ત્યાગ અને બલિદાન કેવું હોય તેનો અનન્ય દાખલો, સતીના સતિત્વના ભવ્ય બલિદાનની વાત

અમથા નથીં કહેવાતું વો હિન્દકી રાજપુતાનીયા થીં.. વાહ ભવ્ય ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી પણ છતાં આવાં ત્યાંગની મુર્તિ ને યાદ કર્યા વગર નહીં રહેવાય, કારણ આ વાત આજની નારીને ઘણું કહીં જાય છે….

શુ વાત કરુ આ દેશની નારીના અદ્ભૂત બલિદાન ની ત્યાગની અને સમર્પણની હદ કેહવાય ખરેખર સ્ત્રી ત્યાગની મુર્તિ છે એમાં કાંઇ ખોટું નથી.પથ્થર ને પણ પીગળાવી દે એવી કરુણ ઘટના હું તમને કહેવાનું છું.

વાત એમ છે વરસોડા ગામમાં વનરાજ ચાવડાના વંશજ ઠાકોર આશાકરણજી ચાવડાના કુંવર રામદાસજી રાજ કરે. તેમને પોતાના નાનભાઇ વસુરાજસિહને ચાવડાને વરસોડા થી દસ માઇલ દુર આવેલ આજોલ ગામની જાગીર આપેલી. જાગીરદારશ્રીને ચાર પુત્રો અને લક્ષ્મીના અવતાર સમાન દિકરી સજ્જનકુંવરબા હતા. ચારભાઇ વચ્ચે એકજ બેન પણ પિતાએ નાનપણથી જ સંસ્કાર આપવાં માંડયા હતાં. નાનપણથી જ ધર્મપરાયણ જેવું નામ એવાં જ ગુણ મીરાંના ભજનો ગાવનો શોખ રામયણ મહાભારતની કથાઓ પણ સાંભળતા મહાન સતીઓના સંસ્કાર જીવનને પીને તેવાં બનવા ઇચ્છતાં હતા.

હવે મુળ વાત……..દિકરી ઉંમરલાયક થવાં લાગી ઉંમર પ્રમાણે તેમાં લાજ શરમ ને સંકોચ આવવા લાગ્યા. મસ્તી જતી હતી અને ગંભીરતા આવવા લાગી, દરેક દિકરી ઊમરલાયક થતાં માબાપને તેને યોગ્ય જગ્યાએ વરાવાની ચિંતા હોય. એક દિવસ પોતાના કુળગોર ભવાનીશંકરને બોલાવી ચિંતા વ્યક્ત કરી અને રાજસ્થાનમાં જ્યાં પોતાની કુળની દિકરીઓને પરણવામા આવતી હતીં એવા ખાનદાન સ્થળોમા જઇ તેનાં માંટે યોગ્ય વર ગોતી લાવવાની વિનંતી કરી. ગોરે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યુ, ફરતાં ફરતાં મેવાડમા આવેલાં ઢેલાણા નામનાં સ્થળે મન ઠર્યું. ત્યાંનો રાજવી સજજનબા માટે રંગે રૂપે યોગ્ય હતો. આથી સગાઇનુ પાકુ કરી શ્રીફળ અર્પણ કરી ખાંડુ મોકલવાની તીથી સમય દઇ આજોલ પધાર્યા ને વાત કરી. એકની એક દિકરીના વિવાહ માંડયો ને સારો એવો દાયજો દીધો ને ખાંડા સાથે આવેલા મેહમાનોની સરભરા કરી. મુહૂર્ત પ્રમાણે દિકરી વિદાયની વેળા આવી વેલડુ સુંદર શણગારીયુ હતું કરિયાવરનુ ગાડું પણ હતું ગીતો ગવતા હતા

દાદા તમારે દેવું હોય ઇ દેજો છેટાની વાટે હાલવુ રે..
દાદાએ દીધા હાથીડા ના દાન દિકરી ને વળાવી સાસરે..

