“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ”
“વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી”
“મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ હતાં એમનો ખાસ વફાદાર પણ એક મુસ્લિમ જ હતો”
આ મારા શબ્દો કે મારું વિશ્લેષણ નથી આ ફિલ્મ પાણીપતનાં જ સંવાદ છે આ ફિલ્મ એક દસ્તાવેજ છે જેને ખુબજ કાળજીથી જતન કરી સાચવવો જોઈએ. ફિલ્મની વાત આપણે બીજાં લેખમાં કરીશું પહેલાં થોડી નજર ઈતિહાસ પર નાંખી લઈએ
પાણીપતના ૩ યુદ્ધ થયાં
[૧] પ્રથમ પાણીપતનું યુદ્ધ ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ મુગલ બાદશાહ બાબર અને લોદી સામ્રાજ્યનાં ઈબ્રાહીમ લોદી વચ્ચે લડાયું જેમાં બાબરે જીત હાંસલ કરી અને મુગલ સલ્તનતનો પાયો નાંખ્યો
[૨] દ્વિતિય પાણીપતનું યુદ્ધ ૫ નવેમ્બર ૧૫૫૬નાં રોજ થયું દિલ્હીનો અંતિમ સમ્રાટ વિક્રમાદિત્ય હેમુ અને મુગલ બાદશાહ અકબર વચ્ચે જેમાં મુગલ બાદશાહ અકબરની જીત થઇ અને હિંદુઓ હાર્યા
અને
[૩] તૃતીય પાણીપતનું યુદ્ધ ૧૪ જાન્યુઆરી ૧૭૬૧ નાં રોજ અફઘાન શાસક અહમદશાહ અબ્દાલી અને મરાઠા યોદ્ધા સદાશિવરાવ ભાઉ વચ્ચે લડાયું. જેમાં અહમદશાહ અબ્દાલીની જીત થઇ હતી અને સદાશિવરાવ ભાઉ સહિત અસંખ્ય મરાઠાઓ માર્યા ગયાં હતાં !!!
પ્રથમ યુદ્ધ તો બે મુસ્લિમ શાસકો વચ્ચે જ થયું હતું. જયારે બીજું યુદ્ધ તો હિંદુ -મુસ્લિમ હતું. આ યુધ્ધમાં છેક છેલ્લી ઘડીએ જીતતાં જીતતાં વિક્રમાદિત્ય હેમુ હાર્યો હતો.. નોંધ : આ વિષયક લેખ વિક્રમાદિત્ય હેમુ વાંચો..
ત્રીજું પાણીપતનું યુદ્ધ એ અહમદશાહ અબ્દાલી જે ભાડેથી એટલે કે બહારથી ખાસ લડવા માટે બોલાવાયેલો આક્રમણકરી શાસક હતો. ઐતિહાસિક સત્ય છે કે —- મોગલોનો અંત તો છત્રપતિ શિવાજી અને શીખ ગુરુ ગોવિંદસિંહે આણી જ દીધો હતો. ત્યાર પછી મોગલો માત્ર નામના જ શાસક રહ્યાં હતાં. છત્રપતિ શિવાજીનો સમય હતો ૧૬૨૭/૧૬૩૦ થી ૧૬૮૦. ત્યારપછી ૮૧ વર્ષે આ યુદ્ધ અરે મહાયુદ્ધ લડાયું હતું. પાણીપતનાં આ ત્રીજાં યુદ્ધ પહેલાં એની પશ્ચાદભૂ પણ જાણી લેવી અત્યંત આવશ્યક છે !!!
નાના સાહેબ પેશ્વા રાજગાદી પર આવ્યાં એ પહેલાં એટલે કે ઇસવીસન ૧૭૦૦ થી ઇસવીસન ૧૭૪૦ ધ ગ્રેટેસ્ટ મહાવીર અજેય બળવાન શાસક બાજીરાવ પ્રથમ રાજગાદી પર હતાં. બાજીરાવ અજેય યોદ્ધા હતાં. એમની યુદ્ધશૈલી પણ નિરાળી હતી અને એટલે જ તેઓ એકેય યુદ્ધ નહોતાં હાર્યા. એમની પહેલાં શિવાજી રાજે પણ એકેય યુદ્ધ નહોતાં હાર્યા. પણ …… શિવાજી મહારાજનું એક સપનું હતું કે દક્ષિણમાં વિજયપતાકા લહેરાવવી જેમાં હૈદરાબાદનો નિઝામ મુખ્ય હતો. આ નિઝામને હરાવવાનું શ્રેય શ્રુત બાજીરાવને જાય છે પાલખેડનાં યુદ્ધમાં.. મરાઠાઓએ નિઝામને એટલી હદે તહસ-નહસ કરી નાંખ્યો હતો કે એ ફરી આંખ ઉંચી કરીને પણ મરાઠાઓ સામે ના જોઈ શકે !!! આ પાલખેડનું યુદ્ધ ઈસ્વીસન ૧૭૨૧માં લડાયું હતું. બાજીરાવે નિઝામને એની ગાદી પાછી સોંપી પણ એને પોતાની સાથે ભેળવી દીધો. આવું તો બાજીરાવે અનેક ઠેકાણે કર્યું હતું. મોગલોને પણ હંફાવ્યા હતાં પણ દિલ્હી સર નહોતું કર્યું !!!! જો કે એમની અદમ્ય ઈચ્છા જરૂર હતી પણ એ કોક કારણોસર થઇ શક્યું નહી. ઈતિહાસ સાક્ષી છે કે સમ્રાટ બાજીરાવ સાથે મુગલો વાત કરતાં પણ ડરતાં હતાં !!!
હવે ઈસ્વીસન ૧૭૫૦ થી ઇસવીસન ૧૭૫૯ સુધીનાં સમયગાળામાં નાના સાહેબ પાસે એક મહાન યોદ્ધો હતો જો કે એ યોદ્ધો તો સન ૧૭૬૧માં પણ હતો. પણ આ સમયગાળામાં એ મહાન યોદ્ધાએ નિઝામને હરાવ્યો અને એનું રાજ્ય હડપી લીધું. એ મહાન યોધ્ધાનું નામ છે………. સદાશિવરાવ ભાઉ !!!
સદાશિવરાવ ભાઉ ———
સદાશિવરાવ ભાઉનો જન્મ ૪ ઓગષ્ટ ૧૭૩૦ના રોજ થયો હતો અને એમનું મૃત્યુ ૨૦ જાન્યુઆરી ૧૭૬૧નાં રોજ પાણીપતનાં યુધ્ધમાં થયું હતું. સદાશિવરાવ ભાઉના પિતાનું નામ ચીમાજી અપ્પા હતું જેઓ મહાન સમ્રાટ બાજીરાવના ભાઈ થાય. એમની માતાનું નામ રખમાબાઈ હતું જેઓ સદાશિવરાવ ભાઉ બહુ નાનાં હતાં ત્યારેજ મૃત્યુ પામ્યા હતાં. તેમનો ઉછેર તેમનાં દાદી રાધાબાઈ અને કાકી કાશીબાઈ પાસે થયો હતો. આ કાશીબાઈ નામ તો બધાંને યાદ છે ને !!! તેઓ કોણ તે તમે ઓળખી જ ગયાં હશો એટલે હું તમને એમની ઓળખાણ નથી આપતો જાવ !!! તેમનો જન્મ પૂણે પાસે સાસ્વદમાં થયો હતો. સદાશિવરાવ ભાઉ યુદ્ધકલા ક્યાં શીખ્યા કે તેમણે કોઈની પાસે તાલીમ લીધી હતી તેનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી પણ એ ઉલ્લેખ ન કરે તો પણ ચાલે કારણકે એમનાં કાકા એક અજેય યોદ્ધા હતાં બાજીરાવ પેશ્વા
સદાશિવરાવ ભાઉ મોટાં થતાં ગયાં અને નાના સાહેબનો વિશ્વાસ સંપાદિત કરતાં ગયાં એટલે મોરના ઈંડા તો ચીતરવા તો ન જ પડે ને !!! એમને યુદ્ધકલા ગળથુથીમાં પ્રાપ્ત થઇ હતી એમ અવશ્યપણે કહી જ શકાય તેમ છે !!! નાના સાહેબ પેશ્વા તેમના કઝીન થાય અને એમનો છોકરો વિશ્વાસરાવ એ એમનો ભત્રીજો થાય !!! નાના સાહેબ પેશ્વા એમનાં સગાં ભાઈ નહોતાં. સદાશિવરાવ ભાઉના પ્રથમ લગ્ન ઉમાબાઈ સાથે થયાં હતાં પણ એમનું અવસાન થતાં સદાશિવરાવ ભાઉનાં લગ્ન કોલ્હાટકર કુટુંબની કન્યા પાર્વતીબાઈ સાથે થયાં હતાં. સદાશિવરાવ ભાઉ મરાઠાઓ પ્રત્યે વફાદાર હતાં. એમને કોઈ રાજગાદીની લાલસા હતી જ નહીં !!! તેઓ માનતાં હતાં કે યુદ્ધનીતિ જ મહાન છે જયારે રાજનીતિ તો કાવાદાવોથી ભરપુર છે એમાં પાછળથી વાર થાય છે. જ્યારે યુધ્ધમાં તો સામી છાતીએ વાર થાય છે !!!
