વીરાંગના રાણી અવંતિબાઈ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિષે તો બધાં પરિચિત જ છીએ પણ એવી જ બીજી એક રાણી અને તેજ સમયની અને તેજ લડતમાં બિલકુલ એમની પ્રતીક્રૃતી જેવી બીજી પણ એક રાણી થઇ છે. નામ છે એનું  —– અવંતિબાઈ લોધી !!!! એના વિષે પણ જાણી જ લેવું લેવું જોઈએ દરેકે !!!!

આજે પણ ભારતની પવિત્રભૂમિ આવાં વીર વીરાંગનાઓથી ભરેલી પડેલી છે. જેમણે ૧૮૫૭નાં પ્રથમ સ્વત્રંતા સંગ્રામથી શરુ કરીને આઝાદ ભારત સુધી ભિન્ન-ભિન્ન રૂપે પોતાનું અહમ યોગદાન આપ્યું હતું, પરંતુ ભારતીય ઈતિહાસકારોએ હંમેશા એમને નજર અંદાજ જ કર્યા છે. વીરાંગના રાણી અવંતિ બાઈ એક બહુજ મહાન સ્ત્રી હતી, જે કદાચ બહુ જ ઓછાં લોકો ઓળખતાં હશે !!! પરંતુ એમણે ઇસવીસન ૧૮૫૭ માં થયેલી આઝાદીની ક્રાંતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું !!!

મનકેહાણીમાં થયો હતો જન્મ  ——–

વીરાંગના મહારાણી અવંતીબાઈનો જન્મ ઓછા જાણીતા એવા રાજપૂત સમુદાયમાં ૧૬ ઓગષ્ટ ૧૮૩૧માં ગામ મનકેહાણી જિલ્લા સિવનીના જમીનદાર રાવ જુઝાર સિંહને ત્યાં થયો હતો !!! વીરાંગના અવન્તીબાઈની શિક્ષા-દિક્ષા મનકેહણી ગામમાં થઇ. પોતાનાં બચપણમાં જ આ કન્યાએ તલવારબાજી અને ઘોડેસવારી શીખી લીધી હતી. લોકો પણ આ ક્ન્યાની તલવારબાજી અને ઘોડેસવારી જોઇને આશચર્યચકિત થઇ જતાં હતાં. વીરાંગના અવન્તીબાઈ બાલ્યકાળથી જ બહુ જ વીર અને સાહસી હતી. જેમ જેમ અવન્તીબાઈ મોટી થતી ગઈ તેમ તેમ એની વીરતાની વાતો આસપાસના ગામોમાં પણ ફેલાઈ ગઈ !!!!

વિવાહ પછીની કહાની  ——

પિતા જુજારસિંહે પોતાની કન્યા અવન્તીબાઈનો વિવાહ સજાતીય લોધી રાજપૂતોની રામગઢ રિયાસત, જિલ્લા મંડલા સાથે કરાવવાનો નિશ્ચય કર્યો. જુજારસિંહની આ સાહસી કન્યાનો રિશ્તો રામગઢનાં રાજા લક્ષ્મણસિંહે પોતાના પુત્ર રાજકુમાર વિક્રમાદિત્યસિંહ માટે સ્વીકાર કરી લીધો !!!
એના પછી જુજારસિંહની આ કન્યા રામગઢ રિયાસતની કુલવધુ બની.

સન ૧૮૫૦માં રામગઢ રિયાસતનાં રાજા અને વીરાંગના અવંતીબાઈનાં શ્વસુર લક્ષ્મણસિંહનું મૃત્યુ થઇ ગયું !!!! અને આજકુમાર વિક્રમાદિત્યસિંહનો રામગઢ રીયાસતના રાજાનાં રૂપમાં રાજતિલક થયો, પરંતુ કેટલાંક વર્ષો પછી રાજા વિક્રમાદિત્યસિંહ અસ્વસ્થ રહેવાં લાગ્યાં. એમનાં બંને પુત્ર અમાન્સિંહ અને શેર સિંહ હજી નાનાં હતાં. અત: રાજ્યનો ભાર રાણી અવન્તીબાઈ લોધીનાં ખભા પર આવી પડયો. વીરાંગના અવન્તીબાઈ લોધીએ વીરાંગના ઝાંસીની રાણીની જેમ જ પોતાનાં પતિ વિક્રમાદિત્યનાં અસ્વસ્થ હોવાંથી એવી દશામાં રાજ્યકાર્ય સંભાળીને પોતાની સુયોગ્યતા સાબિત કરી દીધી અને અંગ્રેજોના પાયા હલાવીને મૂકી દીધાં !!!!

