જૌહર એટલે સ્ત્રીઓની મૃત્યુને ગળે લગાડવાની લગન જેટલી જ તૈયારી અને રાજપૂત વીરોને કેસરિયા કરવાની લગની!!! જૌહર એ એક પ્રથા છે, આ પ્રથા સામાન્યત: રાજાઓની રાણીઓ અને એ કિલ્લમાં કે નગરમાં રહેતી સ્ત્રીઓ પોતાના શુરવીર પતિઓ જે યુધ્ધમાં વીરગતિ પામ્યા છે, એમની યાદમાં પોતાનું સ્ત્રીતત્વ બચાવવા ને પોતાની શાન બચાવવા તથા અન્ય કોઈને તાબે ન જ થવાય એવી અદમ્ય ટેક સાથે એક અગ્નિકુંડમાં કુદી પડે છે.
પહેલા મહારાણી કુદે પછી જ બીજી સ્ત્રીઓ કુદે આવી સામાન્ય પરંપરા છે. પ્રધાનતયા આ રાજ્પુતાનામાં એટલે કે રાજપૂતોમાં ચાલ્યો આવતો રીવાજ છે. જે પાછળથી અન્ય રાજપૂતો અને દરેક રાજાઓ એ વહાલથી અપનાવ્યો. આવી રજપુતાણીઓ જેઓ પોતાનાં પતિપરમેશ્વર સિવાય કોઈનેય તાબે ના થાય અને કોઈ એમનાં પર બળજબરી નાં કરે.
એટલાં માટે જાનન્યોછવર કરી દેવાં માટે લેવાતું ઉચિત પગલું એટલે આ —- જૌહર.
વિખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ વાપરેલું એક વાક્ય અને માટે સાચું પડે છે
“આઈ કેન બી ડીસ્ત્રોયડ બુટ કેન નોટ બી ડીફીટેડ”
કે
મેક્સીમ ગોર્કીનું વાક્ય —–
“મેન / વુમન ઇસ નોવન બાય ધ રેસીસસ્ટન્સ વિચ હી ઓર શિ ગીવ્સ ટુ ધ સરકમટાન્સીસ ……”
આવક્યો આમ જોવા જઈએ તો પુરુષો માટે વપરાયા છે, પણ તે સ્ત્રીઓ માટે એટલા જ સાચા ઠરે છે. રાજપુતાણીઓ એટલીજ વીર હતી એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આવી એક ઈતિહાસ પ્રસિધ્ધ, ચતુર અને બુદ્ધિશાળી સ્ત્રી એટલે ચિત્તોડની રાણી પદ્મિની /પદ્માવતી. આનાં વિષે આગાઉ હું લખીજ ચુક્યો છું, પણ આજનો લેખ ખાસ જૌહર પર છે !!!!
જયારે કિલ્લામાં રસદ સામગી સમાપ્ત થઇ ગઈ અને ચિત્તોડ ગઢ “મેવાડ”ના રાવલ રતનસિંહ બધાંજ મનસૂબદારો અને સેનાપતિ સરદારો સાથે મંત્રણા કરીને એ નતીજા પર પહોંચતા કે ધોખો તો અમારી સાથે થઇ ચુક્યો છે, અમે એજ ભૂલ કરી જે અમારાં પૂર્વજો વર્ષોથી કરતાં આવ્યાં છે. પરંતુ ધર્મ એમ જ કહે છે કે
“અતિથિ દેવો ભવ:” અને શત્રુ અમારી છાતીમાં છુરાઓ ભોંકી રહ્યા છે. અમે ધર્મની રક્ષા કરી હવે ધર્મ જ અમારી રક્ષા કરશે. સૌથી મોટી વાત તો એછે કે બધી યોજનાઓ નિષ્ફળ થઇ જઇ રહી છે.