સદાશિવરાવ ભાઉ પોતાનાં યુદ્ધકૌશલને લીધે મરાઠાઓનાં સેનાપતિ બન્યાં. તેમનું પ્રથમ સૈન્ય અભિયાન કર્ણાટકમાં બાબુજી નાયક અને ફતેહસિંહ ભોંસલે જેઓ ખંડણી નહોતાં ભરતાં તેમને સબક શિખવાડવાનું કર્યું અને તેમણે હરાવ્યા. આ કાર્ય તેમણે સફળતા પૂર્વક પાર પાડયું ત્યારે સાલ હતી ઈસ્વીસન ૧૭૪૬ !!! જોકે આ અભિયાન જાન્યુઆરી ૧૭૪૭ સુધી ચાલ્યું હતું !! ઈસ્વીસન ૧૭૪૭માં તેઓ પોતાનાં નેજા હેઠળ લડાયેલું પ્રથમ યુદ્ધ અજ્ર જીત્યાં હતાં. ત્યારેજ એમનાં યુદ્ધકૌશલની નોંધ મરાઠાઓ અને નાનાસહેબે લીધી જેમાં એમને ફતેહ હાંસલ કરી અને કર્ણાટકનો દક્ષિણભાગ અને કોલ્હાપુરને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધાં !! પછી ચોથ આપવાનો ઇનકાર કરતાં સાવનુર નવાબને હરાવ્યો ૩૬ પરગણા પર પોતાનો કબજો જમાવ્યો !!! ત્યાર પછી કૃષ્ણા નદી અને તુંગભદ્રા નદીની આસપાસનો પ્રદેશ જીતી લીધો
સદાશિવરાવ ભાઉએ સૌ પ્રથમ સૈન્ય કાર્યવાહી છેક ઈસ્વીસન ૧૭૬૦માં કર્ણાટક પ્રદેશમાં જ કરી હતી અને ત્યાં જ એમણે સાવનુરનાં નવાબને હરાવ્યો હતો. એમણે કર્ણાટકમાં કિત્તુર,પારસગઢ, ગોકાક, યદવાડ, બગલકોટ , બદામી ,નવલગુંડ ,ઉમ્બલ, ગીરી, તોરગાલ,હલીયાલ, હરિહર અને બાસવપટના પણ જીત્યાં હતાં ત્યાં મરાઠાઓનો ભગવો લહેરાવવામાં સદાશિવરાવ ભાઉનો સિંહફાળો હતો
તે સમયગાળામાં મહાદજીપંત પુરંદરે પેશ્વાના દિવાન હતા. સદાશિવરાવ નાગપુરના ભોસલેના દિવાન હતા. છત્રપતિ શાહુના મૃત્યુ પછી, રામચંદ્રબાબા શેનવીએ સદાશિવરાવને પેશવાઈને કોલ્હાપુરથી લઈ જવા સૂચન કર્યું, પરંતુ નાનાસાહેબ પેશવાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. મહાદજીપંત પુરંદરે રાજીનામું આપ્યું અને સદાશિવરાવ પેશ્વાના દીવાન બન્યા જે ખરેખર લાયક જ હતાં આ માટે !!!
આ પછી તેમણે સફળતાપૂર્વક ઉદગીરના યુદ્ધનું નેતૃત્વ કર્યું. એમણે હૈદરાબાદના નિઝામને બહુ બુરી રીતે હરાવ્યો. તેમણે દૌલાતાબાદનો કિલ્લો જીત્યો
અહમદશાહ અબ્દાલીની દિલ્હી તરફની કૂચ અને બુરારી ઘાટના યુદ્ધમાં દત્તાજી સિંધિયાના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તેથી, સદાશિવરાવને ઉદગીરથી પરતુર પાછા બોલાવવામાં આવ્યા. જ્યાં યુદ્ધની એક આપાતકાલીન બેઠક યોજાઇ હતી નિર્ણય લેવામાં આવ્યો હતો કે સદાશિવરાવ ઉત્તર જવા અફઘાનનો પ્રતિકાર કરશે. જો કે આનો કેટલાકે વિરોધ પણ નોંધાવ્યો હતો પણ નાના સાહેબને સદાશિવરાવ ભાઉ પર અતૂટ વિશ્વાસ હતો એટલે કોઈ કશો વાંધો આવ્યો નહિ !!! સદાશિવરાવ ભાઉનાં પાર્વતીબાઈ સાથે લગ્ન પણ આ દરમિયાન થઇ ગયાં !!!
પાણીપતનાં ત્રીજાં યુદ્ધ પહેલાં ભારતની પરિસ્થિતિ કૈંક આવી હતી. બાજીરાવે મુગલોને ક્યાંયના નહોતાં રાખ્યા. ઔરંગઝેબના પતન પછી માત્ર નામનું જ મુગલ શાસન હતું. અરે ખુદ મુગલોએ પણ પેશ્વાને ખંડની આપવી પડતી હતી. મુગલો પણ મરાઠાઓનો સામનો કરવામાં અસક્ષમ હતાં. આ ખંડણી ઉઘરાવવાના ભૂતે જ મોગલ દરબારમાં એક રોહીન્યા મુસ્લિમને છંછેડયો નામ એનું નજીબ -ઉલ- દૌલા. મોગલોનો આશ્રિત અને રોહિલ્લાનાં બડા કિલ્લામાં તે રહે. એની ખંડણી બહુ વધારે હતી અને તે રકમ અદા કરવાની ના પાડતો હતો. જોકે એ પણ મરાઠાઓનો સામનો કરવામાં અસમર્થ હતો. મુગલ બાદશાહને આ કામ સોંપવામાં આવ્યું કે જો તે ખંડણી ના આપે તો એણે દરબારમાંથી બેદખલ કરો અને એને અમારે હવાલે કરો એવું સદાશિવરાવ ભાઉએ ફરમાન બહાર પાડયું
મુગલો તો અસમર્થ જ હતાં સામનો કરવામાં પણ આ રોહીન્યા મુસ્લિમે મુગલ બાદશાહને ચડાવ્યા કે એક માણસ છે જે મરાઠાઓનો સામનો કરી શકે અને અને તેમણે હરાવી શકે તેનું નામ છે અહમદશાહ દુર્રાની ઉર્ફે અહમદશાહ અબ્દાલી કંદહાર એટલેકે અફઘાનિસ્તાનનો શાસક એને જો દિલ્હીની લાલચ આપવામાં આવે અને એ બહાને એ સમગ્ર હિન્દુસ્તાનનો માલિક બની જાય તો મરાઠાઓનું પત્તું જડમૂળમાંથી ઉખડી જાય !!!! આ માટે એણે બોલવવાનું કાર્ય ખુદ નજીબ -ઉલ- દૌલાએ જ ઉપાડયું. એ માટે એ ખુદ કંદહાર ગયો અને યેનકેન પ્રકારે અહમદ અબ્દાલીને ભારત પર આક્રમણ કરવાં મનાવ્યો. જો કે આ પહેલાં પણ અહમદશાહ અબ્દાલી તો નહિ પણ ઈરાનનો એક ક્રૂર ઘાતકી લુંટેરો શાસક નાદિરશાહ ભારત પર આક્રમણ કરી જ ચુક્યો જ હતો. ભારતની શાન સમો કોહિનૂર હીરો પણ એ જ લૂંટી ગયો હતો. આ આક્રમણને પણ બહુ વર્ષો નહોતાં વીત્યાં. આ આક્રમણ ઈસ્વીસન ૧૭૩૯માં જ થયું હતું અને એમાં મોગલોની અને મરાઠાઓની હાર થઇ હતી. દિલ્હી સલ્તનત નાદિરશાહ સામે હારી હતી પણ એ શાસનમાંથી મુક્ત નહોતી થઇ. પણ સૌ પ્રથમવાર એ બાહ્ય આક્રમણકારી સામે હાર્યા હતાં. જોકે મોગલો શરૂઆતમાં એટલેકે બાબર પછી હુમાયુના શાસનમાં તે શેરશાહ સૂરી સામે હાર્યો જરૂર હતો પણ તે આક્રમણકારી અને લુંટારો નહોતો. એમની કારમી હાર તો નાદિરશાહ સામે જ થઇ. આ કોહિનૂર હીર કાળક્રમે અહમદશાહ અબ્દાલી પાસે આવ્યો. નાદિરશાહ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે એવી તે કઈ પાયાની કડી હતી તે સ્પષ્ટ કરવામાં ઈતિહાસ પાછો પડયો છે અને એ નાયાબ હિરો અહમદશાહ અબ્દાલી પાસે હતો અને એનો રાજમુકૂટ શોભાવતો હતો !!!