એમની વીરતા અને બુદ્ધિમત્તા આપણને ત્યારે જ જોવાં મળી જ્યારે અંગ્રેજો ભારત પર રાજ્ય કરી રહ્યા હતાં. વિક્રમાદિત્યનું રાજ્ય હડપવા માટે એમણે અંગ્રેજોને વિક્રમાદિત્યને પાગલ ઘોષિત કરી દીધાં અને એમનાં મૃત્યુ પછી એમનાં નાબાલિક બન્ને પુત્રો અમનસિંહ અને અને શેરસિંહને અંગ્રેજો ઉત્તરાધિકારી નહોતાં માનતાં અને કોર્ટ ઓફ હાવર્ડસન્ન અનિયમ અનુસાર રામગઢ પર પોતાનો અધિપત્ય  જમાવવા લાગ્યાં !!!!

Rani Avantibai

એ સમયે રામગઢનું શાસન રાણી અવંતીબાઈએ પોતાનાં હાથમાં લઈને પોતાની વીરતાણો પરિચય આપીને અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધનું બ્યુગલ ફૂંકી દીધું.

રાણી અવંતિબાઈએ પોતાની આસપાસની રિયાસતોને સંદેશ મોકલાવ્યો. સંદેશ સાથે એમણે બંગડીઓ પણ મોકલાવી ….. અને કહેવામાં આવ્યું આવ્યું કે કાંતો હાથોમાં તલવાર ઉઠાવો અથવા હાથમાં બંગડીઓ પહેરીલો. ભારતમાતાની રક્ષા માટે આગલ આવો. બધાં રાજાઓએ રાણીની ઈચ્છાશક્તિને પહેચાનીને રાનીને મદદ કરવાં તૈયાર થઇ ગયાં અને રાણીનાં દેશભક્તિ ભરેલાં શબ્દોથી એમની દેશભક્તિ પણ જાગી ગઈ

શાહપુદનાં રાજા એ નારાયણગંજ પર આક્રમણ કર્યું તો ત્યાં બહાદુરસિંહ લોડીએ શાહમાં યુદ્ધની કમાન સાંભળી. અંગ્રેજ સેનામાં સામિલ થયેલાં ભારતીય સૈનિકો પણ બલદેવ તિવારી જેઓ પાટનનાં સુબેદાર હતાં એમણે જઈને મળ્યાં. રાણીએ પણ રાજા સુરતપ્રસાદ જેઓ વિજય રાઘવગઢનાં રાજા હતાં એમની સાથે મળીને નર્મદા નદીનાં બધાં જ ઉત્તરી ક્ષેત્રમાં યુધ્દનો મોરચો સંભાળ્યો !!!!

રાણીએ મંડલા પર આક્રમણ કરવાની પુરતી તૈયારી કરી લીધી હતી, પરંતુ ત્યાં જ અંગ્રેજોના સેનાપતિ વાડિંગટન યુદ્ધ કરવાં આવી પહોંચ્યા. રાણીએ પોતાની સમગ્ર શક્તિસાથે એમનાં ઘોડા પર બેસીને યુધ્ધ કર્યું ‘ અને માં કાલીનું રૂપ ધારણ કરીને શત્રુની સેનાણો સંહાર કરતી જ જઇ રહી હતી !!!!

યુદ્ધની મધ્યમાં રાણીએ પોતાની તલવારથી વાડિંગટન પર વાર કર્યો, પણ એ જ સમયે રાનીનો ઘોડો થોડો આગળ વધી ગયો !!! અને એ તલવાર સીધી જઈને વાડિંગટનનાં ઘોડાને જઈને વાગી અને ઘોડાની ગરદન કપાઈને સીધી જમીન પર જઈને પડી. આ બધું જોઇને અંગ્રેજ સેનાપતિ ડરી ગયો અને એ યુધ્ધ માંથી ભાગી નીકળ્યો અને વીરાંગના રાણી અવંતિબાઈ એ યુધ્ધમાં હજારો સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાં !!!

