⚔ પેશ્વા બાજીરાવ પ્રથમ ⚔

(૧૭૦૦-૧૭૪૦)

દુનિયામાં રાજાઓ તો ઘણાં થયાં છે એમાંય ખાસ કરીને ભારતમાં !!!!હિન્દુત્વની રક્ષા તો ઘણાં રાજાઓએ કરી છે, જેઓ ભારતીય સંસ્કૃતિની શાન છે પણ વાત જયારે હિન્દુત્વની આવે તો એક નામ એવું છે જેને હિન્દુસ્તાન અને હિન્દુત્વની રક્ષા કાજે જેટલું કર્યું છે એટલું તો બીજા કોઈએ પણ નથી કર્યું. એમણે કદાચ ભારતમાં સૌથી વધારે ૪૧ વિજયો મેળવ્યા છે પોતાની આગવી પ્રતિભા અને આગવી તાકાતથી. આમણે માત્ર મુસ્લિમોથી ભારતને નથી બચાવ્યું પણ વારાણસી, સોમનાથ જેવાં આપણા જ્યોતિર્લીંગો બચાવીને એમને ભયમુક્ત કર્યા હતાં. આ સિવાય અનેક હિંદુ મંદિરોની રક્ષા પણ કરી હતી. કોઈ એક ધર્મ કે કોઈ એક જાતિ માટે આ રાજાએ કોઈ જ કાર્ય કર્યું નહોતું. એમને મન હિન્દુસ્તાન અને હિંદુઓ જ મહત્વના હતાં. એમનું નામ છે ———પેશ્વા બાજીરાવ પ્રથમ.. આ રાજાનું નામ ભારતમાં બહુજ ઈજ્જતથી લેવાય છે અને લેવાતું રહેશે ——-ઇતિ સિધ્ધમ !!!

ફિલ્મોમાં કે સીરીયલમાં એમને વિષે ઘણુ ઓછું જ કહેવાયું છે પણ હું એવું નહીં કરું. આ રાજાની આન-બાન અને શાન તમારી સમક્ષ મુકવા માંગું જ છું !!!

રાજાઓ શક્તિશાળી તો લગભગ બધાં જ હોય છે પણ તેઓ પોતાની શક્તિ કાં તો તેઓ પોતાનાથી નબળાં રાજાઓને હરાવવામાં તેમને દબાવી દેવામાં કે કાં તો તેમને પોતાનામાં ભેળવી દઈને પોતાના સામ્રાજયનો વિસ્તાર કરવામાં જ માનતાં હતાં પણ બાજીરાવ એક એવા રાજા હતાં કે જેઓ શક્તિશાળી તો હતાં જ હતાં પણ તેની સાથોસાથ તેઓ એક સ્વપ્નદ્રષ્ટા પણ હતાં !!! તેમની પાસે એક વિઝન હતું જે અન્ય રાજાઓની પાસે નહોતું. જાતિવાદ કે પ્રાંતવાદમાં તેઓ નહોતાં માનતાં. તેમનું એક જ લક્ષ્ય હતું ભારતની પ્રજા જે અંદરોઅંદર લડી મરે છે અને એટલે જ તેઓ આક્રાંતાઓને હાથે માર ખાય છે. તેમને એક કરવી અને તેઓ ભારતીય છે અને ભારતમાં સુરક્ષિત છે એવો એહસાસ અપાવવો એ જ એમનો પરમ અને ચરમ ઉદ્દેશ હતો !!! જે માટે તેમને તનતોડ મહેનત કરી અને એમાં એ ઉદ્દેશને સાર્થક પણ કરી બતાવ્યો. જરૂર પડે તો સમજુતીથી અને જરૂર પડે તો યુદ્ધથી, પણ હેતુ અને આશય ઉચ્ચકોટિનો રહ્યો હતો એમનો કે ભારતીય પ્રજા સુખેથી, સંપીને હળીમળીને રહે અને આનંદથી ધાર્મિક ક્રિયાઓ કરાય, તહેવારો ઉજવાય અને સામાજિક પ્રસંગો ઉજવે

ધાર્મિક કાર્યોની વાત નીકળી છે જ તો એમણે ભારતનાં દરેક જાણીતાં અને મોટાં તીર્થસ્થાનોમાં યાત્રવેરો નાબુદ કર્યો હતો. આ વાતની ખબર અત્યારની પ્રજાને નથી જ નથી !!! પ્રખર હિન્દુવાદી આ રાજા એ હિંદુત્વના હિમાયતી આ રાજાએ હવે પછી કોઈપણ તીર્થસ્થાનોમાં કોઈપણ પ્રકારની લૂંટફાટ ના થાય અને લોકો પુરતી શ્રધાથી દર્શન કરી શકે પોતાની આસ્થા પ્રદર્શિત કરી શકે અને એમને પુરતી સગવડો પણ મળી રહે એ હેતુસર એમને અનેક આધુનિક તે જમાનામાં ગણાય એવી સવલતો -સગવડો ઉભી કરી આપી હતી. આ ધાર્મિક સ્થાનોમાં કોઈ અડચણો તો ઉભી નથી ને !!! એ માટે તેઓ વાર-તહેવારે આ ધાર્મિકસ્થાનોની મુલાકાત પણ લેતાં હતાં. કોઈ અભાગીયો કોઈ વેરો તો નથી ઉઘરાવતાંને એનું પુરતું ધ્યાન રાખતાં હતા તેઓ !!! પ્રજાનું હિત જોનાર અને સમગ્ર ભારતમાં પ્રજાને સુખચૈન બક્ષનાર આવો રાજો તમને ક્યાંય પણ જોવા નહિ મળે !!!

એમણે ભારતમાં સૌથી વધુ એટલે કે ૪૧ જેટલાં યુધ્ધો કર્યાં છે એ ભારતમાં શાંતિની સ્થાપના માટે જ. કોઈ સામ્રાજ્યનાં વિસ્તાર માટે નહીં જ !!!યુદ્ધમાં હારી ગયેલા રાજાઓ સાથે એ બહુ સખતાઈથી પેશ નહોતાં આવતા. હા….. એટલું જરૂર ધ્યાન રાખતાં હતાં કે તેઓ ફરી માથું નાં ઊંચકે !!! યુદ્ધમાં એટલી હદે એમને પાયમાલ કરતાં હતાં કે તેઓ એના સદમામાંથી બહાર જ ના આવે અને આનાથી એમનો હેતુ પણ સર્યો અને ભારતની પ્રજા એક થઇ અને શાંતિથી ભયમુક્ત જીવન જીવવાં લાગી એ નફામાં !!! મુસ્લિમોની નબળાઈનો એમને પુરતો લાભ ઉઠાવ્યો. ભારતના વિદ્રોહી રાજાઓને ઊગતાં જ ડામી દીધાં !!! પણ એ વાતનો ખ્યાલ રહે કે એમની શક્તિને જરાય ઓછી ના જ આંકવી જોઈએ. એ અત્યંત શક્તિશાળી હતાં તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી !!! એમને શક્તિનો ભારતની પ્રજાના હિતાર્થે ઉપયોગ કર્યો એ એમનું જમાપાસું જ ગણાય !!!આવા રાજાઓ વિષે લખવું એ તો મારો વર્ષોથી જ ઉચ્ચાશય જ રહેલો છે જે માટે હું યોગ્ય સમયની રાહ જોતો હતો. આવાં રાજા જેવા પ્રખર હિન્દુવાદી અને અત્યંત શક્તિશાળી અને બુદ્ધિવાદી બનો એજ મારી અંતરતમ અભિલાષા છે !!! આ રાજાની વિગતે વાત કરીએ !!!

લખાણ બહુજ લાંબુ છે પણ વાંચજો બધાં ધ્યાનથી તમને સૌને ગમશે જ !!!અને તમે બોલી પડશો જ ——-“જય હિન્દ ” એમાં કોઈજ શંકાને સ્થાન નથી જ !!!

 • આખું નામ બાજીરાવ પ્રથમ
 • અન્ય નામ “બાજીરાવ બલ્લાલ” તથા “ઘોરલે બાજીરાવ”‘
 • જન્મ ૧૮ ઓગષ્ટ ઈસ્વીસન ૧૭૦૦
 • મૃત્યુ ૨૮ એપ્રિલ ઇસવીસન ૧૭૪૦
 • પિતા/માતા બાલાજી વિશ્વનાથ ,રાધાબાઈ
 • પત્ની કાશીબાઈ, મસ્તાની
 • સંતાન બાલાજી બાજીરાવ , રઘુનાથ રાવ
 • પ્રસિદ્ધિ મરાઠા સામ્રાજ્યના દ્વિતીય પેશ્વા
 • પૂર્વાધિકારી બાલાજી વિશ્વનાથ
 • શાસનકાળ ઇસવીસન ૧૭૨૦ થી ઇસવીસન ૧૭૪૦
 • જાણકારી બાજીરાવે ઓપોઅતની દુરદ્રષ્ટિથી જોઈ લીધું હતું કે મુગલ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ રહ્યું છે એટલાં જ માટે એમણે મહારાષ્ટ્ર ક્ષેત્રની બહાર હિંદુ રાજાઓની સહાયતાથી મુગલ સામ્રાજ્યનાં સ્થાન પર હિંદુ પદ પાદશાહી સ્થાપિત કરવાની યોજના બનાવી હતી !!!

બાજીરાવ પેશ્વા પ્રથમનું સ્મરણ ઈતિહાસ ઘણી મહાન સભ્યતાનાં ઉત્થાન અને પતનની સાક્ષીરૂપ રહ્યું છે. પોતાનાં દીર્ઘકાલીન ઇતિહાસમાં હિંદુ સભ્યતાએ બીજાં દ્વારા પોતાનાંને નષ્ટ કરવાં માટે કરવામાં આવેલાં વિભિન્ન આક્રમણોને અને પ્રયાસોને સહ્યાં છે. યદ્યપિ આનાં ચાલતાં એણે વીરો અને યોદ્ધાઓની એક લાંબી શ્રુંખલા ઉત્પન્ન કરી છે !!! જેઓ બીજી પ્રાચીન સભ્યતાઓથી પોતાની માતૃભૂમિની રક્ષા માટે સમય સમય પર ઉભાં થતાં રહે છે. ભારતના ઇતિહાસમાં એક એવો જ મહાન યોદ્ધો અને હિંદુ ધર્મનાં સંરક્ષકનાં રૂપમાં પ્રખ્યાત નામ છે —— ૧૮મી શતાબ્દીમાં થયેલાં બાજીરાવ પેશ્વા !!!

➡ શ્રીમંત બાજીરાવ પેશ્વા

(૧૮ ઓગષ્ટ ૧૭૦૦ – ૨૮ એપ્રિલ ૧૭૪૦

વિજયનગર રાજ્ય પછી છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા વ્યવસ્થિત તરીકાથી સ્થાપિત હિંદુ પદ પાદશાહીનાં અંતર્ગત હિંદુ રાજ્યનો પુન: જન્મ થયો. જેની લીધે પેશ્વાઓના સમયમાં એક વ્યાપક આકાર લઇ લીધો હતો….. તલવારબાજીમાં દક્ષ, નિપુણ ઘોડેસવાર, સર્વોત્તમ રણનીતિકાર અને મહાનતમ નેતાનાં રૂપમાં પ્રખ્યાત બાજીરાવ પ્રથમે માત્ર વીસ જ વર્ષની આયુમાં પોતાનાં પિતા પાસેથી ઉત્તરાધિકારમાં પેશ્વાઓનું દાયિત્વ ગ્રહણ કર્યું અને જેમણે પોતાનાં શાનદાર સૈન્ય જીવન દ્વારા હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન બનાવી દીધું હતું !!! મહાન મરાઠા સેનાપતિ અને રાજનીતિજ્ઞ પેશ્વા બાજીરાવે ૧૮મી શતાબ્દીની મધ્યમાં પોતાનાં કાર્યોથી ભારતનું માનચિત્ર જ બદલી નાંખ્યું ….. એમનાં સૈન્ય અભિયાન એમની બુદ્ધિમત્તાનું અદ્વિતીય ઉદાહરણ છે !!! ઔરંગઝેબ પછી લડખડી રહેલાં મોગલો દ્વારા જારી ધાર્મિક અસહિષ્ણુતાનો વિદ્વંસ કરવાં માટે બાજીરાવ ઉભાં થયાં અને અને હિંદુત્વનાં એક નાયકનાં રૂપમાં મુગલ શાસકોનાં હુમલાઓથી હિંદુ ધર્મની રક્ષા કરી !!!