અહમદશાહ અબ્દાલીએ ભારત વિષે ઘણું સાંભળ્યું હતું પણ તે આક્રમણ કરવાં બિલકુલ તૈયાર નહોતો. તેને ભારતની રાજગાદી પચાવી પાડી હિન્દુસ્તાનને પોતાનું ગુલામ બનાવવામાં જરાય રસ નહોતો કારણકે હિન્દુસ્તાનમાં પાણીપતનાં ત્રીજાં યુદ્ધ પહેલાં માત્ર ૪ જ વર્ષ પહેલાં એટલેકે ઈસ્વીસન ૧૭૫૭માં પ્લાસીના યુધ્ધમાં સિરાજ – ઉદ – દૌલા અંગ્રેજો સામે હાર્યો હતો. આ વાતની પણ અહમદશાહ અબ્દાલીને ખબર હતી પણ ભારતપર આક્રમણ કરવાં તો સૌ કોઈ તૈયાર થાય અને એ જો દિલ્હી સલ્તનતો પાયો હચમચાવે તો અંગેજો કે ફિરંગીઓ પોતાનાથી ડરે એવો એક ખ્યાલ પણ એનાં મનમાં પ્રવર્તતો હતો !!! તોય એ આક્રમણ કરવાં તૈયાર તો નહોતો જ. ભારતની વાત ભારત જાણે કારણકે એણે એનાં જ રાજયમાં અનેક કાવાદાવાઓનો સામનો કરવો પડયો હતો અરે ઘણી વખત એની હત્યાનાં પણ પ્રયાસો થઇ ચુક્યા હતાં પણ લાલચ બુરી બલા છે એ એટલી બધી અહમદશાહ અબ્દાલીને આપવામાં આવી કે એ દિલ્હી સર કરવાં અને મરાઠાઓને ખત્મ કરવાં લલચાયો. આમ અહમદશાહ અબ્દાલી ભારત આવ્યો !!!!
આની ખબર નાના સાહેબ પેશ્વાને પણ પડી ગઈ તેમણે આ માટે ૪૦-૫૦ હજાર સૈનિકોના કાફલા સાથે ઉત્તરમાં ગંગા-યમુના તટ પર અહમદશાહ અબ્દાલીને ખદેડવા મોકલ્યો. ઉત્તરમાં કેટલાંક પેશ્વાઓના મદદગારો હતાં. જેમને મનાવ્યા મદદ કરવાં માટે સદાશિવરાવ ભાઉએ. એમને મદદ કરી સૈન્ય પણ આપ્યું આંધળો વિશ્વાસ જ પાછળથી સદાશિવરાવ ભાઉને નડવાનો હતો એનાથી તેઓ બેખબર હતાં !!!
પાણીપતનું ત્રીજું અને ભયંકર ખૂંખાર યુદ્ધ ——–
અબ્દાલીએ અન્ય રોહિલ્લા -રોહિલા સરદારો સાથે મરાઠાઓ વિરુદ્ધ જોડાણ રચ્યું હતું. આ રોહીન્યા મુસ્લિમો વિશ્વાસ કરવાને બિલકુલ લાયક નથી એ વાત આજે પણ એટલી જ સાચી પડે છે પણ અવધ આખું આ રોહીન્યા મુસ્લિમ શાસકોના તાબામાં હતું અને ઉત્તર-પૂર્વ ભારત પણ !!! પણ મરાઠાઓ જેનું નામ તેનાથી તેઓ ડરતાં હતાં એટલે આ રોહિલ્લા મુસ્લિમોએ મરાઠાઓ સાથે સંધી કરી પરને જ સ્તો !!! પણ એમનાં પર સંપૂર્ણ વિશ્વાસ કરવાની ભૂલ મરાઠાઓ કરી બેઠાં !!! એ જ તેમને ભારે પડયું !!! મુસ્લિમો એક હોય અને ઇસ્લામ ખતરેમેં હૈ વગેરે વગેરેનો વાસ્તો આપીને મુસ્લિમ એકતાનું વરવું પ્રદર્શન કરવામાં નજીબ સફળ રહ્યો !!! મુખ્યત્વે અવધ શુજા-ઉદ-દૌલાના નવાબ, નજીબ-ઉલ-દૌલા. શુજા-ઉદ-દૌલા (અવધના નવાબ) સહિત ઉત્તર ભારતના તમામ મુસ્લિમોને અબ્દાલી અને નજીબ દ્વારા ધર્મના નામે અફઘાનીઓ સાથે જોડાવા અને ઇસ્લામ બચાવવા સમજાવ્યા હતા. અબ્દાલીએ યુદ્ધથી વિસ્થાપિત અફઘાનિસ્તાની ઓની ભરતી કરી
તે સમયે નાનાસાહેબ પેશ્વા તેમની શક્તિના ઉદ્યમ પર હતા. તેમણે ઉદગીર ખાતે નિઝામને પરાજિત કર્યા હતા. તેમણે મરાઠા સૈન્યની દિલ્હી તરફ કૂચ કરવા સદાશિવરાવ ભાઉને પસંદ કર્યા હતા. મલ્હારરાવ હોલકર અને રઘુનાથરાવથી તદ્દન ભિન્ન ……. બંનેને ઉત્તર ભારતનું ઊંડું જ્ઞાન અને જાણકારી હોવાં છતાં પણ !!! સદાશિવરાવ ભાઉ એ પ્રદેશની વ્યક્તિઓ અને રાજકારણથી અજાણ હતા આ જ તો મોંઘું સાબિત થયું હતું કારણ કે તેણે પ્રાદેશિક રાજાઓને ગેરમાર્ગે દોર્યા અને તેમની સાથે જોડાણ કરવામાં નિષ્ફળ ગયા. મરાઠાઓની નિષ્ફળતાનું મુખ્ય કારણ તે હતું કે તેઓ સારા સાથીઓ વિના યુદ્ધમાં ગયાં
લગભગ ૪૫૦૦૦ થી ૬૦૦૦૦ સૈનિકોએ ઉત્તર દિશા તરફ કૂચ આદરી. આ કૂચ પાટદુરથી ૧લી માર્ચ ૧૭૬૦નાં રોજ આરંભાઈ હતી. તેની સાથે પરિવારના સભ્યો સહિત આશરે ૧,૦૦,૦૦૦ બિન-લડાકુઓ અને ઉત્તર ભારતમાં હિન્દુ પવિત્ર સ્થળોએ તીર્થ યાત્રા કરવા ઇચ્છુક મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ હતા. આ બધાં કુટુંબકબીલા સાથે લઈને કંઈ યુદ્ધમાં તો ન જ જવાયને વળી તીર્થયાત્રા તો પછી પણ થઇ જ શકી હોતને !!! જોકે એ વખતે એ અલગ અલગ રીતે પણ થઈ જ શકી હોત !!! પણ તેઓ સૈનિકોની હાજરીમાં જ સુરક્ષિત છે એવું માનતાં હતાં કારણકે ઉત્તરમાં કોઈ પણ કારણોસર મરાઠાઓ અલબત્ત બાજીરાવ પછી મરાઠાઓ ગયાં જ નહોતાં !!! આ એમનું પહેલું પ્રયાણ હતું ઉત્તર દિશા ભણી !!! હોલકર અને સિંધિયાની સેના મરાઠા સૈન્ય માર્ગમાં સેનામાં જોડાયાં હતાં !!!