કારણકે કોઈ પણ સેના વિના ભોજન કર્યે યુદ્ધ લડવાનું તો દૂર જીવતી પણ નથી રહી શકતી અને અમે એ પણ બહુજ પ્રયાસ કર્યો હતો કે યુદ્ધ જ ના થાય. એક રાજપુત સ્ત્રીને વિધર્મો વિના જોયે આ અસરાહનીય કૃત્ય પણ અમે સહન કરી ચુક્યા છે, પરંતુ વિધિનું કૈંક ઓર જ વિધાન છે. જે અમારો મૂળ ધર્મ છે. કદાચ ……… ભવાની રક્તપાન કરવાં માંગે છે અને ચિત્તોડના કૌમાર્ય ભંગનો સમય આવી ગયો છે. રતનસિંહ ભૂખમાં આમ કહી રહ્યાં હતાં
રાવલે કહ્યું —– એ રક્તના લાલ રંગ, આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ જે દુર્ગના વિવાહનો અવસર આપણને મહાદેવે અર્પિત કર્યો છે એને રક્તના લાલ રંગ અને જૌહરની ગુલાલથી સુસજ્જિત કરવાની તૈયારી થાય. અને મહાકાલ નાં સ્વાગતમાં નરમુંડોની માલાઅર્પિત કરવાનો અવસર ના ચુકેગી સેના. આપણે હવે રાજપૂતાઈને લજ્જિત નથી કરવી. પ્રાત : કિલ્લાનાં દ્વાર ખોલી નાંખવામાં આવે અને આપણા અપરાધીનું સ્વાગત કેશરીયા બાના પહેરીને કરીએ, જૌહરકુંડને સજાવવામાં આવે …… મહાકાલના પ્રસાધનમાં રૂપવતિયોની દિવ્ય ભસ્મ ગુલાલ તૈયાર કરવામાં આવે !!!!
અને આટલું સાંભળતા જ મર્દાના સરદારોનાં આભામંડલ પર દિવ્ય તેજફેલાઈ ગયું અને જનાનાં સરદાર પોતાનાં દિવ્ય જૌહરની કલ્પનામાં આત્મવિભોર થઇ ઉઠયાં. વાત રાણીવાસ સુધી પહોંચી ગઈ, આખાં દુર્ગમાં એક દિવ્ય વાતાવરણ ફેલાઈ ગયું !!!! દરેક વીરાંગનાઓ હર્ષ અને ઉલ્લાસમાં ભરપુર હર હર મહાદેવનો નારો લગાવવા માંડયા, જાણે કે આજ દિવસનો તેઓ વર્ષોથી ઈન્તેજાર ના કરતાં હોય. દરેક જણ મહાદેવનાં ચરણસ્પર્શ કરવાં અને માથે ચંદનનું તિલક લગાવવા આતુર હતાં.
અને બાદલ બોલી ઉઠયો ——– હું તો પહેલેથી જ કહેતો જ હતો કે આ તુર્કો વિશ્વાસને લાયક બિલકુલ જ નથી, પરંતુ મારી વાત કોઈએ માની જ નહીં ને રાજપૂત વીરોની ભુજાઓ ફડકવા-થડકવા માંડી !!!! અને નેત્રોમાં શત્રુનું ચિત્ર ઉપસી આવ્યું !!!!
જાણે કે વિવાહની તૈયારીઓમાં ડૂબીના ગયો હોય કિલ્લો!
કિલ્લાને સજાવવા માટે સમસ્ત કિલ્લાવાસીઓ ક્યાંક આવનારા દીદારમાં કોઈ પણ પ્રકારની કમી ના રહી જાય મારા મહાકાલ આવવાના છે !!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આટલો બધો વ્યસ્ત તો દુર્ગ રાજતિલક સમયે પણ નહોતો રહ્યો અને આટલી બધી ખુશી તો રાજકુમારના જન્મ સમયે પણ નહોતી. વાહ ……. કેટલો સુંદર લાગી રહ્યો છે દુર્ગ એનો વિવાહ જો.
લો એનું મુહુર્ત પણ આવી ગયું —– બ્રહ્મ મુહુર્ત !!!!
