી જાય એ એમનાં માટે હિણપત ભર્યું હતું.

આમતો કરબટીયા ગામમાંથી ઘેર ઘેર થી રાજપુતો ધીંગાણે નિકળ્યા હતા પણ ગામનાં આગેવાન સરદારસિહ પ્રતાપસિંહ મુખ્ય હતાં. પોતે ઘોડી ઘરે લેવાં જાય તો પોતાનો એકનો એક પુત્ર મનોહરસિંહ સાત દિવસે આજ ઘરે આવ્યો છે જે થાક્યો પાક્યો નિદ્રાધિન થયો હતો તે જાગી જાય આથી તે પગપાળા નીકળ્યા તેઓ ધીંગાણામા ગયા. અહીં ઘરે ઘોડીએ ધમપછાડા ને હણહણાટી કરવા લાગી ને અવાજ થી મનોહરસિંહ જાગી ગયો.. તેને પુછયું બાપુ કેમ ઘરે નથી કોઈએ કાઇ જવાબ આપ્યો નહીં, ખાટલામાં બેઠા થઇ બારણું ખોલવા ગયા પણ બહાર થી બંધ હતુ ઉઘાડવા માટે ખખડાવા લાગ્યા બુમો પાડી બહારથી જવાબ આવ્યો નહીં. એવાં મા એનો નાનો દિકરો બળવંતસિંહ આવી ચડ્યો એને જણાવ્યું દાદા તો ઢાલ તલવાર લઇ ધીંગાણે ગયાં છે બસ થઇ રહ્યું એને થયુ દાદા ધીંગાણે અને હુ ઘરમાં અરેરાટી થઈ તેને બળવંત ને બારણું ખોલવાની જીદ કરી પણ નિરાશા મળી અંતે બારણું તોડીને હથિયાર સજીને ઘોડી પર ચડયા. માતા એ ઘણી ના કહીં પણ તીર નીકળી ગયું ઘોડી સુલતાન પુરના માર્ગે મારી મુકી, થોડેક દૂર હાકલા પડકારા થતા સભળયા

મનોહરસિંહે પણ ધીંગાણા મા ઝંપલાવ્યુ જય મા ભવાની ને શુરાતન ચડયું દુશ્મન નો દાટ વાળવા લાગ્યો આખરે દુશ્મન નાઠા અને નાસતા દુશ્મન નો પીછો મનોહરસિંહે કર્યો ને ગામનાં માણસો ગાયો વાળી ગામમાં આવ્યા. મનોહરસિંહ પણ થોડે દુર સુધી દુશ્મનનો પીછો કરી પાછા ફર્યા હવે દુશ્મનો નો કોઈ ભય ન હતો કારણ દુશ્મનો નાશી ગયા છે. એટલે ધીમેધીમે ઘોડીને હાંકવા લાગ્યા કારણ ઘોડી પણ ઘવાઇ હતી, પરંતુ અચાનક ઝાડ પાછળ સંતાઈને ઊભેલા દુશ્મને મનોહરસિંહ કાઇ કરે તે પેહલા ભાલાનો છુટો ઘા કરી દિધો અને ભાગી ગયો ભાલાનો ઘા વાગતા ઉથળી પડ્યા ઘોડી પરથી પટકાઇ ગયા ને બેભાન થઈ સવારને હલતો ન જોતો ઘોડી ઝડપભેર દોડી ને ઘરે આવી. એ દરમિયાન મનોહરસિંહ ના પત્નિ સંતોકબા સતી બહાર આવ્યા રસોડામાંથી સળગતા અંગારા નો ખોબો ભરીને નીકળ્યા હતાં. ઘરની બહાર નીકળતાં બહાર પડેલો નાવણીયાના પથ્થરા પર આવી બેઠા સળગતા અંગારા જોઇ એક પાડોશીએ તેમની સાસુને કહ્યું તરત બહાર આવ્યા. તમે આ શુ કરો છો દાઝી જશો આમ અંગાર હાથમાં લેવાતાં હશે, સતી એ કહ્યુ હવે દાઝવાનુ કેવું બા તમારા દિકરા ધીંગાણા મા મરણતોલ થઇ ધાયલ થયા છે અને બચી શકે એમ નથી અને ઘોડી હુ આવતી ભાળી રહી છું. મને સત ચડયું છે મારે સતી થવું છે તેની તૈયારી કરો…