ભાઉસાહેબ મરાઠા ઘોડેસવાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી હિટ એન્ડ રન વ્યૂહરચનાને સફળતાપૂર્વક સમાયોજિત કરવા માટે જવાબદાર હતા કારણ કે આ યુક્તિઓ પશ્ચિમી શૈલીની ભારે તોપખાનાઓ અને પાયદળ માટે તેમણે ફ્રેન્ચો પાસેથી શીખી હતી તે યોગ્ય નહોતી. આ ફેરફારોને કારણે ઉદગીરમાં સૈન્યની ઘણી જીત થઈ હતી જો કે, કેટલાક મરાઠા સેનાપતિઓ (જેમ કે હોલકર) નવી વ્યૂહરચનાને સંપૂર્ણપણે અપનાવવા માટે તૈયાર ન હતા અને નિર્દેશ કર્યો કે તોપો અને પાયદળના નવા એકમો સૈન્યમાંના અન્ય દળો સાથે સુસંગત નથી અને સેનાપતિઓને પર્યાપ્ત તાલીમ આપવામાં આવી નથી. નવા એકમોની જમાવટ. તેમના સેનાપતિઓના અનામત અને સમય અને પૈસાની તંગી હોવા છતાં, ભાઉએ 10,000 યુનિટ્સ અને 50 તોપખાનાના ટુકડાઓનો એકમ બનાવ્યો !!!
હોલકર અને સિંધિયાએ ભાઉસાહેબને ભરતપુરના મહારાજા સૂરજમલ જાટ અને ઉત્તર ભારતના રાજપૂતો, શીખો, શુજા-ઉદ-દૌલા અને મુસ્લિમ નેતાઓ સાથે રાજદ્વારી સંબંધો બાંધવા સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં, રાજપૂતોએ મરાઠાઓને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મરાઠાઓ રાજપૂતાના પાસેથી અન્યાયી ખંડણી એકત્રિત કરતા હતા અને રાજપૂતાના આંતરિક અને રાજકીય મામલામાં ઘણો દખલ કરતા હતા. તેથી, રાજપૂતો મરાઠાઓને ઓછામાં ઓછા રાજપૂતાનાથી દૂર રાખવા માગે છે એ વાત સપષ્ટરૂપે જણાઈ આવી અને તેમાં તેઓ સફળ પણ રહ્યાં. ઇસવીસન ૧૭૪૮માં, મરાઠાઓએ જયપુર રાજ્યના ઉત્તરાધિકારમાં દખલ કરી હતી કે મોટા પુત્રની જગ્યાએ નાના પુત્રને રાજા તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી હતી !!! પરંતુ મલ્હારરાવ હોલકરના નેતૃત્વમાં મરાઠા સૈન્યની મહારાજા સૂરજમાલે ઇસવીસન ૧૭૪૯માં તેની તપાસ કરી હતી. તેથી, હોલકર અને સિંધિયા બંને સૂરજમાલની તાકાતને જાણતા હતા અને તેઓને સમજાયું હતું કે અબ્દાલી સાથેના યુદ્ધને જીતવા માટે તેની સાથે જોડાણ જરૂરી છે
સૂરજમલે યુદ્ધમાં હોલકરના પુત્રની હત્યા કરી હોવા છતાં, સિંધિયાએ સૂરજ માલને આગળ આવવાની વિનંતી કરી હતી કે મોટા કારણોસર સદાશિવરાવ ભાઈને મળવા માટે, જોકે સૂરજમાલને ભાઉ પર વિશ્વાસ ન હતો. હોલકર અને સિંધિયા બંનેએ તેમની સલામતી માટે સૂરજમલને ભાઉની છાવણીમાં આવવા સમજાવતા કહ્યું હતું. અફઘાનિસ્તાનથી આવેલા વિદેશી આક્રમણકારને હરાવવા માટે સુરજ મલ મરાઠા સેનામાં જોડાવા સંમત થયા
તોપો સાથે અગાઉની જીતથી ભાઉ વધુ પડતા વિશ્વાસ કરી શક્યા હતા. સદાશિવરાવ ભાઉ એક મજબૂત હોંસલાનો નોખી માટીમાંથી બનેલો માણસ હતો. તેણે અબ્દાલી સાથે યુદ્ધની યોજના બનાવતી વખતે જાટ અને રાજપૂત રાજાઓના સહકારની કોશિશ કરી ન હતી, પરંતુ તેમને વશ થવા માટે તેમને પછીથી સજા કરવાની યોજના બનાવી. આનાથી તેમનો અસહકાર અને પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ. તેમણે દિલ્હી અને આગ્રાની આજુબાજુની સત્તા ધરાવનારા મહારાજા સૂરજમલની નક્કર સલાહને ધ્યાન આપ્યું નહીં, નાગરિકોને આગ્રા ખાતે છોડી દેવા અને માત્ર સૈનિકોને યુદ્ધના મેદાનમાં લઈ જવાની માની ફરમાવી. જોકે ત્યાં ખાદ્ય અને અન્ય પુરવઠાની અછત હતી. અંતિમ યુદ્ધના નિર્ણાયક દિવસે આ જીવલેણ સાબિત થયું કારણ કે ખોરાક પૂરો થયો અને ભૂખે મરતા સૈનિકો અને ઘોડાઓ બરાબર લડી શક્યા નહીં અને એમાં વળી ભયાવહ ભાઉએ હુમલો કરવાનો આદેશ આપ્યો. જાટોએ મરાઠાઓને ટેકો આપ્યો ન હતો !!!
જ્યારે આગ્રા ખાતે પ્રાદેશિક રાજાઓને મળ્યા ત્યારે ભાઉના દબાવનારા વલણથી મામલો વધુ વણસી ગયો. સદાશિવરાવ જાટો સાથે જોડાણ કરવામાં નિષ્ફળ ગયા હતા, તેમ છતાં તેઓ દિલ્હીની આસપાસના ખાદ્ય પુરવઠો પર આધિન હતા. હકીકતમાં, ભાઉએ મહારાજા સૂરજમલની ધરપકડ કરવાનું નક્કી કર્યું, પરંતુ હોલકર અને સિંધિયા, જેમણે સદાશિવરાવ ભાઉની છાવણીમાં આવવાનું સમજાવતી વખતે સૂરજમલને માન આપ્યું હતું, તેણે સૂરજમલને રાત્રે સૂચના આપી અને તે મધ્યરાત્રિ પછી જ ત્યાંથી ચાલ્યો ગયો. ભાઉએ એ સવારે તેના માણસોને તેની પાછળ મોકલ્યા પણ રાજા સૂરજમલ અને તેના માણસો ત્યાં સુધીમાં બલ્લભગઢ કિલ્લાની સલામતીમાં પહોંચી ગયા હતા અને ભાઉના માણસો ખાલી હાથે પાછા ફર્યા હતા. ભાઉએ પણ ગઠબંધન માટેની શીખોની ઓફરને ઠુકરાવી દીધી હતી, જોકે તેના સૈન્ય અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, તેને પંજાબથી કોઈ પુરવઠો મળ્યો ન હતો આ રીતે, તેની સેનાના અન્ન પુરવઠાની અપેક્ષા કરવામાં અસમર્થતા અને જોડાણો બનાવવાની અસમર્થતા એ પાણીપતની લડાઇમાં પરાજયનું મુખ્ય કારણ હતું !!! ગોકળગાય ગતિથી ચાલતી મરાઠા શિબિર છેવટે ૧ ઓગષ્ટ ૧૭૬૦ના રોજ દિલ્હી પહોંચી અને બીજા દિવસે શહેરને એક યુદ્ધમાં લઈ ગઈ જેમાં તોપ ટુકડી અહમદશાહ સૈન્યની કિલ્લેબંધીનો નાશ કરવામાં નિર્ણાયક સાબિત થઇ !!! જો કે, ભાઉને તેના દળો માટે દિલ્હીમાં થોડો જ પુરવઠો મળ્યો હતો !!!