રાજપૂત પોતાની સમગ્ર તાકાત ,તલવારો, બરછી ,ભાલો ને ચમકાવવામાં અને કેસરિયા પાઘડીઓ બાંધવામાં વ્યસ્ત હતાં તો ક્ષત્રાણીઓ પોતપોતાની સંદૂકોમાંથી વિવાહના લાલ, લીલા જોડાંકાઢીને એકબીજાંને બતાવતી -ફરતી દરેકને પૂછી રહી હતી કે આ મારાં પર કેવી લાગશે? નણંદો પોતાની ભાભીઓને સજાવવામાં તો ભાભીઓ પોતાની નણંદોને સજાવવામાં વ્યસ્ત થઇ ગઈ !!!!
દરેક સ્ત્રીને એટલી સજવની તલપ હતી કે એ ફેરાના સમયે પણ ત્યાં નહોતી. એ દિવસે પણ કોઈને માટે સજવાનું હતું અને આજે પણ !!!! પરંતુ એ દિવસે પિયરથી જુદાઈનો ગમ હતો પણ આજે તો બસ મલન જ મિલન છે. સમગ્ર કિલ્લામાં એક અભૂતપૂર્વ મહોત્સવની તૈયારીઓ થઇ રહી હતી. જાણે કે આ વસર બહુજ મુશ્કેલીથી એમણે પ્રાપ્ત ના થયો હોય અને ચહેરા પરની રોનક એવી કે કાલે બારાતમાં જવાની ઉત્સુકતા હોય !!!!
કુંડ પર ચંદનની લાકડીઓ , નારીયેલ, દેશી ઘી અને પૂજનની સામગ્રી એકઠી કરવામાં આવી. ગંગાજળના કળશ અને તુલસી પત્રની વ્યવસ્થા સુનિશ્ચિત થઇ ગઈ. રાજ પુરોહિતે રાણીવાસમાં ખબર મોકલી કે જૌહર સૂર્યની પહેલી કિરણનાં દર્શન કરીને તે ઉપરાંત શરુ થશે !!!! અને એની અગ્રિમ અને અંતિમ પંક્તિ (હરોળ) મહારાણી સુનિશ્ચિત કરે !!!
જેવી રીતે યુધ્ધમાં હરોળમાં રહેવાની હોડ લાગેલી રહેતી હોય છે. જૌહરમાં પણ પ્રથમ પંક્તિમાં રહેવાની અને મહારાણીની સાથે રહેવાની હોડ મચી ગઈ.
ઢોલ – નગારા, શ્હેનાઈઓ અને મૃદંગ વાગવાં માંડયા, ઘોડા અને સવાર સજવા લાગ્યાં, પરંતુ સૌથી વધારે ઉત્સાહ તો સ્ત્રીઓમાં હતો.
સવાર પડવાની તૈયારી જ હતી. બ્રહ્મ મુહુર્ત ના ચૂકાય એ માટે સ્ત્રીઓએ અંતીમવાર પોતાનાં સુહાગના દર્શન કર્યા. મહારાણી પદ્માવતીએ રાવલ રતન સિંહનાં ચરણોમાં ચંદન લગાવ્યું અને ચરણસ્પર્શ કર્યા અને પછી પાછું ફરીને જોયું પણ નહીં કે રાણા રતનસિહ કશું કહેવાં માંગતા હતાં તે !!!!
પરંતુ ભવાનીના મુખનું તેજ જોઇને એમનું મુખ જ નાં ખુલી શક્યું. આજે એમણે પદ્મિની પોતાની પત્ની નહિ પણ મહાકાલી જેવી પ્રતિત થતી હતી, ને હોય પણ કેમ નહીં !!!!
મહાકાલની ભસ્મ બનવા જો જઇ રહી હતી. એમાં વિલીન થવાં જઇ રહી હતી !!!!