વળાવતી વખતે બાપની આંખોમાં આંસુ આવી ગયાં પોતના જીવજેવી દિકરી પારકાં ઘર મોકલતાં જીવ નથીં હાલતો પણ છેવટે ભારે હૈયે સજ્જનબા ને માફામા બેસડવા મા આવ્યા. માફામા બેસતા કોઈને છીંક આવી વહેમી પ્રકૃતિ વેલડે થી ઊતારી પાણી પાઇને પાછાં બેસી ગયા. ત્યાંરબાદ તેમની જમણી આંખ ફરકવા લાગી આથી તેમનું મન અપશુકન માનતી હતી. ગાડવામા ભરેલું ઘી પણ ઢોળાયું આ બધું જોઈ અમંગળ ભાવીની આશંકા થઇ પણ ઇષ્ટદેવનુ નામ લઇ શ્વસુરગૃહ તરફ પ્રયાણ કર્યુ.

આમ રસ્તો કાપતા એમની સાથેનાં ઘોડેસ્વાર ને તેમને મુકવા જઇ રહેલાં બે નાનાભાઇઓ પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતની લીલુડી ધરતી ઓળંગી મેવાડ ની સુકી ધરતી પર આવી ગયો. સાસરીનુ સ્થળ થોડું દુર હતું. વેલડુ થંભી ગયું ત્યાંજ રાત્રી મુકામ કરવાનો હતો. નિદ્રાધીન થયાં અચાનક સજજનબા ને ભયંકર સ્વપ્ન આવતાં જાગી જાય છે આખીરાત સપનાના વિચારમાં કાઢી આજ અપશુકન પણ થયાં. પોતાના ભાવિના અમંગળના એંધાણ થવાં લાગ્યા. સવારે નિત્યક્રમ પતાવી તે ગામથી વિદાય થયાં ત્યાં સામેથી પુર ઝડપે ઘોડેસ્વાર આવતાં દેખાણા. આવનાર ઘોડેસ્વાર તેમનાં સસરાપક્ષના હતાં. આવતાંની સાથે જ તેમને રસાલા ના માણસો સાથે ખાનગીમાં વાત કરવા માંડી ત્યારે સજજનબા ની આંખ વધારે ફરકવા લાગી.

થોડી વાર મા રાસલાના આગેવાનને વેલડુ પાછું વાળવા કહ્યું. સજજનકુવરબાએ ભાઇઓને કીધું કેમ વેલડુ પાછું વાળવા કહ્યું? ભાઈઓ એકદમ વાત કરી શક્યા નહીં પણ દાસીએ જે વાત સાંભળી હતી તે કેવાં લાગી. બેનબા જેમની સાથે તમારા લગ્ન થવાનાં હતા એ દરબારશ્રીનુ કાલ રાત્રે અચાનક અવસાન થયું છે. આ સમાચાર આંયા છે કે હવે આવનાર કન્યા ને પાછાં વાળો કારણ તમારું હજુ લગ્ન થયેલ ન હોવાથી તમે તમારા પિતાના ઘેર જઇ શકો છો ને તમારા પિતા બીજા યોગ્ય કુંવર સાથે વરાવી શકે છે. દાસીની વાત સાંભળી રાજપુત કન્યા બધું સમજી ગયાં.

રાજપુત ગરાસીયા મા વરરાજા જાન લઇને પરણવા આવતાં નથીં પરંતુ ખાંડુ એટલે કે તલવાર મોકલવામાં આવે છે. સસુર પક્ષે ગયાં પછી વિધિસર લગ્ન કરે છે ત્યારે તે કાયદેસરના પત્ની ગણાય જ્યાં સુધી આમ વિધિસર લગ્ન ના થાય ત્યાં સુધી કાયદેસરના પત્ની ના ગણાય, પણ આતો રાજપુત કન્યા, પિતા ના સંસ્કારો દિપી ઊઠ્યા, શરીરમાં કંપારી છૂટી, વેલડુ સસરા ના ગામ બાજું હાકો આજ્ઞા થઇ પોતાના ભાઈઓ ને કહીં દીધું કે પિતાના ઘરેથી આ ઠાકોરના ત્યાં આવવા નીકળી ત્યારથી હુ તેમને મનથી વરી ચૂકી છુ ને ધોડેસ્વારો ને કીધું જ્યાં સુધી હું ન પોહચુ ત્યાં સુધી મારા પતિને અગ્નિસંસ્કાર કરવાં ના દેશો મને સત ચડયું છે. તેથી તેમની સાથે સતી થવા માગું છું.