દિલ્હીના પશ્ચિમ અને દક્ષિણની આસપાસના પ્રદેશમાંથી તુરંત જ પુરવઠો સમાપ્ત ગયો હતો કારણ કે ભાઉએ પ્રાદેશિક શાસકોનો વિરોધ કર્યો હતો તેથી, ભાઉએ દિલ્હીની લગભગ ૧૧૦ કિ.મી. (૬૮ માઇલ) ઉત્તર દિશામાં કરનાલમાં ખસેડયું (જે પાણીપતની વધુ ઉત્તરમાં છે) અને યમુના નદીના પશ્ચિમ કાંઠે કરનાલ આશરે ૧૦ કિમી (૬.૨ માઇલ) પૂર્વ-પૂર્વમાં કર્જપુરાના કિલ્લેબંધી કરી આસપાસના ગામોને ને કબજે કર્યો. જેણે વિશાળ તોપોના તોપમારાથી અને ઘોડેસવાર અને મસ્કિટિયર એકમોના હુમલાથી કિલ્લાના અખાડાઓ તોડી પાડયાં હતાં. અહમદશાહ અબ્દાલીની આખી ટુકડી મારી નાખી અને એ ચોકી પર પોતાની વિજયપતાકા લહેરાવી. અબ્દાલીએ એ અગાઉ યમુના નદી ઓળંગી હતી અને તેની પૂર્વ કિનારે હતી. નદી પૂરમાં સજી હતી અને તેને પાર કરી શકાતી નહોતી. અહમદશાહ અબ્દાલી નદીના પૂર્વ કાંઠે નિ:સહાયપણે નિહાળ્યો અને નદીના પશ્ચિમ કાંઠે આવેલા તેના ગેરીસન અને કુંજપુરા કિલ્લાને બચાવવા માટે કંઈ કરી શક્યો નહીં. મરાઠાઓએ કુંજપુરા પર એક સરળ વિજય મેળવ્યો. જોકે ત્યાં નોંધપાત્ર અફઘાન સૈન્ય તૈનાત હતું. અહીં અહમદશાહ અબ્દાલીના કેટલાક શ્રેષ્ઠ સેનાપતિઓ માર્યા ગયા. અહમદ શાહ યમુના નદીના ડાબી કાંઠે છાવણી નાંખી પડયો જે વરસાદથી ભીનો થઇ ગયો હતો અને તે ગેરીસનને મદદ કરવા માટે શક્તિહિન હતો !!! જો કે, સદાશિવરાવ ભાઉએ કુંજપુરા ખાતે જે પુરવઠો મેળવ્યો તે થોડા અઠવાડિયા સુધી જ ચાલ્યો, કેમ કે તેમના શિબિરમાં મોટી સંખ્યામાં બિન-લડાકુઓ હતા
અહમદશાહ અબ્દાલીની છાવણીની નજરમાં જ, કુંજપુરાના નૌકાદળના હત્યાકાંડએ દુરરાનીને એટલી હદે હચમચાવી દીધો કે તેણે દરેક કિંમતે નદી પાર કરવાનો આદેશ આપ્યો. ૧૭ ઓક્ટોબરના રોજ અહમદ શાહ અને તેના સાથીઓ શાહદારાથી તૂટી પડયા અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ગણતરીના જોખમે, અબ્દાલી હિંમતથી નદીમાં કૂદી ગયો, ત્યારબાદ તેના અંગરક્ષકો અને સૈનિકો કૂદીને તરીને બહાર આવ્યાં. ૨૩ થી ૨૫ ઓક્ટોબર ૧૭૬૦ ની વચ્ચે, તેઓ બાગપત, (યમુનાના પૂર્વ કાંઠે દિલ્હી અને પાણીપતની વચ્ચે એક નાનકડું શહેર), ગામના એક વ્યક્તિ તરીકે, પૈસાના બદલામાં, અહમદશાહ અબ્દાલીને યમુના દ્વારા એક રસ્તો બતાવી શક્યા જ્યાંથી નદીને પાર કરી શકાય છે. મરાઠાઓ દ્વારા બિનહરીફ કુંજપુરાને હરાવવાની કામગીરીમાં વ્યસ્ત હતાં
મરાઠાઓ અહમદશાહ અબ્દાલીના સૈન્યને યમુના નદી પાર કરતા અટકાવવામાં નિષ્ફળ થયા પછી, તેઓએ પાણીપતની નજીકના જમીનમાં રક્ષણાત્મક કાર્યો ઉભા કર્યા, જેનાથી તેમની સૈન્યકોએ તેમનો પ્રવેશ દિલ્હી તરફ પાછા જતો અટકાવ્યો, તેવી રીતે અફઘાનિસ્તાનમાં તેમનો પ્રવેશ અટકાવ્યો. જો કે, ૨૬ ઓક્ટોબરની બપોરે એહમદ શાહનો આગોતરો રક્ષક સમાલખા પહોંચ્યો, લગભગ સોનીપત અને પાણીપતની વચ્ચે, જ્યાં તેઓ મરાઠાઓની શક્તિને જોતાં હતાં. એક ભયંકર અથડામણ સર્જાઈ, જેમાં અફઘાન લોકોએ 1000 માણસોને માર્યા અને ઘણાં બધાંને ઘાયલ કર્યા, પરંતુ મરાઠાઓને તેમના મુખ્ય છાવણીમાં પાછાંલઈ ગયા, જે ઘણા દિવસો સુધી ધીરે ધીરે પીછેહઠ કરતી રહી. આનાથી મરાઠા સેનાનું આંશિક ઘેરાયેલું થયું.
ત્યારબાદ થયેલી અથડામણમાં ગોવિંદ પંત બુંડેલે ૧૦,૦૦૦ લાઇટ કેવેલરી સાથે, જેઓ ઔપચારિક રીતે તાલીમ પામેલા સૈનિકો નહોતા, આશરે ૫૦૦ માણસો સાથે પુરવઠો એકત્રિત કરવા માટે ધાડનાં મિશન પર હતા. તેઓ મેરઠ નજીક એક અફઘાન દળ દ્વારા આશ્ચર્યચકિત થયા, અને પછીની લડતમાં બુંડેલે માર્યા ગયા. આ પછી બીજા ૨૦૦૦ મરાઠા સૈનિકોની ખોટ થઈ જેઓ દિલ્હીથી સૈન્યની પેરોલ પહોંચાડતા હતા. આ ઘેરો પૂર્ણ થયો, કારણ કે અહેમદ શાહે મરાઠા સૈન્યની સપ્લાય લાઇન કાપી નાખી હતી !!!
પુરવઠો અને સ્ટોર્સ ઘટતા જ મરાઠા શિબિરમાં તણાવ વધ્યો હતો કારણ કે તેમની સેનાના ભાડુતીઓએ પૈસા ન આપવાની ફરિયાદ કરવામાં આવી હતી.
શરૂઆતમાં મરાઠાઓ ફ્રેન્ચ-નિર્મિત તોપોનાં આધુનિક લાંબા અંતરના લગભગ ૧૫૦ની ટુકડીઓમાં ગયાં હતાં તો કેટલાંક કિલોમીટરની રેન્જ સાથે, આ બંદૂકો એ સમયનો શ્રેષ્ઠ સમય હતો. તેની સાથે ગયાં મરાઠાઓની યોજના અફઘાન સૈન્યને તેમની સામે ટકી રહેવાની લલચાવવાની હતી જ્યારે તેમની પાસે તોપો નો સપોર્ટ હતી !!! નવેમ્બર ૧૭૬૦ સુધીમાં અહમદશાહ અબ્દાલી દક્ષિણ તરફ મરાઠા માર્ગને દિલ્હી તરફ અવરોધવા માટે ૪૫૦૦૦ સૈનિકોની વ્યવસ્થાપિત થઈ ત્યાર બાદ અબ્દાલીએ ધીરે ધીરે મરાઠાઓને આર્થિક રીતે અલગ કરી દીધા અને દિલ્હીમાં તેમના આધાર પરથી તેમની નજીવી પુરવઠો કાપી નાખી
આખરે પાણીપત નગરમાં મરાઠાઓ સામે અબ્દાલીની આગેવાની હેઠળના બે મહિનાના ઘેરામાં ફેરવાઈ ગયો. ઘેરાબંધી દરમિયાન બંને પક્ષોએ અન્યનો પુરવઠો કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અફઘાન લોકો વધુ અસરકારક હતા, જેથી નવેમ્બર ૧૭૬૦ ના અંત સુધીમાં તેઓએ ઘેરાયેલા મરાઠા શિબિરમાં લગભગ તમામ ખાદ્ય પુરવઠો કાપી નાખ્યા (જેમાં લગભગ ૧,૦૦, ૦૦૦ બિન-લડાકુ હતા). તે સમયના તમામ ઇતિહાસ અનુસાર, મરાઠા શિબિરમાં ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં ખોરાક પૂરો થઇ ગયો ગયો હતો અને હજારો લોકો દ્વારા ઢોર મારી નાંખવામાં આવ્યાં હતાં. જાન્યુઆરીની શરૂઆતમાં ભૂખમરોથી મૃત્યુ પામેલા સૈનિકોના અહેવાલો સાંભળવા મળ્યા. અહમદશાહ અબ્દાલીએ ભાઉની સેનાને પગલે મોટી સંખ્યામાં બિન-લડવૈયાઓની નોંધ લીધી હતી અને તેમના શિબિર ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકોનાં કુટુંબોની કતલ કરવામાં આવી હતી. પરિણામી જાનહાનીઓ અને મરાઠા છાવણીમાં ભાગતાં શરણાર્થીઓ ભીડ, પુરવઠાની તંગી અને ભાઉની સેનાનું મનોબળ હલાવી દીધાં. જેથી તેમનું ધ્યાન પુરીમાં નાગરિકોને સુરક્ષિત રીતે પરિવહન કરવા તરફ દબાણ કરવું પડયું. જાન્યુઆરી ૧૭૬૧માં, ભાઉસાહેબને દુષ્કાળનો સામનો કરવો પડયો હતો અને પરિવહન માર્ગના અહમદશાહ અબ્દાલીનાં નિયંત્રણને કારણે મજબૂતીકરણ અવરોધિત કરવામાં આવ્યું હતું !!!