જૌહર સ્થળ પર સ્વસ્થી વાચન શરુ થયું. પુરોહિતોની ટોળીએ વૈદિક મંત્રોનું પૂજન શરુ કરાવ્યું અને મુખમાં તુલસીપત્ર ,ગંગાજળ , હાથમાં નારીયેલ પકડીને સૂર્યની એક તરફ મુખ કરીને પ્રથમ પંક્તિ મહારાણી પદ્માવતી સાથે તૈયાર હતી, મોક્ષના માર્ગે ચાલવા તૈયાર હતી, સનાતન ધર્મની હિંદુ ધર્મની અસ્મિતા અને રઘુકુળની આન -શાનની રક્ષા કરવાં માટે
સનાતન ધર્મ માટે સ્વયમની આહુતી આપવાં માટે અગ્નિ મંત્રોચ્ચારની સાથે પ્રજ્વલિત કરવામાં આવી અને એમાં નારીયેલ અને ઘી નાંખી દેવામાં આવ્યાં !!!!
અગ્નિની લપેટો ભગવા રંગની માનો કે સૂર્યનાં અરુણોદય સ્વરૂપ અસ્તાચળમાં જવા માટે આતુર હોય !!! અને અંધકાર મેવાડને પોતાની આગોશમાં લેવાં માટે અંદેશો આપતો હોય, વૈદિક મંત્રના શબ્દે પ્રથમ પંક્તિની ક્ષત્રાણીઓ કૂદી પડી અગ્નિમાં ક્ષણભરમાં સ્વાહા …… થઇ ગઈ. અગ્નિ જેવી પાવન અગ્નિમાં મળી ગઈ !!!
અગ્નિ અને ધ્રુતનું આ મિલન દેહને ક્ષણભરમાં જ ભસ્મ બનાવી રહી હતી. જોતજોતામાં એક કુંડમાં ૧૬૦૦૦ ક્ષત્રાણીઓ ભસ્મ બની ગઈ અને આખાં દુર્ગ પર એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ જે પૂર્વમાં કયારેય કોઈએ પણ મહેસૂસ નહોતી કરી.
એમનાં મુખ પર એટલું તેજ હતું કે અગ્નિ પણ મંદ પડી જાય પુરોહિતના સ્વાહાની સાથે જ બધી દેવીઓએ પોતાનાં તનની અહૂતિઓ આપી દીધી. હજી વિવાહની એક રસમ બાકી હતી દુર્ગમાં ફેલાયેલી દિવ્ય સુગંધે બધાં રાજપૂતોને કસુંબાપાન કરીને મજબૂર કરી દીધાં. ભસ્મ તૈયાર હતી હવે મહાકાળના સ્વાગતની વારી હતી !!!!
પોતાની ૮૦ વર્ષની માં અને ૧૯ વર્ષની પત્નીએ જૌહરની તૈયારીઓ કરી રહેલા બાદલનાં નેત્રોમાં જાણે આંસુ જ સુકાઈ ગયાં. એણે પોતાની માં ને પૂછ્યું —–
તમે કયારે પધારશો ?
માં જે પોતાનાં પુત્રને જોઇને બોલી —–
તું એકવાર પોતાની પત્ની સાથે તો વાત કરી લે!!!
હજી માત્ર 4 જ વર્ષ થયાં હતાં બાદલના વિવાહ થયે અને બાદલના નાક પર દરેક વખતે ગુસ્સો જ રહેતો હતો, ક્યારેય હિંમત જ ના થઇ પંવારનીજીની બાદલ સાથે વાત કરવાની !!!! અને ના ક્યારેય પણ બાદલને ફુરસદ મળી. જયારે એ આ બે બાળકોનો બાપ બની ગયો હતો. બાદલ પંવારનીજીની પાસે પહોંચ્યો.
બાદલ કૈંક બોલવા માંગતો હતો પણ એ પહેલાજ પંવારનીજી બોલી ઉઠી ” તમને મેં બહુજ દુ:ખ આપ્યું છે ” આટલું સાંભળતા જ બાદલે પોતાની મુઠ્ઠી દીલાલ પર મારી દીધી !!!