એ એજ હતાં કે જેમણે મહારાષ્ટ્રથી પાર ,વિંધ્યથી પાર જઈને હિંદુ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને જેની ગુંજ કેટલાંય સો વર્ષોથી ભારત પર રાજ્ય કરી રહેલાં મુગલોની રાજધાની દિલ્હીનાં કાનો સુધી પહોંચી ગઈ !!! હિંદુ સમ્રાજ્યનું નિર્માણ એના સંસ્થાપક મહાન શિવાજી મહારાજે કર્યું કર્યું ……. જેને ત્યાર પછીથી બાજીરાવ દ્વારા વિસ્તારિત કરવામાં આવ્યું જે એમનાં મૃત્યુ પછી એમનાં ૨૦ વર્ષનાં પુત્ર નાં શાસનકાળમાં એની ચરમ સીમાએ પહોંચી ગયું હતું !!! પંજાબના અફઘાનોને ખદેડયા પછી એમનાં દ્વારા ભગવા પતાકાને ન કેવળ દીવાલો પર અપિતુ એમણે ઘણું બધું આગળ લઇ જઈને ફહેરવી દીધો. આ પ્રકારે બાજીરાવનું નામ ભારતના ઇતિહાસમાં હિંદુ ધર્મના એક મહાન યોદ્ધાઅને સર્વાધિક પ્રસિદ્ધ શાસકના રૂપમાં અંકિત થઇ ગયું. એ એક પ્રખ્યાત સેનાપતિ હતાં જેમણે મરાઠાઓનાં ચતુર્થ સમ્રાટ છત્રપતિ શાહુનાં પેશ્વા (પ્રધાન મંત્રી)નાં રૂપમાં પોતાની સેવા પ્રદાન કરી !!!

➡ બાજીરાવનો જન્મ અને એમનું પ્રારંભિક જીવન

“પેશવા” પદને એક નવી ઊંચાઈ સુધી લઇ જવાંવાળાં બાલાજી વિશ્વનાથ રાવનાં સૌથી મોટાં પુત્રનાં રૂપમાં બાજીરાવનો જન્મ ૧૮ ઓગષ્ટ ૧૭૦૦ નાં રોજ થયો હતો. એ કોંકણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને પારંપરિક ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાંથી હતાં. બાલાજી વિશ્વનાથ (બાજીરાવના પિતા) યદ્યપિ પેશ્વાઓમાં ત્રીજા હતાં પરંતુ જ્યાં સુધી ઉપલબ્ધિઓની વાત છે, એ પોતાનાં પૂર્વવર્તીઓથી ઘણા આગળ નીકળી ગયાં હતાં !!! આ પ્રકારે બાજીરાવ જન્મથી જ સમૃદ્ધ વિરાસતવાળા હતાં. બાજીરાવને એ મરાઠા અશ્વારોહી સેનાનાં સેનાપતિઓ દ્વારા સંપૂર્ણ રીતે બધાં જ પ્રાકારે પ્રશિક્ષિત કરવામાં આવ્યાં હતાં. જેમણે ૨૭ વર્ષનો યુદ્ધનો અનુભવ હતો. માતાની અનુપસ્થિતિમાં કિશોર બાજીરાવ માટે એમનાં પિતા જ સૌથી નિકટ હતાં. જેમને રાજનીતિનાં ચાલતાં-ફરતાં વિદ્યાલય કહેવામાં આવતાં હતાં. પોતાની કિશોરાવસ્થામાં પણ બાજીરાવે શાયદ પિતાનાં કોઈ સૈન્ય અભિયાનને નજદીકથી ના જોયું હોય!!! પણ આને લીધે બાજીરાવને સૈન્ય વિજ્ઞાનમાં પરિપક્વતા હાંસલ થઇ ગઈ !! બાજીરાવનાં જીવનમાં પિતા બાલાજીની ભૂમિકા એવી જ હતી જેવી છત્રપતિ શિવાજીનાં જીવનમાં માતા જીજાબાઇની !!!

ઇસવીસન ૧૭૧૬માં મહારાજા શાહુજીનાં સેનાધ્યક્ષ દાભાજી થોરાટે છળપૂર્વક પેશ્વા બાલાજીને ગિરફ્તાર કરી લીધાં. બાજીરાવે ત્યારે પોતાનાં ગિરફ્તાર પિતાને જ સાથ આપ્યો. જ્યાં સુધી એ કારાગારમાંથી મુક્ત નાં થઇ જાય !!! બાજીરાવે પોતાનાં પિતાના કારાવાસની અવધી દરમિયાન આપવામાં આવેલી બધીજ યાતાનોને પોતાનાં પર જ સહી !!! દાભાજીના છળથી બે -ચાર થઈને એમને એટલેકે બાજીરાવને એક નવો અનુભવ પ્રાપ્ત થયો !!! કારાવાસ પછીનાં પોતાનાં જીવનમાં બાલાજી વિશ્વનાથે મરાઠા-મુગલ સંબંધોનાં ઇતિહાસમાં એક નવો આયામ સ્થાપિત કર્યો !!! કિશોર બાજીરાવ એ બધાં જ વિકાસોના ચશ્મદીદ ગવાહ હતાં !!! ઇસવીસન ૧૭૧૮ માં એમણે પોતાનાં પિતાની સાથે દિલ્હીની યાત્રા કરી. રાજધાનીમાં એમનો સામનો અકલ્પનીય ષડયંત્રોથી થયો. આને કારણે એમને (બાજીરાવને )શીઘ્ર જ રાજનીતિક સાજીશોનાં કુટિલ-જટિલ રસ્તા પર ચાલવાની શીખવી દીધું !!!આ અને અન્ય બીજાં અનુભવોએ એમની યુવાન ઉર્જા, દુરદ્રષ્ટિ અને કૌશલને નિખારવામાં અત્યંત સહાયતા કરી. આને જ લીધે એમણે એ સ્થાન પ્રાપ્ત કર્યું જ્યાં એ પહોંચવા માંગતા હતાં !!! એ એક સ્વાભાવિક નેતા હતાં ….. જે પોતાને એક ઉદાહરણ સ્વયં સ્થાપિત કરવામાં વિશ્વાસ રાખતાં હતાં !!! એ યુદ્ધ ક્ષેત્રમાં ઘોડાઓને દોડાવતાં દોડાવતાં મરાઠાઓનાં અત્યધિક વર્તુળાકાર દંડપટ્ટ તલવારનો પ્રયોગ કરવાંને કારણે પોતાનાં કૌશલ દ્વારા પોતાની સેનાને પ્રેરિત કરતાં હતાં !!!

➡ પેશવા (પ્રધાનમંત્રી)નાં રૂપમાં બાજીરાવ

૨ એપ્રિલ ૧૭૧૯નાં રોજ પેશવા બાલાજી વિશ્વનાથે પોતાનો અંતિમ શ્વાસ લીધો !!! ત્યારે સતારા શાહી દરબારમાં એકત્રિત વિભિન્ન મરાઠા શક્તિઓનાં ગઠનમાં માં એક જ પ્રશ્ન વારંવાર આવી આવી રહ્યો હતો કે શું મૃતક પેશ્વાનો માત્ર ૧૯ વર્ષીય બીનઅનુભવી પુત્ર બાજીરાવ આ સર્વોચ્ચ પદને સંભાળી શકશે ? ત્યાં આ વાતને લઈને આલોચના-પ્રત્યાલોચનાઓનો દુર ચાલી રહ્યો હતો કે શું આટલાં અલ્પ વયસ્ક કિશોરને આ પદ સોંપી શકાય !!! માનવીય ગુણોની પરખનાં મહાન જૌહરી મહરાજા શાહુએ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં જરાય વાર ના લગાડી એમણે તરતજ બાજીરાવને નવા પેશવા નિયુક્ત કરવાની ઘોષણા કરી દીધી. આ ઘોષણાને શીઘ્ર જ એક શાહી સમારોહમાં પરિવર્તિત કરી દેવામાં આવી. એ ૧૭ એપ્રિલ ૧૭૧૯નો દિવસ હતો જ્યારે બાજીરાવને શાહી ઔપચારિકતાઓની સાથે પેશ્વાનું પદ પ્રદાન કરવામાં આવ્યું !!! એમણે બાજીરાવને આ ઉચ્ચ પ્રતિષ્ઠિત પદ આનુવંશિક ઉત્તરાધેકાર કે એમનાં સ્વર્ગીય પિતા દ્વારા કરવામાં આવેલાં મહાન કાર્યોનાં ફળસ્વરૂપ નહોતું આપવમાં આવ્યું !!! અપિતુ એમની રાજનૈતિક દૂરદર્શિતાથી યુક્ત દ્રઢ માનસિક અને શારીરિક સંરચનાને કારણે સોંપવામાં આવ્યું હતું !!! આની બાવજૂદ પણ કેટલાંક કુલીનજન અને મંત્રી હતાં જેઓ બાજીરાવની ખિલાફ પોતાની ઈર્ષ્યા છુપાવી નહોતાં શકતાં. બાજીરાવે રાજાનાં નિર્ણયનાં ઔચિત્યને ખોટો ઠેરવે એવો એક પણ અવસર પોતાનાં વિરોધીઓને આપ્યો નહીં અને આ પ્રકારે પોતાનાં વિરીધીઓનું મો બંધ કરાવવામાં એ સફળ રહ્યાં !!!

➡ પેશવા બાજીરાવનાં નેતૃત્વમાં હિંદુ સામ્રાજ્યનો વિસ્તાર

પેશ્વા બજીરાવે શીઘ્ર જ મહેસૂસ કર્યું કે સામંતવાદી શક્તિઓમાં વિભાજનની પ્રવૃત્તિ વ્યાપક રૂપે ઉપસ્થિત છે અત: રાજા અને રાજ્યનાં સન્માનને આ કેન્દ્રાપસારી શક્તિઓથી દૂર રાખવાની આવશ્યકતા છે અને ત્યારે જ પદ પાશાહીનાં વિસ્તારને સુનિશ્ચિત કરી શકાય તેમ છે !!! બાજીરાવની યથાર્થવાદી અંતરદ્રષ્ટિ અભૂતપૂર્વ હતી એ પોતાની આસપાસના પ્રતિકૂળ પરીવેશથી ભલીભાંતિ પરિચિત હતાં !!! વિન્ધ્યની પાર ઉત્તરમાં હિંદુ પદ પાદશાહીનાં વિશાળ વિસ્તાર પર આધારિત હિંદુ સામ્રાજ્યની સુરક્ષાનાં પ્રયોજનથી ભીતરી શત્રુઓ સહિત મુગલ સુલતાનનાં પ્રતિનિધિ નિઝામ, જંજીરાના આતંકવાદી સિદ્દી અને ડરાવણા પોર્ટુગલીઓએ એમને તત્કાલ પ્રભાવકારી ઉપાય કરવાની યાચના કરી !!!

બાજીરાવનું એવું માનવું હતું કે —– જો શિવાજી મહારાજનાં હિંદવી સ્વરાજ કે “હિંદુ પદ પાદશાહી”નું ઉદાત્ત સ્વપ્ન પૂરું કરવું હોય તો સતારા અને કોલ્હાપુર આ બંને મરાઠા ગઢોને અંદરોઅંદર મિલાવી દેવાં જોઈએ – ભેળવી દેવાં જોઈએ …….. અને એ અત્યંત જરૂરી પણ છે !!! જ્યારે બાજીરાવે એવું મહેસૂસ કર્યું કે કોલ્હાપુરના રાજાને એમની આ વાત અસ્વીકાર્ય છે તો એમણે પોતાનાં આ મહત્વાકાંક્ષી લક્ષ્યને વિના એમની સહાયતા પૂર્ણ કરવાનો -પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો !!! હિંદવી સ્વરાજનાં પોતાનાં સ્વપ્નને પૂરું કરવાં માટે બાજીરાવનું મસ્તક બહુજ તેજીથી કામ કરી રહ્યું હતું અને એમણે એ દ્રઢનિશ્ચય કર્યો કે પોતાનાં આ વિચારોને છત્રપતિ શાહુનાં દરબારમાં રાખવામાં આવે !!!

શાહુ મહારાજ અને એમનાં દરબારની સામે એકદમ સીધાં તૈયારી અને આત્મવિશ્વાસની સાથે ઉભા રહીને નવાં પેશ્વા યુવા બાજીરાવ મજબુત અવાજમાં બોલ્યાં—– “આવો આપણે બંજર ડેક્કનને પાર કરીને મધ્ય ભારતને જીતી લઈએ !!! આ સમયે મુગલ કમજોર, ઘૃષ્ટ, વ્યભિચારી અને અફીમ- નશેરી થઇ ચૂક્યાં છે !!! સદીઓથી આપના ખજાનામાં પડી રહેલી સંચિત ધન-સંપદા હવે આપણી થઇ શકે એમ છે !!! આ ઉપયુક્ત સમય છે જયારે આપણી પવિત્ર માતૃભૂમિ ભારતવર્ષમાંથી આ મલેચ્છો અને બર્બરોને બહાર નીકાળી શકીએ એમ છીએ !!! આવો…..આપણે એમને હિમાલયથી આગળ આગળ ફેંકી દઈએ. જ્યાંથી તેઓ આવ્યા હતા ………!!! નિશ્ચય જ, ભગવા ધ્વજ કૃષ્ણા નદીથી સિંધુ નદી સુધી ફહેરાશે !!! હવે ……… હિન્દુ સ્તાન આપણું છે !!!!”