૧૩ જાન્યુઆરી ૧૭૬૧ના ના રોજ, મરાઠા સરદારોએ તેમના સેનાપતિ સદાશિવ રાવ ભાઉને ભૂખમરાથી મરી જવા કરતાં યુદ્ધમાં મૃત્યુ પામવાની વિનંતી કરી. બીજા દિવસે મરાઠાઓએ સવાર પડતાં પહેલાં પોતાનો છાવણી છોડી દીધી હતી અને ઘેરો તોડવાના પ્રયત્નોમાં અફઘાનિસ્તાન શિબિર તરફ દક્ષિણ તરફ કૂચ કરી હતી
૧૪ જાન્યુઆરી,૧૭૬૧ના ના રોજ, મકરસંક્રાંતિના દિવસે સવારે ૮:૦૦ વાગ્યાની આસપાસ બંને સૈન્ય સામસામે આવી ગયા અને સાંજ સુધી લડત ચાલુ રહી. છેવટે મરાઠાઓ, જેઓ ભૂખમરાના આરે હતા, તેમણે નાકાબંધી તોડવા માટે હિંમતવાન પ્રયત્નો કર્યા અને યુદ્ધ માટે આગળ મોકલ્યા. અબ્દાલી પર હુમલો ભયંકર હતો અને તેનો વઝીર જમીન પર કાદવ ખાતો બેઠો હતો અને તેના ભાગી રહેલા સૈનિકોને કહેતો હતો કે કાબુલ દૂર છે. યુદ્ધ લગભગ ૨ વાગ્યા સુધી મરાઠાઓની તરફેણમાં હતું, જ્યારે વિશ્વાસરાવ અને દુર્રાની દશ હજાર સૈનિકો લૂંટવામાં સફળ રહ્યા. જે તેમની રક્ષા કરનારા તાજી ૫૦૦ ગુલામ સૈનિકો સાથે યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા હતા. જાનકોજી સિંધિયા અને ઇબ્રાહિમ ગારડી સાથે ભાઊસાહેબ ઘેરાયેલા હતા, જ્યારે મલ્હાર રાવ હોલકર ત્યાંથી સરકી ગયા. છેલ્લા માણસ સાથે લડતા, સદાશિવરાવ યુદ્ધમાં મરી ગયા !!!
સદાશિવરાવ ભાઉ અને ઇબ્રાહિમ ખાન ગારડીએ સાથે મળીને, તોપની અગ્નિથી દુશ્મનની રચનાઓને ધકેલી દેવાની અને અફઘાનનો સંપૂર્ણ નરમાઈ ન થાય ત્યાં સુધી તેના ઘોડેસવારને કામે લગાડવાની કોઈ વ્યૂહરચના ઘડી કાઢી હતી. અફઘાનીઓ હવે તૂટી જતા, તે દિલ્હી તરફ રક્ષણાત્મક રચનામાં શિબિર ખસેડશે, જ્યાં તેમને પુરવઠાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ કેટલાક મરાઠા સેનાપતિઓ આગળ નીકળી ગયા, જ્યારે કેટલાક તેમના સંરક્ષણ ખુલ્લા છોડીને યુદ્ધના બાકી રહ્યા, પરિણામે મરાઠાઓનો પરાજય થયો !!! વહેલી સવારના હુમલાથી અહમદશાહ અબ્દાલી હતપ્રભ બની ગયો અને દિવસના પ્રકાશ દરમિયાન પ્રતિક્રમણ કરવાનો નિર્ણય કર્યો. દુર્રાનીને ભારે પ્રારંભિક નુકસાનનો સામનો કરવો પડયો. ભાઊના ભત્રીજા વિશ્વાસરાવ અને નાનાસાહેબ પેશ્વાના વારસદાર વિશ્વાસરાવને એક આડેધડ ગોળી વાગી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભાઉ શબની મુલાકાત લેવા યુદ્ધના મેદાનથી રવાના થયા અને અફઘાન સૈન્યની વચમાં ઘેરાઈ ગયાં. વિશ્વાસ રાવના મોતથી તેના સૈનિકોના મનોબળ પર વિનાશક અસર પડી. સદાશિવરાવ ભાઉની સેનાની મૂંઝવણ અને નબળાઇનો લાભ લેવા અહમદશાહ અબ્દાલીએ હુમલો કર્યો. ભાઉએ વળતો હુમલો કર્યો પણ આખરે સેનાનો પરાજય થયો અને બાકીના દરેક બચેલા નાગરિકોની હત્યા કરવામાં આવી !!!
પાણીપતનું ત્રીજું યુદ્ધ – થોડું વધારે ——
લગભગ દોઢ મહિનાની મોરચાબંધી પછી ૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના એ દિવસે બુધવાર હતો અને સવારના ૮ વાગે બંને સેનાઓ આમને- સામને આવી ગઈ અને યુદ્ધ માટે તૈયાર થઇ ગઈ. મરાઠાઓની શક્તિ ક્ષીણ થતી ગઈ હતી કારણકે એ સમયે ત્યાં ભૂખમરો હતો અને તેઓ ગમે ત્યારે મારી પણ જાય એવી સ્થિતિમાં હતાં પરંતુ અહમદશાહ અબ્દાલીનો હોંસલો બુલંદ હતો કારણકે એણે તો ત્યાંથી- નજીકથી અવધ અને રૂહેલખંડથી જ મદદ મેળવી હતી અને એ રોહિન્યાઓએ મરાઠાઓ એટલેકે હિંદુઓ હારે એવું જ તેઓ કરવાં માંગતાં હતાં !!! તો પણ આ યુદ્ધની શરૂઆત તો મરાઠાઓ માટે સારી જ સાબિત થઇ પણ ત્યાં જ બપોરે ૧ થી ૨ની વચ્ચે વિશ્વાસરાવ જેઓ મરાઠાઓના સરસેનાપતિ હતાં તેમને ગોળી વાગી અને આ ગોળી જ ઈતિહાસને પરિવર્તિત કરનારી સાબિત થઇ !!! આ જોઇને સદાશિવરાવ ભાઉ પોતાનાં હાથી પરથી તરત નીચે ઉતરી આવ્યાં અને વિશ્વાસ્રરાવની હાલત જોવાં માટે યુદ્ધ મેદાનમાં દોડી ગયાં પરતું તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એમણે વિશ્વાસરાવનું મૃત શરીર જ જોયું !!! ત્યારે બાકીના મરાઠા સૈનિકોએ જોયું કે સદાશિવરાવ પોતાનાં હાથી પર સવાર થયેલાં નથી તો સમગ્ર મરાઠા સેનામાં એક હડકંપ મચી ગયો સેનાનીની કમાન કોઈના હાથમાં ના હોવાને કારણે સમગ્ર સેનામાં અફરાતફરી મચી ગઈ અને આજ કારણે ઘણાબધાં સૈનિકો માર્યા ગયાં તો કેટલાંક યુદ્ધમેદાન છોડીને ભાગી ગયાં પરંતુ એક અને માત્ર એક સદાશિવરાવ ભાઉ અંતિમ દિવસ સુધી લડતાં રહ્યાં અને આ યુદ્ધમાં સાંજ પડતાં સુધીમાં તો સમગ્ર મરાઠા સેના ખતમ થઇ ગઈ !!!