અને બોલી ઉઠયો ——– ” પહેલી જ વખત મેં આપને સ્ત્રી સમજ્યા છે …… આપને કયારેય પણ બોલવા જ નથી દીધાં
અને આ ૩ વર્ષોમાં આપને પિયર પણ જવાં નથી દીધાં, મેં કયારેય સીધે મોંઢે તમારી સાથે વાત જ નથી કરી ”
બાદલનો હાથ પકડીને પંવારનીજી બોલી “આપ મન ભારી ના કરો ….. હું મોક્ષના માર્ગે જઇ રહી છું …….. મને કમજોર નાં કરો !!!! આપ ઉપરથી જ સખ્ત બની રહ્યા પરંતુ મને ખબર છે કે આપ અંદરથી કેટલાં નરમ છો !!! એક સ્ત્રી પોતાનાં પતિને બહેતર સમજી લે તો એજ એના જીવનનો સાર છે
અને એજ એની સાર્થકતા છે !!!!
આપ મીનાલ અને કીરાનને સાંભળો હું એમેણે જોઇને કમજોર ના પડી જાઉં. ત્યાં સુધીમાં તો બાદલની માં તૈયાર થઈને જૌહરકુંડ પર આવી ગઈ. બાદલ સામે પસ્તાવાભરી આંખોથી જોઇને વિચારવા લાગી “કયારેય સુખ ના મળ્યું મારાં દીકરાને ૩ વર્ષની ઉંમરમાં એના પિતાજીનું અવસાન થયું. હવે એ પોતાનાં ૩-૪ વર્ષના બાળકોને પોતાનાં હાથોથી કેવી રીતે મારી શકશે. એટલાં માં તો એની માં અને પત્ની અગ્નિ માં પ્રવેશ કરી ગઈ. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એની સામે જ એ બંને જણા સ્વાહા થઇ ગયાં !!
પત્નીથી પોતાનાં બાળકોને છોડાવીને બાદલે વિચાર્યું કે —-
વિચારતો હતો કે પુરુષ શક્તિશાળી હોય છે, પરંતુ આજેજ ખબર પડી કે સ્ત્રીઓને કેમ શક્તિશાળી કહેવાય છે તે !!!!
વાસ્તવમાં શક્તિનો અવતાર હોય છે ક્ષત્રાણીઓ, પુરુષ તો અંદરથી જ કમજોર હોય છે. હું મારાં બાળકોને ધાર સ્નાન નથી કરાવી શકતો એ વિચારીને હું મારાં બંને બાળકોને અગ્નિકુંડની પાસે લઇ ગયો અને મિનાલને અંદર ફેંકવા લાગ્યો
એને પોતાનાં બાબોસાના કુર્તાને પકડી લીધો અને કહેવા લાગી હું હવે લડાઈ નહીં કરું !!!! તમે જેમ કહેશો એમજ હું કરીશ
હું કિરાનંને ક્યારેય નહીં મારું. બાબોસા મને ના મારો અને બાદલે એક ઝાટકે પોતાનો હાથ છોડાવી લીધો !!! અને એક ચીખ સાથે …….. પછી માસુમ ૩ વર્ષનો કિરાનં જે સમજી ચુક્યો હતો. એ માસૂમ નિગાહોથી પોતાનાં બાપને જોઇને બોલ્યો —– “બાબોસા હું મોટો થઈને તમારી સાથે આ તુર્કોને મારીશ. હું તો પુરુષ છું ……..” બાદલે એને પણ ધક્કો મારી દીધો !!!! ત્યાં સુધીમાં તો સારા જૌહર સંપૂર્ણ થઇ ચુક્યું હતું અને રાજપૂતો માટે હવે ખોવાં માટે કશું જ નહોતું બચ્યું !!!!!