આખો રાસલો સ્તબ્ધ થઇ આ નાનકડી દિકરી લાગણીવશ થઇ આ રીતે બોલે છે પણ આતો જુદી જ માટીના હતાં. ઘોડેસ્વાર પોહચે છે સજ્જકુવરબા ના સમાચાર આપે છે. હજું પતિને જોયો નથીં ને આવો નિર્ણય, ગામમાં વાત ફેલાણી આવો પ્રસંગ જોવાં મહેરામણ ઊમટી પડે છે. થોડી વાર મા સજનબા નો રાસલો આવી પોહચે છે. કુળ પુરોહિતે તમામ ધાર્મિક સંસ્કાર કરાવી દિધા. ઠાકોર સાહેબ ના શબને અગરચદનની ચિતામા પોઢાડવામા આવ્યા. દેવી સજનબા ધીર ગંભીર પગલે કોઈ હર્ષધેલી પત્ની પોતાના પતિને ઉમળકા ભેર મળવા જતી હોય એમ ઊલ્લાસિત રીતે ચાલવા લાગ્યા. માથાનાં વાળ છુટા થયાં હતાં કપાળમાં કંકુની આડ લલાટને દેદિપ્યમાન બનાવતી હતી. સોળે શણગાર સજીયા હતા મુખનુ તેજ ઝળહળી રહ્યું હતું મસ્તકો આપોઆપ નમી જતાં હતાં. સતીમાનો જય કોરો ચારેય કોર સભળાતો હતો સ્મશાનમાં જઇ ધાર્મિક સંસ્કાર કરવામાં આવે છે. બધાં દુખીયા લોકોએ સતીના આશીર્વાદ મેળવ્યા. જેમ કોઈ પરણવાને તૈયાર થયેલ કન્યા લગ્નમંડપમાં પતિ સાથે હથેવાળો કરવાં બેસે તેમ ચિતામા બેસી ગયા.

એ વખતે હાજર તેમનાં બન્ને ભાઈઓ ને નજીક બોલાવી કહયું અહીં આજે હું સતી થાવ છું. તેમાથી થોડાં ફુલ બળેલા અસ્થિ તમે આપણી જન્મભૂમિ આજોલ ગામે લઇ જજો ત્યાં આપણા બાપદાદાના સ્મશાનમાં કોઈ એક સારા સ્થળે ભંડારી તેની ઊપર મારી એક છત્રી બંધાવજો. બા બાપુને મારા પ્રણામ કહેજો. ને બાપુને કહેજો કે તમારી દિકરીએ તમારૂ સંસ્કારધન ઊજાળ્યુ છે. સંદેશો સાંભળી બન્ને ભાઈઓ રડી પડ્યા કેવી આશાએ બેન સાથે આવ્યા હતા સાસરે મુકવા પણ તેનું મુત્ય જોવાનો સમય આવ્યો. ભાઈઓ ને અનેક હિન્દુ સતીઓના દ્રષ્ટાંત આપી દેવી પતી સાથે સતી થયાં. સજજનબા ની છેલ્લી ઇચ્છા પ્રમાણે તેમનાં ભાઈઓ તેમનાં પવિત્ર અસ્થિ આજોલ ગામ લાવ્યા. બાપદાદાના સ્મશાનમાં ઉચાણવાળી જગ્યાએ ભંડારી તેનાં પર છત્રી બંધાવી. મિત્રો આ એજ છત્રી છે જે સતીના સતિત્વ ના ભવ્ય બલિદાનને ઉજાગર કરતી આજેય આજોલ ગામે ઊભી છે

નોંધ ÷ આજેય તે પવિત્ર ચાવડા કન્યા દેવી સજ્જન કુંવરબાની છત્રી આજોલ ગામે માણસા વિજાપુર રોડની પશ્ચિમ બાજું તેમની યશકિર્તિની યાદ અપાવતી ઊભી છે

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐 …………卐…………..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!