અહમદશાહ અબ્દાલીએ આ અવસરનને એક સૌથી સારો મોકો સમજ્યો અને બીજાં ૧૫૦૦૦ સૈનિકો જે યુધ્ધમાં આરક્ષિત એમને યુદ્ધમેદાનમાં ઉતાર્યા અને એ ૧૫૦૦૦ સૈનિકોએ જે બચેલાં -ભાગેલાં મરાઠા સૈનિકો હતાં અને જેઓ સદાશિવરાવ ભાઉ સાથે મળીને એમનાં નેતૃત્વમાં લડતાં હતાં એમને ખત્મ કરી દીધાં !!! મલ્હારરાવ હોલ્કર, મહાદજી સિંધિયા અને નાના ફડનવીસ એમાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યાં. આ સિવાય ઘણાં મહાન મરાઠા સરદારો જેમકે વિશ્વાસરાવ પેશ્વા, જાનકોજી સિંધિયા અને ખુદ સદાશિવરાવ ભાઉ એ બધાં આ યુધ્ધમાં માર્યા ગયાં અને ઈબ્રાહીમખાન ગાર્દી જે મરાઠા તોપ્ખાનાની કમાન સંભાળતા હતાં એમનું પણ આ યુધ્ધમાં બહુજ બુરી રીતે મૃત્યુ થઇ ગયું અને યુધ્ધના કેટલાંય દિવસો પછી સદાશિવરાવ ભાઉ અને વિશ્વાસરાવ પેશ્વાનું પાર્થિવ શરીર મળ્યું. એમની સાથે ૪૦૦૦૦ તીર્થયાત્રીઓ જેઓ મરાઠા સેના સાથે ઉત્તર ભારતની યાત્રા કરવાં માટે ગયાં હતાં એમને પણ પકડી પકડીને એમની કત્લેઆમ કરાવી દીધી એમને પાણી પાણી પીવડાવી પીવાડાવીને એમનો વધ કરાવી દીધો !!!
આ યુધ્ધમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયાં હતાં આ વાત જયારે પૂણે પહોંચી ત્યારે નાના સાહેબ પેશ્વાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો એ એક મોટી સેના લઈને પાછાં પાણીપત જવા રવાના થઇ ગયાં. જ્યારે આવાતની ખબર અહમદશાહ અબ્દાલીને પડી તો એણે પોતે આ યુદ્ધ ટાળવાનો જ પ્રયત્ન કર્યો કારણકે એની પોતાની સેનામાં પણ હજારો સૈનિકો માર્યા ગયાં હતાં અને એમનાં જે બાકી સૈનિકો હતાં તે થાકેલાં હતાં !!! એટલાં માટે અહમદશાહ અબ્દાલીએ ૧૦ ફેબ્રુઆરી ૧૭૬૧નાં રોજ પેશ્વાને એક પત્ર લખ્યો કે ——- ” હું જીતી ગયો છું અને હું દિલ્હીની રાજગાદી નથી છીનવવાનો આપ જ દિલ્હી પર રાજ કરો હું પાછો મારે માદરેવતન જઈ રહ્યો છું !!!” અબ્દાલીનો મોકલાવેલો આ પત્ર પેશ્વાએ વાંચ્યો અને તેઓ પાછાં પૂણે આવતાં રહ્યાં !!! પણ પછી થોડાંક જ દિવસોમાં ૨૩ જૂન ૧૭૬૧ નાં રોજ વધારે પડતાં ડીપ્રેસનને કારણે એમનું મૃત્યુ થઇ ગયું. એમના ડીપ્રેસનનું મુખ્ય કારણ હતું એમનાં પુત્ર વિશ્વાસ રાવ અને પોતાનાં પિતરાઈ ભાઈ સદાશિવરાવ ભાઉ અને અનેકો મહાન મરાઠા સરદારોનું મૃત્યુ !!!
પાણીપતનું આ ત્રીજું યુદ્ધ એક વાત તો સાબિત કરતું જ ગયું કે આ ૧૮મી સદીનું સૌથી ભયંક યુદ્ધ હતું અને અંતમાં એ દિવસ ભારતીય ઇતિહાસનો સૌથી કાળો દિવસ રહ્યો. આ હારમાં કૈંક વિદેશી તાકતો ભારતમાં આવવા લાગી. અંગ્રેજોએ પણ આ મોકાનો ફાયદો ઉઠાવવામાં કોઈ કમી ના રાખી !! પરંતુ જુન ૧૭૬૧માં માધવરાવ દ્વિતિય પેશ્વા બન્યાં અને એમણે મહાદજી સિંધિયા અને નાના ફડનવીસની સહાયતાથી ઉત્તર ભારતમાં પોતાનો પ્રભાવ ફરીથી જમાવી દીધો !!!
કોઈ પણ માણસ ડીપ્રેશને કારણે હતાશ થઈને હાથ પર હાથ ધરીને બેસી નથી રહેતો એ પણ એક તકની રાહ જ જોતો હોય છે. આવો એક માણસ તે સમયે હતો એણે તકની રાહ જોઈ અને બદલો લેવામાં કોઈ જ કસર નાં છોડી. આનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડયું હોય તો છે —– મહાદજી સિંધિયા !!!
૧૭૬૧થી ૧૭૭૨ સુધીમાં એમણે પાછું રોહિલખંડ પર આક્રમણ કર્યું અને રોહીલખંડમાં નજીબ દૌલાનાં પુત્રને ભયંકર રીતે પરાજિત કર્યો અને સમગ્ર રોહિલ્લા વિસ્તારનો દ્વંસ કર્યો. નજીબ દૌલાની કબર પણ તોડી નાંખી અને સંપૂર્ણતયા ભારતમાં પોતાનો પરચમ ફેલાવી દીધો અને દિલ્હીને પાછું મુગલ શાસન પ્રસ્થાપિત કર્યું !!!! દિલ્હીની રાજગાદી પર એમણે શાહ આલમને બેસાડ્યો અને આમ માધવરાવ પેશ્વાએ સમગ્ર ભારત પર શાસન કરવાનો પ્રારંભ કરી દીધો !!! મહાદજી સિંધિયા અને નાના ફડનવીસનું મરાઠા પુનરુત્થાનમાં બહુ મોટું યોગદાન છે અને માધવરાવ પેશ્વાને કારણે જ આબધુ શક્ય બની શક્યું હતું !!! આમ તરત જ મરાઠા સામ્રાજ્ય પાછુ સ્થપાયું
એ પાછું બેઠું કે તરત જ એમણે અંગ્રેજોને પણ પરાસ્ત કર્યા અને સાલાબાઈની સંધિ કરી
સદાશિવરાવ ભાઉનું મૃત્યુ —–
સદાશિવરાવ તેમના પ્રિય ભત્રીજા વિશ્વાસરાવનું અવસાન જોઇને, ભાઉસાહેબ તેના હાથી પરથી નીચે ઉતરી આવ્યાં. એક ઘોડા પર ચઢયાં અને પરિણામની ચિંતા કર્યા વિના દુશ્મનોના ઘેરામાં ઘુસી ગયાં. તેમનો ખાલીહાથી જોઈને, તેના સૈનિકોએ વિચાર્યું કે તે પડી ગયો છે અને તેઓ નેતાવિહીન છે અને એક પ્રકારની મૂંઝવણ પેદા કરે છે. જો કે, ભાઉ યુદ્ધનું મેદાન છોડયું નહીં અને તેઓ માર્યા ગયાં !!!
યુદ્ધ પછી તેના ત્રણ દિવસ પછી તેમનો માથાં વગરનો મૃતદેહ મૃતદેહોના ઢગલાંમાં મળી આવ્યો હતો. તે મરાઠા વકીલ દ્વારા ઓળખવામાં આવ્યું હતું જે શુજા ઉદ દૌલાના વજીર કાશીરાજ પંડિત સાથે ડાબે મરાઠાઓના છાવણી સાથે હતા. તમામ ધાર્મિક વિધિઓ સાથે ભાઊના પાર્થિવ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, તેનું માથું મળી આવ્યું, જેને એક અફઘાન સૈનિકે છુપાવ્યું હતું. તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને રાખને વિસર્જન માટે કાશી (વિશ્વાસ પાટિલ, કાશીરાજ પંડિત બખાર) લઈ ગઈ હતી !!!