પરંતુ અંગ્રેજ શાસક પોતાની હારનો બદલો લેવાં માટે ફરીથી યુદ્ધની તૈયારીમાં લાગી ગયાં અને કેટલાંક સમય પછી એમણે રાણીના રામગઢનાં કિલ્લામાં ગેરબંધી કરી દીધી. પરંતુ આ વખતે અંગ્રેજ સેનાપતિ વિશાળ સેના સાથે આવ્યો હતો. રાણી કોઈક રીતે એની સેનાથી બચી જઈને દેવહારગઢની પહાડીઓ પર જતી રહી !!!

પરંતુ એ રાણીને રામગઢમાં ના જોઇને એની તલાશ કરતો રહ્યો. એનાં પછી રાણીએ દેવહારગઢનાં પહાડો પરથી જ છાપામાર યુદ્ધની પ્રણાલી અપનાવીને વાડિંગટની સેનાને છિન્ન ભિન્ન કરી નાંખી. આ રીતે રાણી અંગ્રેજો સાથે લોહા લેતી રહી

પરંતુ અંતમાં રાનીને જયારે લાગ્યું કે એ થોડાંક જ સમયમાં અંગ્રેજો દ્વારા ઘેરાઈ જશે, ત્યારે એણે વિશ્વાસપાત્ર મિત્ર ઉમર રાવને કહ્યું કે ભાઈ આ દુષ્ટ અંગ્રેજોનાં હાથે મરવું એના કરતાં તો સ્વયં જ પોતાનું જીવન સમાપ્ત કરી દઉં !!!

ઉમર રાવે કહ્યું બહેન પહેલાં મને પોતાનું શૌર્ય બતાવવા દો. ત્યાર પછી જ તમને જે યોગ્ય લાગે તે કરજો!!! એનાં પછી ઉમર રાવે અંગ્રેજ સેનાને ગાજર-મુલની જેમ કાપવાની શરુ કરી દીધી !!! અને અંતમાં શહીદ થઇ ગયાં. એનાં પછી જ્યારે રાણીને લાગ્યું કે એ એકલી પડી ગઈ છે, તો એને સ્વયંની તલવાર સ્વયંના જ પેટમાં ઘુસાડી દીધી અને બેહોશ થઇ ગઈ !!!

થોડાં સમય પછી જયારે રાણીને હોશ આવ્યાં તો વાડિંગટને એમની વીરતાને સલામ કર્યા. એનાં પછી આ વીરાંગના હરિ ઓમનું ઉચ્ચારણ કર્યા પછી ૨૦ માર્ચ ૧૮૫૮નાં રોજ એમનાં પ્રાણ ત્યાગી દીધાં !!!!

રાણી જ્યારે વીરાંગના બને છે ત્યારે તે આપોઅપ સલામની હકદાર બનતી જ હોય છે. રાણીઓ માત્ર રાણી મહેલમાં જ નહિ પણ યુદ્ધ મેદાનમાં પણ પોતાનું કૌવત બતાવતી જ હોય છે. આ રાણી પણ રાજપુત હતાં અને રાણી પદ્મિની પણ રાજપૂત હતાં. કદાચ શત્રુઓના ફેર કે સમયફેરને લીધે કદાચ રાણી પદ્મિનીએ જૌહર કર્યું, તો રાણી અવંતિબાઈએ લડીને મૃત્યુને ગળે લગાડ્યું. મોત તો બંને બાજુએ હતું, સવાલ માત્ર પસંદગીનો જ હતો
બંનેએ પોતપોતાની રીતે જે પસંદગી કરી એ જમાના પ્રમાણે  ઉચિતજ ગણાય. કદાચ ……… સ્થળફેર પણ આમાં અગત્યનું પાસું હોઈ શકે છે, બાકી ……..ભારતીય ઇતિહાસમાં આવી જુજ મળતી રાણી અવંતિબાઈ જેવી વીરાંગનાને
શત શત વંદન !!!!

————–જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!