દરબારના પ્રતિનિધિઓએ આના પર વિચાર કરીને પરામર્શ આપ્યો કે આપણે સૌ પહેલાં દક્ષિણ (દખ્ખણ) પર ધ્યાન આપવું જોઈએ….. બાજીરાવે પોતાની ભૂલ યોજનાના કાર્યાન્વયન પર જોર આપ્યું !!!! એકીટસે એ શાહુ મહારાજની તરફ જોઈ રહ્યા અને એમને કહ્યું કે “ઝાડનાં પત્તાં કાપવાથી એની ડાળીઓ આપોઆપ પડી જશે !!! આપ મારી વાત પર ધ્યાન આપો ….. હું અને મારાં સાથીઓ, મારાં લોકો અટકની દીવાર પર અવશ્ય જ ભગવા પતાકા લહેરાવીને જંપશે !!!”

છત્રપતિ શાહુ મહારાજ એમનાથી બહુ જ પ્રભાવિત થયાં અને કહ્યું …… ” આગળ વધો અને ધરતીના સ્વર્ગ હિમાલય સુધી પોતાની પતાકા ફહેરાવો !!!” અને આ રીતે વીર યોદ્ધ પેશવા બાજીરાવને પોતાની સેનાનું નેતૃત્વ કરવાની અને આગળ વધવાની અનુમતિ પ્રાપ્ત થઇ જ ગઈ આખરે !!!! આ વાત બાજીરાવની દૂરદ્રષ્ટિ અને શાહુ મહારાજ પરનો વિશ્વાસ દર્શાવે છે!!!! શાહુ મહારાજે કિશોર વયમાં જ એમની પ્રતિભાને ઓળખીને ઈસવીસન ૧૭૦૭માં સમાપ્ત થયેલાં મુગલ-મરાઠા સંઘર્ષમાં બાજીરાવના નેતૃત્વવાળી વિજયી અને પરાક્રમી શાહી સેના પર વિશ્વાસ કરીને બાજીરાવને પેશવાના રૂપમાં નિયુક્ત કર્યા !!! બાજીરાવની સફળતામાં એમનાં મહારાજનો ઉચિત નિર્ણય અને યુદ્ધની બાજીને પોતાનાં પક્ષમાં કરવાંવાળાં એમના અનુભવી સૈનિકોનું બહુ મોટું યોગદાન હતું !!! આ પ્રકારના નિરંતર વિજય અભિયાનોએ પુરા ભારતીય ઉપમહાદ્વીપમાં મરાઠા સેનાની વીરતાનો લોહો માનવી દીધો !!! જેનાથી શત્રુપક્ષ મરાઠા સેનાનું નામ સાંભળતા જ ભય અને અને આતંકથી ગ્રસ્ત થઇ જતી હતી !!!

બાજીરાવ લગાતાર વીસ વર્ષો સુધી ઉત્તરની તરફ વધતાં રહ્યાં પ્રત્યેક વર્ષે એમની દૂરી દિલ્હીથી ઓછી થઇ જતી હતી અને મુગલ સામ્રાજ્યનાં પતનનો સમય નજદીક આવી રહ્યો હતો !!! એવું પણ કહી શકાય કે —- મુગલ બાદશાહ એમનાથી એટલી હદે આતંકિત થઇ ગયા હતાં કે એમણે બાજીરાવને પ્રત્યક્ષત: મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને એમની ઉપસ્થિતિમાં બેસવાથી પણ મુગલ બાદશાહને ડર લાગતો હતો

મથુરાથી લઈને વારાણસી અને સોમનાથ સુધી હિન્દુઓની પવિત્ર તીર્થયાત્રાનાં માર્ગને એમનાં દ્વારા શોષણ ,ભય અને ઉત્પીડનથી મુક્ત કરાવી દીધો હતો !!! અને એ યાત્રસ્થાલાઓમાં લોકો સુખ શાંતિથી રહીને પૂજાપાઠ કરી શકતા હતાં. આ સિદ્ધિ કંઈ કઈ નાનીસુની નાં જ કહેવાય ‘જ્યાં બીજા રાજાઓ પાછાં પડયાં હતાં ત્યાં બાજીરાવ એક નહિ પણ સો કદમ આગળ નીકળી ગયાં હતાં. અરે ભાઈ…….. રાજાનું આજ તો કર્તવ્ય છે ને !! એમની પ્રજા સુખેથી રહી શકે અને આજ માટે એમણે ૪૧ જેટલાં યુધ્ધો કર્યા હતાં અને એકેયમાં એમને હારનો હારનો સામનો નહોતો કરવો પડયો !!!! રાજાને મન માત્ર પોતાના રાજયની જ નહિ પણ સમગ્ર દેશની ચિંતા હોવી જોઈએ. આજ કારણોસર બાજીરાવ મહાન છે અને લોકચાહના મેળવી શક્યા છે એમાં કોઈજ શંકાને સ્થાન નથી. એમની યુધ્ધશૈલી અને પ્રજાકીય કાર્યો વિષે આપણે આગળ જોઈશું જ !!!!

બાજીરાવનું વિજય અભિયાન ઈસવીસન ૧૭૨૩માં ઉત્તર -પશ્ચિમમાં માળવા અને ગુજરાતને જીતીને પ્રારંભ કર્યું હતું !!! જોકે આ બાબત કદાચ એ રાજા બન્યાં પછીનું હોઈ શકે છે પણ એ મતને પણ હું સ્વીકારતો નથી. ઈતિહાસકારો ઠોકમઠોક કરવામાં ઉસ્તાદ છે. આજ વાત હું પછી એમનાં વિજયી અભિયાનોમાં કરવાનો જ છું. આની સાલવારી તમે એમાં વાંચજો એટલે તમને સઘળુંય સમજાઈ જશે !!! બાજીરાવે ગુજરાત અને મધ્ય ભારતનાં અધિકાંશ ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કર્યો અને એટલે સુધી કે દિલ્હી પર આક્રમણ કરીને મુગલ સલ્તનતની નીંદ હરામ કરી દીધી. એ બાજીરાવ જ હતાં જેમણે નિરંતર અગલા વધી વધીને ઘણાં બધાં મુગલ રાજ્યો પર કબજા કરીને એમને પોતાનાં આધિપત્યમાં લાવ્યાં !!!

બાજીરાવની રાજનીતિક બુદ્ધિમત્તા એમની રાજપૂતનીતિમાં નિહિત હતી. એ રાજપૂત રાજ્યો અને મુગલ શાસકોના પૂર્વ સમર્થકોની સાથે ટકરાવથી બચતાં હતાં અને આ પ્રકારે એમણે મરાઠાઓ અને રાજપૂતો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરીને એક નવાં યુગને સૂત્રપાત કર્યો !!! એ રાજપૂત રાજ્યોમાં શામિલ હતાં——- બુંદી,આમેર,ડુંગરપુર,ઉદયપુર, જયપુર,જોધપુર ઇત્યાદિ !!! ખતરનાક રીતે દિલ્હી તરફ આગળ વધતાં બાજીરાવને જોઇને સુલતાને એક વાર ફરીથી પરાજિત નિઝામ પાસે સહાયતાની યાચના કરી બાજીરાવે ફરીથી એમને ઘેરી લીધાં !!! આ કાર્યને લીધે દિલ્હી દરબારમાં બાજીરાવની તાકાતનો અપ્રતિમ નમુનો આપ્યો……. એમણે પોતાના મહારાજની આજ્ઞાથી ઇસવીસન ૧૭૨૮માં મરાઠા સામ્રાજ્યની પ્રશાસનિક રાજધાની સતારાથી પુણે સ્થાપિત કરી દીધી …..

બાજીરાવની સૌથી મોટી સફળતા મહોબા નજદીક બુંગશ ખાનને હરાવવો હતો. જેને મુગલ સેનાનો સૌથી બહદુર સેનાપતિ માનવામાં આવતો હતો અને એને ત્યારેજ પરાસ્ત કરવામાં આવ્યો જ્યારે એ બુંદેલખંડનાં વૃદ્ધ રાજાઓને પરેશાન કરી રહ્યો હતો. સમ્રાટ બાજીરાવ દ્વારા પ્રદાન કરવામાં આવેલી આ સૈન્ય સહાયતાએ છ્ત્રસાલનેને હંમેશને માટે બજીરાવનો આભારી બનાવી દીધો. એવું કહેવાય છે કે – છત્રસાલ મોહંમદ ખાન બુંગશની સામે બચાવની મુદ્રામાં આવી ગયાં હતાં ત્યારે એમણે નિમ્ન દોહાની મારફતે બાજીરાવને એક સંદેશ મોકલ્યો હતો :

જો ગતિ ભઈ ગજેન્દ્રકી, વહી ગતિ હમરી આજ ।
બાજી જાત બુંદેલકી , બાજી રખિયો લાજ ॥

જ્યારે બાજીરાવને આ સંદેશો પ્રાપ્ત થયો ત્યારે તેઓ પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યાં હતાં. તેઓ ભોજન છોડીને તરત જ ઊભાં થઇ ગયાં. આ જોઈને એમની પત્નીએ કહ્યું કે – ” કમસે કમ આપ ભોજન તો ગ્રહણ કરી લો અને પછી જ જાઓ. ત્યારે બાજીરાવે પોતાની પ્રાણપ્યારી પત્નીને ઊતર આપ્યો : ” જો જરાક સરખું પણ મોડું થઈ ગયું અને જો છ્ત્રસાલ હારી ગયાં તો ઇતિહાસ તો એવું જ કહેશેને કે બાજીરાવ ભોજન ગ્રહણ કરી રહ્યાં હતાં એટલાં માટે મોડું થઈ ગયું !!! ” તેઓ પછી તરત જ આવો નિર્દેશ આપીને કેટલાંક ચુનંદા સૈનિકોને લઈને નીકળી ગયાં કે જેટલી જલ્દીથી એમની આખી સેના એમની પાછળ આવી શકે !!! એમને શીઘ્ર જ બુંગશને હરાવી દીધો અને ત્યારે છત્રસાલે ખુશ થઈને મરાઠા પ્રમુખને પોતાનાં રાજ્યનો એકતૃતીયાંશ ભાગ આપ્યો

બાજીરાવે ભલે દિલ્હી ના જીત્યું હોય પણ બાજીરાવે મુગલોની કમર તોડી નાંખી હતી. ઇતિહાસ તો વળી એમ કહેવામાં પણ પાછો નથી પડતો કે બાજીરાવને દિલ્હીની ખેવના હતી પણ તેઓ તે જીતી શક્યા નહોતાં. તેમણે ખાલી નાનાં નાનાં જ યુદ્ધો જીત્યાં હતાં. જેનું ઈતિહાસમાં કોઈજ મહત્વ કે મૂલ્ય નથી. આ વાત સદંતર ખોટી જ છે. ઈતિહાસમાં એમની ગણના એક મહાન યોધ્ધા તરીકે થાય છે અને થતી જ રહેવાની છે. એક રીતે જોવાં જઈએ તો આ જાણી બુજીને કરાયેલી સોચી સમજી સાજીશ માત્ર છે !!!

બાજીરાવ દ્વારા મુગલ બાદશાહીને વિદ્વંસકરૂપે તોડવાં માટે અને ગ્વાલિયરનાં સિંધિયા રાજવંશ (રાણોજી શિંદે), ઈંદોરનાં હોલ્કર (મલ્હાર રાવ) , વડોદરાના ગાયકવાડ (પિલજી) અને ધારનાં પવાર (ઉદયજી)નાં રૂપમાં પોતાનાં જાગીરદાર સ્થાપિત કરવાની સાથે મરાઠા રાજયસંઘને ભવ્યરૂપમાં સ્થાપિત કરી દીધાં !!! મુગલ,પઠાણ અને મધ્યએશિયાઈ જેવાં બાદશાહોનાં યોધ્ધઓ સમ્રાટ બાજીરાવ દ્વારા પરાસ્ત થયાં !!! નિઝામ – ઉલ – મુલ્ક, ખાન-એ -દુર્રાન, મુહંમદ ખાન જેવાં કેટલાંક યોધ્ધઓનાં નામ છે જેઓ મરાઠાઓની વીરતા આગળ ધારાશયી થઈ ગયાં !!! બાજીરાવની મહાન ઉપલબ્ધિઓમાં ભોપાલ અને પાલખેડનાં યુધ્ધ, પશ્ચિમ ભારતમાં પુર્તગાલી આક્રમણકારીઓની ઉપર વિજય ઇત્યાદિ શામિલ છે !!!