✅ સદાશિવરાવ ભાઉનું પ્રદાન ————-
તોપખાના એકમોની સ્થાપના —-
ઘણી લડાઈઓનાં નિરીક્ષણ પછી એમને તોપ્ખાનાની તાતી જરૂર લાગી આ તોપો કે જે ઓછી વજનવાળી હોય અને એ બ્રિટીશ વહાણોમાં ગોઠવાયેલી હોય. આવી જરૂરીયાત એમને લાગી અને એમણે બાલાજી બાજીરાવની સેનામાં આવા એકમોની સ્થાપના કરી અને તોપ્ખાનાને સમાવિષ્ટ કર્યું. એમને ઈબ્રાહીમખાન ગાર્ડીની સેવાઓ લેવાનું ઉચિત સમજ્યું અને એમણે ઈબ્રાહીમખાન ગાર્ડીને ૨૫૦૦ પ્રશિક્ષિત સૈનિકો અને પંદર તોપોસાથે પોતાની સેનામાં ભરતી કરી. ભાઉએ એક નું સેનાની તુલાજી આંગ્રેને પણ નોકરીએ રાખ્યાં હતાં !!! સદાશિવરાવ ભાઉએ એક વિસ્ફોટક નિષ્ણાત પણ નીમ્યો હતો જે પોતે વ્યવસાયે એન્જીનીયર હતાં એમનું નામ ખબર છે કે શું છે ? એમનું નામ લા કુરબુઝીયર !!! બે વર્ષની અંદર જ, બાલાજી બાજીરાવ પાસે પાયદળ-તોપખાના વિભાગ અને ૧૦,૦૦૦ પુરુષો અને ૫૬ બંદૂકો હતી !!!
✅ પાર્વતીબાઈ ———
જ્યારે મરાઠાઓ સદાશિવરાવ ભાઉ સાથે ઉત્તર ભારત તરફ કુચ કરી રહ્યાં હતાં ત્યારે આ પાર્વતીબાઈ એમનાં પતિ ભાઉ સાથે અગ્રેસર રહેતાં હતાં
રસ્તામાં તેમણે મથુરા અને વૃન્દાવનમાં દર્શન પણ કર્યા હતાં. તેઓ નાના ફડનવીસ સાથે મળીને કેટલીક સ્ત્રીઓ સાથે માર્થા કેમ્પમાં લોકનૃત્ય પણ કરતાં હતાં. તેઓ પાણીપતના છેલ્લા યુધ્ધના તાજના સાક્ષી હતાં !!! કહેવાનું તાત્પર્ય એ કે એમણે આ યુદ્ધ નજરોનજર નિહાળ્યું હતું છેલ્લે ત્યાંથી સૌ ભાગ્યા ત્યારે તેમણે ભગાડીને સફળતાપુર્વક ચંબલ નદીના કિનારા સુધી લઈ આવવાનું કાર્ય મલ્હારરાવ હોલકરે કર્યું હતું !!! પાર્વતી બાઈનું મૃત્ય માધવરાવ જયારે પેશ્વા બન્યાં ત્યારે સન ૧૭૬૩માં થયું હતું
સદાશિવરાવ ભાઉને બે પુત્રો હતાં અને એ બંને એમની પહેલી પત્ની ઉમાબાઈનાં સંતાન હતાં !!!’
મારી ટીપ્પણી ———–
ઇતિહાસની કેટલીક વાતો નહીં માનવાનું મન થાય છે. તવારીખ તો બધે સાચી જ છે પણ એનું અર્થઘટન ઘણીબધી જગ્યાએ ખોટું થયું છે. પાણીપતમાં મરાઠાઓ હાર્યા હતાં અને અહમદશાહ અબ્દાલી જીત્યો હતો એ વાત તો સંપૂર્ણપણે સાચી છે. લગભગ એક લાખથી પણ વધુ લોકો માર્યા ગયાં હતાં એવું પણ નહીં માનવાનું કોઈ જ કારણ નથી. પણ ….. મરાઠાઓની હારના કારણો જે રીતે અપાયાં છે એ સદંતર ખોટાં છે જેમાં એક છે ઠંડીનું કારણ !!! ૧૪મી જાન્યુઆરીએ એટલી બધી ઠંડી તે સમયમાં નહોતી આ તો અત્યારે વધારે પડે છે એ સમયમાં નહીં !!!! પાણીપતની આજુબાજુ તો એટલી બધી ઠંડી ક્યારેય નથી પડતી અલબત્ત એ સમયમાં !!! એમની સાથે જે કાફલો ગયો હતો તે તીર્થયાત્રાએ ગયો હતો નહીંકે પ્રવાસની મજા માણવા !!! એમની પણ કતલ કરવામાં આવી એ વાત વધારીને કહેવાઈ હોય એવું મને લાગે છે !!! ઈતિહામાં જોઈએ એટલું મહત્વ સદાશિવરાવ ભાઉને નથી જ અપાયું ઈતિહાસ ખાલી અહમદશાહ અબ્દાલીને જ ટાંકે છે —— “આ પાણીપતનું યુદ્ધ એ મારું છેલ્લું લડાયેલું યુદ્ધ હતું સાચેજ મેં એમાં ઘણી કત્લેઆમ કરી છે અને આ દિવસ ભારતીય ઇતિહાસમાં કાળો દિવસ છે. મેં ઘણાં બધાને લડતાં જોયાં છે પણ જે રીતે એકલવીર સદાશિવરાવ ભાઉ છેક છેલ્લે સુધી લડયો હતો એવો કરિશ્મા ભાગ્યે જ કોક બીજો કરી બતાવે. મેં મારી જીંદગીમાં જોયેલો આ એક અદ્ભુત વિરલ યોદ્ધો હતો. હું એનાં વખાણ કર્યા વગર રહી શકતો નથી !!!!”
આ સિવાય ક્યાંય પણ એમની વીરતાનો ઉલ્લેખ થયેલો જોવાં નથી મળતો. સાચે જ સદાશિવરાવ ભાઉ અભિમન્યુની જેમ એકલા છેલ્લા શ્વાસ સુધી લડયાં હતાં !!!
મહત્વાકાંક્ષા ને લાલચ એ ભારતીય ઇતિહાસના કલંક છે. આનો લાભ વિદેશી તાકતોએ ભારતીય પ્રજા સાથે મળીને લીધો છે અને લેતી જ રહેશે
ભારત એક નથી એજ મુખ્ય કાર્ર્ણ હતું મરાઠાઓની હારનું. બાકી …. માત્ર ૪ જ વર્ષ પહેલાં અમીચંદો અને જયચંદો નહોતાં થયાં કે મીરજાફરો અને મીર્કાસીમો નહોતા પાક્યા નહીતો કોઈની મજલ છે કે ભારત સામે આંખ ઉઠાવીને કોઈ જુએ !!! આપણાજ લોકો સ્વાર્થી છે એનો ધડો પાણીપતમાં પણ ના લેવાયો એનું મને અપાર દુખ છે !!! અહમદશાહ અબ્દાલી સદાશિવરાવ ભાઉનું માથું કાપીને અફઘાનિસ્તાન લઇ ગયાં હતાં એ વાતનું રટણ ગઝનીના સમયથી એટલે કે ઈસ્વીસન ૧૦૦૦થી ચાલ્યું આવે છે
પણ એ એટલીસ્ટ અહમદશાહ અબ્દાલીની બાબતમાં સાચું નથી જ નથી. અહમદશાહ અબ્દાલીને દિલ્હીની રાજગાદી નહોતી જોઈતી એ આવ્યો હતો જીત મેળવવા અને એ મળી એટલે એ જતો રહ્યો એટલું જ !!! એ ઘાતકી ક્રૂર લુંટારો નહોતો !!! એકની એક વાત દરેક જગ્યાએ લાગુ ના પડાય. ઈતિહાસ રાજપૂતો ,જાટોનો કે રોહિન્યા મુસ્લિમોનો બચાવ કેમ કરે છે એજ મને તો સમજાતું નથી !!! સમજાય તો સારું ત્યારે નહીં તો અત્યારે તો ભારતનું ભવિષ્ય ઉજળું છે એ વાત નક્કી !!! એક થાઓ બધાં એક !!!
બાકી ……. પુણેમાં પેશ્વાના સમયથી એટલે કે સદાશિવરાવ ભાઉના મૃત્યુ પછી તરતજ માધવરાવ પેશ્વાના સમયથી સદાશિવરાવ ભાઉની વીરતાને વખાણવા માટે સદાશિવ પેઠનામ પણ આપવામાં આવ્યું હતું આનાથી વધારે ઈતિહાસને શું જોઈએ !!!
શત શત નમન સદાશિવરાવ ભાઉની વીરતાને !!!!
નોંધ : આ લેખ પહેલાં વાંચજો ફિલ્મ પાણીપત પછી જ જોજો !!!
!! હર હર મહાદેવ !!
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..