રાજપુત વીરોએ તલવારોથી પોતાનાં હાથોને અને ઘોડાની પીઠ સાથે બાંધી દીધાં હતાં. હર હર મહાદેવનાં જયકારોની સાથે !!!! કેસરિયા બાના પહેરીને કસુંબાપાન કરીને વીર કુદી પડયાં સમરાંગણમાં એક એકે ૧૦૦ -૧૦૦ ને માર્યા પણ સંખ્યમાં તુર્કો વધારે હતાં. પછી ચઢાવવા લાગ્યાં નરમુંડોનાં હાર અને લાલ રક્તથી મહાકાલનાં સ્વાગતમાં આખાં દ્વારને રંગી નાંખ્યો. ૩૦૦૦૦ નરમુંડોથી સ્વાગત કર્યું પોતાનાં આરાધ્યનું અને દુર્ગનો વિવાહ સંપન્ન થયો, મહાકાલનાં સ્વાગતમાં આમ જ થાય છે !!! ભસ્મ, રક્ત, નરમુંડ.. હવે મૃત લાશોને કાલ ભૈરવનાં કુતરાં બહુજ આનંદથી ખાઈ રહ્યાં હતાં. દુર્ગ હવે કુંવારો નાં રહ્યો આજે એનો વિવાહ થઇ ગયો
આવો જ હોય છે દુર્ગનો વિવાહ …..
હવે કોણ કહે છે કે દ્વાર ખિલજીનાં સ્વાગત માટે ખોલ્યાં હતાં
હા હા હા હા હા એને કોણ સમજાવે ? નાદન જો હતો એ ………. ખીલ્જીને એ મહેસૂસ થઇ ગયું કે ચિત્તોડ એને માટે નથી. કૈક બીજાં માટે જ દ્વાર ખોલવામાં આવ્યાં છે. એ ઠગની જેમ દુર્ગનાં દ્રશ્યને નિહાળવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે
આ માણસો ના હોઈ શકે આ તો દિવ્ય લોકના દેવતા છે !!!!
એના મનમાં ગ્લાનિ થઇ એને પહેલાં એક વિચાર આવ્યો કે
આ મારે માટે નહીં પણ કોઈ બીજાં જ માટે હતાં !!! હું ગુરુર કરવાને લાયક જ નથી, પાછો ફરી ગયો નમન કરીને ચિત્તોડને !!!!
ખિલજીએ ચિત્તોડમાં પ્રવેશ કર્યો પરંતુ એના સ્વાગતમાં કુતરાં પણ ના આવ્યાં, કારણકે એતો મહાભોજનો આનંદ લઇ રહ્યાં હતાં ….. પછી એ દુર્ગના વિવાહમાં મહેમાન બનીને આવ્યો. ખિલજી આવો અદભુત નજરો જોઇને દુર્ગમાં એક રાત પણ ના ગુજારી શક્યો. खिलजी ऐसा अद्भूत नजारा देख दुर्ग में एक रात भी नहीं गुजार पाया।
” જો દ્રઢ રાખે ધર્મકો તિહી રાખે કરતાર ”
??⚔??⚔????????
જય ભવાની
જય એકલિંગનાથ
જય મેવાડ
જય જય રાજસ્થાન
????
✍?…
ઈતિહાસ રચાય છે અને ગાથાઓમાં સચવાય છે. જેમાં હાર-જીત એતો ગૌણ બાબત છે, પણ મહત્વ છે લડવાનું એમાં એલોકો ક્યાંય પણ પાછા નથી પડયા. જેટલું મહત્વ જૌહરનું છે એટલું જ મહત્વ રાજપૂતોના શૌર્યનું છે.
આ ઘટના પછી જ રાજા હમીરદેવે આલાઉદ્દીન ખીલ્જીને ૩ -૩ વાર હરાવીને એની ઔકાત ખરાબ કરી નાંખી હતી. એતો તમે મારા લેખમાં વાંચ્યું જ હશે
અત્યારેતો જૌહરપ્રથા બંધ છે, સતી પ્રથા પણ બંધ છે. પણ “જૌહર ગાથા” ક્યારેય બંધ નહિ થાય. જૌહર બંધ થયું છે …….. સાહસ ,શૌર્ય અને ટેક નહીં !!!!
આવી પ્રથા માટે તૈયાર થવું એ કંઈ નાનીસુની વાત તો નથી જ
સલામ છે આવી પદ્મિની જેવી જૌહરાણીને !!!!
——— જનમેજય અધ્વર્યુ
?????????