તેમનાં દ્વારા જીતાયેલા કેટલાંક યુધ્ધો વિગતવાર જોઈએ

શકરખેડલામાં શ્રીમંત બાજીરાવ પેશ્વાએ મુબારિજખાંણે પરાસ્ત કર્યો (ઈસવીસન ૧૭૨૪)

માલવા તથા કર્ણાટક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું (ઈસવીસન ૧૭૨૪-૧૭૨૬)

પાલખેડામાં મહારાષ્ટ્રનાં કટ્ટર શત્રુ નિજામ – ઉલ – મુલ્કને પરાજિત કરીને એમની પાસેથી ચૌથ તથા સરદેશમુખી વસૂલી (ઈસવીસન ૧૭૨૮)

ત્યાર પછી તેમણે માલવા અને બુંદેલખંડ પર આક્રમણ કરીને મુગલ સેનાનાયક ગિરધરબહાદુર તથા દયાબહાદુર પર વિજય પ્રાપ્ત કર્યો (ઈસવીસન ૧૭૨૮)

તદનંતર મુહમ્મદ ખાં બુંગશને પરારસ્ત કર્યો (ઈસવીસન ૧૭૨૯)

ડભોઇમાં ત્રિંબકરાવને નતમસ્તક કરી એમનાં રાજ્યમાં ચાલી રહેલાં આંતરિક વિરોધનું દમન કર્યું (ઇસવીસન ૧૯૩૧)

સીદી, આંગ્રીયા તથા પુર્તગાલિયો એવં અંગ્રેજોને પણ બુરી તરહ પરાસ્ત કર્યા

દિલ્હીનું અભિયાન એમની સૈન્યશક્તિનો ચરમોત્કર્ષ હતો (ઇસવીસન ૧૭૩૭)
ત્યાર પછીથી આજ વર્ષમાં ભોપાલમાં શ્રીમંત બાજીરાવે ફરીથી નિઝામને પરાસ્ત કર્યો

અંતત: ઇસવીસન ૧૭૩૯માં એમણે નાસિરજંગ પર વિજય પ્રાપ્ત કર્યો

સમ્રાટ બાજીરાવ પ્રથમને એક મહાન ઘોડેસવાર સેનાપતિનાં રૂપમાં ઓળખવામાં – જાણવામાં આવે છે અને ઇતિહાસના માત્ર ગણ્યાં ગાંઠયા યોધ્ધાઓમાં બાજીરાવનું નામ બહુ જ ગર્વથી લેવામાં આવે છે કે જેમણે પોતાનાં જીવનમાં ક્યારેય પણ કોઈ યુદ્ધ હર્યું નથી. સમ્રાટ બાજીરાવે કુલ ૪૧થી વધુ લડાઇઓ લડી અને એમાથી કોઈમાં પણ એ પરાજિત નથી થયાં એ એક ઐતિહાસિક સત્ય છે. જેને ક્યારેય પણ કોઈનાથી નજર અંદાજ કરી શકાય એમ જ નથી. તેઓ વિશ્વ ઇતિહાસનાં એ ત્રણ સેનાપતિઓમાં શામિલ છે જેમણે ક્યારેય પણ એક પણ યુધ્ધ નથી હાર્યું !!!

ઈતિહાસ સાક્ષી છે કે ભારતમાં આવો પહેલો ઘોડેસવાર સેનાપતિ – રાજા થયો હતો કે જેણે આવો અદ્ભુત કરિશ્મા પોતાનાં બાહુબળ અને અપ્રતિમ શૌર્યથી કરી બતાવ્યો હતો !!! અમેરિકી ઈતિહાસકાર બર્નાર્ડ મોંટોગોમેરી અનુસાર બાજીરાવ પેશ્વા ભારતનાં આવાં પ્રથમ સેનાપતિ હતા જેમણે એક દર્શનથી – વિચક્ષણ બુદ્ધિથી -અપ્રતિમ તાકાતથી આવો કરિશ્મા કર્યો હોય !!! જે રીતે એમણે નિઝામની સેના નહીં સેનાઓને પરાસ્ત કરી હતી એ માત્ર અને માત્ર બાજીરાવ પ્રથમ જ કરી શકતાં હતાં !!! બાકી એમના સિવાય કે ભારતીય ઉપ્માંહાદ્વિપમાં આવું બધું અને એટલું બધું ઉમદા કાર્ય કરવાની ક્ષમતા બીજા કોઈનામાં તો હતી નહીં ને !!! પાલખેડનું યુદ્ધ આનું ઉત્તમ દ્રષ્ટાંત ભારતનાં ઇતિહાસમાં પૂરું પાડે છે. શ્રીમંત બાજીરાવ અને એમનાં ભાઈ ચિમાજી અપ્પાએ બેસીનના લોકોને પુર્તગાલિયોનાં અત્યાચારથી બતાવ્યાં હતાં. જેઓ જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં હતાં અને પાશ્ચાત્ય યુરોપીય સભ્યતાને ભારતમાં પરાણે લાવવાની કોશિશ કરી રહ્યાં હતાં આવું જોઇને આના પર કૈંક કાર્યવાહી થવી જ જોઈએ અને આને રોકવું જ જોઈએ એમ વિચારીને ઇસવીસન ૧૭૩૯માં પોતાનાં અંતિમ દિવસોમાં એમણે પોતાનાં ભાઈ ચિમાજી અપ્પાને મોકલીને એમણે પુર્તગાલિયોને નેસ્તનાબુદ કરી દીધાં અને વસઈની સંધિ કરાવી દીધી.

આ પહેલા પણ ઇસવીસન ૧૭૨૮માં તેઓ જયારે પેશ્વા -સમ્રાટ ન્હોતાં ત્યારે તેમને ઇસવીસન ૧૭૨૮માં મૂગી સેવગાંવની સંધિ કરાવી જ હતી !!! જેમાં હૈદરાબાદનાં નિઝામ સાથે આ સંધિ ૬ માર્ચ ૧૭૨૮નાં રોજ થઇ હતી. જેમાં એમણે દખ્ખણમાં સરદેશમુખી અને ચોથ લેવાનો અધિકાર આપ્યો હતો અને શાહુને મરાઠા સામ્રાજ્યનો વાસ્તવિક છત્રપતિ ઘોષિત કરી દીધો અને સંભાજી દ્વિતીયને કોલાહાપુરનો છત્રપતિ !!! એનાં પછી બજીરાવે ઘણી લડાઈઓ લડી પરંતુ ઇસવીસન ૧૭૩૭માં બાજીરાવે દિલ્હી પર ચઢાઈ કરી અને એમાં એ સઆદત ખાનની સેના જે લગભગ એક લાખની સેના હતી એમને બાજીરાવનાં સૈનિકોએ પોતાની ચાલ ચલ ચાલીને ચકમા આપીને તેઓ દિલ્હી તરફ નીકળી ગયાં હતાં !!! અને એમણે ચિમાજી અપ્પાને લગભગ ૧૦૦૦૦ની સેનાને લઈને નિઝામને રોકવા માટે છોડી દીધાં હતાં અને જયારે તેઓ દિલ્હી પહોંચ્યાં તો લાલ કિલ્લાની સામે જ પહોંચ્યાં હતાં ત્યાં મોહંમદ શાહ જેઓ મુગલસમ્રાટની સામે બાજીરાવને જોઇને એટલાં બધાં ગભરાઈ ગયાં હતાં કે તેઓ ક્યાંક જઈને છુપાઈ ગયાં !!!

ત્યાંથી બાજીરાવ પરત પૂણે ફર્યા ત્યાંથી એમણે મોહમ્મદ શાહ રંગીલાએને સા આદત અલી ખાન અને હૈદરાબાદનાં નિઝામને લખ્યું કે ” આપ બાજીરાવને પૂણેમાં જ રોકી રાખો” જ્યાં બાજીરાવનો સામનો ભોપાલ નજીક નિઝામ સાથે થયો !!! જેમાં બાજીરાવની સેનાએ એ બંનેની સેનાઓને હરાવીને દોરાહા ભોપાલની સંધિ કરી અને માલવાનું સંપૂર્ણ ક્ષેત્ર મરાઠાઓને પ્રાપ્ત થઇ ગયું. આનાથી મરાઠાઓનો પ્રભાવ સંપૂર્ણ ભારતમાં સ્થાપિત કરવાના હેતુસર ઇસવીસન ૧૭૩૦માં પુણેમાં એમણે એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું. જેણે આજે આપાણે શનિવાર વાડા કહીએ છીએ એ !!! અને આમ પૂણે મરાઠાઓની રાજધાની બન્યું. બાજીરાવે હિન્દુસ્તાનશાહીનો વાયદો કર્યો અને બધાં હિન્દુઓને એક કરીને વિદેશી શક્તિઓ વિરુદ્ધ લડવાનો અને તેમને હરાવવાનો સંકલ્પ કર્યો !!!

એમણે ઇસવીસન ૧૭૩૯માં પોતાનાં ભાઈ ચિમાજીની સેના દ્વારા પુર્ત ગાલિયોને પરાજિત કરીને વસઈની સંધિ કરી લીધી હતી. એ આપણે આગળ જોયું જ છે પણ આ વખતે એમણે પુર્તગાલીયોનાં અભદ્રપૂર્ણ વ્યવહારથી ભારતીય જનતાને આ બાજીરાવ પ્રથમે બચાવી લીધી હતી. બાજીરાવ પ્રથમ બહુજ મહાન અને કાબેલ એક ચુસ્ત હિંદુ હતાં. સમગ્ર ભારતમાં બાજીરાવ પ્રથમનો જ ખૌફ ફેલાયેલો હતો. એ એટલે સુધી કે જયપુરના રાજા જયસિંહ દ્વિતીય પણ એમની તારીફ કરતાં થાકતાં ન્હોતાં. ઇસવીસન ૧૭૩૧માં એમણે મહારાજા છત્રસાલની દીકરી સાથે વિવાહ કરાવ્યો અને બુંદેલખંડનો એકતૃતિયાંશ હિસ્સો આને લીધે જ આપ્યો હતો જે બાજીરાવે પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધો !!!

બાજીરાવે જયારે મોહમ્મદ ખાન બંગુશની સેનાને પરાજિત કરીને મહારાજા છત્રસાલને એમણે બચાવી લીધા હતાં અને આનાં જ પરિણામ સ્વરૂપ એમણે પોતાની એક પુત્રી મસ્તાની જે મુસ્લિમ હતી એનો વિવાહ બાજીરાવ સાથે કરાવી દીધો. કદાચ એ મોહમ્મદ ખાન બંગુશની પણ પુત્રી હોય એવું પણ બની શકે છે. ઇતિહાસમાં આ વિષે મતમતાંતર જ પ્રવર્તે છે પણ આ ઘટના સાચી તો છે જ !!! આને કેટલાંક ઈતિહાસકારો અને ફિલ્મકારો ઇતિહાસની એક અમર પ્રેમકથા કહે છે. એ વાત પર ચર્ચા આપને અહી નથી જ કરવી આપણે ઈતિહાસને જ પ્રાધાન્ય આપવું જોઈએ વિવાદને નહીં જ !!!

કેટલાંક મહાન ઈતિહાસકારોએ એમની તુલના ઘણી વખત નેપોલિયન બોનાપાર્ટ સાથે કરી છે. પાલખેડમાં એમને જે રીતે હૈદરાબાદનાં નિઝામને હરાવ્યો હતો એ એમની નવોન્મેષી રણનીતિઓમાંનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. કોઈ પણ આ યુદ્ધ વિષે જે જાણે છે એ એમની એટલે કે શ્રીમંત બાજીરાવ પેશ્વાની પ્રશંસા કર્યા વગર રહી શકતો જ નથી !!! ત્યાર બાદ આ જ નિઝામને ભોપાલમાં જે રીતે હરાવ્યો હતો. આ યુદ્ધ એ એમની કુશળ યુદ્ધનીતિઓ અને રાજનીતિક દ્રષ્ટિની પરિપક્વતાનો સર્વોત્તમ નમુનો માનવામાં આવે છે. એક ઉત્કૃષ્ટ સૈન્ય રણનીતિકાર ,એક જન્મજાત નેતા અને એક બહાદુર સૈનિક હોવાની સાથે બાજીરાવ, છત્રપતિ શિવાજીનાં સ્વપ્નોને સાકાર કરવાંવાળા એક સાચા પથ-પ્રદર્શક હતાં !!!