એવામાં ઘોડી દોડતી આવી અને હણહણવા લાગી ઘોડીને ત્યાં આવેલી જોઇ સંતોકબા બોલ્યા ફટ ભૂંડી એકલી આવી અસ્વારને મુકીને તને શરમ ન આવી. જેમ કોઈ માનવી કહેવામા એમ ઘોડી સતીની વાત સાંભળી ઘોડી તરતજ મનોહરસિંહ પડ્યા હતા ત્યાં આવી કણસતા અવાજે પડેલ મનોહરસિંહ ને જોયો અને એના પડખાભર પડી ધાયલ મનોહરસિંહ પાસે સુઇ રહી માતા જેમ પોતાના માંદા બાળકને ધવરાવવા પ્રયત્ન કરતી હોય એમ આ જાતવાન મમતાળી ઘોડી પોતાને વળગી પડે એવો પ્રયત્ન કરવા લાગી. મનોહરસિંહ જેમતેમ કરી મહાપરાણે વળગી પડયો મહામુસીબતે વળગી પડેલા અસ્વારને ઘોડી ઘરે આવી ઘોડી લોહીથી લાલ થઇ હતીં લોહી ખુબજ વહી ગયું હતું. આ બાજું સતીએ તેના સાસુને કીધું જલદી કરો મને શણગાર સજાવો મારે છેટું પડે છે. સતી ને તૈયાર કરવામાં આવે છે જય અંબે ના નાદ થવા લાગ્યો સતી માનો જય હો સતીમા સોળે સજી શણગાર પોતાના પતીની શબવાહિની પાછળ જય અંબે ના નાદ સાથે સ્મશાને ગયા. આજુબાજુના ગામનો લોકો પણ આવી પહોંચ્યા, કોઈ રોગી, કોઈ વાંઝિયા, વાંઝિયામેણુ ટાળવા આવ્યા હતા સતીએ સર્વ ને માથે હાથ મુકી આશીર્વાદ આપ્યા. હજારો માનવમેદની સામે પતિ નુ શબ પોતાના ખોળામાં લઇ ચિતા મા બેઠા માનવ મેદની ના મુખેથી જય અંબે જય અંબે ના ગગનભેદી અવાજો વચ્ચે સર્વભક્ષક અગ્નિદેવે પતિ ના શબ સાથે સતી માને ભસ્મીભૂત કરી દિધા..

આજે પણ કરબટીયા ગામમાં પેલો નાવણીયાનો પથરો પડ્યો છે તે પથરા ને સતીમાનો પથરો કહેવાય છે ને તે હાલમાં પણ પુજાઇ છે.. હાલમાં પણ સતી માને માનતાં માનવામાં આવે છે. કોઇ ઢોરને દુધમા લોહી આવતું હોય તેનુ દુધ ચઢવામાં આવે તો ઢોરને સારું થઇ જાય છે .

નોધ-:આ પથ્થર રાજપુતો ના મહોલ્લામા અડીયોલ હરજી મેઘાજી અને અડીયોલ જીવણજી જેઠીજીના મકાનોની બહારની ઓસરીના વચ્ચે ના ભાગમાં ઓટલા ઉપર બેસાડીયો છે.. હાલમાં નવી દેરી બનાવી સતીનો કાલ્પનિક ફોટો મુકવા માં આવેલ છે જ્યાં ધુપ દિપ થાય છે. અહી મુકેલ ફોટા મા સતી માનો પથરો ને નવી બનેલ દેરી નો છે તથા તેમના ચરણ પગલા પણ છે

મિત્રો..આ વાત થોડી પુસ્તક માંથી છે જે ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટે લખેલી છે જેનું નામ સતી માનો પથરો અને થોડી વાત મારા મિત્ર એવાં સેતાનસિહ અમથાસિહ મુ .કરબટીયા તથા ભવાનસિંહ એ કરેલ છે જેમનો હુ આભારી છું….

લેખન- વિરમદેવસિહ પઢેરીયા..卐…

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!