***** જયારે આપણે ઈતિહાસ પર લેખ લખતાં હોઈએ તો આગળ ભલે એ વાતનું પુનરાવર્તન લાગે પણ એમનાં વિજયી અભિયાનોની વાત વિગતે થવી જ જોઈએ ….. જયારે આ તો ઈતિહાસ પ્રસિદ્ધ અપરાજિત વીર યોધ્દ્ધા- રાજવીની વાત છે. એમનાં વિજયી અભિયાનોની વાત વિગતે અવશ્ય જ થવી જોઈએ- કરવી જોઈએ !!! થોડુંક રીપીટેશાન લાગશે પણ તે વાંચીને ચલાવી લેજો હિતાવહ એ જ છે કે જેને જે ઉપયોગી લાગે તે વાંચવું કે ઉપયોગમાં લેવું !!! *****

➡ ઉત્તરાધિકાર

એપ્રિલ ૧૭૪૦માં, જયારે બાજીરાવ પોતાની જાગીરની અંદર આવવાંવાળાં ખરગાંવનાં રાવરખેડી નામના ગામમાં પોતાની સેના સાથે કુચ કરવાની તૈયારી કરતાં હતાં ત્યારે તેઓ અચાનક ગંભીર રૂપે બીમાર થઇ ગયાંઅને અંતત: નર્મદા નદીને કિનારા પર ૨૮ એપ્રિલ ૧૭૪૦નાં રોજ એમનું દેહાવસાન થઇ ગયું. એક પ્રખ્યાત અંગ્રેજ ઇતિહાસકાર સર રિચર્ડ કારનૈક ટેમ્પલ લખે છે કે “એમનું મૃત્યુ એવી જરીતે થયું જેવું એમનું જીવન હતું. તંબુઓવાળી શિબિરમાં પોતાના જ સૈનિકો અને પોતાનાં જ માણસોની સાથે !!! એમને આજે પણ મરાઠાઓની વચ્ચે લડાકૂ પેશ્વા અને હિંદુ શક્તિના અવતારનાં રૂપમાં યાદ કરવામાં આવે છે !!!”

જયારે બાજીરાવે પેશ્વાપદ ધારણ કર્યું હતું ત્યારે મરાઠા રાજ્યની સીમા પશ્ચિમી ભારતના ક્ષેત્રો સુધી જ સીમિત હતી. ઇસવીસન ૧૭૪૦માં એમનાં મૃત્યુ સમયે એટલે કે એમણે જયારે પેશ્વાપદ સ્વીકાર્યું ત્યાર બાદ ૨૦ વરસ પછી મરાઠાઓએ પશ્ચિમી અને મધ્ય ભારતનાં એક વિશાળ હિસ્સા પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને દક્ષિણ ભારતીય પ્રાયદ્વીપ સુધી એ હાવી થઇ ગયાં હતાં !!! યદ્યપિ બાજીરાવ મરાઠાઓની ભગવા પતાકાને હિમાલય પર લહેરાવવાની -ફરકાવવાની પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યા પરંતુ એમનાં જ સુપુત્ર રઘુનાથ રાવે ઇસવીસન ૧૭૫૭માં અટકના કિલ્લા પર ભગવા ધ્વજ ફરકાવીને અને સિંધુ નદી પાર કરીને એમણે પોતાનાં પિતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. નિરંતર જરા પણ થાક્યા વગર ૨૦ વર્ષો સુધી હિંદવી સ્વરાજ્ય સ્થાપિત કરવાને કારણે એમને એટલે કે શ્રીમંત બાજીરાવ પેશ્વાને હિંદુહ્ક્તિના અવતારના રૂપમાં જોવામાં – વર્ણિત કરવામાં આવે છે. એમનાં પુત્રોએ ભગવા પતાકાને દિગ-દિગંતમાં ફરકાવવા માટે એમનાં મિશન ભારતને ચાલુ રાખવાં માટે ઇસવીસન ૧૭૫૮માં ઉત્તરમાં અટકના કિલ્લા પર વિજય પ્રાપ્ત કરીને અફઘાનીસ્તાનની સીમાઓ પણ ઓળંગી દીધી હતી અને એજ સમયમાં દક્ષિણના કિનારાનાં રાજ્યો પણ જીતી લીધાં હતાં !!!

લોકોમાં સ્વતંત્રતા પ્રતિ ઉત્કટ અભિલાષાની પ્રેરણા દ્વારા અને આધુનિક સમયમાં હિંદુઓને વિજયનું ભાન કરાવનાર અને એ વિજયને પ્રતિક બનવવામાં અને તે દ્વારા તેઓ ધર્મની રચનાત્મક અને વિનાશકારી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. પેશ્વા બાજીરાવ પ્રથમ પોતાનાં જીવનકાળ દરમિયાન મહાનાયકના રૂપમાં પ્રખ્યાત હતાં અને મૃત્યુ પશ્ચાત પણ લોકોના મનમાં એમની છબી એ જ પ્રકારની વિદ્યમાન હતી !!! એમની ઉપસ્થિતિ હિંદુ જનમાનસ પર અમિટ રૂપથી અંકિત થઇ ચુકી હતી અને એને સમય સમયના અંતરાલ દ્વારા પણ ખંડિત નથી કરી શકાતી. જેમણે પણ એવી કોશિશ કરી છે એ મિથ્યા જ સાબિત થઇ છે !!!

➡ બાજીરાવ પેશ્વા વિષે લોકોએ કહેલાં મહત્વપૂર્ણ કથનો

[૧] “History of the Marathas ”માં જે. ગ્રાંટ ડફ કહે છે કે —-
“સૈનિક અને કૂટનીતિજ્ઞનાં રૂપમાં લાલિત અને પાલિત બજીરાવે કોંકણનાં બ્રાહ્મણોને વિશિષ્ટ બનાવવાવાળી દૂરદર્શિતા અને પટુતાનાં માધ્યમથી શિષ્ટ તરીકાથી મરાઠા પ્રમુખનાં સાહસ, જોશ અને વીરતાને એક સંગઠિત રૂપ આપ્યું હતું. પોતાનાં પિતાની આર્થિક યોજનાથી પૂર્ણ પરિચિત એવાં બાજીરાવે એક સામાન્ય પ્રયાસ દ્વારા મહારાષ્ટ્રના વિભિન્ન જોશીલા કિન્તુ નિરુદ્દેશ્ય ભટકવાંવાળાં કેટલાંક સમુદાયોને સંગઠિત કરીને એ યોજનાનો કેટલોક આંશિક ભાગને પ્રત્યક્ષ રૂપે અમલી જામા પહેરાવ્યો. આ દ્રષ્ટિકોણથી બાજીરાવની બુદ્ધિમત્તાએ પોતાનાં પિતાની અબીપ્સિત યોજનાઓનો વિસ્તાર કર્યો. એમનાં માટે એ સાચું જ કહ્યું છે કે —- એમની પાસે યોજના બનાવવાનાં હેતુ માટે એક મસ્તિષ્ક અને એને કાર્યાન્વિત કરવાં માટે બે હાથ હતાં. આવી વિરલ પ્રતિભા ભાગ્યે જ કોઈ બ્રાહ્મણોમાં જોવાં મળે છે….. !!!”

[૨] “Oriental Experiences ”માં સર આર. ટેમ્પલ કહે છે કે —–
બાજીરાવ એક ઉત્કૃષ્ટ ઘોડેસવાર હોવાંની સાથે સાથે (યુદ્ધક્ષેત્રમાં) હંમેશા કોઇપણ કારવાઈ કરવામાં હંમેશા અગ્રેસર રહેતાં હતાં. તેઓ મુશ્કેલમાં મુશ્કેલ હાલાતોમાં પણ સદા પોતાને જ આગળ ધરી દેતાં હતાં. તેઓ શ્રમનાં અભ્યસ્ત હતાં અને પોતાનાં સૈનિકોની સાથે સમાન કઠોર પરિશ્રમ કરવામાં એવં એમની કઠિનાઈઓને પોતાની જ સમજવામાં સ્વયંને ગૌરવાન્વિત મહસૂસ કરતાં હતાં !!! રાજનૈતિક ક્ષિતિજ પર વાડી રહેલાં એમનાં પુરાણા શત્રુ મુસલમાનો અને નવાં શત્રુઓ. યુરોપીયન લોકોની વિરુદ્ધ એમની અંદર રાષ્ટ્રભક્તિ પૂર્ણ વિશ્વાસ દ્વારા હિંદુઓ સંબધિત વિષયોને લઈને. રાષ્ટ્રીય કાર્યક્રમોન સફળતાના હેતુસર એક જવાળા ધબકી રહી હતી !!! અરબી સમુદ્રથી માંડીને બંગાળના ઉપસાગર સુધી સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપમાં મરાઠાઓનો વિસ્તારને જ જોવો એ જ એક માત્ર એમનાં જીવનનું ધ્યેય હતું …..!!!”

[૩] “Peshwa Bajirao I and Maratha Expansion ”ની પ્રસ્તાવનામાં જદુનાથ સરકાર કહે છે કે ——
” બાજીરાવ દિવ્ય પ્રતિભા સંપન્ન એક અસાધારણ ઘોડેસવાર હતાં. પેશ્વાઓનાં દીર્ઘકાલીન અને વિશિષ્ટ પ્રભામંડળમાં પોતાની અદ્વિતીય સાહસિક અને મૌલિક પ્રતિભા અને અનેકાનેક અમુલ્ય ઉપલબ્ધિઓનાં કારણે બાજીરાવ બલ્લાલનું સ્થાન અતુલનીય હતું !!! તેઓ એક રાજા કે ક્રિયારત મનુષ્યની જેમ સમાન વસ્તુત : અશ્વારોહી સેનાનાં વીર હતાં. જેવી રીતે સર રોબર્ટ વોલપોલે ઇંગ્લેન્ડનાં અલિખિત સંવિધાનમાં પ્રધાનમંત્રીનાં પદને સર્વોચ્ચ મહત્તા અપાવી હતી. તેવી જ રીતે તત્કાલીન સમયમાં મરાઠા રાજમાં બાજીરાવે પેશ્વાપદ માટે કર્યું હતું …..!!!”

➡ બાજીરાવ પેશ્વા દ્વારા અપનાવવામાં આવેલી યુદ્ધનીતિઓ

✔ [૧] બાજીરાવની સફળતા મુખ્યરૂપે એમની અચાનક આક્રમણ કરવાની યોજના પર નિર્ભર હતી. આને માટે તેઓ પ્રમુખરૂપે પોતાની અશ્વરોહી સેનાનો પ્રયોગ કરતાં હતાં

✔ [૨] બે અશ્વરોહીની વચમાં ત્રણ અશ્વો હોતાં હતાં અને જયારે એક અશ્વ આરામ હરતો હોય ત્યારે બાકીનાં બેથી કામ ચલાવી લેતાં હતાં. આનાં પરિણામ સ્વરૂપ એમની સેના ચાલીસ માઈલનું અંતર એક જ દિવસમાં કાપતી હતી અને આજ ગતિ તેઓ ઘણાં દિવસો સુધી ચાલુ રાખી શકતાં હતાં !!! આ એ સમયની કોઈની પણ સેનાની સૌથી અધિક ગતિ હતી ત્યારે જ તેઓ પોતાનાં વિષે કોઈને પણ કોઈ સંકેત કે અંદાજો આપ્યાં વગર શત્રુ પર આક્રમણ કરી દેતાં હતાં

✔ [૩] એવું કહેવાય છે કે ઇસવીસન ૧૭૨૭નાં ઓક્ટોબરમાં પૂણે છોડયું ત્યારથી લઈને ઇસવીસન ૧૭૨૮નાં માર્ચ મહિનામાં થયેલાં પાલખેડનાં યુદ્ધની સમાપ્તિ સુધી એમની સેના ૬ મહિનામાં બે હજાર માઈલ સુધી આગળ વધી ગઈ હતી !!!

✔ [૪] એમનાં દ્વારા કેવળ અશ્વારોહી લડાકૂઓને જ યુધમાં ઉતરવાં દેવામાં આવતાં હતાં. એમની અતિરિક્ત કોઈપણ સેવક આદિને યુદ્ધસ્થળની આસપાસ પણ નહોતાં ફરકવા દેતાં. જેનાથી યુદ્ધ દરમિયાન યુદ્ધરટ સૈનિકોને કોઈ બધા ના પહોંચે !!!

✔ [૫] આનાં સિવાય એમની પાસે મોગલો પાસે જેટલું પાયદળ અને જેટલી તોપો હતી એવું કશું તો એમની પાસે હતું જ નહીં ને !!! તેઓ પાસે જો હોય તો પણ તેઓ આનો ઉપયોગ કરવામાં માનતાં નહોતાં !!! એમની અશ્વારોહી સેના ભાલા અને દંડપટ્ટથી સુસજ્જિત રહેતી હતી !!! મરાઠાઓ દ્વારા યુદ્ધ લડવાની અમીષ્ટ પદ્ધતિમાં એમનું વર્તુળાકાર લોહાનું આવરણવાળી તલવાર જે પ્રમાણમાં સામાન્ય તલવારો કરતાં ઘણી લાંબી હોતી હતી તેનો તેઓ ઉપયોગ કરતાં અને વધારે તેઓ હાથોહાથની જ લડાઈ પસંદ કરતાં હતાં !!!

✔ [૬] એમનું પ્રમુખ ધ્યાન હંમેશા દ્રુતગામી સૈન્યટુકડીની સહાયતાથી અને સ્થાનીય ઈલાકાની જાણકારી દ્વારા શત્રુસેનાનાં આપત્તિ માર્ગને રોકવાનું અને તેમને ખત્મ કરવાનું હોતું હતું

એમણે પોતાનાં સમયમાં સૈન્ય નીતિઓમાં ઘણાં ક્રાંતિકારી પરિવર્તન કર્યાં. શત્રુઓને અતિશીઘ્રતાથી તેમને ખબર પણ ના પડે એ રીતે ઘેરી લેવાં. શત્રુઓની પાછળથી આક્રમણ કરવું. અચાનક કોઈ એક દિશામાં શત્રુઓને ઘેરી લેવાં. શત્રુઓનું ધ્યાનભંગ કરવું. શત્રુઓને આશ્ચર્યચકિત કરી દેવાં અને યુદ્ધક્ષેત્રનું નિર્ધારણ પોતાની મરજીથી કરવું. આ બધાં શ્રીમંત બાજીરાવ પેશ્વાનાં કેટલાંક વિશેષ લક્ષણો હતાં !!! આજ એમની આગવી ઓળખાણ પણ હતી !!!

✔ [૭] બાજીરાવનું કહેવું હતું કે —– ” રાત સુવા માટે નથી હોતી ……અપિતુ પોતાની સંખ્યા કરતાં અધિક શત્રુઓને વ્યસ્ત રાખવાં માટે હોય છે …..!!!” એક વખત બાજીરાવે પોતાનાં ભાઈ ચિમાજી અપ્પાને કહ્યું હતું કે “એ હંમેશા યાદ રાખો કે રાતને નિદ્રા સાથે કોઈ જ સંબંધ નથી હોતો. એ તો ભગવાન દ્વારા પોતાનાં શત્રુઓનાં આધિપત્ય ક્ષેત્રમાં અચાનક હુમલો કરવાં માટે જ બનાવેલી હોય છે. રાત્રી…. તમારું કવચ છે, તોપોથી બચવા માટેની ઓટ છે અને અતિશક્તિશાળી અને સંખ્યમાં બહુ જ મોટી શત્રુસેના માટે તલવાર છે …. !!!”

✔ [૯] પેશ્વા બાજીરાવની સફળતાનું એક પ્રમુખ કારણ એમનું મજબૂત ગુપ્તચર ખાતું પણ હતું. એમનું ગુપ્તચર ખાતું એટલું બધું સક્ષમ અને કાબેલ હતું કે તેઓ કોઈ પણ ક્ષણે પોતાનાં શત્રુઓનાં ઠેકાણાઓ વિષે બધી જ જાણકારી પ્રાપ્ત કરી લેતાં હતાં

✔ [૧૦] એમનાં વ્યક્તિગત ઉદાહરણ દ્વારા જ બલિદાનનાં ભાવોને દ્યોતિત કરતાં હોય એમ એમનો ભગવો ધ્વજ યુદ્ધભૂમિમાં “હર હર મહાદેવ”નાં ઘોષ સાથે હંમેશા ઉંચો જ ફરકતો રહેતો હતો અને એમની સેનાને ભયમુક્ત થઇને લડવાની પ્રેરણા આપતો હતો !!!

➡ શ્રીમંત બાજીરાવનાં વિજયી અભિયાનો

➡ નિઝામ સામેનો વિજય

૪ જાન્યુઆરી, ૧૭૨૧ના ​​રોજ, બાજી રાવે નિખામ-ઉલ-મુલ્ક અસફ જાહ -૧ ને ચીખલથન ખાતે કરાર દ્વારા તેમના વિવાદો સમાધાન માટે મળ્યા જો કે નિઝમે ડેક્કન પ્રાંતમાંથી કર વસૂલવાના મરાઠા અધિકારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. ઇસવીસન ૧૭૨૧માં નિઝામને મોગલ સામ્રાજ્યનો વઝીર બનાવવામાં આવ્યો, પરંતુ તેની વધતી શક્તિથી ખળભળાટ મચી ગયો. બાદશાહ મહંમદ શાહે તેને 1723 માં ડેક્કનથી અવધમાં સ્થાનાંતરિત કર્યો. નિઝામે હુકમ સામે બળવો કર્યો….વઝીર તરીકે રાજીનામું આપ્યું અને ડેક્કન તરફ પ્રયાણ કર્યું. બાદશાહે તેની વિરુદ્ધ એક સૈન્ય મોકલ્યું જેને નિઝમે સાકર-ખેડાની લડાઇમાં પરાજિત કર્યું. તેનાં જવાબમાં, મોગલ બાદશાહે તેમને દક્કણના ​​એક ઉચ્ચપદાધિકારી તરીકે ઓળખવાની ફરજ પડી. બાજીરાવની આગેવાનીમાં મરાઠાઓએ નિઝામને આ યુદ્ધ જીતવામાં મદદ કરી. હકીકતમાં, યુદ્ધમાં તેમની બહાદુરી માટે બાજીરાવને યુદ્ધનો વ્યવસાયિક પોષાક ૭૦૦૦ ની મનસબદરી, હાથી અને રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુદ્ધ પછી નિઝામે મરાઠા છત્રપતિ શાહુ તેમજ મોગલ બાદશાહ બંનેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. જો કે વાસ્તવમાં તે એક સાર્વભૌમ સામ્રાજ્ય રચવા માંગતો હતો અને મરાઠાઓને દક્કનમાં પોતાનો હરીફ માનતો હતો !!!

ઇસવીસન ૧૭૨૫માં નિઝામે કર્ણાટક ક્ષેત્રમાંથી મરાઠા મહેસૂલ કલેક્ટર્સને બહાર કાઢવાં માટે એક સૈન્ય મોકલ્યું. મરાઠાઓએ તેનો સામનો કરવા માટે ફતેહસિંહ ભોંસલેની હેઠળ એક સૈન્યને રવાના કર્યું. બાજી રાવ ભોંસલેની સાથે જ હતાં પરંતુ સેનાને તેમણે કોઈ આદેશ આપ્યો ન હતો. મરાઠાઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પરંતુ જેવું ચોમાસું પત્યું કે તે પછી તરત જ બીજું અભિયાન શરુ કર્યું. પરંતુ ફરી એકવાર તેઓ નિઝામને મરાઠા અમલદારોને હાંકી કાઢયા આમ ફરીવાર પણ મરાઠાઓ નિષ્ફળ રહ્યા

દરમિયાન, ડેક્કનમાં કોલ્હાપુર રાજ્યના સંભાજી બીજા મરાઠા છત્રપતિની પદવીનાં હરીફ દાવેદાર બન્યા હતાં. મરાઠાઓ વચ્ચેના આ વિવાદનો નિઝામે લાભ લીધો હતો. તેમણે ચોથ અથવા સરદેશુમુખીને આ આધાર પર ચૂકવવાનો ઇનકાર કર્યો કે તે અસલ છત્રપતિ કોણ છે તે અસ્પષ્ટ છે. સાહુ અથવા સંભાજી-૨ (અને તેથી, જેની પાસે ચુકવણી કરવાની જરૂર હતી) નિઝામે આ વિવાદમાં લવાદી તરીકે કામ કરવાની ઓફર કરી હતી સાહુના દરબારમાં નિઝામના પ્રવક્તા પરશુરામ પંત પ્રતિનિધિ હતા. એક દેશસ્થાન બ્રાહ્મણ અને બાજીરાવ (જે ચિતપવન બ્રાહ્મણ હતા) ના પ્રતિસ્પર્ધી હતા. સંભાજી બીજાના દરબારમાં, તેમના સમર્થક ચંદ્રસેન જાધવ હતા, જેઓ એક દાયકા અગાઉ બાજીરાવના પિતા સાથે લડયાં હતાં. બાજીરાવે શાહુને નિઝામની આર્બિટ્રેશન ઓફર નહીં સ્વીકારવાની ખાતરી આપી અને તેના બદલે તેની સામે હુમલો શરૂ કર્યો !!!

૨૭ ઓગસ્ટ ૧૭૨૭ના રોજ, બાજી રાવે નિઝામ સામે કૂચ શરૂ કરી. તેમણે જલના, બુરહાનપુર અને ખાનેશ જેવા નિઝામના ઘણા પ્રદેશોમાં દરોડા પાડયા અને લૂંટ ચલાવી હતી. બાજીરાવ દૂર હતા ત્યારે નિઝામે પૂણે પર આક્રમણ કર્યું. જ્યાં તેમણે સંભાજી બીજાને છત્રપતિ તરીકે સ્થાપિત કર્યા.. ત્યારબાદ તે ફઝલ બેગની આગેવાની હેઠળની ટુકડી છોડીને શહેરની બહાર નીકળ્યો. ૨૮ ફેબ્રુઆરી ૧૭૨૮ ના રોજ પાલખેડના યુદ્ધમાં બાજીરાવ અને નિઝામની સેનાઓ એકબીજાની સામે આવી. નિઝામને હારનો સામનો કરવો પડયો અને શાંતિ કર-સુલેહ કરવાં માટે દબાણ કરવામાં આવ્યું. ૬ઠ્ઠી માર્ચે તેમણે શાહુને છત્રપતિ તરીકે માન્યતા આપીને તેમજ મરાઠાને દક્કનમાં વેરા વસૂલવાના અધિકાર તરીકે માન્યતા આપીને, મુંગી શેવગાંવની સંધિ પર હસ્તાક્ષર કર્યા !!!

બાજીરાવે ઇસવીસન ૧૭૨૭માં સાસવડથી પુણે સ્થળાંતર કરાવ્યું અને પ્રક્રિયામાં કસબાને મોટા શહેરમાં ફેરવવાનો પાયો નાખ્યો. બાજીરાવે મૂથા નદીના જમણા કાંઠે શનિવાર વાડાનું નિર્માણ પણ શરૂ કર્યુ હતું. ૧૭૩૦માં શહેરના પેશ્વા નિયંત્રણના યુગની શરૂઆત કરીને આ બાંધકામ પૂર્ણ થયું હતું

➡ માલવા અભિયાન

ઇસવીસન ૧૭૨૩ માં બાજીરાવે માલવાના દક્ષિણ ભાગોમાં એક અભિયાનનું આયોજન કર્યું હતું. રાણાજી શિંદે, મલ્હાર રાવ હોલકર, ઉદાજી રાવ પવાર, તુકોજી રાવ પવાર અને જીવાજી રાવ પવાર જેવા મરાઠા સરદારોએ માલવાના ઘણા વિસ્તારોમાંથી સફળતાપૂર્વક ચોથ એકત્રિત કર્યા હતા (પાછળથી, આ પ્રમુખોએ ગ્વાલિયર, ઈંદોર, ધર અને તેમના પોતાના રાજ્યો બનાવ્યાં હતાં. દેવાસ રાજય – જુનિયર અને સિનિયર ક્રમશ) મરાઠા પ્રભાવનો સામનો કરવાં માટે મોગલ બાદશાહે ગિરધર બહાદુરની માલવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી

નિઝામને પરાજિત કર્યા પછી, બાજી રાવે માલવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓક્ટોબર ૧૭૨૮ માં, તેમણે તેમના નાના ભાઈ ચિમાજી અપ્પાની આગેવાની હેઠળ એક વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને શિંદે, હોલકર અને પવાર જેવાં સેનાપતિઓને સહાય આપી ૨૯ નવેમ્બર ૧૭૨૮ના રોજ ચિમાજીની સેનાએ આમજેરાનાં યુદ્ધમાં મોગલોને પરાજિત કર્યા. યુદ્ધમાં ગિરધર બહાદુર અને તેનો સેનાપતિ દયા બહાદુર માર્યા ગયા. ચિમાજીએ પણ ઉજ્જૈન તરફ પ્રયાણ કર્યું, પરંતુ પુરવઠાના અભાવે પીછેહઠ કરવી પડી બ્રુઆરી ૧૭૨૯ સુધીમાં મરાઠા દળો હાલના રાજસ્થાનમાં પહોંચી ગયા હતાં

➡ બુંદેલખંડ અભિયાન

બુંદેલખંડમાં છત્રસાલે મોગલ સામ્રાજ્ય સામે બળવો કર્યો હતો અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ડિસેમ્બર ૧૭૨૮માં માં, મોહમ્મદ ખાન બંગુશનાં નેતૃત્વમાં મોગલની સેનાએ તેને હરાવી અને તેના પરિવારને કેદ કરી દીધો. છત્રસાલે વારંવાર બાજીરાવની મદદ માંગી હતી પરંતુ બાદમાં તે સમયે માલવામાં વ્યસ્ત હતા. માર્ચ 1729 માં, પેશ્વાએ છેવટે છત્રસલની વિનંતીનો જવાબ આપ્યો અને બુંદેલખંડ તરફ પ્રયાણ કર્યું. છત્રસાલ પણ તેની બંદીમાંથી છટકી ગયો અને મરાઠા દળમાં જોડાયો. તેઓ જેતપુર ગયા પછી બંગાશને બુંદેલખંડ છોડવાની ફરજ પડી. બુંદેલખંડના શાસક તરીકે છત્રસાલની સ્થિતિ પુન :સ્થાપિત થઈ. છત્રસાલે બાજી રાવને એક મોટી જાગીર સોંપી અને તેની પુત્રી મસ્તાનીને પણ તેમની સાથે લગ્ન કર્યા. ડિસેમ્બર ૧૭૩૧ માં તેમના મૃત્યુ પહેલાં તેમણે મરાઠાઓને તેમનાં કેટલાંક પ્રદેશો પણ ખુશ થઈને ભેટ સ્વરૂપે આપ્યાં

➡ ગુજરાત અભિયાન

મધ્ય ભારતમાં મરાઠા પ્રભાવને એકીકૃત કર્યા પછી પેશ્વા બાજી રાવે ગુજરાતના સમૃદ્ધ પ્રાંતમાંથી વેરા વસૂલવા માટે મરાઠાના અધિકારનો ભાર મૂકવાનો નિર્ણય કર્યો. ઇસવીસન ૧૭૩૦માં તેમણે ચિમાજી અપ્પા હેઠળ મરાઠા દળને ગુજરાત મોકલ્યું. પ્રાંતના મોગલ ગવર્નર સરબુલંદ ખાને મરાઠાઓને ગુજરાતને આપ્યું,. જે ગુજરાતમાંથી ચોથ અને સરદેશુમુખી એકત્રિત કરવાનો અધિકાર છે. અભયસિંહે ટૂંક સમયમાં તેમની બદલી કરી, જેમણે વેરા વસૂલવાના મરાઠા અધિકારને પણ માન્યતા આપી. જો કે આ સફળતાથી છત્રપતિ શાહુના સેનાપતિ (કમાન્ડર-ઇન-ચીફ) ત્ર્યંબકરાવ દભડેને ચિંતા થઈ. દભડે વંશના તેમના પૂર્વજોએ તે પ્રાંતમાંથી વેરા વસૂલવાના તેમના અધિકારની ખાતરી આપીને અનેક વખત ગુજરાતમાં હુમલો કર્યો હતો. તેઓ તેમના પરિવારના પ્રભાવના ક્ષેત્રને ધ્યાનમાં લેતાં તેનાં પર બાજીરાવના નિયંત્રણથી નારાજ હતા અને તેમણે પેશ્વા સામે બળવો કર્યો. ગુજરાતના અન્ય બે મરાઠા ઉમરાવો – ગાયકવાડ અને કદમ બાંડે પણ દભડેની સાથે હતાં !!!

દરમિયાન ઇસવીસન ૧૭૨૮માં ગિરધર બહાદુરની હાર બાદ મોગલ બાદશાહે મરાઠાઓનો નાશ એટલે કે એમને વશમાં લેવાં માટે જયસિંહ બીજાની નિમણૂક કરી હતી. જો કે, જયસિંહે મરાઠાઓ સાથે શાંતિપૂર્ણ કરારની ભલામણ કરી હતી. બાદશાહે અસંમત થઈ અને તેની જગ્યાએ મુહમ્મદ ખાન બંગુશને સેનાપતિ બનાવ્યો. બંગશે નિઝામ, ત્ર્યમ્બકરાવ અને સંભાજી બીજા સાથે જોડાણ રચ્યું. ૧ એપ્રિલ ૧૭૩૧ના રોજ બાજીરાવે દભડે, ગાયકવાડ અને કદમ બંદેની સાથી દળોને પરાજિત કર્યા. આ યુદ્ધ ડભોઈમાં થયું હતું !!! ડભોઇના યુદ્ધમાં ત્ર્યંબક રાવ માર્યા ગયાં. ૧ એપ્રિલના રોજ બાજીરાવે સંભાજી-૨ સાથેના વારાની સંધિ પર હસ્તાક્ષર કરીને વિવાદનું સમાધાન કર્યું. જેમણે છત્રપતિ શાહુ અને સંભાજી-૨નાં ના પ્રદેશોનું સીમાંકન કર્યું. ત્યારબાદ, નિઝામ બાજી રાવને રોશે-રામેશ્વરમાં ૨૭ ડિસેમ્બર ૧૭૩૨નાં રોજ મળ્યા અને મરાઠા અભિયાનોમાં દખલ નહીં કરવાની ખાતરી આપી !!!

ત્ર્યંબકરાવને વશ કર્યા પછી પણ શાહુ અને બાજી રાવે શક્તિશાળી દભડે કુળ સાથેની દુશ્મનાવટ ટાળી. ત્રિમ્બકનો પુત્ર યશવંત રાવ શાહુનો નવો સેનાપતિ બનાવવામાં આવ્યો. દભડે પરિવારને એવી શરતે ગુજરાતમાંથી ચોથ એકત્ર કરવાનું ચાલુ રાખ્યું હતું કે તેઓ છત્રપતિ શાહુની તિજોરીમાં અડધો સંગ્રહ જમા કરશે !!!

➡ સિદ્દીઓ સામેનું અભિયાન

આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે ગુજરાતના જૂનાગઢ પંથકમાં દક્ષિણ આફ્રિકન મૂળ જેવાં લાગતાં કે મૂળ ત્યાંના જ વતની સિદ્દીઓ ઘણાં વર્ષોથી ત્યાં રહે છે. લોકોને ખાલી મૂળ અને કૂળની જ પડી છે પણ તેઓના ઈતિહાસ વિષે કોઈનેય કશી ગતાગમ નથી. આ લોકોને હરાવવાનું કામ બાજીરાવે કર્યું હતું તે બહુ ઓછાંને ખબર હશે !!! અલબત્ત ગુજરાતમાં નહીં પણ ક્યાં તે આ વાંચો જરા !!!

જંજીરાના સિદ્દીઓએ ભારતના પશ્ચિમ કિનારે આવેલા એક નાનકડા પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રને નિયંત્રિત કર્યું. તેઓ મૂળમાં ફક્ત જંજીરા કિલ્લો ધરાવતા હતાં. પરંતુ શિવાજીના મૃત્યુ પછી તેઓએ તેમનું શાસન મધ્ય અને ઉત્તર કોંકણ ક્ષેત્રના મોટા ભાગમાં વિસ્તૃત કરી દીધું હતું. ઇસવીસન ૧૭૩૩માં સિદ્દી પ્રમુખ યાકુત ખાનના અવસાન પછી તેમના પુત્રો વચ્ચે ઉત્તરાધિકારનું યુદ્ધ શરૂ થયું. તેમના એક પુત્ર અબ્દુલ રહેમાને બાજી રાવને મદદ માટે વિનંતી કરી. બાખો રાવે સેખોજી આંગ્રે (કાન્હોજી આંગ્રેનો પુત્ર) ની આગેવાની હેઠળ મરાઠા દળ મોકલ્યું. મરાઠાઓએ કોંકણમાં અનેક સ્થળો પર ફરીથી નિયંત્રણ મેળવ્યું અને જંજીરાને ઘેરી લીધું. જો કે જૂન ૧૭૩૩માં પેશ્વાના હરીફ પંત પ્રતિનિધિએ જાંજીરા નજીક રાયગઢ કિલ્લા પર કબજો મેળવ્યા પછી તેમની શક્તિ ફરી વળાઇ હતી. ઓગસ્ટમાં સેખોજી આંગ્રે મરાયા અને મરાઠાની સ્થિતિને વધુ નબળી કરી. પરિણામે બાજી રાવે સિદ્દીઓ સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવાનું નક્કી કર્યું. તેમણે સિદ્દીઓને આ શરતે જંજીરા પર નિયંત્રણ જાળવવાની મંજૂરી આપી કે તેઓ અબ્દુલ રહેમાનને શાસક તરીકે સ્વીકારે. સિદ્દીઓને અંજનવેલ, ગોવલકોટ અને અંડરીનો નિયંત્રણ જાળવવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. મરાઠાઓએ રાયગઢ રેવાસ, થાળ અને ચૌલના પ્રદેશો જાળવી રાખ્યાં હતાં જે તેમણે આક્રમણ દરમિયાન મેળવ્યા હતાં !!!

પેશ્વાનાં સાતારા પાછા ફર્યા પછી તરત જ સિદ્ધીઓએ તેમના ખોવાયેલા પ્રદેશો ફરીથી મેળવવા માટે આક્રમણ શરૂ કર્યું. જૂન ૧૭૩૪ માં બાજીરાવએ તેમને રાયગઢનો કિલ્લો કબજે કરવાથી બચાવવા માટે એક સૈન્ય રવાના કર્યું ત્યારબાદ ૧૯ એપ્રિલ ૧૭૩૬ ના રોજ ચિમનાજીએ રેવાસ નજીક સિદ્દી છાવણી પર આશ્ચર્યજનક હુમલો કર્યો. જેમાં તેમના નેતા સિદ્ધિ સત સહિત આશરે ૧૫૦૦ લોકો માર્યા ગયાં. ૨૫ સપ્ટેમ્બરના રોજ સિદ્દીઓએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા. જેમાં તેમણે જંજીરા, ગોવાલકોટ અને અંજનવેલ સુધી મર્યાદિત રાખ્યાં હતાં !!!

ખયાલ રહે કે ગુજરાતનાં અભિયાન પછી આ અભિયાન તરત જ કરાયું હતું એટલે એ બે વચ્ચે કોઈ ક્રોસ કનેકશન પણ હોઈ શકે છે જેની આપણને ખબર નથી. આ સીદ્દીઓ ત્યાં જંજીરમાં ક્યાંથી આવ્યાં અને ત્યાંથી ગુજરાતમાં કેવી રીતે આવ્યાં તે વિષે કોઈનેય હજી સુધી સચ ખબર તો નથી જ બાકી લોકો તો વાર્તાઓ ચલાવવામાં તો ઉસ્તાદ જ છે ને !!! આને સાઉથ આફ્રિકા સાથે જોડવું કેટલે અંશે વ્યાજબી ગણાય તે તમે જ નક્કી કરજો. એમનાં આનંદો અને ઉત્સવો કે દેખાવ ભલે મેળ ખાતો હોય પણ એમાં કોઈ પણ પ્રકારનું ઐતિહાસિક તથ્ય નથી જ નથી !!!. જે ઈતિહાસ છે તે આટલો જ છે એથી વિશેષ કશું જ નહીં !!! મારાં માટે ગુજરાતે ખાલી ખોટું આ જતી વિષે ચરી નાં જ ખાવું જોઈએ. આ એક ઐતિહાસિક સત્ય છે કે એક બ્રાહ્મણ રાજાએ આ ઉત્પાતી પ્રજાનાં નેતાને મારીને તેમને તેમની ઔકાત બતાવી દીધી હતી !!! પણ તેને પોતાનાં રાજ્યમાં નહોતું સમાવ્યું. તેમને સાથે રાખવાં અને પોતાનાં વિશ્વાસમાં લેવાં એ જ તો શ્રીમંત બાજીરાવની આગવી ખાસિયત હતી ને !!! આજના જમાનમાં આવું કોણ કરી શકે બોલો !!!

➡ દિલ્હી તરફ કુચ

ત્રિમ્બકરાવના મૃત્યુ પછી બંગશનું મરાઠાઓ વિરુદ્ધ જોડાણ તૂટી ગયું હતું પરિણામે, મોગલ બાદશાહે તેમને માલવાથી પાછા બોલાવ્યાઅને જય સિંહ-૨ ને ફરીથી માલવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા. જો કે મરાઠાના પ્રમુખ હોલકરે મંદસૌરની લડાઇમાં જયસિંહને પરાજિત કર્યો. વધુ બે લડાઇ બાદ, મુગલોએ મરાઠાને માલવાથી ચોથ તરીકે ૨૨ લાખ રૂપિયા એકત્રિત કરવાનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો. ૪ માર્ચ ૧૭૩૬ ના રોજ, બાજીરાવ અને જયસિંહ કિશનગઢ ખાતે સમજૂતી માટે આવ્યા હતાં. જયસિંહે સમ્રાટને યોજના સાથે સંમત થવાની ખાતરી આપી અને બાજી રાવને પ્રાંતના નાયબ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. માનવામાં આવે છે કે જયસિંહે બાજીરાવને ગુપ્ત માહિતી આપી હતી કે નબળા મુગલ બાદશાહને વશ કરવાનો આ સારો સમય હતો.

૧૨ નવેમ્બર ૧૭૩૬ના રોજ પેશ્વાએ પુનાથી મુગલની રાજધાની દિલ્હી તરફ કૂચ શરૂ કરી. મરાઠા સૈન્યની આગળ વધવાની વાત સાંભળીને,મોગલ બાદશાહે સઆદત અલી ખાન ૧ ને આગ્રાથી કૂચ કરવા અને મરાઠાની આગોતરી ચલ તપાસવા કહ્યું. મરાઠા સરદારો મલ્હાર રાવ હોલકર અને પીલાજી જાધવે યમુનાને પાર કરી અને ગંગા-યમુના દોઆબમાં મોગલ પ્રદેશોને લૂંટી લીધા. સઆદત ખાને તેમની સામે ૧૫૦૦૦૦નાં સૈન્યની આગેવાની કરીઅને તેમને પરાજિત કર્યા. ત્યારબાદ મરાઠાઓ પીછેહઠ કરી એમ વિચારીને તેઓ મથુરા ગયા. જો કે બાજી રાવ દિલ્હી ગયા અને તાલકટોરા ખાતે છાવણી નાંખીને રહ્યાં હતાં. મોગલ બાદશાહે તેની પ્રગતિ અને તેમની ગતિવિધિ ચકાસવા માટે મીર હસન ખાન કોકાની આગેવાની હેઠળ એક દળ રવાના કર્યું. ૨૮માર્ચ ૧૭૩૭ના રોજ દિલ્હીના યુદ્ધમાં મરાઠાઓએ આ સૈન્યને પરાજિત કર્યું. બાજીરાવ તે પછી મથુરાથી મોટી મોગલની સેનાની આશંકાથી દિલ્હીથી પાછા વળ્યા. આમ તેઓ દિલ્હી તો ના જીતી શક્યા પણ હાર્યા પણ નહોતાં જ !!! પાછાં વળ્યા કે એમણે એ માંડી વાળ્યું એ વિષે હજી પણ ઇતિહાસમાં તો મતમતાંતર જ પ્રવર્તે છે. ઈતિહાસકારોએ આમાં એમ કહ્યું છે કે બાજીરાવનુંનું દિલ્હીમાં શાસન કરવાનું સપનું રોળાયું આ બાબતમાં મારો સ્પષ્ટ વિરોધ છે !!! તેઓ ધારત તો દિલ્હીએ જીતી શકત પણ કોઈક કારણોસર તેમણે સંઘર્ષ ટાળ્યો હતો. બાકી મોગલોનો સામનો જો બાજીરાવ સાથે થયો હોત ને સાહેબ તો તેઓનો અંત બાજીરાવને હાથે નિશ્ચિત જ હોત !!!

હજી આજ વાત આગળ વધારું છું પછી શું થયું એ પણ તો જાણવું તો જોઈએ જ ને દરેકે !!! તો લ્યો આર્હી એ પછીની વાત ——

ત્યારબાદ મોગલ બાદશાહ મહંમદ શાહે નિઝામની મદદ લીધી. નિઝામ ડેક્કનથી નીકળી ગયો હતો અને સિરોંજ ખાતે બાજીરાવને પરત ફરનારને મળ્યો હતો. નિઝામેમે બાજી રાવને કહ્યું કે તે મુગલ બાદશાહ સાથેના સંબંધો સુધારવા માટે દિલ્હી જઇ રહ્યો છે. દિલ્હી પહોંચ્યા પછી, તે અન્ય મુગલના સરદારો સાથે જોડાયો અને એક મોગલ સૈન્ય પેશ્વા સામે રખાયું. પેશ્વાએ પણ ,૮૦,૦૦૦ સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. દખ્ખણનું રક્ષણ કરવાં ચિમનાજી હેઠળ ૧૦૦૦૦ ની સૈન્ય છોડી દીધું. બંને સેનાઓ ભોપાલ ખાતે મધ્ય-માર્ગે મળી હતી. જ્યાં મરાઠાઓએ ૨૪ ડિસેમ્બર ૧૭૩૭ ના રોજ ભોપાલની લડાઇમાં મોગલોને પરાજિત કર્યા હતાં ફરી એકવાર નિઝામને ૭ જાન્યુઆરી ૧૭૩૮ના રોજ દોરાહા ખાતે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની ફરજ પડી હતી. માલવા પ્રાંતને ઔપચારિક રીતે મરાઠાઓને સોંપવામાં આવ્યો હતો અને મોગલોએ રૂપિયા ૫,૦૦૦૦૦૦ નુકસાન ભરપાઇ તરીકે ચૂકવવા સંમત થયાં હતાં. આ વખતે નિઝામે સંધિનું પાલન કરવાનાં કુરાનનાં શપથ લીધા હતાં !!!

➡ પોર્ટુગીઝો સામેનું અભિયાન

પોર્ટુગીઝોએ ભારતનાં પશ્ચિમ કાંઠે અનેક પ્રદેશો કબજે કર્યા હતાં. તેઓએ કારખાના બનાવવાં માટે મરાઠાઓને સલ્સેટ આઇલેન્ડ પર સ્થળ આપવાના કરારનું ઉલ્લંઘન કર્યું હતું અને તેઓ તેમનાં ક્ષેત્રમાં હિન્દુઓ વિરુદ્ધ ધાર્મિક અસહિષ્ણુતા ચલાવતા હતાં. માર્ચ ૧૭૩૭માં પેશ્વાએ તેમની સામે ચિમાજીની આગેવાની હેઠળ મરાઠા સૈન્ય રવાના કર્યું. મરાઠાઓએ ઘોડબંદર કિલ્લો અને લગભગ તમામ વસઇને વસઈના યુદ્ધ પછી કબજે કર્યા. તેઓએ લાંબા સમય સુધી ઘેરાબંધન કર્યા પછી ૧૬મી મે ૧૭૩૯ના રોજ સલ્સેટનો નિયંત્રણ મેળવવામાં પણ વ્યવસ્થાપિત થયાં. જો કે નાદર શાહ દ્વારા ઉત્તર ભારતમાં મોગલ સામ્રાજ્યનાં આક્રમણને કારણે મરાઠાઓએ તેનું ધ્યાન પોર્ટુગીઝથી દૂર કરવું પડયું !!!

➡ સમ્રાટ બાજીરાવ વિશેનાં રોચક તથ્યો

✔ [૧] પેશ્વા બાજીરાવએ હિન્દુત્વનો મહાનાયક ગણાય છે તેમ છતાં તેમણે ઇસ્લામની પદ્ધતિ પર ક્યારેય પ્રતિબંધ મૂક્યો ન હતો

✔ [૨] પેશ્વા બાજીરાવ જયારે માત્ર ૧૨ વર્ષનાં હતાં ત્યારે તેઓ સૌ પ્રથમવાર યુદ્ધભૂમિમાં ઉતર્યા હતાં

✔ [૩] બાજીરાવની માતા રાધાબાઈ પેશ્વા બહુ કડક વહીવટકર્તા હતાં અને લેખનમાં ઉત્તમ હતા. તેમને મરાઠા સામ્રાજ્યના સૌથી આદરણીય મુખ્ય પ્રધાન – બાજીરાવની માતા હોવાને કારણે કોઈએ તેને નુકસાન પહોંચાડ્યું ન હતું

✔ [૪] સમ્રાટ બાજીરાવની વિજયી અભિયાન સતત ૨૦ વર્ષ સુધી ચાલ્યું હતું અને તેમાં તેમણે ૩૫ દુશ્મન સૈન્યનો સામનો કરવો પડયો હતો. જેમાં તેમને ક્યારેય નાનકડી પણ હારનો સામનો નહોતો કરવો પડયો ઉલટાનું તેઓ જયારે ઘરે પાછા ફરતાં ત્યારે તેઓ વિજયની ભેટ લઈને જ પાછાં ફરતાં હતાં !!!

✔ [૫] સાલવારી પ્રમાણે એટલે કે ક્રમબદ્ધ રીતે માળવા (૧૭૨૩) ધાર (૧૭૨૪) ઔરંગાબાદ (૧૭૨૪) પાલખેડનું યુદ્ધ (૧૭૨૮) એ એમનાં મુખ્ય યુધ્ધો હતાં જેમાં તેમણે મહત્વપૂર્ણ જીત હાંસલ કરી હતી !!!

✔ [૬] સમ્રાટ બાજીરાવ પેશ્વાનું સૌથી મહત્વનું યુદ્ધ એ પાલખેડનું યુદ્ધ ગણાય છે. જેમાં તેમનો સામનો નિઝામ-ઉલ-મુલ્ક સામે થયો હતો. જેમાં નિઝામનો કારમો પરાજય થયો હતો

✔ [૭] સમ્રાટ બાજીરાવ પેશ્વા બ્રાહ્મણ હોવાનાં નાતે એઓ પરમ શિવભક્ત હતાં

✔ [૮] મુગલ બાદશાહો અને એમનાં સેનાપતિઓ અને સૈનિકો સુદ્ધાં બાજીરાવનો સામનો કરતાં ડરતાં હતાં. અરે એટલે સુધી કે તેઓ બાજીરાવ સાથે મંત્રણા તો દૂર પણ એમની સાથે આંખમાં આંખ પરોવીને જોઈ પણ નહોતાં શકતાં !!!

✔ [૯] તેઓ જયારે દિલ્હી તરફ કુછ કરતાં હતાં જેમાં તેઓ ૧૦૦૦૦૦ સૈન્ય લઈને કુચ કરતાં હતાં ત્યારે રસ્તામાં એક છાવણીમાં તેમનું અચાનક એક ગંભીર બીમારીને કારને અવસાન થઇ ગયું !!!

સમ્રાટ બાજીરાવ પેશ્વા એક ભારતનો એવો બ્રાહ્મણ રાજા થયો છે કે જેનું નામ લોકજીભે આવનારી સદીઓ સુધી રહેવાનું છે. મહાકવિ તુલસીદાસે રાજા કેવો હોય તેનું સુંદર વર્ણન કર્યું છે “સબકે પ્રિય ……સબકે હિતકારી ” આ વાત સમ્રાટ બાજીરાવ પેશ્વા માટે સોએ સો ટકા સાચી પડે છે. બાજીરાવનું એક જ ધ્યેય હતું સમગ્ર ભારતને હિન્દુત્વવાદી બનાવવું અને ભગવો ઝંડો લહેરાવવો. આમાં તેઓ સફળ પણ રહ્યાં હતાં. એ તો ભારતની કમનસીબી છે કે તેમનું અવસાન અચાનક થઇ ગયું. નહીંતર સમગ્ર ભારતમાં ભગવો ઝંડો બહુ વહેલો લહેરાયો હોત પણ તેઓ દરેક ધર્મને સરખો ગણતાં હતાં. ભારતમાં દરેક દર્મની પ્રજા સુખ શાંતિથી રહે તેમના ધાર્મિકસ્થાનોમાં રાજીખુશીથી જઈ શકે એ માટે જ તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. તેમણે પ્રજાની કત્લેઆમ કયારેય નહોતી કરી. તેઓ જે જે પ્રદેશ જીતતાં હતાં તે તેમને કરાર પર હસ્તાક્ષર કરી પાછાં આપી દેતા હતાં. કરાર એટલાં માટે કરતાં હતાં કે તેઓ ફરી માથું ઊંચકી શકે અને તેમના રાજ્યની પ્રજાને રંજાડે નહીં. બીજી કોઈ આકરી શરતો તેઓ નહોતાં મુકતાં. તેમની એક લાક્ષણિકતા એ હતી કે તેઓ જે પ્રદેશો જીતતાં તેમની પ્રજાના વિશ્વાસ જીતવાની સાથે તેઓ એમના સૈન્યને પોતાની સાથે રાખતાં હતાં આ જ તો એમની જીતનું મુખ્ય રહસ્ય હતું !!! માટે જ તેઓ કદી હારતાં નહોતાં !!! તેઓ મહાન પ્રજાવત્સલ અને શત્રુઓ માટે વિનાશકારી રાજા હતાં !!!

ટૂંકમાં…… ભારતમાં આવાં રાજાઓ બહુ જુજ થયાં છે. જે થયા છે એમની કદર પણ ઓછી જ થાય છે. એમની કદર કરવાનું આપણા જ હાથમાં છે નહીં કે ઇતિહાસકારોના હાથમાં. આ મહાન રાજાની કદર આપણે નહીં કરીએ તો કોણ કરવાનું છે બોલો !!! કદર ના કરો તો વાંધો નહીં પણ આ એક મારો મહત્વપૂર્ણ લેખ છે એ વાંચજો બધાં શાંતિથી અને બની શકે તો એને સમગ્ર લોકો સુધી પહોંચાડજો તો મારું લખ્યું સાર્થક થયું ગણાશે !!! અને એક વાત જયારે પણ પુને જવાનું થાય ત્યારે બાજીરાવનો પ્રખ્યાત કિલ્લો “શનિવાર વાડા” જોવાનું ભૂલતાં નહીં હોં પાછાં. બની શકે તો આ લેખ વારંવાર વાંચજો તો તમને એમના જેવાં બનવાની પ્રેરણા મળશે !!! આટલું કરજો અવશ્ય હોં મિત્રો !!!!

!! જય ભારત !!
!! જય હિન્દુત્વ !!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!